Aa duniya chalavnar kon in Gujarati Spiritual Stories by Parth Toroneel books and stories PDF | આ દુનિયા ચલાવનાર કોણ

Featured Books
Categories
Share

આ દુનિયા ચલાવનાર કોણ

આ દુનિયા ચલાવનાર કોણ ? *

Continue..,

આપણાં જીવનમાં જે કશું થઈ રહ્યું છે એ બધુ ભગવાને પહેલાથી જ નક્કી કરેલું છે. ઉપરવાળાએ જ આપણું નશીબ લખ્યું છે. એમાં આપણે કશું ન કરી શકીએ? એમની ઇચ્છાથી જ બધુ થાય છે. એ જ અખિલ વિશ્વના કર્તા-હર્તા છે. આવું આપણે માનીએ અને બોલીએ છીએ. Think for a while.

જો આપની લાઈફમાં બધુ ભગવાન જ કરતાં હોય તો આપણે શા માટે એમનું કરેલું ભોગવવું પડે છે? આમ તો જે કર્મ કરે એ જ ભોગવે એવું હોય ને..! અહીં તો ઊલટું છે સાહેબ...!. ભગવાન આપણું નશીબ લખે અને એ બધુ ભોગવવાનું આપણે! આતો એવી વાત થઈ કે, ખાય ભીમ અને જુલાબ મામા શકુનીને થાય.

આપણે તો માત્ર કઠપૂતળી છીએ. ભગવાન જેમ નચાવે એમ નાચવાનું અને જેમ રાખે એમ રહેવાનુ. એમાં આપણું કશું રતીભારે નો ચાલે. ભાઇસાહેબ.... ભગવાનને આટલી બધી નમ્રતા દેખાડી શરણાગત થવાની જરૂર નથી. પોતે કરેલા કર્મો પાછળ પોતે જવાબદાર બનવું જોઈએ. વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારી એના માટે પોતાની જાતને જવાબદાર ગણે ત્યારે બદલાવ શરૂ થાય. ભૂલ સ્વીકારવી એ મોટી વાત છે, અને એ પછી ક્યારે ન દોહરાય એની સજાગતા, જાગૃતિ રહેવી એ એનાથીયે બહુ મોટી વાત છે. પછી વ્યક્તિનો વિચાર બદલાય, એનું વલણ બદલાય અને આ એકવાર સ્વભાવમાં વણાય ત્યારે કર્મ બદલાય, અને કર્મ બદલાય પછી વ્યક્તિ અંદરથી પોતે બદલાય. આ બધુ થાય પછી કર્મફળ પણ આપોઆપ બદલાય. પોતે કરેલ કર્મો માટે જવાબદાર ખુદ પોતે છે એવું સમજે તો વ્યક્તિની દિશા અને દશા બંને બદલાય. પોતાની ભૂલો બીજા પર ઢોળવી એમાં કોઈ વાઘ માર્યા જેવી મોટી વાત નથી. છટકબારી શોધવી સહેલી છે, જો છટકી ગયા તો મજા આવે, પણ લાંબા ગાળે સાલો બહુ કડવો અનુભવ કરાવતી હોય છે.

‘Put blames on others it’s an easy job, but put our self in the responsible position, man… that’s takes real guts.’ – Parth Toroneel.

તમે તમારી જાતને આ પ્રશ્ન પૂછી જોવો. જો આ દુનિયા ભગવાનની ઈચ્છા મુજબથી ચાલતી હોય તો આ દુનિયા કેવી હોવી જોઈએ?

ભગવાનની ઇચ્છાથી જો ચાલતી હોય તો આ દુનિયા સંપૂર્ણ સુખી હોત. સતયુગ જેવી દુનિયા હોત. કોઈના મનમાં કોઈ કલુષિત વિચાર સુધ્ધાં ન હોત. દરેક વ્યક્તિ શારીરિક સ્વસ્થ સો વર્ષનું જીવન જીવતો હોત. બાળકો માતા-પિતાનું કહેવું માનતા હોત. કોઈ વ્યક્તિ ગરીબ ના હોત. દરેક આઠે પોર ભક્તિ ભાવમાં લીન રહેતો હોત. સતયુગમાં ચોક્કસ કેવું હોય એતો ખબર નથી પણ at least વિચાર, વાણી અને વર્તનથી દરેક વ્યક્તિ પારદર્શક હોવો જોઈએ. આવી દુનિયા અત્યારે હોવી જોઈએ જો ભગવાનની ઇચ્છાથી આ દુનિયા ચાલતી હોય તો.. ખરું કે ખોટું...? પણ શું આપની આજુબાજુ આ પ્રકારની દુનિયા જોઈએ છીએ? I guess your answer would be NO. હાલની દુનિયાની હાલત તો તદ્દન વિપરીત છે. જો ભગવાન આ દુનિયા ચલાવતા હોય તો સતયુગમાં જેવી પરિસ્થિતિ હતી, એવી સ્થિતિ અત્યારે અકબંધ જળવાઈ રહેવી જોઈએ ને...!

આ દુનિયા સતયુગમાં હતા એ જ ભગવાન ચલાવે છે, કે ત્યાં પણ ચૂંટણીમાં બીજા નવા ભગવાન ચૂંટાયા છે એટલે આ બધુ અર્થતંત્ર ખોરવાઈ ગયું છે? પણ સાહેબ..! ભગવાન તો એક જ નથી! The one and only one. તો કેમ દુનિયાની હાલત કેમ રજળતા અનાથ બાળક જેવી થઈ ગઈ છે? ગમે ત્યારે કોઈ નિર્દોષનું ખૂન થઈ જાય, આતંકવાદીઓની ટોળકી શહેરમાં ઘૂસી તબાહી ફેરવી દે છે, વરસાદની જેમ ગોળીબાર કરી નિર્દોષોના લીહીની હોળી થઈ જતી હોય છે, સ્ત્રીઓ ઉપર બળાત્કાર જેવા કિસ્સા બનતા હોય છે, કેટલાયે નિર્દોષ લોકોના મર્ડર કરી નાખેલા હોય એવો ખૂંખાર અપરાધી જેલમાંથી છૂટી જાય છે, અને નિર્દોષ સળિયા પાછળ જીવનકેદની સજા કાપતો હોય છે, સવારે બાઇક લઈને જોબ ઉપર જાય ને સાંજે ઘરે સમાચાર આવે કે, ‘He had an accident, he is no more now.’. આ બધુ હું કઈ વધારી-ચડાવી નથી કહી રહ્યો. That’s a reality. This is how our world looks like. અને આવી દુનિયાનો કર્તા-હર્તા અને પોષણહાર કોણ છે? ભગવાન. કેમ ભઈ...! આ દુનિયા ચલાવવામાં ભગવાનને હવે મજા નથી રહી કે શું? અથવા બીજાને સંભાળવા આપી છે? એટલે આવું ડખળવખળ ખાતું થઈ ગયું છે!

This will may sounds absurd to you now, but in next paragraph I’ll try to make perfect sense.

Just imagine કે તમે તમારા ફેમેલીમાં સૌથી મોટા વ્યક્તિ છો. તમને જો તમારા ફેમેલી મેમ્બરનું નશીબ લખવાની શક્તિ આપવામાં આવે તો તમે કેવું નશીબ લખશો એમના માટે? Just think for a while…

શારીરિક, માનસિક, ભૌતિક અને આધ્યાત્મિક બધી જ રીતે સંપૂર્ણપણે સુખી, સમૃધ્ધ જીવન લખશો ને...! દેખીતી વાત છે, કે કોણ ના લખે આવું ભાગ્ય પોતાના પરિવાર માટે જો લખવા મળે તો. આપણાં માતા-પિતા આપણાં આ જન્મના માતા-પિતા છે. દરેક જન્મમાં એ બદલાતા રહે. પણ ભગવાન તો આપણા આદિ અનાદિકાળના (eternal) પિતા છે રાઇટ? તો પછી આપણે એમના બાળકો અને એ આપણા પિતા થયા ને!. તો આપણા પિતા આપણા કર્મોમાં સુખની સાથે કેમ આટલા દૂ:ખભર્યા કર્મો પણ લખે છે? એમને કોઈ રોકવા કે ટોકવા વાળું કોઈ છે તો નહીં છતાં દૂ:ખભર્યા કર્મો કેમ લખે છે? આપણને કેમ આટલા દૂ:ખી કરે છે? આ દુનિયામાં કુદરતી હોનારતો દ્વારા કેમ કેટલાય નિર્દોષોના જીવ લઈ લે છે? કેટલાયનાયે પરિવારોમાં કોઈકના માં, બાપ, પતિ, પત્ની, બાળકો કુદરતી હોનારતોમાં મૃત્યુ પામે છે. આખું પરિવાર વેર-વેખેર થઈ જાય છે. વર્ષો સુધી આ દૂ:ખ એમના હ્રદયમાં સાલતું હોય છે.

થોડાક વર્ષો પહેલા કેદારનાથમાં બનેલી પૂરની ઘટનામાં હજારો લોકો તણાઇ મૃત્યુ પામ્યા. જે જીવ બચાવી નીકળી ગયા એમના ટીવીમાં ઇન્ટરવ્યૂ સાંભળો તો અને એમનો ચહેરો જોજો. એમના ચહેરા ઉપરનું એ દૂ:ખ, એ વેદના, એ પરિવારના સદસ્યનો ખાલીપો એમના ચહેરા પર સાફ તરવરતો દેખાશે. અમુક લોકો પસ્તાવો રજૂ કરતાં કહેતા હતા કે ‘ત્યાં ભગવાનના દર્શન કરવા ના ગયા હોત તો આજે અમારો પરિવાર અમારી સાથે જીવતો હોત’

આટલું બધુ અનિશ્ચિત અને દૂ:ખી ખાતું છે આ દુનિયાનું. તમને પણ કેટલાક એવા કડવા અનુભવ થયા જ હશે. તમારા પ્રિયજનનું નાની ઉમરમાં મૃત્યુ થયું હોય અથવા ખૂબ રીબાઈને મૃત્યુ થયું હોય. દરેક આ અનુભવમાંથી નક્કી પસાર થતા જ હોય છે. જો ના થયા હોવ તો તૈયારી રાખ જો સાહેબ!. કારણ કે આ દુનિયાને ચલાવનારા આપણા ભગવાનની ડ્રાઇવિંગ બહુ અનિશ્ચિત છે. ક્યારે કોની લાઈફમાં ક્યાં યુ-ટર્ન વાળી લેશે, ક્યારે ગાડી ઊભી રાખી કોને અધવચ્ચે ઉતારી મૂકશે એનું કોઈ નિશ્ચિત નથી.

ગરીબ પેટનો ખાડો પુરવા આખો દિવસ કાળી મજૂરી કરે જ્યારે અમીર લોકો મોટી ફાંદ ઘટાડવા જોગિંગ કરવા જાય. કોઈ વ્યક્તિ સો વર્ષની ઉમરે સંપૂર્ણ સ્વસ્થ હોય જ્યારે જન્મેલું નવજાત બાળક ખોડખાંપણ વાળું જન્મે. કોઈ બાળક અઢળક સંપતિવાળા રહિસ પરિવારમાં જન્મે જ્યારે બીજું બાળક ફૂટપાથ પર જન્મે. આટલી બધી વિરોધાભાસ પરિસ્થિતિ કેમ? ભગવાન જો આપણા પિતા હોય તો આપણે સૌ બાળકોના આટલા વિરોધી કર્મો કેમ લખ્યા? એ આ દુનિયા ચલાવે છે તો આવું ઊંચ-નીચ ભેદભાવ કેમ ચલાવે છે? જો એ આપણું જીવન ચલાવતા હોય તો આપણા બધાનું જીવન એક સરખું અને સર્વ સંપન્ન સુખી કેમ ના લખી શકે? એમને શું વાંધો હોઇ શકે? એમને કોણ શું બોલવાનું હતું? તો પછી કેમ આવી છે દુનિયા?

ખેર, જો આ પ્રકારે દુનિયાનું હેંડલિંગ થતું હોય તો નક્કી આ આપણા પિતા (ભગવાન) તો ના જ હોવા જોઈએ. આવું at least મારૂ માનવું છે. કારણ કે અત્યારે દુનિયાની પરિસ્થિતિને જોઈ એને આધારે કહી રહ્યો છું. દુનિયામાં શું બની રહ્યું છે એનું પ્રતિબિંબ જોવું હોય તો તમે ટીવી અને છાપું વાંચી જોવો. બધી જ ખબર પડી જશે કે, ક્યાં શું ચાલી રહ્યું છે? કોણ શું કરી રહ્યું છે? કોણે કેટલા ખાધા? કોણ કેવા કાવાદાવા રમી રહ્યું છે? બધુ જ આ બે અરીસામાં ઝીલાય છે. જેમાં 80 થી 90 ટકા નેગેટિવ ન્યૂઝ જોવા મળતા હોય છે. આટલું સમજ્યા પછી હજુ પણ જો એવું લાગતું હોય કે દુનિયા ભગવાનની ઈચ્છાથી જ ચાલે છે. Then there is nothing to say further.

તમે તમારા ઘરના તમે સૌથી મોટા વડીલ હોવ તો ક્યારેય તમે કોઈનો ખરાબ વ્યવહાર કે કોઈનું વર્તન ચલાવી લો? કોઈ શારીરિક કે માનસિક દૂ:ખી હોય તો એને દૂ:ખી રહેવા દો? ના. તો પછી ભગવાને બનાવેલી આ દુનિયામાં રહેતા એમના બાળકો કેમ આટલા દૂ:ખી છે? ભગવાન કેમ આવી દુનિયાની પરિસ્થિતિ ચલાવી લે છે? આ બધા પ્રશ્નો તમારી જાતને પૂછી જોવો...

જો એ દુનિયા ચલાવતા ના હોય તો દુનિયામાં ભગવાનનું કામ શું છે?

વેલ, બેંકમાં નોકરી કરતાં બેન્કર જેવુ એમનું કામ છે. લગભગ એવું જ કહી શકાય. માનીલો કે બેંકમાં પાંચ લાખ રૂપિયા લેવા એક ભાઈ એમના ટેણીયાને લઈ ગયા. બેંકરે કાગળ પર એમની સહી લીધી. એણે લોકરની ચાવી આપી. ભાઈ એમના ટેણીયાને લઈ લોકર રૂમમાં ગયા. લોકર ખોલી પાંચ લાખની થોકડીઓ બેગમાં મૂકી. લોકર વાખી, ચાવી બેંકરને આપી બંને બહાર નીકળ્યા.

આ સીનમાં પેલો ટેણી ચબરાક નજરે બધુ નિરીક્ષણ કરી રહ્યો હતો. બહાર નીકળ્યા પછી ટેણીએ એના પપ્પાને ખુશ થઈ કહ્યું ‘નઇ પપ્પા... પેલા કાકા કેટલા સારા કેવા’ય, તમે એ કાગળ પર સહી કરી અને એમણે ચાવી આપી આપણને એ ગોખલામાંથી કેટલા બધા રૂપિયા લેવા દીધા નઇ...!’

એ ટેણીની સમજ શક્તિ એટલી વિકસી નથી એટલે એ જેવુ જોવે છે એવું બોલે છે. પણ એ સાચું નથી એ આપણને ખબર છે. એના પપ્પાએ કમાઈને એ રૂપિયા સુરક્ષિત રહે એ માટે બેંકમાં રાખ્યા હતા. જરૂર પડી ત્યારે ઉઠાવ્યા. બેન્કરની જવાબદારી છે કે એ રૂપિયા લેવા, સાચવવા અને જરૂર પડે ત્યારે પરત કરવા. એને લોકોના પૈસા સાથે કોઈ નિસ્બત હોતી નથી. પછી એ પાંચ લાખ હોય કે પચાસ કરોડ.

આવું જ કઈક ભગવાનુ કામ છે. આપણે પાંચ કર્મેન્દ્રિયોથી જે કર્મ કરીએ છીએ એની દરેક ક્ષણે કર્મની હિસ્ટ્રી બનતી હોય છે. જેને લખવાનું અને જૂના કર્મોને સાચવવાનું અને સમય પાકતા યોગ્ય કર્મફળ આપવાનું કામ ભગવાનનું છે. આમાં એ ઈચ્છે તો પણ કોઈ ફેરફાર ન કરી શકે. કરે તો તો ચીટિંગ કહેવાય સાહેબ!. પણ ભગવાનની કૃપાથી આપણાં ભગવાન નેતાઓની જેમ ભ્રષ્ટાચારી નથી.

હવે ખાટલે મોટી ખોડ એ છે કે આપણી દ્રષ્ટિ એ પેલા ટેણીયા જેવી છે. જે દેખાય છે એ બોલીએ છીએ. અને એજ સાચું માની લેતા હોઈએ છીએ.

હકીકતમાં આપણે જ કરેલા કર્મો આપણને રિટર્નમાં મળતા હોય છે. આપણને પ્રશ્નો ત્યારે ઊઠે છે જ્યારે મોટુ દૂ:ખ આવી પડતું હોય છે. સારું કર્મ કર્યું છે તો સારું ફળ મળવાનું જ છે. પણ કર્મોનું ફળ ક્યારે મળશે એની અનિશ્ચિતતાને લીધે આપણે કર્મને પૂરેપૂરો સમજી શકતા નથી. વિજ્ઞાનમાં કોઈપણ થિયેરીના ચોક્કસ ફોર્મુલા હોય છે. નિયમો હોય છે. જેને આધારે આપણે નિશ્ચિત કહી શકીએ કે આટલા સમયે મિસાઈલ્સ લોન્ચ થશે. આટલી મિનિટે અને આટલી સેકંડે આ ભાગ છૂટો પડશે, અને આ સમયે સ્પેસશીપ શૂન્યઅવકાશમાં દાખલ થશે. અને આ સમયે પૃથ્વી પર સિગ્નલ મળશે. વિજ્ઞાનમાં એક્શન અને એનું રીએક્શન પહેલાથી નક્કી કહી શકાય છે. આધ્યાત્મમાં કશું નક્કી કહી ના શકાય. આવશે જરૂર એમાં કોઈ મનમેખ નથી. પણ ક્યારે રિટર્નમાં મળશે એની કોઈ ચોક્કસ આગાહી ના થાય.

તો, ભગવાન આ દુનિયા ચાલવે છે? કે આપણાં કર્મોથી આ દુનિયા ચાલે છે? Think about it. We all are living in big illusion. This is a thought provoking question.

આ પ્રશ્નની વાસ્તવિકતા અને ભ્રમણા (illusion) ખુલ્લી પાડી મૂકી છે. હવે તમે નક્કી કરો કે તમે કઈ માન્યતાને લઈ દુનિયામાં જીવી રહ્યા છો.

My intention of writing this article was to reveal my perspective of how I conceive the reality. My conclusion is, we are the responsible for everything happening in our life and our world as well. And for that, don’t ever point out your finger towards GOD.

Writer –– Parth Toroneel

***