અમારી વચ્ચેના સબંધોની જીવાદોરી સમાન દોર સ્વરા જ હતી એ વાતની સ્પષ્ટતા આખરે જીનલ સાથે મારે કરવી પડી હતી. અચાનક એક દિવસ સાંજે સાત વાગ્યે જ્યારે હું ધાબા પરના હિંચકે બેસીને ચંદ્રને નિહાળી રહ્યો હતો. ત્યારે સ્વરા મને જાણે કે કઈક બતાવવા ઈચ્છતી હોય તેમ મને જોઈ રહી હતી. એણે જે દિશામાં ઈશારો કર્યો હતો ત્યાંથી થોડીક વાર પછી જીનલ ધીમા પગલે મારી તરફ આવતી દેખાઈ પણ... કઈ પુછવા પહેલા અમારો સંપર્ક તુટ્યો હતો. સ્વરા સાથેના મારો આ વાર્તાલાપ સામાન્ય લાગે એવો તો છે પણ કદાચ અવાસ્તવિક અથવા અશક્યતા નથી જ. કદાચ માનસિક રીતે આપણે કોઈ વ્યક્તિની યાદોમાં જીવી શકીએ છીએ અને સાયકોલોજી આ પ્રકારના રોગને કઈક નામ પણ જરૂર આપે છે.
એ રાત્રે પ્રથમ વખત અમે લોકો ત્રણેક કલાક સાથે બેઠા હતા. અમારી વાત જ એવી હતી કે સમયનું ભાન ન એને રહ્યું હતું કે પછી ન મને. નસીબ પણ કદાચ સાથ આપતા હતા એ દિવસે એટલે જ ન એના ઘરે એના નાના ભાઈ સિવાય કોઈ હતું કે ન મારા ઘરે હમેશની જેમ જ કોઈ.
‘આજે તો આપણે વાત કરી શકીએ ને...?’ એણે પોતાના છતની દીવાલ પર બન્ને હાથ ટેકવી રાખીને પૂછ્યું, ત્યારે મેં ફક્ત ડોકું ધુણાવી હકાર સૂચવ્યો હતો. ત્યાર બાદ આવીને એ મારી પાસે ગોઠવાઈ ગઈ હતી અને જ્યારે મારા હાથ પર એણે પોતાની આંગળીઓ અડાળી ત્યારે જ એના પાસે હોવાનો મને વાસ્તવિક અહેસાસ થયો.
‘બોલ શું વાત કરવી છે.’ મેં પૂછ્યું.
‘તું કેમ હમેશા મારાથી આમ દુર ભાગ્યા કરે છે હવે...?’ આજથી પહેલાના સાત દિવસ સાવ કોરા ધાકોર વીત્યા હતા. ન હું એને એ સમય દરમિયાન મળ્યો હતો કે ન એ મને મળી શકી હતી. જો કે આ દુરીઓ મેં જાણી જોઇને જ બનાવી હતી આ દિવસો દરમિયાન સેકન્ડના ચોથા ભાગ માટે પણ હું એણે મળ્યો ન હતો. સાચું કહું તો હું ડરતો હતો મારું આંતરીક પરિબળ મને ધુત્કારી નાખતું હતું. કદાચ એના પ્રત્યે હું ઘણું બધું ફિલ કરવા લાગ્યો હતો. મારા સિવાય એ કોઈના સાથે વાત કરે એ પણ મને ગમતું ન હતું. સમજાતું નથી કે શા માટે જેને આપણે પોતાની માનતા હોવાનું વિચારીએ ત્યારે કોઈના સાથેના એના સબંધોમાં આપણને અજાણી ઈર્ષ્યાભરી લાગણીઓ અનુભવાય છે. પોતાનો અધિકારભાવ લાગવા લાગે છે મને પણ જીનલ પ્રત્યે આવી અજાણી લાગણીઓ અનુભવાવા લાગી હતી. માત્ર મહિના જેટલા દિવસોમાં મારું એના પર એટલી હદે આફરીન થઇ જવું એ જ કારણ હતું, કે એને મારા જીવનમાં આવતા હું રોકી શકવા અસમર્થ બનતો જઈ રહ્યો હતો. કદાચ આ પરિસ્થિતિ નિહારવા માટે જ મેં દુરીઓ બનાવી લીધી હતી. એનાથી દુર રહીને વિતાવેલા આ સાત દિવસમાં પણ એનો ચહેરો જ આંખો સામે આવતો હતો ક્યારેક તો જાણે સ્વરા પોતે જ મને આવીને એને સ્વીકારી લેવા કહેતી હોય એવું લાગતું હતું. શા માટે જેને ભૂલવા પ્રયત્ન કરવામાં આવે એ આપણી ભૂલવાની કોશિશના બમણા ઝોરે વધુ યાદ આવે છે. મારા વિચારોની આ ઝડપી ધારા ઓચિંતા ત્યારે જ અટકી જયારે એણે મારા હાથ પર પોતાનો હાથ મુક્યો. એનો સ્પર્શ એના વિચારો કરતા વધુ અસરકારક હતો.
‘બસ એમ જ... તારે હવે ઘરે જવું જોઈએ...?’ મેં એના હાથમાંથી હાથ છોડાવીને કહી દીધું.
‘પણ શા માટે...?’
‘કોઈ આવશે તો સારું નહિ લાગે...’
‘પણ, મારે આજે બેસવું છે વિમલ.’
‘તો તું બેસ, હું જ નીચે જઉં છુ.’
‘પણ મારે તારી સાથે બેસવું છે અને આજે તારે પણ બેસવું જ પડશે.’ એણે મક્કમતા પૂર્વક મારો હાથ પકડ્યો ત્યારે એના શબ્દો મને ભૂતકાળના શબ્દો સાથે સરખા લાગ્યા. એક દિવસ આજ રીતે હું અને મિતેશ મેદાન પાસેના રસ્તે નીલ સાથે ઉભા હતા ત્યારે કનિકા અને જીનલ ત્યાંથી નીકળ્યા ત્યારે પણ એણે મને કહ્યું હતું. ‘શું આખો દી રોડ અને સોસાયટીના રસ્તાઓ પર ફર્યા કરો છો. અને આ ટોપી જરાય સારી નથી લગતી.’ હું સમજી શક્યો હતો કે આ બધું જ મારા માટે હતું. કદાચ એટલે જ મેં ટોપીને અલવિદા કહી રખડવાનું પણ ઓછું કર્યું હતું. એનો એ અધિકાર ભાવ મને ગમતો હતો. આજે ફરી એ જ અધિકારભાવ એના અવાજમાં હું અનુભવી શક્યો હતો.
‘ઓકે... બોલ.’ છેવટે મેં જીનલની સાથે આંખો મિલાવી.
‘તું મારાથી દુર કેમ ભાગે છે હવે...?’
‘મને ડર લાગે છે. હવે...’
‘ડર...!!’ આ શબ્દો સાંભળતા જ જીનલની આંખો આશ્ચર્યજનક રીતે મને જોઈ રહી હતી. અને થોડી વાર પછી એના હોઠ હલ્યા. ‘તને મારાથી ડર લાગે છે...?’
‘ના.. કદાચ મારાથી જ.’
‘હું કાઈ સમજી નહિ.’
‘તારી આસપાસ રહી શકવું મારા માટે મુશ્કેલ થઇ પડે છે.’
‘અચાનક આવી વિચિત્ર વાતો કેમ આજે...’
‘તને ખબર છે તારી સાથે હોઉં ત્યારે ઘણું ણ બનવાનું બની જાય છે. પેલા દિવસે પણ...’
‘એ વાત વારંવાર કરીને શું કામ હેરાન થાય છે. મેં જેમ તે કહ્યું હતું એમ એ વિષે કોઈને નથી કહ્યું. અને હવે તો મને આ બધાથી વાંધો પણ નથી. હું એ બધા માટે તને રજાઓ આપી ચુકી છું જ્યારે તને કહ્યું હતું કે તું મને ગમે છે. ખરેખર વિમલ તું મને ગમે છે, અને તારું એ બધું જ વર્તન પણ...’ એણે મારા હાથને સહેજ વધુ મઝબુતાઈ પૂર્વક પકડ્યો. જાણે અત્યારે કોઈ અલગ વિશ્વમાં એકલી એ માત્ર મારા ભરોશે જ ચાલી આવી હોય એમ એ મને કસીને પકડી રહી હતી.
‘પણ મને નહિ, હું એ દિવસે પણ મારા સ્વપ્નીક ભાવાવિશ્વમાં હતો. અને જો તારી સાથે જે કાઈ પણ કર્યું એ સ્વરા સમજીને...’ હું બોલ્યો અને શાંત થઇ ગયો.
‘તો હવે શું કારણ છે, દુર રહેવાનું...?’
‘મારાથી નહી થઈ શકે.’
‘પણ શું...?’
‘તારી આસપાસ હોઈશ તો હું ચીડીઓ થઇ જઈશ. ટુ કોઈની સાથે વધુ ભેળવાય એ પણ મને નથી ગમતું. મિતેશનું તારી સાથેનું વર્તન, અને તારી સાથે રહેવાનું આ બધું મને નહિ ફાવે...?’
‘તો મીતેશને ભાઈ બનાવી લઈશ.’ એણે આશાભરી નજરે મને તાક્યા કર્યું.
‘સવાલ માત્ર એક નથી.’
‘તો બોલને હું એ પણ કરીશ તારી ખુશી માટે.’
‘મને ભૂલી જા... આપણું મળવું શક્ય નથી.’
‘આ મારી વાતનો પ્રશ્ન નથી.’
‘તને ખબર છે... તારી સામે આવીને મારે કેટકેટલું બળવું પડે છે. તને ખબર છે, તારી હોઠોની ગુલાબી કિનારી જોયા પછી મારા માટે કંટ્રોલ કરી શકવું કેટલું અશક્ય છે. તારી કમર ફરતે હાથ વીંટાળી તારા દિલના સહેજ ઉપરના એ કાળા તલને ચૂમી લેવાનું મન થાય છે. હું તને એઝ અ ફ્રેન્ડ નથી જોઈ શકતો. મારા માટે જરૂરી છે કે આપણા વચ્ચે કઈક હોવું જોઈએ પણ મારું દિલ તને એ રીતે સ્વીકારી શકવા સમર્થ નથી.’
‘તારી ઈચ્છા...’ એના એટલા શબ્દો પછી એના હોઠ મારા હોઠ સાથે જોડાઈ ગયા. ચાંદની રાતના પ્રકાશમાં અત્યારે પુષ્પકુંજ સોસાયટીના સુના આભમાં અમારી પ્રેમ પ્રતીતિ અત્તરની જેમ મહેકી ઉઠી હતી. જાણે ચંદ્ર પણ આ દ્રશ્ય નિહાળવા ધીરે ધીરે મારા ઘરની સીડીઓના પગથીયા ચડી રહ્યો હતો. એણે લગભગ ત્રીજી મીનીટે એના હોઠ ઉપડ્યા ત્યારે એ આંખોમાં પછડાતી ઉત્કંઠા હું અનુભવી શક્યો હતો. એની આંખોમાં જે પ્રેમની લાગણીઓ હતી એ કદાચ એના હોઠોના સ્પર્શ પછી એટલી જ ત્રીવ્રતાથી હું અનુભવી શક્યો હતો. થોડીક વાર એણે મારા ચહેરા પર હાથ પંપાળતા મારા હાથને પોતાના હાથમાં ઉમળકા ભેર જકડી લીધો. એણે મારા હાથને પોતાની ધડકનો સુધી લઇ જતા શર્ટના બંને બટન ખોલી નાખ્યા. ‘આ જ ને...?’એણે ડાબા ખભાથી વેતભર નીચે મારી આંગળીને ખુલા બદન પર ટેકવી. અને એ અનુભવ, સ્પર્શ અને એની આંખોની ગહેરાઈમાં હું સંપૂર્ણ ખોવાઈ ગયો હતો. હું બસ બેજાન પણે આ બધું વિસ્ફારિત દ્રષ્ટિએ જોઈ રહ્યો હતો.
‘તું આ બધું શું કરે છે...?’ મેં ઉબડક પણે કહ્યું. મને હજુ કાઈ સમજાતું નથી.
‘તે જ કહ્યું ને કે તારા મનમાં આ રીતની અપેક્ષાઓ છે. તો પછી એ પૂરી કરવામાં સંકોચ શા માટે...?’ એણે મારી આંખોમાં આંખો પરોવતા કહ્યું. અને મારા માથાના એ ભાગ પર નમાવી દીધો. હું યંત્રવત એના વસમાં થઈને એ બધું કરતો રહ્યો જે કદાચ નકરવાનું વિચારીને જ સતત સાત દિવસ સુધી એનાથી દુર રહ્યો હતો. મારી એ વિશ્વામિત્ર જેવી સાત દિવસની તપસ્યા આઠમાં દિવસને અંતે ચાંદની રીતે તૂટી હતી.
***
‘એ દિવસ મારા માટે સાવ સામાન્ય દિવસ જેવો જ હતો. જ્યા સુધી અમે લોકો રાજસ્થાનના મારવાડ જીલ્લાના રોતક ગામ સુધી પહોચ્યા ન હતા. લગભગ બે વર્ષ જૂની વાત છે.’ મેં થોડીક વાર જીનલની આંખોમાં ખોવાયેલા રહ્યા પછી એને કહ્યું ત્યારે એણે મારી પાસે પલાઠી વાળીને મારી આંખોમાં કઈક પામવાની ઈચ્છા સાથે જોયા કર્યું.
‘તારી આંખો ઘણું બધું કહેવા માંગે છે.’ જીનલે મારા હાથ પરથી હાથ સરકાવીને ખુલા આકાશ તરફ નજર કરી. ચંદ્રના ઝળહળતા સફેદ પ્રકાશમાં વાદળની કોર લઇ આવતા છુપાતા સોનેરી પ્રકાશમાં જીનલનું સ્વરૂપ અપ્સરા અને આંખો નીલમણી જેવી મોહક લગતી હતી.
‘એ દિવસે પણ એવું જ કઈક બન્યું હતું. જીનલ, મારી આંખો પણ એને ઘણું બધું કહેવા માંગતી હતી અને એની આંખો એટલી જ ત્વરાથી બધું સમજવા પણ માંગતી હતી.’ મેં સ્વગત બોલતા બોલતા એની સામે નજર કરી વાતને કોઈ અજાણી વાર્તા સ્વરૂપે જ શરૂ કરી દીધી.
***
‘ખરેખર તમારા મનમાં પણ કાઈ છે...?’ સ્વરા મારા સામે આવીને ઉભી હતી. એની આંખોમાં જે ભાવ ત્યારે હતા એ મેં કદાચ અત્યાર સુધીના જીવનમાં મેં ક્યારેય જોયા ન હતા. કદાચ આંખોના એ ભાવવિશ્વને હું આજ પછી પણ ક્યારેય નહિ જ જોઈ શકું.
‘હું કાઈ સમજ્યો નહિ...’ મેં એના ચહેરા પરથી માંડ નજર હટાવીને પૂછ્યું. મારા મનમાં બધું જ ફિલ્મની જેમ ગોળ ગોળ ફરી રહ્યું હતું.
લગભગ બારેક કલાકનો સમય વીતી ચુક્યો હતો, એ ગામમાં મારા આગમન થયા પછી. મારા દુરના મામાના દીકરાના લગ્ન પ્રસંગે હું એ ગામનો મહેમાન બન્યો હતો. પણ એ અજાણ્યું ગામ મારા જીવનનું આટલું મહત્વનું પ્રકરણ રચશે એવી આશા પણ મને ત્યારે ન હતી. લગભગ સાંજના સાડા પાંચ વાગ્યા આસપાસ બારાત આગમન વખતે ગામની સરકારી શાળામાં ઉતારાના સ્થાને બધા અમને લોકોને આવકારવા માટે ખડે પગે તૈયાર હતા. રાજસ્થાની વ્યવસ્થામાં અને સામાજિક નીતિ-નિયમોના સકંજા પ્રમાણે જાન સ્વાગત પણ સબંધોની જાળવણી માટે અગત્યનું પરિબળ હોય છે. જ્યારે ગામના પાદરે સૌપ્રથમ વરરાજાની સ્કોર્પિયો સાથે અમે પ્રવેશ કર્યો ત્યારે, નવા દુલ્હેરાજાની ઝલક નિહાળવા લોકોના ટોળાઓ જામેલા હતા. આ ટોળામાં નજર ફેરવીને એક વસ્તુ તો સ્પષ્ટ થઇ ચુકી હતી કે એમાં કાઈ ખાસ જોવા જેવું ન હતું. પણ, સામેના બીજા છેડે પાણીના બે-ત્રણેક ઝગ ગોઠવેલા હતા એની બરાબર પાસે ઉભેલી છ આંખોમાંથી બે આંખોનું રહસ્યમયી તત્વ મને એ તરફ નજરો સ્થિર કરવા પ્રેરતું રહ્યું હતું. સફેદ સલવાર સૂટમાં શોભતું એ નયનરમ્ય દ્રશ્ય થાકેલી આંખોને હુંફાળું લાડ લડાવી જતું હતું. એના શણગાર અને ડ્રેસકોડ દ્વારા એનું દુલ્હન પક્ષમાંથી હોવું સ્પષ્ટ હતું. અને આ ગામનું જ નુર હોય એવું મારા મને અનુમાન પણ કાઢી લીધું હતું.
મારે એ તરફ ખેંચાઈ જવું હતું પણ અજાણ્યા ગામનો ડર મને અથવા મારા પગલાને રોકતો હતો. છેવટે સ્કોર્પિયો પાછળ બીજી બે કાર અને વોલ્વો બસ પણ વ્યવસ્થા પ્રમાણે આવી ચુકી હતી. બધા જ જાનૈયાઓના આરામ માટેની તમામ સુવિધા ઉતારામાં કરી દેવામાં આવી હતી. અને રાજસ્થાની નીતિ વ્યવસ્થા પ્રમાણે બધા એના મુજબ ઝડપભેર એડજસ્ટ પણ થવા લાગ્યા હતા. દુલ્હેરાજા માટે સ્થાન નિશ્ચિત થયું અને વાહનો માટે પણ યોગ્ય જગ્યા જોઈ પાર્ક કરી દેવામાં આવ્યા, ત્યાં સુધી મારું દિલ બસ એ સફેદ સલ્વારના દ્રશ્યમાં ઓતપ્રોત રહ્યું હતું. હજુય એ બંને આંખો મારા આંખોની સામે ચકળવકળ થઇ રહી હતી.
‘ચલ ભાઈ કોલ્ડ્રીંક પણ આવી ગઈ છે. અને લગભગ ઉતારાની સંપૂર્ણ વ્યવસ્થાઓ પણ, દુલ્હેરાજા પોતાના સ્થાને ગોઠવાઈ ગયો છે. પણ તું હજુ સુધી કેમ અહી થાંભલાની જેમ ખોડાઈને ઉભો છે.’ આવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે મળતા ઠપકાની જેમ જ મારો કજીન મારા પર ભડક્યો. અને પછી હાથના મજબુત પંજા વડે મને પોતાની સાથે દોરી ગયો.
‘પણ પેલી બે નશીલી આંખો ક્યાં...’ હું સ્વગત બબડ્યો, કદાચ ત્યારે જ હું હોશમાં આવ્યો હોય એમ ફરી મેં પાણીના વ્યવસ્થા વાળા સ્થાને નજર ગુમાવી પણ એ સફેદ સલવારવાળો ઓળો છેક દૂરની ગલીમાં અદ્રશ્ય થતો જ હું જોઈ શક્યો હતો.
વરરાજાને જોવા આવેલી ટોળકી સંપૂર્ણ પણે ફંટાઈ ચુકી હતી. અમુક બાળકો આશ્ચર્ય અને ઉમળકા સાથે વરરાજાના સ્થાનને ઘેરી વળ્યા હતા. પણ પેલી બે આંખો... એ લુપ્ત હતી એ વિસ્તારથી, ક્યાંક દુર સરી ગઈ હતી એ આંખો જેને મારી નજર શોધતી હતી.
લોકો પોતાની વ્યવથા પ્રમાણે ગોઠવાઈ ચુક્યા હતા.
નાનકડા ગામનું વાતાવરણ શહેરી જીવન કરતા પ્રકૃતિના વધુ નજીક હોય છે. લગભગ સો જેટલા વૃક્ષોથી ઘેરાયેલા શાળાના આ મેદાનમાં જાનનો ઉતારો રાખવામાં આવ્યો હતો. મેં ચાલીને ચા-નાસ્તાના કાઉન્ટર તરફ જતી વખતે ચારે દિશામાં નજર દોડાવી જોયું હતું પણ એ આંખો આ પરિસરમાંથી ગાયબ હતી. આ પરિસરમાં બંધાયેલું શાળાનું ઓછું બાંધકામ પણ પ્રકૃતિના સંસર્ગમાં ભવ્ય લાગતું હતું. અહીની હવા અન્ય સ્થળ કરતા વધુ હુંફાળી હતી. જાનના ઉતારામાં બેઠેલા દરેક વ્યક્તિઓ માટે નાસ્તા પાણીની વ્યવસ્થા થઇ ચુકી હતી પણ મારી નજર અન્યત્ર ફરતી હતી.
‘એ ક્યાં ગઈ હશે...?’ હું વધુ એકવાર સ્વગત બબડીને કોઈ દિશા નક્કી કરી શકું એ પહેલા ઘ્રુવે મારા હાથમાં કોલાનો ગ્લાસ થમાવી દીધો. મારે અત્યારે એના કરતા વધુ જરૂર તો ચા પીવાની હતી. છતાં મેં એ આંખોની માયામાં બધું જ ભૂલી ગયો અને મેં ત્રણેક ઘૂંટડે કોલ્ડડ્રીંક ઘટઘટાવીને પછી કઈક કહેવાનું વિચાર્યું. હું કઈ એ પહેલા ધ્રુવે મને કહી દીધું. ‘વિમલ થોડીક વાર અહી બેસ, થોડીક દોડધામમાં શાંતિ થાય એટલે આપણે લગ્નવાળા ઘર તરફ જઈએ.’
‘જ્યારે કોઈ અજાણી જગ્યાએ આપણે ઓચિંતા કોઈ બંધનમાં અજાણતા જકડાઈ જઈએ ત્યારે, શું કરવું એ આપણને ત્યારે નથી સમજાતું. મારી સ્થતિ પણ ત્યારે એવી જ હતી.’ એટલે મેં છેલ્લે કાઈ જ ન સુજતા સામેના ખુલ્લા આકાશમાં અંધકારને ચીરવાની નિષ્ફળ કોશિશો પણ કરી જોઈ.
‘પણ કોણ હતી એ વ્યક્તિ...?’ જીનલે મારા હાથને સહેજ સ્પર્શ કર્યો અને ફરીથી કહ્યું. ‘સ્વરા જ હતી ને...?’
‘હા પણ અને ના પણ, એ બંને આંખોમાં કઈક હતું. કઈક ગહન જેના અર્થ ત્યારે ન સમજાયા.’
‘શું હોઈ શકે...?’
‘હું નથી જાણતો પણ આ એજ છોકરીની આંખો હતી. જે મને આજે પણ એના હોવાનો અહેસાસ અપાવે છે.’
‘એ.... જ.... છોકરી...’
‘હા સ્વરા, નાનકડા ગામમાં વસતી અત્યાધુનિક પ્રકારની મોર્ડન છોકરી જેના વિષે પાછળથી મને સમજાયું કે એ મૂળ મુંબઈમાં ઉછરી હતી.
‘કદાચ એટલે જ એ ગામડામાં શહેરી છાપ ઉભી કરી શકી હશે.’
‘હા...’ હું બસ દિગ્મૂઢ પણે ખુલા આકાશને ખાસ્સા સમય સુધી તાકતો રહ્યો હતો.
***
‘એક વાત કહીશ મને ?’ સતત આભમાં છવાતા અંધકારને જોયા કર્યા પછી, મેં એના ખભા પર હાથ મુક્યો.
એ ઘણું બધું કહેવા ઈચ્છતી હતી પણ ત્યારે, એણે જવાબમાં બસ આછું સ્મિત વેર્યું.
‘આપણા વચ્ચે કાઈ હોય, એ તને યોગ્ય લાગે છે...?’
‘આ શું કહે છે.’ એણે મારા દિલ પર હાથ મુક્યો.
‘હું નક્કી જ નથી કરી શકતો.’
‘એમાં આમ જોતા યોગ્ય જેવું કાઈ છે જ નહિ.’ એના ચહેરા પર અત્યારે આછું સ્મિત ઉભરાઈ રહ્યું હતું. એના ભાવોમાં એક કંપન હતું પણ એના દિલમાં કદાચ મારા પ્રત્યેના ઉન્માદો વધતા જઈ રહ્યા હતા. ‘તું જ કેમ નથી અનુભવી લેતો કે આ શું કહે છે.’ એણે ફરી એ કાળા તલની કિનારે મારો હાથ ટેકવ્યો, ત્યારે જ મને ખબર પડી એના શર્ટના ઉપરના બંને બટન હજુ ખુલ્લા હતા.
‘હું પણ લાગણીના સંબંધો માટે અન્ય પરિબળોને મહત્વ નથી આપતો પણ, તારી ભાવનાઓ મારા માટે મારી ઈચ્છાઓ અને આવેગો કરતા વધુ મહત્વની છે. તારી ખુશી...’ હું અટક્યો કદાચ સામેના આભમાં સ્વરા મારી સામે હસી રહી હતી. એની આંખોમાં આંખ પરોવીને હું જાણે સ્વગત સ્વરાને કહી રહ્યો હોય એમ મેં કહ્યું.’ ભલે સ્વરા સમજીને જ પણ અજાણતા જ હું તને ચાહવા લાગ્યો છું.’
‘તું જે સમજીને ચાહે મને વાંધો નથી. અને રહી વાત ખુશીની તો તને એવું કેમ લાગે છે, કે આ બધું હું મારી અનિચ્છાએ કહી રહી હોઈશ.’
‘તો ચલ નીચે જઈને વાત કરીએ, આમ પણ મારા ઘરે આજે કોઈ નથી.’
‘હાશ, હું પણ એજ કહેવાની હતી. મને ઠંડી લાગવા લાગી છે હવે.’ એણે મને કહેતાની સાથે જ હાથથી પકડીને ઉભો કર્યો અને મારી સાથે સાથે સીડીઓ તરફ દોરી ગઈ. એણે મને ખેંચતી વખતે અછડતી નજરે એકવાર પોતાના ઘરની સીડીઓ તરફ પણ નજર દોડાવી લીધી હતી. ત્યારે લગભગ રાતના અગિયાર વાગી રહ્યા હતા. હું નીચે જઈ મારા સોફામાં આડો પડ્યો અને એ મારા માથા પાસે નીચે બેસી ગઈ. મારા એકાંતમાં આટલા નજીક આવનાર જીનલ પ્રથમ વ્યક્તિ હતી. એનો અહેસાસ મને વધુ આનંદ આપતો હતો. પણ સાથે જ એના નજીક આવવાથી મારા લાગણીના આવેગોને રોકી શકવા મારા માટે વધુ મુશ્કેલ બનતા જઈ રહ્યા હતા.
*****