Be vartao in Gujarati Short Stories by Heena Hemantkumar Modi books and stories PDF | બે વાર્તાઓ

Featured Books
Categories
Share

બે વાર્તાઓ

ચાર આંસુ હ્રદયનાં
હીના મોદી..

I. I. M. થયેલ સુંદર, સુશીલ નક્ષત્રીનાં લગ્ન અમેરીકાનાં ગ્રીનકાર્ડ હોલ્ડર
N. R. I પરોક્ષ સાથે ધામધૂમથી થયા. ત્રણ મહિનાની અંદર નક્ષત્રીને વીઝા પણ મળી ગયા. અનેરાં કોડ અને થનગનાટ સાથે નક્ષત્રીએ U. S. A ની ધરતી પર પગ મૂકયો. સાત સમંદર પાર કરીને ગયેલ નક્ષત્રીને એરપોર્ટ પર કોઈ આવકારવા સુધ્ધા ન આવ્યું. અજાણી ધરતી પર નક્ષત્રી મૂંઝાઈ પણ હિંમત એકઠી કરી તે પરોક્ષનાં ઘેર પ્હોંચી પણ આ શું!? સૌનો ઠંડોગાર પ્રતિસાદ નક્ષત્રી હચમચી ગઈ. એને પરોક્ષનો વ્યવહાર પણ બદલાયેલ લાગ્યો. એને એનાં સપનાંઓ વેરવિખેર થતાં લાગ્યા. એની હ્રદયમાંથી એક આંસુ ટપકી પડ્યું પરંતુ એણે પોતાની જાતને સાચવી લીધી. હ્રદયનાં આંસુને હ્રદયની ડબ્બીમાં અકબંધ મૂકી ઘરગ્રહસ્થીમાં પોતાની જાતને ઢાળવા મંડી. સાસુનો વ્યવહાર મીઠો હતો. ’બેટા! બેટા!’ કહેતાં એમનું મોં સુકાતું ન હતું. નક્ષત્રી સાસુજીનાં ઢબ મુજબ ઘરનાં દરેક કામકાજ આટોપી લેતી. નક્ષત્રી મનોમન વિચારતી ”સાસુજીનાં ચાર હાથ મારાં ઉપર છે આથી વાંધો નહિ સમય જતાં પરોક્ષ પણ એનાં હ્રદયમાં સ્થાન આપશે. Wait & watch”.
પરંતુ, એક દિવસ નશામાં ચકચૂર પરોક્ષ અભાન અવસ્થામાં બોલી પડ્યો,
“ “એય નક્ષત્રી! સાંભળ, મારી મોમ તને માન-આવકાર નથી આપતી. તને બટરપોલિસ કરીને ઘરની મેડ બનાવવા માંગે છે અને તેથી જ તને ઈન્ડયાથી અહીં લાવવામાં આવી છે”.” આ વાતથી નક્ષત્રી સમસમી ઊઠી એનું આક્રંદ સાંભળવા એની પાસે કોઈ જ ન હતું એના હ્રદયમાંથી આંસુ ટપકી પડ્યું પરંતુ પોતાની જાતને સમેટી નક્ષત્રીએ આ બીજાં આંસુ ને પણ હ્રદયની ડબ્બીમાં અકબંધ મૂકી ફરીથી રૂટીનમાં આવવા પ્રયત્ન કરી રહી હતી. નક્ષત્રીને ઘણીવાર વિચાર આવતો કે “ફરી ઈન્ડીયા ચાલી જાઉં” પરંતુ એ જ સમય દરમ્યાન એને એક મલ્ટીનેશનલ કંપનીમાંથી જોબ ઓફર મળી. એણે પતિ અને સાસુ આગળ જોબ વિશેની વાત રજૂ કરી. સાંભળતા વેંત જ ઘરમાં ભૂકંપ આવી ગયો. સાસુ અને પતિએ એને મારઝૂડ કરી એક રૂમમાં બંધ કરી દીધી. આ વખતે પણ નક્ષત્રીએ વહી જતાં ત્રીજાં આંસુને હિંમતભેર અટકાવીને સાચવી લીધું”.
પતિનાં જુલ્મ અને સાસુની કૂરતા વચ્ચે નક્ષત્રી ગર્ભવતી થઈ. સમય થતાં એણે દીકરીને જન્મ આપ્યો. સાસુ અને પતિનાં કટુવચનથી એના હ્રદયેથી ચોથું આંસુ ધસમસી આવ્યું. એજ સમયે ડૉકટર એક સુંદર બાળકીને એનાં ખોળામાં મૂકી. જાણે દીકરીએ માનું ચોથું આંસુ ઝીલી લીધું. સુંદર, હસતી, રમતી દીકરીને જોઈ નક્ષત્રીમાં એકાએક હિંમત આવી ગઈ એણે મનોમન નક્કી કરી લીધું “હું ‘મારા ચારેય આંસુને વ્યર્થ નહિં જવા દઉં. મારી દીકરીને આ લોકોની ગર્તામાં નહિં ધકેલુ. હું હવે એક મા પણ છું દીકરી સાથે હિમ્મતભેર અને સ્વમાનભેર સફળ જીવન જીવી લઈશ.’s” અને, મોકો મળતાં જ દીકરીને લઈને નક્ષત્રી હોસ્પિટલમાંથી ભાગી ગઈ.
અજાણી ધરતી પર સીંગલ હેન્ડ્ડેડ દીકરીને મોટી કરવી એ લોઢાનાં ચણા ચાવવા જેવી વાત હતી. જાત મહેનતે નક્ષત્રી એક કંપનીની CEO બની. દીકરીનું હસતું મોં જોઈ એ બધા સંઘર્ષ ભૂલી જતી. તેથી જ એણે દીકરીનું નામ ‘હસતી’ રાખ્યું. આમ છતાં જીવન સંઘર્ષમાં ક્યારેય એ ઢીલી પડતી ત્યારે એ હ્રદયની ડબ્બીમાં મૂકેલ ચાર આંસુઓ યાદ કરી લેતી અને ફરીથી મન મક્કમ કરી એ પોતાની જાતને પડકાર આપતી. “હું આ ચાર આંસુઓને પકવીને મોતીડાં બનાવીશ” નક્ષત્રીની મહેનત રંગ લાવી. આ ચાર હ્રદયઅશ્રુઓના ઢોળથી સિતારાની જેમ ચમકી ઉઠેલ હસતી આજે અંતરિક્ષયાત્રી બની ચુકી છે. અંતરિક્ષમાંથી આખા બ્રહમાંડનાં દર્શન કરી રહેલ હસતી પ્રભુતા, ધન્યતા, દીવ્યતા, મહાનતા નામક ચાર મોતીથી ચમકી રહેલ પોતાની મા – નક્ષત્રીને અનિમેષ પણે નિહાળી રહી છે મનોમન વંદી રહી છે.

*****

બે – ચાર ડબ્બા મસાલાનાં

(વૈશાખી પર જાણે વજ્રધાત થયો એમનાં હાથમાંથી ફોનનું રિસીવર સરકી ગયું.......)

તાળીઓનાં ગડગડાટે નિલીમાગાંધીને વધાવી લીધા. ‘વહુવારુ’ સંસ્થા આયોજીત “ખોલી દો સોનાના પીંજર, ઊડવા દો વહુને ગગન પાર” વિષય પર જોરદાર, ધારદાર, ભલ-ભલાંને ધરમૂળમાંથી હચમચાવી દે એવું વકતવ્ય નિલીમા ગાંધીએ આપ્યું. નિલીમાગાંધી એમના વકતવ્ય દરમ્યાન બોલ્યાં “બે-ચાર મસાલાનાં ડબ્બા પૂરતી સિમિત વહુની ટેલેન્ટ ન રાખો. વહુની રસરૂચિ, ટેલેન્ટને પારખી એને મુકત ગગન આપો. એની પાંખોમાં હોંસલો વધારો. જરૂર પડે તો એની પડખે ઊભા રહો. એ પણ એક સ્વતંત્ર વ્યકિત છે. એના વ્યકિત્વને વિકસવા દો. આજની વહુ એ આવતીકાલની પેઢીનાં વિકાસની જનેતા છે. વિગેરે વિગેરે...” નિલીમાજીની નવી સોચને હોલમાં હાજાર રહેલ તમામ લોકોએ વધાવી લીધી. નિલીમાજી પર ફૂલોનો વરસાદ વરસાવ્યો. ઓર્ગેનાઈઝરની પણ છાતી ફૂલી સમાતી ન હતી. નિલીમાજીને ઘરે મૂકવા એમણે ગાડી મોકલાવી. નિલીમાજી ઘરે આવે એ પહેલાં એમના સગાસંબંધીઓ –મિત્રો એમને શાબાશી આપવા એકઠાં થઈ ચૂકયા હતા. મોબાઈલ, લેન્ડલાઈન ફોનની ઘંટડીઓ એક સામટી ગાજી રહી હતી. શહેરની લોકલ ચેનલ અને સાંધ્ય દૈનિકપત્રોમાં નિલીમાજીનાં વક્તવ્યનાં મુદ્દાઓ છવાઈ ગયા. બીજી સંસ્થાઓનાં ઓર્ગેનાઈઝર પોતાની સંસ્થામાં પ્રવચન આપવા એમને આમંત્રણ પાઠવી રહયા હતા.

આખો દિવસ આનંદ- ઉલ્લાસ અને અભિનંદનની વર્ષામાં પસાર થઈ ગયો. રાત્રે નિલીમાજી પલંગ પર સૂવા ગયા પરંતુ આનંદના ઉમળકામાં એમની ઉંઘ જોજનો દૂર થઈ ગઈ હતી. બાજુનાં ટેબલ પર પડેલ એક મેગેઝીન તરફ એમનું ધ્યાન ખેંચાયું. પલંગ પર સૂતાં-સૂતાં આનંદમાં ઝૂલતાં-ઝૂલતાં એ મેગેઝીનના પાનાં ઉથલાવ્યે જતાં એમની નજર ‘જ્ઞાતિનું ગૌરવ’ કૉલમ પર પડી. વિવિધ કલા-વિજ્ઞાનમાં પારંગત એવાં ડો.આકાશી મહેતા પ્રથમ ક્રમ સાથે M.D.થયા. નિલીમાજીની નજર ડો.આકાશી મહેતા પર ઠરી ગઈ. એમને ઝબકારો થયો.

“આ જ સમય છે હોંશિયાર વહુને ઘરમાં લાવવા માટેનો.” એ જાણતી હતી કે પોતાનો દીકરો અબોએવરેજ છે પણ એનાથી વધુ ભણેલ-ગણેલ વહુ ઘરમાં આવશે તો સમાજમાં મોભો વધી જશે અને દીકરાને પણ નોટ છાપવાનું મશીન મળી જશે.” નિલીમાજીએ ડો આકાશી મહેતાને ઘરે ફોન જોડયો. “નમસ્કાર, હું નિલીમાગાંધી” ડો આકાશીનાં મમ્મી વૈશાખી મહેતાએ ફોન લીધો એ તરબોળ થઈ ગયા. મનોમન બોલ્યાં “નિલીમાજીનો ફોન!!!” વૈશાખી મહેતાએ પહેલા તો નિલીમાજીને આજના વકતવ્ય માટે અભિનંદન પાઠવ્યા. નિલીમાજીએ મોકે પર ચોકા... એમણે કહયું વાહ ! વૈશાખીબેન, તમે તમારી દીકરી પાછળ ખૂબ માવજત કરી છે. હાઈલી એજયુકેશન સાથે વિવિધ પ્રવૃતિઑમાં પણ એને કાબેલ બનાવી છે. હું જ્ઞાતિનાં તંત્રીને અનુરોધ કરીશ ‘સફળ મા’ તરીકે તમારું અભિવાદન થાય. વૈશાલી ખુશખુશાલ થઈ ગઈ.

નિલીમાએ વાત આગળ વધારી “વૈશાખીબેનના જો તમને વાંધો ન હોય તો મારો દીકરો વિલોપન ગાંધી જે M. Pharm છે એની જોડે આકાશી ...આકાશી મારી પુત્રવધુ બનશે તો હું મારી ધન્યતા સમજીશ.”વૈશાખીબેન થોડાં સંકોચાયા “દીકરીના તોલે છોકરાનું ભણતર નથી.”પરંતુ માનું હ્રદય જરા વિચારમાં પડયા. “લગ્નમાં કોઈ ને કોઈ બાબતે તો જરા-તરા બાંધછોડ તો કરવી પડતી હોય. જો સારી વિચારધારા ધરવાતું કુટુંબ હોય તો દીકરીને સમજી શકે. દીકરીના કરિયરમાં નડતરરૂપ ન થાય. દીકરી ખુલ્લા આકાશમાં શ્વાસ લઈ શકે...” વૈશાખીજી દ્ધિઘામાં પડી ગયા. શું જવાબ આપી શકાય? કઈ નિર્ણય લઈ શકતા ન હતા.

સામેથી હલો, હલોનો અવાજ આવ્યો. નિલીમા બોલ્યાં વૈશાખીબેન !શું વિચારમાં પડી ગયા? મારી વાત સાંભળો છો કે નહિ? વૈશાખી બોલ્યાં, “હં, બોલો ... બોલો હું સાંભળું જ છું.” નિલીમાએ આગળ વાત વધારી “આજની મોંઘવારીમાં વર-વધુ બંનેએ આર્થિક ઉર્પાજન તો કરવું જ પડે તો જ ઘરમાં સુખ સુવિધા જળવાય. વેલ, તમે દીકરીને ભણતર-ગણતર સાથે વિવિધ કલા-વિજ્ઞાન ક્ષેત્રે પારંગત કરી છે. પણ, વહુઓ તો પાકશાસ્ત્રમાં નિપુણ હોવી જ જોઈએ. વહુનું પહેલું કર્તવ્ય પરિવારના સભ્યોને ગરમાગરમ, સ્વાદિષ્ટ રસોઈ જમાડવાનું હોય છે. બાકી બધુ તો ઠીક છે. તમે તમારી દીકરીને રસોઈ બનાવતાં શીખવ્યું છે ને?”

વૈશાખી પર જાણે વજ્રઘાત થયો એમનાં હાથમાંથી ફોનનું રીસીવર સરકી ગયું એ સોફા પર ફસડાય પડયા. “શું દીકરીનું વહુ બન્યા પછી એના ટેલેન્ટ મસાલાના બે-ચાર ડબ્બા પુરતું જ સીમિત રહી જતી હશે!!!???”