girlfriend - boyfriend (part-2) in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ (part-2)

Featured Books
Categories
Share

ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ (part-2)

Girl Friend & Boy Friend.............(ભાગ-૨)

ક્રમશ:

અવનીને તો બસ એક જ ઇચ્છા હતી મારે એક સારો બોયફ્રેન્ડ હોય, અને હું તેને પ્રેમ કરું, અને તે મને પ્રેમ કરે.હું મારા બોયફ્રેન્ડ સાથે બિન્દાસથી ફરવા માંગતી હતી. બસ' અવનીને તો એક જ સપનું હતું કોલેજમાં.થોડીવાર હું મારા કલાસને નિહાળી રહી હતી. મારી સામે એક સરસ મજાનું બોર્ડ હતું.'એકદમ વ્હાઈટ'મારી ઉપર પંખાનો ધીમે ધીમે અવાજ આવી રહ્યો હતો, ચારે બાજુ ઓરડામાં અંધકાર સવાય ગયો હોય એવું લાગતુ હતું.મેં પાછળ ફરી થોડું દુર જોયુ, ત્યા જ મારી નજર એક છોકરા પર પડી, હું તેને જોતી જ રહી તેણે લાલ રંગનું ટી-શર્ટ પહેરયું હતું, તેના પેન્ટનો કલર મને દેખાતો ન હતો.મારી નજર તેના પરથી હટતી જ નહોતી,

મને થયું ઘણીવાર મારો બોયફ્રેન્ડ હોય તો આવો જ.પણ' મને વિચાર આવ્યો, શું?

બોયફ્રેન્ડ કોઈ છોકરી હેન્ડસમ છોકરો છે એ જોયને બનાવતી હશે?

કે કોઈ છોકરો કોઈ બ્યુટીફુલ છોકરી જોયને ગર્લફ્રેન્ડ બનાવતો હશે? મને મનમાં ને મનમાં વિચાર આવતો હતો. શ?

એકબીજાનાં ચહેરા જોઈને ગર્લફ્રન્ડ-બોયફ્રેન્ડ બની શકાય?કદાચ ''ના'' તો પણ' એ લાલ ટી-શર્ટ વાળો છોકરો મારી આંખથી દુર થતો ન હતો. થોડી જ વારમાં મારા કલાસમાં લેકચર શરુ થયો.અમારા સરે શરૂઆતમાં બધાને ''ગુડ મોરનીઁગ'' કહ્યું,

ત્યાર પછી સર એક પછી એકનો ઇન્ટો્રડન્કશન આપવાનું કહ્યું' હું' ખુશ થઈ કેમકે મારે લાલ ટી-શર્ટ વાળા છોકરાનું નાંમ જાણવુ હતું.

થોડી વારમાં મારા પછી તેનો વારો આવ્યો,

સર મારુ નામ "મોહિત પટેલ''.મારા દિલમાંથી કોઈનો અવાજ આવ્યો, 'વાહ' સરસ નામ છે. મારૂ નામ 'અવની પટેલ' અને તેનું નાંમ 'મોહિત પટેલ'.લોકો મને અને મોહિતને જોઈને ઇષાઁ કરશે,

આખી કોલેજમાં અમારી વાતો થશે,ઓહો' મોહિત તું અવનીનો બોયફ્રેન્ડ છેશું વાત છે?

અવનીને બોયફ્રેન્ડ બનાવ્યા વગર સપના આવતા હતા.પણ, અવનીએ નક્કી કરી નાખ્યું હતુ,

'' જો હું બોયફ્રેન્ડ બનાવીશ તો મોહિત પટેલને જ''કોલેજમાં આવેલી એક નવી છોકરીએ મન મક્કમ કરી નાખ્યું હતું '' મારો બોયફ્રેન્ડ બને તો મોહિત પટેલ બીજું કોઈ નહી.

અને આ મોહિત અને અવનીની વાત લોકોને ખબર પડે તે માટે અવની ઉત્સાહીત હતી, કેમકે અવનીને તેની જીંદગી બિન્દાસથી જીવવી હતી. એને કોઈને પ્રેમ કરવો હતો. અને જેને હું પ્રેમ કરુ તે મને પ્રેમ કરે, તેવું તેનું સપનુ હતું.થોડી જ વારમાં લેકચર પુરો થયો.

લોકો બહાર જઈ રહ્યા હતા.

હું તો મોહિતને જ શોધતી હતી.

તે મારાથી થોડે દુર હતો. હું તેને 'હાય' કહેવા માંગતી હતી.

થોડી જ વારમાં મોહિત બહાર આવ્યો.અવનીએ મોકો છોડયો નહી, તરત જ મોહિતને બોલાવીને કહ્યું, 'હાય' મેં તમને કયાક જોયા છે.અવનીને તેનું નામ ખબર હતી તો પણ તેણે પુછયું.તમારું નાંમ? 'હાય' મારું નાંમ ''મોહિત પટેલ''.'હા' તમે મને કદાચ કયાય જોયો હશે પણ, હું તમને ઓળખતો નથી.મારૂ નાંમ અવની છે.

આપણે કદાચ કોઈ સ્કુલમાં મળ્યા હતા.મોહિતને તે પહેલીવાર જ મળતી હતી અને અવની મોહિતને કઈ રહી હતી કે આપણે કદાચ કોઈ સ્કુલમાં મળ્યા હતા.'હા' કદાચ મળ્યા હશું.? પણ, મને, યાદ નથી ''ઇટસ ઓકે''.અવનીને થયું આજનાં દિવસ પુરતું એટલું ઘણું હતું.અવનીએ બીજા બે લેકચર પુરા કરી ઘર તરફ જવાનો રસ્તો પસંદ કર્યો.પણ, ઘરે તેને બધે મોહિત જ દેખાતો હતો.

જમવા બેસે તો પણ, અરીસા સામે જોવે તો પણ,મોહિતનું એ લાલ રંગનું ટી-શર્ટ અને એ હેન્ડસમ ચહેરો તેનાથી દુર થતો ન હતો.તેને થતું શું મોહિત મારો બોયફ્રેન્ડ બનશે?સાંજનાં ૧૧વાગી ગ્યા હતા, પણ અવની હજી મોહિતનીં યાદમાં તળફળતી હતી.

''મોહિત મનેં ના તો નહી પાડેનેં ગર્લફ્રેન્ડ બનાવવાની''.'હા' હું તેની ગર્લફ્રેન્ડ બનીશ પણ, તે પહેલા મારે તેને સારો એવો બોયફ્રેન્ડ બનાવવો પડશે.'ફ્રેન્ડ' અને 'ગર્લફ્રેન્ડમાં ઘણો ફર્ક હોય છે. ' ફ્રેન્ડ કોને કહેવાય?

કે, સાથે બેસીને તેની સાથે રમીએ, સાથે બેસીનેં જમીએ, સાથે બેસીનેં ટાયમ પાસ કરીએ, તેને જ ફ્રેન્ડ કહેવાય' અને ગર્લફ્રેન્ડ? તેને અંદરથી કોઈ કહી રહ્યું હતું .

કોઈ બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડનેં કિસ કરે, કે તેની સાથે કદાસ ભુલથી શારીરિક સંબંધ બાંધે તેને બોયફ્રેન્ડ કહેવાય.અવની બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડની વ્યાખ્યા બનાવી રહી હતી, અને વિચારતી હતી કે,

હું મોહિતને અત્યારે મારો ફ્રેન્ડ જ બનાવીશ.મોહિત ભણવામાં હોશિયાર,સુશિલ અને સંસ્કારી હતો.

કોઈ દિવસ કોઈ સાથે બોલવાનું ઓછું બનતું.

બસ, કોલેજમાં આવીને ભણવા સિવાય બીજો કોઈ ઉધ્ધાર નહી એમ માનતો અને તે હંમેશા છોકરીઓથી દુર જ રહેતો.સાવ સાદો અને વાત વાતમાં શરમાય જવાની ટેવ હતી. ઘરમાં મમ્મી અને પપ્પા હતા.

અવની પણ ભણવામાં સારી હતી, પણ એટલી બધી નહી. વાત વાતમાં એક સાથે ઘણું બોલી જવાની ટેવ હતી.અવની રૂપાળી અને કોમળ હતી, માટે કોઈ કોલેજનો કોઈ છોકરો તેની પાછળ ઘેલો થયા વગર ના રહ તેવી તેની નિશાની હતી.અવની તેનાં ઘરે જ તેનાં મમ્મી અને પપ્પાની દેખરેખ કરતી હતી.મોહિત એકવાર બગીચામાં બેઠો બેઠો કોઈ પુસ્તક વાંચી રહ્યો હતો. 'હા' મોહિતને કલાસ ના હોય ત્યારે બીજા આંટા મારે તેમ આંટા મારવા પસંદ ન હતા.પુસ્તક મોહિતના હાથમાંજ હતું.'ત્યા જ અવની આવી'''હાય મોહિત''''હાય''વધારે પડતું બોલવું તેને પસંદ ન હતું.શું તમે પુસ્તક વાંચો છો? ''ગાંધીજીનું'''હા'મને પણ પસંદ છે, મારા ઘરે પણ હું આ પુસ્તક રાખુ છુંમોહિત થોડી વાર કઈ બોલ્યો નહી.'હા' તો તમે મારી સાથે કોફી શોપ પર આવશો?મોહિતે થોડી ઉચ નજર કરીને જોયુ.તેની નજરથી અવનીને લાગ્યુ કે મોહિત મને ના પાડી રહ્યો છે.'' સારૂ તો''તમે રીડીંગ કરો તેમ કહીને ત્યાથી તે નીકળી ગઈ.મોહિત એક ઉત્સાહી છોકરો હતો, કોઈ છોકરી સાથે આંટા મારવા તેને પસંદ ન હતા.

કોલેજમાં જઈને ભણીને પાછો ઘરે અને કોલેજ બીજો કોઈ રસ્તો ન હતો.પણ, કલાસમાં આ હોશિયાર અને હેન્ડસમ છોકરો અવનીને ગમી ગયો હતો.''એક બાજું આખી કોલેજ અવની પાછળ પડી હતી અને અવની મોહિત પાછળ''આજ શનિવાર હતો, અને કલાસમાં શનિવારે લગભગ ઓછા છોકરા દેખાતા પણ, મોહિત શનિવાર હોય કે સોમવાર હાજર જ હોય. તે કલાસમાં બેઠો -બેઠો પુસ્તક વાંચી રહ્યો હતો. ''ત્યા જ અવની આવી'''મોહિત તું મને આ દાખલો શીખવાડીશ?''' હા' કેમ નહી?''મોહિત ભણવામાં બધાની મદદ કરવામાં આતુર હતો, કોઈ પણ નાનું-મોટું ભણવાનું કામ હોય તો તે પહેલા જ હોય.અવનીને તેના દાખલામાં રસ ન હતો પણ, મોહિતમાં હતો, તેને એક સારો ફ્રેન્ડ બનાવવાનો હતો.''કઈ રીતે મોહિતને કહેવું તે અવનીને સમજાતું ન હતું''મોહિતે અવનીને દાખલો સમજાવી પુરો કર્યો.પણ, અવની હજી મોહિતને જોય જ રહી હતી.''તમે મારી સાથે બહાર કોફી શોપ પર આવી શકો''?.પણ, તમે જે કાઈ હોય તે મને કહી શકો છો?.અવનીને આગળ પ્રશ્ન કરવાનો સવાલ જ ના રહ્યો.અવની સાંભળ મને તમારી જેમ કોલેજમાં આવીને મોજ-મસ્તી કરવી બીલકુલ પસંદ નથી,

મને કામ વગર છોકરીઓ સાથે ફરવું પસંદ નથી.''માટે આવજો તમે તમારા રસ્તે અને હું મારા રસ્તે'' હા' તમે સારા છો, એટલે હું તમને કઈ રહ્યો છું. નહી' તો હું વાત કરવી પણ પસંદ કરતો નથી કોઈ છોકરી સાથે.મોહિતનું આવું કટ વચન સાંભળી અવની ડઘાઈ ગઈ અને આંસું સારતી ત્યાથી નીકળી ગઈ..…

ક્રમશ

(કલ્પેશ દિયોરા)