Shrungaar, sharaya ane shyama in Gujarati Magazine by Kandarp Patel books and stories PDF | શૃંગાર, શૈયા અને શ્યામા

Featured Books
Categories
Share

શૃંગાર, શૈયા અને શ્યામા

શૃંગાર, શૈયા અને શ્યામા

કંદર્પ પટેલ

શૃંગારિક મુક્તક કાવ્યોમાં ‘અમરૂશતકમ’નું નામ સંસ્કૃતમાં ઉચ્ચ સ્થાને છે. અમરૂક કાશ્મીરનો રાજા હતો, જેમણે આ શ્લોકો લખ્યા છે. ૧૩૭૦ શ્લોકોનો સંગ્રહ શબ્દે-શબ્દે શ્રુંગારરસિકતા ટપકાવે છે. આ ઘટના પાછળ એક બૌદ્ધિક ચર્ચા સંકળાયેલ છે.

શંકરાચાર્ય કુમારિલ ભટ્ટ પાસે ગયા. પરંતુ, કુમારિલ ભટ્ટ સમાધિ લઇ રહ્યા હતા તેથી તેમણે શંકરાચાર્યને મંડનમિશ્ર પાસે કાશીમાં જવા કહ્યું. કાશી પહોંચીને શંકરાચાર્યે એક કૂવામાંથી પાણીનો મશક ભરી રહેલી પનિહારીને પૂછ્યું, “મંડનમિશ્ર ક્યાં મળી રહેશે?”

તે પનિહારીએ ખૂબ સરસ જવાબ આપતા કહ્યું, “જ્યાં સારસ પક્ષીઓ ‘જગત ધ્રુવ છે કે અધ્રુવ?’ આવી ચર્ચા તેઓ વેદોનો સહારો લઈને કરતા હશે તે મંડનમિશ્રનું ઘર છે.” શંકરાચાર્ય આશ્ચર્યચકિત થયા.

શંકરાચાર્ય જ્ઞાનમાર્ગી હતા જયારે મંડનમિશ્ર સંસારિક જીવન જીવતા હતા. આ સંન્યાસીને જોઇને મંડનમિશ્રને ચીડ ચડી. શંકરાચાર્ય ત્યારે કુમારિલ ભટ્ટે મોકલ્યાની વાત કરે છે. નવ દિવસ સુધી બંને વેદો અને તેના સિદ્ધાંતો પર ચર્ચા કરે છે. તેમાં એક ક્ષણે શંકરાચાર્યના વિધાન સામે મંડનમિશ્ર જવાબ આપી શકતા નથી. મંડનમિશ્ર જૈમિનીના અનુસારક હોવા છતાં ચર્ચાને અંતે તેઓ માની લે છે કે એમના સિદ્ધાંતો ખોટા છે. ત્યારે શંકરાચાર્ય આ વાતને પાછી વાળે છે અને અહે છે કે, જૈમિનીના સિદ્ધાંતો ખોટા નહિ પરંતુ અધૂરા છે. તેને આગળ ધપાવવા પડશે.’ ત્યારે મંડનમિશ્ર હાર સ્વીકારે છે.

ચર્ચા પહેલા એવી શરત મૂકાયેલી હોય છે, “જો શંકરાચાર્ય પરાજય પામે તો તેને સંસાર માંડવાનો અને મંડનમિશ્ર હારે તો તેમને સંન્યાસ ધારણ કરવાનો..!”

ત્યારે નિર્ણાયક તરીકે રહેલી મંડનમિશ્રની પત્ની ભામતી ચર્ચામાં વચ્ચે પડે છે. તેણે શંકરાચાર્યને કામશાસ્ત્ર વિષે એક પ્રશ્ન પૂછ્યો. શંકરાચાર્ય અનુત્તર થયા.

આ સમગ્ર ચર્ચાને અંતે એક પ્રસંગ બહુચર્ચિત છે. જે સાચો છે કે કાલ્પનિક? તેની કોઈ જ પૂર્વધારણાઓ નથી.

બન્યું એવું કે, શંકરાચાર્ય એ હાર માની લીધી. તેમણે ૧ માસનો સમય માંગ્યો. પોતાના પ્રિય શિષ્ય પદ્મપાદ જોડે વિચાર-વિમર્શ કરીને કામશાસ્ત્રના નિષ્ણાંત અમરૂકના મૃત શરીરમાં પ્રવેશીને યોગ વડે તેની ૧૦૦ રાણીઓ સાથે ભોગ ભોગવીને કામશાસ્ત્ર પર વ્યાખ્યાન આપ્યું જે ‘અમરૂશતક’ નામથી પ્રસિદ્ધ છે. જો આ પરિકલ્પના સાચી હોય તો સરસ્વતીના ઉપાસક હોવાનો સુપરિણામો આવી શકે છે.

***

પંડિત મલ્લિનાથે કાલિદાસના મેઘદૂતમાં પ્રયોજાયેલ શબ્દ ‘તન્વી શ્યામા’ માટે ખૂબ સરસ અર્થ આપ્યો છે. ‘શ્યામા’ એટલે કાળી નહિ, પરંતુ જે ઉનાળામાં ઠંડી આપે અને શિયાળામાં ગરમી આપે. ડાર્ક સ્ત્રી ડાયનેમો હોય છે, જયારે વ્હાઈટ કોલ્ડ સ્ટોરેજ હોય છે. ‘ભામિનીવિલાસ’માં મહિલા માટે કહ્યું છે કે, ‘વિરહેણ વિકલદ્રવ્યા નિર્જલમીનાયતે મહિલા’ – મહિલાથી ચેતવું, તેને હાવભાવથી ચેતવું. સ્ત્રીઓના ‘હાવ’ એટલે – સ્ત્રીની શૃંગારયુક્ત ચેષ્ટા. ‘હેલા’ એટલે – સ્ત્રીની તીવ્ર સંભોગેચ્છા વ્યક્ત કરતી મનશાઓ. ગમે તે સ્ત્રીને મહિલા કહી દેવાય છે. પરંતુ, તે ખોટું છે. અસ્ર્ધ-સત્ય છે. મહિલા માત્ર સ્ત્રી જ નથી. મહિલા એટલે મદમત્ત અને વિલાસીની સ્ત્રી.

મહાભારતમાં છઠ્ઠા પર્વ (ભિષ્મ) સુધી દરેકને ખ્યાલ છે. આ પર્વમાં કુરુક્ષેત્રમાં ધર્મ-અધર્મનું યુદ્ધ થયું. પરંતુ, અનુશાસન પર્વનાં બારમાં અધ્યાયમાં યુધિષ્ઠિર ભિષ્મ પિતામહને પ્રશ્ન કરે છે.

“સ્ત્રી અને પુરુષના સંયોગથી વિષયસુખની અનુભૂતિ કોને વધુ થાય છે? સ્ત્રી કે પુરુષને?” અહી સૌથી અગત્યની વાત એ છે કે, પ્રશ્નકર્તા ધર્મરાજા છે, જે સંસારિક જીવન ગાળે છે. જયારે ઉત્તરદાતા ભીષ્મે બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરેલ છે.

ખરેખર, પ્રશ્ન ભીષ્મે યુધિષ્ઠિરને પૂછવો જોઈએ. પરંતુ, આવું મહાભારતમાં જ શક્ય છે. વેદવ્યાસે જે લખ્યું તેનું એંઠું આજ સુધી સમગ્ર દુનિયા ખાય છે. જે મહાભારતમાં નથી, તે કશે બીજે નથી. મહાભારત જ વત્સનાભને એવું વાક્ય કહી શકે, “વત્સનાભ, આ દુનિયામાં કોઈ એવો પુરુષ નથી, જેનું મન ક્યારેય પણ દૂષિત ન થયું હોય.” આજે પણ યુધિષ્ઠિર દ્વારા ભિષ્મને પુછાયેલ પ્રશ્ન બહુચર્ચિત છે.

એ પ્રશ્નના જવાબમાં પણ ખૂબ મધુરતા છે. સ્ત્રીઓનું ઔદાર્ય છે. એક કશિશ છે.

“સ્ત્રીઓ ચંચળ છે. તેનો ભાવ જલ્દીથી કોઈને સમજમાં આવતો નથી. સ્ત્રી કામભોગની સામગ્રી કે આભૂષણો અથવા તો ઉત્તમ મહેલો કોઈને મહત્વ આપતી નથી, જેટલું મહત્વ તે રતિને માટે કરવામાં આવેલા અનુગ્રહને આપે છે. બધી જ રમણીઓની બાબતમાં રહસ્યની એક બીજી પણ વાત છે. કોઈ પણ મનોરમ પુરુષને જોતા જ સ્ત્રીની યોનિ ભીની થાય છે. કોઈ પણ પુરુષ સ્ત્રીનો પ્રિય નથી હોતો. મૈથુન સમયે જે તેમને સાથ આપે તેટલો સમય તે પ્રિય હોય છે.”

“સ્વભાવેશ્ચેવ નારીનાં નરાણામિહ દૂષણમ” – આ જગતમાં મનુષ્યોને કલંકિત કરી દેવા તે નારી સ્વભાવ છે. - મહાભારત (૬:૪૭:૩૮)

શેક્સપિયરના નાટક ‘રોમિયો એન્ડ જુલિયેટ’માં રોમિયો મૃત્યુ સમયે અંતિમ વાક્ય બોલે છે. – “વિથ અ કિસ, આઈ ડાઈ.” (એક ચુંબન સાથે હું મૃત્યુ પામું છું...!) સ્ત્રીના હોઠ ‘શ્યામા’ જેવા હોય છે. એ હોઠ પુરુષનો આત્મા ચૂસી લે છે.

***

“પ્રિય શૈયા પર આવતા જ નિવાબંધન સ્વયં ખૂલી ગયું. ચોળાઈ ગયેલ વસ્ત્ર જરાક જ નિતંબ પર રહી ગયું, એ વખતે મને માત્ર એટલું જ સ્મરણ રહી ગયું છે. તે મને પોતાની છાતી પાસે લઇ જઈને પગની આંગળીઓથી જે વસ્ત્ર ખેંચ્યું તેને મારા અંગોમાં રોમાંચ જન્માવ્યો છે. મારા સ્તન કંપે છે, ચહેરા પર પ્રસ્વેદબિંદુઓ ચમકે છે. તેના અંગ સાથે ભીડાઈ ગયા પછી એ કોણ હતો, હું કોણ છું..?તેની કોઈ સ્મૃતિ મને રહી નથી. મારા સ્તન મારી છાતી પર જ ઉભર્યા હતા પણ તેનો વિકાસ તારી છાતીના સંયોગથી જ થયો છે.

જો તારું જવું નિશ્ચિત જ હોય તો તું જજે, પરંતુ આટલું જલ્દી શા માટે? બે-ત્રણ પગલા ચાલીને તું ઉભો રહી જજે. હું તારો ચહેરો બરાબર જોઈ લઉં, કારણ કે આ સંસારમાં જીવન નળીમાં જલદીથી વહેતા પાણી જેવું છે. કોને ખબર તારી સાથે મારું મિલન ફરીથી શક્ય બનશે કે નહિ?

રતિક્રીડાના અંતે એ કમનીય શરીર ધરાવતી પ્રિયા પોતાના પતિને વારંવાર નિહાળતી રહે છે. લજ્જાથી હસી પાડીને પોતાની આંખો મીંચે છે. કિસલય જેવા કોમળ હાથ આમતેમ ફેરવીને શરીરથી સારી પડેલા વસ્ત્રો શોધે છે અને સંભોગ સમયે તૂટીને પડી ગયેલી પુષ્પ્માંલાને દીપક ઉપર ફેંકે છે. દીવો બુઝાઈ જાય છે અને પ્રિયતમ તેના કામુક નગ્ન શરીરને જોઈ શકતો નથી. એક તલપ જન્મે છે. બસ, જન્મે છે.”

- 'અમરૂશતકમ' (શ્લોક ૭૪, ૮૪ અને ૯૦)

: કોફી માઝાગ્રોન :

"If a woman can't make her mistake charming, she is only a female." - Oscar Wilde