Karma no kaydo in Gujarati Fiction Stories by Sanjay C. Thaker books and stories PDF | કર્મનો કાયદો ભાગ - 23

Featured Books
Categories
Share

કર્મનો કાયદો ભાગ - 23

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

૨૩

કર્મનો પ્રારંભ શી રીતે કરવો ?

કર્મની શરૂઆત તો ઇચ્છાઓથી થાય છે તે જગવિદિત છે. ‘ષ્ઙ્ગેંક્રશ્વશ્ચદ્યધ્ખ્ક્રદ્યળ્જીસ્ર્ક્રૠક્રૅ’ - ‘હું એક છું અને અનેક થઉં’ તેવી ઇચ્છાથી ભગવાને જગત ઉત્પન્ન કર્યું છે તેમ વેદો કહે છે ત્યારે તે જગતમાં ઉત્પન્ન થયેલા માણસો ઇચ્છાથી કર્મારંભ કરે તે સ્વાભાવિક છે, પરંતુ ભગવાનની અને માણસની ઇચ્છામાં ફેર એટલો છે કે ભગવાનની ઇચ્છાઓ ભગવાનને આધીન છે, જ્યારે માણસ તેની ઇચ્છાને આધીન બને છે. જે ઇચ્છાઓને આધીન બને છે તે ઇચ્છાઓનો દાસ થાય છે. જ્યારે ઇચ્છાઓ ભગવાનને આધીન છે, તેથી ઇચ્છા ભગવાનની દાસી બનીને કામ કરે છે.

માણસ તેના મનમાં જે કાંઇ ઇચ્છા કરે છે તે ઇચ્છાઓ તેને કર્મપ્રવાહમાં ધકેલે છે. નાનીસરખી બારી પણ વિશાળ ભવનને બહારના પ્રવાહિત વાયુથી ભરી દે છે અને નાનીસરખી તિરાડ જેમ મોટા જહાજને પાણીથી ભરીને ડુબાડે છે, તેમ નાની એવી ઇચ્છા પણ વ્યક્તિને કર્મના મહાબંધનમાં ધકેલવા પર્યાપ્ત છે.

એક અલમસ્ત સાધુ શુકદેવજીની જેમ દિગંબર હાલતે વિચરણ કરતાં-કરતાં એક ગાામાં જઈ ચડ્યો કે જ્યાં નદીના કિનારે એક સુંદર મંદિર હતું. તે અલમસ્ત સાધુ તે મંદિરના પટાંગણમાં ઊભેલા ઘેઘૂર વૃક્ષના છાંયે બેઠો. થોડી વાર થઈ હશે ત્યાં ભક્તોનું એક ટોળું દર્શને આવ્યું. જોયું તો એક મસ્ત ફકીર વટવૃક્ષની છાયામાં પ્રસન્ન મુદ્રાએ બેઠો છે. દર્શનાર્થીઓને તે સાધુની મસ્ત ફકીરી અને પ્રસન્નતા એટલી સ્પર્શી ગઈ કે તેમણે સાધુને મંદિરમાં રોકાઈ જવા ખૂબ આગ્રહ કર્યો, કારણ કે જોગાનુજોગ તે મંદિરનો મહંત મરણ પામ્યો હતો અને મંદિરમાં સેવાપૂજા કરે તેવો કોઈ અન્ય સાધુ ન હતો.

તે મંદિરના ભક્તો અને દર્શનાર્થીઓના પ્રેમવશ તે સાધુ ત્યાં રોકાઈ ગયો. થોડા દિવસો થયા એટલે ભક્તોને થયું કે સાધુ તો દિગંબર છે, જેથી ગામની મહિલાઓ લાજશરમના કારણે મંદિરે દર્શન કરવા આવી નથી શકતી. સહુ ભક્તોએ ભેગા મળીને સાધુને વિનંતી કરી કે જો આપ એક લંગોટ પહેરો તો મહિલાઓ પણ આપનાં અને મંદિરનાં દર્શનનો લાભ મેળવી શકે. સાધુએ વિનંતી માનીને લંગોટ બાંધવાનું શરૂ કર્યું, પરંતુ તે સાથે લંગોટને ધોવા-સૂકવવા અને સાફ રાખવાની જવાબદારી ઊભી થઈ, જેથી મંદિરના ભક્તોએ એક કામવાળી બાઈ રાખી દીધી કે જે સાધુ મહારાજની લંગોટ ધોઈ-સૂકવીને સાફ રાખી શકે.

કામવાળી બાઈ યુવાન અને અપરિણીત હતી. થોડા દિવસ બાદ સાધુ અને કામવાળી બાઈ વચ્ચે અનુરાગ થયો અને બંનેએ લગ્ન કરી લીધાં. સાધુએ લગ્ન કરી લેતાં મંદિરના ભક્તોએ ભેગા મળીને બંનેને મંદિરમાંથી કાઢી મૂક્યાં, લગ્ન બાદ સંતાનો થયાં અને તેમના ભરણપોષણની જવાબદારી ઊભી થઈ, જેથી તે સાધુ નાની-મોટી મજૂરી કરીને કુટુંબનું પાલનપોષણ કરતો. ધીરેધીરે તેનાં સંતાનો પણ મોટાં થયાં અને તેમનાં પણ લગ્ન થયાં. સાધુની પત્ની મરણ પામી. સાધુ એકલો અને વૃદ્ધ થઈ ગયો હતો. સાધુના દીકરાની વહુઓ કુસંસ્કારી હતી, જેથી અવારનવાર મહેણાંટોણા બોલતી અને સાધુને પૂરતું ખાવા પણ ન આપતી. આવી હાલતમાં કંટાળી ગયેલો તે સાધુ ઘર છોડીને નીકળી ગયો. ફરતો-ફરતો ફરી તે મંદિર ઉપર આવ્યો. જોગાનુજોગ તે મંદિરમાં સાધુના જૂના મિત્રને જ મહંત થયેલો જોયો. વૃદ્ધ અને ફાટેલ કપડાંમાં પણ નવો મહંત તેના જૂના મિત્ર સાધુને ઓળખી ગયો. એકબીજા ભેટ્યા અને જૂની મિત્રતા યાદ કરવા લાગ્યા ત્યારે તે નવા મહંત બનેલા મિત્રે પૂછ્યું : “તારી આ હાલત શી થઈ ?” એ વખતે તે સાધુએ મંદિરના પટાંગણમાં એક ઝાડ નીચે સુકાતી લંગોટી તરફ ઇશારો કર્યો. મહંત બનેલા તે મિત્રે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે લંગોટથી કોઈનું પતન થતું હશે ? જેના જવાબમાં સાધુએ આખી આપવીતી બતાવી ત્યારે તે મહંત બનેલા મિત્ર સાધુએ કબૂલ કર્યું : “મિત્ર ! તારી વાત સાચી છે. અહીં લંગોટી પણ સંસાર રચી નાખે છે. એક નાની એવી ઇચ્છા પણ વ્યક્તિને તેના બંધનમાં નાખે છે.”

જેના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું છે તેવા સમ્રાટ ભરતની એક નાની એવી ઇચ્છાએ તેને ત્રણ જન્મ સુધી ભમાવ્યાની કથા ‘શ્રીમદ્‌ ભાગવત’માં આપી છે. ઇચ્છા કર્મની જનેતા છે અને એક નાની એવી ઇચ્છા પણ વિરાટ સંસાર રચીને વ્યક્તિને જન્મ-જન્માંતરનાં બંધન આપી શકે, જેથી શ્રીકૃષ્ણ ઇચ્છા અને કામનાથી પ્રારંભિત થતા કર્મમાં ખૂબ જ મહત્ત્વની સૂચના આપતાં જણાવે છે :

સ્ર્જીસ્ર્ ગશ્વષ્ટ ગૠક્રક્રથ્ૠ઼ક્રક્રઃ ઙ્ગેંક્રૠક્રગધ્ઙ્ગેંદન્કપભક્રઃ ત્ન

જ્ઞ્ક્રક્રઌક્રબ્ટઌઘ્ટમઙ્ગેંૠક્રક્રષ્ટદ્ય્ક્રધ્ ભૠક્રક્રદ્યળ્ઃ બ્દ્ય્ભ્ભધ્ ખ્ક્રળ્મક્રઃ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૪-૧૯

શ્રીકૃષ્ણ કહે છે કે ઇચ્છાઓ અને કામનાઓથી જે કર્મો શરૂ થાય છે તે કર્મોને જ્ઞાનના અગ્નિથી દગ્ધ કરી લેવાં જરૂરી છે. જેમ કાચું અન્ન અગ્નિથી દગ્ધ થઈને પચવામાં સરળ થઈ જાય છે, તેમ કામનાયુક્ત કર્મોને જ્ઞાનાગ્નિથી દગ્ધ કરીને જે કર્મોમાં ઊતરે છે તેને જ સાચો બુદ્ધિમાન કહેવાય છે. જ્યાં સુધી જીવનમાં કર્મો કરવાની ઇચ્છાઓ શેષ છે ત્યાં સુધી આ ક્રમને જાળવવો જરૂરી છે, અન્યથા ઇચ્છાને શાસ્ત્રકારોએ દુઃખની જનેતા કહી છે.

આંખથી જોવાની ઇચ્છા, કાનથી સાંભળવાની ઇચ્છા, ત્વચાથી સ્પર્શની ઇચ્છા, જીભથી સ્વાદની ઇચ્છા અને મનથી અનેક પ્રકારનાં સપનાંઓ પૂરાં કરવાની ઇચ્છાઓ વ્યક્તિને જીવનભર ચાલ્યા કરે છે. જો આ ઇચ્છાઓમાં હોશનો સહારો ન હોય તો ઇચ્છા ઉપર સવાર થયેલો ક્યાં પહોંચે તેનું ઠેકાણું નથી હોતું.

એક સ્કૂલના શિક્ષકે તેના વિદ્યાર્થીઓને વાર્તા કહી કે એક દાદાએ તેના જીવનમાં બધાં જ વાહનની સવારી કરેલી - સાઇકલ, મોટરસાઇકલ, બસ, રિક્ષા, છકડો, મોટર, સ્ટીમર, પ્લેન, ઊંટ, ઘોડો, ગધેડો, ખચ્ચર વગેરે. એક વાર દાદા સાસણગીર ફરવા ગયા. સાથે રહેલો ગાઇડ દાદાને સિંહદર્શન કરાવી રહ્યો હતો. સિંહ ભોજન કરીને તૃપ્ત હતો, તેથી આરામમાં બેઠેલા તે સિંહની પાસે જવામાં ગાઈડને કોઈ વાંધો ન હતો. તે ધીરેધીરે દાદાને પણ પાસે લઈ ગયો. ગાઇડે સિંહની પીઠ પર હાથ ફેરવ્યો. દાદાએ પણ હિંમત કરીને સિંહની પીઠ પર હાથ ફેરવ્યો.

અચાનક દાદાના મનમાં થયું કે મેં જીવનમાં બધી જ સવારી કરી છે, પણ સિંહની સવારી નથી કરી, ફક્ત સિંહની સવારી કરતાં માતાજીના ફોટાઓ જોયા છે. જો આ શાંત બેઠેલા સિંહની ઉપર એક થોડી વાર માટે પણ બેસી લઉં તો હું બધાને કહી શકું કે મેં સિંહની સવારી પણ કરી છે અને તેમ કરીને બધી જ જાતની સવારી કરવાની મારી ઇચ્છા પૂરી થાય. એમ કરીને દાદાએ સિંહની સવારી કરી અને તેમની બધી જ ઇચ્છાઓ પૂરી થઈ.

એક છોકરાએ પૂછ્યું : “પછી દાદાએ શું કર્યું ?” શિક્ષકે કહ્યું : “પછી જે કરવાનું હતું તે સિંહે કર્યું. દાદાને કરવાનું કંઈ ન રહ્યું.”

ઇન્દ્રિયોના માર્ગે ઇચ્છાની સવારી કરવાવાળા લોકોનું જીવન તો એવું છે, જ્યાં ઇચ્છાઓ-રૂપી નૌકાનો કોઈ નાવિક નથી. નાવિક વગરની નાવને સમુદ્રમાં વાયુ જ્યાં લઈ જાય ત્યાં જાય છે અને ભમતી રહે છે.

‘શ્નબ્ર્ઘ્ત્સ્ર્ક્રિંદ્ય્ક્રક્રધ્ બ્દ્ય નથ્ભક્રધ્ સ્ર્ર્િંૠક્રઌક્રશ્વશ્ચઌળ્બ્બ્મસ્ર્ભશ્વ ત્ન

ભઘ્જીસ્ર્ દ્યથ્બ્ભ ત્જ્ઞ્ક્રક્રધ્ ક્રસ્ર્ળ્ઌક્રષ્ટબ્ૠક્રક્રૠ઼ક્રબ્ગ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૨-૬૭

પાંચ કૉલેજિયન યુવાનોએ કૉલેજનું શિક્ષણ પૂરું કરી યૌવનના થનગનાટ સાથે ભેગા મળી કોઈ ધંધો કરવા નક્કી કર્યું. પરસ્પર વિચાર કરતાં એક મિત્ર કહેવા લાગ્યો કે ધંધો કરવો તો એવો કે જેમાં મબલખ કમાણી હોય. બીજા મિત્રે કહ્યું કે મબલખ કમાણી કરવી હોય તો તેવી વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ કે જે આપણને સસ્તી પડે અને બજારમાં તેનાં મોંઘાં દામ મળી રહે. થોડાઘણા વિચારો કરતાં તેમણએ એક નિશ્ચય કર્યો કે હાલ બજારમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘાં છે. વળી છાશવારે તેમની કિંમતો વધતી જ રહે છે, તેથી જમીનના ગર્ભમાંથી આપણે જો કાચું તેલ શોધી લઈએ તો પેટ્રોલ-ડીઝલની રિફાઈનરી કરીને તેના વેચાણમાંથી મબલખ નાણાં રળી શકીએ.

આવા વિચારોના અંતે યૌવનના જોશમાં પૃથ્વીના પેટાળમાંથી કાચું તેલ મેળવવા લૅન્ડ ડ્રિલિંગનાં સાધનો સાથે તે પાંચેય યુવાનો નીકળી પડ્યા. થોડીઘણી તપાસના અંતે તેમણે એક જગ્યા પસંદ કરી અને તેના ઉપર ડ્રિલિંગ કર્યું. ભાગ્યશાળી એળા કે માત્ર બાર ફૂટનું ડ્રિલિંગ કરતાંની સાથે જ તેમને પૃથ્વીનું તેલ મળી ગયું - વળી તે પણ રિફાઈન થયું હોય તેવું શુદ્ધ. પાંચે મિત્રોની ખુશીનો પાર ન રહ્યો. તેઓ તો ટૅન્કરનાં ટૅન્કર ભરી મંડ્યા બજારમાં વેચાણ કરવા.

લગભગ પંદર દિવસના ગાળે રિલાયન્સ કંપનીના મૅનેજરો તેમના સિક્યોરિટી ગાર્ડ સાથે ડ્રિલિંગના સ્થળ ઉપર આવતા દેખાયા. પાંચ મિત્રો તો આનંદવિભોર બની ગયા કે હવે તો સેલિંગનું પણ માર્કેટ મળી રહ્યું છે. બસ, આ તેલને સીધું રિલાયન્સ કંપનીને જ વેચી નાખીશું ! પરંતુ રિલાયન્સના મૅનેજરોએ આવતાંની સાથે જ પૂછ્યું કે તમે અહીં કોને પૂછીને ડ્રિલિંગ કર્યું ? તમે જ્યાં ડ્રિલિંગ કર્યું છે તે તો અમારી રિફાઇનરીની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન છે. ત્યારે તે પાંચે જુવાનિયાઓને ખબર પડી કે જ્યાં તેમણે ડ્રિલિંગ કર્યું હતું તે જગ્યા ગર્વમેન્ટ વેસ્ટલૅન્ડમાં પૂર્વમંજૂરી મેળવી રિલાયન્સ કંપનીએ નાખેલી પાઇપલાઇનવાળી જગ્યા હતી.

પાંચેની ધરપકડ થઈ. કેસ થયો. મહામુસીબતે જામીન ઉપર છુટકારો થયો અને દંડ ભરવામાં રળ્યા હતા તે ઉપરાંત ગાંઠનું ગોપીચંદન પણ ખોયું. ઇચ્છાઓ પોષવા કાચા વિચારના આધારે જે કર્મનો આરંભ કરે છે તેમાં વિકાસને બદલે રકાસ જ થાય છે, તેથી શ્રીકૃષ્ણ કહે છે કે ઇચ્છાઓને જ્ઞાનના અગ્નિથી દઝાડ્યા વગર જે કર્મનો આરંભ કરવામાં આવે તે પતન નોતરે છે.

ઇચ્છાઓથી કર્મોની શરૂઆત થાય છે, પરંતુ તે કરેલી ઇચ્છાઓ તરત સિદ્ધ નથી થતી. ઇચ્છાઓ એ કર્મનો પ્રારંભમાત્ર છે, પણ તેનો અંત નથી. ઇચ્છાઓને પૂરી કરતાં-કરતાં તો અનેક જન્મો ટૂંકા પડે છે. ગાલિબ લખે છે :

હજારો ખ્વાહિશેં ઐસી કી હર ખ્વાહિશ પે દમ નિકલે

બહુત નિકલે મેરે અરમાં ફિર ભી કમ નીકલે.

‘ભગવદ્‌ગીતા’ના મતે ઇચ્છાયુક્ત કામનાઓને વર્જ્ય કરીને જ્ઞાનના અગ્નિથી તે ઇચ્છાઓ દગ્ધ થાય પછી જ તે ઇચ્છાવાળા કર્મનો આરંભ કરવો જોઈએ. કર્મમાર્ગમાં માત્ર ઇચ્છારમણ કરનારા રમણ-ભમણ થઈ જાય છે. તેનાં સેંકડો દૃષ્ટાંત છે.

***