Saral Jodni in Gujarati Human Science by Kashyap Chandulal Dalal books and stories PDF | Saral Jodni

Featured Books
Categories
Share

Saral Jodni


સરળ જોડણી

કશ્યપ ચંદુલાલ દલાલ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

(જોડણી અુંઝાજોડણી પ્રમાણે)

વીચારોનું સાનન્દ સ્વાગતમ્‌

- કનુભાઈ જાની

વીચારોને મોં જોઈને ન પોંખાય. ગાંધીજીએ ક્યાંય એવું કહ્યાનું જાણમાં નથી કે, ‘હવે પછી ભાશા વીશે વીચાર કરવાનો એકાધીકાર વીદ્યાપીઠ અને તેને સમર્પીત પંડીતોનો જ રહેશે.’ જોકે કશ્યપભાઈ, અથાક સંશોધન પછી ગાંધીજીના દીવસે-દીવસની કામગીરીની કાળજીભરી દીનવારી લખનારના વારસદાર છે. એક સંપુર્ણ સમાજસમર્પીત જીવનવાળા છે. એકાઉન્ટ્‌સના-હીસાબના માણસ. ભાશાને વાપરતાં વાપરતાં ક્યાં એનું કેટલું ચલણ ઘસાયેલું છે એની વાત કરે છે.

સાંભળવી પડે. આજે આમ ખુલ્લે દીલે સામે ચાલીને વાત-વીચાર મુકનાર ક્‌યાં છે ? વીચારની પ્રક્રીયા આમ જ અંગતમાંથી સામાજીક સ્તરની બને. સહુ સાથે - એકબીજા - સાથે વીચારી જ ના શકાય તો લોકશાહી કેવી ?

હું આમાંના કેટલાક મુદૃા લઉં :

૧) હા, જોડણીસુધારાની માગ અવીરત ૧૮૨૫થી - જરવીસ - હોપ; નર્મદ - નવલરામ; ગો.મા. - નરસીંહરાવ; જોડણીકોશ (૧૯૨૯) - પછી સતત આજ સુધી જડતા ૧૯૨૯થી આવી !

‘યા વીદ્યા સા વીમુક્તયે’ - એણેજ બાંધવાનો પ્રયત્ન કર્યો !

૨) ગાંધીવાક્યમ્‌ પ્રમાણમ્‌ ? ‘સ્વેચ્છાએ’ની ના પણ, કે.કા. કહે છે તેમ ‘સમજીને’ તો થઈ શકે. કે.કા., નરસીંહરાવ, સ્વામી આનંદ વગેરેએ એમ કર્યું જ ને ?

૩) એક બંધ કમરે વીદ્વાનો નીબંધ લખે - એ પ્રયોગ કશ્યપભાઈ સુચવે છે - જેથી કોણ કેટલા વીદ્યાપીઠીય જોડણીમાં રહી શકે તેની જાણ થાય. પણ વીનોદ મેઘાણી સંપાદીત બે ભાગનો મેઘાણી પત્રસંચય જો જો; એમાં ઘણા સાહીત્યકારો લેખકોના પત્રો એમની મુળ જોડણીમાં છે ! આ તો બધા વાછડા ‘પ્રુફરીડર’ નામના ખીલાને જોરે કુદે છે એની ભાળ ત્યાં મળી જશે.

૪) ગુજરાતી એ સ્વતંત્ર ભાશા જ છે, એ હજુ યે કહેવું પડશે ? શબ્દો જ્યાંથી આવ્યા હોય ત્યાંથી, અહીં વસી ગયા પછી અહીંના જ ગણાય. નહી તો ગુજરાતીને સ્વતંત્ર, એટલે જેને પોતાનું જ આગવું ‘તંત્ર’ (વ્યવસ્થા) છે, એમ કહેવાનો અર્થ નથી ! ‘પુરવણી’ના સહકર્મીઓ વતી ડા. ચંદ્રકાન્ત શેઠે અંગ્રેજી શબ્દોની જોડણી પ્રચલીત ઉચ્ચાર અનુસાર કર્યાનું જણાવ્યું છે; એ જ નીયમ અન્ય શબ્દો માટે પણ કારગત ગણાય. નીવાસીઓ સહુ સરખા. એકને વીશેષ દરજ્જો, બીજાને નહી એ કેમ ચાલે ? આ તો લોકશાહી છે, ‘તંત્ર’ છે પણ સહુ માટે સમાન.

૫) કશ્યપભાઈએ એક મહત્વની વાત કરી છે. અંગ્રેજી ‘સ્પેલીંગ ડીક્ષનરી’ની વીભાવના જ અંગ્રેજી-પરસ્તીમાંથી આવી છે.

સદ્‌ભાગ્યે આપણી ભાશા હજારો વર્ષની એક સુદીર્ઘ સીધી પરંપરામાં ઉતરતી આવી છે, અને લીપી જરુર પ્રમાણે ઉચ્ચારાનુસારી (‘ફોનેટીક’) આજ સુધી રહી છે. આ લાભ જાણીજોઈને શાને તરછોડવો ?

૬) હા, કેટલાંક લીપી-ચીહ્‌નો ઉચ્ચાર પ્રમાણેનાં ન જણાય, તો એને કાઢવાનું પણ વીચારી જ શકાય. દા.ત. ઋ, ષ. એ જ રીતે અર્થક્ષમ હ્‌સ્વ-દીર્ઘત્વ જો શબ્દલક્ષણ ન રહ્યું હોય, તો તે, છેક ગો.મા.થી જયન્ત કોઠારી સુધીનાનું તારણ હોય તો, વહેલી તકે જાય એમાં ‘સોનામાં સુગંધ ભળશે’ એવું એક ભાષાવીજ્ઞાનીનું એકવારનું કથન હતું. અુંઝા - ઠરાવે તો એને મહોર મારી છે.

૭) લીપીમાં પણ આપણે જ આપણી લીપી-પરંપરામાં ફેર કરીને ઘડી છે. શીરો રેખા ગઈ; મુળમાં ષ્-ષ્શ્વ (એ-ઐ) માટે જુદા ચીહ્‌નો હતા; તેને, ‘અ’ સાથે ‘માત્રા’નું ચીહ્‌ન જોડી, ટાળ્યાં તો એ જ ‘અ’ને ‘ઇ’, ‘ઉ’ આદી ચીહ્‌નો જોડવાનો સપ્રયોગ પ્રયત્ન મહેન્દ્રભાઈ જેવા કરે, તે પરંપરાની વીરુદ્ધનું ન હોઈ, કેમ ન વીચારી શકાય ? પ્રજા એકદમ એકસાથે બધા સુધારા માટે તત્પર ન હોય, તો ‘ધીમે ધીમે સેધારાનો સાર’ સજને એને સંભાળવવો એ જ રસ્તો છે. પણ રસ્તો-પ્રયોગનો કે સુધારાનો કે વીચારવાનો ય - બંધ કરી દેવો તે તો ભાશાને ગુંગળાવવા જેવું ગણાય.

૮) કશ્યપભાઈની એક વાત અમાન્ય : સંસ્કૃત મૃત ભાષા નથી. ભાષા સતત પરીવર્તીત થતી રહેતી એક પ્રક્રીયા છે ને એકાએક એનું નવું રુપ જણાતાં નામ બદલવું પડે છે ! કોઈ ભાષા મરતી નથી. એ બદલાઈ જાય પછી આગલી ભાષા વીદ્યાનું રુપ લે !

સંસ્કૃત ને પ્રાકૃત તથા અપભ્રંશ અભ્યાસવા યોગ્ય. ને એમાંની મબલક સાંસ્કૃતીક સામગ્રી, તથા એના જુદા શબ્દો વગેરે બધું નવા મંડાણમાં ખપમાં આવે. અલબત્ત સંસ્કૃતપ્રેમથી મારી - મચડીને શબ્દો પરાણે લાવવા કે એના વ્યાકરણને ઠઠાડવું એ વૈજ્ઞાનીક અભીગમ નથી.

૯) ‘કોશ’ના નીયમો જ યમો બન્યા છે એ વાત સાચી છે. એ કવીશ્રી ચંદ્રકાન્તનો દાવો તો એવો છે કે એ લેખન ઉપરાંત ‘ઉચ્ચારણ કેમ કરવું તે અંગેના’ પણ છે ! કવી પાછા સંશોધક- વીદ્વાન પણ છે, એટલે આપણે એને ‘નવી શોધ’ ગણી ના શકીએ ?

૧૦) કશ્યપભાઈના બધા મુદૃાની ચર્ચા અહીં પ્રસ્તુત નથી. પણ સરળતા સહેજે શાસ્ત્રીયતા જાળવીને એક વાક્યતા લાવતી હોય તો એવા સુધારા વીચારવા જ અને અમલાવા પણ જોઈએ જ.

૧૧) કશ્યપભાઈએ આપેલા ત્રણે કોઠા અત્યંત મહત્વના છે. વાત તર્કબધ્ધ ને પ્રતીતીજનક રીતે મુકવાની એમની ફાવટને ધન્યવાદ ! આ રીતે વીચારવાની, કોઠાબધ્ધ મુકવાની, સુધારા માટે સૌને હાકલવાની રીત દાદ માગી લે તેવી છે.

સાનન્દ સ્વાગત !

૬, ઘોષા સોસાયટી, અમદાવાદ ૩૮૦૦૫૪

તા. ૨૮ નવેંબર ૨૦૦૬

પ્રસ્તાવના

(આ પુસ્તીકાની જોડણી અુંઝાજોડણી અુપરાંત મારી અલ્પ સમજ અને ધુન પ્રમાણેની કરી છે.)

ગુજરાતી ભાશાશાસ્ત્રની દ્‌રશ્ટીએ હું સાવ સામાન્ય માણસ છું. બેચાર લેખ લખવાથી કે એકાદ પુસ્તકનું સંપાદન કરવાથી કાંઅી લેખક ના બની જવાય (સુંઠના ગાંગડે ગાંધી ના થવાય) એ બાબતથી હું સંપુર્‌ણ સભાન છું. અને એટલે જ આ પુસ્તીકા લખતાં અત્યંત સંકોચ અનુભવું છું. જોકે સાવ નાનપણથી એટલું તો મારા મગજમાં દ્‌રઢીભુત થઅી જ ગયું હતું કે ગુજરાતી ભાશા જોડણીની દ્‌રશ્ટીએ બીલકુલ બેકાર છે. અને એમાં બૌધ્ધીક દ્‌રશ્‌ટીએ ફેરફાર કરવાની તાતી જરુર છે. આ પુસ્તીકા જે જોડણીમાં લખાઅી છે તે જ જોડણીમાં સંપાદીત કરેલું એક આખું પુસ્તક (ચંદુલાલ ભગુભાઅી દલાલ - જીવન ચરીત્ર, સંસ્મરણો, ચીંતનાત્મક લેખો અને મુક્‌તકો) મેં પ્રકાશીત કર્‌યું છે. તેમાં જાહેર કરેલાં મારા વીચારોથી પરીચીત પ્રા. રામજીભાઅી પટેલના પ્રોત્‌સાહનથી આ પુસ્તીકા લખી રહ્‌યો છું.

કોઅી રખે એમ માનતા કે ગુજરાતી ભાશાની જોડણી વ્યવસ્થામાં ફેરફારો કરવા જોઅીએ તેવો માત્ર મારો મત છે. અરે છેક મહીપતરામ, સુરતના પ્રથમ કોશકાર દલપતરામ ભગુભાઅી, ટેલર, ટી.સી. હોપ, બારેજાના મહેતાજી પુરુશોત્તમ મુગટરામ, નવલરામ, કવી નર્‌મદ, નરસીંહરાવ દીવેટીયા, કેશવ હર્‌શદ ધ્રુવ, ગોવર્‌ધનરામ, મણીલાલ નભુભાઅી દ્‌વીવેદી, કાકાસાહેબ કાલેલકર, કીશોરલાલ મશરુવાળા, પંડીત બેચરદાસ દોશી, પ્રાબોધ પંડીત થી માંડીને હાલના રામજીભાઅી પટેલ, કનુભાઅી જાની, જયંતભાઅી કોઠારી, અુર્‌મીબેન દેસાઅી, યોગેન્દ્‌રભાઅી વ્યાસ, અુત્તમભાઅી ગજ્‌જર, યશવંતભાઅી દોશી, રમણભાઅી પાઠક, દયાશંકર જોશી, કાંતીલાલ નંદશંકર જોશી, પુરુશોત્તમ મીસ્ત્રી, જગદીશ શાહ, અીન્દુકુમાર જાની, ચીનુભાઅી ગી. શાહ, ડા. નીશીથ ધ્રુવ, મહેન્દ્‌રભાઅી મેઘાણી, રતીલાલ સાં. નાયક, સોમાભાઅી પટેલ, જયંત ગાડીત, ગુલાબ ભેડા, બળવંત પટેલ, તુલસીભાઅી પટેલ, મનહર જમીલ, સરોજ પટેલ, મહેશ દવે, હસુ રાવલ, નવલભાઅી શાહ, ભ્રુગુરાય અંજારીયા, ચીનુભાઅી શાહ, કીરણ ત્રીવેદી, કાંતીભાઅી બી. શાહ, મનીશી જાની, વીક્‌રમભાઅી દલાલ, ફાધર વર્‌ગીસ પાલ વગેરે અનેક મહાનુભવો, વીદ્‌વાનો, શીક્‌શકો, પ્રાધ્યાપકો, આચાર્‌યો પણ વધતાઓછા અંશે ગુજરાતી ભાશાની જોડણીમાં ફેરફારો કરવા જોઅીએ તેવું માનતા હતા / માને છે.

મારી દ્‌રશ્‌ટીએ ગુજરાતી ભાશાની જોડણી જેવી હોવી જોઅીએ તેવી જોડણીમાં આ આખું લખાણ લખ્યું છે. વાચકની આંખ આવી જોડણીથી ટેવાઅી ના હોવાથી સ્વાભાવીક છે કે પુસ્તીકા વાંચતા તકલીફ પડશે. પરંતુ લખાણમાં કઅીંક એવું તત્ત્વ પડ્યું છે કે બુધ્ધીશાળી વાચક પુરી પુસ્તીકા વાંચીને જ જંપશે તેવી મારી શ્રધ્ધા છે. વાચકને પડનાર તકલીફ બદલ અત્યારથી જ તેમની ક્‌શમા માંગું છું. મારી દ્‌રશ્‌ટીએ ગુજરાતી ભાશાની આદર્‌શ જોડણી/લીપી એવી હોવી જોઅીએ કે હોય.

૧) જે લખવા-વાંચવામાં ખુબ જ સરળ હોય.

૨) જેમાં નીયમો તથા તેના અપવાદો બને તેટલા ઓછા

૩) જેમાં એક પણ જોડાક્‌શર ના હોય.

૪) જેમાં એક પણ બીનજરુરી અક્‌શર કે ચીહ્‌ન ના હોય.

૫) જેમાં જેવું બોલાતું હોય તેવું જ લખાતું હોય અને જેવું લખાતું હોય તેવું જ બોલાતું હોય.

મારા પહેલાં અનેક વીદ્‌વાનોએ ગુજરાતી ભાશાની જોડણીમાં ફેરફાર કરવાના સ્તુત્ય પ્રયત્નો કર્‌યા છે, જેના ફળસ્વરુપે અનેક પુસ્તકો સુધારેલી જોડણીમાં પ્રકાશીત થઅી ચુક્યાં છે અને થઅી રહ્‌યાં છે. નયા માર્‌ગ, શીવામ્બુ, વીવેક પંથી, વૈશ્વીક માનવવાદ, સલામતી જેવા અનેક સામયીકો નીયમીત રીતે સુધારેલી જોડણીમાં પ્રકાશીત થાય છે. આ વીદ્‌વાનો પૈકી પ્રા. રામજીભાઅી પટેલ, પ્રા. કનુભાઅી જાની, શ્રી અુત્તમભાઅી ગજ્જર, પ્રા. સોમાભાઅી પટેલ, પ્રા. જયંતભાઅી કોઠારી વગેરે મીત્રોએ ગુજરાતી ભાશાની જોડણી વીશે જે તનતોડ અને સ્તુત્ય પ્રયત્નો કર્‌યા છે અને કરી રહ્‌યા છે તેને આજની પેઢી ભલે પુરતો ન્યાય આપતી નથી પરંતુ ભવીશ્યની પેઢી તેમનો જેટલો આભાર માને તેટલો ઓછો. ગુજરાતી ભાશાની જોડણીના વીકાસના અીતીહાસમાં એક દીવસ તેમના વીશે સુવર્‌ણ અક્‌શરે લખાશે તેમાં કોઅી શક નથી.

આ લખાણ અુંઝાજોડણીમાં ગણાય કે કેમ તે વીવાદાસ્પદ છે. કેમકે અુંઝા જોડણીમાં ઇ-ઉ છે, જ્‌યારે મેં અી-અુ વાપર્‌યા છે. જોકે બંનેમાં એક જ અી-અુ છે. સુચીત બીજી જદોડણી પરીશદમાં ઇ-ઉને બદલે અી-અુ સ્વીકારાશે યા ઇ-ઉના વીકલ્પે અી-અુ માન્ય ગણાશે એવી મને આશા છે. આ અુપરાંત ષને બદલે શ, ઋને બદલે રુ, ક્ષને બદલે ક્‌શ, જ્ઞને બદલે ગ્ન,.... વગેરે ફેરફારો પ્રયોગાત્મક રીતે મેં કર્‌યા છે.

ચર્‌ચાવીચારણામાં આવા પ્રયોગોનું પણ મહત્વ છે તે સુગ્ન વાચક સમજી શકશે. અુંઝાજોડણીવાળાં પુસ્તકોમાં આ પુસ્તીકાનો સમાવેશ થાય યા ન થાય મારે મન એ મહત્વનો મુદ્‌દો નથી. આપણી જોડણી વ્યવસ્થા કેટલાક આવશ્યક ફેરફારો માંગે છે અને એ સારુ ભાશાપ્રેમી વાચકો વીચારતા થાય તેથી મને સંતોશ છે.

“વીચારોનું સાનન્દ સ્વાગતમ્‌” લખી પુસ્તીકાનું સ્વાગત કરનાર તથા પુસ્તીકાનો કાચો મુસદ્‌દો અત્યંત કાળજીપુર્‌વક વાંચી જઅી અમુલ્ય દોરવણી આપી મારી ભુલો સુધારી આપનાર કનુભાઅી જાનીનો હું અત્યંત રુણી છું, તથા પુસ્તીકાનો કાચો મુસદ્‌દો અત્યંત કાળજીપુર્‌વક વાંચી જઅી અમુલ્ય માર્‌ગદર્‌શન આપી મારી ભુલો સુધારી આપનાર રામજીભાઅી પટેલ અને સરોજબેન પટેલનો પણ હું અત્યંત આભારી છું.

આ આખી પુસ્તીકાનું ટાઅીપસેટીંગ મેં જાતે કર્‌યું છે. પરંતુ તેનો સમગ્ર ડેટા અન્ય સંગણક પર મારા દીકરા ચી. બાદલે કરી આપ્યો છે તથા તેનું પેજમેકરમાં રુપાંતર મદન ઝાએ કરી આપ્યું છે. બંનેનો હું આભારી છું. આ પુસ્તીકાના આલેખન માટે જેના સંદર્‌ભ લીધા છે તેની યાદી પુસ્તીકાના અંતે આપી છે. તેના સર્‌વે લેખકો, સંપાદકો તથા વ્યાખ્યાતાઓનો આભારી છું. ખાસ કરીને મુનીશ્રી હીતવીજયજીનો એમના પુસ્તકોમાં અનેક જોડાક્‌શરો છુટા કરીને બતાવ્યા છે; જેણે મને ભાન કરાવ્યું કે આપણા જોડાક્‌શરોમાં કેટલી ક્લીશ્ટતા છે.

આ પુસ્તીકા સમાજના બે વર્‌ગોને ધ્યાનમાં રાખીને મેં લખી છે ઃ-

૧) સમાજનો એવો વર્‌ગ કે જે આપણી જોડણી વ્યવસ્થામાં રહેલી કચાશથી બીલકુલ અગ્નાત કે લાપરવાહ છે. આશા રાખું છું કે આ પુસ્તીકા વાંચી તેમનામાં જાગ્રુતી આવશે. તેમનામાંથી જેઓ વૈગ્નાનીક અભીગમ ધરાવતા હશે, જેઓ પોતાની તર્‌કશક્‌તી વાપરશે, જેઓ મગજના દ્‌વાર ખુલ્લા રાખતા હશે, જેઓ રુઢીચુસ્ત વલણ ધરાવતા નહી હોય તેઓ જરુરથી જોડણીસુધાર અભીયાનમાં તન, મન અને ધનથી જોડાઅી જશે.

૨) સમાજનો એવો વર્‌ગ કે જે જોડણી સુધાર અભીયાનમાં જોડાઅી તો ગયો જ છે, પરંતુ જે અુંઝાજોડણી (એકજ ઇ-ઉ)માંજ અીતીશ્રી માને છે. આશા રાખું છું કે આ પુસ્તીકા વાંચી તેમને ખ્યાલ આવશે કે હજુ ઘણા સુધારાઓ કરવાના બાકી છે. અને તેઓ તે પ્રત્યે સક્‌રીય થશે.

બાકી, રુઢીચુસ્તો અુપર આ પુસ્તીકાની કોઅી જ અસર નહીં થાય તેની મને પાક્‌કી ખાત્રી છે.

- કશ્યપ ચંદુલાલ દલાલ

૧૩, ભારતી નીવાસ સોસાયટી, નગરી હાસ્પીટલ પાસે,

એલીસબ્રીજ, અમદાવાદ ૩૮૦૦૦૬.

(આ પુસ્તીકાની જોડણી અુંઝાજોડણી અુપરાંત મારી અલ્પ સમજ અને ધુન પ્રમાણેની કરી છે.)

મુ. દીલાવરસીંહ જાડેજાએ વર્‌ણવેલાં ર્‌દ્બ-ડ્ઢૈષ્ઠા-ૐટ્ઠિિઅ ની કક્‌શાની હું એક સામાન્ય વ્યક્‌તી છું. પરંતુ એટલું ચોક્‌કસ છે કે હું સરળ, તર્‌કશુધ્ધ જોડણીપ્રેમી જરુર છું. આદર્‌શ જોડણી કોને કહેવાય ? આદર્‌શ જોડણી એટલે એવી જોડણી કે જેમાં કશું અતાર્‌કીક ના હોય. બધુંજ વૈગ્નાનીક હોય.

સરળતા હોય. અપવાદો ના હોય. જોડાક્‌શરો ના હોય. વીકલ્પો શક્‌ય તેટલા ઓછા હોય. ગુજરાતી ભાશાની જોડણીનો અીતીહાસ જોતાં માલુમ પડે છે કે ગુજરાતી ભાશાની જોડણી વર્‌શો પહેલાં જેને જેમ ફાવે તેમ કરતાં. તે પછી ટેલર, મહીપતરામ, મહેતાજી પુરુશોત્તમ, નર્‌મદ, નવલરામ, ગોવર્‌ધનરામ વગેરેએ ઘણાં સુધારાઓ સુચવ્યાં. તે પછી મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી સને ૧૯૨૯માં ગુજરાત વીદ્‌યાપીઠે કેટલાક તજગ્નોની મદદથી જોડણીકોશ પ્રકાશીત કર્‌યો (જોકે એ તજગ્નો પુરતા સક્‌શમ હતા કે કેમ તે વીશે કેટલાંકને શંકા છે, એ તજગ્નો ખરેખર તો લોકસેવકો હતા અને નહી કે ભાશાવીગ્નાનીઓ. પંડીત બેચરદાસ દોશી તે વખતે વીદ્‌યાપીઠમાં જ હતા છતાં તેમની સરાસર અુપેક્‌શા જ કરવામાં આવી હતી. જો તેમના જેવા ભાશાવીગ્નાનીની મદદ લીધી હોત તો ચોક્‌કસ જોડણીકોશ તદ્‌દન જુદો જ હોત.) અને ગાંધીજીએ “હવે પછી કોઅીને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધીકાર નથી.” એમ કહી તેને મંજુરીની મહોર મારી. (જોકે એ વાત વીવાદાસ્પદ છે કે ખુદ ગાંધીજીને એમ કહેવાનો અધીકાર કોણે આપ્યો હતો ? ગાંધીજી ખચીત સરમુખત્યાર તો નહોતા જ. વળી સંભવ છે કે ગાંધીજીને કોઅી ભાશાવીગ્નાનીએ સમજાવ્યા હોય તો તેઓ તેમાં પણ તર્‌કસંબધ્ધ સુધારાઓ જરુર કરત ! અનેક વધુ અગત્યનાં કામોમાં ડુબેલા ગાંધીજીને સ્વાભાવીક રીતે જ જોડણીકોશે બનાવેલા નીયમો જોવાનો વખત જ મળ્‌યો નહીં હોય. નહીતર એ નીયમોને ફાડીને ફગાવી દીધા હોત એટલું જ નહીં, પોતાની જગપ્રસીધ્ધ લાકડી અુગામી વીદ્‌યાપીઠવાળાઓ પાસે જોડણીના નીયમોમાં સુધારાઓ કરાવ્યા હોત.) વળી સને ૧૯૩૬ની ગુજરાતી સાહીત્ય પરીશદ દરમ્યાન ગાંધીજીએ શ્રી. કે.કા. શાસ્ત્રીને “આનાથી જોડણી સુધારાના દ્‌વાર બંધ થતા નથી” એમ દીલાસો આપ્યો હતો એમ ખુદ શ્રી. કે.કા. શાસ્ત્રી પોતે કહે છે. માટે ગાંધીજીના “હવે પછી કોઅીને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધીકાર નથી.” એ વાક્યને પકડી રાખવું એ નરી મુર્‌ખતા જ છે. આપણે યાદ રાખવું જોઅીએ કે ગાંધીજીએ એમના વાક્‌યમાં “સ્વેચ્છાએ” શબ્દનો અુપયોગ કર્‌યો છે પરંતુ શ્રી. કે.કા. શાસ્ત્રીએ કહ્‌યું છે કે “સમઝીને જુદી જોડણી કરનારાઓ અપરાધી કદી નથી.”

મોટો કોશ, બડા કોશ, બ્રુહત કોશ વગેરેના કોશકાર તથા ગુજરાતી વીભાગના પુર્‌વ અધ્યક્‌શ પ્રો. રતીલાલ સાં. નાયકના શબ્દો જોઅીએ, “મેં (જોડણીકોશના) બધા નીયમો ચકાસ્યા... તો એટલી બધી અસંગતતાઓ લાગી કે ન પુછો.”.... “મેં તો જે જ્‌યાંની જોડણી મને બદલવા જેવી લાગી ત્યાં બદલી પણ નાંખી છે.”

ડૉ. દયાશંકર જોશીના આરોપો છે કે “ગુજરાતીમાં એમ.એ.; પીએચ.ડી. થયેલા શીક્‌શીતો પણ હ્‌રસ્વ-દીર્‌ઘની ભુલો કરે છે, રેફ ક્‌યાં મુકવો તે તેમને આવડતું નથી.” આ સત્ય છે પણ તેઓ (શીક્‌શીતો) તેનો સ્વીકાર નહી કરે કારણ કે તેમાં તેમનો અહમ્‌ ઘવાય, જાહેર થઅી જાય કે તેઓ પોતે તે બાબતમાં અસ્પશ્ટ છે, કે પછી તેઓ રુઢીચુસ્ત છે; તેઓ આવા પ્રસંગે જોડણીકોશનો અુપયોગ કરી, પોતાના પાંડીત્યનો ડોળ ચાલુ રાખે છે. જો શીક્‌શીતોની સ્થીતી આવી છે તો પછી સામાન્ય માણસની દશા કેવી હોય એ સહેજે સમજી શકાય તેમ છે.

એક પ્રયોગ કરવા જેવો છે. ગુજરાત વીદ્‌યાપીઠ પસંદ કરે તેવા પ૦ ગુજરાતી ભાશાના “વીદ્‌વાનો”ને તેમને પસંદ પડે તેવા વીશય અુપર પાંચ પાનાનો એક નીબંધ લખવા બેસાડવા. જોકે એ કાળજી રાખવી કે તેમના હાથમાં જોડણીકોશ ના આવે. નીબંધ લખાઅી જાય પછી તેમણે કરેલી જોડણીઓ જોડણીકોશ સાથે સરખાવવી. એક પણ “વીદ્‌વાન”નું લખાણ કોઅી પણ ‘ભુલ’ વગરનું નીકળે એવું હું નથી માનતો. જો કહેવાતા “વીદ્‌વાનો” પણ ‘ભુલો’ કરતા હોય તો સામાન્ય માણસો તો ‘ભુલો’ કરવાનાં જ છે. હકીકતમાં તો આ ‘ભુલો’ને ‘ભુલો’ કહેવી તે જ મોટી ‘ભુલ’ છે. આવી કહેવાતી ‘ભુલો’ને ‘શુધ્ધ’ શબ્દથી નવાજીએ તો પછી ‘ભુલો’ આપોઆપ નીકળી જાય ! એનો એક માત્ર અુપાય એ છે કે જોડણીના કદરુપા નીયમોમાં રહેલી ‘ભુલો’ને ખુદને જ સુધારીને ‘શુધ્ધ’ બનાવીએ.

સરુપબેન ધ્રુવ એક શીક્‌શીકા છે. સાહીત્યકાર છે. સેંટ ઝેવીયર્‌સ હાસ્ટેલના બીનગુજરાતીઓને ગુજરાતી શીખવાડે છે. નીચલા વર્‌ગોમાં આદીવાસીઓમાં પણ શીક્‌શણનું કાર્‌ય કરે છે. તેઓ એક પત્રમાં લખે છે “પચીસેક વર્‌શથી બીનગુજરાતીઓને ગુજરાતી ભાશા અને સાહીત્ય ભણાવું છું. આ જોડણી વીશે સમજાવતાં પગે પાણી અુતાર્‌યાં છે અને કપાળે પરસેવો. કોઅી લાજીક જડ્યું નથી... તેજસ્વી યુવાન-યુવતીઓ ગુજરાતી ભાશા સાહીત્ય ધીક્‌કારતા થઅી ગયાં છે... જોડણી સુધારા વગર (ચાલવાનું) શક્‌ય નથી.”

કલોલના શીક્‌શક શ્રી. સાં. જે. પટેલ લીખીત ‘લીપી વીશે નવો વીચાર’ પુસ્તીકામાં જણાવેલાં મુદ્‌દા નં. ૨૧થી ૪૧ વાંચી જવાની હું સૌને ખાસ ભલામણ કરું છું. વાંચશો તો ખ્યાલ આવશે કે બાળપણમાં આપણા (એમાં હું અને તમે એમ આપણે બધ્ધા આવી ગયાં) બાળમાનસને કેટલો ત્રાસ પહોંચ્યો હશે ? મારા એ વખતના શીક્‌શકોને હું ક્‌યારેય માફ નહી કરી શકું. (જોકે એમાં એમનો શો વાંક ? એ તો બીચારા ચીઠ્‌ઠીના ચાકર !)

‘પરબ’માંથી લીધેલું એક અવતરણ ખુબ સુચક છે. શ્રી. રોહીત કોઠારી લખે છે, “પ્રુફરીડીંગ/પ્રેસસંચાલનના મારા અનુભવે મને જણાયું છે કે જેઓ માન્ય જોડણીને માનવા તૈયાર નથી (સુધારકો) તેમના મોટાભાગનાઓની જોડણી સાચી હોય છે. જ્‌યારે માન્ય જોડણીને માનવવાળા (રુઢીચુસ્તો) પૈકી ઘણાની જોડણી ઘણી જ નબળી હોય છે.”

શું અત્યારે વપરાતી જોડણી આદર્‌શ જોડણી છે ખરી ? જો આ પ્રશ્નનો જવાબ “ના”માં હોય તો તે વીશે કશુંક કરવું જ ઘટે. ગુજરાતી ભાશાના બધાજ ચાહકો માટે શુભ સમાચાર (જો કે ખાસા જુના) એ છે કે સ્વ. કાકાસાહેબ કાલેલકરે, મહેન્દ્‌રભાઅી મેઘાણીએ ‘મીલાપ’ દ્‌વારા અને ભુમીપુત્રના સંપાદકોએ તથા પ્રા. રામજીભાઅી પટેલ અને બીજા પ્રગતીશીલ વીદ્‌વાનોએ એ માટે નીશ્ઠાવાળા પ્રયત્નો ક્‌યારનાય ચાલુ કરી દીધા છે. વીદ્‌યાપીઠીય રુઢીચુસ્તો એનો પણ વીરોધ કરે છે. હકીકતમાં જોડણી સુધારાની હીલચાલ એ ગાંધીજીએ શરુ કરેલી ભાશા વીશેની હીલચાલને જ આગળ ધપાવે છે. બીજા ગાંધીસાહીત્યને બાજુ પર રાખો, માત્ર તેમની આત્મકથા વાંચો તો પણ જણાશે તે તેમના પોતાના જીવનમાં કેટકેટલાં વીચારપરીવર્‌તનો આવતા ગયાં છે. તેઓ ક્‌યારેય સ્થગીત થયેલાં વીચારો લઅીને જીવ્યા નહોતા. એ એક વાતનું પુંછડું પકડીને બેસી રહેનાર નહોતા, જ્‌યારે “ગાંધી વીચારદર્‌શન” શીખવાડનાર વીદ્‌યાપીઠ છેક ૧૯૨૯માં ઘડાયેલાં સાવ ઢંગધડા વગરના નીયમોને પકડીને બેસી રહી છે અને પાછું ઓઠું લે છે ગાંધીજીનું, કે જે પોતે સતત પરીવર્‌તનશીલ વીચારો ધરાવતા હતા. કેવું બેહુદુ !! છેક ૧૯૨૯માં ગાંધીજીએ રજુ કરેલા વીચારોને પકડી રાખવા એ સાચા અર્‌થમાં ગાંધીવીચાર (કે જે સતત પરીવર્‌તનશીલ હતા)થી બરાબર વીરુધ્ધની વાત થઅી ! માટે દરેક સાચા ગાંધીભક્‌તે (અને ખાસ કરીને પોતાને જ સાચા ગાંધીભક્‌ત કહેવડાવનાર વીદ્‌યાપીઠીય રુઢીચુસ્તોએ) તો આ હીલચાલને દીલ દઅીને આગળ ધપાવવી જોઅીએ.

જાણીતા સર્‌વોદયવાદી અને ગાંધીપ્રેમી શ્રી. કાંતીભાઅી શાહે શ્રી. રામજીભાઅી પટેલ પર લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે “જોડણીકોશ અુપરનું ગાંધીજીનું વાક્‌ય પણ હવે કાળબાહ્‌ય ગણાવું જોઅીએ. મતલબ કે હવે નીરર્‌થક ગણાવું જોઅીએ, જોડણીમાં ફેરફાર કરી શકાય.”

જોકે મારો તો ખુલ્‌લો આક્‌શેપ છે કે જોડણીકોશમાં છાપેલા નીયમો વાંચતા-લખતા શીખનાર, શીખવાડનાર કે સામાન્‌ય પ્રજાજન માટે નથી પણ કહેવાતા વીદ્‌વાનોએ જોડણીકોશમાં કરેલી અનીયમીત જોડણીઓના લુલા બચાવ માત્ર માટે છે.

સ્વતંત્ર ભાશા

ગુજરાતી ભાશામાંથી તત્સમ અને તદ્‌ભવ જેવી વાત જ કાઢી નાંખવી જોઅીએ. અન્ય બધી જ ભાશાઓમાંથી અપનાવેલાં શબ્દોની મુળ જોડણી કઅી હતી એ શોધવાની પળોજણમાં પડવાને બદલે તે બધા જ શબ્દો (સંસ્કરુત સહીતના) આપણી ભાશાના ગણી લઅી, તેમની જોડણી આપણી ભાશામાં જ કરવી જોઅીએ. અન્ય ભાશાઓની જોડણીની અરાજકતા દુર કરવાનું કામ જે તે ભાશીઓનું છે, પરંતુ એ લોકો જ્‌યાં સુધી એમ ના કરે ત્યાં સુધી આપણે બેસી રહેવાની જરુર નથી. હકીકતમાં આપણી ભાશાની જોડણીની અરાજકતા દુર કરીને અન્ય ભાશીઓને પણ તેમ કરવા પ્રેરી શકીએ તો સમગ્ર દુનીયાની ભાશાઓ અુપર આપણે મોટો અુપકાર કરી શકીએ.

ભાશા કોની પંડીતોની કે જનતાની ?

સામાન્ય જનતાએ તો ક્‌યારના અમુક અક્‌શરોને તેમની ગુજરાતી ભાશામાંથી કાયમી દેશવટો આપી દીધો છે જ, વળી “ િ ” અને “ ૂ ” ચીહ્‌નોને પણ દેશવટો આપી દીધો છે. તેમને ઘણાં વીદ્‌વાનોનો (તર્‌કશક્‌તીવાળા વીદ્‌વાનોનો જ) ટેકો પણ મળી રહ્‌યો છે. એટલે કાળક્‌રમે સામાન્ય જનતાની ભાશા અને (કહેવાતા) પંડીતોની ભાશા જુદી પડવાની જ છે, એટલું જ નહી પણ પેલા કહેવાતા પંડીતોને પણ કાળક્‌રમે સામાન્ય જનતાની ભાશા જ અપનાવવી પડશે કારણ કે એમની ભાશા સમજશે કોણ ?

વીદ્‌વાન ડા. અુર્‌મીબેન દેસાઅીના પણ જણાવવા મુજબ, “આજે રચાતા શીશ્ટ સાહીત્યની ભાશા અને આમજનતાની ભાશા વચ્ચે રહેલું અંતર કાંઅી ઓછું નથી !!” “આમજનતાની જોડણી અને શીષ્ટોની જોડણી વચ્ચેની ખાઅી મોટીને મોટી થતી ગઅી હોય એમ લાગે છે.”

સંસ્કરુતની દીકરીની, દીકરીની, દીકરીની, દીકરી

ગુજરાતી ભાશાના અીતીહાસના વીશેશગ્ન પ્રા. કનુભાઅી જાનીના મંતવ્ય મુજબ સંસ્કરુતમાંથી પ્રાક્‌રુત થઅી, તેમાંથી ગૌર્‌જર અપભ્રંશ થઅી, તેમાંથી ગુર્‌જરમારુ થઅી અને તેમાંથી ગુજરાતી થઅી. આમ ગુજરાતી એ સંસ્કરુતની દીકરીની, દીકરીની, દીકરીની, દીકરી થઅી.

એટલે એ વાત સાચી છે કે ભારતની મોટા ભાગની ભાશાઓની જેમ ગુજરાતી ભાશા પણ સંસ્કરુત ભાશામાંથી અુતરી આવી છે; પરંતુ એનો અર્‌થ ખચીત એવો તો નથી જ કે સંસ્કરુતની નકલ ગુજરાતી ભાશામાં કરવી પડે. આમેય સંસ્કરુત ભાશાના વ્યાકરણના અનેક નીયમોની આપણે અત્યારે પણ ગુજરાતી ભાશામાં અવહેલના કરતા જ આવ્યા છીએ. વળી સંસ્કરુત ભાશા જે લીપીમાં લખાય છે તે દેવનાગરી લીપીમાં જે અક્‌શરો લખાય છે તેમાનાં કેટલાક અક્‌શરો (‘ઙ્ગ ’ વગેરે) આપણે ગુજરાતી ભાશામાં સાવ જુદી જ રીતે લખીયે જ છીએ. દેવનાગરી લીપીના અક્‌શરોની અુપરની આડી રેખા (શીરોરેખા)ને આપણે ગુજરાતી ભાશામાંથી ક્‌યારનીયે તીલાંજલી આપી ચુક્‌યા છીએ.

સંસ્કરુત વ્યાકરણનો દ્‌વીવચનનો પ્રયોગ ગુજરાતીમાંથી પડતો મુકાયો જ છે. માટે સંસ્કરુતમાં અમુક રીતે લખાય છે માટે આપણે ગુજરાતીમાં પણ તે જ રીતે લખવું જોઅીએ એ વીચારને જ સમુળગો કાઢી નાંખવો જોઅીએ.

નાફેરવાદીઓ (રુઢીચુસ્તો) પોતાની બચાવની દલીલોમાં વારંવાર સંસ્કરુત ભાશાનો સહારો લે છે. ગમે તેવી સમ્રુધ્ધ છતાં લગભગ મ્રુતપ્રાય સંસ્કરુત ભાશા જાણનારા કેટલા ટકા લોકો ? બહુ જ ઓછા ટકા. આ લઘુમતી લોકો માટે બહુમતી લોકો અુપર સંસ્કરુત ભાશાનું ઓઠું લઅી દમન ગુજારવાની શી જરુર ?

ચાલુ જોડણીમાં ફેરફાર ના કરવો જોઅીએ તેવું માનનાર (રુઢીચુસ્ત) વર્‌ગના લેખો વાંચીએ તો એક વાત અુડીને આંખે વળગે કે તે બધાજ સંસ્કરુત ભાશા પ્રત્યે કાંઅીક વધુ પડતો પ્રેમ રાખે છે અને તેથી જ ફેરફારોને અનુકુળ થઅી શકતા નથી (પછી ભલેને તેઓ પોતે જ કહેવાતું “શુધ્ધ” ગુજરાતી જોડણીકોશની મદદ લીધા વગર લખી શકતા ના હોય ને પ્રુફવાચકોની મદદ વગર છપાવી શક્‌યા ના હોય !) જો ગુજરાતી ભાશાનું સંસ્કરુત ભાશા પરનું અવલંબન છોડી દઅીએ અને ગુજરાતી ભાશાને એક સ્વતંત્ર ભાશા તરીકે સ્વીકારીએ તો કંઅી દુનીઆ રસાતાળ નહી થઅી જાય. આ રુઢીચુસ્તોનાં મંતવ્યો વાંચતાં એવો વીચાર વારંવાર આવે છે કે ૧૯૨૯માં જોડણીકોશ રચનારાઓને અને એને માન્યતા આપનાર ગાંધીજીને પણ તે વખતના રુઢીચુસ્તોએ હેરાન કરવામાં, આક્‌શેપો કરવામાં કાંઅી બાકી નહી જ રાખ્યું હોય. રુઢીચુસ્તોનું કામ જ રાજકારણના વીરોધપક્‌શો જેવું જ છે - જ્‌યાં ત્યાં વીરોધ કરવો !

એક જ સરખી જોડણીવાળા પરંતુ ભીન્ન અર્‌થવાળા શબ્દોમાં પુર્‌વાપર સંબંધ જોવાથી ભુલ થવાનો સંભવ રહેતો નથી. અંગ્રેજી ભાશામાં િૈખ્તરં જેવા અનેક શબ્દો છે. પરંતુ તેના પુર્‌વાપર સંબંધ જોવાથી ભુલો થતી નથી. પણ હા, તેને માટે વાચકમાં સામાન્ય બુધ્ધીનો અભાવ ના હોવો જોઅીએ એ ખરું.

ગુજરાતી ભાશા સામાન્ય માણસોને ના સમજાય તેવા અનેક જટીલ નીયમો તથા તેથી પણ અનેક ગણા વધારે અપવાદોના અડાબીડ જંગલોમાં અટવાઅી ગઅી છે અને તેથી માત્ર પંડીતોની ભાશા બની ગઅી છે. હવે જ્યારે શીક્‌શણનો વ્યાપ ઘણો વધ્યો છે અને હજુ પણ વધવાનો છે ત્યારે નીયમો તથા તેના અપવાદો બને તેટલા ઓછા હોવા જોઅીએ કે જેથી સામાન્ય માણસોને પણ સમજાય.

નીયમ નં. ૧

(ગુજરાતી ભાશા જાણવાની પુર્‌વશરતો)

જોડણીકોશનો નીયમ નં. ૧ સૌથી ખતરનાક નીયમ છે. આ નીયમ મુજબ “સંસ્કરુત તત્સમ શબ્દોની જોડણી મુળ પ્રમાણે કરવી જોઅીએ.” પણ એ નક્‌કી કેવી રીતે કરવું કે કયા શબ્દો સંસ્કરુત તત્સમ શબ્દો છે અને કયા નથી ? નીયમોના ઘડવૈયાઓ એમ અપેક્‌શા રાખતા હશે કે ગુજરાતી શીખનાર હરકોઅી બાળકે કે ગુજરાતીમાં પ્રૌઢશીક્‌શણ લેનાર હરકોઅી પ્રૌઢે કે ગુજરાતી શીખનાર હરકોઅી અન્યભાશીએ શું ગુજરાતી શીખતા પહેલાં જાણી લેવું જોઅીએ કે (૧) ગુજરાતી ભાશામાં વપરાતા શબ્દો પૈકી કયા શબ્દો સંસ્કરુત તત્સમ શબ્દો છે અને કયા નથી ? (૨) તે બધા યાદ રાખવાના ? (૩) જે સંસ્કરુત તત્સમ શબ્દો છે તે તમામ શબ્દોની જોડણી સંસ્કરુતમાં કેવી રીતે કરાય છે તે શીખીને તેમણે યાદ રાખવાનું ? જો એમણે આવી અપેક્‌શા રાખી હોય તો એમની અપેક્‌શા અત્યંત બેહુદી અને હાસ્યાસ્પદ છે કારણ કે આ બધી તો ગુજરાતી ભાશા જાણવાની પુર્‌વશરતો થઅી ! અને જો એમણે એવી અપેક્‌શા ના રાખી હોય તો બહેતર છે કે ગુજરાતી ભાશા પુરતી તત્સમ કે તદ્‌ભવ જેવી વાત જ કાઢી જ નાંખે. એક ગણતરી મુજબ ગુજરાતી ભાશાના કુલ ૫૬૮૩૦ શબ્દો પૈકી ૨૦૨૬૫ શબ્દો (આશરે ૪૦% શબ્દો) સંસ્કરુત તત્સમ શબ્દો છે. (આટલા બધા શબ્દોને કોઅી જ ચોક્‌કસ નીયમ લાગુ પડતા નથી !!! કેટલી બધી અરાજકતા !!!) કેટલા કહેવાતા પંડીતોને આ બધા શબ્દોની કહેવાતી “સાચી” જોડણી યાદ છે

? જો પંડીતોના જ હાલ બેહાલ છે, તો મારા જેવા સામાન્ય માણસનું શું ગજુ ?

દુનીયાની બધી ભાશાઓની જેમ ગુજરાતી ભાશાને સમ્રુધ્ધ બનાવવા માટે (સંસ્કરુત ભાશા સહીતની) અીતર ભાશાઓમાંથી શબ્દો અપનાવવા આવકાર્‌ય તો છે જ. પરંતુ એનો અર્‌થ એમ તો નથી જ કે જે તે ભાશાઓમાં (ખાસ કરીને સંસ્કરુત ભાશામાં) કરાતી જોડણી એમની એમ જ અપનાવી લેવી. સંસ્કરુત ભાશા પ્રત્યેના વધુ પડતા મોહને લીધે જ જોડણીકોશે સંસ્કરુત તત્સમ શબ્દોની જોડણી વીશે નીયમ નં. ૧ બનાવ્યો છે; અને તેને કારણે જ ગુજરાતી લખતી વખતે અસંખ્ય (કહેવાતી) “ભુલો” પડે છે. જો સંસ્કરુત તત્સમ શબ્દોની જોડણી મુળ પ્રમાણે કરવાનો આગ્રહ છોડી દઅીએ તો જ “સાચી” શુધ્ધ ગુજરાતી લખતા-બોલતા-વાંચતા શીખી શકાય.

અહીં વીચારવાનો એક મુદ્‌દો એ પણ છે કે ગુજરાતી ભાશાને સમ્રુધ્ધ બનાવવા માટે સંસ્કરુત ભાશા સહીતની અીતર ભાશાઓમાંથી શબ્દો અપનાવ્યા જ છે તો પછી જોડણીકોશનો નીયમ નં. ૧ માત્ર સંસ્કરુત તત્સમ શબ્દો માટે જ કેમ ? અને અન્ય ભાશાઓના તત્સમ શબ્દો માટે કેમ નહીં ?

જાણીતા સાહીત્યસર્‌જક શ્રી. ગુણવંતભાઅી અુપાધ્યાયના શબ્દો જોઅીએ તો “સંસ્કરુતપ્રીય વગદાર વર્‌ગ અીચ્છે છે કે, સંસ્કરુતમાંથી આવેલા તત્સમ શબ્દોની જોડણી યથાતથ રાખવી. એમને પુછવાનું કે શું ગુજરાતી ભાશા ભણનારે, ભાશકે અને સમગ્ર સમુદાયે ફરજીયાત સંસ્કરુત વ્યાકરણ શીખવાનું છે ?”

સામાન્ય નીયમો

આચાર્‌ય શ્રી. સોમાભાઅી પટેલના લખવા મુજબ “કોઅી કોશે એવી ચાવી બતાવી નથી કે આ શબ્દો તત્સમ અને આ તદ્‌ભવ એમ ઓળખી શકાય.” “તત્સમ અને તદ્‌ભવ એ શબ્દોનો ભેદ આપણે ક્‌યારેય કરી શકતાં નથી, શીક્‌શક કરી શકતાં નથી, પછી વીદ્‌યાર્‌થીઓને શું શીખવી શકે ?”

જોડણીકોશની પ્રથમ આવ્રુત્તીના નીવેદનમાં જોડણીના નીયમો વીશે લખાયું છે કે “નવા વાંચતા શીખનારને સગવડ થાય એ અુદ્‌દેશ રાખીને આપણે નીયમ ઘડવા જોઅીએ.” વાસ્તવીકતામાં આ અુદ્‌દેશ જળવાયો છે ખરો ? ખરેખર તો એનાથી અુંધુ થયું છે. કારણ કે ખરેખર નવા વાંચતા શીખનાર માટે નીયમો ઘડાયા હોત તો તેમના દ્‌વારા અનુસરી શકાય તેવા હોત.

ગુજરાતી લીપી જેમાંથી અુતરી આવી છે તે મુળ બ્રાહ્‌મી લીપી તેના અક્‌શરોની વાક્‌પ્રતીબીંબક્‌તાને કારણે વીશ્વભરમાં અજોડ ગણાય છે, છતાં એના નીયમોને નેવે મુકીને પણ ગુજરાતીમાં મુળ સંસ્કરુત શબ્દોની જોડણી કરવી પડે છે. તે અુપરાંત સંસ્કરુત તદ્‌ભવ શબ્દો અને અન્ય શબ્દોની જોડણી કરતી વખતે જોડણીકોશના ૨૧ નીયમો ધ્યાનમાં રાખવા પડે છે. પણ આ નીયમો કેવા છે ? માત્ર હ્‌રસ્વ-દીર્‌ઘ ઇ-ઉની જોડણીના નીયમો જોઅીએ તો પણ માલુમ પડશે કે શબ્દની અક્‌શરસંખ્યા, તેમાં ઇ-ઉનું સ્થાન, જોડાક્‌શરની નીકટતા, અનુસ્વારની તીવ્રતા-મંદતા, વ્યુત્પત્‌તી, સ્વરભાર એવાં કેટકેટલા માપદંડોને ધ્યાનમાં લેવાના ! વળી આટલું કર્‌યા પછી પણ તેમાં અપવાદો, પ્રતીઅપવાદો, પ્રચીલતાત વગેરેને કારણે કરેલી જોડણી સાચી હશે કે કેમ તેની શંકા તો રહ્‌યા જ કરે.

નીયમો હંમેશા સમજાય તેવા અને અનુસરી શકાય તેવા હોવા જોઅીએ. ખુદ જોડણીકોશ પર મોટો આરોપ એ છે કે તે પોતે જ પોતાના બનાવેલાં નીયમોને અનુસરી શક્‌યો નથી !

આપણે એ ભુલવું ના જોઅીએ કે જોડણીકોશ તૈયાર કરનારાઓનું કામ ગુજરાતી ભાશાની તત્કાલીન અવ્યવસ્થામાં વ્યવસ્થા આણવાનું હતું અને નહીં કે તે માટેના નીયમો બનાવવાનું. અને છતાંયે તેમણે અરાજકતા દુર કરવાના શુધ્ધ આશયથી નીયમો આપ્યા. પણ લાગે છે કે અનેક આંટીઘુટીવાળા નીયમો આપતાં આપતાં તેમને ખ્યાલ પણ નહીં આવ્યો હોય કે ગુજરાતી ભાશા બહુજનભોગ્ય બનવાને બદલે કેવળ (કહેવાતા) પંડીતોને જ ગ્રાહ્‌ય હોય એવી બની જશે. પરીણામે અમુક જાતની અરાજકતા દુર કરતાં કરતાં અજાણ્યે જ તેમનાથી બીજા પ્રકારની અરાજકતા પેસાડી દેવાઅી. આમ બકરી કાઢતાં અુંટ પેસી ગયું ! તેઓ એ આપણને અુલમાંથી ચુલમાં પાડ્‌યાં !

તર્‌કશાસ્ત્ર

શીક્‌શણક્‌શેત્રે વીગ્નાન (જષ્ઠૈીહષ્ઠી), વાણીજ્‌ય (ર્ષ્ઠદ્બદ્બીષ્ઠિી) અને વીનયન (ટ્ઠિંજ) એમ ત્રણ મુખ્ય પ્રવાહો છે. આ પૈકી માત્ર વીનયન (ટ્ઠિંજ) પ્રવાહમાં જ તર્‌કશાસ્ત્ર (ર્ન્ખ્તૈષ્ઠ) શીખવાડવામાં આવે છે. કોઅીએ એમ વીચાર કર્‌યો છે કે કેમ એમ ? શીક્‌શણશાસ્ત્રીઓને ખાત્રી હશે કે વીગ્નાન (જષ્ઠૈીહષ્ઠી) અને વાણીજ્‌ય (ર્ષ્ઠદ્બદ્બીષ્ઠિી) પ્રવાહના વીદ્‌યાર્‌થીઓમાં તર્‌ક કરવાનું સામર્‌થ્ય હોય તો જ એ પ્રવાહ પસંદ કરે અને એમાં ટકી શકે. શીક્‌શણશાસ્ત્રીઓને કદાચ શંકા હશે કે વીનયન (ટ્ઠિંજ) પ્રવાહમાં જોડાનારા વીદ્‌યાર્‌થીઓ પૈકી મોટા ભાગના વીદ્‌યાર્‌થીઓમાં તર્‌કશક્‌તી નહી હોવાથી જ વીગ્નાન (જષ્ઠૈ- ીહષ્ઠી) કે વાણીજ્‌ય (ર્ષ્ઠદ્બદ્બીષ્ઠિી) પ્રવાહમાં નહીં જઅી શક્‌યા હોય અને કદાચ એટલે જ તેમને તેમના લાભાર્‌થે જ તર્‌કશાસ્ત્ર (ર્ન્ખ્તૈષ્ઠ) એક ખાસ વીશય તરીકે શીખવાડાતો હશે. આ પૈકી જેમનામાં પહેલેથી જ તર્‌કશક્‌તી હતી અથવા જેમનામાં તર્‌કશાસ્ત્રનો અભ્યાસ કરવાથી તર્‌કશક્‌તી આવી તેઆએ તો તરત જ નવા સુધારાઓ અપનાવી પણ લીધા પરંતુ ભારે અફસેસની વાત એ છે કે તર્‌કશાસ્ત્ર ભણ્યા પછી પણ તેમનામાં તર્‌કશક્‌તી વધી નથી એ હકીકત શું એમનામાં રહેલી જડતાને આભારી હશે ? કે પચી એમને ડર હશે કે ગુજરાતી ભાશા અુપરની એમનાં આધીપત્યની જાગીર લુંટાઅી જશે ? એમના ડરને પુરતુ કારણ છે - ગુજરાતી ભાશા સરળ બની જાય તો બધાને આવડી જાય અને તો પછી તેઓ પોતાના પાંડીત્યનું પ્રદર્‌શન કેવી રીતે કરી શકે ? પોતે બીજાઓ કરતાં વધુ વીદ્‌વાન છે એવું એમનું મીથ્યાભીમાન કેવી રીતે પોસાય ? એમના અહમ્‌નું શું ? મહાગુજરાતના મહા કવી નર્‌મદે ગાયું છે કે “ડગલું ભર્‌યું કે ના હઠવું ના હઠવું” તે અુપરથી કેટલાકે એવો બોધ લીધો લાગે છે કે “પુંછડું (ગધેડાનું) પકડ્‌યું કે ના મુકવું ના મુકવું.”

અહીં હું એવા પ્રસંગનું વર્‌ણન કરવા માંગું છું જે મારા સીવાય કોઅી નહીં કરી શકે. મારા નીવાસસ્થાનની બરાબર સામે જ પંડીત બેચરદાસ દોશીનું નીવાસસ્થાન. સંસ્કરુત, પાલી, અર્‌ધમાગ્ધી જેવી ભાશાઓના મહાપંડીત તથા રાશ્ટ્‌રપ્રમુખ સર્‌વપલ્લી રાધાક્‌રુશ્નન દ્‌વારા સન્માનીત એવા પંડીતજીએ ખુદે મને ઘણાં વર્‌શો પહેલાં કહ્‌યું હતું, ‘િ - ી, ઇ - ઉ’ જેવા ભેદો અમારા જેવા પંડીતો માટે ઠીક છે બાકી સામાન્ય પ્રજા માટે આવા ભેદો કાઢી નાખવા જોઅીએ.’ ક્યાં આ મહાપંડીતના વર્‌શો પહેલાંના આવાં ક્‌રાંતીકારી વીચારો અને ક્‌યાં “પુંછડું (ગધેડાનું) પકડ્‌યું કે ના મુકવું ના મુકવું”વાળાઓની મનોદશા !

એક આચાર્‌યશ્રી એમ જણાવે છે કે ‘તેઓ (વીદ્‌વાનો) પકડેલું નહીં છોડવાના આગ્રહી કદી હોતા નથી’. જો એમના વીધાનને સાચું માનીએ તો વીદ્‌યાપીઠીય વીદ્‌વાનોને વીદ્‌વાનો કહેવાય ખરા ?

વર્‌શો પહેલાં સદ્‌વીચાર પરીવારના કાર્‌યકર્‌તાના નાતે મારે વીદ્‌યાપીઠના કાર્‌યકર્‌તાઓના સંપર્‌કમાં આવવું પડતું. તેમની ગેરહાજરીમાં અમે કાર્‌યકર્‌તાઓ ઘણીવાર વીદ્‌યાપીઠને બદલે ‘વેદીયાપીઠ’ કહેતા હતા, જે આજે પણ એટલું જ લાગુ પડે છે.

એક ભાશાપંડીત સાથે મારે ગુજરાતી ભાશાની જોડણીઓમાં રહેલી અનેક અરાજકતા વીશે વાત થઅી. એ ભાશાપંડીતનો એવો બચાવ હતો કે “આગળથી ચાલતું આવ્યું , છે.” કેવી બેહુદી અને વાહીયાત દલીલ !

જોડણીકોશના પ્રથમ આવ્રુત્તીના નીવેદનમાં જ જણાવ્યું છે કે “જોડણીના ભીન્ન ભીન્ન પક્‌શકારોએ એટલી વાત તો સ્વીકારવી જ જોઅીએ કે અરાજકતા મટી તેના સ્થાને વીકલ્પપ્રચુર વ્યવસ્થા ભાશામાં અુત્પન્ન થાય તો યે તે મહત્વની પ્રગતી ગણાવી જોઅીએ અને આવી પ્રગતી થયા પછી જ કોઅી પણ સુધારાને વધારે અનુકુળ પરીસ્થીતી મળે છે.” આ વાક્યમાં અપેક્‌શીત છે કે “અરાજકતા મટે”. પણ એવું થયું છે ખરું ? વળી અુપરોક્‌ત વાક્‌યનો ગર્‌ભીત અર્‌થ તો છે જ કે “સુધારા”ને અવકાશ છે જ. વળી એ પણ વીચારવાનું કે “વીકલ્પપ્રચુર” વ્યવસ્થા અુભી કરાય ત્યારે “અરાજકતા” મટી શકે ખરી ? કે પછી નવી “અરાજકતા” અુભી થાય ? ઘડી ભર સામાન્ય જનોની વાત જવા દો, તેઓ તો ગુજરાતી જોડણીમાં અસંખ્ય ભુલો કરે જ છે; અત્યારે માત્ર કહેવાતા શીક્‌શીતોની વાત કરીએ. ડૉ. દયાશંકર જોશીના આરોપો છે કે “ગુજરાતીમાં એમ.એ.; પીએચ.ડી. થયેલાં શીક્‌શીતો પણ હ્‌રસ્વ-દીર્‌ઘની ભુલો કરે છે, રેફ ક્‌યાં મુકવો તે તેમને આવડતું નથી.” જો આટલાં શીક્‌શીતો પણ ગુજરાતી જોડણીમાં ભુલો કરતાં હોય અને સામાન્યજનો પણ ભુલો કરતાં હોય તો એને “અરાજકતા” ના કહેવાય તો બીજું શું કહેવાય ?

ગુજરાતી જોડણીમાં જો “અરાજકતા”માંથી “રાજકતા” લાવવી હોય તો તેમાં સુધારાઓ કરવા અત્યંત આવશ્યક છે. જોડણીકોશના ૩૩ અટપટા, એકબીજાથી વીપરીત, ઢંગધડા વગરના અને તર્‌કવીહીન નીયમો, પેટા નીયમો, અુપ પેટા નીયમો, અપવાદો, પ્રતી અપવાદો, ૩૩૦૦ જેટલાં વીકલ્પોની વણઝાર શું કરવા યાદ રાખવી પડે ?

દુનીયામાં બીજું ઘણું બધું અગત્યનું યાદ રાખવાનું છે.

શ્રી. જયંત કોઠારીનું તો ત્યાં સુધી કહેવું છે કે “જોડણીના પ્રવર્‌તમાન નીયમો પ્રમાણે સાચી જોડણી શક્ય જ નથી.”

શ્રી. રમણ પાઠકના કહેવા મુજબ “ગુજરાતી ભાશાની જોડણીમાં કોઅી તંત્રતા કરતાં અતંત્રતા ખુબ છે. નીયમો કરતાં અપવાદો વધુ છે. જોડણીની નીજી અરાજકતા અુપાસકનું શીરદર્‌દ વધારી મુકનારી છે. નીયમ એક અને અપવાદો અનેક એ તે કેવો નીયમ કહેવાય ? એવા નીયમો ઘડવાની જરુર ક્યાં હતી ?”

હકીકતમાં તો જોડણીના પ્રવર્‌તમાન નીયમો પોતે જ અનેક અરાજકતાઓથી ઠાંસોઠાંસ ભરેલાં છે. વીશ્વાસ ના પડતો હોય તો જોડણીકોશમાં પ્રારંભે જ છપાયેલાં ૩૩ નીયમો મગજમાં અુતારતા અુતારતા ધ્યાનથી વાંચવાનો પ્રયત્ન કરી જોજો. માથુ ફરી ના જાય તો મને ફટ કહેજો. અરે, માત્ર નીયમ નં. ૧૦, ૧૯, ૨૨, ૨૩, ૨૪, ૨૭, ૩૩ જ માથુ ફેરવવા પુરતા સક્‌શમ છે !

પુનાના શ્રી. પ્રદીપભાઅી શાહના મત મુજબ “આધુનીક કોશ વીગ્નાનની કસોટીએ ચઢાવવામાં આવે તો ગુજરાત વીદ્‌યાપીઠના ‘સાર્‌થ જોડણીકોશ’ને દસ માર્‌ક પણ મળે તેમ નથી. છતાં આજે (૨૦૦૧માં) ૭૨ વર્‌શ પછીયે ૧૯૨૯ના આ થોથાને ગુજરાતીઓ માથે મુકીને નાચે છે !”

ગુજરાતી અને અન્ય ભાશાઓ

ગુજરાતી ભાશાની જોડણીઓમાં ફેરફાર કરવાથી સંસ્કરુત અને અન્ય ભારતીય ભાશાઓ સાથેનો સાતત્ય સંબંધ જળવાઅી ના રહે એવું મંતવ્ય કેટલાક વીદ્‌વાનો ધરાવે છે. એ વાત સાચી છે કે ગુજરાતી ભાશાના જે શબ્દોની જોડણીઓમાં ફેરફાર થાય અને તે જ શબ્દો જો બીજી ભાશામાં પણ વપરાતા હોય અને એ ભાશામાં તેવા જ ફેરફાર ના થયા હોય તો તે ભાશામાં તેવા શબ્દો લખનાર ગુજરાતીને તકલીફો પડે. પરંતુ સાથે સાથે આપણે એ વીચારવું જોઅીએ કે કેટલા ગુજરાતી હીન્દી સીવાયની અન્ય ભારતીય ભાશા શીખે છે ? બહુ જ ઓછા. થોડાક જ ગુજરાતીઓને તકલીફ ના પડે તે માટે બધા જ ગુજરાતીઓને તકલીફો સહન કરવા દેવાની ? આ તો સરાસર અન્યાય છે. વળી અંગ્રેજી ભાશા શીખનારને એ ભાશાની અુરાંગ અુટાંગ જોડણીઓ શીખવી જ પડે છે ને ? તે મુજબ અન્ય ભારતીય ભાશા શીખવાની અીચ્છા ધરાવનાર ગુજરાતી એ ભાશાની એટલી જોડણીઓ શીખી લે. બાકીના બહુમતી ગુજરાતીઓએ એ ત્રાસ વેંઢારવાની શી જરુર ?

સરળતા

દુનીયાની બીજી ભાશાઓ લખવા-વાંચવામાં સરળ હોય કે ના હોય આપણી ભાશા તો લખવા-વાંચવામાં ખુબજ સરળ હોવી જ જોઅીએ. ગુજરાતી ભાશા લખવા-વાંચવામાં સરળ છે કે નહી તેની ચર્‌ચા કરનાર સહુ (કે જેમાં હું પણ આવી ગયો) ગુજરાતી ભાશા લખવા-વાંચતા શીખી લીધા પછી કરીએ છીએ અને તેથી માની લઅીએ છીએ કે ગુજરાતી ભાશા લખવા-વાંચતા શીખવાનું અઘરું નથી. નાના બાળકો તો વ્‌યવસ્‌થીત જવાબ ના આપી શકે પરંતુ ગુજરાતી ભાશા લખવા-વાંચતા શીખતા અન્‌ય ભાશી વયસ્‌ક વ્‌યક્‌તીઓને પ્રૌઢ શીક્‌શણ લેતી વ્‌યક્‌તીઓને પુછવાની કોઅીએ તસ્દી લીધી છે કે તેમને ગુજરાતી ભાષા લખવા-વાંચતા શીખવામાં કેટલી તકલીફ પડે છે ? એમનો તો કોઅી વીચાર જ કરતું નથી. અને કોઅીએ ગુજરાતી ભાશા લખવા- વાંચતા શીખવાડનારને પુછ્‌યું કે શીખવતી વખતે તેમને કેટલી તકલીફ પડે છે ?

એક ભાઅીનું “જો ભાશાશુધ્ધી એ જ ધ્યેય હોય તો એને માટે આંખો સામે માત્ર શાસ્ત્ર રાખો, સરળતા નહી” એ વીધાન સાથે હું સંપુર્‌ણ સંમત નથી. હકીકતમાં સરળતા જ પ્રથમ ક્‌રમે હોવી જોઅીએ.

જો આપણે ભાશાવીગ્નાનને એક વીગ્નાન તરીકે સ્વીકારતા હોઅીએ તો અન્ય કોઅી પણ વીગ્નાનની જેમ જ ભાશાવીગ્નાનની નીરંતર ખોજ સરળતા તરફની જ હોવી જોઅીએ. કે કોઅી પણ વ્યક્‌તી “સરળતા”ની વીરુધ્ધ હોય તેમણે ક્‌યારેય વીમાનમાં પ્રવાસ ના કરવો જોઅીએ, ન તો રેલગાડીમાં, અરે ગાડામાં પણ નહીં. તેમણે તો આદી માનવોની જેમ પગપાળા જ પ્રવાસ કરવો જોઅીએ કારણ કે બીજા બધામાં તો “સરળતા” પેસી ગઅી છે ! ભાશા પુરતી વાત કરીએ તો “સરળતા”ની વીરુધ્ધ વીચારનારાઓએ લેખનકાર્‌ય માટે ન તો સંગણક (કમ્પ્યૂટર)નો અુપયોગ કરવો જોઅીએ, ન તો છાપખાનાઓના બીબાઓનો, ન તો પેનનો કે પેન્સીલનો. અરે, ન તો કીત્તાનો અુપયોગ કરવો જોઅીએ.

તેમણે તો પથ્થરયુગના માનવીઓની જેમ હથોડા-ટાંકણાનો અુપયોગ જ કરવો જોઅીએ કારણ કે બીજા બધામાં તો “સરળતા” પેસી ગઅી છે ! એક ભાઅીનું એમ માનવું છે કે “ગુજરાતીને સહેલી બનાવીશું તો વધુ બાળકો ભણવા આવશે અને સમાજમાં સાક્‌શરતા વધશે એવી માન્યતા તો મુર્‌ખાઓના સ્વર્‌ગમાં રાચવા જેવી બાબત છે.” પોતાની માત્રુભાશા હોવા છતાં અનેક વીદ્‌યાર્‌થીઓ પરીક્‌શામાં ગુજરાતી વીશયમાં નપાસ થવાનું એક મોટું કારણ ગુજરાતી જોડણી વધારે પડતી અઘરી છે એ વાત સર્‌વવીદીત છે. મને તો લાગે છે કે એ ભાઅી પોતે જ મુર્‌ખાઓના સ્વર્‌ગમાં રાચે છે.

ભાશાવીગ્નાન

ગુજરાત વીદ્‌યાપીઠના એક અનુસ્નાતક સાથે જોડણી વીશે મેં જ્‌યારે ચર્‌ચા કરી ત્યારે તેમણે મને ટકોર કરી કે તમે ભાશાવીગ્નાન ભણ્યા નથી એટલે તમને સમજણ ના પડે. ખરી વાત છે, સમજણ ના પડે; પરંતુ એટલી જો સમજણ પડે જ કે કોઅી પણ વીગ્નાન, પછી તે ભાશાવીગ્નાન હોય કે બીજું કોઅી પણ વીગ્નાન, એ હંમેશા પરીવર્‌તનશીલ હોય છે, ઝરણા જેવું ખળખળ વહેતું હોય છે; ખાબોચીયા જેવું બંધીયાર નથી હોતું. વીદ્‌યાપીઠવાળાઓએ તેને બંધીયાર બનાવી ગંધાતુ બનાવી દીધું છે. તેને વીગ્નાનમાંથી અવીગ્નાન બનાવી દીધું છે.

કોઅી પણ વીગ્નાનના પગ હંમેશા “તર્‌ક” પર અત્યંત મજબુતાઅીથી ખોડાયેલા હોય છે અને નજર હંમેશા ગીધદ્‌રશ્ટીથી “સરળતા” ભણી તંકાયેલી હોય છે. ભાશાવીગ્નાન માટે પણ એમ જ હોય.

બોલાય તેવું લખાય કે લખાય તેવું બોલાય ?

એ હકીકત સાવ સ્પશ્ટ છે કે પ્રથમ બોલાયું એટલે કે બોલીનો અુદ્‌ભવ થયો અને પછી જ લખાયું એટલે કે લીપીબધ્ધ કરવાની શોધ પછી થઅી. એટલે તર્‌કશાસ્ત્ર (ર્ન્ખ્તૈષ્ઠ)ની દ્‌રશ્ટીએ વીચારીએ તો પણ જેવું બોલાય તેવું જ લખાવું જોઅીએ. નર્‌મદનું પણ એમ જ માનવું હતું. આમ કરવાનો ઘણો મોટો ફાયદો એ કે કોઅી પણ શબ્દની જોડણી ગોખવાની જરુર ના પડે. બોલતા જાવ અને લખતા જાવ. બધા શબ્દો આપોઆપ જ શુધ્ધ લખાઅી જાય. કુદરતી રીતે જ ક્‌રમ જળવાઅી રહે.

પરંતુ એમ કરવામાં એક વ્યાવહારીક તકલીફ થાય એમ છે. ‘બાર ગાઅુએ બોલી બદલાય’ એ કહેવત પ્રમાણે હંગામો જ મચી જાય. કઅી બોલીને પ્રમાણીત ગણવી ? મધ્ય ગુજરાતી ? અુત્તર ગુજરાતી ?

સુરતી ? કાઠીયાવાડી ? ચરોતરી ? બધી બોલીને પ્રમાણીત ગણીએ તો ભારે અરાજકતા થાય. એટલે મારું સુચન છે કે જે શબ્દો જુદી જુદી રીતે બોલાય છે તેવા શબ્દોની યાદી બનાવી કઅી બોલીમાં કેટલા લોકો તેવા અુચ્ચારો કરે છે તેનો પ્રામાણીક સર્‌વેક્‌શણ કરવો જોઅીએ અને બહુમતી લોકો જે અુચ્ચાર કરતા હોય તેને જ પ્રમાણીત ગણીને લીપીબધ્ધ કરવા જોઅીએ અને લઘુમતી લોકોએ ઓછામાં ઓછું લેખન કાર્‌ય માટે તેને કાયમી ધોરણે અપનાવી લેવાં જોઅીએ. આ માટે ‘સ્વમતાગ્રહીપણું ને સ્વપ્રદેશવાદ’ છોડવાનો અનુરોધ નર્‌મદે પણ કર્‌યો છે. ‘પ્રાંતભેદો ટાળી એક લોકમાન્ય રુપ રાખવું’ એમ ગોવર્‌ધનરામનું પણ માનવું હતું.

વર્‌ણો, ચીહ્‌નો, જોડાક્‌શરોમાં કાપ

‘હ્ય - હૃ - ટ્ટ - લૃ - ઋ - દ્ય - દ્વ - દૃ - ઠ્ઠ - ત્ર - રુ - કૃ - ફ્ર - ફૃ - જી - ક્ષ - જ્ઞ’ જેવા જોડાક્‌શરોના સ્વતંત્ર વર્‌ણો અુચ્ચરણોમાં તો ગોટાળાઓ સર્‌જે જ છે, પરંતુ તે અુપરાંત આ બીનજરુરી સંકેતો શીખવાનો, યાદ રાખવાનો તથા ભણાવવાનો નીરર્‌થક બોજો રહ્‌યા કરે છે. આ બોજાને નીરર્‌થક એટલા માટે કહ્‌યો છે કારણ કે તે જોડાક્‌શરોના વીકલ્પે તેઓ જે વર્‌ણોના સંયોજનથી બનેલાં છે તે સ્વતંત્ર વર્‌ણો તો આમ પણ ગુજરાતી લીપીમાં છે જ.

અુચ્ચરણોમાં થતા ગોટાળાઓના બચાવમાં એમ દલીલ કરવામાં આવે છે કે “અંગ્રેજીમાં છ વગેરે કેટલાંક અક્‌શરોનાં અુચ્ચરણો નીશ્ચીત નહી હોવાથી ભણેલા માણસો દ્‌વારા પણ અુચ્ચરણોમાં પાર વગરના ગોટાળાઓ થાય જ છે. અંગ્રેજી ભાશાનું ક્‌શેત્ર વીશાળ હોવા છતાંય એમાં અુચ્ચરણોના ગોટાળાઓ નીવારવાના પ્‌રયત્નો થતા નથી.” કેટલી બેહુદી અને લુલી દલીલ ! અંગ્રેજી ભાશામાં અનેક અરાજકતાઓ છે એ હકીકત છે. (અંગ્રેજી, સંસ્કરુત, હીંદી, મરાઠી, બંગાળી વગેરે ભાશામાં રહેલી અનેક અરાજકતાઓ એમને દુર ના કરવી હોય તો ભોગ એમના !) પરંતુ એનો અર્‌થ ખચીત એમ તો ના જ કરી શકાય કે ગુજરાતીમાં પણ અરાજકતાઓ ચલાવી લેવી. આમેય દુનીયાની સૌથી વધુ રુઢીચુસ્ત પ્રજાઓમાંની એક પ્રજા અંગ્રેજ પ્રજા છે.

તોલમાપ, વજન, લંબાઅી, ગણતરી, ચલણ વગેરે બાબતોમાં દશાંશ પધ્ધતી અપનાવી ભારત અીંગ્લેન્ડ, અમેરીકા કરતાં ક્યાંય આગળ છે. ભારતની અન્ય ભાશાઓને અંગ્રેજી ભાશાની જેમ રુઢીચુસ્ત રાખવી હોય તો તે ભાશાઓ ભલે રાખે, ગુજરાતીને તર્‌કવીહીન રુઢીચુસ્તતા કબુલ નથી. હંમેશા અુદાહરણ વધારે સારી વાતનું આપવાનું હોય અને નહી કે વધારે ખરાબ વાતનું !

જોડાક્‌શરો બીલકુલ બીનજરુરી અને ત્‌રાસદાયક છે. આખરે જોડાક્‌શરો બનેલા છે શાના ? અક્‌શરોના જ વળી ! તો પછી તેમના માટે અલગ ચીહ્‌નો શા માટે ? જોડાક્‌શર મુળ જે અક્‌શરોના બન્‌યા છે તે બાજુ બાજુમાં લખી, જો પહેલો અક્‌શર કાનાવાળો હોય તો તેનો કાનો કાઢી નાંખો અને જો પહેલો અક્‌શર કાનાવાળો ના હોય તો તેની નીચે ‘ ્‌ ’ (હલંતની) નીશાની મુકી તેને ખોડો બનાવો એટલે જોઅીએ તો જોડાક્‌શર તૈયાર !! શીખનાર અને શીખવાડનાર માટે વધારાનો બોજો શા માટે ? વળી જોડાક્‌શરો માટે વપરાતા ચીહ્‌નોને જોતાં પણ ભારે રમુજ થાય. “અુંટના અઢાર વાંકા” યાદ આવી જાય. આવા જોડાક્‌શરોના ચીહ્‌નોને તથા તે જોડાક્‌શરો મુળ જે અક્‌શરોના બનેલા હોય છે તેમના ચીહ્‌નોને કોઅી માથામેળનો સંબંધ જ નહીં. કોઅી અભણ માણસે મારીમચડીને બનાવેલાં હોય તેવા તે ચીહ્‌નો છે.

બહુ ઓછાને ખબર હશે કે પંજાબીમાં (ગુરુમુખી લીપીમાં)થી જોડાક્‌શરોને નાબુદ કરી દેવામાં આવ્યાં છે. એક દલીલ એવી છે કે “જોડાક્‌શરોના સ્વતંત્ર ચીહ્‌નો લખવાને બદલે તેમના આગલા વર્‌ણને ખોડો કરીને લખવામાં આવે એટલા માત્રથી ઓછા શીક્‌શણવાળા સામાન્યજનો તેના વીશુધ્ધ અુચ્ચરણો કરવા લાગી જશે એમ માનવું ભુલભરેલું છે કે નહી એ તટસ્થ બુધ્ધીથી વીચારવું જરુરી છે.” શક્‌ય છે કે તેઓ કદાચ બધા અુચ્ચરણો વીશુધ્ધ રીતે ના પણ કરી શકે પરંતુ અત્યારે જે પ્રમાણમાં અશુધ્ધ અુચ્ચરણો તેઓ કરે છે તે પ્રમાણમાં ઘટાડો જરુર થશે એ વાત ચોક્‌કસ છે.

‘પ્રથમ, બ્રહ્મા, ક્ષમા, જ્ઞાન, દ્વાર, પદ્મ ને સ્થાને પ્રથમ, બ્રહ્‌મા, ક્‌શમા, ગ્નાન, દ્‌વાર, પદ્‌મ લખવાથી તેના અુચ્ચારણો ઓછા શીક્‌શણવાળા લોકો પરથમ, બરહમા, કશમા, ગનાન, દવાર, પદમ કરશે’ તેવી ભીતી પાયા વગરની છે કારણ કે પ્રાથમીક શીક્‌શણ વખતે જ શીખવાડવામાં આવશે કે જ્‌યારે અક્‌શર ખોડો કરવામાં આવ્યો હોય ત્યારે તેનું અુચ્ચારણ અડધું જ કરવાનું છે.

એક દલીલ એવી પણ છે કે ‘પ્ર - ત્ર - ત્ત - શ્ર’ વગેરે સ્વતંત્ર અને સંક્‌શીપ્ત સંકેતો કલમ અુપાડ્‌યા વગર લખી શકાય છે. વાચકને આ વાક્‌ય સાચું લાગે છે ? મને તો કલમ અુપાડ્‌યા વગર અુપરના જોડાક્‌શરો લખતા નથી આવડતું. કોઅીને આવડતું હોય તો મને શીખવાડવા વીનંતી. હું તેમનો રુણી થઅીશ.

વર્‌ણ એટલે શું ? વર્‌ણ એટલે ભાશામાં વપરાતા અર્‌થભેદક ધ્વનીસંકેતો. હાલમાં ગુજરાતી ભાશામાં પરંપરાગત વર્‌ણમાળામાં જે જે વર્‌ણોનો અુપયોગ આપણે કરીએ છીએ તે બધા અનીવાર્‌ય છે ખરાં ? એ બધા જ વર્‌ણો સાચા અર્‌થમાં અર્‌થભેદક છે ખરાં ? કે પછી તેમાનાં કેટલાક વર્‌ણો સાચા અર્‌થમાં અર્‌થભેદક ના હોવા છતાં રુઢીગત રીતે લીપીચીહ્‌નો તરીકે સ્થાન જમાવી ચીટકી રહ્‌યાં છે ? શું આવા અર્‌થભેદક ના હોય તેવા નીરર્‌થક વર્‌ણોને શોધી શોધીને ગુજરાતી ભાશામાંથી કાયમ માટે વીદાય કરી દેવા ના જોઅીએ ?

સૌએ જાણવા જેવી વાત એ છે કે ડા. હરીપ્રસાદ શાસ્ત્રીએ પણ ખેલદીલીપુર્‌વક સ્વીકાર્‌યું છે કે ‘ઋ, ઙ, ઞ, ષ’ના અુચ્ચારણ સ્પશ્ટ અને અસંદીગ્ધ રહ્‌યાં નથી ને ‘ઇ-ઈ’ તથા ‘ઉ-ઊ’નાં અુચ્ચારણો પણ તેવાં જટીલ છે. આથી ગુજરાતીમાં મુળાક્‌શરોમાં તથા બારાખડીમાં ‘ઇ-ઈ’ તથા ‘ઉ-ઊ’ની બાબતમાં સામાન્યજનોને ઘણી ભુલો પડ્‌યા કરે છે. સંસ્કરુત તત્સમ શબ્દોની જોડણી સંસ્કરુતના અભ્યાસીઓ યાદ રાખે છે પરંતુ બીજાઓને એ યાદ રાખવું મુશ્કેલ પડે છે. વળી જોડણીકોશના નીયમો સમજવા અને એમાં આપેલી જોડણી પ્રયોજવી એ પણ સામાન્યજનોને ઘણું અઘરું પડે છે. આથી ગુજરાતી વર્‌ણમાળામાં તથા બારાખડીમાં અમુક વર્‌ણોને લુપ્ત કરવાનું સલુચન ગમી જાય તેવું છે.

ગુજરાતી શબ્દ તત્સમ હોય કે તદ્‌ભવ દરેક શબ્દમાં માત્ર ‘ઇ’ અને ‘ઉ’ અક્‌શર તથા દીર્‌ઘ ‘ઈ’ અને હ્‌રસ્વ ‘ઉ’ના સ્વરચીહ્‌ન જ વાપરવાથી જોડણીની ઘણી ભુલો આપોઆપ નીવારી શકાય. તેમણે એ પણ સ્વીકાર્‌યું છે કે ‘ઋ’ સ્વરનું ખરું અુચ્ચારણ લુપ્ત થઅી ગયું છે. હાલ આપણે એનો અુચ્ચાર ‘રુ’ જેવો કરીએ છીએ.

રુઢીચુસ્તો એવી પણ દલીલ કરે છે કે હાલની જોડણીઓમાં ફેરફાર કરવાથી ગુજરાતની શાંત પ્રજાના હ્‌રદયમાં ખળભળાટ મચે, સંઘર્‌શ કે ક્‌લેશ થાય, શાંત વાતાવરણ ડહોળાય, વાદવીવાદ થાય અને તેમાં અનેક વીદ્‌વાનોનો કીમતી સમય વેડફાય. અુપરાંત શક્‌તી અને નાંણા આદીનો પણ દુર્‌વ્યય થાય (ગાંધીજીના પ્રયત્નોથી જ્‌યારે જોડણીકોશ રચાયો હશે ત્યારે પણ આવી દલીલો થઅી જ હશેને !) પણ ભલા જોડણીના ફેરફારો ખેલદીલીપુર્‌વક પુર્‌વગ્રહ વગર સાંગોપાંગ સ્વીકારી લો. તેથી અુપરના બધા કપોલકલ્પીત ડરને અવકાશ જ ના રહે.

ગુજરાતી ભાશાની જોડણીનો અીતીહાસ જોતાં માલુમ પડે છે કે આપણા પુર્‌વજો આજની ભાશા કરતાં જુદી ભાશા બોલનારા, જુદી લીપી લખનારા હતા જ. જો તે ભાશા અને તે લીપીમાં કાળક્‌રમે ફેરફાર થઅી શક્‌યા તો અત્યારે બોલાતી ભાશા અને અત્યારે લખાતી લીપીમાં ફેરફાર કેમ ના થઅી શકે ? શ્રી. જયંતભાઅી કોઠારીના શબ્દો જોઅીએ, “જેને આજે આપણે સ્થીર, અચલ માનીએ છીએ તે લીપી પરીવર્‌તનો પામીને સીધ્ધ થયેલી હોય છે એ કોણ જાણે કેમ રુઢીચુસ્તોને

સમજાતું જ નથી. મકાન, પહેરવેશ, કુટુંબવ્યવસ્થા, વાહનવ્યવહાર વગેરે અનેક બાબતોમાં સમયાનુરુપ પરીવર્‌તનો સ્વીકારનાર માણસ લીપીસુધારાથી ભડકે છે. એમાં જાણે કશુંક પાપ થઅી જતું હોય એમ માને છે એ નવાઅીની વાત છે.” “કેટલાક લોકો એમ કહે છે કે નવી જોડણીવ્યવસ્થા અમારી આંખ સ્વીકારી શકતી નથી. આ એમની માનસીક પ્રતીક્‌રીયા છે.” (આંખને ફાવવું - ન ફાવવું એ ટેવનો સવાલ છે, એક વાર ટેવ પડી જાય પછી અુલટી હાલની જોડણીવ્યવસ્થા આંખને ખુંચશે !!! - આ પુસ્તીકાના લેખકનો પોતાનો અનુભવ)... “પરીવર્‌તન આવે ત્યારે સંક્‌રાતીકાળ દરમીયાન ઓછીવત્તી તકલીફ ભોગવવાની હોય છે.”...“નવી જોડણીવ્યવસ્થા જુની પેઢીના માણસોને કેટલી અગવડ પડશે એનો વીચાર ના કરાય. ભાવી પેઢીઓને કેટલો લાભ થશે એનો વીચાર કરાય. નવી જોડણીવ્યવસ્થાની કાર્‌યક્‌શમતા નવા ભણવા આવતા બાળકના હાથમાં એને મુકવાથી જ પરખાય.”

....“વધુ કાર્‌યક્‌શમ નવી જોડણીવ્યવસ્થા તરફનો પ્રતીકાર ન સમજાય તેવો છે.” ... “લીપી કે જોડણી બદલાવાથી ભાશા બદલાતી નથી.”

એક વ્યક્‌તીનું માનવું છે કે ચાલુ લીપીમાં એક પણ વર્‌ણ નીરર્‌થક નથી પરંતુ એમની વાત બીલકુલ વાહીયાત છે. ચાલો આપણે એવા વર્‌ણો જોઈએ કે જે નીરર્‌થક થઅી જવાને લીધે મ્રુતપાય થઅી માત્ર પંડીતોના આક્‌સીજનથી, બલ્કે પ્રુફવાચકોની સહાયથી કરુત્રીમ શ્વાસોચ્છ્‌વાસ લે છે.

ઇ - ઈ - ઉ - ઊ

ગુજરાતીમાં ઇ - ઈ - ઉ - ઊ લખવાના નીયમો અુચ્ચાર આધારીત નથી.

‘ઈ’-‘અી’ તથા ‘ઉ’-‘અુ’

અુંઝાજોડણી પ્રમાણે એક જ ‘ઇ’ તથા એક જ ‘ઉ’ હવે તો રાખવાના છે. શ્રી. રમણ પાઠકના મંતવ્ય મુજબ “અુંઝાજોડણીના સમર્‌થકોની દલીલ વૈગ્નાનીક જ છે કે, ગુજરાતી ભાશામાં હ્‌સ્વ- દીર્‌ઘના ભેદ અર્‌થભેદક રહ્‌યા નથી. માટે એ માટેના બબ્બે સંકેતો રદ કરી એક સંકેત જ રાખવો. આટલી સાદી વાત સંરક્‌શકો (રુઢીચુસ્તો ? - લે.) કેમ સમજતા નથી ? પણ એ તો ભાશાવીગ્નાન આવડતું હોય તેને જ સમજાય !”

“વીદ્‌વત્તા ડહોળવા કરતાંએ આ કામ (એક જ ‘ઈ’ તથા એક જ ‘ઉ’)ને હું વધારે મહત્વ આપું છું, કેમ કે એના દુરોગામી પરીણામો હું જોઅી શકું છું. ભવીશ્યના બાળકોના કેવા આશીર્‌વાદ મળશે એની કલ્પનાથી રોમાંચ અનુભવું છું. જો એક ઈ-ઉની જોડણી સર્‌વમાન્ય થશે તો એમાં મારા અલ્પ યોગદાનને વીવેચન-સંશોધનક્‌શેત્રના મારા યોગદાન કરતાં જરાય ઓછું યશોદાયી નહી ગણું, બલ્કે વધારે યશોદાયી ગણીશ.” - જયંત કોઠારી (રતીલાલ બોરીસાગરને અુદ્‌દેશીને માર્‌ચ ૧૯૯૯માં લખાયેલા પત્રમાંથી.)

પ્રાધ્યાપક તુલસીભાઅી પટેલ તેમના પુસ્તક ‘શીક્‌શણની ભવાઅી’ની પ્રસ્તાવનામાં લખે છે “મેં પ્રચલીત જોડણી અને અુંઝાજોડણીની તટસ્થ તુલના કરી છે. અુંઝાજોડણીને વધારે ગુણ મળે છે, તેથી હું એનું સમર્‌થન કરું છું.” પરંતુ અુંઝાજોડણીમાં પણ હજુ આગળ સુધારો કરી શકાય. એને તે એ કે ‘ઈ’ને બદલે ‘અી’ અને ‘ઉ’ને બદલે ‘અુ’ અપનાવવા. આમ પણ ગુજરાતીમાં ‘આ - એ - ઐ - ઓ - ઔ’ આ પાંચ વર્‌ણો ‘અ’ની મદદથી જ લખાય છે. તો પછી ‘ઈ’ અને ‘ઉ’ને પણ ‘અ’ની મદદથી અનુક્‌રમે ‘અી’ અને ‘અુ’ કેમ ના લખી શકાય ? આની વીરુધ્ધમાં એવી દલીલ કરાય છે કે ‘ઇ’-‘ઉ’ સ્વયં સ્વરો છે અને તેથી તેમની બારાખડી ના બનાવી શકાય. મારી દ્‌રશ્ટીએ ‘ઈ’ અને ‘અી’ તથા ‘ઉ’ અને ‘અુ’ના અુચ્ચારણમાં કોઅી તફાવત નથી અને હોય તો પણ નગણ્ય છે.

માટે લખાણમાંથી ‘ઈ’-‘ઉ’ કાઢીને તેને બદલે અનુક્‌રમે ‘અી’ અને ‘અુ’ વાપરીએ (આમ પણ ‘અ’ અક્‌શર અને ‘ ી ’ તથા ‘ ુ ’ ચીહ્‌નો તો છે જ.) તો ‘ઈ’ તથા ‘ઉ’ બે વર્‌ણો ઓછા ભણવા-ભણાવવા-યાદ રાખવા પડે.

સંધીનો નીયમ એવો છે કે ‘અ + ઈ’ની સંધી થઅી ‘એ’ બની જાય. પરંતુ એવો નીયમ તો નથી જ ને કે ‘અ + ી’ની સંધી થઅી ‘એ’ બની જાય ? ના, નથી. માટે ‘ઈ’ના સ્થાને ‘અી’ જરુર લખી શકાય. એ જ રીતે સંધીનો નીય એવો છે કે ‘અ + ઉ’ની સંધી થઅી ‘ઓ’ બની જાય. પરંતુ એવો નીયમ તો નથી જ ને કે ‘અ + ુ’ની સંધી થઅી ‘ઓ’ બની જાય ? ના, નથી. માટે ‘ઉ’ના સ્થાને ‘અુ’ જરુર લખી શકાય.

એટલે, હવે ‘અ - આ - અી - અુ - એ - ઍ - ઐ - ઓ - ઑ - ઔ’ આ દસ (સ્વરો) અક્‌શરોની જ દસાક્‌શરી વ્યાવહારીક છે.

એક આચાર્‌યશ્રીએ “અઘરા શીક્‌શણથી ડરી જઅીને એને સહેલું સહેલું કરવાનું જ વીચાર્‌યા કરીશું અને એ માટે કાતર લઅીને બેસી જઅીશું ને કાપકુપ જ કર્‌યા કરીશું તો એ કાપકુપ અુત્તરોત્તર આગળ વધતી જ જશે અને અંતે બધું ખોઅી નાખવાનો વખત આવશે” એવું વીધાન કર્‌યું છે. આ વીધાન અત્યંત અતીશયોક્‌તીવાળું છે કેમકે વર્‌ણકાપમાં માત્‌ર નીરુપયોગી વર્‌ણોની જ કાપકુપીની વાત છે - અુપયોગી વર્‌ણો ઓછા કરવાનું કોઅી કહેતું નથી.

વળી તેમનું કહેવું છે કે “લીપીમાં અક્‌શરો ઘટાડ્‌યા કરવાની અને લેખનપધ્ધતી પણ બદલ્યા કરવાની એક એવી અનીશ્ટ પરંપરા અુભી થઅી જશે કે કાલાન્તરે આપણી મુળભુત લીપીનું સ્વરુપ જ નશ્ટ થઅી જશે.” એમની આ દલીલ કેવી બેહુદી છે ? આપણે “મુળભુત લીપી” તો ક્‌યારનીયે બદલી નાંખી છે અને છતાંય એનું સ્વરુપ નશ્ટ થયું છે ?

શ્રી. જયંત કોઠારીના શબ્દો જોઅીએ, “આમાં સુધારો કરવાનો નથી પણ તેમાં કુધારો પડ્‌યો છે તેને દુર કરવાનો છે. આપણે કુરીવાજો ના કરવાના આંદોલનો ચલાવીએ છીએ. તો આ પણ એક કુધારો છે. તેને આપણે દુર કરવાનો છે. નવું અુમેરવાની વાત જ નથી.”

એક ભાઅીના લખવા મુજબ “ ‘મંત્ર - તંત્ર - યંત્ર’ આ ત્રણેય વર્‌ણ માત્રુકાઓ પ્રમાણે હોવાથી એક પણ ધ્વનીને બદલી શકાય નહી. નહી તો એનાથી સધાતી સીધ્ધીમાં વીક્‌શેપ થાય અને એ શાસ્ત્રોમાં તો એક પણ અુચ્ચારણમાં કે લેખનમાં સહેજ પણ ફેરફાર કરવાની મનાઅી છે. નહી તો એ એના સાધકને જ હાનીકારક થઅી પડે એવું સ્પશ્ટપણે મનાય છે.” લો, થઅીને ભારે અંધશ્રધ્ધાની વાત !! આ એકવીસમી સદીમાં પણ કેટલાક લોકો અંધકારયુગની જેમ જ જીવે છે.

‘ઋ - ઋ’ રડાવતાં સ્વરો

આ સ્વરો બોલાતા જ નથી પછી એમને કરુત્રીમ રીતે લેખનમાં શા માટે રાખવાં ? ‘ઋ’ની જગ્યાએ ‘રુ’ મુકવાથી અક્‌શરભેદ કે શબ્દભેદ થાય તોપણ શું વાંધો ? અર્‌થભેદ તો થતો નથી ! અક્‌શરભેદ કે શબ્દભેદ થાય તો એમાં કોના બાપનું પદ ખસી જવાનું છે ? વળી ‘ઋ’ સ્વરની જગ્યાએ ‘રુ’માં બે વર્‌ણો પ્રયોજાય છે તો એમાં કયો ગૌરવદોશ થયો ? ‘ઋ’ના લેખનમાં એકવાક્‌યતા છે પણ અુચ્ચારમાં રુ - રી - ર એવા અુચ્ચારો થાય છે, જ્‌યારે તેના સ્થાને ‘રુ’ લખતા લેખનમાં તથા અુચ્ચારમાં એમ બંનેમાં એકવાક્‌યતા આપોઆપ આવી જાય છે.

એક દલીલ એવી થાય છે કે “જો ‘ઋ’ને બદલે ‘રુ’ લખવામાં આવે તો અનેક શબ્દોની આક્‌રુતી - સ્વરુપ - અુચ્ચારણ બધું બદલાઅી જશે. ‘ઋ’ સ્વરનું અુચ્ચારણ ‘રુ’ વ્યંજનમાં બદલાઅી જાય.” અરે ભાઅી, બદલાઅી જાય તો બદલાઅી જાય. ખરેખર તો આ બદલાવને ખરા દીલથી આવકારવા જોઅીએ કારણ કે બદલાએલાં શબ્દોની આક્‌રુતી - સ્વરુપ - અુચ્ચારણ બધું જ વધુ વૈગ્નાનીક, તર્‌કશુધ્ધ અને સરળ બને છે.

આપણે ઋ - ઋ સ્વરો ને તો સૌથી પહેલાં વીદાય આપવી જોઅીએ. ઋની વીદાય તો સર્‌વમાન્ય બની ચુકી છે, પણ ઋ અંગે થોડો વીવાદ હજુ ચાલે છે. જોકે આમેય સામાન્ય બહુજનોએ તો વ્યવહારમાં આ ફેરફારો તો ક્યારનાયે સ્વયંભુ અપનાવી જ લીધા છે. હવે બાકી રહી ‘પંડીતો’ની વાત. એમણે પણ બાપા કહીને આ અને બીજા ફેરફારો વહેલાં કે મોડાં અપનાવવા જ પડશે, નહી તો એમના ચોપડા વાંચશે કોણ ? અને વંચાશે નહી તો પછી છાપશે કયા પ્રકાશકો ? પ્રકાશકોને પણ છેવટે તો ધંધો જ કરવો છે ને ?

‘ર’નું રમખાણ

ગુજરાતીમાં ‘ર’ જુદી જુદી ૧૧ રીતે લખાય છે જે ‘ર’ અને ‘ર્‌’ માત્ર બે જ સંકેતથી દર્‌શાવી શકાય. ‘ર’ના બાકીના બીજા જ (હાસ્યાસ્પદ) રુપો રદ કરવાં.

રેફના સ્થાનને લીધે કેટલી બધી ગરબડ થાય છે ? અક્‌શરની અુપર કરેલો રેફ એ બીજું કશું નહીં પણ ‘ર્‌’ (ખોડો ર) જ છે એમ સર્‌વે વીદ્‌વાનોએ સ્વીકારેલું જ છે. વળી અત્યારનો રેફ લખવાનો મુનીશ્રી હીતવીજયજીએ બતાવેલો વીચીત્ર નીયમ જુઓ - અુચ્ચારણમાં રેફ (ર્‌)નું સ્થાન ગમે ત્યાં હોય પરંતુ લખાણમાં તેનું સ્થાન વચ્ચેના તમામ અડધા અક્‌શરોને છોડીને છેડે રહેલા આખા અક્‌શરને મથાળે પહોંચી જાય ! (અુદાહરણ મર્‌ત્‌ત્‌ય લખવાને બદલે મર્ત્ત્ય લખાય છે, ધાર્‌શ્‌ટ્‌ય લખવાને બદલે ધાષ્ટ્‌ર્ય લખાય છે, કાર્‌ત્‌સ્ન્ય લખવાને બદલે કાર્ત્સ્ન્ય લખાય છે વગેરે). મુનીશ્રીએ પોતે જ એક જગ્યાએ લખ્યું છે કે જોડાક્‌શરમાં અક્‌શરો જે ક્‌રમથી જોડાયા હોય તે જ ક્‌રમથી તેનું અુચ્ચારણ થવું જોઅીએ, તેના ક્‌રમમાં ફેરફાર થવા દેવાય નહી, આગળ રહેલા અક્‌શરનું અુચ્ચારણ પાછળ ના થવું જોઅીએ અને પાછળ રહેલા અક્‌શરનું અુચ્ચારણ આગળ ના થવું જોઅીએ. તો પછી તેમના આ વીધાનથી તેમણે પોતે જ બતાવેલો રેફ માટેનો અુપરોક્ત નીયમ શું વીપરીત નથી ? માટે રેફને ‘ર્‌’ના સ્વરુપે જ તથા તેના અુચ્ચારના ક્‌રમમાં જ લખાય તે જ બુધ્ધીગમ્ય છે.

ક્‌રમ ૪, ૫, ૯, ૧૦માં મુળમાં સ્વર ‘ઋ’ છે જેનો અુચ્ચાર લુપ્ત થયો છે. તેની જગ્યાએ ‘ર’કાર અુચ્ચારાય છે ને તેથી હવે લખાવા પણ લાગ્યો છે.

‘દ’નું દમન

તે જ રીતે ‘દ’ અક્‌શરનો વીચાર કરો. ગુજરાતીમાં ‘દ’ જુદી જુદી ૭ રીતે લખાય છે, જે નીચે દર્‌શાવ્યા મુજબ ‘દ’ અને ‘દ્‌’ માત્ર બે જ સંકેતથી દર્‌શાવી શકાય.

હાલમાં અુદાહરણ સુચીત ફેરફાર સાથેનું અુદાહરણ ૭. દ્મ (જોડાક્‌શર સ્વરુપે) સદ્મ સદ્‌મ

અક્‌શમ્ય ‘ક્ષ’ અને અગ્નાની ‘જ્ઞ’

(‘જ્ઞ’ = ગ્ + ન જોડણીકોશમાં આપેલા વીકલ્પ પ્રમાણે)

‘ક્ષ’માં નથી ‘ક્‌’ દેખાતો કે નથી ‘શ’ દેખાતો. ઢંગધડા વગરના આકારના ‘ક્ષ’ને બદલે ‘ક્‌શ’ લખવું વધુ બુધ્ધીગમ્ય છે.

‘જ્ઞ’માં પણ નથી ‘ગ્’ દેખાતો કે નથી ‘ન’ દેખાતો.

‘જ્ઞ’ને કારણે લેખન-અુચ્ચારણમાં ગોટાળા થાય જ છે. તેને બદલે ‘ગ્ન’ વાપરીએ તો ન તો લેખનમાં કે ન તો અુચ્ચારણમાં કોઅી ગોટાળો થાય. ‘જ્ઞ’નો આકાર પણ ‘ક્ષ’ની જેમ જ ઢંગધડા વગરનો છે.

‘જ્ઞાન’, ‘યજ્ઞ’ને બદલે ‘ગ્નાન’, ‘યગ્ન’ જ લખવું યોગ્ય છે. ડા. હરીપ્રસાદ શાસ્ત્રીના મંતવ્ય મુજબ “‘ક્ષ’માં ‘ક્‌ષ’ને બદલે ‘ક્‌શ’ પ્રયોજવાથી ને ‘જ્ઞ’માં ‘જ્‌ઝ’ને બદલે ‘ગ્ન’ પ્રયોજવાથી પ્રચલીત જોડણી થશે.”

આમ કરવાથી હીન્દી કે મરાઠીભાશીઓને ગુજરાતી વાંચવામાં કદાચ તકલીફ પડે. પણ તેટલા ખાતર કરોડો ગુજરાતીભાશીઓને માથે આ અને આના જેવા બીજા જોડાક્‌શરો મારવાની જરુર ખરી ? વળી હીન્દી કે મરાઠી વાંચનાર ગુજરાતીઓને પડતી મુશ્કેલીઓ દુર કરવા તેમની ભાશામાં ફેરફાર કરવા તેઓ તૈયાર છે ? ના, તો આપણએ તેમને ગુજરાતી વાંચવામાં પડનાર સંભવીત તકલીફો માટે શા માટે વીચારવું જોઅીએ ? અને ગુજરાતી વાંચનાર પરભાશી વ્યક્‌તીઓ કેટલી ? જેને જરુર હોય તે શીખી લે. આપણે ગુજરાતીઓ આવા બધા વેવલાવેડાઓને લીધે જ અન્યભાશીઓની સરખામણીએ વામણા પડીએ છીએ.

‘જી’

‘જી’ને લીધે એક વધારાનું ચીહ્‌ન ભણવું, ભણાવવું, યાદ રાખવું પડે છે. તેના વીકલ્પ તરીકે ‘જ + ી = જી’ હાજર જ છે, જે વધુ વૈગ્નાનીક છે. હકીકતમાં ‘જી’ એ ‘જી’નું અપભ્રંશ માત્ર જ છે.

અનુનાસીકોને બદલે અનુનાસીક - અનુસ્વાર

જે સ્વરના નાસીક્‌ય અુચ્ચારણ વખતે ‘ન્’નો ધ્વની થતો હોય છે તેની જોડણીમાં અુચ્ચારાધીત ‘ન્’ નો અુપયોગ કરવો. આમ કરવાથી તે અનુનાસીક જોડાક્‌શર બની જાય છે. દા.ત. સન્ગીત, રન્ગ વગેરે. આ બંને અુદાહરણોમાં તીવ્ર અનુસ્વાર છે. જે સ્વરના નાસીક્‌ય અુચ્ચારણ વખતે ‘મ્’ નો ધ્વની થતો હોય છે તેની જોડણીમાં અુચ્ચારાધીત ‘મ્’ નો અુપયોગ કરવો. આમ કરવાથી તે પણ અનુનાસીક જોડાક્‌શર બની જાય છે. દા.ત. અમ્બા, કચુમ્બર વગેરે. આ બંને અુદાહરણોમાં પણ તીવ્ર અનુસ્વાર છે. પરન્તુ જે સ્વરના નાસીક્‌ય અુચ્ચારણ વખતે ન તો ‘ન્’ નો ધ્વની થતો હોય કે ન તો ‘મ્’ નો ધ્વની થતો હોય (મ્રુદુ અનુસ્વાર) (દા.ત. સંયમ, આંખ વગેરે) તેવા સ્વરની જોડણીમાં માથે બીંદુ (અનુસ્વાર)નો અુપયોગ કરવો. પરન્તુ કોઅી પણ સન્જોગોમાં ‘ઙ’ કે ‘ઞ’નો જોડણીમાં અુપયોગ કરવો નહીં.

પ્રા. રામજીભાઅી પટેલ લીખીત ‘જાણીએ જોડણી’ પુસ્તકના પરીશીશ્ટમાં શ્રી. ભરત ના. ભટ્‌ટ લીખીત ‘અનુસ્વાર વીચાર’ લેખમાં જણાવ્યા મુજબના ૩ નીયમો તથા તેની ૨ ટીપ્પણીઓ સામાન્ય માણસ માટે સમજવી તથા અમલમાં મુકવી અઘરી છે.

શબ્દના અન્ત્યસ્થાને આવતો અનુસ્વાર રદ કરવાનું સુચન ગમી જાય તેવું છે.

અનુનાસીક ‘ઙ’ અને ‘ઞ’ વ્યંજનો કેટલાક અપવાદરુપ પંડીતો સીવાય કોઅી લખતું નથી. માત્ર ણ, ન, મ અનુનાસીકો જ લખાય છે. અઙ્‌ક-પઞ્ચ જેવી જોડણી સુંદરતા અને સરળતાની દ્‌રશ્ટીએ પણ બીલકુલ વીચીત્ર લાગે છે. ‘ઙ’ અને ‘ઞ’ના સ્થાને અનુસ્વાર મુકીને અંક, પંચ વગેરે લખવું વધુ સુંદર અને સરળ છે.

વ્યંજન ‘ષ’

ગોવર્‌ધનરામના મત મુજબ “મુળ ગુજરાતી લખાણ આપણા વ્રુધ્ધો ‘ષ’કારને ન ઓળખતા. માત્ર ‘શ’કાર લખતા.” (આનો અર્‌થ એ થયો કે ગુજરાતીમાં ‘ષ’ પાછળથી ઘુસાયેલો છે !) “ગુજરાતી શબ્દોમાં ‘ષ’ને સ્થાને ‘શ’ વાપરવો યોગ્ય છે.”

‘ષ’ અને ‘શ’ વચ્ચેનો અુચ્ચારભેદ લીપીના રચયીતા રુશીઓએ પારખ્યો હોય તો તેમને મુબારક. બાકી અત્યારે તો ગુજરાતી અુચ્ચારણમાંથી ‘ષ’ વ્યંજન નીકળી જ ગયો છે અને માટે આ બીનજરુરી વ્યંજન ‘ષ’ને પણ કાયમી દેશવટો આપી દેવો તે જ યથાયોગ્ય અને સ્વાભાવીક છે.