Tasvir - ruhani takat - 12 in Gujarati Adventure Stories by Yagnesh Choksi books and stories PDF | તસ્વીર- રૂહાની તાકત- Chapter-12

Featured Books
Categories
Share

તસ્વીર- રૂહાની તાકત- Chapter-12

રૂપેણ નદી ને પેલે પાર આવેલા નીલગીરીના જંગલ માં જે જગ્યા એ ત્રિકમ અઘોરી ને દાટવામાં આવેલી એ જગ્યા પર જ એ મધુ ને લાવેલો.એ મધુ સામે એક ભયાનક સ્વરૂપ માં ઉભો હતો મધુ સામે જોઈને એ ફરી બોલ્યો હું જીવતા જે વિધિ પુરી ના કરી શક્યો એ માર્યા બાદ પુરી કરીશ. એ એક ડરવાનું હાસ્ય કરી રહો હતો મધુ ડર ની મારી જમીન પર ટુટીયો વળી ને પડી હતી.એ ડર થી ધ્રુજી રહી હતી.મધુ ને તો ત્યાંથી ભાગી જાઉં હતું પણ એને પોતાના પગ પર પોતેજ કુહાડી મારી હતી.મધુ ને એ વાત નું દુઃખ પણ હતું કે એને અજીતસિંહ ની વાત ના માની.

એટલામાં ત્રિકમ અગોરી એ મધુ ના એક એક કરીને બધા કપડાં કાઢી નાખ્યા.મધુ એકદમ નીરવસ્ત્રં હતી એને એ જમીન પર પડી હતી.ડરથી એનું શરીર થર થર કંપી રહ્યું હતું. અઘોરી એ એની સામે જોઈને બોલ્યો ડરીશ નહિ હું તને મોક્ષ આપી રહ્યો છે એને તું મારા માટે એક સારું કામ કરીને જઈ રહી છે.તારા લીધે આજ વારસો બાદ મને મારી પૂજા પુરી કરવાનો મોકો મડેલો છે.

મોકા ની સાથે મારે કોઈ કુંવારીકા ની જરૂર પણ તેજ પુરી કરી નાખી હવે આ ગામ ને મારા આતંક થી કોઈ નહિ બચાવી શકે.મધુ ની નજર નજીક માં રહેલા મંદિર પર ગઈ એ મંદિર સામે જોઈ રહી હતી અને ભગવાન ને એ આજીજી કરવા લાગી કે એને બચાવી લે પણ જાણે એનો અવાજ મંદિર સુધી નહતો પહોંચી રહ્યો અને પેલો અઘોરી એની તાંત્રિક વિધિ આરંભી વિધિ કરતા કરતા તાંત્રિક એકદમ ગુસ્સા માં આવી ગયો અને ભયકંર આવાજ કાઢવા લાગ્યો એ મધુ સામે જોઈને બોલ્યો મારી સિદ્ધ કરેલી ગળા ની માળા ક્યાં ગઈ.મધુ તો થોડી વાર માં કઈ સમજી સાકી નહિ પણ એને અચાનક ખ્યાલ આવ્યો કે જયારે એ અઘોરી એને ખભા પર મૂકીને નદી પાર કરાવી રહ્યો હતો ત્યાં અચાનક પોતાના બચાવ માં મેં એની ગાળા ની કોઈ અજીબ ખોપડી વાળી માળા તૂટી અને નદી માં પડી ગયેલી.મધુ ને એ ના સમજ પડી કે કેમ અઘોરી એ માળા ના ગુમ થવાથી થી એટલો બધો અધીરો બની ગયો છે.

અઘોરી એ મધુ સામે જોઈને બોલ્યો મારી માળા ક્યાં ગઈ? મધુએ એને કઈ પણ જવાબ ના આપ્યો. મધુ સામે જોઈને એ બોલ્યો કે એ માળા મારા વારસો ની તપસ્યા થી સિદ્ધ કરેલી મારી વારસો ની તપસ્યા હતી અને એમાં મારી દરેક શક્તિ હતી.મધુ મનો મનો ખુશ થઇ કે ભગવાને એની પ્રાર્થના સાંભળી અઘોરી એ મધુ પર હિંસક બની ને હુમલો કરી દીધો. અને એના એક ગામ ખતરનાક એવા ચાકુ નું ધાર જેવા નખ એના ગાળા માં પેસાડી દીધા અને મધુ ના ગાળા માંથી દળ દળ લોહી વહેલા લાગ્યું.મધુ ની આંખો સામે ધીમે ધીમે અંધારું થઇ રહ્યું હતું અને ગાળા ના ભાગ માં થયેલા આવા જાનલેવા હમણાં માં એ ચીસ પણ ના પડી શકી જોત જોતા માં તો એ બેહોશ થઇ ગઈ અને થોડી વાર માં એના શ્વાસો અને હૃદય બંધ થઇ ગયા. મધુ નું પ્રાણ પંખીરું ઉડી ગયું હતું અને પેલો અઘોરી એક હેવાન બની ગયો હતો એકતો એની વારસો ની તપસ્યા ફળ એવી એની માળા જેમાં એનો જીવ હતો એ એને ગુમાવી દીધી હતી.અઘોરી નદી પાર કરી ને પેલે જવા માંગતો હતો પણ એને એનીજ સિદ્ધ તાકાત એને રોકી રહી હતી. અઘોરી એ જગ્યા પરથી આગળ નહતો જઈ શકતો જે જગ્યા પર અઘોરી ની માળા પડેલી હતી.માનસિંહ એના વશ માં હતા એ નદી ને પેલે પાર રહીને પણ માનસિંહ ને વશ માં રાખી સખતો હતો.

એ રાત્રી એક દર્દનાક રાત હતી.બીજા દિવસે રઘુકાકા જયારે સવાર માં નદી કિનારે આવેલી હવેલી પર ગયા ત્યારે એમને હવેલી ના દરવાજા ખુલ્લા માંડ્યા અને એમને આખા ઘર માં મધુ ની તપાસ કરી પણ મધુ મળી નહિ.એમને ઉપરના રૂમ ને ખુલ્લો જોયો એ એકદમ ગભરાઈ ગયા અને તરત એમને અજીતસિંહ ને જાણ કરી અજીતસિંહ પણ ત્યાં આવી ગયા અમને આ રૂમ ખુલ્લો જોઈને ખુબ આઘાત લાગ્યો એમને તરત ખ્યાલ આવી ગયો કે આ કામ મધુ નું છે. પણ મધુ એ શા માટે આ દરવાજો ખોલ્યો હશે અને એને ના પાડવા છતાં કેમ મધુ એ આવું કર્યું? કેમ મારી વાત ની એને અવગના કરી.અજીતસિંહ ના મગજ માં વિચારો ચાલુ થઇ ગયા પણ હવે જે થયું એપણ મધુ છે ક્યાં? હાલ તો મધુ મળી નહતી રહી એ મોટો સવાલ હતો.ગામ આખા માં તપાસ કરી અજિતસિંહે મધુ ના ઘરે એના પરિવાર એના મિત્રો દરેક ના ત્યાં ફોન દ્વારા તાપસ કરી મધુ ક્યાંય હતી નહિ. અજીતસિંહ ખુબ જ ચિંતિત હતા મધુ નું આમ અચાનક ગાયબ થઇ જાઉં.ક્યાંય કુંવરબા ની વાત સાચી તો નહિ હોય ને અને જો એવું હોય તો શું કરવું? અજીતસિંહ ને કંઈજ સમજ નહતી પડી રહી.અજિતસિંહે નદી ને પેલે પાર જ્યાં ઘણી છોકરી ની લાશો મળતી હતી ત્યાં તાપસ કરવાનું વિચાર્યું.

જેવા અજીતસિંહ પોતાની ટુકડી સાથે નીલગીરી ના જંગલ માં એ જુના મંદિર પાસે જઈને તાપસ કરી એમને ત્યાં લોહી લુહાણ હાલત માં મધુ ને નગ્ન અવસ્થા માં લાસ મળી એના ગાળા ના ભાગ માં કોઈ તીક્ષણ હથિયાર થી હુમલો થયો હોય એવું લાગી રહ્યું હતું એના ગાળાના હાટકાઓ ચોખ્ખા દેખાઈ રહ્યા હતા.અજિતસિંહે ને શરૂઆત માં તો એમજ લાગ્યું કે આ કામ કોઈ હિંસક પ્રાણી નું છે.પણ અજીતસિંહ સાથે આવેલા માણસો આવી લાસ જોઈને તરત સમજી ગયા કે આ કામ માનસિંહ ની આત્મા નું છે વરસો પહેલા પણ એમને આવીજ લાશો જોયેલી. એ લોકો આજે વારસો બાદ આવી લાસ જોઈને ડરી ગયા છે.

અજીતસિંહ માટે આ ઘટના એક ગામ અશહય છે એમની જીગરજાન જેને એ દિલોજાન થી પ્રેમ કરતા હતા એની લાશ જોઈને એ એક ભયંકર આઘાત માં ચાલ્યા ગયા.અમને આજે પોતાની જાત પર ગુસ્સો આવવા લાગ્યો અને એમને એ દિવસ યાદ આવ્યો જયારે એમને મધુ ને અહીં આવા માટે વાત કરી એ મન માં વિચારી રહ્યા હતા ખાસ એ દિવસે મેં મધુ ને અહીંયા આવા માટે ના કીધું હોત તો જીવતી હોત.એમના મગજ માં પછતાવો અને આ ઘટના કેમ બની એ બંને ના વિચારો ચાલી રહ્યા હતા.અજિતસિંહે ભારે હૃદયે એમના માણસો ને લાશ ને કપડું ઓઢાઢી ને ગામ માં લઇ જવા માટે કીધું આખું ગામ એ દિવસે ભેગું થયેલું.

આખું ગામ આજે દુઃખી હતું મધુ સાથે જે ઘટના બની એ ઘટના ગામ વાળા પહેલા પણ જોઈ ચૂકેલા છે મધુ એ પોતાના નિખાલસ દિલ થી ગામ વડાઓ નું દિલ જીતી લીધું હતું.આખું ગામ શોક માં ડૂબેલું હતું પણ એ લોકો એ વાત થી દુઃખી પણ હતા કે જે ઘટનાઓ વારસો પહેલા માંડ બંધ થઇ હતી એ ફરી ચાલુ થઇ ગઈ છે.ગામ વડાઓ નું માનવું હતું કે આ કામ માનસિંહ નુ જ છે.

મધુ ના અગ્નિ સંસ્કાર એ ગામ માંજ કરવામાં આવ્યા એ દિવસે આખું ગામ અને અજીતસિંહ માટે ભારે રહ્યો.ધીમે ધીમે અજીતસિંહ એ સદમાં માંથી બહાર આવા માંગતા હતા અને એમને મધુ ને વચન પણ આપેલું કે આ દવાખાનું ચાલુ રહેશે.બીજી બાજુ અઘોરી આત્મા થી ગામ હાલ તો સલામત હતું એ માળા ના ચમત્કારિક લાઈન ને ઓળંગી નહતો શકતો.મધુ સાથે બનેલી ઘટના બાદ અજિતસિંહે એ માનસિંહ ની તસ્વીર હતી ત્યાં લગાવી દીધી પણ એને એ ખબર ના પડી કે આટલા ખીલ્લાંઓ કેમ છે એક ફોટા ને લટકવા માટે એટલે એ તસ્વીર ને એક ખિલ્લ પર એજ દીવાલ પર લગાવી દીધી અને રૂમ ને હંમેશ ના માટે બંધ કરી દીધો.

રઘુકાકા એ જયારે આખી વાત મને કરી મને એ સમજાતું નહતું કે એ હકીકત છે કે કાલ્પનિક વાતો. શુ કોઈ તસ્વીર કોઈની સામે આમ જોવે? શું એમાં રૂહાની તાકાત છે? મારા મગજ માં પ્રસ્નો ની હેલી ચાલી રહી હતી.એમાં અચાનક અજય મારી પાસે આવ્યો અને બોલ્યો ઇશિતા ને હોશ આવી ગયો છે.હું અને રઘુકાકા અંદર ના રૂમ માં ઇશિતા પાસે ગયા.રઘુકાકા એના માટે પાણી લેવા માટે દોડી ગયા.મને જોઈને ઇશિતા બોલી અરે ચોક્સી તું અહીંયા શું કરે છે? મેં એની સામે જોઈને એક હલકું સ્મિત કર્યું અને ઇશિતા ની ડાયરી માં દોરેલી પેલા માણસ ની તસ્વીર બતાવી ને બોલ્યો આ તે દોરી છે? ઇશિતા બોલી હા એ હા બોલતાંજ ડરી ગયી એના શ્વાસ ફૂલવા લાગ્યા એને પરસેવો વળી ગયો અજયે મારી સામે જોઈને એક પણ સવાલ પૂછવા ની ના પડી મેં ઇશિતા સામે જોઈને કીધું તું આરામ કર.આપડે શાંતિ થી વાતો કરીશુ.

એવામાં ઇન્સ્પેક્ટર ઝાલા નો કોલ આવ્યો અને બોલ્યો જો ઇશિતા મેડમ ને સારું થઇ ગયું હોય તો એ આવે અને એમની સ્ટેટમેન્ટ લઇ જાય એટલે અજયે આવા માટે હા પડી પણ એને એ પણ કીધું કે હજુ પણ એ ગભરાયેલી છે તો વધારે સવાલ નહિ કરતા.થોડી વાર માં ઝાલા અને રોશન ત્યાં આવી પહોંચ્યા.ઇશિતા ને ઝાલા એ સવાલ કર્યો કે તમને ત્યાં કોણ લઇ ગયું હતું? ઇશિતા એ ઘણી વાર વિચાર કરી અને પછી બોલી મને ત્યાં માનસિંહ લઇ ગયા હતા.બધા ની આંખો ફાટેલી રહી ગઈ કે ઇશિતા આ શુ બોલી રહી છે.થોડી વાર માં એ બોલી કે માનસિંહ ને મદદ ની જરૂર છે આપડે એને મદદ કરવી જોઈએ ત્રિકમ અઘોરી એ એને વશ માં કરેલો છે એટલે આપડે એની સહાયતા કરવી જોઈએ.

માનસિંહ ની આત્મા આ હવેલી ની આગળ ગાર્ડન પછી આવેલા લોખંડ ના દરવાજા થી બહાર નીકળી નથી શકતો કારણકે ત્યાં મંજુ એ કોઈ વિધિ કરીને રેખા બનાવેલી છે જેથી ગામ વાળા સુરક્ષીત રહી શકે અને અઘોરી અહીંયા નથી આવી શકતો એટલે અમે અહીંયા આવ્યા એટલે માનસિંહ મને ત્યાં લઇ ગયો જે અઘોરી એ આજ્ઞા કરેલી.પણ મને ત્યાં અઘોરી જોડે એ લઇ તો ગયો.એ અઘોરી ની લાલ આંખો હતી, મોટી જટાઓ,અને મોટા નખ અને એનું ભયંકર હાસ્ય. એ બધું હું અર્ધ બેભાન અવસ્થા માં જોઈ રહી હતી મેં અઘોરી ના હાથ ના નખ જે તિક્ષ્ન ચાકુ જેવા હતા એ મારા ગળા પાર મારવા જતો હતો ત્યાં મારી નજર મંદિર પર ગઈ મેં અઘોરી અને માનસિંહ ને થાપ આપી અને એ મંદિર માં વાયુવેગે જતી રહી અને એ લોકો અંદર આવા માંગતા હતા પણ આવી સકતા નહતા બસ પછી હું બેભાન થઇ ગઈ અને મારી સાથે શું થયું એનો મને કોઈ ખ્યાલ નથી અને ભાન માં આવી એટલે તમે દેખાયા.

ઝાલા અને રોશન બહાર આવ્યા અને એ મારી સાથે વાત કરી રહ્યા હતા ઝાલા ને તો એ વાત સાચી નહતી લગતી પણ રોસને કીધું કે એના કૂતરો મેક્સ અને રોની જે રીતે પેલા રૂમ પાસે અને નદી પાસે જે રીતે વર્તન કરી રહ્યા હતા એ અસહજ હતું અને આમ પણ માનવી કરતા પાસુંઓ ને આવી રૂહાની તાકાત નો આભાસ જલ્દી થાય છે.ઝાલા એ રોશન સામે જોઈને કીધું રોશન હવે તું પણ આવી રૂહાની તાકાત.જેવો વાતો માં માને છે.રોસને ઝાલા સામે જોઈને કીધું કે માનવું ના માનવું એ સવાલ નથી પણ હું વારસો થી આ કામ કરું છું અને રોની અને મેક્સ ને મેં પહેલા આવી રીતે વર્તતા મેં ક્યારેય જોયેલા નથી.ઝાલા એ કીધું ઠીક છે ચાલ તારી વાત માની લાઉ તો શુ આપડે ભૂત ની વાત વાળું સ્ટેટમેન્ટ આપીની ઇશિતા ની ગુમ થયેલી ફરિયાદ બેન્ડ કરવાની.ઝાલા એ કીધું ઠીક છે ચલ બંધ કરી દેસુ ઇશિતા તો મળી ગઈ.ઝાલા એ મારી સામે જોઈને કીધું ઇશિતા ને કોઈ માનસિક બીમારી તો નથી ને.મેં કીધું ઝાલા ઇશિતા એક લેખક છે અને એ માનસિક રીતે એકદમ સ્વસ્થ છે.ઝાલા એ કીધું ઠીક છે ચાલો અમે નીકળીએ કઈ પણ કામ હોય તો જણાવજો.

એ દિવસે આખો એમજ નીકળી ગયો સાંજે અમે બધા સાથે જમ્યા. જમ્યા બાદ અજય અને ઇશિતા એના રૂમ માં ચાલ્યા ગયા.રઘુકાકા ચાલ્યા ગયા હતા હું બહાર ના સોફા પાર બેઠો હતો.અને મારા ખીચા માં પડેલી માળા વિશે વિચારી રહ્યો હતો. એમાં મારી આંખ મીચાઈ ગઈ જોત જોતા માં મને ઊંઘ આવી ગઈ અને થોડી વાર બાદ હું ઝબકી ને જાગી ગયો મને એવો ભાસ થયો કે કોઈ એ માને જગાડ્યો.હું જાગી ને ચારે તરફ જોવા લાગ્યો ત્યાં થોડી વાર આમતેમ નજર કરી પણ કઈ દેખાયું નહિ મેં કોઈને સીડી ચડતા જોયો હું પણ એ સીડી ચડી એની પાછળ ઉપર ગયો એ આકૃતિ જે મને દેખાઈ રહી હતી એ પેલા રૂમ માં ચાલ્યું ગયું હું પણ એની પાછળ ચાલ્યો ગયો મને થોડું અચરજ થયું કે આ રૂમ કોને ખોલ્યો હશે.એ આકૃતિ જે મને દેખાઈ રહી હતી એ તસ્વીર માં જતી રહી મને મારી આંખો પર વિશ્વાસ નહતો થઇ રહ્યો.એ તસ્વીર માં આકૃતિ ના પ્રવેશ ની સાથે એ આકૃતિ ની આંખો મારે સામે જોવા લાગી. હું તસ્વીર ની એકદમ નજીક ગયો તો આંખો મનેજ જોઈ રહી હતી.મેં રૂમ માં ચારે તરફ ફરી ને જોયું તો એ આંખો મારી સામેજ જોઈ રહી નહિ.મને મન માં વિચાર આવી ગયો કે આ તસ્વીર માં રહેલી રૂહાની તાકાત વિશે ની વાતો સાચીજ છે.

હું રૂહાની તાકાત વાળી તસ્વીર સામે એકદમ નજીક ઉભો હતો ત્યાં તસ્વીર એ મારુ નામ લીધું અને બોલી ચોકસી મારી મદદ કર.હું થોડો ગભરાઈ ગયો કે તસ્વીર કેવી રીતે બોલી શકે કદાચ આંખો એ ચિત્રકાર ની કરામત હોઈ શકે પણ બોલતી તસ્વીર મેં પહેલી વાર જોયેલી.મારા શરીર ના દરેક રુંવાટા ઉભા થઇ ગયા હતા અને હૃદય એકદમ સ્પીડ માં ચાલી રહ્યું હતું.મારી સામે આજે એવી વસ્તુ હતી જેમ હું માનતો નહતો અને હંમેશા આવું કઈ જોવા માંગતો હતો પણ આજે જયારે મને જોવા મડ્યું તો હું ડરી ગયો. મેં મન માં વિચાર કર્યો જે પણ હોય આજે આ વાત નો ફેંસલો તો લેવોજ પડશે.મેં પણ નક્કી કર્યું કે હું તસ્વીર ની રૂહાની તાકાત નું અને પેલા અઘોરીની વાત ની સચ્ચાઈ જાણી નેજ રહીશ.