મૃગજળ ની મમત
ભાગ-4
નિસર્ગ. કિચન પાસે છાનોમાનો આવી ને ઉભો હતો. અંતરા આ વાત થી અજાણ હતી. એ એની ધુન માં જ નિસર્ગ માટે બધુ તૈયાર કરીતે રહી હતી. મનોમન કઇંક બબડતી હતી.
“ કાલે તો બહુજ વાતો કરતો હતોને.. તું મને મળવા આવીશ... .એ પણ ઘરમાં અને એકલા..ને આમ વાતહતી એમ કીધું પણ નહીં...અને હવે ઘરનો દરવાજો ખુલ્લો મુકી અને કયાં ગાયબ છે.. હું આવી ગઇ એવી તો ખબર પણ નહીં હોય...થોડી વાર રાહ જોવા પછી જતીરહીશ...જમશે એકલો. “
નિસર્ગ એની બઘી વાતો સાંભળી રહ્યો હતો... ઘીમેથી નજીક જઇપોતાના બંને હાથ અંતરા ની કમર પર મુકયાં. અને એના કાનમાં બોલ્યો.
“ગુસ્સો આવેછે મારા પર?? ...હજુ તો એકપણ વખત મળ્યા પણ નથી ..ને એવું તો શું થયું કે આટલી નારાજ થઈ ગઇ.”
નિસર્ગ ના અચાનક સ્પર્શ થી અંતરા ઝબકી ગઇ . એના હ્રદય ના ઘબકારા વઘીગયા. આખુ શરીર પાણી પાણી થઈ ગયું હતું પહેલી વાર કોઈ પુરુષ નો સ્પર્શ થયો . પહેલી વાર કોઈ ની આટલી નજીક હતી..ધીમે થી નિસર્ગ ની સામે ફરી. બોલવા માટે શબ્દો યાદ નહોતાં. ગળા માં થી અવાજ કટકે કટકે નીકળતો હતો. છતાં ધીમેથી બોલી.
“ઓહ...!! તું ...? આ.આ... શું કરે છે? .. હું બસ...જમવાનું તૈયાર છે. ટેબલ પર તું. જ..મી..”
અંતરા ની વાત હજુ પુરી થાય એ પહેલાં જ નિસર્ગે તેને પોતાની વધુ નજીક ખેંચી. કશું જ બોલ્યા વગર એ અંતરા તરફ તાકી રહ્યો.અંતરા પણ એની આંખો માં ખોવાઈ ગઇ હતી. વાતાવરણ એકદમ સ્થિર થઈ ગયું હતું. નિસર્ગે ઘીમેથી અંતરા ના ગાલ પર હાથ મુકયો..અંતરા એ પોતાનુ માથું નિસર્ગ ની છાતી પર ઢાળી દીધું..અને બંને હાથ ની મુઠી માં નિસર્ગ નુ ટી-શર્ટ જકડી રાખ્યુ હતું..
“નિસુ..! આ..આ.શું ..આ.. મ...”
“ કશું જ બોલ્યા વગર થોડી વાર આમજ હગ કરી ને ઉભી રે અનુ..હું ઇચ્છુ છુ કે આ એકજ ક્ષણ માં આખી જીંદગી પસાર થઈ જાય. હવે કયારેય દુર ન થઈશ...એક વાત પુછું તને.. તું ખરેખર મારા પ્રેમ મા છે કે... “
“કે...? શું?.. ના ના.. હું તો ટાઇમ પાસ કરું છું.. . મને વળી પ્રેમ થાય..?? અંતરા કટાક્શ માં બોલી. નિસર્ગ થોડું ગુસ્સા માં પોતાની મુઠ્ઠી માં અંતરા ના વાળ પકડી બોલ્યો ..
“ આજે બોલી એ .હવે કયારેય નહીં બોલતી.. ખુબ ચાહું છું તને. સ્કુલ ..કોલેજ માં ધણી છોકરીઓ મારી સાથે વાત કરવા મારી દોસ્ત બનવા બહાનાં શોધતી પણ કયારેય કોઈ ની લાગણી નો ફાયદો નથી ઉઠાવ્યો. તું મારી લાઇફ મા આવનારની પેલીને છેલ્લી છોકરી છે. મજાક માં પણ કયારેય આવું બીજીવાર નહીં બોલતી..”નિસર્ગે હળવે થી અંતરા ના કપાળ પર કીસ કરી. અંતરા પણ નિસર્ગ ને હગ કરીને બંધ આંખે નિસર્ગ ની વાત સાંભળી રહી હતી. બંને જણા મૌન એકબીજા ને વળગી ને ઉભા હતાં.
“ અનુ મે તને આટલી વખત નિરાલી સાથે પુછાવ્યુ પણ તું હંમેશા ના કેમ પાડતી..મને ખબર છે કે તું પણ મને ખુબ ચાહે છે છતાં ના...પાડવાં નો અર્થ સમજ્યો નહીં.”
અંતરા હળવે રહીને થોડી દુર થઈ. પોતાની બંને હથેળીમાં નિસર્ગ ના ગાલ પર મુકી એની આખ માં જોઈ ને બોલી.
“ નીસુ... ધ ડે ફસ્ટ તને જોયો ને ત્યારે જ હું બધું ખોઇ ચુકી હતી. અને જયારે નિરુ એ તારી વાત કરી ત્યારે જ હા પાડી હોત. પણ હુ ઇચ્છતી હતી કે તું જાતે આવી અને મને વાત કરે. મારો હાથ પકડી ને તારા પ્રેમ નો પ્રસ્તાવ મુકે. આમ કોઈ ના થકી ...માટે હું વારંવાર ના પાડતી હતી. કે એકવાર તું કંટાળી ને ગુસ્સા માં જાતે આવી અને પુછે..પણ તે તો સાવ .. જવા ની વાત કરી ને ડરાવી દિધી અને અંતે મારે નિરુ ને જ જવાબ આપવો પડયો...”
“ અઅઅહહહહહહ....! હું પણ કેટલો ડફોળ છું આવી ખબર હોત તો ....તો ક્યારનું તને કહી દીધું હોત..અને આજે આપણે જુના પણ થઈ ગયા હોત.પણ શું થાય તું એટલી જબરી છે ને કે સીધું પ્રપોઝ કરતાં ડરતો હતો. વળી પહેલાં દિવસ ની જેમ ઝગડો કરે તો હું ...તો... “ નિસર્ગ ખડખડાટ હસ્યો.
“ બસ હવે જમી ને વાચવા બેસ કાલે એકઝામ માં આ પ્રેમાલાપ નહી આવે..સાંજે ફરી ડિનર લઇ ને આવીશ.”
“ઓ..ઓ..ઑ નિરુ..આઇ એમ રીયલી હેપ્પી ટુડે..અંતરા નિરાલી ને જોરથી વળગી પડી..
“ મેડમ....શું થયું કેમ આટલાં હવામાં છો?? “
“ નિરુ ડાર્લિંગ તને ખબર છે આજે હું ને નિસર્ગ પહેલી વાર મળ્યા .”
“ લે...એતો રોજનું છે એમાં નવાઈ શું છે?”
“ બુધ્ધુ ...એમ નહીં... જયાર થી મે હા પાડી ત્યાર પછી પહેલી વાર એકલા એ પણ એના ઘરમાં હું....આ.. ને... એ...બસ “
નિરાલી ઝટદઇ ને અંતરા ની બાજુમાં ગોઠવાઈ ગઇ
“આજે નિસર્ગ ના ઘરે ગઇ ને ત્યારે એને મારો હાથ પકડી ને એટલી નજીક ખેંચી કે ...હવા પણ વચ્ચે થી પસાર ન થાય ...એન્ડ આઇ વોઝ લાઇક... હજી પણ મારા હાર્ટ બીટ્સ ફાસ્ટ છે. એનો ચહેરો એની આંખો , એના બોલેલા એક એક શબ્દ ,એની સાથે વિતાવેલી ક્ષણો સતત રમ્યા કરેછે મારા મનમાં. “
“હા..દેખાય છે ..લાગે છે તું એને આખેઆખો તારી સાથે જ લાવી છે.પહેલાં તો ખુબ હેરાન કર્યો ને હવે ...”
“સાચું..હું ખુબ નસીબદાર છું કે નિસર્ગ મારી લાઇફમાં છે.”
અંતરા છેલ્લા ¾ દિવસ થી રોજ જમવાનું લઇને પહોંચી જતી.બંને જણા સાથે ખુબ સારો સમય પસાર કરતાં. જાણે રુટીન થઈ ગયું હતું.
“ અનુ આંજી આઝાદી નો છેલ્લો દિવસ છે.”
“કેમ..?”
અંતરા નિસર્ગ ના રુમ માં તેના પલંગ પર બેઠી હતી.નિસર્ગે એના ખોળામાં માથું રાખીને સુતો હતો.
અંતરા એના માથા પર પ્રેમ થી હાથ ફેરવી રહી હતી..
“કાલે આ આઝાદી ના દિવસો પુરા..મમ્મી,પપ્પા અને અર્ણવ સવારે આવી જશે.અને આપણું એકાંત ...”
“ હા..પણ એ તો આવવા ના જ હતાં..તો પછી..”
“ આ ચાર-પાચ દિવસ તું જે રીતે ઘરમાં આવતી હતી.તને વધારે વખત આ ઘરમાં રાખવા હું રુમ ને અસ્ત વ્યસ્ત કરી નાખતો ..તારો ગુસ્સો,તારો સ્પર્શ તરી સાથે હોવાનો અહેસાસ. તારી આદત પડી ગઇ છે..”
બીજા દિવસે અર્ણવ ,કિરણબેન અને રોહિત ભાઇ બધા ઘરે આવી ગયા હતા. અંતરા બઘાં માટે ચ્હા અને નાસ્તો લઇને હાજર હતી. અર્ણવ ચુપચાપ બધું જોઇ રહ્યો હતો. નિસર્ગ ટેબલ પર હાજર હતો.નભાવતુ જમવાનું રસ પુર્વક જમી રહ્યો હતો. કિરણબેન ને પણ થોડી નવાઈ લાગી.
“ બેલાબહેન તમે તો નિસુ ને સાવ બદલી જ નાખ્યો. એનો રુમ એટલો ક્લીન હતો..વળી બધા ની સાથે બ્રેકફાસ્ટ પણ કર્યો અને... એ અંતરા સાથે વાત કરી રહ્યો હતો. મને ખુબ નવાઈ લાગી. “
અંતરા અને નિસર્ગ બંને ત્યા જ ઉભાં હતા. બીજા દિવસે હોળી હતી . કિરણબેન અને બેલા બહેન એની તૈયારી ની વાતો માં પડી ગયા.
“ અર્ણવ આજે હોળી અને કાલે ધુળેટી. મને રંગે રમવું ખુબ ગમે તને ગમે?”
“મને તો ખુબ જ ગમે પણ.... તારે જેની સાથે રમવું છે એ થોડો નિરસ માણસ છે. “
“ કોની વાત કરેછે??” અંતરા જાણી જોઇ ને પુછયું .
“ બસ હવે બહું થયું. નાનો છું પણ સમજાય છે બધું. હવે નાટકો બંધ કર.. જો ભાઇ રમવા નો નથી એટલે મારી સાથે જ રમવું પડશે. “
“ રમશે કાલે હું રમાડીશ . “ નિસર્ગ બંને ની વાતો છાનોમાનો સાંભળી રહ્યો હતો.
સાંજે હોલીકાદહન નો સમય થયો. સોસાયટી ના લોકો હોળી ના દર્શન માટે પહોંચી ગયા. બધા પાણી નો કળશ લઇ હોળી ની પ્રદક્ષીણા કરતાં હતાં. અંતરા પણ સાથે જોડાઈ ગઇ. થોડી વાર માં સામે છેડેથી નિસર્ગ પણ જોડાયો . એકબીજા ની સામે જોઈ ને જાણે અગ્નિ સાક્ષી એ ફેરા ફરતા હોય એમ મનોમન એકબીજા ને વચનો આપી રહ્યા હતા.
“ ઓ ...હલો.. ભાઇ.. તમને નથી લાગતુ હવે બહું થયું... બધા જતા રહયા આપણે પણ ઘરભેગા થવું જોઈએ?. બઘાં ગયા અને અંતરા પણ “ અર્ણવ ખડખડાટ હસ્યો...
સવારે 8:30 થયા હતા . રજા હોવાથી અંતરા હજુ ઉંઘતી હતી. બેલા બહેન બે-ત્રણ વખત ઉઠાડી આવ્યા પણ અંતરા હજુ ઉઠવાના મુડ માં નહતી. એટલાં માં ફોનની રીંગ વાગી અંતરા ઉધતા અવાજ માં જ હલો બોલી
“ ઓ...હલો..મેડમ...જાગો.. પોણા નવ થયા છે. તમારા ભાઇ ને રંગવા ના પ્લાન બઘાં પાણી માં બેસી ગયા કે શું?”
અંતરા એકદમ થી ઉભી થઈ ગઇ. જલદી જલદી તૈયાર થઈ અને નીચે આવી ગઇ . આમ તેમ કશું શોધવા લાગી.
“ અરે...અરે ..શું થયું ? કેમ વીખવાખ કરે છે? અંતરા ..જવાબ તો આપ..” બેલા બહેને બુમપાડી.
“ મમ્મી .મારા રંગ. કયાં છે ? કાલે અહીંયા જ રાખ્યાતા. કયાં ગયા .. હવે શોધવા માં જ અડધો ટાઇમ જતોરહેશે “
“આ રહયા ...અહીંયા તો છે.. લે..અને ભાગ જો ઘરમાં રમવા નહીં દઉ..અને બપોરે જમવા સમયે ઘરમાં આવી જજે. “
“ હા..હા ..ખબર છે બધું “ અંતરા દોડી ને અર્ણવ ના ઘરે પહોંચી ગઇ.
“ આવી ગઇ. ?.”
“હા...કયાં છે એ? રુમ માં? કે...”
“ હજું સુતો છે. ઉઠે એ પહેલાં જ રંગી નાખીએ... પછી જો મજ્જા...હાલ હવે મોડું કર્યાં વગર.”
બંને જણા ઉપર નિસર્ગ ના રુમ માં પહોંચી ગયા પણ નિસર્ગ તો હતો જ નહી...બંને આમતેમ . નિસર્ગ ને શોધવા લાગ્યા .. પણ એ કયાંય દેખાયો નહી.
“અરે જો આજે પણ એ છટકી ગયો...”
“ એટલે...સમજી નહીં..”
“ ભાઇ દર વખતે આમજ ઉંઘવા નો ઢોંગ કરે અને છેલ્લે છટકી જાય.. “
“ સારું એક કામ કર તું નીચે જઇને શોધ અને હું અહીંયા જ છું જેવો હાથમાં આવશે કે આપણે ટુ ટી પડવું છે..પણ આજે તો ગમેતેમ કરીને રંગ વો તો છે જ ...”
“હા સારું..” અર્ણવ ઝડપભેર દાદરા ઉતરવા માંડયો .અંતરા ત્યા જ નિસર્ગ ની રાહ જોવા લાગી. આમતેમ એને શોધવા લાગી..જાણતી હતી કે રુમ માં જ કયાંક છુપાયો છે.
“જો નીસુ હવે બહું થયું હવે તી અર્ણવ પણ ગયો. “
પણ સામેથી કઇજ જવાબ મળ્યો નહીં .
“ સારું તારે ન રમવું હોય તો હું પણ હવેથી કયારેય નહીં રમું .તું નહીં રમે તો પછી હું કેવીરીતે રમું ..હું જાવ છું અને હવે કયારેય રંગે નહીં રમું.