Kidi-mankoda ne dayabitish thato hashe in Gujarati Comedy stories by AnkitPanchal vhalo books and stories PDF | કીડી-મંકોડા ને ડાયાબિટીસ થતો હશે...???

Featured Books
Categories
Share

કીડી-મંકોડા ને ડાયાબિટીસ થતો હશે...???

કીડી-મંકોડા ને ડાયાબિટીસ થતો હશે ?

અંકિત પંચાલ "વહાલો"

ડાયાબિટીસ એ સૌથી વધુ મીઠી બીમારી છે. છતાંએ લોકો ને એ ગમતી નથી. ખાસ તો ગુજરાતી ઓને કેમકે વધુ ગળ્યું ખાવા ના શોખીન ગુજરાતી ઓ છે. એટલે વધુ ડાયાબિટીસ ના દર્દી ગુજરાતમાં હશે ! ને ગુજરાતી ઓ એ પોતે મીઠા છે એનુ (ડાયાબિટીસ નું) સર્ટીફીકેટ ડોક્ટરો પાસે થી મેળવ્યું છે. એટલે ગુજરાતી ઓ સૌથી મીઠા છે. ગુજરાતી ગળ્યું ખાવા ના જ નંઈ ખવડાવા ના પણ શોખીન છે. પાડોશી સાથે થોડીવાર પહેલાં ઝઘડો થયો હોય પણ ઘરમાં કંઇ ગળ્યું બન્યું હોય કે તરત પાડોશી ને ત્યાં સપ્લાય કરી દે અને પાડોશી એ ખાય ને વખાણ બી કરે...! ગુજરાતી ઓ માટે ડાયાબિટીસ તો મોટો શ્રાપ છે. બીજી બીમારી ઓ તો ગૂજરાતી ગંભીર માનતો નથી...! જેટલી એ ડાયાબિટીસ ને ગણે છે. ઓપરેશન નુ બિલ ને પોતાને ડાયાબિટીસ છે એ બંન્ને વાત સાંભળતા ગુજરાતી ને હાર્ટએટેક આવા ના ચાન્સ વધી જાય છે. ને કેટલાક તો ડાયાબિટીસ હોવા છતાં એ ગળ્યું ખાવા પેટ ભરી ને ઝાપટે છે. પછી ભલે ને ઈન્જેક્શન ખાવા પડે... પણ ગુજરાતી કદી ગળ્યાં ભોજન નુ અપમાન કરતાં નથી...!

હજુ સુધી માણસો ને જ ડાયાબિટીસ થયા નુ નોંધાયુ છે. કુતરા-બિલાડા કે મધમાખી ને ડાયાબિટીસ થયા નું નોંધાયું નથી...! અને આપણા ભગવાનો તો હુંમેશા ગળ્યાં જ પદાર્થો ધરાવાય છે. એમને પણ ડાયાબિટીસ થયા નું "નારદ ટાઈમ્સ" છપાયું નથી અને ગણપતિ ને ડાયાબિટીસ થયો હોય ને એમને શુભ - લાભ સાથે વૉક કરવા નીકળ્યા હોવાનું પણ નથી સંભળાયુ...! અને કીડી-મંકોડા તો આજીવન ગળ્યું જ ખાઈ ને ગુજારો કરે છે છતાં એમના શરીરમાં ડાયાબિટીસ શોધાયો નથી .ગુજરાતીઓ અને કીડી-મંકોડા ગળ્યું ખાવાનાં શોખીન છે. ગુજરાતી ઓ ગળ્યું ખાવા નાં , લડવા નાં અને વચકા ભરવાનાં શોખીન છે અને કીડી-મંકોડા પણ...!

ડાયાબિટીસ કયાં કારણે થાય છે...? એની તો મને બરાબર જાણ નથી. કેટલાંક કહે છે કે, " આળસું રહો તો તમારા શરીરમાં ગ્લુકોઝ જામી જાય ને આ કારણે ડાયાબિટીસ થાય...!" તો કેટલાક કહે છે કે, " ટેન્શન લેવાથી ડાયાબિટીસ થાય! " સાચું કારણ તો મને પણ નથી ખબર..! હમણાં મારા એક આળસું મિત્ર ને મે કહ્યું, "તુ અત્યારે આળસ કરે છે પણ પાછળ થી તારે ચાલવા નું આવશે..."

"એટલે તું કહેવા શું માંગે છે? "

"જો તુ આમ આળસું રહીશ તો તારા શરીરમાં ગ્લુકોઝ જામી જશે ને તને ડાયાબિટીસ થશે પછી તારે રોજ ચાલવા જવું પડશૂ ખાવા પણ મોળું ખાવુ પડશે... તને જીવન ઝેર લાગવા માંડશે...! ને તું પછતાઈશ... "

" હું અત્યારે આળસ નંઈ કરૂ તો પાછળ થી શું ફાયદો? "

"તું પાછળ થી આરામ થી જીવી શકીશ... ને મીઠાઈ ઓ પણ ખાઈ શકીશ..."

"અત્યારે એ જ સુખ મને મળી રહ્યું છે...! ને પાછળ હું રહુ કે નંઈ એની ગેરંટી શું કાલ માં જીવ વા કરતા આજ જીવ ને વાલા... "

મારા એ મિત્ર ની વાત મને વાજબી લાગી એથી હવે હું પણ આરામ (આળસ) થી ગળ્યું ખાવાનું ખાઈ ને જીવુ છું છતા ડાયાબિટીસ નો ડર છે.

ડાયાબિટીસ થયાં બાદ ડાયાબિટીસ નો દર્દી (થોડોઘણો) ડાહ્યો થઈ જાય છે. કોઈ પ્રેમ થી મોહનથાળ કે લાડવો ખવડાવા જાય કે એ " ના " પાડતો થઈ જાય કહે કે, " ના ભઈ ડાયાબિટીસ થયો છે.. " ને પેલો ડચકાર તાં કહે," ચ્ચચ્ચચ્ બહુ ખોટું થયું યાર ધ્યાન રાખજો " આવી સલાહ આપી ને એ મોહનથાળ પોતાના પેટ માં પધરાવી દે આ જોઈ ને ડાયાબિટીસ ના દર્દી ને કેવુ લાગે? કે કોઈ બાંસુદી ખાતા ખાતા પૂછપરછ કરે કે, "ડાયાબિટીસ થયો...? " ને એ પણ સલાહો આપે કેવુ લાગે નંઈ...??! અમારા એક સ્વજન તો કોઈ સારાં પ્રસંગ પર બધાં જમતા હોય તો એ થાળી ભરી ને મીઠાઈ લઈ ને પ્રેમભરી જબરજસ્તી બધાં ને મીઠાઈ ખવડાવે,"ના.. ના.. આટલું તો લેવુ જ પડે મારા સમ... ખાવો જ પડે.. " એમની જબરજસ્તી મે જોઈ છે. કોઈ લાડવો ન લેતો બે યુવાનો ની મદદ લઇ ને પેલાં ને ખવડાવી ને જ રહે...! એમને જોઈ ને તો લોકો સંતાઈ સંતાઈ ને ખાય છે. કેટલાક તો એમને જોઈ ને ખાવાં જ નથી જતા...! ઉપવાસ ખેંચી નાખે છે. એમણે આતંકવાદી તરીકે પોતાની લોકપ્રિયતા હજૂ સુધી ટકાવી રાખી છે...! આ લોકપ્રિયતા મીઠાઈ ઓ ને એ આભારી છે. એમની આ (કુ)ટેવ નો પરચો મને પણ ઘણી વાર મળ્યો છે. શાંતિ થી જમતો હોઉં કે ત્યાં એ આંધી ની જેમ આવી ને લાડવો (કે બીજી કોઈ મીઠાઈ) મૂકી ને તુફાન ની જેમ જતાં રહે...! એમની બાજ નજર બધાં ની થાળી ઓ માં ફરતી જ હોય જેવી કોઈ ની થાળી માં લાડવો પતે કે એ " મારા.. સમ આટલો તો લેવો જ પડે...! " કરતાં પ્રગટ થાય! ને એ તમારી થાળી માં લાડવો મૂકી દે... એક હાથે તમે થાળી પકડી હોય ને બીજો હાથ એંઠો હોય તમે લાડવો પાછો મૂકી પણ ના શકો...! આવો રહીશ ત્યાચાર એ કોઈપણ ભેદભાવ વગર કરે છે. આથી કેટલાંક તો હંસતા મૂખે મનમાં જ એમને શ્રાપ આપે છે. અને કદાચ આ કારણે જ એમને ડાયાબિટીસ થયો છે. (દરેક કર્મ નું ફળ અંહી જ મળે છે...!) છતાં એ સુધર્યા નથી હજુ પણ એ બીજા ની માં મીઠાઈ ઓ મૂકી જાય છે. કદાચ એટલા માટે કે બીજા ને પણ ડાયાબિટીસ થાય ને એમનો દર્દ બીજા સમજી શકે... ને આવા સ્વજનો બધ્ધે હોય છે. પણ હા, જે ઘર માં ડાયાબિટીસ હોય એ ઘર માં કીડી-મંકોડા ફરકતાં પણ નંઈ હોય...!

ડાયાબિટીસ વાળા નુ મો આપણે મીઠું નથી કરી શકતા કે એમને એમ પણ નથી કહી શકતા કે તમારા મો માં ઘી-શક્કર..! એમના માટે હંમેશા નોખું ખાવાનું બનાવુ પડે છે જે કૂતરાં પણ નથી ખાતાં - હા, કૂતરાં પણ નથી ખાતા હું આવુ અનુભવે કહી શકુ છું. બન્યુ એવુ કે એકવાર અમારે ત્યાં એક મહેમાન પધાર્યા ને એમને ડાયાબિટીસ હતો અને આથી અમારે એમની માટે અલગ ભોજન બનાવુ પડ્યું ને મહેમાને ખવાય એટલું ખાધુ બાકી નુ વધેલું હું ગાય ને ખવડાવા ગયો ગાય ન મળતા હું કુતરા ને ખવડાવા ગયો પણ કૂતરાં ઓની ઘ્રાણઈદ્રિય સારી હતી આથી એ દુર થી જ એના નાક ને ગંધ આવી ગઈ કે આ શું ખવડાવા આવ્યો છે. એટલે એ દુર થી જ નાસી ગયો. ગાયો મળતા ત્યાં પણ નસીબ અજમાવી જોયું એ પણ મો ફેરવી ગઈ...! પણ એક ગાય આવી એ ખાઈ ગઈ જરૂર એને ડાયાબિટીસ હશે!

એક જ દિવસ માં ડાયાબિટીસ મટી જાય એવી દવા કોઈ ગુજરાતી જ શોધશે કેમ કે એ પોતા ના ભાઈઓ નુ દુ:ખ નંઈ જોઈ શકે ને...! તમે પણ મને ડાયાબિટીસ તો નંઈ થાય ને? એવુ ટેન્શન ના લેતાં નંઈ તો તમને ડાયાબિટીસ થઈ જશે..! એના કરતાં ગળ્યું ખાઈ ને ડાયાબિટીસ થાય એ સારો નંઈ તો ટેન્શન થી ડાયાબિટીસ થાય તો "ખાયા પિયા કુછ નહીં ગ્લાસ ફોડા બારાના ( આજ ના પ્રમાણે કિંમત આંકી લેવી કેમ કે મને ડાયાબિટીસ ના દવા નો ખર્ચો ખબર નથી કેમકે મને ડાયાબિટીસ નથી...!

અમાર એક સ્વજન ઓછું ગળ્યું ખાય છે. છતા એમના શરીરમાંથી ડોક્ટરે હમણાં ડાયાબિટીસ શોધી કાઢ્યો...! હવે તો માણસ શું આ બીમારી ઓનો પણ ભરોસો નથી ...! એટલે ડાયાબિટીસ થી ચેતતા રહેજો... તમે માણસ છો કીડી-મંકોડા નંઈ...!

હમણાં એક મિત્ર એ કહ્યું ," વાલા... હું તને આટલો ચાહું છું જોજે તને મારા લીધે ડાયાબિટીસ ન થઈ જાય..."

મે પણ કહી દીધું, "વીરા... શેરડી ને ડાયાબિટીસ ના થાય...! "