સેનેરીટા
ભાગ ૩.
Nilesh Murani
મારા પગ નીચે થી જાણે જમીન ખસકી ગઈ,,મારા પગ ધ્રુજવા લાગ્યા,, બ્લેક કલર નો કુરતો અને વાઈટ લેંગી, ટાઈટ ફિટ પહેરી હતી,,,ગળા માં મંગલ સૂત્ર અને માથા સિંદૂર નો સેંથો પુરેલો હતો,,
હળવું મેક અપ, અને આંખ માં ધારદાર લાઇનર મારેલ હતું, આ રીતે તૈયાર થઈ ને મને કોલેજ માં જ મળવા આવતી સેનેરિટા બસ ફક્ત મંગલ સૂત્ર અને સિંદૂર નો ફરક હતો, બગલ થેલા જેવું પર્સ ખભે લટકાવેલ હતું.
હજુ હું કાંઈ બોલું તે પહેલા જ તેને કહ્યું, “અંદર આવવા નું નહીં કહે ?
હું પરત સોફા તરફ ગયો અને બેગ ખભે થી ઉતારી અને ખિસ્સા માં થી ફોન બહાર કાઢી, બોસ ને ફોન લગાવ્યો,,,
,,હેલો ગુડ મોર્નિંગ સર,,
સામે થી. ,, હા ગુડ મોર્નિંગ ,,બોલો રવિ ,,,
,, સર આજ તબિયત થોડી ખરાબ હે, થોડા લેટ પહોચુંગા,,
સામે થી" ઠીક હે પર પહોંચ જાના ક્યોંકિ મેં ભી અભી નીકલ રહા હું સાઈટ પર,,
ઓકે સર,,
,,સેનેરિટા હજુ બહાર જ ઉભી હતી દરવાજે, સેનેરિટા તરફ જોઈ ને કહ્યું “કેમ અંદર આવવા કહેવું પડશે?
“ત્રણ મહિના અને ચોવીસ દિવસ માં આટલું અંતર આવી ગયું?” મેં પૂછ્યું,
“અહી સુધી મળવા આવવાની શું જરૂર હતી ફોન કરી ને જાણ કરી હોત તો પણ ચાલી જાત”
“ચુપ, એટલો સ્ટ્રોંગ તો તું નથી જ, કે મારી આટલી કઠોરતા તું સહન કરી શકે,”
“થેંક ગોડ તે કબુલ તો કર્યું કે તું કઠોર છે”,
“હા એટલે જ તો જો તને મળવા આવી ગઈ ને?”
“રહેવા દે ખાલી ફોર્માલીટી પૂરી કરવા આવી છો, બેવફાઈ નો દાગ સાથે લઇ ને જવા નથી માગતી એમ કે“
“ હાં તારે જે સમજવું હોય તે’’ પણ આજે પણ મારી સાથે આમજ વાત કરીશ?””
“હાં આજે તો આમજ વાત કરીશ”
“હું એક કલાક નો સમય કાઢી ને આવી છું “
“”ઓહો મેડમ તમે અહી થી જઈ શકો છો , હમણાં જ આટલો સમય વીતી ગયો બીજો પણ વીતી જાત, અને તમે અહી શુધી આવ્યા તમારો ખુબ આભાર””
“રવી તું મારી સામે જોઈ ને મારી આંખ માં જોઈ ને વાત કર”
“નથી જોવું તારી આંખ માં, કોઈ હીરા મોતી નથી ટાંકેલ કે હું તારી આંખ માં જોઉં”
આટલું તો હું માંડ બોલી શક્યો હતો, કદાજ મારો દંભ છુપાવવા હું સોફા ઉપર જઈ મો ફેરવી ને બેસી ગયો, તે મારી બાજુ માં આવી અને મારું માથું પકડી અને તેની કમર ઉપર દબાવી દીધું, તેના હાથ ના આંગળા મારા માથા માં સળવળી રહ્યા હતા,
મેં ઘડિયાળ સામે નજર કરી, અને મેં ઊંડો શ્વાસ લીધો, તેણી એ આપેલ એક કલાક નો સમય તો પૂરો થઇ ગયોં હતો, મારા માટે ફરી સમય નું ચક્ર ફાસ્ટ થઈ ગયું, એ હળવે થી તેની કમર પર રેહલ મારો હાથ છૂટો પાડ્યો અને ટેબલ પર મુકેલ તેના પર્સ તરફ ગઈ અને તેમાં થી ફોન બહાર કાઢ્યો અને સ્વીચ ઓફ કરી અને ફરી પર્સ માં મૂકી, પર્સ ટેબલ ઉપર મૂકી અને પરત આવી અને મારી બાજુ આવી અને ઉભી રહી ગઈ,
“રવિ લાંબી વાર્તા કરી અને મારે તારી સાથે ની એક મિનીટ પણ નથી બગાડવી, પણ હું એટલુજ કહેવા માંગું છું, કે ,,
“”મારે કઈ નથી સંભાળવું, તે ફોન કેમ બંધ કર્યો?
“માસી નો ફોન આવશે તો, હું ખોટું બોલી ને આવી છું કે કપડા ની શોપિંગ કરવા જાઉં છું,
“ઓહ તો મારા માટે તારે ખોટું પણ બોલવું પડ્યું એમ?
“હાં તો, તે હમણાં શું કર્યું ?તારા બોસ ને, તબિયત ખરાબ નું બહાનું !”
“હાં તબિયત તો મારી સાચે ત્રણ મહિના અને ચોવીસ દિવસ થી ખરાબ છે”
“હવે સંભાળ,”
“હાં બોલ મારી પાસે તને સાંભળવા શિવાય કોઈ વિકલ્પ ખરો?
“હું નેક્સ્ટ વિક લંડન જાઉં છું, હું તો વહેલી ચાલી ગઈ હોત પણ આપણી એક મુલાકાત તો બનતી હતી, પછી ક્યારે મળીયે નો મળીયે, મારી વિઝા ની પ્રોબ્લેમ હતી થોડા ડોક્યુમેન્ટ્સ વગેરે ની, એટલે રાહુલ ત્યાં જતા રહ્યા છે હવે મારા વિઝા પણ આવી ગયા છે”
“અચ્છા તો તે વિલન નું નામ રાહુલ છે એમ ને?”
“ હાં, નેક્સ્ટ વિક ની મારી ટીકીટ છે એટલે માસી ને મુસ્કિલ થી ફોસલાવી અને કપડા ની શોપિંગ ના બહાને અમદાવાદ લઇ આવી છું, હાલ અમે એક હોટલ માં રોકાયા છીએ,.
એ બોલતી હતી અને હું તેને જોઈ રહ્યો હતો કેટલી બદલી ગઈ હતી, કેટલી મેચ્યોર વાતો કરતી હતી! હું તેણી ની આંખો માં જ જોઈ રહ્યો હતો, અને તેણી એ કહ્યું,
“અને સવારે નીકળવા નું છે પાછું નાસિક.” એમ કહી ને તેને મારા બન્ને ગાલ પર હાથ રાખ્યા મારો ચહેરો તેના ચહેરા સામે લાવી નજીક લાવી અને મારા કપાળ ઉપર એક ચુંબન કર્યું, આ તેણી નું પહેલું ચુંબન હતું જેમાં તેણી એ સામેથી પહેલ કરી હોય.
હું મારી જાત ને રોકી ના શક્યો, અને મેં પણ તેણી ને આલિંગન માં લીધી અને એક મોટી હગ કરી,
અને અમે બન્ને આમને સામને બેઠા,અને તે થોડી થોડી વારે ઘડિયાળ સામે નજર કર્યે રાખતી,
તેના ચહેરા પર ની વ્યથા સાફ દેખાઈ રહી હતી,, જવું પણ ન હતું અને સમય પણ ન હતો.
મારા થી રહેવાયું નહી એટલે મેં ફરિયાદ કરી, ને કહ્યું,
“મારા ફોન નંબર નથી શું તારી પાસે?
“છે ને , એ તો મને મોઢે યાદ છે મારે સેવ કરવાની જરૂર નથી”
“તો ત્રણ મહીના અને ચોવીસ દિવસ માં એકવાર પણ મારી યાદ ના આવી? એકવાર પણ ફોન ન કર્યો?”
“રવી મારી પારિવારિક મજબૂરી હતી અને હું નહોતી ઈચ્છતી કે તું કમજોર પડી જાય, આજે તારી પાસે બધું છે,” અને આમ પણ હું તારા માટે અનલકી હતી, જો મારા ગયા પછી તું કેટલો બદલી ગયો છે?”
“સુવિધાઓ માં ફર્ક પડ્યો છે બાકી તું જેવો મૂકી ગઈ હતી તેવો જ છું, આજે પણ”
“તને મારા થી પણ સરસ છોકરી મળી જશે”
“હાં પણ તું તો નહી ને?”
“રવિ, સાંજે તારી સાથે ડીનર કરવું છે, લાસ્ટ બોલ સાંજે સાત વાગ્યે આવી જઈસ ને?”
ફરી સાંજે સાત વગ્યા નો ટાઇમ આવ્યો અને મારે કોઈ રિસ્ક ન્હોતું લેવું આજે હું તેને એક મિનીટ માટે પણ મુકવા તૈયાર ના હતો, અને મારે જોબ પર પણ જવું હતું.
“ચલ મારી સાથે શોપિંગ કરવા”
મેં અંદર થી ખુસ થતા થતા , કહ્યું “કેમ હું કઈ તારું ક્રેડીટ કાર્ડ છું કે મને શોપિંગ કરવા સાથે લઇ જાય?”
“હાં તું મારી લાઈફ નું ક્રેડીટ, ડેબીટ,નફો નુકસાન બધું તું જ તો છે”
મેં પણ હસતા હસતા કહ્યું “ કેમ નફા નુકસાન નો હિસાબ કરવા આવી છો કે પછી છેલ્લી વાર મળવા?”
“નૌટંકી નઈ કર અને ચલ તૈયાર થઇ જા “
“ હાં તને એક સારા ડ્રાઈવર ની જરૂર છે એમ કહે?”
“ ના મને સારા અને રોમેન્ટિક ડ્રાઈવર ની જરૂર છે. સમજ્યો?”
મારે આજ આખો દિવસ તેની સાથે વિતાવવો હતો, અને તેણી એ જ સામે થી કહ્યું, અને હું પણ તૈયાર જ હતો અમે બન્ને નીકળ્યા, મેં કાર નો દરવાજો ખોલી આપ્યો, અને હું ડ્રાઈવર સીટ પર બેસી ને સીટ બેલ્ટ લગાવી અને કાર સ્ટાર્ટ કરતો હતો, અને સેનેરીટા એ પર્સ માં થી ફોન કાઢ્યો, અને સ્વીચ ઓન કરી અને તેને માસી ને ફોન લગાવ્યો.
“ હેલ્લો ’ સોરી માસી હું લેટ થઇ જઈશ , મારી એક જૂની ફ્રેન્ડ મળી ગઈછે, હું તેની સાથે જ શોપિંગ કરવા નીકળી જાઉં છું, તમે જમવા ની ચિંતા ના કરતા, હુ હોટલ સ્ટાફ ને ફોન કરી અને તમારા માટે પાર્સલ તમારા રૂમ પર જ મોકલાવી આપું છું.”
આટલી વાત કરી અને સેનેરીટા એ ફરી ફોન સ્વીચ ઓફ કરી અને પર્સ માં મૂકી દીધો, પર્સ પાછળ ની સીટ તરફ ફેકી દીધું, મેં પણ કાર ની ડેસ્ક પર મુકેલ ફોન હાથ માં લઇ સ્વીચ ઓફ કરી અને કાર ની પાછલી સીટ તરફ ફેંકી દીધો, અમે બન્ને આખો દિવસ સાથે ફર્યા કપડા નું શોપિંગ કર્યું, બપોર નું લંચ , સાંજ નું ડીનર, સાથે કર્યું, જૂની એક એક વાત યાદ કરી અને હસ્યા, ખુબ મસ્તી અને મજાક થઇ, જાણે અમને બન્ને ને કોઈ થી કંઈ ફરિયાદ જ ના હોય તેવું વર્તન કરવાનો દંભ ખુબ નાટકીય ઢંગે કરવાની કોશીસ બન્ને કરી રહ્યા હતા, એટલે મેં કહ્યું ,” તું મને હમેશા નૌટંકી કહે છે, તું પણ કઈ કમ નથી “
વાતાવરણ માં વધારે ગમગીની ફેલાય કે બન્ને એકબીજા ને પકડી પડીએ તે પહેલા જ તેણી એ મો ફેરવી ને કહ્યું,
“ચલ મને હોટલ પર ડ્રોપ કરી દે, પછી આપને છુટા પડીએ”
“ હાં આપણે અહી છુટા પડવા માટે જ તો મળ્યા છીએ” મેં હોટલ તરફ જતા રસ્તા પર કાર ને ફેરવી અને કાર ની ગતી જાણે ધીમી થઈ ગઈ હતી, એક્સેલેટર ઉપર મારો કાબુ જાણે હું ગુમાવી બેઠો હતો, મેં સીડી પ્લેયર નું બટન દબાવ્યું અને વોલ્યુમ થોડું સ્લો કર્યું, એજ મારું ફેવરીટ સોંગ ચાલતું થયું”
“સાથી તેરે નામ એક દિન જીવન કર જાયેંગે , તુમ બિન માર જાયેંગે.” મેં સીડી પ્લેયર નું બટન બંધ કરી દીધું, અને કાર માં એક સન્નાટો છવાઈ ગયો હતો,
મારો ડાબો હાથ ગેઅર લીવર ઉપર હતો, સેનેરીટા એ ગેઅર લીવર પર રહેલ મારા હાથ પર પોતાનો હાથ મુક્યો અને કહ્યું.
“પ્લીઝ ટેક કેર રવિ”
“અચ્છા તો લંડન માટે અંગ્રેજી બોલવા ની પ્રેક્ટીસ થઇ રહી છે?” મેં હસતા હસતા કહ્યું,
“રવિ આમ જતા જતા પણ તું બોલવાનો એક પણ મોકો ચૂકતો નથી”
“તો પછી મને યાદ કેમ કરીશ?” મેં પૂછ્યું.
“તને યાદ કરવા માટે મારે કોઈ બહાના ની જરૂર નથી”
“બસ બસ રવિ આપણે આગળ આવી ગયા હોટલ પાછળ રહી ગઈ વાતો વાતો માં.”
મેં કાર ને બ્રેક લગાવી અને પાછળ જોઈ ને કાર ને રીવર્સ કરી, અને હોટલ ના ગેટ પાસે જ પાર્ક કરી,
હું કાર માં જ બેઠો હતો, હું રાહ જોતો હતો કે તે જાતે દરવાજો ખોલે અને નીચે ઉતરે,એકાદ મિનીટ ના મૌન પછી મેં મારો સીટ બેલ્ટ ખોલ્યો અને હું નીચે ઉતર્યો અને મેં કાર નો દરવાજો ખોલ્યો, અને તે કાર થી બહાર નીકળી,
હું કાર ના દરવાજા નો ટેકો લઇ ને ઉભો હતો અને તેણી એ બે ચાર સેકન્ડ માટે મારી સામે જોયું, અને કહ્યું.
“ઓકે બાય રાવી, ટેક કેર ઓફ યુ પ્લીઝ.”
એટલું બોલી અને કાર ની પાછલી સીટ પર પડેલી શોપિંગ બેગ્સ ઉઠાવી , તેણી એ મો ફેરવી લીધું અને હોટલ ના ગેટ તરફ રવાના થઇ,
તે જતી હતી અને હું તેણી ને પાછળ થી જોઈ રહ્યો હતો, હમેસા ની જેમ તેના પલટવા ની રાહ જોતો,
તે એક વાર પાછું વળી ને જોતી પછી જ હું બાઈક ની કિક મારતો, તેણી હવે ગેટ ની બિલકુલ નજીક પહોચી ગઈ હતી એટલે હું અંદર અંદર હસ્યો, મને નક્કી થયું કે હવે હમણાજ તે પાછું વળી ને જોશે, ગેટ પાસે પહોચી અને ઉભી રહી ગઈ, બસ હવે તેણી ને પાછું વળી ને જોવાનું જ હતું,
ગેટ પાસે ઉભા રહી ને તેણી એ શોપિંગ બેગસ નીચે મુક્યા એટલે હું અંદરો અંદર ખુશ થયો, તેણી એ પર્સ માં થી મોબાઈલ બહાર કાઢ્યો, કેમેરો ચાલુ કર્યો, કેમેરા ને સેલ્ફી મોડ માં કર્યો થોડો જુમ કર્યો, અને તેના કપાળ પર અને કાન પર અસ્ત વ્યસ્ત થયેલા વાળ સરખા કર્યા અને હોટલ ગેટ ની અંદર પ્રવેશ કરી લીધો. ,,,
સમાપ્ત.