Saraswatichandra in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 8

Featured Books
Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 8

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૨.૮

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૮ : સખીકૃત્ય

‘Silence in love bewrays more woe,

Than words, though ne’er so witty.’

- Sir W. Releigh

પ્રાતઃકાળ થયા પહેલા પરિવ્રાજિકામઠનું સર્વ મંડળ જાગૃત થઈ ગયું હતું અને દંતધાવન (દાતણ) અને પ્રાતઃસ્નાન સર્વેએ સૂર્યોદય પહેલાં કરી લીધાં. ધોયેલાં ભગવાં વસ્ત્ર પહેરી સર્વ સાધુસ્ત્રીઓ પોતપોતાના પ્રાતઃકર્મમાં ભળી ગઈ. ભક્તિમૈયા વગેરે આપણું ઓળખીતું મંડળ ‘મધુરી’ ને લઈ વિહારમઠમાં કુંજવનોમાં જવા નીકળ્યુંઅને રાત્રે ત્યાં રચવા ધારેલી રાસલીલા વગેરેની પરિપાટી ત્યાંના મંડળ પાસેથી જાણી લેવા લાગી અને કુમુદને સમજાવવા લાગી.

પર્વતના એક મહાન શૈલને મથાળે પૂર્વરાત્રે ચંદ્ર પરિપૂર્ણ પ્રકાશ નાંખી શકે અને દક્ષિણના અને પશ્વિમના પવન આવી શકે એવે સ્થાને એક ખુલ્લો ચોક હતો. ત્રણે મઠ કરતાં એ સ્થાન ઊંચું હતું. ત્રણે મઠો ઉપર ત્યાંથી દૃષ્ટિ પડતી અને મઠોમાંથી આ સ્થાન દેખાતું. તેની વચ્ચોવચ એક મહાન કદમ્બ વૃક્ષ રોપેલું હતું અને ચારેપાસ છેટેછેટે નાના પણ રમણીય સુવાસિત પુષ્પના રોપાઓ પોષીને ઉછેર્યા હતા. ચોકની ચારેપાસ મનુષ્ય જઈ શકે નહીં એવાં નાનાં પણ ઊંચા ઊભાં શૈલાગ્ર હતાં અને પૃથ્વી ઉપર અપ્રસિદ્ધ પણ અનેકરંગી સુંદર પક્ષીઓ ત્યાં બેસતાં, માળાં બાંધતાં અને મધુર કોમળ ગાન કરી રહેતાં. આ ચોક ઉપર મધ્યે યમુનાકુંડ હતો ત્યાં આગળ રાત્રે રાસલીલાની યોજના હતી. સમુદ્રનો પટ ત્યાંથી શુદ્ધ દેખાતો અને એના તરંગની લેખાઓ અને તેમનાં ફીણના ચળકાટ કોઈ ગર યુવતીના ઉદરભાગની રોમાવલીઓ જેવા આટલે છેટેથી લાગતા હતા. એ ભાગ ઉપર દૃષ્ટિ નાંખી સૌ ઊભાં અને એ સૃષ્ટિની સુંદરતાની સ્તુતિ કરવી તે એ સુંદરતાના ઉપભોગમાં વિઘ્ન જેવી લાગી. સર્વ બોલ્યા-ચાલ્યા વિના, હાલ્યા વિના, કેટલીક વાર માત્ર સમુદ્રનાં અને આકાશનાં દર્શન કરી રહ્યાં અને શાંત આનંદ તેમનાં હ્ય્દયમાં પવનની પેઠે પેસવા લાગ્યો.

આ શાંતિ વામનીએ તોડી.

‘મધુરીમૈયા, સમુદ્રની લહરી અને તે ઉપર થઈ આવતા આ પવનથી તને આનંદ થતો દેખાતો નથી. તને એ રમણીય પદાર્થોમાંથી કંઈક ઊલટી જ અસર થાય છે.’

કુમુદ - ‘એ સમુદ્ર મારા ભૂતકાળનું સ્મરણ કરાવે છે. મારા હ્ય્દયના સ્વામીએ મને ચંદ્રિકાની ઉપમા આપી અને પોતાને સમુદ્રની ઉપમા આપી જૂઠું જૂઠું લખ્યું હતુ કે સમુદ્રના તરંગ ઉછાળવાની શક્તિવાળી ચંદ્રિકાને ધન્ય છે. ચંદ્રિકા દેખાતી નથી અને સમુદ્ર તો જાતે જ ઊછળ્યા કરે છે.’

વામની - ‘ચંદ્રિકાના યોગથી તે વધારે ઊછળશે.’

કુમુદ - ‘એ ચંદ્રિકા ઉદય પામશે. ચંદ્રિકા તો શિવજીના જટાજૂટમાં દબાઈ ગઈ છે.’

બંસરી - ‘અલખ મદનની નટકળા એ સંતાયેલી ચંદ્રિકા અને ગંભીર સમુદ્ર ઉભયને સર્વાવસ્થામાં વશ કરનારી છે; માટે મુગ્ધ મધુરી, એ નટકળા અમાવસ્યાએ પણ સમુદ્ર પાસે પરોક્ષ ચંદ્રિકાનું સ્મરણ કરાવે છે. તારા હ્ય્દયની ભીરુતા તને અવિશ્વાસથી કંપાવે છે. પણ તમારાં જેવાં હ્ય્દયયુરના યોગ મેં ઘણા દીઠા છે.’

કુમુદ - ‘જેને નિરાશા જ પ્રિય છે તેને વિષરુપ આશા આપવાનો પ્રયત્ન શા માટે માંડો છો ?’

વામની - ‘તુ શું એમ સમજે છે કે નવીનચંદ્રના હ્ય્દયમાંથી પારા પેઠે તું સરી ગઈ છે ? મુગ્ધ મધુરી ! મેં તમારું તારામૈત્રક સ્પષ્ટ દીઠું છેજેવો તારા નેત્રોમાં રાગ હતો તેવો જે તેનામાં હતો. શું તું એમ કહી શકે છે કે આ મારું બોલવું અસત્ય છે ?’

કુમુદના હ્ય્દયકિલ્લા ઉપર આ પ્રશ્ને સફળ છાપો માર્યો. તેને ગઈ કાલનું ભાન આવ્યું, પોતાની અંતર્દશા અન્ય જનને પારદર્શક થઈ લાગી, એ પ્રશળ્નનો પ્રત્યુત્તર કરાયો નહી. તે ખિન્ન થઈ, લજ્જાવશ થઈ અને નીચું જોઈ રહી.

વામની - ‘શા માટે લજવાય છે ? શા માટે કર્તવ્યસિદ્ધિમાં શંક્તિ રહે છે ?અમે તારું સખીકૃત્ય કરવા તૈયાર છીએ. અમે તારું દૂતીકૃત્ય કરવા તૈયાર છીએ. તારા ઈષ્ટજનના હ્ય્દય વિશે તો રજ પણ શંકા રાખીશ નહી. મેં તેનાં નયન ધ્યાનથી જોયાં છે. આ ગિરિરાજ ઉપર તારા ચરણ ચડતા જોઈ તેને નક્કી નવી આશા આવી છે તે મેં જાણી. શાથી જાણી ? મેં તે જનને જોયો તેથી જાણી. તેને કેવો જોયો ?-’

રાધાવદનવિલોચનવિકસિતવિવિધવિકારાવિભંગમ્‌

જલનિધિમિત્ર વિધુમંડલદર્શનતરલિતતુડતરડમ્‌

હરિમેકરસં ચિરમભિલષિતવિલાસમ્‌ ।।

-એવા તારા ઈષ્ટજનનેં મેં તેના દૃષ્ટિપાતથી જોઈ લીધો છે. માટે આશા નિર્થક ગણી બેસી રહેવું એ તને યોગ્ય નથી. તારો ઈષ્ટ આવા જલનિધિ જેવો જ છે ને તું ચંદ્રિકા જ છે તે તેણે તને જ પ્રથમ કહેલું હતું તે હજી ય સત્ય છે.

કુમુદ કંઈક સ્મિત કરી બોલીઃ ‘વામનીમૈયા ! તમારા કામતંત્રના સંપ્રદાય નથી મને આવડતા ને નથી મારા ચંદ્રને. તમે કહો છો કે કર્તવ્ય ભૂલી બેસી રહેવું નહીં પણ અમ સંસારી જનને તો તે બેસી રહેતાં જ આવડે છે. તમ સાધુજનનાં ઉચ્ચ જીવનમાં અમે ખારાં જળનાં મત્સ્ય ભળીએ તો અમારું મરણ થાય.’

બંસરી - ‘નિરાશાએ તારી આશાનું આવરણ કરેલું છે. પણ સ્ત્રીઓની હ્ય્દયગુહા ઉપર જેમ લજ્જાનો પટ છે તેમ પુરુષની હ્ય્દયગુહા ઉપર ગંભીરતાનો કર્કશ લાગતો પટ છે.તે પટ ફાડી નાખીશ તો પછી તને જણાશે કે તેમાં આભ્યંતર ભાગમાં તેનો સત્ય અગ્નિકુંડ હોલાયો નથી. એ અગ્નિ તે એનો કામ, એની જવાળા તે એની ભાષા-એ સર્વ હાલ પ્રચ્છન્ન છે તે ઉઘાડ, એટલે ત્યાં તારા હ્ય્દયનો પ્રતિધ્વનિ સંભળાશે, તારા હ્ય્દયના બિંબનું પ્રતિબિંબ દેખાશે, અને તારું હ્ય્દય જેના પ્રતિબિંબરૂપ છે તે બિંબ પણ દેખાયશે. તારા અને એના હ્ય્દયના મર્મગ્રંથિ ગૂંચવાયા છે તે તે કાળે ઊકલશે. માટે તેમ કરવાનો માર્ગ લે.

શૃળૃ રમળીયતરં તરુળીજનમોહનમધુરિપુરાવમ્‌

કુસુમશરાસનશાસમવન્દિનિ પિકનિકરે ભજ ભવમ્‌ ।

અનિલતરલકિસલયનિકરેળ કરેળ લતાનિકુરમ્બમ્‌

પ્રેરળમિવ કરભોરુ કરોતિ ગતિં પ્રતિ મુખ વિલમ્બમ્‌ ।।

તારી પોતાની હ્ય્દયગુહા પણ અનેક આવરણથી છવાઈ છે અને નવીનચંદ્રથી થયેલા અપ્રિયનો ડાઘ મધુરીના મધુર હ્ય્દયના મર્મભાગમાંથી લ્હોવાતો નથી અને પ્રગટ કરાતો નથી ત્યારે તારી જિહ્ના ઉપર અનેક નિમિત્તો ચડી આવે છે તેથી તું જાતે પણ ઠગાય છે. પણ સત્ય વાત સાંભળી લે. અંતરમાં કોપેલી ચંડી ! સાંભળી લે ને કોપ ઉતારી શાણી થા.

અઘિગતમખિલસખીભિરિદં તવ વપુરપિ રતિરળસજ્જમ્‌

ચળ્ડિ રસિતરશનારવડિળ્ડિમમમિસર સરસમલજ્જમ્‌ ।

સ્મરશરસુભગનખેન સખીમવલમ્બય કરેળ સંલીલમ્‌

ચલ વલયક્વળિંતરબોધય હરિમપિ નીજગતિશીલમ્‌ ।।

કુમુદે દીર્ધ નિઃશ્વાસ મૂક્યો. તેની આંખમાં પળવાર આંસુ આવ્યાં, પળવાર રતાશ ચડી આવી, અને વળી આંસુ ઊભરાયાં. બંસરીમૈયા, આ હ્ય્દયના અગ્નિને તેની ભસ્મમાં છવાયેલો જ રહેવા દો. તમને જે ક્રિયા માંગલિક અને સુખરૂપ લાગે છે તે મને અધર્મ્ય અને દુઃખરૂપ થઈ પડે છે- વિપરીત થઈ પડે છે. નક્કી તમારા હ્ય્દયમાં મારી વિડંબના ઈષ્ટ નહીં જ હોય.

સાધુ સ્ત્રીઓને આ સાંભળી હસવું આવ્યું. પણ ભક્તિમૈયા દયા દર્શાવી બોલી :

‘બેટા મધુરી, સુખમાર્ગ દુઃખરૂપ લાગવાનાં ઘણાં કારણ હોય છે, અને સ્ત્રીઓને વિશેષ હોય છે. તેમાં તું જેવીમાં તો તે આમ અતિશયપણું પામે તેમાં કાંઈ નવાઈ નથી. આપણાં સ્ત્રીજાતનાં હ્ય્દય કોમળ કહીએ છીએ તે એટલા માટે કે તેમાં ઘાત પડતાં જેવી વાર લાગતી નથી તેવી જ તેમાંથી પ્રત્યાઘાત થતાં પણ વાર લાગતી નથી. તારી પાસે સુખ દુઃખરૂપ થાય છે તેની ચિકિત્સા પણ અમારા શાસ્ત્રમાં છે. અને તારે તેથી કોઈ જાતની ભીતિ રાખવી નહીં. તેમ જ અને તો મનીનચંદ્રજીના હ્ય્દયમાં તારે માટે પ્રેમ જ કલ્પીએ ચીએ. તેનો પ્રેમનો તું તિરસ્કાર કરતી દેખાય છે તે પણ તિરસ્કાર નથી, પણ તિરસ્કારભાસ છે- એવી અમારી ચિકિત્સા છે.

સિનગ્ધે યત્પરુષાસિ યત્પ્રળમતિ સ્તબ્ધાસિ યદ્રાગિળિ

દ્રેષસ્થાસિ યદુન્મુખે વિમુખતાં યાતાસિ તસ્મિન્‌ પ્રિયે ।

તધુત્કં વિપરીતકારિળિ તવ શ્રીખળ્ડચર્ચા વિષમ્‌

શીતાંસુસ્તપનો હિમં હુતવહઃ ક્રીડા મુદો યાતનાઃ ।।

મોહની દયાર્દ્ર મુખ કરી પાસે આવી અને કુમુદને વાંસે હાથ ફેરવતી બોલી :

‘મધુરી, તારી ચિકિત્સા અમે સશાસ્ત્ર કરી છે અને તારું ઔષધ પણ સશાસ્ત્ર જ કરીશું. તારે અમારા ઉપર અને અમારા શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખવી. જે સુખ અત્યારે નિરાશાથી તને દુઃખરૂપ થાય છે તે સુખસમયે પાછાં સુખરૂપ થશે. માટે મારું કહ્યું માન, નવીનચંદ્રજીના ત્યાગના વિચારનો ત્યાગ કર, અને આવશ્યક હશે અને તારા પગ નહીં ઊપડે તો અમે એ પુરુષને તારી પાસે આણીશું એટલી તેમની દયાદ્રતા ઉપર અમારી શ્રદ્ધા છે.’

હરિરભિસરતિ વહતિ મધુપવને

કિંમપરમધિકસુખં સખિ ભવને ।।

કતિ ન કથિતમિદમનુપદમચિરમ્‌

મા પરિહર હરિમતિશયરુચિરમ્‌ ।।

કિમિતિ વિષીદસિ રોદિષિ વિકલા

વિહસતિ યુવતિસમા તવ સકલા ।।

જનયસિ મનસિ કિમિતિ ગુરુખેદમ્‌

શૃળુ મમ વચનમનીહિતમેદમ્‌ ।।

હરિરુપયાતુ વદતુ બહુમધુરમ્‌

કિમિતિકરોષિ હ્ય્દયમતિવિધુરમ્‌ ।।

કુમુદે કંઈ જ ઉત્તર દીધો નહી. પણ આંખમાં આંસુની છાલકો ઊભરાવા લાગી. સામેના સમુદ્રનાં મોજાંની છાલકો આ આંખોને સુખ દેતી મટી અને એમાં કંઈક નવું સત્ત્વ પ્રવેશ પામતું હોય તેમ એ હ્ય્દયને ધરનારી આકૃતિ થઈ ગઈ. તેનું દુઃખ ઘટવાને બદલે વધતું જોઈ, આશાના ઉત્સાહને માટે મર્મસ્થાનમાંથી ઊભરાતો ક્ષોભ જોઈ, સાધુસ્ત્રીઓ દુઃખી થઈ. તેમને પોતાની ચિકિત્સામાં દોષ લાગ્યો, અને ઔષધ તો તે પછીનું જ. તેમને આ ગૂંચવાડો થાય છે એટલામાં કુમુદને પાછળથી કોઈએ ખેંચી. તેણે ચમકીને ઊંચું જોવા પ્રયત્ન કર્યો. તે પ્રયત્ન સફળ થયાં પહેલાં તો તેનું દુઃખી રોતું મુખારવિંદ ચંદ્રાવલીની વત્સલ છાતીમાં સમાઈ ગયું અને ચંદ્રાવલીના બે હાથ એના હ્ય્દયને અને શિરને પોતાની છાતી સરસા ચાંપવા લાગ્યા.

‘દુલારી, મધુરી, દુલારી ! મારો જીવ રહ્યો નહીં તે હું હવે આવી છું અને તારા હ્ય્દયની શાંતિ પાછી આપીશું. મોહનીમૈયા, તમારાં વચન મેં સાંભળ્યાં છે પણ આની ચિકિત્સા ધણી વિકટ છે. એક પાસથી શુદ્ધ આભિમાનિકી અને આભ્યાસિકી પ્રીતિ એક ઉપર, અને બીજી પાસથી બીજા ઉપરની સંપ્રત્યયાત્મિકા પ્રીતિ-અને એ ઉભય પ્રીતિ પણ કેવળ સ્થૂળ નહીં પણ સૂક્ષ્મ-અતિસૂક્ષ્મ-છે. એના સંપ્રત્યયનું શું કરવું અને અભિમાન અને અભ્યાસનું શું કરવું એ તો ચિકિત્સા પછીની વાત. એના સંપ્રત્યયનું રક્ષણ કરી, એના અભિમાન અને અભ્યાસને શાંત વિસ્મૃત , શ્રી જગદંબાના કલ્યાણકારક હ્ય્દયપાવન કૃપાપ્રસાદનું એને આસ્વાદન કરાવીશું તો શું એને વૈરાગ્યનું શમસુખ પ્રાપ્ત નહીં થાય ?’

ચંદ્રાવલીની અને પોતાની છાતીઓ વચ્ચેથી પોતાના હાથ બહાર કાઢી ચંદ્રાવલીની કેડ પાછળ એ હાથ વીંટી કુમુદ બોલી ઊઠી : ‘મારે હવે એ જ જોઈએ છે- ચંદ્રાવલી મૈયા, મારે એ જ જોઈએ છે. જુઓ, આટલું સાંભળતાં મારાં આંસુ ઊડી ગયાં.’ કુમુદ આઘી ખસી અને ચંદ્રાવલીના સામું વગર આંસુએ જોઈ રહી.

મોહની - ‘ચંદ્રાવલી મૈયા ! એની નાડીપરીક્ષા તમે પૂરી કરી નથી.’

બંસ્રી - ‘એને એની હ્ય્દયગુહામાં કંઈક ઊતરેલાં છીએ.’

વામની - ‘તમારી પરીક્ષા સત્ય હોય તો બેટ છોડી યદુશૃંગ ઉપર આવવાની ઉતાવળી ઈચ્છા ન થાય.’

કુમુદ - ‘સર્વ આરોપને પાત્ર છું, પતિત છું, પણ ઔષધ તો એક જ ચંદ્રવલીમૈયાવાળું જોઈએ છે.’

મોહની - ‘તેની શક્તિ ક્યાં અને તારી ક્યાં ? જે ઔષધ એકથી જિરવાય છે તે બીજાને મૃત્યુરૂપ થઈ પડે છે.’

ચંદ્રાવલી - ‘મધુરી, તને પ્રિય હિત અને પથ્ય હવે તે જ માર્ગ શોધીશું. તારી જે ચિકિત્સા કરી આ કૃપાળું સાધુજનોએ તારું સખીકૃત્ય કરવા માંડ્યું છે તે ગભરાયા વિના કે ક્ષોભ વિના તેમને કરવા દે કે અમારી ચિકિત્સા શુદ્ધ અને સંપૂર્ણ થાય. તેનું ઔષધ કરતી વેળા તારી સંમતિ વિના કંઈ પણ નહીં કરીએ એ સત્ય સમજજે. વિવાસિત અદૃશ્ય સીતાએ રામનું દર્શન કર્યું અને રામનો સ્પર્શ કર્યો તે કાળે જેમ સીતાની પાસે તમસા હતી તેવી જ મને સમજજો. ભક્તિમૈયા ! તમે જે સાધનથી ચિકિત્સા આરંભી છે તે કંઈક જાણું છું, અને બાકીનાં સાધન પછીથી જણાવજો. પણ તે ચિકિત્સાની વેળાએ મારી દુલારીને રજ પણ વ્યથા થાય એમ ન કરશો.’

એની પાછળથી બિન્દુમતી આગળ આવી બોલી : ‘મધુરીમૈયા, તું ગભરાઈશ નહીં. તારી અનેક પડવાળી પ્રીતિ જેવી સૂક્ષ્મ તેવી પવિત્ર છે ને તેવી જ રમણીય ઐન્દ્રજાલિક છે.’

તટસ્થં નૈરાશ્યાદપિ ચ કલુષં વિપ્રિયવશાત્‌

વિયોગે દીર્ધેડસ્મિન ઝટિતિ ઘટનોત્તમ્મિતમિવ ।

પ્રસન્નં સૌજન્યાદપિ ચ કરુળૈગાઢકરુળમ્‌

દ્રવીભૂતં પ્રેમ્ળા તવ હ્ય્દયમસ્મિન્‌ ક્ષળ ઈવ ।।

કેમ બંસરીમૈયા ! સત્ય કે નહીં ? મને તો દૃષ્ટાંત વાંચેલું સૂઝ્‌યું, બાકી અનુભવ તો તમને.

બંસરી - ‘તારી મેઘાના તર્ક આગળ અમારા અનુભવનાં અનુમાન પાછાં પડે છે. માટે તારી વાત સાંભળીશું પણ ઔષધકાળે તો અનુભવને જ આગળ આણવો પડશે.’

૧.વૈશ્વાસિકાજ્જનાદ્રહસિ પ્રયોગચ્છાસ્ત્રમેકદેશં વા સ્ત્રી ગૃહીયાત્‌ ।। આચાર્યાસ્તુ કન્યાનાં પ્રવૃત્તપુરુષસંપ્રયોગા સહસંપ્રવૃદ્ધા ધાત્રેયિકા તથાભૂતા વા સખી । સવયાશ્વ માતૃધ્વસા । વિસ્ત્રબધા તત્સ્થાનીયા વૃદ્ધદાસી પૂર્વસંસૃષ્ટા વા ભિક્ષુકી । સ્વસા ચ વિશ્વાસપ્રયોદાત્‌ । કન્યાએ કામતંત્રનો ઉપદેશ કેવા કેવા ગુરુ પાસે લેવો તેમને આમાં ગણાવ્યા છે. એવો ઉપદેશ કરવાનો ‘સખી’ને અધિકાર એમાં અપાયો છે.

૨.કાર્યક્રમ; ઁર્િખ્તટ્ઠિદ્બદ્બી

૩.‘ખળભળી રહે જયમ ઊર્મિ અનંગથી સાગર શશી ઝળકતાં ત્યમ પ્રિયવદનની અળપઝળપથી જ વિધવિધ ભાવ ભજતાં. નીરખ્યા રસમય હરિને રતિ તલસતા.’-ગીતગોવિંદ, રા. કેશવલાલ હ. ધ્રુવના ભાષાંતર ઉપરથી

૪.તરુણીજનમનમોહન મધુરી જો પિયુ બંસી બજાવે; મદનની આણ મદે કોયલડી ગજવે સુણ, સહી, ભાવે. ચંચલપલ્લવ પાણિથી તુજને પ્રેરે આ વનવેલી; માટે મેલી વિલમબ, સસંભ્રમ ચાલ અપટ અલબેલી. -ગીતગોવિન્દ, કેશવલાલ હ. ધ્રુવકૃત ભાષાંતર

૫.ચણ્ડી ! તું રતિરણધીરધુરં ધર ઘાયડમલ્લ ગણાયે, માટે રશનાદુંદુભિ દમકવી, ચલ, ત્યજી લાજ, ત્રિયા હે ! મન્મથમદમીણા મનમોહનને રસીલી ! રસભરે જગવ જગવ જઈને કરકંકણને રણકારે ઘેરે. -ગીતગોવિન્દ, રા. કેશવલાલ હ. ધ્રુવકૃત ભાષાંતર

૬.રાગીશું અણરાગ, ને વળગતા આવંતશું વામતા, મીઠાશું કટુતા, તથા પડી પગે લોટંતશું રૂસણાં, રાખે ઊલટી; તે તુને ઘટતું કે શીતાંશુ ભાનુ બને, બાળે હિમ, વલોવતાં વળી ક્રીડાસુખો મુંઝાવી તને ! -ગીતગોવિંન્દ,રા. કેશવલાલ હ. ધ્રુવકૃત

૭.મધુનો પવન વહે હરિ ! રોતી નિરાશ અનાથ તું શાને ? શું સુખ, સખી, ઘરમાં પછી લાગે ? હસતી યુવતી સૌ તુજને આજે! ‘હરિ સુંદર છે, હરિને પરિહર મા !’ ખેદ મહા મન લાવતી શો તું? લવી કેટલુંયે હું ગણતી તુજ પગલાં ? યોગ કરાવું!વચન મુજ સુણ તું, લવી એવું ઘડી ઘડી પ્રથમકી હું ! મધુર મીઠું વદતા હરિ આવે ! હઠીલી ! હઠ છોડી ન, સમજી નહીં તું. એવું કરું !શીદ હ્ય્દય ઝુરાવે -ગીતગોવિંદ, રા. કેશવલાલ હ. ધ્રુવકૃત

૮.છે આશા તજી બનીયું ઉદાસી, રોષભર્યું તજવા થકી, ટમટમી રહ્યું આ દીર્ધકાળવિયોગમાં મળવા મથી, સૌજન્યથી સુપ્રસન્ન, બળી પ્રિયજનદુખે અનુકંપથી, આ ક્ષણ ગળ્યું રસમય હ્ય્દય તુજ પ્રેમ ઉદય થયા થકી. છે આશા તજી બનીયું ઉદાસી, રા -ઉત્તરરામચરિત, રા. મણિલાલના ભાષાંતર ઉપરથી