girlfriend - boyfriend (part-3) in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-3)

Featured Books
Categories
Share

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-3)

મોહિતનું આવું કટ વચન સાંભળી અવની ડઘાઈ ગઈ અને આંસ સારતી ત્યાંથી નીકળી ગઈ.આ વાત પછી મોહિત ઘણા દિવસ સુધી કોલેજમાં દેખાયો નહી.

અવનીને થતું શું મોહિત મારા લીધે કોલેજ આવતો નહી હોય?એવું તો ન જ હોય '' તે શનિવારે પણ કોલેજ આવવાનું ચુકતો નહી.''કેમ શું થયું હશે મોહિતનેકઈ કતો અણગમતો બનાવ હશે તો જ તે કોલેજ ન આવે, નહી તો તે કોલેજ આવ્યા વિના રહે નહી...અવનીને કોલેજમાં મોહિત સિવાય કોઈ સાથે બોલવું પસંદ ન હતું.''મૌન જ રહેતી''.

આજે ના છુટકે નયને બોલાવો જ પડયો.નયન એ મોહિતનો સારો એવો ફ્રેન્ડ હતો.'''હાય' નયન'''' હાય' અવની''નયન પણ સમજી ગયો કે હવે સુર્ય દિવસ ને બદલે રાત્રે નહિ ઊગેને કે અવનીએ મને બોલાવ્યો.'હા' તમારા મિત્ર મોહિત કેમ દેખાતા નથી.નયન સારો છોકરો હતો એટલે જવાબનો ઉતર આપવા જેટલું જ બોલતો.''તેના પપ્પા ભગવાનનાં ધામ પધારયા છે માટે'' .ઓહ' ''મને એમકે ઘણા દિવસથી આવ્યો નથી, માટે પુછયું''.'હા' હવે થોડાક જ દિવસમાં તે આવવાનું શરૂ કરી દેશે.''સારુ'''હા' આવજો.

નયન તો ગયો પણ મોહિતનાં પપ્પા ગુજરી ગયા તે વાત સાંભળીને અવનીને ઘણું દુ:ખ થયું. હવે તો ઘરમાં બધી મોહિતની જવાબદારી આવી પડશે, તેમ વિચાર-કરતી અવનીએ કલાસમાં પ્રવેશ કર્યો .અવનીને થોડાક દિવસ એવું લાગતું કે આ કોલેજ હવે બંધ થઈ ગઈ છે. અમારા સર કલાસ લેવા આવતા જ નથી.

મોહિત વગરનો આખો કલાસ તેને સુનો-સુનો લાગતો હતો. પણ, શું કરે અવની, બુક ખોલે તો પણ તેને મોહિત જ દેખાતો હતો, બોર્ડ પર જોવે તો પણ તેને મોહિત જ દેખાતો હતો, અરે જે બેન્ચ પર મોહિત બેસતો તે બેન્ચ પર કયારેક-કયારેક મોહિત બેઠો હોય તેવો અનુભવ અવનીને થતો હતો.આ બધુ છતા અવનીને એમ થતું , શું? મોહિત મારો ફ્રેન્ડ બનશે?, શું મોહિત મને પ્રેમ કરશે?, તેને અંદરથી કોઈ જવાબ આપી રહ્યું હતું કે 'હા' કેમ નહી?

અને કહેતી મોહિત મારો જ છે અને મારો જ રહેશે, હું તેને મેળવવા માટે મરવા પણ તૈયાર થઈશ.મોહિત કયા જાણતો હતો કે કોઈ છોકરીએ મારુ દિલ લેવાની કોશીષ કરી રહી છે. એતો બસ ભણવામાં મગ્ન હતો.

ઘણા દિવસ પછી મોહિત કોલેજ દેખાયો, અવની મોહિતને જોયને ખુશ-ખુશાલ થઈ ગઈ. શું વાત છે આજ તો મારો મનનો માનીતો કોલેજ દેખાયો.અવનીને તો ઘડીભર એવું થઈ ગયું કે કોલેજ શરૂ થઈ ગઈ છે અને બધા પ્રોફેસર આવીને કલાસમાં ભણાવે છે. આજ મોહિતને જોયને કલાસ ભરયો -ભરયો લાગતો હતો.કોલેજનો સમય પુરો થયો. આજનો દિવસ બાર કલાકનો ન હતો, પણ એક કલાકનો જ હતો.કેમ કે, અવનીને મોહિત ન હોય ત્યારે લાગતું કે હું બાર કલાક ભણું છું પણ, મોહિત આવ્યા પછી સમય જતાં વાર જ ન લાગે. માટે આજનો દિવસતો અવની માટે એક કલાકનો જ હતો.

મોહિત ઘણા દિવસથી આવ્યો ન હતો. અને અવનીને મોહિતનાં પપ્પાનું દુ:ખ પણ વ્યકત કરવાનું હતું.થોડે દુર રહીને અવની બોલી,''મોહિત'''હા' આજે શું કામ પડયુ વળી?'મેં સાંભળ્યુ કે તમારા પપ્પા ગુજરી ગયા'.'હા'હું દિલગીર છું ત્યા આવી ન શકી, પણ તમારા પપ્પાને ભગવાન શાંતિ આપે.''એમાં શું વળી ભગવાનની ઈચ્છા મુજબ થાય''''હા'' મોહીત અવની બોલી'''અવજો મોહિતે મને કહ્યું'.આવજો કહીને બન્ને છુટા પડયા. જતા-જતા મોહિત કદી પાછંુ વળીને જોતો નહી આજ પહેલી વાર તેને પાછું વાળીને જોયું.

આજ તો અવની ખુશ-ખુશાલ હતી.અવનીનો 'બર્થ-ડે' આવવાની બે દિવસની જ વાર હતી, અવનીનાં પપ્પાએ પાટીઁ રાખવાનું આયોજન કરયું હતું અવની ખુશ હતી તે મોહિતને તેનાં ઘરે બોલાવવા માંગતી હતી.હવે તો કયારે સવાર પડે અને હું મોહિતનું મુખ જોવ તેજ અવની ઇચ્છતી હતી, પણ' અવનીને થતું મારા ઘરે પાટીઁમાં આવવા મોહિત 'હા' પાડશે

તે સવારમાં કોલેજ આવી એક કલાસ પછી કોઈ કારણસર કલાસ ફ્રી હોવાથી મોહિત લાઈબ્રેરીમાં બેઠો હતો.'હાય' ''મોહિત'''હાય' ''અવની''''હું તને એક વાત કહેવાં આવી છું''''બોલને'' મોહિત શરમાતો શરમાતો બોલ્યો.મારા પપ્પાએ મારા બર્થ-ડે પર મારા ઘરે પાટીઁનું આયોજન કર્યું છે' તમે આવશોને'?મોહિતે ઉચુ જોયને તરત જ અવનીને કહ્યુ 'સોરી' અવની હું કોઈ પાટીઁમાં જતો નથી, માટે હું નહી આવી શકું, મને જરા પણ પસંદ નથી.

અવનીએ પણ બહું આના-કાની ન કરી કેમકે તેનાં પપ્પા ગુજરી ગયાને બહું ઓછો સમય થયો હતો અને તે રીત-રીવાજોમાં બહુ માનતી હતી.અને તે સારી રીતે સમજતી હતી. એકવાર નાક કપાયા પછી તેને જોડવામાં ઘણો સમય લાગે છે. પણ, નાક કપાતા કોઈ વાર નથી લાગતી માટે મોહિત સાથે કોઈ જબરજસ્તી ના કરી.''સારૂ તો તમારી ઈચ્છા, આ તો મારી કહેવાની ફરજ હતી''.'હા' ''મોહિત બોલ્યો'' .'હા' આવજોઅવની થોડી આગળ ચાલી ત્યાં પાછળથી કોયનો અવાજ આવ્યો ''અવની''.અવની શબ્દ બોલનાર કોઈ બીજું નહી પણ 'મોહિત' જ હતો.