The Play - 14 in Gujarati Fiction Stories by Hiren Kavad books and stories PDF | The Play - 14

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

The Play - 14

The Play

Hiren Kavad

આગળ આપણે જોયુ.

શિવ અને સાધુ બન્ને કૈલાસની યાત્રા પર નીકળે છે. બન્ને ઉત્તરનાં ઘણા ગામડાઓમાં રોકાય છે. સાધુ શિવ પાસે નૃત્યની શિક્ષાનીં માંગણી કરે છે. શિવ સાધુને કઢોર શિક્ષા આપે છે. બન્ને કૈલાસનાં તરફનાં રસ્તાઓ તરફ આગળ વધે છે. ઠંડા પર્વતો પર સાધુનું શરીર પડે છે. એને પોતાનોં અંતિમ સમય દેખાય છે. શિવ સાધુનાં શરીરનેં ગરમ રાખવા અગ્નિ તાંડવ કરે છે. સાધુનેં મેઘની સ્મૃતિઓ મળે છે. હવે આગળ.

14. સ્મૃતિર્લબ્ધા

ચારેતરફ હાહાકાર મચી ગયો હતો. બ્રહ્માં અને વિષ્નુ બન્ને ચિંતિત હતા. ગઇ રાત્રે વિનાશનું નૃત્ય ખેલાયુ હતુ. જેણે અસ્તિત્વનાં ઘણા ન છેડવાનાં તાર છેડ્યા હતા. શિવ પાસે બધા લાચાર હતા. પૃથ્વી પર હજારો મૃત્યુ થયા હતા. પરંતુ પૃથ્વિનાં ઇતિહાસમાં એક મોટી ઘટના બની હતી. જે પૃથ્વિનું ભવિષ્ય તો બદલવાની જ હતી. સમયની એકરૂપતા તુટી હતી અને હજારો લોકો જાગૃત થયા હતા.

***

મેઘની આંખ ઉઘડી. એણે આસપાસ જોયુ. ગુફામાં કોઇ નહોતું. મેઘ ગુફાના કિનારે ગયો અને ત્યાંથી દૂર દૂર સુધીનું દ્રશ્ય જોયુ. દૂર જ્વાળામુખીઓ ફાટેલા દેખાઈ રહ્યા હતા.

‘ક્યાં છો શિવ તમે?’, એ એકલો એકલો જ બબડ્યો. એને હવે ઉતરવાનો થાક વધારે લાગવાનોં હતો. એને મેઘનીં બધી સ્મૃતિઓ મળી ગઇ હતી. પરંતુ અમુક સ્મૃતિઓ જે હજુ ધુંધળી હતી. મેઘનેં પોતાનું જીવેલુ જીવન યાદ હતુ, એને પોતાની માં યાદ હતી, એને નવ્યા યાદ હતી. એને યાદ હતી એ સ્મૃતિઓ જે દર વખતે નવ્યાની ભ્રમણાઓ લઇનેં આવતી હતી. સ્મૃતિની પીડા એ સૌથી દૂખદાયક પીડા છે.

આગળના થોડાક દિવસો એને ક્યાંક જવાનું હતુ એ એને ખબર હતી. પરંતુ પ્રશ્ન એ હતો કે પછી? એનું શાશ્વત ઘર ક્યાં છે? પર્વત ઉતરતા એણે અત્યાર સુધીની બધી જ સ્મૃતિઓને વાગોળી હતી. એને નંદિની યાદ આવી રહી હતી. સત્ય કરતા સંબંધો મહત્વનાં હોય છે.

***

‘વિચિત્ર નથી લાગતુ?’, નવ્યા મેઘની સ્મૃતિમાં બોલી.

‘શું?’,

‘આપણે બન્ને એકબીજાને સારી રીતે ઓળખતા પણ નથી અને છતા આ બધુ થઇ રહ્યુ છે.’,

‘યુ આર ધ ફર્સ્ટ પરસન. જેની સાથે હું ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો છું.’, મેઘ બોલ્યો.

‘મને ખબર છે આ ઘસાઇ ગયેલ સવાલ છે, બટ હું જ કેમ?’,

‘આઇ ડોન્ટ નો યટ. એવી કોઇ વસ્તુ છે જે મને ખબર નથી પણ મને તમારા તરફ ખેંચે છે. કદાચ તમારૂ ઇનોસન્સ, કદાચ તમારી સુંદરતા. આઇ ડોન્ટ નો.’, મેઘે કહ્યુ.

‘ધીઝ ઇઝ સો વીઅર્ડ.’, નવ્યાએ થોડુ હસીને કહ્યુ. પર્વત ઉતરતો મેઘ પણ ધીમેંથી હસ્યો.

‘આઇ રીઅલી ડોન્ટ નો વોટ ટુ સ્પીક ઓફ. હું બસ ચાહું છું આપડે આમ બેસ્યા જ રહીએ.’, મેઘ બોલ્યો. નવ્યાએ ફરી મેઘ સામે સ્મિત સાથે જોયુ. નવ્યાએ ધીમેંથી મેઘનાં હોઠ પર પોતાની આંગળી મુકી.

‘ધેન ડોન્ટ સ્પીક.’, બન્નેનાં હોંઠ સ્પર્શ્યા અને એકરૂપતાની સુંદરતા ફુંટી નીકળી.

મેઘને તરત જ ભાન થયુ કે એણે પર્વત ઉતરતા ધ્યાન રાખવાનું છે. પરંતુ સ્મૃતિઓ, આ મિઠી અને મારતી સ્મૃતિઓ.

વહેલી સવારે મેઘ પોતાનું બેકપેક લઇને નંદિનીના રૂમ પાસે આવ્યો. એણે મોટું બેકપેક રૂમનીં બહાર મુક્યુ અને ધીંમેંથી દરવાજો ખોલ્યો. એ ધીંમેંથી નંદિનીનાં બેડ પર બેઠો. એણે ઉંડો શ્વાસ લીધો અને નંદિનીના ચહેરા તરફ જોયુ. એણે નંદિનીનાં ચહેરા પર હાથ ફેરવ્યો. નંદિનીં આંખો રોયેલી લાગી રહી હતી. મેઘનીં આંખમાં આંસુ હતા. એ ધીરેથી એના હોંઠ નંદિનીનાં કપાળ તરફ લઇ ગયો અને હળવેથી ચુમ્યુ. એણે અમુક ક્ષણો સુધી નંદિનીનાં ચહેરા તરફ જોયે રાખ્યુ, એ ચાહતો હતો કે નંદિની ઉઠે અને એને સ્મિત સાથે જવા માટે રજા આપે. પરંતુ સુતેલી નંદિનીનોં ચહેરો ન હલ્યો. મેઘ ધીરેથી નંદિનીનાં રૂમનીં બહાર નીકળ્યો અને દરવાજો બંધ કર્યો.

મેઘ ફરી સ્મૃતિમાંથી બહાર આવ્યો. એને પર્વત્ની તળેટી દેખાઈ રહી હતી અને જે દેખાઈ રહ્યુ હતુ એ દૂખદાયક પણ હતુ.

‘મારે તમને કંઇક કહેવુ છે.’, નવ્યાએ ધીમેંથી કહ્યુ.

‘બોલીયે.’

‘આઇ નેવર ફેલ્ટ લાઇક ધીઝ.’

‘ઔર’

‘આઇ કાન્ટ ઇમેજીન લાઇફ વિધાઉટ યુ.’

‘ઔર’, મેઘે સ્માઇલ સાથે નવ્યાને વધારે પોતાની નજીક લીધી.

‘મુજે પ્યાર હૈ આપસે.’, નવ્યા ધ્રુજી ઉઠી. મેઘની ધડકનો વધી ગઇ. બન્નેના શ્વાસો તિવ્ર હતા. થોડી ઠંડકમાં બન્નેના હોઠ હવે નજીક આવી રહ્યા હતા.

‘મુજે પ્યાર હૈ આપસે.’, મેઘ બોલ્યો અને હોંઠ મળ્યા. જેવા બન્ને છુટ્ટા પડ્યા. નવ્યા ઓલમોસ્ટ પાગલ જેવી થઇ ગઇ હતી.

‘મને પ્રેમ થઇ ગયો છે.’, એણે પહાડો સામે જઇને એક મોટી બુમ મારી. એ રસ્તા વચ્ચે જઇને નાચવા લાગી હતી. રસ્તાના કિનારે ઉભો મેઘ નવ્યાનીં ખુશી જોઇને બહુજ ખુશ હતો. એ ચાહતો હતો કે નવ્યાનેં એ પોતાની બાહોંમાં ભીંસી જ રાખે. પરંતુ આ ઉડી રહેલી નવ્યાને જોઇને પણ એ ખુબ ખુશ હતો.

‘આઇ લવ યુ મેઘ.’, એણે ફરી અગાઢ આકાશમાં એક મોટી બુમ મારી.

‘તમને ખબર છે? હું મેઘને પ્રેમ કરૂ છું.’, રસ્તાઓને સંબોધીને ફરી એણે બુમ મારી.

‘ડૂ યુ લવ મી મેઘ?’, નવ્યાએ બુમ મારી. મેઘ નવ્યાને ચીડવવા કંઈ બોલવા નહોતો માંગતો.

‘બોલીયે જનાબ ચુપ ક્યોં હો? મુજસે પ્યાર કરતે હૈ? જવાબ દિજીયે ઈન પહાડો કો.’, નવ્યાએ ફરી બુમ મારી. મેઘ માત્ર સ્મિત કરીને હસી રહ્યો હતો. એ નવ્યાનેં જોવામાં ખોવાઈ ગયો હતો.

‘છેલ્લી વાર પૂછું છું, મેઘ જવાબ આપો. મને પ્રેમ કરો છો?’, ત્રીજી વાર નવ્યાએ દૂર રસ્તા વચ્ચેથી મોંટા અવાજે પૂછ્યુ. અચાનક ટ્રકની ફ્લેશ લાઇટ નવ્યાની આંખો પર પડી.

મેઘનો પગ હિમાચ્છાદિત પર્વત પર ફસડાયો અને એ લાંબા સમય સુધી ગબડ્યો. એને ખબર હતી હવે કોઈ શિવ આવવાનાં નહોતા. એની પાસે હવે મેઘનાં જીવનનો પ્રેમ હતો અને સાધુનાં જીવનનું જ્ઞાન. એણે પોતાએ જ સત્ય શોધવાનું હતુ. જ્યારે ઢળાણ ઓછું થયુ ત્યારે એ લગભગ નીચે આવી ચુક્યો હતો. એનું હ્રદય કંપી ઉઠ્યુ.

તળેટીના બધા જ મકાનોં જમીનમાં દટાઇ ગયા હતા. મેઘ અંદાજો લગાવી શકતો હતો કે પાછલી રાત્રે અહિં શું થયુ હશે. પ્રચંડ તિવ્રતાનાં ભૂકંપે હજારો લોકોનો જીવ લીધો હતો. અમુક લોકો જે જીવિત હતા એમને બચાવવા હેલીકોપ્ટર આવી રહ્યા હતા. મેઘ તળેટીમાં આવ્યો જ્યાં લોકો ભેગા થયા હતા. મેઘને ખબર પડી કે ગઇ કાલે રાત્રે બાજુનાં બે જ્વાળામુખીઓ ફાટ્યા હતા. મોટી તિવ્રતાનોં ભૂકંપ આખી રાત આવ્યો હતો. લોકો પોંક મુકીને રડી રહ્યા હતા. કેટલાંય લોકોએ પોતાના સગાઓને ગુમાવ્યા હતા. મેઘને તરત જ વિચાર આવ્યો, ‘એણે પણ ઘણાને ઘુમાવ્યા છે. પરંતુ ગુમાવવુ અને પામવુ એ ખુબ સામાન્ય ઘટનાઓ છે.’, એને સમજાયુ. મેઘને સાજો જોઇને ઘણાનેં આશ્ચર્ય પણ થયુ. પરંતુ મેઘ કંઇજ સમજાવી શકે એમ નહોતો. ગઇ રાત્રે જે અલૌકિક ઘટના ઘટી હતી એ શબ્દોથી વ્યક્ત થાય એમ નહોતી. મેઘ પણ એક રેસ્ક્યુ હેલિકોપ્ટરમાં બેઠો. એને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા.

ઘણા લોકો એવું પણ બોલી રહ્યા હતા કે એ લોકોએ ‘સળગતો’ પહાડ જોયો હતો. આ સાંભળીને મેઘને એક ક્ષણ માટે કંપારી છુટી ગઇ હતી. મેઘ ગઇ રાત્રે જે થયુ એની માત્ર કલ્પના જ કરી શકતો હતો.

‘પ્લીઝ રજીસ્ટર યોર નેમ, આફ્ટર સમ પ્રોસીજર યુ આર ફ્રી ટુ ગો. બટ ઇટ ઇઝ સેફ ટુ સ્ટે હિઅર.’, એક અધિકારીએ મેઘને આવીને કહ્યુ.

‘થેંક્યુ.’, મેઘે કહ્યુ પોતાનું નામ લખ્યુ. પેલો અધિકારી ચાલતો થઇ ગયો.

મેઘ પોતાની યાત્ર શરૂ કરી. એને પોતે જ્યાં રહેતો હતો એ શહેરમાં જવુ હતુ. સ્મૃતિ એના માટે ભાથુ હતુ અને સ્મૃતિ જ એનું લક્ષ્ય હતુ. ગામડા આવતા રહ્યા અને ગામડા જતા રહ્યા બધી જ જગ્યાએ એક જ દ્રશ્ય હતુ. અપારા તારાજી. લગભગ બધા જ ઘરો પડી ચુક્યા હતા. લોકોએ અસ્થાયી ઘરો બનાવી દીધા હતા. દિવસો વિતતા ગયા. એને એ બધી જ જગ્યાએ જવુ હતુ જે જગ્યા નવ્યા એને વારંવાર સપનામાં આવીને બતાવી રહી હતી. એક દિવસ એવો બાકી નહોતો રહ્યો જે દિવસે નવ્યાનાં અવાજો કે નવ્યાનાં પ્રતિબીંબ એને ના દેખાયા હોય. મેઘ હવે ટેવાઈ ગયો હતો. પરંતુ મેઘે એ સ્મૃતિઓની અવગણના નહોતી કરી. એનું શરીર પણ હવે એની છેલ્લી અવસ્થા વૃદ્ધા અવસ્થામાં હતુ. મેઘ ચાહતો હતો કે એ મરતા પહેલા સમજી શકે કે નવ્યા શું કહેવા માંગે છે. એની આખરી ઇચ્છા જ બસ એ હતી.

૨ મહિનાની મુસાફરી પછી એ એક જગ્યાએ આવી પહોંચ્યો. એનું ઘર ખંડેર અવસ્થામાં હતુ. આ વિસ્તારમાં ભૂકંપની અસર ઓછી થઇ હતી. કેટલા વર્ષો વિત્યા. એને ખબર હતી અહિં એને કોઇ મળવાનું નહોતુ. મળશે તો માત્ર એની અને નંદિનીની સ્મૃતિઓ.

***

‘નંદુ’, વૃદ્ધ મેઘનીં આંખો ભીની હતી. એ ખંડેરમાં જઇને લંબાણો. જવાબમાં કોઇ અવાજ ના આવ્યો.

‘હું થાક્યો છું નંદૂ.’, એનાં ચહેરા પર થાક અને ઉમર બન્ને વર્તાતા હતા.

‘હું નીકળ્યો હતો નવ્યાનીં શોધમાં, ઘણા અનુભવો થયા પરંતુ, અધૂરા સત્યો અને અધૂરૂ જ્ઞાન મળ્યુ. પરંતુ અંતે થાક જ વધ્યો.’, એ ખંઢેરનીં એક દિવાલની છતને જોઇને બબડતો રહ્યો.

‘કદાચ સત્ય છે જ નહિં.’, એ બોલ્યો.

‘નંદુ ક્યાં છે?’, મેઘ ભાવવશ થઇ ગયો.

‘નંદુ.’, એણે પોતાનીં આંખો બંધ કરી. પરંતુ એને કોઇજ રાહત ના થઇ પરંતુ એને કોઇના હસવાનોં અવાજ સંભળાયો. એ નવ્યા હતી. એ કટાક્ષભર્યુ હસી રહી હતી. મેઘ મહેસુસ કરી શકતો હતો કે એનો અંતિમ સમય હવે નજીક છે.

‘આ તારૂ મૃત્યુ સ્થળ નથી.’, નવ્યા બોલી.

‘નવ્યા હું અશક્ત છું હવે, હું વૃદ્ધ છું હવે.’, મેઘ થાક ભર્યુ બોલ્યો.

‘જંગલો તરફ નીકળ, એ જંગલો જ્યાં તારો જન્મ થયો છે.’, નવ્યાએ મેઘનોં હાથ મૃદૂતાથી પકડ્યો. મેઘનીં આંખ ખુલી. એણે પોતાની જોળી ઉઠાવી અને છેલ્લીવાર એના સ્મૃતિઘરનેં જોયુ. એ શહેરની બધી જ જગ્યાએ ભમ્યો. એ ચાર રસ્તા જ્યાં મેઘે નવ્યાનેં પહેલીવાર જોઇ હતી, એ ખુણો જ્યાંથી પ્રકાશ થઇને કોઇક બકરો આવે છે, એ રસ્તાઓ જ્યાં મેઘ અને નવ્યા ચાલ્યા હતા, એ રેસ્ટોરન્ટ જ્યાં એ શૈવને મળ્યો હતો એનું કોઇ નામોનિશાન નહોતુ, એ પહાડી રસ્તો જ્યાં નવ્યાએ આખરી શ્વાસ લીધા હતા. એ બધી જગ્યાએ ગયો જ્યાંની એની પાસે સ્મૃતિઓ હતી. એની પગપાળા યાત્રા દિવસો સુધી ચાલી.

જંગલમાં હવે કોઇ વસાહત નહોતી. એને ખુબ નિરાશા થઇ. એ વૃક્ષનાં ટેકે ઢળી પડ્યો. એ રડી પડ્યો જાણે બાળક હોય.

‘મારે તારા ખોળાનીં જરૂર છે માં.’, એનાં મોંમાંથી રડતા રડતા શબ્દો નિકળ્યા.

‘મારે તારા ખોળાનીં જરૂર છે.’, એનીં આંખો મીંચાઈ ગઇ. એનાં મોંમાંથી નવ્યા અને નંદુ બે શબ્દો નીકળતા રહ્યા. એણે ઉંડા શ્વાસ લેવાનું શરૂ કર્યુ. એને ખયાલ આવી ગયો હતો કે આ એના છેલ્લા શ્વાસ છે. એને એક જ વાતની ગ્લાની હતી જે સત્ય શોધવા એ નંદિનીનેં છોડીને નીકળ્યો હતો એ સત્ય એને ના મળી શક્યુ. ન એ નવ્યાનાં પ્રેમને પામી શક્યો ન એ નંદિનીના પ્રેમને માણી શક્યો. એના શ્વાસ ધીમાં થવા લાગ્યા. એણે વિચારો છોડી દીધા. એનું વૃદ્ધ શરીર અક્રિય થવા લાગ્યુ. એનો શ્વાસ રોકાયો.

***

વૃક્ષની ડાળીમાંથી કોઇ પ્રવાહીની ધાર થઇ. જે એનાં હોઠ પર આવીને પડ્યુ. અચાનક એક ભયંકર સપનું જોઇને ઉભો થયો હોય એમ એ ત્વરીત ઉભો થયો. ચારેતરફ એની સામે નંદિની હતી.

‘નંદુ.’, એ તરત જ ભેટી પડ્યો.

‘હું માત્ર તારી સ્મૃતિ છું મેઘ.’, નંદિનીએ ખુબ પ્રેમપૂર્વક કહ્યુ. એ રડતો રહ્યો. નંદિનીએ વૃદ્ધ મેઘનીં આંખો લુંછી.

‘હું તારો અપરાધી છું.’, મેઘ ભાંગી પડ્યો.

‘તું મારો પ્રેમ છે, તુ મારો મેઘ છે.’, નંદિનીએ મેઘનું કપાળ ચુમ્યુ. મેઘનેં અલૌકિક પ્રેમનોં અનૂભવ થયો.

‘તુ આવી.’, મેઘ બોલ્યો.

‘તે આવુ જ ને, આ એજ જગ્યા છે જ્યાં તુ આવ્યો હતો. મારા વિના તુ જઇ કઇ રીતે શકે?’, નંદિની હસીને બોલી. મેઘને ઘણી રાહત થઇ. એ ફરી નંદિનીને ભેંટી પડ્યો.

‘આ પ્રવાહી પી, સ્મૃતિ પાન છે. ખુદ અસ્તિત્વ તારી પાસે આવ્યુ છે’, નંદિનીએ વૃક્ષ પરથી પડી રહેલા પ્રવાહી તરફ ઇશારો કર્યો. નંદિની વૃક્ષ નીંચે બેસી. મેઘે નંદિનીનાં ખોળામાં માથુ મુક્યુ. નંદિની મેઘના વાળ પર હાથ ફેરવતી રહી. નંદિનીએ પોતાના ખોબામાં પ્રવાહી લઇને મેઘનાં મોંમાં મુક્યુ.

‘કોઇ તારી રાહ જુએ છે. સ્મૃતિઓ તારી રાહ જુએ છે.’, નંદિની બોલી અને મેઘ એક નવી સફરે નીકળી ગયો.

***

‘મહાનાદ?’. અત્યંત રૂપવાન, અત્યંત તેજોધારી, અત્યંત સૌંદર્યવાન મિનાક્ષીએ એનાં મીઠાં અવાજથી સાદ પાડ્યો.

‘પધારો.’, પહાડી ખડતલ શરીર, વિશાળ મજબૂત ભુજા, શિવ જેવાજ લાંબા વાળ અને શ્વેત ચહેરો. મહાનાદ પોતાના ભવનમાંથી બહાર આવ્યો. બન્નેએ એકબીજા સામે વિશાળ સ્મિત કર્યુ. બન્નેની હાજરી જાણે એક જ વ્યક્તિ હોય એવો ભાસ કરાવી રહી હતી.

‘હું ખુબ ઉત્સુક છું.’, મિનાક્ષી શરમાતી શરમાતી બોલી.

‘એક્સાઇટેડ, પૃથ્વી પર આવી મનોઅવસ્થાને એક્સાઇટેડ હોવું કહે છે.’, મહાનાદે હસીને જવાબ આપ્યો. મિનાક્ષીએ મહાનાદ સામે મીંઠી ત્રાસી નજરથી જોયુ.

‘હોમવર્ક કર્યુ લાગે છે.’, મિનાક્ષી બોલીને હસી પડી.

‘ઓહોહો….’, બન્નેએ પોતાના વિશાળ ભવનની વાટીકામાં ચાલવાનું શરૂ કર્યુ.

‘કહેવાય છે કે ત્યાં જઇશું એટલે બધી જ સ્મૃતિઓ વિસરાઈ જશે.’, મિનાક્ષીએ સવાલ કર્યો.

‘હા શિવનું એવું કહેવું છે કે ત્યાં કોઇને કંઇજ યાદ નથી હોતુ. પરંતુ કેટલાંક એવા લોકો છે જે સ્મૃતિઓની પાછળ ભટકતા રહે છે. ત્યાં આપડે લોકો સ્મૃતિઓને સત્યનાં નામથી ઓળખીએ છીએ. મને તો થોડું હસવું આવી ગયુ જ્યારે શિવે મને આ વાત કહી.’

‘પરંતુ સ્મૃતિઓ પાછળ શાંમાટે ભટકે, ત્યાં તો બધાંયે પોતપોતાનું પાત્ર ભજવવાનું હોય છે.’, મિનાક્ષીએ ફરી કૂતુહલતાવશ થઇને પૂછ્યુ.

‘એગ્જેક્ટલી.’, મહાનાદ થોડું હસ્યો.

‘એક્ઝેક્ટલી, મને પણ આજ પ્રશ્ન થયો હતો. શિવે સમજાવ્યુ, ઘણીવાર કોઇનાં જીવનમાં એવી ઘટનાઓ ઘટતી હોય છે, કેટલાંકને જીવન નિરસ ભાંસતુ હોય ત્યારે એ લોકો નીકળી પડે છે બ્રહ્માંડના રહસ્યોનેં જાણવા. સત્યનેં જાણવા. જીવનનોં અર્થ શોધવા. મોટાભાગનાં લોકોનોં પ્રશ્ન હોય છે. હું અહિં કેમ છું? જીવનનો હેતુ શું છે? હું કોણ છું?’,

‘હું કોણ છું?’, મિનાક્ષીએ મહાનાદનું વાક્ય હસીને બોલતા કાપી નાખ્યુ.

‘વ્યર્થ પ્રશ્ન. શિવે મને આવો જ જવાબ આપ્યો. આ પ્રશ્નનોં કોઇ જ જવાબ નથી. સવાલ એ હોવો જોઇએ કે અહિં આવ્યા છીએ તો પ્રેમ કઇ રીતે કરી શકાય. નિત્યાનંદની સ્થિતીમાં કઇ રીતે આવી શકાય.’, મહાનાદે બોલવાનું શરૂ રાખ્યુ. પ્રેમ શબ્દ આવતા જ મિનાક્ષીએ મહાનાદનીં આંગળીઓને સ્પર્શ કર્યો. મહાનાદનાં ચહેરા પર સ્મિત આવી ગયુ. એણે બોલવાનું શરૂ રાખ્યુ.

‘પરંતુ કેટલાંક લોકો પાગલ હોય છે, એમના જીવનનું એક જ લક્ષ્ય હોય છે, એમને સત્ય જાણ્યા વિના શાંતી પ્રાપ્ત થતી નથી. બહુ ઓછા લોકો છે જેને સ્મૃતિઓ પ્રાપ્ત થઇ છે. મારા કેટલાંય ભક્તો માત્ર સ્મૃતિ અને સત્ય માટે મને ભજે છે. પૃથ્વિ પર એવા કેટલાંય સંપ્રદાય બન્યા છે જે માત્ર સત્ય માટે ભટકે છે. કેટલાંય સંપ્રદાય એવા છે જે માત્ર આનંદ કરે છે.’, મહાનાદ થોભ્યો.

‘તમે તો બહુ જ્ઞાન લઇ આવ્યાનેં.’, મિનાક્ષીએ હસીને કહ્યુ.

‘એક મોટી વાત. ત્યાં જઇને મૃત્યુનોં ડર ખુબ જ લાગે છે. પરંતુ આ દૂનિયા ચાલતી રહેવાનાં કારણમાં આ પણ એક કારણ છે.’,

‘તો બીજા ક્યાં કારણો છે જેનાથી દૂનિયા ચાલે છે?’, મિનાક્ષીએ મહાનાદનોં હાથ પકડ્યો. મહાનાદે મિનાક્ષી સામે જોયુ. વાટિકાના એક ઓટલા પાસે બન્ને બેસ્યા. બન્ને એકબીજા સામે જોઇ રહ્યા.

‘ત્યાં અહિંની કોઇ જ સ્મૃતિ નહિં હોય. એકબીજા વિના કઇ રીતે રહીં શકીશું.’, મિનાક્ષીએ પૂછ્યુ.

‘એટલે જ કેમ કે ત્યાં આપડા અસ્તિત્વનીં કોઇ જ સ્મૃતિઓ નહિં હોય. ત્યાં આપડે બન્ને મેઘ અને નવ્યાનાં રૂપમાં પ્રેમ કરીશું.’, મહાનાદે કહ્યુ. મિનાક્ષી શરમાઈ. મહાનાદે મિનાક્ષીના ચહેરા આડે આવેલ લટ ખુબ જ મૃદૂતાથી કાન પાછળ કરીને એનો ચહેરો પોતાના તરફ કર્યો.

‘મિનાક્ષી.’, મહાનાદે કહ્યુ.

‘મહાનાદ.’, મિનાક્ષીએ કહ્યુ. બન્નેનાં હોઠ જોડાયા.

***

‘કેવું અદભૂત છે નહિં, બધુ જ અહિંથી થાય અને ત્યાં જઇએ તો એમ થાય કે આ બધુ તો ઘટી રહ્યુ છે. બધુ આપડા “કંટ્રોલમાં” છે.’, મિનાક્ષી અને મહાનાદ બન્ને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની સફરે નીકળ્યા હતા.

‘એજ તો કમાલ છે, એટલે જ તો આને નાટક કહેવાય છે.’, મહાનાદે હસીને જવાબ આપ્યો. ઇન્દ્રની ટીમ વરસાદ અને વિજળીની મથામણમાં લાગેલા હતા. આ જોઇને બન્ને હસ્યા. ઇન્દ્રનીં નજર બન્ને પર પડી.

‘અહિં આવવાનીં મનાઈ છે.’, ઇન્દ્રએ કહ્યુ.

‘શિવે મોકલ્યા છે.’, મિનાક્ષીએ જવાબ આપ્યો. તરત જ ઇન્દ્રનાં ચહેરા પર અણગમતા ભાવો આવી ગયા. ઇન્દ્ર પોતાનાં કામમાં લાગી ગયો.

‘શિવે સાચુ જ કહ્યુ હતુ.’, મિનાક્ષી બબડી.

‘સ્વભાવ મિનાક્ષી, સ્વભાવ.’, મહાનાદ બોલ્યો.

***

‘હું કલ્પિ નથી શકતી, મારો જન્મ બાળક રૂપે થશે.’, મિનાક્ષી અને પાર્વતિ બેઠા હતા.

‘એ અનૂભવો અદભુત હશે. એક એક સંસ્કાર મેળવવા, એક એક શબ્દનું મનમાં ઘુંટાવું અને એ પણ તમારી જાણ બહાર. તમે ખુબ નાદાન બની જતા હોવ છો. એ મંચ જ એવું છે જ્યાં બધા માસુમ છે.’,

‘છતા ત્યાં આટલો બધો દ્વેષ?’, મિનાક્ષીએ ખુબ નિખાલસતાથી પ્રશ્ન કર્યો.

‘ઘણુ ખરૂ તો અહિંથી રોપાતું હોય છે, ઘણા ખરા સંસ્કાર. ઘણી ખરી વર્ષોથી ચાલતી પરિસ્થીતીઓની શ્રુંખલા.’,

‘ક્યારેય એવું બન્યુ છે કે નાટકનોં જે અંત નક્કિ કર્યો હોય એ ન આવે?’, મિનાક્ષીએ પોતાની જીજ્ઞાસા વૃતિ જાળવી રાખી.

‘મિનાક્ષી નાટકનો ક્યારેય અંત નથી થતો. માત્ર પાત્રો બદલાતા હોય છે. આ દિર્ઘ કાળથી ચાલે છે. જ્યારે તમારૂ શરીર અથવા પ્રયોજન પૂરૂ થાય એટલે બધાએ અહિં જ આવવાનું હોય છે.’,

‘હું તો એજ વિચારથી રોમાંચિત થાવ છું કે ત્યાં મને પ્રેમ થશે ત્યારે કેવી અનૂભુતીઓ થશે? પૃથ્વી કેટલી સુંદર હશે?’,

‘તારા જેટલી જ.’, પાર્વતિએ મિનાક્ષીનાં માથા પર હાથ ફેરવતા કહ્યુ.

***

‘મને ડર લાગે છે કે ક્યાંક હું પણ સત્યનીં શોધમાં નીકળી પડ્યો તો? હું પણ સત્યશોધની માયાજાળમાં અટવાઈ ગયો તો?’, મહાનાદ, શિવ અને નંદિ બેઠા હતા.

‘ત્યાં તારા હાથમાં કંઇજ નહિં હોય, ત્યાં એ જ લોકો ભટકે છે જેનું કોઇ દિગદર્શક ના હોય. આ નાટ્ય આ કાળનું સૌથી મોટું નાટ્ય છે, દિગદર્શકોની નજરે તારા પર પળે પળ હશે. અને તુ નાહકનોં ડરે છે, ત્યાં કોઇ જ સ્મૃતિ નહિં હોય. પૃથ્વિ પર મેં વર્ષો કાઢ્યાં છે, ખુબ અદભૂત અને સુંદર જગ્યા છે તને ખુબ ગમી જશે. જીવનથી એટલો મોહિત થઇ જઇશ કે મૃત્યુ નો ડર પણ લાગવા લાગશે.’,

‘હું આતૂર છું આ અનૂભવ કરવા માટે.’

‘તારા અને મિનાક્ષી પ્રત્યે મને અને પાર્વતિનેં વિશેષ પ્રેમ રહ્યો છે, બસ જીવી લેજો.’, શિવે કહ્યુ.

‘જીવી લઇશું શિવ, તમારી કૃપાથી.’, મહાનાદે પોતાના હાથ જોડ્યા. શિવે આશિષ આપ્યા.

***

‘મારા અંશને તમે ઉછેરશો?’, શિવે હસીને પાર્વતિને પૂછ્યુ. પાર્વતિને કંઇ સમજાયુ નહિ.

‘ડબલ ડ્યુટી.’, શિવે ફરી એક આંખ બંધ કરી.

‘શબ્દો સમજાવો.’, પાર્વતિએ હસીને કહ્યુ.

‘મારા અંશને તમારે જન્મ આપવાનોં છે. તમારે મને જન્મ આપવાનો છે. આપશો?’, શિવે કહ્યુ.

‘અજન્માનેં જન્મ આપવો એતો મારૂ સૌભાગ્ય કહેવાય.’, પાર્વતિએ પ્રસન્નતાપૂર્વક કહ્યુ.

‘જગત જનનીનું બાળક બનવું એતો મારૂ સૌભાગ્ય કહેવાય.’, શિવે મુસ્કાન સાથે જવાબ આપ્યો.

***

‘આવતી કાલથી નાટક શરૂ થશે.’, મિનાક્ષી બોલી.

‘અણધાર્યા કાળ સુધીનું અંતર.’, મહાનાદ બોલ્યો.

‘ડૂબવાની ઇચ્છા છે.’, મિનાક્ષી બોલી.

‘ડૂબીએ.’, મહાનાદ બોલ્યો. બન્ને શિતળ રાત્રીની સાક્ષીએ પ્રેમમાં ડૂબ્યા.

***

‘નાટક બનાવવુ એ મજુરી છે. એમાં અદાકારી કરવી એ કાળી મજુરી છે. બટ હું એક વાત કહીશ. જે પરમ સુખનો આનંદ આવશે એ અનૂભવ અવર્ણનીય છે. તમે ક્યારે એક નવી દૂનિયામાં ખોવાઇ જશો એ તમને ખબર પણ નહિં પડે. જાણે તમારો નવો જ જન્મ થયો છે એવુ તમે જગતના સ્ટેજ પર અનૂભવશો.’, શ્રોતાવર્ગમાં બેસેલા મિનાક્ષી-મહાનાદ ધ્યાનથી સાંભળી રહ્યા હતા.

સાચો એક્ટર એ જ છે કે જે મંચ પર જઇને પોતે એક્ટર છે એ ભૂલી જાય. પરંતુ જ્યારે એ મંચ પરથી પાછો આવે ત્યારે એ યાદ પણ રાખે કે આ એક નાટક જ હતુ. બસ મારે વધારે કંઇ કહેવાનું નથી. મંચ પર એવી ઘણી વસ્તુઓ બનશે જે સ્ક્રિપ્ટમાં નહિં હોય. જે તમને કહેવાયેલી નહિં હોય. અને તમે જે મંચ પર જઇ રહ્યા છો એ મંચ પર તો તમે કોણ છો એ જ તમને યાદ નહિં હોય. તમારી સાથે શું થવાનું છે એ પણ તમને યાદ નહિં હોય. છેલ્લે મારે એક જ વસ્તુ કહેવી છે. જે પણ થાય, પૂર્ણ આનંદમાં ડૂબી જજો. બસ મૌજ કરજો. આની જેમ.’, શિવે પોતાના ફુંફાડા મારતા સાપ તરફ નજર નાંખતા હસીને કહ્યુ. સામે બેસેલા શ્રોતાવર્ગે શિવને તાળીઓ સાથે વિદાય આપી. વૃદ્ધ બ્રહ્મા એની સામે જોઇ રહ્યા. બાજુમાં જ બેસેલા વિષ્નુની કોઇ પ્રતિક્રીયા નહોતી. એ પોતાની નોંધપોથીમાં કલમ વડે કંઇક નોંધી રહ્યા હતા. મિનાક્ષી-મહાનાદ હસી પડ્યા.

‘અને હવે હું તમારી સમક્ષ રજુ કરી રહ્યો છું. ત્રીદેવમાંના એક, જેમણે પોતે અવનવા વેશો ધરીને અનેક નાટકો કર્યા છે, અનેક રૂપો લઇને આપણુ અને દૂનિયાનું મનોરંજન કર્યુ છે. જેમના હજારો નામ છે, રામ, ક્રિષ્ન, હરી. ગણ્યા ગણાય નહિં અને વિણ્યા વિણાય નહિં. એવા વિષ્નુ.’, ચિત્રગુપ્તે કહ્યુ અને એ પોતાના આસન તરફ આગળ વધ્યો. વિષ્નુએ પોતાની બાજુના મેજ પર મુકેલા પોતાના શસ્ત્રો ચાર હાથમાં લીધા અને ઉભા થયા.

‘વર્ષોથી આપણે આ ચાલી રહેલા નાટકને આગળ વધારી રહ્યા છીએ. જ્યારે જ્યારે હું મારા ભજવેલા એક પાત્રને સ્મરૂ છું ત્યારે એણે કહેલો એક શ્લોજ યાદ આવે છે.’

યદા યદા હી ધર્મસ્યગ્લાનીર્ભવતી ભારત, અભ્યુથાનમ અધર્મસ્ય તદાત્માનમશૃજામ્યહંપરીત્રાણાય સાધુનામ વિનાશાય :દુસ્કૃતામધર્મ સંસ્થાપનાર્થાય સમભવામી યુગે યુગે

‘અત્યાર સુધીનું મારૂ આ સૌથી મનગમતુ પાત્ર છે. હા મને આ પાત્ર ભજવવા ઘણી છુટછાટ મળેલ છે અને એના ઉપર જે કોન્ટ્રોવર્સીઓ થઇ છે એ હું જાણુ છું. પરંતુ આ શ્લોકમાં એ પાત્ર કહે છે કે જ્યારે જ્યારે ધર્મને હાની પહોંચે છે ત્યારે ત્યારે હું આવુ છું. ધર્મને હાની એટલે આપડા માટે મનોરંજનની ખુંટ. આપણે અહિં હંમેશા રિવાજ રહ્યો છે અમુક વર્ષો થાય એટલે એક બીગ બજેટ નાટક કરવામાં આવે છે. એમાંનું એક નાટક આ હતુ. જે આપણા પરમ પૂજ્ય આદિ ત્રીદેવોએ લખ્યુ હતુ. આ પ્રસંગે હું એમને યાદ કરીશ. કારણ કે એમણે લખેલી કૃતિઓ આજે ઓન સ્ટેજ ઉદાહરણ તરીકે ઉપયોગમાં લેવાય છે. આપણે જે નાટક કરવા જઇ રહ્યા છીએ, એ આ કરોડો વર્ષોથી ચાલી રહેલી નાટ્ય શૃંખલાને એક ધક્કો આપનારૂ રહેશે. ખરેખર તો આપણે કોઇ નાટક શરૂ નથી કરી રહ્યા, પરંતુ જે ચાલી રહ્યુ છે એમાં અમુક વળાંકો, રોમાંચો, સંઘર્ષો ઉભા કરવા કરવા જઇ રહ્યા છીએ. પરંતુ આ નાટકની ઘટનાઓ, એના પાત્રો આવતા સો વર્ષો સુધીની ઘટનાઓ પર અસર કરશે. જેમ તમે જાણો છો, તેમ બીજા બધાજ ફોરેન ડિરેક્ટર્સ પણ આપણી સાજે જ વર્ષોથી કામ કરી રહ્યા છે. Mr. Jesusji, Mr. Mohmad Saheb, Mr Zeus અને બીજા મહાન અદાકારાઓ અને દિગદર્શકોનો સહકાર આપડી સાથે છે, એમની નીચેના કામ કરી રહેલા અદાકારો આપણી સાથે છે. એઝ અ પ્રોડ્યુસર કુબેર છે જેમનો અખુટ ધન ભંડાર મનોરંજનના કાર્ય માટે સતત ખુલ્લો હોય છે એના માટે હું એમનો આભારી છું. બ્રહ્મા દાદા જેમના વિના આ કાર્ય અશક્ય છે, એમના નેજા હેઠળ આ નાટ્યની રૂપરેખા ઘડાશે, નાટક લખાશે, હું એ અનૂભવવા આતૂર છુ. હું પણ એજ કહીશ જે મારા ખુબ સારા મિત્ર શીવે કહ્યુ,’, વિષ્નુએ શિવ સામે જોયુ. શિવે સાપને અચાનક વિષ્નુ તરફ ફેંક્યો. વિષ્નુ ડરી ગયા. અને પછી હસી પડ્યા.

‘બસ મૌજ કરી લેજો, ડૂબી જજો. જેમ મેં ક્રિષ્ન બનીને મૌજ કરી. સમય આવે ત્યારે પીડાજો, જેમ મેં ભજવેલુ, એક પાત્ર કોઈના પ્રેમમાં પીડાયુ અને આજ સુધી એ પાત્ર મંચ પર રાધા ક્રિષ્નના નામથી હજી સુધી પુજાય છે, જેટલા તમે ડૂબશો અને જીવશો એટલા જ તમે નીખરશો. પાત્રમય બની જજો. કારણ કે એ મંચ પર જે જાણી જાય છે કે આ નાટક છે એનુ વધારે વખત ત્યાં રહેવુ મુશ્કેલ બની જાય છે. ધન્યવાદ’, શ્રોતાઓએ સ્ટેન્ડીંગ અવેશન આપ્યુ. મિનિટો સુધી તાળીઓ વાગતી રહી. વિષ્નુએ વિનમ્રતાથી પોતાનું આસન લીધુ.

‘એમનો પરિચય આપવો એ આ નાટ્યસૃષ્ટીનું અપમાન છે. એટલે માત્ર એમનું નામ જ બોલીશ. આપની સમક્ષ બ્રહ્મા’, ચિત્રગુપ્તે પોતાનું સ્થાન લીધુ.

વૃધ્ધ પણ તેજ ચહેરો, ધોળી દાઢી પરંતુ અનૂભવથી ભરેલી, ચારે દિશામાં પોતાની સમજણો ફેલાવતા ચાર ચહેરા, કમલાસન સાથે એ ઉપરની તરફ બીરાજીત થયા. એમણે થોડી ક્ષણ માટે આંખો બંધ કરી અને પછી ધીમેંથી ખોલી.

‘નાટ્ય એટલે માત્ર મંચ પર જઇને પાત્રોમાં ઘુસી જવુ? નાટ્ય એટલે માત્ર અહિંથી બનાવાતી પરિસ્થીતીઓ અને એને સહન કરવાની ક્ષમતા? શું નાટ્ય એટલે માત્ર ત્યાં મળેલા શરીર સાથેની રમતો? ના. જ્યારે એ મંચ પરથી તમે અહિં આવશો ત્યારે તમને બધુ યાદ આવશે, તમે પોતાની જાતને જ કોસશો કે મેં પેલી ભૂલ ના કરી હોત તો હું વધારે સારૂ કરી શક્યો હોત. હું એ પરિસ્થીતીમાં આમ વર્ત્યો હોત તો કેટલુ સારૂ થાત. આ પીડા એ દરેક અદાકારની રહી છે. સાચો અદાકાર નહિં, અદાકાર જ એ છે જે અદા કરે, ભટકે નહિં. એ ત્યાં જઇને ડૂબે. બાકી જ્યારે અહિં આવશે તો એનામાં ગ્લાની જ ભરાશે. કાંતો એ અદાકાર હોય છે અથવા નથી હોતો, સાચો કે ખોટો અદાકાર નથી હોતો. તમે ખુબ સૌભાગી છો, એ તમારી મહેનત પણ છે કે તમે આ એક મહાનાટ્યનો ભાગ બનવા જઇ રહ્યા છો. બહુ ઓછાને આવી પરિસ્થીતિઓનો ભાગ બનવા મોકો મળે છે. શિવ અને વિષ્નુ તો તમારી સાથે છે જ.’, બ્રહ્મા શિવ અને વિષ્નુ સામે જોઇને હસ્યા. શિવે હસીને પોતાનું ડમરૂ વગાડ્યુ. બધા લોકો હસ્યા.

‘તો આવો નટ દેવતાની સ્તુતી કરીએ અને એક વિશાળ મંચ પર પોતાની લાગણીઓ, પોતાની બુદ્ધી, પોતાનું શરીર રમતુ મુકીએ.’, બધાના ચહેરા પર પ્રસન્નતા સાથે એક સમર્પણની ભાવનાની ગંભીરતા આવી. બધા જ ઉભા થયા.

બ્રહ્મા, વિષ્નુ અને મહેશે આંખો બંધ કરી. સમગ્ર જગતને પ્રસન્ન અને શાંત કરી દેતા શાંતસૂરમાં નટ દેવતાની પ્રાર્થના શરૂ થઇ.

‘આંગીકમ ભૂવનમ્ યસ્ય,

વાંચીકમ સર્વવાંગમયમ્,

આહાર્યમ્ ચંદ્ર તારાદી,

ત્વમ્ નમઃ સાત્વિકમ્ શિવમ્’

***

નંદિ વિ નીડ યુ.’, શિવે ફોન લગાવીને કહ્યુ. ધોધમામર વરસતા વરસાદમાં પહાડી પર પ્રચંડ પ્રકાશ થયો. નંદિ પ્રગટ થયો. એણે પોતાની પૂરી જડપી ઢોળાવ પરથી ઉતરવાનું શરૂ કર્યુ અને બસ સામે આવીનેં ઉભો રહી ગયો. બસે એકાએક બ્રેક મારી.

આજે નહિં’, નંદિની પેટ પર હાથ ફેરવતા બબડી.

ગોતવા વાળી, આમ બત્તી લઇને નીસે ઉતર અને થોડુક આગળ ઝઇને ઝો. આયાં એક ઝગદંબા પીડાય સે.’, વાલી ડોશીએ મોફાડીને કહ્યુ.

જીયો જીયો વાલી ડોશી.’, સાંભળીને શિવના મોંમાંથી ખુશીના શબ્દો નીકળી પડ્યા.

બાળક રડી પડ્યુ, અને નંદિની ભીની આંખે હસી પડી.

મેઘો આવ્યો સે.’, એક આદિવાસી સ્ત્રી બોલી.

મેઘ.’, નંદિનીએ માતૃ સ્મિત સાથે બાળકનું નામ કરણ કરી દીધુ. એના ચહેરા પર સંપુર્ણ સ્ત્રી અને માતા બન્યાની

સંતૃપ્તતા હતી. વરસાદ ધીમો પડવા લાગ્યો અને વિજળી પણ શમી ગઇ.

***

એ ઉભો નહોતો થઇ શકતો. એને લાગી રહ્યુ હતુ કે એણે એક લાંબુ સપનું જોયુ હોય. પરંતુ એણ કંઇક મહેસુસ કર્યુ. એનું માંથુ નવ્યાનાં ખોળામાં હતુ. એણે આંખો ખોલી. એની આંખો નવ્યા સાથે મળી. મેઘ ઉંડા શ્વાસો લઇ રહ્યો હતો. એના અંતિમ શ્વાસો ચાલી રહ્યા હતા.

‘મેઘ આજ સત્ય છે.’, નવ્યાએ સ્મિત કરીનેં કહ્યુ. મેઘને સમજમાં નહોતું આવી રહ્યુ કે શું બોલવું.

‘આપડે બન્ને શાશ્વત છીએ.’, નવ્યાએ મેઘનાં માથામાં હાથ ફેરવ્યો.

‘તું શિવઅંગી છો.’, નવ્યા મેઘનાં છેલ્લા શ્વાસોની સાક્ષી બની રહી હતી.

‘હું પાર્વતિનોં અંશ’, નવ્યાએ ફરી વૃદ્ધ મેઘનાં વાળમાં હાથ ફેરવ્યો.

‘તુ મેઘ પણ છે અને મહાનાદ પણ.’

‘નવ્યા.’, મેઘે નવ્યાનાં ચહેરા પર હાથ મુક્યો અને ધીમેંથી બોલ્યો.

‘આ શરીર સ્થૂળ છે, ચાલ મારી સાથે. ચાલ મહાનાદ પાસે. ચાલ તારી મિનાક્ષી પાસે.’, નવ્યાએ ખુબ શાંતિથી પ્રસન્નતા પૂર્વક કહ્યુ.

‘મિનાક્ષી !’, એણે સ્મિત સાથે કહ્યુ.

‘મહાનાદ !’, એ પણ સ્મિત સાથે બોલી. એનાં શ્વાદ ધીમાં પડ્યા.

‘સ્મૃતિર્લબ્ધા. સ્મૃતિર્લબ્ધા. સ્મૃતિર્લબ્ધા.’, એ શાંતભાવથી બોલ્યો. એનું શરીર શાંત થયુ.

***

મિનાક્ષી અને મહાનાદ, મેઘ અને નવ્યાનાં મિલનનું છેલ્લુ ચેપ્ટર આવતા શુક્રવારે. વાંચવાનું ભુલતા નહિં ધ પ્લે ચેપ્ટર – ૧૫ આવતા શુક્રવારે. Please do Share and Rate story. Don’t forget to send me your views and reviews.

લેખક વિશે

હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો. તમે એમનો કોન્ટેક્ટ નીચેના માધ્યમો પર કરી શકો છો.