Two Stories in Gujarati Short Stories by Darshit Soni books and stories PDF | ટુ સ્ટોરીઝ

Featured Books
Categories
Share

ટુ સ્ટોરીઝ

સમાધાન..

“દીપક, આવતા અઠવાડિયે મારા લગ્ન છે, તારે આવવાનું છે.” લગ્નની કંકોત્રી દીપક ના હાથ માં મૂકી કુસુમે ટૂંક માં જ પતાવ્યું. “કુસુમ, ચાલ...આજે લૉ ગાર્ડન જઈને શાંતિથી વાતો કરીએ. મારે તારી સાથે ઘણી વાતો કરવી છે.”

“ના, આજે નહીં પણ, પરમ દિવસે ચોક્કસ મળીશું, છેલ્લી વાર...આ રીતે” અને કુસુમે યુનિવર્સિટી ના બસ સ્ટોપ થી અંધારું થાય એ પહેલાંની છેલ્લી બસ પકડી.

દીપક ના દિલ માં ‘છેલ્લી વાર...આ રીતે.’ શબ્દો નો પડઘો પડ્યો, શાંત થયો અને ફરી પડ્યો. હાથ માં લગ્ન ની કંકોત્રી લઈને તે બસ સ્ટોપ પર બસ ની રાહ જોવા લાગ્યો.

લગભગ દસેક ફૂટ દૂર એક કપલ હાથ માં હાથ પરોવીને બેઠું હતું. લગ્ન થયાં હોય એવું લાગતું નહોતું. ‘કદાચ કોલેજ માં ભણતા હશે...અથવા નોકરી માં સાથે હશે...જે હોય તે પણ વર્ષોથી ઓળખતા હશે...’ આકાશ માં વાદળો નહોતા પણ દીપકના દિમાગ માં વિચારો ના વાદળો ઘેરાવા લાગ્યા.

‘સોળ વરસની હતી એ ત્યારે...જ્યારે પહેલી વાર મેં એને જોઈ. સ્કૂલ શરૂ થવાના દિવસો અને પહેલા દિવસે બનીઠની ને આવેલી જુવાની થી છલકાતી મદમસ્ત છોકરીઓ... પણ કુસુમ એ બધામાં અલગ.’

સ્કૂલ ના દિવસો યાદ આવતાં દીપક ભૂતકાળ માં ખોવાઈ ગયો. સ્કૂલ માં મિત્રતા થઈ અને એ પણ પાકી. કદાચ દીપક ની ગર્લફ્રેન્ડ બનાવવાની પુરુષસહજ ખવાઈશ અને કુસુમ નું યુવાની થી લથબથ તન બંને ની મિત્રતા માં ઉદ્દીપક નું કામ કરી ગયા.

સ્કૂલ પુરી થઈ. કોલેજ માં પણ બંનેએ સાથે જ એડમિશન લીધું. હવે મળવા માટે બહાના શોધવાની જરૂર નહોતી. ત્રણ વર્ષ સુધીનું ન કહેલું કમીટમેન્ટ હતું.

આમ તો કુસુમ નું કુટુંબ સાધારણ હતું પણ પહેરવા-ઓઢવામાં જ એ પોતાની પોકેટમની ખર્ચ કરતી એટલે કુદરતે આપેલી સુંદરતા માં આપોઆપ વધારો થતો. ૩૬-૨૪-૩૬ નું ફીગર અને સુપરમોડલ બની શકે એવો ચહેરો...કોઈ પણ પુરુષ તેની સંગાથે વાત કરવાની ના ન પાડી શકે એવું મારકણું વ્યક્તિત્વ ધરાવતી હોવા છતાં દીપક સિવાય કોઈની સાથે તે છૂટથી વાત કરતી નહોતી.

દીપક પણ કંઈ છેલબટાઉ યુવાન નહોતો પણ હા, યુવાન તો હતો જ. એના દિલ માં અને શરીર માં યુવાનીની પ્યાસ હતી. કોલેજમાં થી ક્યારેક જડસુ પ્રોફેસરો ના બોરિંગ લેકચર્સ બંક મારીને કોલેજ ની કેન્ટીનમાં તો, ક્યારેક સિનેમા હૉલ માં પહોંચી જતા. કુસુમને આ ગમતું, દીપક ને પણ ફિલ્મ જોવામાં મઝા આવતી.

કો’ક દિવસ તે કુસુમને સારા લાગતા કપડાં માટે કોમ્પ્લીમેન્ટ્સ આપતો તો કયરેક કપડાં માં થી બહાર દેખાતી બ્રેસિયર ની પટ્ટી માટે હળવી કૉમેન્ટ પણ કરતો. સિનેમા હૉલમાં ખૂણા ની સીટ મળે તો અંધારાનો લાભ લઇ પહેલાં ગાલે હળવું અને પછી હોઠ ઉપર તસતસતું ચુંબન પણ ચોડી દેતો.

“કુસુમ, આપણી ફ્રેન્ડશીપ સમય ની સાથે ભૂલી ના જતી...” એક જ ગ્લાસ માં બે સ્ટ્રો નાખીને શેરડીનો રસ પીતાં પીતાં દીપકે એને એક સાંજે જરા ગંભીર થઈ ને પૂછ્યું.

“ભૂલવાના વિચારો તો તારા મન માં આવે છે, નહીં તો આવું પૂછત જ નહીં ને, સાલા મકડા.”

કોલેજ ના બીજા વર્ષ માં બંને ઘણું ફર્યા. બાઈક ની પાછળની સીટ પાર બેસી વૃક્ષ ને વેલ વીંટળાય એમ કુસુમ દીપકને વળગીને બેસતી ત્યારે દીપક પણ ઉન્માદ માં આવીને તેજતર્રાર બાઈક ચલાવતો. આમ ને આમ બંને ક્યારેક ગાંધીનગર પણ પહોંચી જતા અને પછી પાછા ફરતી વખતે સમયનું ભાન ન રહેતું. રાત્રે વાતો કરતી વખતે કુસુમ દીપક ના ખભે માથું ઢાળતી, ત્યારે ભવિષ્યમાં અને કલ્પનામાં કે ભવિષ્યની કલ્પનામાં ખોવાઈ જતી. આમ પણ રાત નો સમય કલ્પના કરવા માટેનો સૌથી અનુકૂળ સમય છે.

ચાર વર્ષમાં બંને એકબીજાની ઘણી નજીક આવી ગયા હતાં. દીપક ને કુસુમ ના ગરમ શ્વાસો પોતાના શ્વાસ સાથે ઝીલવાનું ગમતું, તો કુસુમને પણ દીપકનો સંગાથ ગમતો. એક સાંજે જીવન વિશે ચર્ચા કરતાં કુસુમે પૂછ્યું પણ ખરું, “દિપુ, લગ્ન વિશે તેં શું વિચાર્યું છે?”

“અત્યારે મારે લગ્ન ની કોઈ ઉતાવળ નથી અને આમ પણ મારા ઘરના લોકો રૂઢિચુસ્ત છે એટલે મારે તો મારા સમાજ માં જ લગ્ન કરવા પડશે. પહેલાં છોકરી વાળા જોવા આવશે, પછી અમે જઈશું અને પછી દસ, પંદર કે ત્રીસ મિનિટના ઇન્ટવર્યૂ માં જિંદગી નો નિર્ણય લઈ લેવાનો. લાગ્યું તો તીર, નહીં તો તુક્કો.”

“અને જો છોકરી બરાબર ના હોય એવું લગ્ન પછી ખબર પડે તો?”

“તો શું? સમાધાન કરવાનું...છોકરી સાથે, જિંદગી સાથે...અને પડ્યું પાનું નિભાવવાનું.”

“પણ...”

“પણ શું? છોડ, જે હોય તે પણ તારા લગ્ન માં મને ચોક્કસ બોલાવજે, હોં!”

કુસુમ કંઈ બોલી નહીં અને વધું કંઈ બોલ્યા વગર ઘર તરફની બસ પકડી લીધી. એ દિવસે તો વાત પૂરી થઈ પણ હવે દીપક ને લાગ્યું કે તેનું હૃદય જેના નામથી જોરથી ધડકતું હતું તેને મેળવવાના પ્રયત્નો ચાલું કરી દેવા જોઈએ. પણ સમાજ માં વડીલોનું નાક કપાવાની બીકે તે વાત કરી ન શક્યો. કુસુમ અને દીપક અલગ જ્ઞાતિ ના હતાં, એ તો ઠીક પણ તેમના સંબંધ વિશે ઘર માં કોઈને પણ જાણ નહોતી. જાણ થાય પણ કેમ? દીપકે કોઈ દિવસ કુસુમ વિશે ઘરમાં વધારે વાત કરી જ નહોતી. આમ પણ તેના મમ્મી-પપ્પા જ્ઞાતિવાદ ના પ્રચંડ ‘હિમાયતી’ હતાં.

પોતે કુસુમ સાથે લગ્ન કરવા માંગે છે એ વાત તેને કરવી કે કેમ એ કશ્મકશ માં બીજા ચારેક મહિના વીતી જવા આવ્યાં. સમાજ નો ડર, સંબંધીઓ નું દબાણ, મમ્મી-પપ્પા ની બીક આ બધાને કારણે તે કંઈ બોલી ના શક્યો.

અને એ દિવસે સાંજે કુસુમે દીપકને યુનિવર્સિટીના બસ સ્ટોપ પર બોલાવ્યો, લગ્નનું આમંત્રણ આપવા...દીપકના વિચારો તૂટ્યા. એણે અંધારામાં દૂર થી દેખાતી બસ માટે હાથ ઊંચો કર્યો. ઘરે પહોંચીને કંકોત્રી વાંચી. અંદર કુસુમ ના નામ ની બાજુમાં લખેલું નામ વાંચીને ચમક્યો. કુસુમ જેની સાથે સાત ફેરા ફરવાની હતી એ પલાશને એ બે વર્ષ થી ઓળખતો હતો.

પલાશ કુસુમ ની સોસાયટીમાં જ રહેતો હતો. પલાશ અને કુસુમની જ્ઞાતિ એક જ હતી. બંને ના પપ્પા એક જ કંપની માં કામ કરતાં હતાં અને કદાચ એ ઓળખાણ ને કારણે જ બંને હવે સંબંધી બનવાના હતાં. પણ પલાશને કુસુમ કરતાં વધુ સારી રીતે દીપક જાણતો હતો. બહાર થી સંસ્કારી દેખાતા પલાશને દીપકે ઘરની પાછળ ના બગીચામાં ચાર-પાંચ વાર જોયો હતો, દરેક વખતે અલગ છોકરી સાથે...! એક વાર બંને ના કોમન ફ્રેન્ડ ની બર્થડે પાર્ટી માં પણ દેખાયો હતો. બસ, એ વખતે દીપકને પલાશ વિશેની માહિતી મળી. છોકરીઓ સાથે રમત રમવી અને પ્રેમના નાટકો કરી તેમને ફસાવવી એ તેનો શોખ હતો. નજીકના એક-બે ગાયનેક ડૉક્ટર્સ ના ઘરાક પણ તેને કારણે વધ્યા હતાં, પણ કુસુમ આ બધા થી અજાણ હતી.

તે રાત્રે દીપક પથારીમાં પડ્યો પણ ઊંઘ તો તેને કેમે’ય કરીને ન આવી. ‘કદાચ લગ્ન પછી પલાશ સુધરી જશે...કદાચ કુસુમ સાથે પણ નાટક કરી તેની જિંદગી બગાડશે...કુસુમ ને તેના ભૂતકાળ વિશે જાણ થશે ત્યારે એ સહન કરી શકશે?’ વિચારો નું ઘોડાપુર એના મન માં ફરી વળ્યું. કુસુમ સાથેની મુલાકાત આડે એક આખો દિવસ હતો. તેને લગ્ન પહેલાં સાવચેત કરવી કે બધું ઉપરવાળા પર છોડવું એ સમજાતું નહોતું. એક બાજુ કુસુમ ને મેળવવા માટેનો આખરી પ્રયત્ન કરી જોવો એવો વિચાર પણ સ્ફૂર્યો. અંતે લૉ ગાર્ડન જઈને મળવાના દિવસે, નક્કી કરેલા સમય પહેલાં પંદર મિનિટ વહેલાં પહોંચીને તે કુસુમ ની વાટ જોવા લાગ્યો પણ કુસુમ હંમેશ મુજબ આ વખતે પણ અર્ધો કલાક મોડી પહોંચી.

બંને એ એકબીજાને હળવી સ્માઈલ આપી પણ, શરુઆત ની પંદર મિનિટ સુધી કંઈ વાતચીત ના થઇ. અંતે દીપકે મૌન તોડ્યું.

“તું ઓળખે છે, પલાશને?”

“એના પપ્પા મારા પપ્પા ના મિત્ર છે.”

“હું તો તારી વાત કરું છું. ‘તું’ ઓળખે છે પલાશને?”

“ના, પણ મારી સોસાયટી માં રહે છે.”

“વાત કરી છે એની સાથે?”

“પંદર મિનિટ...”

“ક્યારે?”

“જોવા આવ્યો ત્યારે.”

“એના ભૂતકાળ વિશે જાણે છે?”

“એને પણ ક્યાં મારા ભૂતકાળ ની ખબર છે?”

“પણ મને ખબર છે એના ભૂતકાળની...” અને દીપકે પલાશ વિશે પોતે જાણતો હતો એ બધું કહ્યું, “કુસુમ, હજી પણ સમય છે. હું મારા ઘરે વાત કરું છું, તું પણ તારા મમ્મી-પપ્પાને શાંતિથી બધી વાત સમજાવ.”

“હવે એ શક્ય નથી.”

“પણ તું જેને પંદર મિનિટ થી વધારે ઓળખતી નથી એની સાથે આખી જિંદગી કેવી રીતે જીવીશ? અને આપણે તો એકબીજાને સારી રીતે સમજીએ છીએ.”

“ના, સમાજ માં રહેવું હોય તો એના નિયમો પાળવા પડે. આપણી જિંદગી, આપણી ખુશી કરતાં સમાજનું અસ્તિત્વ વધારે મહત્વનું છે. સમાજે આપેલી પંદર-વીસ કે ત્રીસ મિનિટ માં જિંદગીનો નિર્ણય લઈ લેવાનો હોય છે. લાગ્યું તો તીર, નહીં તો તુક્કો.”

“અને છોકરો બરાબર ના હોય તો?”

“તો શું? સમાધાન કરવાનું...છોકરા સાથે, જિંદગી સાથે અને પડ્યું પાનું નિભાવવાનું.”

દીપક માટે એ છેલ્લાં બોલાયેલાં શબ્દો બીજાના નહોતા પણ પોતાના જ શબ્દો નો પડઘો હતો. અને કુસુમ ત્યાંથી ફરી એક વાર ચાલી નીકળી.

દર્શિત સોની

*****

Job Saved!

Manager Arvind: "Mohan, how else I can explain how to handle customers? Do you know I've received a complaint against you today?"

Mohan: "But sir, I haven't been trained on this new system with all its functions. I already told you I need training before I use this new system."

Manager: "That doesn't mean you can't handle customers. You are also unable to meet the target of resolving 40 queries per day. You didn't work for extra hours, you are not coming on your week offs."

Mohan: "I am not a machine, sir. I really can't work for more than 8 hours everyday, I tried but it didn't work. Also 40 queries are too much."

"Everyone is doing it but you."

"They work for extra hours. No one is able to finish work in the shift so the targets are not feasible and need revising."

Manager: "See, if you behave like this, I don't have any other options than to lay you off. I can't take stand for you if you can't work for extra hours or meet the target. Meet HR now.'

"I have two children, sir. They everyday wait for me when I go home. I can't buy gifts for them if I am jobless. Please don't lay me off."

...Hello, HR? I'm sending Mohan to your cabin.

***

Wife: "You looked so tensed for last few days but seem to be relaxed today. Is everything sorted?"

Arvind: "My boss told me last Monday that we are either over-staffed for this work or we need to train employees. If I couldn't make some action plan, I would be forced to resign."

Wife: "So is everything sorted by now?"

"Yes, I've made action plans and saved my job. Where are our children? I've got gifts for them."

Darshit Soni