Tasvir - ruhani takat - 13 in Gujarati Adventure Stories by Yagnesh Choksi books and stories PDF | તસ્વીર- રૂહાની તાકત - 13

Featured Books
Categories
Share

તસ્વીર- રૂહાની તાકત - 13

તસ્વીરે મારી સામે જોઈને કીધું કે મારુ નામ માનસિંહ છે અને મારી આત્મા ને ત્રિકમ અઘોરી ની આત્મા એ વશ માં કરી રાખેલી છે.મારે આ બંધન માંથી મુક્તિ જોઈએ છે તું મને મદદ કર.મેં એ તસ્વીર સામે જોઈને કીધું કે હું કઈ રીતે મદદ કરી શકું હું તો એક માણસ છું અને તમે તો આત્મા જોડે બાથ ભીડવાની વાત કરો છો? માનસિંહે મારી સામે જોઈને કીધું હા એ વાત સાચી છે.પણ તને જે માળા મળી છે એમાં કંઈક તો શક્તિ છે અને એના થી તું ત્રિકમ ની આત્મા ને વસ માં કરી શકીશ પણ કઈ રીતે એ મને નથી ખબર એના માટે તારે મંજુ ને શોધવી પડશે એ તને મદદ કરશે? મંજુ ને હું ક્યાં શોધું? માનસિંહે કીધું કે મંજુ બાજુ ના ગામ શાંતિપુરા માં આવેલ નદીના કિનારે રહેતી હશે. એને એ નદીનો કિનારો ખુબ ગમતો એ હંમેશા મને ત્યાં હવેલી બનાવવા માટે કહેતી અમે લોકો ત્યાં ઘણી વાર જતા એ ત્યાંજ હશે મને પુરે પુરી ખાતરી છે. તું એને મળી ને તારી પાસે ની માળા બતાવજે એ બધું સમજી જશે અને તમને મદદ કરશે.એટલું બોલી અને એ રૂહાની તસ્વીરે બોલવાનું બંધ કરી દીધું અને કદાચ એ કોઈ તાકાત થી ઘભરાઈ ગઈ હોય એવું લાગ્યું એટલે હું પણ નીચે ચાલ્યો ગયો અને સોફા પર સુઈ ગયો.

બીજા દિવસે સવારે આંખ ખુલી તો હું સોફા પર સૂતો હતો મને કાલ રાત્રે બનેલી ઘટના થોડી થોડી યાદ હતી.હું અજય અને ઇશિતા સાથે બેઠા હતા એટલે મેં ઇશિતા ને એની સાથે શુ બન્યું હતું એ વિસ્તાર પૂર્વક જાણવા માટે કીધું.ઇશિતા એ મારી સામે જોઈને વાત શરુ કરી ઇશિતા કીધું કે જયારે અજય હોસ્પિટલ માં વ્યસ્ત રહેતો ત્યારે હું આખો દિવસ ઘર માં રહેતી. એ વખતે હું ત્યાં નદી કિનારે આવેલા પથ્થર પર જઈને ઘણી વાર બેસતી અને મારી નવી વાર્તા માટે વિચારતી મને ત્યાં બેસવું ખુબ ગમતું હતું.મને આ ઉપર આવેલા રૂમ વિશે પણ વિચાર આવતો કે એ રૂમ માં એવું તો શુ હશે કે ત્યાં આપડા ને જવાની મનાઈ છે.

એવામાં એક દિવસ મને મારી નવી સ્ટોરી ના વિચારો માં હું એ પથ્થર પર બેઠી હતી જોત જોતા માં સાંજ થઇ ગઈ ચારે બાજુ અંધારું હતું હું હજુ એ પથ્થર પર બેઠી બેઠી વિચાર કરી રહી હતી મને નદી પર થી આવતી ખુશનુમા પવન એ મને રોમાંચિત કરી દીધી હતી.એવામાં અચાનક ગરમ હવા ચાલુ થઇ ગઈ મને કઈ સમજ ના પડી હાલ તો ઠંડી હવા આવતી હતી આ અચાનક ગરમ હવા કેમ આવતી હશે. મને કઈ સમજ પડે એ પહેલા મારી પાછળ કોઈ ઊભું હોય એવું મને લાગ્યું. મેં પાછળ વળી ને જોયું તો કોઈ નહતું.મને ફરી કંઈક અજીબ અવાજ આવ્યો મેં અવાજ ની દિશા માં જોયું તો મને કોઈ વ્યક્તિ ની આકૃતિ ધુમાડા સ્વરૂપે દેખાઈ રહી હતી.મેં અહીંયા આવીને રૂહાની અને અગોચર દુનિયા વિશે ઘણું વાંચેલું. હું ખુબ ડરી ગઈ હતી.

મેં રઘુકાકા ના મોઢે પણ આ હવેલી માં બનતી ઘટનાઓ વિશે સાંભળેલું. પેલી ધુમાડા જેવી આકૃતિ ધીમે ધીમે મારી નજીક આવી રહી હતી.એ મને કંઈક કહેવા માંગતી હતી પણ અચાનક મને નદી ને પેલે પાર એક અજીબ અવાજ આવ્યો એ કોઈ બિલાડા નો અવાજ હતો મેં અવાજ ની દિશા માં જોયું પણ ત્યાં કંઈક દેખાયું નહિ.મેં ફરી પેલી આકૃતિ સામે નજર કરી તો એ ગાયબ હતી મને કંઈક સમજ નહતી પડી રહી.હું ખુબ ડરી ગઈ હતી એ રાત્રે મારી સાથે જે ઘટના બની એ મારે અજય ને કરવી હતી પણ મને પૂરો વિશ્વાસ હતો કે અજય મારી વાત માને કે ના માને એ અહીંયા થી નીકળી જવા કહેત અને મારે ગામવાળાઓ ની લાગણી દુભાવી અને આમ અચાનક હું જવા નહતી માંગતી એટલે મેં અજય ને કઈ વાત નહતી કરી.

એ દિવસ ની ઘટના બાદ હું ખુબ ડરી ગઈ હતી મને એમ હતું કે એ મારા મન નો વહેમ છે પણ એ આકૃતિ મને રોજ દેખાવા લાગી એ મારી પાસે મદદ માંગી રહી હતી હું રોજ ડરી જતી હતી પણ ધીમે ધીમે મને એ ખાતરી થઇ ગઈ કે એ આત્મા મને હેરાન નથી કરતી પરંતુ કોઈ મુશ્કેલી માં છે એટલે એ મદદ માંગી રહી છે પણ એવું તો શું હોય કે એ આત્મા તકલીફ માં હોય.મને જે દેખાતું હતું એને મેં મારી ડાયરી માં દોર્યું અને એના વિશે ની દરેક માહિતી મેં મારા લેપટોપ ના ફોલ્ડર માં પણ સેવ કરી.

એક દિવસ હું બહાર સોફા પર બેઠી હતી અજય હોસ્પિટલ માં હતો અને એને મોડું થઇ ગયું હતું એટલે હું એની રાહ જોઈ રહી હતી.એવામાં મારી બાજુ માં અચાનક એ આત્મા આવીને બેસી ગઈ અને એ ઉપર સીડી તરફ ચાલવા લાગી મને પણ એની પાછળ આવા માટે ઈશારો કર્યો. એ આત્મા ઉપર આવેલા બંધ રૂમ માં આરપાર જતી રહી મને એમ કે હું નહિ જઈ શકું પણ હું પણ અંદર જતી રહી એ દરમિયાન મારા હાથ નું બ્રેસલેટ જે તમને લોકો ને એ રૂમ માંથી મળેલું એ પડી ગયું. પેલી આત્મા સામે આવેલી તસ્વીર માં સામે ગઈ. હું એ તસ્વીર સામે જઈને ઉભી રહી ગઈ એ તસ્વીર નીચે મેં નામ વાંચ્યું તો મને ખબર પડી કે એ માનસિંહ છે જે મને એટલા દિવસો થી દેખાય છે અને મદદ માંગે છે. થોડી વાર માં એ તસ્વીર જાણે જીવન્ત થઇ હોય એમ મારી સાથે વાત કરવા લાગી મને માનસિંહે એની સાથે બનેલી દરેક વાત ની વિસ્તૃત માં વાત કરી. એને મને અઘોરી,મંજુ અને એની કેદ આત્મા ની વાત કહી અને છેલ્લે એને મને કોઈ માળા ની વાત કરી અને એ માળા ના લીધેજ ગામ અને માનસિંહ ની આત્મા ને થોડી રાહત છે. એટલે તસ્વીરે મને વાત કહી કે ગમે તે રીતે તારે એ માળા શોધવી પડશે અને એ માળા સાથે શુ કરવું એતો મને નથી સમજાતું પણ તમારે મંજુ નું મદદ થી એ અઘોરી ને વશ કરવો પડશે. જો એ માળા અઘોરી ના હાથ માં ફરી આવી જશે તો એ એક ખતરનાક અને હૈવાનીયત ની દરેક હદ વટાવી દેશે.પણ એ માળા હું ક્યાં શોધું તો એને મને નદી કિનારે પથ્થર પાસે શોધવા માટે કીધું.

હું એક ચમત્કારિક રીતે સીધી એ પથ્થર પાસે પહોંચી ગઈ મેં બધે તપાસ કરી પણ મને ક્યાંય માળા મળી નહિ મને નદી માં કોઈ ચમકતી વસ્તુ દેખાઈ રાત ના અંદર માં એવું તો શું ચમકતું હશે એમ વિચારીને હું નદી માં ઉતારી અને જેમ જેમ હું એ ચમકીલી વસ્તુ ની નજીક જતી હતી તેમ તેમ એ દૂર જઈ રહી હતી એવામાં અચાનક એ ચામિકીલી વસ્તુ ની ચમક ગાયબ થઇ ગઈ અને મને કાંઠે ઉભેલી માનસિંહ ની આત્મા એ પાછું આવા માટે કીધું એવા માં નદી માં કમર થી ઉપરના પાણી માં હું હતી મારી સામે એક કળા કલર નો બિલાડો આવીને ઉભો રહી ગયો એ પાણી માં ઉભો હતો અને મારી સામે ઘુરકિયાં કરતો હતો.અને એ બિલાડા એ જોત જોતા માં એક ડરવના અઘોરી નું રૂપ ધારણ કરી લીધું અને એ મને નદી ના પેલે પાર લઇ ગયો.અને એના પછી જે ઘટના બની એની મેં તમને લોકો ને વાત કરીજ છે.અજય એકડેમ સહેમી ગયો અને એ ઇશિતા સામે જોઈને બોલ્યો આટ એટલું બની ગયું અને તું મને આજે કે છે? આપડે આજે ને આજે આ ગામ છોડી ને ચાલ્યા જઇયે. મેં અજય ને કીધું જો અજય હવે આપડે મુસબિત માં પહેલા થી પડીજ ગયા છીએ તો આપડે એનું સમાધાન કરીનેજ જવું જોઈએ.અને મેં પણ માનસિંહ ની આત્મા ને દુઃખી જોયેલી છે અને હવે આપડે મંજુ ને શોધી લેવી જોઈએ માળા તો મારી પાસેજ છે.મેં કાલે રાત્રે કપડાં બદલેલા એટલે એ માળા મારા કલ ના પેન્ટ માં હતી જે મેં રૂમ માં પાછળ ની બાજુ ટીંગાડેલું હતું.હું દોડી ને રૂમ માં ગયો તો મારુ પેન્ટ ગાયબ હતું.ચારે તરફ તાપસ કરી પણ પેન માંડ્યું નહિ. ક્યાં ગાયબ થઇ ગયું પેન્ટ? નાતો પેન્ટ મળ્યું ના માળા.

આખી હવેલી માં તાપસ કરી પણ માળા ના મળી હું એકદમ ગભરાઈ ગયો મેં બહાર આવીને અજય અને ઇશિતા ને માળા ગુમ થઇ જવાની વાત કરી મેં કીધું રઘુકાકા ક્યાં છે આપડે એમને પૂછી લઈએ પણ રઘુકાકા ક્યાંય દેખાયા નહિ. અજય ને મેં રઘુકાકા પાસે જવા માટે કીધું એમે લોકો નીકળી રહ્યા હતા ત્યાં અજીતસિંહ ત્યા આવ્યા એટલે અમે રોકાઈ ગયા.અજિતસિંહે અમને પરેશાન જોઈને પૂછ્યું શું થયું? તમે લોકો કેમ ગભરાયેલા છો?

મેં અજીતસિંહ ને વાત કરી કે મને અને ઇશિતા ને તમારા પિતાજી ની આત્મા દેખાઈ હતી એને એ મુશ્કેલી માં છે અને અમારી પાસે મદદ માંગી રહી છે.મને અહીંયા આવતા એક માળા મળી હતી જે મારા થી ક્યાંક ખોવાઈ ગઈ છે.એટલે એ માળા અને મંજુ નું મળવું ઘણું જરૂરી છે અને અજીતસિંહ ની આત્મા ને અને ગામ ને બચવા માટે પેલા અઘોરી ને કાબુ કરવા માટે માળા અને મંજુ ની જરૂર છે.અજીતસિંહ આ વાત સાંભળી ને કઈ પણ બોલ્યા ચાલ્યા વગર ઉભા હતા એ દિવસે અમાવસ્યા હતી અને રાત દિવસ નો પૂરો થવાની રાહ જોતી હતી.

અજિતસિંહે આ બધા નામ કુંવરબા ના મોઢે સાંભળેલા એટલે એમના માટે આ વાત નવી નહતી અજીતસિંહ ને પણ હવે એમજ લાગી રહ્યું હતું કે આત્મા છે અને એજ આમ કરે છે.અજિતસિંહે મને કીધું કે મંજુ ને મેં નાનપણ માં જોયેલી છે અને મેં કુંવરબા ના મોઢે આ બધી વાત સાંભળેલી છે.અને જો એ માળા ખરેખર ગુમ થઇ ગઈ છે તો એ આપડા માટે અને ગામ વાળા માટે એક ખતરનાક સાબિત થશે આપડે ગમે તેમ કરીને માળા શોધવી પડશે અને આપડી પાસે હવે વધારે સમય નથી.અજિતસિંહે મારી સામે જોઈને કીધું કે તું રઘુકાકા ની તાપસ કર અને હું શાંતિપુરા માં જઈને મંજુ ની તાપસ કરું છું.મેં અને ઇશિતા એ મંજુ કઈ જગ્યા પર મળશે એ વાત કરી હતી જે અમને માનસિંહ એ કરી હતી.ઇશિતા અને અજય એ હવેલી માં રોકાવાનું નક્કી કર્યું અને અજય અને ઇશિતા એ મને કીધું કે તું જલ્દી આવી જજે આપડને એ માળા બચાવી શકેશે તું રાત્રી બઉ ના થવા દેદો.મેં કીધું કે હું ગમે તેમ કરીને અંધારું થતા પહેલા આવી જઈશ. હું અને અજીતસિંહ બંને નીકળી પડ્યા જયારે અમે નીકળતા હતા ત્યારે મેં નદી ને પેલે પાર નજર કરી તો મને કાળો બિલાડો દેખાયો અજીતસિંહ ની કાર મારી કાર ની આગળ જતી હતી.અમે લોકો થોડી વાર માં ગામ માં આવી ગયા અજીતસિંહ શાંતિપુરા ગામ બાજુ પોતાની કાર વળી લીધી હું સીધો ગામ તરફ રવાના થયો.

હું સીધો રઘુકાકા ના ઘરે ગયો અને એમનો દરવાજો ખખડયો તો એમણેજ દરવાજો ખોલ્યો.મેં એમને માળા વિશે પૂછ્યું તો એમને મારી સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોયું. અને પછી બોલ્યા કે મેં કોઈ માળા જોઈ નથી એટલે મેં કીધું કે મારા પેન્ટ ના ખિસ્સા માં હતી એક ખોપડી વળી માળા રઘુકાકા એ મને કીધું કે મેં એવી કોઈ માળા જોઈ નથી પણ હા તમારા કપડાં હું આજે સાફ કરવા લાવેલો છું અને એ કપડાં મારી પત્ની પાછળ ના ભાગ માં સાફ કરી રહી છે મેં એમને ત્યાં લઇ જવા માટે કીધું અમે લોકો ત્યાં ગયા તો એમની પત્ની ત્યાં નહતી એટલે રઘુકાકા એની તપાસ કરવા માટે આજુ બાજુ માં ગયા અને હું ત્યાં પડેલા મારા કપડાં ની તાપસ કરવા લાગ્યો.

મારે જલ્દી થી જલ્દી માળા શોધવાની હતી દિવસ ડૂબવા લાગ્યો હતો અને બીજી બાજુ અજીતસિંહ એકદમ સ્પીડ માં શાંતિપુરા બાજુ જઈ રહ્યા હતા.હવેલીમાં અજય અને ઇશિતા એકલા હતા. એ બંને સોફા પાર બેઠા હતા.થોડું થોડું અંધારું થઇ રહ્યું હતું.એ લોકો જે હોલ માં બેઠા હતા ત્યાં અજય એ લાઈટ ચાલુ કરી.થોડી વાર માં રૂમ માં એકદમ ગરમ હવા આવા લાગી.ઉપર લટકાવેલું ઝુમ્મર જોર જોરથી હાલવા લાગ્યું ચાલુ પંખો અચાનક એકદમ ચોંટી ગયો અને લાઈટ ચાલુ બંધ થવા લાગી.થોડી વાર માં અજય ને અને ઇશિતા ને બિલાડા નો અવાજ આવા લાગ્યો બંને ખુબ ડરી ગયા. બિલાડો એકદમ ડરાવનો અવાજ કરતો કરતો રૂમ માં દાખલ થયો.ઇશિતા અજય ને ચોંટી ને બેઠી હતી.ઇશિતા અને અજય ના ચહેરા પર ડર દેખાઈ રહ્યો હતો.અજય ના માથા માંથી પરસેવાનું એક બિંદુ ઇશિતા ના ગાલ પર પડ્યું ગાલ પર પડેલા આ પરસેવા ના બિન્ધુ થી ઇશિતા ફડફડી. એને પોતાના હાથ ની પકડ એકદમ મજબૂત કરી કીધું. થોડી વાર માં બિલાડા નો અવાજ અને બિલાડો ગાયબ થઇ ગયો.

અજય ને થોડી હાંશ થઇ એને ઇશિતા સામે જોયું તો એ નીચું મોઢું કરી ને બેઠી હતી.એને ઇશિતા ને હલબલાવી ઇશિતા એ એની સામે જોયું તો અજય થી ઇશિતા નો હાથ છૂટી ગયો.ઇશિતા ની આંખો લાલ થઇ ગઈ હતી અને એ અજય સામે ઘુરકિયાં કરી રહી હતી.એને ઇશિતા ને આવું કરતા પહેલા ક્યારેય જોઈ નહતી.થોડી વાર માં ઇશિતા ઉભી થઇ અને સામેની દીવાલ પર ચાલવા લાગી એ દીવાલ પર એક ગરોળી ની માફક ચડી રહી હતી અને એ છત પર ચમરચીડીયા ની માફક ઉંધી લટકી રહી હતી.એના વાળ ખુલ્લા હતા અને એ અટહાસ્ય કરી રહી હતી.એ હાસ્ય ઇશિતા નું નહતું એ કોઈ પુરુષ નું જ હતું.થોડી વાર એને એવુજ હાસ્ય ચાલુ રાખ્યું અને બોલી આજ થી આ ગામ ને મારા થી કોઈ નહિ બચાવી શકે અને શરૂઆત તમારા લોકો થી થશે.એટલું કહી ને એ ગાયબ થઇ ગઈ હું ચારેબાજુ નજર દોડાવી રહ્યો હતો ત્યાં અચાનક એ મારા ચહેરા ની બરાબર સામે આવીને ઉભી રહી ગઈ અમારા બંને ની આંખો એક બીજા ની આંખો માં જોઈ રહી હતી.એ લાલઆંખો અને ઇશિતા નો વ્યવહાર ખુબ ડરાવનો હતો.

ઇશિતા એ સોફા અને ખુડસીઓ ને હવા માં ઉછાળી દીધા અને મારી સામે જોવા લાગી મેં હિમ્મત ભેગી કરી અને એને પૂછ્યું કોણ છે તું? અને કેમ અમારી પાછળ પડી ગયો છે? એને મારી સામે જોઈને કીધું કે મારુ નામ ત્રિકમ છે અને હું અઘોરી હતો હવે હેવાન છું. મારી વિધિ પુરી ના કરવા દીધી હવે હું તમને લોકો ને જીવવા નહિ દઉં.એમ બોલીને એને મારી સામે જોયું અને એના હાથ ના તીક્ષણ ચાકુ જેવા નખ જે ચમકી રહ્યા હતા એ અજય ને સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા અચાનક એને અજય પર હુમલો કર્યો.અજય તરત ત્યાંથી ખસી ગયો નહીતો એ નખ એના ગાળાની આર પાર નીકળી ગયા હોત.

બીજી બાજુ મને રઘુકાકા એમની પત્ની ને લઈને આવ્યા એટલે મેં તરત પેલી માળા વિશે પૂછ્યું તો એમને કીધું કે હા એ માળા તમારા પેન્ટ ના ખીસા માં હતી પણ એ ડરવાની નાની નાની કોઈ જંતુ ની ખોપડી ની હતી એટલે મેં એને જમીન માં દાડી દીધી છે. મેં એને કહ્યું કે કઈ જગ્યા એ જલ્દી બતાવ એને મને ત્યાં લઇ જઈને જમીન ખોદી અને અંદર થી એ માળા કાઢી અને મને આપી હું હાથ માં માળા મેળવી ને ખુશ હતો પણ મને એ વાત નો અહેસાસ હતો કે અંધારું થઇ ગયું છે અજય અને ઇશિતા નો જીવ જોખમ માં હોઈ શકે છે એટલે મારે જેમ બને એમ જલ્દી હવેલી પર પહોંચવું પડશે. હું એક પણ પળ નો વિચાર કર્યા વગર સીધો હવેલી તરફ નીકળી ગયો.ત્યાં અજીતસિંહ પણ શાંતિ પુરા પહોંચવા આવ્યા હતા.