Chalo Aapne Vruddh Thata Sikhiye in Gujarati Human Science by Kashyap Chandulal Dalal books and stories PDF | Chalo Aapne Vruddh Thata Sikhiye

Featured Books
Categories
Share

Chalo Aapne Vruddh Thata Sikhiye


ચાલો, આપણે વૃદ્ધ થતાં શીખીએ

- કશ્યપ ચંદુલાલ દલાલ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.ક્રાંતીકારી સંત સ્વામી સચ્ચીદાનંદજી (દંતાલી, પેટલાદ)ના આશીર્વચનો

૨.આ પુસ્તીકાની જોડણી વીશે

૩.અગીયારમી સંવર્ધીત આવૃત્તીની પ્રસ્તાવના

૪.વૃધ્ધ થવું એટલે શું ?

૫.તો ચાલો, આપણે વૃધ્ધ થતાં શીખીએ

૬.સંયુક્ત કુટુંબ

૭.વૃધ્ધાશ્રમ

૮.મીલકત

૯.પહેલું સુખ તે જાતે નર્યા

૧૦.તબીબી ખર્ચાઓ

૧૧.જીવનસાથીની દરકાર

૧૨.જીવનપર્યંત આવક

૧૩.બચત જ ખરી મીત્ર

૧૪.વસીયતનામું યાને વીલ

૧૫.મેડીકલ વસીયતનામું

૧૬.નીવૃત્તીકાળ માટેનું અગાઉથી આયોજન

૧૭.નીવૃત્તીમાં પણ પ્રવૃત્તી

૧૮.મોટી ઉમ્મરે પુનર્લગ્ન

૧૯.લીવ ઈન રીલેશનશીપ ?

૨૦.પુર્વગ્રહ

૨૧.અપેક્ષા દુખની મા

૨૨.વર્તમાનમાં જીવીએ

૨૩.ક્રોધ

૨૪.સંબંધો

૨૫.પુરુષાર્થ અને પ્રારબ્ધ

૨૬.માતા-પીતા

૨૭.કહેતા-કહેતી

૨૮.મને કહેવા દો (૧ થી ૭)

૨૯.ભલે પધારી વૃદ્ધાવસ્થા

ક્રાંતીકારી સંત સ્વામી સચ્ચીદાનંદજી

(દંતાલી, પેટલાદ)ના આશીર્વચનો

જીવતાં માણસને હંમેશા પ્રશ્નો હોય જ છે, માત્ર મડદાંને જ પોતાનાં પ્રશ્નો હોતાં નથી. હા, તેને બાળો, દાટો કે ગમે તે કરો,

એવા પ્રશ્નો તે તમારાં માટે ઉભાં કરી શકે છે. પણ, તેને પોતાનાં કોઈ પ્રશ્નો હોતાં નથી.

પ્રશ્નોને ઉકેલવાં તેનું નામ જ જીવનસાધના છે. પ્રશ્નોને પડતાં મુકીને જે કાલ્પનીક તત્ત્વને મેળવવાં ભાગે છે, તે પલાયનવાદી જ કહેવાય.

જીવન એક પુરેપુરી વાસ્તવીકતા છે, તે કાલ્પનીક અથવા મીથ્યા નથી. તેથી જીવનનાં પ્રશ્નો ઉકેલવાં એ જ પ્રથમ કર્તવ્ય કહેવાય. કર્તવ્ય છોડીને ભાગવું એ પલાયનવાદ કહેવાય. દુર્ભાગ્યવશ ભારતનું ઉત્તરવર્તી અધ્યાત્મક પલાયનવાદી બની ગયું છે.

મનુષ્યજીવનનાં ત્રણ ભાગ છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃધ્ધાવસ્થા. પ્રત્યેક અવસ્થામાં વળી પાછાં ત્રણ-ત્રણ ભાગ છે. જેમ કે, એક અએર્ભકાવસ્થા, બે શૈશવાવસ્થા અને ત્રણ બાયાવસ્થા. આવી જ રીતે યુવાવસ્થાનાં પણ ત્રણ ભાગ છે. એક કીશોરાવસ્થા, બે તરૂણાવસ્થા અને ત્રણ યુવાવસ્થા. આવી જ રીતે વૃધ્ધાવસ્થાનાં પણ ત્રણ ભાગ છે. એક પ્રૌઢાવસ્થા, બે વૃધ્ધાવસ્થા અને ત્રણ જરઠાવસ્થા. આ નવેય અવસ્થાની વ્યાખ્યા અપેક્ષીત છે. પણ અહીં માત્ર વૃધ્ધાવસ્થા વીષે જ થોડી ચર્ચા કરીશું.

૬૦ વર્ષ પછી વૃધ્ધાવસ્થા શરૂ તાય છે. વૃધ્ધાવસ્થાનાં ચાર પ્રશ્નો બહુ મહત્ત્વનાં હોય છે. (૧) આરોગ્યનો, (૨) અર્થનો, (૩) આવેગોનો, (૪) લાગણીઓનો. જો આ ચારેય પ્રશ્નોને યથાયોગ્ય ઊકેલવામાં આવે તો વૃધ્ધાવસ્થા માત્ર સુખદાયી જ નહીં, પરંતુ ધન્ય-ધન્ય થઈ જતી હોય છે.

શરીર એક યંત્ર છે. તેને, યથાયોગ્ય આહાર વીહારપુર્વક સાચવ્યું હોય તો તે આરોગ્યવાન રહી શકે છે, અને દીર્ઘાયુષ્ય પણ ભોગવી શકે છે.

બીમાર થવું કે મરી જવું કે નીશ્તીક નથી. મરી જવું એ કોઈ નીર્ધારીત વસ્તુ નથી. ઘણાં લોકો એવું સમજી બેઠાં હોય છે કે જે કાંઈ થાય છે તે વધું પુર્વનાં કર્મ પ્રમાણે જ નીર્ધારીત થયેલું જ થાય છે. આ વાત યોગ્ય નથી. પહેલાં, એક હજાર પ્રસુતીએ ૪૫૦ બાળકો મરી જતાં અને પ્રસુતા પણ મરી જતી. હવે, ગુજરાતમાં માત્ર ૧૦૦૦ એ ૨૫ બાળકો જ મરે છે અને પશ્ચીમના ઉન્નત દેશોનો આ આંકડો માત્ર ૧૦-૧૨નો જ છે. આવી જ રીતે પહેલાં ૬૦ વર્ષ પહેલાં જ માણસો મરી જતાં, જે હવે ૮૦-૯૦ કે ૧૦૦ સુધી સરળતાથી જીવતાં થયાં છે. આ બધું પુર્વના કર્મે નથી પણ વર્તમાનનાં તબીબી સાધનોથી અને આહાર વીહારની સાચી સમજણથી થયું છે. આવી જ રીતે પહેલાં મેલેરીયા, કોલેરા, ટી.બી., પ્લેગ વગેરે એવાં રોગો હતાં જેમાં ગામનાં ગામ સાફ થઈ જતાં. હવે તેવું થતું નથી કારણ કે આપણે આ બધા રોગોની રસીઓ કાઢી અને લોકોને બચાવ્યાં. આવા અસંખ્ય દાખલાઓ આપી શકાય. જેનો ભાવ એ છે કે જો તમે, વ્યવસ્થીત જીવન જીવો તો નીરોગી રહીને સુખપુર્વક, લાંબુ જીવન જીવી શકો છો.

વૃધ્ધાવસ્થાનો બીજો પ્રશ્ન આર્થીક છે. જો તમારી પાસે પૈસો ના હોય, આવક ના હોય તો પૈસાના અભાવમાં તમે દુઃખી દુઃખી થઈ શકો છો.

આનો ઊકેલ પશ્ચીમની જીવનપદ્ધતીમાંથી નીકળ્યો છે. એમણે ૫૮ કે ૬૦ વર્ષ પછી નીવૃત્ત વ્યક્તીને જીવનભરનું પેન્શન બાંધી આપ્યું. જેથી તે પેન્શન દ્વારા પોતાનું બાકીનું જીવન, સ્વનીર્ભર થઈને, ખુમારીપુર્વક જીવી શકે છે. આપણે ત્યાં, શની-રવીની રજા, કેસ્યુએલ લીવ, સીક લીવ, હક લીવ, વેકેશન વગેરે હતું જ નહીં. તેથી “સાઈનો દીકરો જીવે અને જીવે ત્યાં સુધી સીવે અને ના સીવે તો ભુખે મરે.” પેન્શન પધ્ધતીનાં કારણે વૃધ્ધાવસ્થા ઘણાં લોકો માટે ચીંતા વીનાની થઈ ગઈ છે. જો તમારી સરકારી નોકરી ના હોય અને પેન્શનની વ્યવસ્થા ના થઈ શકતી હોય તો પણ તમે જીવનની જે કાંઈ બચત કરી હોય તેના વ્યાજમાંથી પણ પાછલી જીંદગી જીવી શકાય છે. આજે એવાં કેટલાંય વૃધ્ધાશ્રમો થયાં છે કે જે અલ્પ રકમ લઈને પણ વૃધ્ધોને રાખે છે અને સાચવે છે. તમારી પાસે અલ્પ રકમ ભરવાની પણ ક્ષમતા ના હોય તો નીશુલ્ક રાખનરાં વૃધ્ધાશ્રમો પણ છે. પહેલાં આવી કોઈ વ્યવસ્થા નહોતી. તેથી ઘણાં વૃધ્ધો લાચાર થઈને પગ ઘસતાં મરી જતાં.

વૃધ્ધાવસ્થાનો ત્રીજો પ્રશ્ન આવેગોનો છે. ઢળતી અવસ્થાની સાથે કુદરતી આવેગો શાંત થઈ જાય છે તે વાત સાચી નથી. કોઈને વધુ તો કોઈને ઓછા - આવેગો તો રહેતાં જ હોય છે. આ વાત પશ્ચીમનાં લોકોએ, જેટલી સ્વીકારી છે તેટલી આપણે સ્વીકારી શક્યાં નથી. તેથી આપણે આ પ્રશ્નનાં સાચા ઉકેલને પ્રાપ્ત કરી શક્યાં નથી. વૃધ્ધાવસ્થામાં પણ આહાર-વીહાર વગેરેનાં આવેગોની માફક “કામ”નાં આવેગો રહેતાં જ હોય છે. જો તેનું યથોચીત સમાધાન કરવામાં ન આવે તો, તન-મન-બંનેને હાની થતી હોય છે. એટલે પ્રસ્તુત પુસ્તીકામાં ભાઈ શ્રી કશ્યપભાઈ દલાલે, સ્પષ્ટ રીતે તેનાં ઉપાયો પણ બતાવ્યાં છે કોઈ વીધુર અથવા વીધવા, પુનર્લગ્ન કરી શકે છે અથવા મૈત્રી ભાવથી પણ સાથે રહી શકે છે અને તે રીતે આ પ્રશ્નનો ઊકેલ કરી શકાય છે. જોકે પચાસ - સાંઈઠ વર્ષ પહેલાં, વીધવાવીવાહની વાત પણ કરી શકાતી નહી, જ્યારે આજે તે સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. આવી રીતે મૈત્રી-ભાવથી રહેવાની વાત આજે ઘણાં લોકોને સ્વીકાર્ય ના હોય તો પણ સમય જતાં, ધીરે ધીરે, તે સ્વીકાર્ય બનશે તેવું ચોક્કસ લાગે છે.

વૃધ્ધાવસ્થાનો ચોથો પ્રશ્ન લાગણીઓનો છે. લાગણીની ભુખ વ્યક્તીમાત્રને મરણપર્યત રહેતી હો છે. લાગણીહીનતા ભર્યું જીવન જીવવું, એટલે મડદાંનું જીવન જીવવું એવું કહેવાય. લાગણી દ્વીમુખી હોય છે.

લાગણી પામવી અને લાગણી ઢોળવી. જેને બન્ને મુખેથી લાગણીનો ધોધ મળે છે તે કદી વૃધ્ધ થતો જ નથી. વીશ્વનું સૌથી મોટામાં મોટું ટોનીક લાગણી છે. લાગણી મળે અને ખાવાને સુકો રોટલો મળે તો પણ તે વ્યક્તી સુખપુર્વક જીવન જીવી શકે છે. પણ રોજ ૩૨ પકવાનો જમવા મળે અને રાજમહેલમાં રહેવાનું મળે પણ જો લાગણી ના હોય તો તેવી વ્યક્તી કદી પણ સુખી થઈ શકે નહીં. વૃધ્ધાવસ્થામાં સ્ત્રી કે પુરૂષને પણ લાગણી પામવાની વૃત્તી રહે છે. જો બન્ને પતી-પત્ની હોય અને લાગણીસભર જીવન જીવતાં હોય તો બન્ને ધન્ય થઈ જાય પણ માનો કે, પતી પત્ની ના હોય, વીધુર કે વીધવા હોય તો પણ પરીવારની, પુત્રોની લાગણી - આવી બધી લાગણીઓ જો તેને મળતી હોય તો પણ તેના જીવનમાં ધન્યતા રહે. તેથી વધારે, જો ત્રીજી કે ચોથી પેઢીનાં બાળકો તેના ખોળામાં રમતાં હોય તો પણ લાગણી ઢોળીને ધન્ય ધન્ય થઈ જવાય. આ દ્રષ્ટીએ સંયુક્ત કુટુંબવાળા આપણે પશ્ચીમની તુલનામાં વધુ ભાગ્યશાળી છીએ. પશ્ચીમમાં છેક પાછલી જીંદગીમાં એકાકી ડોસો અથવા એકાકી ડોસી બહુ જ વેક્યુમ ભર્યું જીવન જીવતાં હોય છે, જે તેમને આત્મહત્યા સુધી દોરી જતું હોય છે. માણશને માણશનું સુખ જોઈએ, અને જો માણસને માણસનું સુખ ના મળે તો તેમાંથી વેક્યુમ ઉભું થાય છે, જે માણસને વગર મોતે મારી નાખતું હોય છે.

આપણે ત્યાં જે વૃધ્ધાશ્રમો અને બીજી સંસ્થાઓ થઈ છે, તે વૃધ્ધોનાં ખાલીપણાં હળવું કરવાનો પ્રયત્ન કરે છે. સૌ સમુહમાં રહે, હળેમળે, સતસંગ કરે, ઉપાસના કરે, ભજન કીર્તન કરે અને સમય વીતાવે - તો વેક્યુમું દુઃખ હળવું થઈ શકે છે. આમાં પણ જે લોકો સેવાપરાયણ વૃત્તીનાં હોય છે, તે કોઈ ને કોઈ નાની મોટી સેવા સ્વીકારીને પણ પોતાનાં સમયનો સદુપયોગ કરવાની સાથે પોતાનાં તન-મનને પણ પ્રસન્ન રાખી શકે છે.

વૃધ્ધાવસ્થામાં જ નહીં, પણ પુરા જીવન માટે સૌથી મહત્ત્વનો ભાગ “સ્વભાવ” ભજવતો હોય છે. જો તમારો સ્વાભાવ સારો હશે તો તમે દુશ્મનો વચ્ચે પણ રહી શકશો. પણ જો તમારો સ્વભાવ સારો નહી હોય તો મીત્રોને પણ દુશ્મન બનાવીને દુઃખી કરશો અને દુઃખી થશો. ખાસ કરીને વૃધ્ધાવસ્થામાં વ્યક્તીનો સ્વભાવ ચીડીયો થઈ જતો હોય છે.

વાતવાતમાં જેને ચીડ ચઢે, તેને કદી શાંતી ના હોય તેથી પોતાનાં સ્વભાવને સુધારવાનો પ્રયત્ન કરવો તે સૌથી મોટી સાધના કહેવાય. મારી દૃષ્ટીએ તેના ત્રણ ઉપાય છે (૧) વધુમાં વધુ ઈશ્વરનું નામ સ્મરણ કરવું. (૨) વધુમાં વધુ અએનાસક્તીથી સેવા કરવી. (૩) બને તેટલો સમય વધુમાં વધુ સતસંગમાં કાઢવો. આ ત્રણ સાધનો જેની પાસે હશે તે, વૃધ્ધાવસ્થાના મહાસાગરને હસતાં હસતાં તરી જશે. ભાઈશ્રી કશ્યપ ચંદુલાલ દલાલે આ નાની સરખી પુસ્તીકામાં ગાગરમાં સાગર ભરી દીધો છે. પોતાનાં વીશાળ અનુભવો, બહોળું વાંચન, તપસ્પર્શી અવલોકન આ ત્રણેનાં દ્વારા વૃધ્ધાવસ્થાને સ્પર્શતા બધાં જ નાનાં-મોટાં પ્રશ્નોને આમાં સમાવી લેવામાં આવ્યાં છે. જે કોઈ વૃધ્ધ અથવાં અન્ય કોઈ આ પુસ્તીકાને ધ્યાનથી વાંચશે તો તેને ઘણું ઘણું માર્ગદર્શન મળશે તેની મને ખાતરી થઈ છે.

પુસ્તીકાના મુખપૃષ્ઠ ઉપર વૃધ્ધ દંપતીનું ચીત્ર ખરેખર બહુ જ પ્રેરણાદાયી છે. પ્રેમ કરવાની ઉંમર માત્ર જુવાની જ નથી. કદાચ જુવાનીનો પ્રેમ વાસનાધારીત પણ હોય, જે અસ્થાયી અને અવીશ્વસનીય હોય છે. પણ પ્રેમની ખરી ઉંમર વૃધ્ધાવસ્થાની છે. જ્યારે તમાર ગાત્રો શીથીલ થઈ ગયા હોય, તમારી ચામડી સુકાઈ ગઈ હોય, તમને અડવાનું પણ કોઈને ના ગમતું હોય ત્યારે તમને જે હુંફ આપે કે મેળવે તે પણ વૃધ્ધાવસ્થાની જરૂરીયાત સ્વીકારવી જોઈએ. બદાં માણસો ત્યાગી કે વીતરાગી થઈ શકે નહી અને કદાચ કોઈ થાય તો પણ વ્યક્તી વીશેષ જ હોય. તેથી પુરી પ્રજાનો પ્રશ્ન ઉકેલાય નહીં. પુરી પ્રજાનો પ્રશ્ન ઉકેલે તેને જ ધર્મ કહેવાય. હું માનું છું કે ભાઈશ્રી કશ્યપભાઈએ આપણને સૌને વૃધ્ધ થતાં શીખવાડવાનો સફળ પ્રયત્ન કર્યો છે. વૃદ્ધ થવું એ કુદરતી વસ્તુ છે. જેને લાંબુ જીવવું હોય તેને વૃધ્ધ થવું જ પડે. પણ વૃધ્ધાવસ્થામાં પણ આનંદ, ઉત્સાહ અને ધન્યતાથી જીવન જીવી શકાય છે તે આ પુસ્તીકાનો ટુંકો અને મહત્ત્વનો સંદેશ છે.

હે વૃધ્ધો, નીરાશા છોડો. ખોટા દુઃખી ના થાવ. તમને જે કાંઈ મળ્યું છે તેનો સદુપયોગ કરો અને જેટલું જીવાય તેટલું આનંદ, ઉત્સાહ અને ધન્યતાપુર્વક જીવન જીવો. તમે યોગી ના થાવ તેની કોઈ ચીંતા નહી પણ તમે ઉપયોગી થાવ, વધુમાં વધુ ઉપયોગી થાવ તેવું જીવન જીવો.

- સ્વામી સચ્ચીદાનંદ

સ્વામીજી સાથેના વાર્તાલાપનો અંશ

કશ્યપ - “આતો લખતાં લખતાં ભુલથી લખાઈ ગયું છે. બાકી હું

લેખક નથી.”

સ્વામીજી - “લેખક નથી એ જ સારું છે.”

અગીયારકમી સંવર્ધીત આવૃત્તીની પ્રસ્તાવના

સમજણ નથી પડતી કે શું થઈ રહ્યું છે ? ચાર વર્ષમાં અગીયારમી આવૃત્તી ! કુલ ૩૫,૦૦૦ પ્રત !! તે પૈકી ૨૬,૫૦૦ પ્રતના સ્વૈચ્છીક સહયોગીઓ !!! અને તેમાંના મોટા ભાગના પાછા (કંજુસ કે કદરદાન ?) અમદાવાદીઓ !!! એટલી સમજણ જરુર પડે છે કે વાચકોને જરુર પસંદ પડી છે. તે સીવાય તેઓ સગાં સંબંધીઓ, ઓળખીતાંઓ, મીત્રોમાં વહેંચવા માટે સેંકડોની સંખ્યામાં મંગાવે ખરા ?

મને ક્યારેક એવો વીચાર આવે છે કે હું સ્વપ્ન પ્રદેશમાં તો નથી ને ? એક તો નામાની દુનીયાનો માણસ. વળી સાહીત્ય જગતમાં તદ્દન અજાણ્યો, સામાન્ય માણસ. આવા માણસની બીજી જ પુસ્તીકા ઘણાં બધાં વાચકોએ એક જ બેઠકે વાંચી કાઢી ! આટલું ઓછું હોય તેમ આ પુસ્તીકાના એક પ્રશંસકે તેનું વીના મુલ્યે હીંદીમાં ભાશાંતર કર્યું. તેની ૨૦૦૦ પ્રત છપાઈને દિલ્હીમાં મળેલા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં તે મુકાઈ પણ ગઈ હતી. વળી તેનું અંગ્રેજીમાં ભાષાંતરનું પ્રકાશન આઈ કેર ફાઉન્ડેશન, મુંબઈ દ્વારા થયું છે. તે ઉપરાંત મરાઠી અને ઉર્દુ ભાષાંતરની વાત પણ ચાલી રહી છે.

હું એક બુધ્ધીવાદી (ઇીટ્ઠર્ૈંહટ્ઠઙ્મૈજં) છું. એટલે ચમત્કારમાં નથી માનતો. પરંતુ મારી આ નાનકડી પુસ્તીકા સાથે જે કાંઈ થઈ રહ્યું છે તે ચમત્કાર નથી તો શું છે ?

મને તો સમજણ જ નથી પડતી કે આ બધું શું થઈ રહ્યું છે ?

ખેર, કુદરતે એવું ધાર્યું હશે.

અભીમાનની લાગણી બીલકુલ નથી થતી પરંતુ ગૌરવની લાગણી જરુર અનુભવાય છે.

હું ભાશાનો માણસ ખચીત્‌ નથી. આ તો લખતાં ખતાં ભુલથી લખાઈ ગયું છે !!!

મને એક પ્રશ્ન ભારે પરેશાન કરે છે. મેં ગુજરાતી અને હીન્દી વીષયોની પરીક્ષામાં ક્યારેય નીબંધ લખ્યા નથી. એસ.એસ.સી.ની પરીક્ષામાં ગુજરાતી વીષયમાં ફક્ત ૩૯ ગુણ જ આવેલા. એસ.એસ.સી.ની પરીક્ષા સીવાય ક્યારેય હીન્દી વીષયમાં પાસ થયો નથી અને તે પરીક્ષામાં ૩૫ ગુણ જ આવેલા (સ્વભાવીક છે કે તેમાં કૃપાગુણ ઉમેરાયેલાં હશે જ.)

મારી પરેશાની એ છે કે આવો ઠોઠ નીશાળીયો એવો હું આવી પુસ્તીકા લખી જ કેવી રીતે શક્યો ? શક્ય છે કે મારા ૪૫ વર્ષના સામાજીક કાર્ય દરમ્યાન મારી સંવેદના તાર અનેક વખત ઝણઝણી ઉઠ્યા હોય. તે સીવાય મારા અંગત જીવન દરમ્યાન બનેલા અનેક સારા-માઠા પ્રસંગો પણ આ પુસ્તીકાના લખાણોનું પ્રેરકબળ બન્યા હોય. મારા આ મુંઝવતા પ્રશ્નનો ઉત્તર મેં ઘણાને પૂછ્યો છે પરંતુ હજી સુધી મને સંતોષકારક જવાબ મળ્યો નથી.

આ પુસ્તીકાની પ્રથમ આવૃત્તી તૈયાર કરી તે પહેલેથી જ આ વીષય ઉપર લખાયેલાં અન્ય લેખકોનાં લખાણો, પુસ્તકો વગેરે વાંચવાનું કે આ વીષય ઉપર અપાતાં વ્યાખ્યાનો સાંભળવાનું મેં બીલકુલ બંધ કરી દીધાં છે કે જેથી અન્યોના વીચારોમાં હું તણાઈ ના જઉં અને તેથી આ પુસ્તીકામાં જે કાંઈ પણ વીચારો દર્શાવ્યા છે તે મારા પોતાના મૌલીક વીચારો છે. શક્ય છે કે વાચક મારા વીચારો સાથે સંપુર્ણ સંમત ના પણ થાય.

મુખપૃષ્ઠ : મારી દૌહીત્રી મુદીતા મીહીરભાઈ સાંડેસરા (ઉમ્મર વર્ષ ૧૪) તથા ચીત્રાંકનો મારા મીત્ર નીલીનભાઈ સુચકે બનાવ્યાં છે. હું બંનેનો આભારી છું.

અને છેલ્લે, આ પુસ્તીકાના અંતે છાપેલાં “મને કહેવા દો”

વીભાગ માટે બે શબ્દો. આ તો તક મળી છે એટલી છાપી નાંખ્યું. બાકી આટલા બધા ‘કોેલાહલ’માં મારી ‘પીપુડી’ કોણ સાંભળે ?

- કશ્યપ ચંદુલાલ દલાલ

ભાગ - ૧

વૃધ્ધ થવું એટલે શું ?

વૃધ્ધ થવું એ કુદરતનો અફર નીયમ છે. આ નીયમ અફર નીયમ હોવાને લીધે હજુ તેમાંથી કોઈ છટકી શક્યું નથી. વૃધ્ધ થવાની આ કીર્યાને અનીવાર્ય અનીષ્ટ કહેવું હોય તો કહી શકાય. વૃધ્ધ થવાની આ કીર્યાને લાખ ઉપાય કરીએ તોપણ અએટકાવી શકાવાની નથી. તો પછી એને શા માટે આનંદપુર્વક, સમજણપુર્વક સ્વીકારવી નહીં, અટકાવવી નહીં ? પરંતુ એને આનંદપુર્વક આવકારવા માટે, સ્વીકારવા માટે આપણામાં કેટીક “સમજણ” હોવી જોઈએ. મારી નમ્ર સમજ મુજબ “વૃધ્ધ” શબ્દનો અર્થ થાય છે “વૃધ્ધી પામેલું”, પણ “વૃધ્ધી પામેલું” એટલે શું ? “વૃધ્ધી પામેલું” એટલે માત્ર “ઉમ્મર”માં જ વધેલું ? ના, “વૃધ્ધી પામેલું” એટલે “સમજણ”માં પણ વધેલું !!! ભારે અફસોસની વાત એ છે કે “સમજણ”ને અને “ઉમ્મર”ને કોઈ જ સીધો સંબંધ નથી હોતો ! આપણાંમાંનાં મોટા ભાગનાંને એવો ભ્રમ હોય છે કે મારા જેવું કોઈ ડાહ્યું નથી, હું વડીલ હોવાથી એઅને મેં ઘણાં ચોમાસાં જોયાં હોવાથી મારા જેટલી સમજણ કોઈને પડે નહીં. આ ભ્રમ જ અનેક વીટંબણાની ગંગોત્રી છે. હકીકતમાં આ ભ્રમ એ બીજું કશું નથી પણ આપણો એક સુક્ષ્મ ‘અહમ્‌’ જ માત્ર છે !!!

તો ચાલો, આપણે વૃધ્ધ થતાં શીખીએ.

વૃધ્ધ થતાં શીખવાની આ વાતને આપણે ત્રણ ભાગમાં વહેંચી શકીએ :

૧. સંયુક્ત કુટુંબમાં રહીને આપણે વૃધ્ધ થતાં શીખીએ.

૨. અલગ રહીને આપણે વૃધ્ધ થતાં શીખીએ.

૩. વૃધ્ધાશ્રમ જેવી કોઈ સંસ્થામાં રહીને આપણે વૃધ્ધ થતાં શીખીએ.

સંયુક્ત કુટુંબ

આમાંનો પહેલો મુદ્દો “સંયુક્ત કુટુંબમાં રહીને આપણે વૃધ્ધ થતાં શીખીએ”ને તપાસીએ.

માણસ જાતની ઉત્પત્તી થયા બાદ તેની પહેલી પેઢી જ્યારે પેદા થઈ હશે ત્યારથી એટલે કે અનાદી કાળથી એક સમસ્યા કાયમ માટે ચાલી આવી છે : દરેક પેઢીની વ્યક્તિ એમ માનતી ચાલી આવી છે કે તેની પછીની પેઢી બરાબર નથી. તેના જેવી ડાહી, હોશીયાર તથા ઠરેલ નથી.

જ્યારે નવી પેઢી એમ માનતી ાવી છે કે આગલી પેઢી કરતાં પોતે વધારે ડાહ્યા, હોશીયાર અને ચાલાક છે. નવી પેઢીની આો ખરી કે ખોટી માન્યતાને જુની પેઢી પચાવી શકતી નથી અને તેથી બે પેઢી વચ્ચેનો આ સંઘર્ષ અહર્નીશ ચાલ્યા કરે છે. આપણે હૃદય પર હાથ મુકી પ્રામાણીકતાપુર્વક સ્વીકારીએ કે આપણને પણ આપણી આગલી પેઢી સાથે અમુત મતભેદો તો હતા જ હતા.

આખી દુનિયામાં પહેલાંના પ્રમાણમાં સંયુક્ત કુટુંબની પ્રથા ધીમેધીમે ઓછી થતી જાય છે. ભારતમાંથી પણ એ પ્રથા પહેલાં કરતાં ઓછી થતી જાય છે. જોકે સદ્ભાગ્યે હજુ ઠીકઠીક જળવાઈ રહી છે. આ પ્રથા ઘણા ગેરલાભોથી ભરેલી છે. પરંતુ તેના લાભો પણ અનેક છે. સમગ્ર રીતે જોઈએ તો ગેરાભો કરતાં લાભોનું પલ્લું અનેકગણું બારે છે. આ બહુમુલ્ય લાભો મેળવવા માટે સૌથી પ્રથમ તો આપણે આપણો અહમ્‌ છોડતાં અટકાવશે. ઘરમાં સહુનાં અળખામણાં થઈશું તો વૃધ્ધાવસ્થામાં આપણે જ વધારે સહેવાનું આવશે. માટે આપણા સ્વાર્થ ખાતર પણ ઘરમાં સંપીને રહીએ.

આપણી ઉમ્મર જેમજેમ વધતી જાય તેમતેમ આપણી ઉંઘ દીવસે દીવસે ઘટતી જાય એ સ્વાભાવીક છે. જુવાનીમાં જેટલો શારીરીક શ્રમ આપણે કરતાં હતાં એટો શ્રમ હવે આપણે કરતાં નથી. આપણી પાસે અન્ય કામ ઓછું હોવાથી હવે આપણે રાત્રે વહેલાં સુઈ જઈએ છીએ. આ બધાં કારણોને લીધે સ્વાભાવીક રીતે જ આપણે સવારે વહેલાં ઉઠી જઈએ છીએ અને કુદરતી પ્રાતઃકર્મોમાં તથા પ્રભુભજન વગેરેમાં ડુબી જઈએ છીએ. પણ આપણે એ વાત ભુલી જઈએ છીએ કે કુટુંબનાં અન્ય સભ્યો હજુ મીઠી

નીંદર માણી રહ્યાં છે. આપણે એ પણ ભુલી જઈએ છીએ કે આપણી વહેલી સવારની પ્રવૃત્તીઓથી એમને ખલેલ પહોંચી શકે છે. જો આપણા નીવાસસ્થાનમાં પુરતી મોકળાશ હોય અને આપણા ઓરડાનું બારણું બંધ રાખવાની કાળજી રાખીએ તો તો બહુ વાંધો ન આવે, પરંતુ ઘર નાનું હોય તો ભલે આપણાં સંતાનો આપણને કશું કહે નહીં પરંતુ એમને ગમે તો નહીં જ. આ નાની લાગતી વાત ક્યારેક ઉગ્ર સ્વરુપ ધારણ કરે પણ ખરી.

આપણા સમાજમાં જો બધી સાસુઓ પોતાની વહુને વહુ નહીં પણ પોતાની “દીકરી” ગણે અને બધી વહુઓ પોતાની સાસુને સાસુ નહં પણ પોતાની “મા” ગણે તો સાસુ - વહુના ઝઘડા મહદ્‌ અંશે બંધ થઈ જાય.

માટે આપણે આપણી પુત્રવધુને પુત્રવધુ ગણવાને બદલે આપણી “દીકરી” જ માનીશું. તે જ રીતે આપણી દીકરીને સાસરે વળાવતી વખતે શીખ આપીશું કે સાસરે ગયા પછી સાસુ-સસરાને સાસુ-સસરા માનવાને બદલે “મા-બાપ” ગણજે.

સાસુ-વહુના ઝઘડા થવાનું બીજું મોટું કારણ એ છે કે છોકરીઓના મગજમાં નાનપણથી જ તેની મા તરફથી ભવીષ્યમાં થનારી સાસુ માટે બીહામણું ચીત્ર ટસાવી દેવામાં આવે છે અથવા તેને ડરાવવામાં આવે છે કે અહીં ઘરમાં બહુ જલસા કરે છે પણ સાસરે જઈશ એટલે ખબર પડશે વગરે, વગેરે. આમ બાળકીના બાળમાનસમાં બચપણથી જ સાસરા પક્ષ માટે અમુક નકારાત્મક ગ્રંથી બંધાઈ જાય છે, જે સાસરે જાય ત્યારે નકારાત્મક વલણમાં પ્રતીબીંબીત થાય છે અને છેવટે સાસુ-વહુના ઝઘડામાં પરીણમે છે. માટે આપણે આપણી દીકરીના મનમાં આવી નકારાત્મક ગ્રંથી બંધાઈ ના જાય તેનું પહેલેથી જ ધ્યાન રાખીશું.

આપણે પણ શાંતીથી જીવીએ અને બીજાને પણ શાંતીથી જીવવા દઈએ.

જે ઘરમાં શાંતી નથી તે ઘર, ઘર નથી પણ નર્ક છે.

આપણી ઉમ્મરના એકલા રહેનારા ઉપર ચોર લોકો ખાસ નજર રાખે છે. આપણાં નોકર ચાકર અને ચોકીદાર પણ તેમની સાથે ભળેલાં હોય છે. ક્યારેક આપણા જાનનું જોખમ પણ રહેતું હોય છે. તાત્કાલીક ડૉક્ટરની કે હૉસ્પીટલની સારવાર મળવી પણ મુશ્કેલ હોય છે. આ બધાથી બચવાનો સર્વોત્તમ ઉપાય એ છે કે જ્યાં આજુબાજુ વધારે લોકો રહેતા હોય ત્યાં આપણું નીવાસસ્થાન રાખવું. આનો એક આડકતરો ફાયદો એ પણ હોઈ શકે કે આપણી પ્રતીકુળ અવસ્થામાં આપણને આપણાં પેલા પાડોશીઓ જ સૌથી વધારે અને સૌથી પહેલાં કામમાં આવશે. આપણામાં કહેવત છે કે પહેલો સગો પાડોશી.

વૃધ્ધાશ્રમ

હજુ આપણી પાસે એક બીજો વીકલ્પ પણ છે અને તે છે વૃધ્ધાશ્રમ જેવી કોઈ સંસ્થામાં રહેવા જવું. અલગ રહેવામાં જે ગેરફાયદાો છે તેમાંના મોટા ભાગના ગેરફાયદાોની આ વીકલ્પમાં બાદબાકી થઈ જાય છે. આ વીકલ્પનો મોટામાં મોટો ફાયદો એ છે કે ત્યાં આપણી કોઈ જ જવાબદારી રહેતી નથી. નક્કી કરેલી રકમ ભરી દઈએ એટલે આપણી બધી જ જવાબદારીઓ પુરી થઈ જાય. જોકે સંસ્થાએ જે નીયમો બનાવ્યા હોય તે આપણે પાળવા પડે. આ વીકલ્પ પણ ગેરફાયદાઓથી મુક્ત તો નથી જ.

આગળ જણાવ્યા મુજબ સંસ્થાના નીયમો આપણે પાળવા પડે, મનપસંદ જમવાનું ના પણ મળે, સમયસર જમી લેવું પડે, સહનીવાસીઓ સાથે હળીમળીને રહેવું પડે, મોટા ભાગના વૃધ્ધાશ્રમો કોઈ પણ પ્રકારનું વ્યસન ચલાવી નથી લેતા, જ્યારે શારીરીક રીતે આપણે સંપુર્ણપણે પરવશ થઈ જઈએ ત્યારે ફરજીયાત વૃધ્ધાશ્રમ છોડવો પડે વગેરે. પહેલા વીકલ્પની જેમ જ આ વીકલ્પમાં પણ પેલાં નીર્દોષ પૌત્ર-પૌત્રીઓનો વીરહ આપણે પક્ષે અને તેમને પક્ષે એમ ઉભય પક્ષે ભોગવવાનો તો આવે જ આવે. આ છેલ્લો ગેરફાયદો સૌથી વીશેષ છે.

તે છતાં મને આ વીકલ્પ ઉત્તમ લાગે છે. આદર્શ સ્થીતી તો એવી હોવી જોઈએ કે સમાજમાં વૃધ્ધાશ્રમની જરુર જ ના પડવી જોઈએ. પરંતુ વ્યાવહારીક અને વાસ્તવીક રીતે જોઈએ તો સમાજમાં વધુ ને વધુ વૃધ્ધાશ્રમોની તાતી જરુર છે. આદર્શ સ્થીતી એક વસ્તુ છે, જ્યારે વ્યાવહારીકતા અને વાસ્તવીકતા બીજી વસ્તુ છે. તંદુરસ્ત સમાજની દૃષ્ટિએ વૃધ્ધાશ્રમો કલંક છે, જ્યારે વડીલસોની દૃષ્ટીએ ભારે આશીર્વાદરુપ છે. મારી દૃષ્ટીએ વૃધ્ધાશ્રમો સમાજનું એક અનીવાર્ય અનીષ્ટ છે અને તેથી જેમણે વૃધ્ધાશ્રમની સૌથી પહેલી શરુઆત કરી હશે તેમને મારી લાખો સલામ.

(મળતી માહીતી મુજબ સને ૧૯૪૨ની આસપાસ સ્વ. સમરથલાલ વૈદ્યે મણીનગર, અમદાવાદમાં સૌ પ્રથમ વૃધ્ધાશ્રમ શરુ કરેલો.) સાથેસાથે વૃધ્ધાશ્રમના નાના-મોટા દાતાઓ તથા સંચાલકોને પણ મારી લાખો સલામ.

વૃધ્ધાશ્રમોમાં રહેતાં કેટલાંક વડીલો ખરેખર ખુબ જ સુખી છે.

વૃધ્ધાશ્રમનો મોટામાં મોટો ગેરફાયદો દુર કરવા માટે મારી દીકરી સમાન પુત્રવધુના સ્વપ્ન પ્રમાણે વૃધ્ધાશ્રમોની સાથેસાથે અનાથાશ્રમો પણ ચલાવી શકાય તો સોનામાં સુગંધ ભળે. કારણ કે તેમ કરવાથી વૃધ્ધોને નીર્દોષ બાળકોનો પ્રેમ મળી શકે, અને બાળકોને દાદા-દાદીનો પ્રેમ મળી શકે. એમ થઈ શકે તો બંનેને ફાયદો થાય અએને સાથેસાથે સમગ્ર સમાજને પણ ફાયદો થાય, કારણ કે આંકડા એમ કહે છે કે મોટા ભાગના ગુનેગારોને તેમના બાળપણમાં પ્રેમ મળ્યો નથી હોતો. જો તેમને બાળપણમાં પ્રેમ મળ્યો હોત તો તેઓ મોટા થયા પછી ગુનેગાર ના થયા હોત એમ માનસશાસ્ત્રીઓનું અને સમાજસુધારકોનું પણ માનવું છે. વૃધ્ધાશ્રમના દાતાઓ અને સંચાલકો આ દીશામાં વીચારે તેવી અંતઃકરણપુર્વકની પ્રાર્થના.

મીલકત

આપણે કોઈ દીવસ એવી ભુલ ના કરીએ કે આપણી બધી મીલકત આપણા જીવતાં જ આપણા વારસદારોને આપી દઈએ. ધૃતરાષ્ટ્રની જેમ આંધળો પુત્રપ્રેમ આપણે ના કરીએ. આપણું રહેવાનું મકાન તો કોઈ પણ કાળે આપણા જીવતાં તો કોઈને પણ ના જ આપીએ. પોતાની હયાતીમાં જ પોતાનું રહેવાનું મકાન આપી દીધા પછી વારસદારોએ વડીલોને ઘરની બહાર કાઢી મુક્યા હોય તેવા અનેક દાખલાઓ સમાજમાં બન્યા છે અને તે વખતે ભોગ બનેલા વડીલોને રોતાં પણ નથી આવડતું. માટે એવી મુર્ખામી આપણે ક્યારેય ના કરીએ.

મીલકત અને તેમાં પણ ખાસ કરીને આપણી માલીકીનું રહેવાનું મકાન આપણને વીપરીત સંજોગોમાં કેવી અદ્ભુત રીતે કામ આવી શકે તે આપણે આ પુસ્તીકામાં આગળ ઉપર જોઈશું.

આપણાં જીવનસાથીને રહેવાના મકાન માટે તથા અન્ય મીલકત માટે પ્રથમ વારસદાર બનાવીએ. આ મુદ્દો પણ આપણે આ પુસ્તીકામાં આગળ ઉપર વીગતવાર જોઈશું.

પોતાના પીતાની સ્વઉપાર્જીત મીલકતમાંથી એક સંતાનને મળેલી મીલકત જો બીજા સંતાનને મળેલી મીલકત કરતાં ઓછી છે એવો તેનો ખરો કે ખોટો મત હોય અને જો તેને તેનો સંતાપ રહેતો હોય તો વગર મહેનતે મળેલી મીલકતનો પણ તે આનંદ ભોગવી શકતો નથી.

પહેલું સુખ તે જાતે નર્યા.

આપણે આપણી તબીયતનું પણ બરાબર ધ્યાન રાખીશું. જુવાની ફરી આવવાની નથી એ વાત નીર્વીવાદ છે. આપણે બધાં જાણીએ જ છીએ કે વૃધ્ધાવસ્થા એટલે બીજું બાળપણ. કહેવાય છે કે વૃધ્ધાવસ્થામાં માણસની બીજી બધી વૃત્તીઓ નબળી પડી જાય છે પરંતુ જીભના ચટાકા વધતા જાય છે. સુપ્રસીધ્ધ હાસ્યલેખક સ્વ. જ્યોતીન્દ્ર હ. દવેના લખાણ પ્રમણે “વૃધ્ધાવસ્થામાં બીજી ઈન્દ્રીયો શીથીલ થઈ જાય છે, ત્યારે પણ જીભ તો એવી ને એવી બળવાન રહે છે, ઘણી વાર તો બીજી ઈન્દ્રીયોની શક્તી એનમાં ભેગી થતી હોય એમ લાગે છે.” આપણે જીભને કાબુમાં રાખીશું.

આમ પણ આપમને બરાબર ખબર છે કે આપણું એ હાડકા વગરનું અંગ કેટું ભયંકર છે.

હમણાંથી લોકોમાં આરોગ્ય વીષેની જાગૃતી વધી છે. પરીણામે ઘણા બધાં સ્થળોએ, ખાસ કરીને જાહેર બગીચાઓમાં વીવીધ કસરતો, આસનો, યોગ વગેરે પ્રવૃત્તીઓ ચાલતી નજરે પડે છે. તેમાં આવતાં લોકોમાંથી ઠીક ઠીક પ્રમાણમાં આપણી ઉમ્મરના હોય છે. આ પછી જણાવ્યા મુજબ અનેક રોગો ઉમ્મરજન્ય છે. જો તે આપણને થયા હોય તો આપણાં કુટુંબમાં અન્ય સભ્યોની બાજનજર આપણાં ખોરાક પર રહેતી હોય છે. આમ થવાથી આપણી અતૃપ્ત જીભના ચટાકાને તૃપ્ત કરવા માટે, કુટુંબના સભ્યોની જાણ બહાર, જાહેર બગીચાઓની આજુબાજુ કે જ્યાં જંક ફુડનો વેપાર બે રોકટોક ચાલે છે, ત્યાં આપણાંમાંનાં ઘણાં, જેમ મધપુડાને મધમાખીઓ ચોંટેલી રહે છે તેમ, ચોંટેલા રહે છે, ડૉક્ટરે જેની મનાઈ કરી હોય તેવા ખાદ્ય પદાર્થો ટૅસથી આરોગે છે, કસરત વગેરેથી જેટલી કૅરેલી બાળી હોય તેથી વધારે કૅલેરી મેળવવાની ભુલ કરે છે. આપણે આવી પ્રવૃત્તીથી બચીશું.

ઉમ્મર વધતાં સ્વાભાવીક રીતે જ આપણી રોગપ્રતીકારક શક્તી ઘટતી જવાની. માટે આપણ ખોરાક ખુબ જ કાળજીપૂર્વક પસંદ કરીશું.

રોજીંદા ખોરાકમાંનાં ઘી, મસાલા, તેલ અને ખાસ કરીને તળેલી ચીજોથી આપણે બને તેટલા દુર રહીશું. સ્વાભાવીક છે કે ઉમ્મરને લીધે આપણી પાચનશક્તી પહેલાં જેટલી ના જ હોય. તેથી પચવામાં ભારે હોય તેવો ખોરાક ના લઈએ. મેંદો પચવામાં તો ભારે છે જ એટલું જ નહીં, તેમાં કોઈ પોષક તત્ત્વો છે જ નહીં. વળી મેંદો બનાવવાની પ્રક્રીયા જ એવી છે કે મેંદો ખાનાર વ્યક્તી શાકાહારી નહીં પણ અજાણતાં જ જીવડાં આહારી બની જાય છે. આપણા ભોજનમાં આપણે ફળફળાદી તથા સલાનડો સીંહફાળો રાખીએ.

આપણે કેટલાંક પોષક તત્ત્વોવાળો ખોરાક કે દવા લઈએ છીએ તે અગત્યનું નથી. અગત્યનું એ છે કે તેમાંથી આપણને કેટલું પચે છે. માટે આપણી શક્તી અનુસાર વધારે નહીં તો થોડીઘણી કસરત આપણે રોજ કરીશું. યોગ, પ્રાણાયામ, આસનો, ચાલવું, હળવેથી દોડવું, હલકું વજન ઉંચકવું (હલકું વેઈટ ટ્રેઈનીંગ) જેવી હળવી કસરતો કરવા માટે યોગ ક્લબ, બ્રીધીંગ ક્લબ, લાફીંગ ક્લબ, વૉકર્સ ક્લબ, જૉગર્સ ક્લબ, જીમ્નેશ્યમ જેવી ક્લબમાં આપણે જોડાઈશું અને આપણા શરીરને ચુસ્ત-સ્ફુર્તીલું રાખીશું.

અત્યારે આપણા જેવી ઉમ્મરલાયક વ્યક્તીઓમાં એવી ખોટી માન્યતા છે કે પચાસ વર્ષ કે તેથી વધુ ઉમ્મરવાળી વ્યક્તીઓ માટે વજન ઉંચકવું (હળવું વેઈટ ટ્રેઈનીંગ) જરુરી નથી તથા હાનીકારક છે ! આ માન્યતા સત્યથી સંપુર્ણ વેગળી છે, ખરેખર તો પાછલી ઉમ્મરમાં જ દૈનીક કાર્યો માટે હૃદયની સાથે થોડી ઘણી સ્નાયુઓની મજબુતાઈ પણ જરુરી છે. અને એટલે જ અત્યારે તો હૃદયના ઓપરેશન કરાવેલી વ્યક્તીને પણ ડૉક્ટર હળવા વેઈટ ટ્રેઈનીંગની સલાહ આપે છે. સ્નાયુઓની શક્તી વજનને કાબુમાં રાખવામાં થોડોઘણો પણ અગત્યનો ભાગ ભજવે છે.

આજના જમાનામાં મધુપ્રમેહ (ઙ્ઘૈટ્ઠહ્વીીંજ) બહુ સામાન્ય રોગ છે. આપણે તે રોગને બીલકુલ હળવાશથી ના લઈએ. તે રોગ માનવજાતનો છુપો દુશ્મન છે. તે પોતાની સાથે બીજા અનેક રોગોને ભારે ચુપકીદીથી લેતો આવે છે. મધુપ્રમેહ (ઙ્ઘૈટ્ઠહ્વીીંજ) રોગ થયો હોય તો ગળપણથી બીલકુલ દુર રહીશું. આપણું વજન પ્રયત્નપુર્વક કાબુમાં રાખીશું. ભુલ્યા વગર નીયમીત કસરત કરીશું.

આપણી ઉમ્મરનાંઓને ઘુંટણના હાડકાંઓનો ઘસારો હોવો બહુ સામાન્ય વાત છે. જો આપણું વજન વધારે હોય તો ખર્ચાળ ઑપરેશન કરાવતાં પહેલાં વજન ઘટાડવું બધી રીતે ખુબ ફાયદાકાયરક થશે. કદાચ ઘુંટણનું ઑપરેશન ક્યારેય કરાવવું જ ના પડે !

આપણી ઉમ્મરે આંખે મોતીયો આવવો, ઝાંખું દેખાવું, ઝામર થવો જેવા આંખના રોગો થવા બહુ સામાન્ય છે. રાત્રે વાહન ચલાવાની તકલીફ થતી હોય તો રાત્રે વાહન ચલાવવાનું ટાળીશું. ઝામરથી કાયમી અંધાપો આવવાની પુરી શક્યતા હોય છે માટે આંખની નીયમીત તપાસ કરાવતાં રહીશું.

એલોપથીક દવાઓનો વપરાશ આપે બને તેટલો ઓછો અને નાછુટકે જ કરીશું, કારણ કે તે દવાઓમાંથી ભાગ્યે જ કોઈ દવા એવી છે કે જે આડઅએસરથી મુક્ત હોય. એલોપથીની પ્રેક્ટીસ કરતા નીખાલસ ડૉક્ટરો પણ એ વાતનો એકરાર કરે છે. બજારમાં મળતી મોટા ભાગના એલોપથીક દવાઓ પુરતાં પરીક્ષણો કર્યા વગરની હોય છે. ્‌ૈદ્બી ીંજીંઙ્ઘ નથી હોતી. (આપણા દેશમાં તો ખાસ !) ગંજાવર નફો કમાઈ લેવાની લ્હાયમાં ઉતાવળમાં દવાઓ બજારમાં મુકી દેવામાં આવે છે. એટલું જ નહીં, એમાંની કેટલીક દવાઓ કાળક્રમે નુકસાનકારક પુરવાર થતાં પરદેશમાં તેમના ઉપર પ્રતીબંધો મુકાયા હોવા છતાં દવાોના ઉત્પાદકો અને સરકારની મીલીભગતને કારમે આપણાં બજારોમાં છુટથી મળતી હોય છે!!! વળી આ બધી દવાઓ એક કે બીજા પ્રકારનાં કૃત્રીમ રસાયણો જ છે.

એ વાત સાચી છે કે એલોપથીક દવાઓથી સરેરાશ જીવન-વર્ષ-વ્યાપ વધ્યો છે. પરંતુ આપણે કેટલું લાંબું જીવીએ તે અગત્યનું નથી, અગત્યનું છે કે આપમે કેવું જીવીએ છીએ. આપણે કોઈ પણ હીસાબે મરવાના વાંકે ન જીવીએ. વળી સરેરાશ જીવન-વર્ષ-વ્યાપ વધવાનો બધો જ જશ માત્ર એલોપથીક દવાોને જ આપીએ તો એ ગેરવાજબી છે કારણ કે વીજ્ઞાને અનેક ઉપકરણોની અમુલ્ય ભેટ આપી છે કે જેના વગર ભલભલા ડૉક્ટર માટે સાચું નીદાન કરવું શક્ય નથી હોતું. એનું એક જ ઉદાહરણ પુરતું ગણાવું જોઈએ. જે જમાનામાં સીટીસ્કેનની શોધ નહોતી થઈ ત્યારે દરદીને માથામાં કાંઈ પણ થયું હોય ત્યારે ડૉક્ટર ક્ષયની દવા આપતા ! (આંધળાનો ગોળબાર !)

આમ એલોપથીક દવાઓથી શક્ય હોય ત્યાં સુધી આપણે દુર જ રહીએ.

સાચી વાત એ છે કે જે કોઈ પણ પથી હોય પરંતુ આપણું સાજા થવું એ સૌથી અગત્યનું છે. આપણે જે કોઈ પણ પથીનો સહારો લઈએ તે વખતે ધ્યાન રાખીએ કે તે પથી સૌછી ઓછી આડઅસરવાળી હોય તથા આપણા ખીસ્સાને પરવડે તેવી હોય.

આપણે જ્યારે પણ ઘરની બહાર જઈએ ત્યારે જો ચાલતા નીકળ્યાં હોઈએ તો ખાસ ધ્યાન રાખીશું કે આપણે હંમેશાં રસ્તાની જમણી બાજુ જ ચાલીશું, કારણ કે તો જ આપણને સામેથી આવતું વાહન દેખાશે અને તો જ આપણે સંભવીત અકસ્માતથી બચી શકીશું. બાકી રસ્તાની ડાબી બાજુ ચાલનારને પાછળથી આવતા વાહને ઉડાડી દીધા હોય અને ચાલનાર કમોતે મર્યા હોય તેવા અનેક દાખલા બન્યા છે.

વળી આપણે હંમેશાં ખીસ્સામાં આપણું નામ, સરનામું, ફોન નંબર, આપણા ડૉક્ટરનો ફોન નંબર, બ્લડ ગ્રુપ વગેરેની માહિતી સાથે જ રાખીશું. મોબાઈલ ફોન પણ સાથે રાખીશું.

તબીબી ખર્ચાઓ

જેમજેમ ઉપાણી ઉમ્મર વધતી જશે તેમતેમ માત્ર મોંઘવારી જ નહીં પરંતુ આપણા તબીબી ખર્ચાઓ પણ વધતા જ જવાના. મોટા ભાગના ડૉક્ટરો ચીરીને રુપીયા લે છે. આપણી ગરજ અને નીઃસહાયતાનો ભરપુર ગેરલાભ લે છે. તેમના ધંધાને ર્હહ્વઙ્મી ર્િકીજર્જૈહ જેવા શબ્દોથી બહુમાન આપવામાં આવે છે, પરંતુ ડૉક્ટરો પૈકી કેટલા ડૉક્ટરો તેમના ધંધાને સાચા અર્થમાં ર્હહ્વઙ્મી િીકીજર્જૈહ તરીકે સ્વીકારે છે એ ભારે શંકાસ્પદ છે. જોકે તેમના ધંધા જેટલો જ બીજા એક ધંધાને પણ ર્હહ્વઙ્મી ર્િકીજર્જૈહ જેવા શબ્દોથી નવાજવામાં આવે છે અને તે ધંધો છે શીક્ષણનો. અન્ય વીદ્યાર્થીઓની જેમ ડૉક્ટરો પણ શીક્ષણના ધંધના બેરહમ શોષણનો ભોગ બન્યા જ હોય છે એ આપણે કબુલવું જ રહ્યું.

મોટા ભાગના ડૉક્ટરો બહુ સહેલાઈથી ભુલીજાય છે કે તેમના શીક્ષણનો ખાસ્સો એવો ખર્ચ, ભલે આડકતરી રીતે પણ, સમાજે પણ ભોગવ્યો હોય છે. સમાજનું તેના ઉપર ઠીક ઠીક ઋણ હોય છે.

મોટા ભાગના ડૉક્ટરો અને દવાની કંપનીઓની મીલીભગત કોણ નથી જાણતું ? (મારા ડૉક્ટર મીત્રો મને માફ કરે. મારી અલ્પ સમજ મુજબ આ એક કડવું પણ સત્ય છે, જે સાથે નીખાલસ ડૉક્ટરો પણ સંમત છે.) અને એટલે જ સરકાર હવે આ બાબતમાં જાગૃત થઈ છે.

વધતા જતા તબીબી ખર્ચાઓને પહોંચી વળવા મેડીક્લેઈમ પૉલીસી કઢાવી લેવી ડહાપણનું કામ છે. જોકે તે પણ બહુ વીશ્વસનીય છે કે કેમ તે ચર્ચાસ્પદ મુદ્દો છે. આપણે એ પણ સારી રીતે જાણીએ છીએ કે અનેક ડૉક્ટરો માટે એ દુઝણી ગાય સમાન છે, અને છેવટો ભોગવવાનું આપણે ભાગે જ આવે છે. છતાં પણ મેડીક્લેઈમ પૉલીસી કઢાવી લેવી આપણા માટે હીતાવહ ગણાય. પતી/પત્ની તથા આશ્રીતોના નામ પણ તેમાં ઉમેરી શકાય.

ખર્ચાળ એલોપથીને બદલે યોગ, ધ્યાન, એક્યુપ્રશર, એક્યુપંક્ચર, રેકી, સેરેજ્યમ, હોમીયોપેથી, આયુર્વેદીક, કુદરતી ુપચાર જેવી પ્રમાણમાં ઓછી ખર્ચાળ કે નીઃશુલ્ક મળતી તબીબી સેવાઓ પણ આપણે ધ્યાનમાં રાખીએ.

આપણને બરાબર ખબર છે કે માહીતી ભેગી કરવી અગત્યની છે, તેના ઉપર વીચાર તથા મનન કરવાં તેનાથી પણ વધારે અગત્યનાં છે, પરંતુ તેનો અમલ કરવો એ સૌથી અગત્યનું છે !!!

જીવનસાથીની દરકાર

આપણી સ્થાવર/જંગમ મીલકત આપણે ક્યારેય એક નામે નહીં રાખીએ. આપણા નામની સાથે સાથે આપણા જીવનસાથીનું નામ પણ અવશ્ય રાખીએ. આપણી સ્થાવર/જંગમ મીલકતની રજેરજ માહીતી, હીસાબ, બેંક ખાતાંઓની માહીતી, ટેલીફોનનાં બીલ, વીજળીનાં બીલ, ગૅસનાં બીલ વગેરેની માહીતીથી આપણા જીવનસાથીને સંપુર્ણ વાકેફ રાખીએ કે જેથી આપણી હયાતી બાદ તેમને મુશ્કેલી ના પડે.

આપણે એ પણ ધ્યાન રાખીશું કે આપણી હયાતી બાદ આપણા જીવનસાથીને આર્થીક રીતે કોઈ જ મુશ્કેલી ના પડે. એમની અંગત આવક ના હોય અથવા ભવીષ્યમાં તેમના ખર્ચને પહોંચી વળે તેટલી ના હોય તો સંતાનોને કોઈ પણ મીલકત કે આવક આપતાં પહેલાં આપણા જીવનસાથી માટે સર્વ પ્રથમ આયોજન કરીશું.

જીવનપર્યંત આવક

વળી આપણને જો એમ લાગતું હોય કે આપણી આવક ખર્ચાઓને પહોંચી વળે તેમ નથી, તથા સંતાનો પણ મદદ કરે એવું લાગતું ના હોય અને આપણી પાસે પોતાની માલીકીનું મકાન હોય તો બધી જ રાષ્ટ્રીયકૃત બેંક ઇીદૃીજિી ર્સ્િંખ્તટ્ઠખ્તી થી આપણને નીયમીત રીતે નક્કી થયેલી રકમ હપ્તે હપ્તે જીવનપર્યંત આપે છે. તેની ઉપર ન તો ઈન્કમ ટેક્સ લાગે કે ન તો કેપીટલ ગેઈન ટેક્સ લાગે. જરુર પડે તો આપણે એ મકાન વેચી પણ શકીએ. આ રીતે હપ્તે હપ્તે જીવનપર્યંત મળેલી રકમ આપણે ક્યારેય પાછી આપવાની હોતી નથી સીવાય કે એ મકાન આપણે વેચવું હોય.

આપણા ઈન્કમ ટેક્સ એક્સપર્સ અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસેથી આવા ઇીદૃીજિી ર્સ્િંખ્તટ્ઠખ્તી ની વધુ માહીતી મળી શકે છે.

બચત જ ખરી મીત્ર

આપણે બરાબર ધ્યાનમાં રાખીશું કે આપણી બચત જ વૃધ્ધાવસ્થામાં આપણી ખરી મીત્ર થવાની છે. કોને ખબર છે કે આપણને ભવીષ્યમાં કયા ખર્ચા આવશે અને કયા નહીં આવે ? અને તેવે વખતે આપણાં સંતાનો આપણને મદદ કરશે કે કેમ ? તેવા સંજોગોમાં સંતાનોને ભાઈ બાપા કરવા પડે તેના કરતાં આપણે જો બચત કરી હશે તો અણીના વખતે કામમાં આવશે. લાચારીમાં કોઈની સામે હાથ નહીં લંબાવવો પડે.

જો આપણી પાસે વધારાની મુડી હોય તો એને એવી રીતે રોકીશું કે જેથી થોડાથોડા સમયના અંતરે મુડી પાછી આવતી રહે. જો આપણે થોડો લાંબો વીચાર કરી પણી જરુરીયાત મુજબ વધારાની મુડીનું રોકાણ કરીશું તો આપણો રોજ બરોજનો ખર્ચો સહેલાઈથી કાઢી શકીશું. કોઈની પાસે હાથ લંબાવવો નહીં પડે. કોઈના પણ ઓશીયાળા બન્યા વગર સ્વમાનભેર આપણું શેષ જીવન વીતાવી શકીશું.

વસીયતનામું યાને વીલ

આપણી હયાતી બાદ આપણા વારસદારોને તકલીફ ના પડે, ખોટા ખર્ચાઓમાં ઉતરવું ના પડે, અંદરોઅંદર લડાઈ ના થાય તે માટે આપણે વસીયતનામું કરી લેવું અત્યંત જરુરી છે. વસીયતનામું કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખીશું કે આપણા જીવનસાથી આપણી હયાતી બાદ કોઈ પણ રીતે વંચીત ના રહી જાય. આપણા જીવનસાથીનું હીત સર્વ પ્રથમ જાળવીશું. આપણે આપણી દીકરીને પણ શક્ય હોય ત્યાં સુધી દીકરા જેટલું જ આપતાં જઈએ.

આપણને ખબર નથી કે આપણા મૃત્યુ બાદ આપણાં સંતાનો પૈકી કયા સંતાનની આર્થીક પરીસ્થીતી કેવી હશે, માટે આપણા વસીયતનામા દ્વારા આપણે ઙ્ઘૈજષ્ઠિીર્ૈંહટ્ઠિઅ િંેજં બનાવીએ કે જેનાં ટ્રસ્ટીઓ આપણાં સંતાનોને તેમની આર્થીક પરીસ્થીતી પ્રમાણે ટ્રસ્ટની આવક તથા મુડી આપી શકે. આવા ઙ્ઘૈજષ્ઠિીર્ૈંહટ્ઠિઅ િંેજં થી આપણી ભાવી પેઢીને પણ લાભ આપી શકાય છે. આવું ઙ્ઘૈજષ્ઠિીર્ૈંહટ્ઠિઅ િંેજં બનાવતી વખતે આપણે ધ્યાન રાખીશું કે આપણે નીમેલા ટ્રસ્ટીઓ વીશ્વાસપાત્ર, સમજદાર અને નીષ્પક્ષ હોય. આવા ઙ્ઘૈજષ્ઠિીર્ૈંહટ્ઠિઅ િંેજં નું અસ્તીત્વ આપણા અવસાન થયા પછી જ અમલમાં આવે છે.

ઙ્ઘૈજષ્ઠિીર્ૈંહટ્ઠિઅ િંેજં બનાવતી વખતે આપણે ધ્યાન રાખીશું કે તેની ૩૩

આવક તરીકે ડીવીડન્ડની આવક, વ્યાજની આવક, ભાડાની આવક જેવી આવકો જ થાય અને નહીં કે ધંધાની આવક. આવા ઙ્ઘૈજષ્ઠિીર્ૈંહટ્ઠિઅ િંેજં ને ઈન્કમ ટેક્સની રાહત મળે છે. સામાન્ય ઙ્ઘૈજષ્ઠિીર્ૈંહટ્ઠિઅ િંેજં ઉપર તેની કરપાત્ર આવક પર મહત્તમ દરે ઈન્કમ ટેક્સ ભરવાનો થાય છે, પરંતુ જો વસીયતનામાથી ઙ્ઘૈજષ્ઠિીર્ૈંહટ્ઠિઅ િંેજં બનાવેલું હોય તો તેની કરપાત્ર આવક પર સામાન્ય દરે જ ઈન્કમ ટેક્સ ભરવાનો થાય છે, કારણ કે વસીયતનામાથી બનાવેલ ઙ્ઘૈજષ્ઠિીર્ૈંહટ્ઠિઅ િંેજં આવકવેરાના કાયદા મુજબ “વ્યક્તી” ગણાય છે. અને તેથી વ્યક્તીને મળતી બધી જ છુટ આવા ઙ્ઘૈજષ્ઠિીર્ૈંહટ્ઠિઅ િંેજં ને પણ મળે છે.

તેની ઉપર વેલ્થ ટેક્સ પણ ભરવાનો થતો નથી. આપણા ઇન્કમ ટેક્સ એક્સપર્ટ પાસેથી આવા ઙ્ઘૈજષ્ઠિીર્ૈંહટ્ઠિઅ િંેજં ની વધુ માહીતી મળી શકે છે. આપણને એ પણ બરાબર ખબર છે કે એકવાર વસીયતનામું બનાવીએ એટલે તે આખરી વસીયતનમું બની જાય છે એવું નથી.

વસીયતનામું બનાવ્યા પછી પરીસ્થીતી બદલાય તો આપણે વસીયતનામું બદલી શકીએ છીએ, અને તે પણ આપણે ઈચ્છીએ તેટલી વાર. જે વસીયતનામું તારીખ પ્રમાણે છેલ્લું બનાવ્યું હોય તે વસીયતનામું કાયદેસર અમલી બને છે અને તે પહેલાં બનાવેલાં સઘળાં વસીયતનામાં આપોઆપ રદબાતલ ઠરે છે તેની પણ આપણને ખબર છે.

મેડીકલ વસીયતનામું

સાથેસાથે મેડીકલ વસીયતનામાની પણ વાત કરી લઈએ. છેલ્લે સુધી ડૉક્ટર ઈન્જેક્શનોના ઘોંચપરોણા કરે કે નાકમાં ટોટીઓ નાખે તે આપણને પસંદ ના હોય તો તે બાબતની મનાઈ આપણા તબીબી વસીયતનામાં સ્પષ્ટ રીતે જણાવી દઈએ.

રાખમાં કે માટીમાં મળી જનાર આપણા દેહમાંથી મૃત્યુ બાદ કામમાં આવી શકે તેટલાં અંગોનું દાન (જેવું કે ચક્ષુદાન, કીડનીદાન, ફેફસાદાન, આંતરડાદાન, હૃદયદાન, લીવરદાન, પેનક્રીયાસદાન, દેહદાન વગેરે) કરતાં જવાની ઈચ્છા હોય તો તેની સ્પષ્ટ સુચના તબીબી વસીયતનામામાં કરી દઈએ. ચાલો, અંગોના દાન માટે આપમે “શતાયુ”

સંસ્થામાં આપણું નામ નોંધાવીએ. (“શતાયુ” ઝ્રર્/. ગણેશ કોર્પોરેટ હાઉસ, ૧૦૦ ફુટનો હેબતપુર થલતેજ રોડ, સોલાબ્રીજ પાસે, એસ. જી. હાઈવે પાસે, અમદાવાદ-૩૮૦ ૦૫૪. ફોન : (૦૭૯) ૬૬૧૮૯૦૦૦ વેબસાઈટ : ુુુ.જરટ્ઠંટ્ઠએર્.ખ્તિ.ૈહ ઈ-દ્બટ્ઠૈઙ્મ : ૈહર્કજ્રજરટ્ઠંટ્ઠએર્.ખ્તિ.ૈહ (આ પુસ્તીકાના લેખકે પોતાના અંગોના દાન માટે આ સંસ્થામાં પોતાનું નામ નોંધાવ્યું છે.)

શબના નીકાલની એક રતે એવી છે કે તેને નદીના પ્રવાહમાં મુકી દેવું. નીર્જીવ શરીરથી કેટલાંક જળચરોને ખોરાક જરૂર મળી રહે. આમ, ભાવનાની દ્રષ્ટીએ આ રીવાજ સારો છે. પરંતુ શબના પ્રત્યેક અંગનો નીકાલ થાય ત્યાં સુધીમાં પાણી પ્રદુષીત થઈ ચુક્યું હોય છે.

આપણા દેશમાં, ખાસ કરીને હીન્દુ ધર્મમાં અત્યાર સુધી લાકડાંનો અગ્નીદાહ આપવાની ખુબ પ્રચલીત રીત છે. પરંતુ લાકડાં રાતો રાત પેદા નથીત થતાં. ઝાડ ઉગતાં વર્ષો થાય છે. આપણાં આ કુરીવાજે જંગલો ના જંગલોનો સોથ કાઢી નાખ્યો છે. જંગલો ઘટતાં વરસાદ પણ ઓછો પડે.

વળી શબ અને લાકડાં બળે એટલે પર્યાવરણ પણ પ્રદુષીત થાય. આમ, આ કુરીવાજને તીલાંજલી આપવા જેવી છે.

હજુ એક વીકલ્પ વીજળી/ગેસથી શબનો નીકાલ કરવાનો છે, પરંતુ તેમાં પણ પર્યાવરણ તો પ્રદુષીત થાય જ છે.

શબના નીકાલ માટે પર્યાવરણને સૌથી ઓછું નુકસાન કરે તેવી જો કોઈ રીત હોય તો તે ભુમીદાહની રીત છે. એમાં પણ ખરાબાની જમીન મળી શકે તો ઉત્તમ. જો આ ભુમીદાહની રીત પસંદ હોય તો તેનો પણ આપણે તબીબી વસીયતનામામાં ઉલ્લેખ કરી દઈશું.

કેટલાક રોગો એવા હોય છે કે તેમાંથી સાજા થવાની કોઈ જ શક્યતા નથી હોતી. તેવા સંજોગોમાં સગાંવહાલાંની પરવશતા કાયમ ભોગવવી ના પડે તથા તેમને મરતાં મરતાં પણ મારતાં જઈએ તેવી આર્થીક પરીસ્થીતીમાં આપણે મુકાઈએ નહીં તે માટે કાયદાની ચુંગાલમાં કોઈને પણ ફસાવું ના પડે તે રીતે જૈન મુનીની જેમ આપણે પણ સંથારો લઈ લઈએ.

નીવૃત્તીકાળ માટેનું અગાઉથી આયોજન

આપણે જે કોઈ પણ પ્રવૃત્તી કરતાં હોઈએ - નોકરી કે ધંધો - તેમાંથી વહેલા કે મોડાં નીવૃત્‌ તો થવાનાં જ. નીવૃત્ત થયા પછીના સમયગાળાનું આયોજન આપણામાંથી મોટા ભાગના પહેલેથી નથી કરી રાખતા. પરીણામે અહીની જીંદગી ભરચક પ્રવૃત્તીઓ કર્યા પછીનો નીવૃત્તીકાળ દીશાહીન બની જાય છે. આપણામાંથી કેટલાંક સાવ જ નીસ્તેજ અને નીષ્ક્રીય બની જઈએ છીએ. કેટલાંકને તો પોતાનું જીવન ભારરૂપ બની ગયેલું લાગે છે તો આપણામાંના કેટલાંક પોતાના કુટુંબીજનો માટે ભારરૂપ થઈ જઈએ છીએ. આવી દશામાં આપણે પણ આવી ન જઈએ તે માટે આપણાં ધંધા / નોકરીમાંથી નીવૃત્ત થવાના પાંચ વર્ષ પહેલેથી આપણે આયોજન કરી રાખીશું.

નીવૃત્ત થયા પછીના સમયગાળાના આયોજનને આપણે બે ભાગમાં વહેંચી શકીયે :

૧. આર્થીક આયોજન

૨. પ્રવૃત્તીનું આયોજન

૧. આર્થીક આયોજન :

મોટી ઉમ્મરે આપણાં કેટલાંક ખર્ચાઓ સ્વાભાવીક રીતે જ વધતા જવાનાં, જેમાં મુખ્યત્વે આપણી સંભવીત માંદગીઓના ખર્ચાઓનો સમાવેશ થાય.

આપણાંમાંથી કેટલાંક એવા હશે જ કે જેઓએ આખી જીંદગી ધંધો / નોકરી કર્યા પછી પણ આર્થીક રીતે સુખી નહીં હોય, અથવા તો પુરતા સુખી નહી હોય. આપણી પછીની પેઢી આપણા ભવીષ્યના સંભવીત ખર્ચાઓ ઉઠાવશે જ તેવું નીશ્ચીત રીતે આપમાથી પહેલેથી માની ના લેવાય.

જો આપણે આપણા વૃદ્ધાવસ્થામાં આપણી રીતે આર્થીક રીતે પુરતા સક્ષમ ના હોઈએ તો કદાચ લાચાર પરીસ્થીતીમાં મુકાઈ પણ જઈએ. પછીની પછીના મ્હેણા-ટોંણા સાંભળવા પણ પડે. માટે નીવૃત્ત થવાના ઠીક ઠીક વર્ષ પહેલેથી જ આયોજન કરી રાખીશું. દર મહીને થોડી થોડી બચત કરતા રહી બેંકની રીકરીંગ ડીપોઝીટ જેવી યોજામાં કે પીપીએફ (પબ્લીક પ્રોવીડન્ડ ફંડ) જેવી યોજનામાં તે રકમો મુક્તા જઈશું કે જેથી નવૃત્ત થયા પછી જરુર પડે એકઠી થયેલી રકમ કકડે કકડે કે એક સામટી વાપરી શકીએ. કેટલીક યોજનાઓ એવી પણ હોય છે કે નીવૃત્ત થયા પછી અમુક રકમ આપણને નીયમીત મળતી રહે. આ બધામાં રોકાણ કરતી વખતે આપણે ધ્યાનમાં રાખીશું કે સમયાંતરે એ રકમો પાકતી રહે જેથી જરુર પડે આપણ તે રકમો વાપરી શકીએ. પાકતી તારીખે જે રકમની જરુર ના હોય તેનું ફરીથી રોકાણ કરી શકાય.

સમાજમાં આપણી સારી આબરુ હોય તથા આપણે સારા સંબંધો વીકસાવ્યા હોય તો કદાચ જરુર પડે આપણને અન્યો પાસેથી જરૂરી રકમ મળી પણ શકે પરંતુ તેના પર બહુ આધાર રાખી ના શકાય.

૨. પ્રવૃત્તીનું આયોજન :

નોકરી / ધંધામાંથી નીવૃત્ત થયા પછી આપણી પાસે ફાજલ સમય ઘણો રહેવાનો. આ ફાજલ સમયનો સદુપયોગ કેવી રીતે કરી શકાય તે માટેનું ચીંતન - મનન નીવૃત્ત થતા પહેલેથી જ આપણે કરી લઈશું. આપણે આપણાં આંખ, કાન તથા મગજ ખુલ્લાં રાખી સમાજમાં ચાલતી સમાજોપયોગી પ્રવૃત્તીઓમાંથી કઈ કઈ પ્રવૃત્તીઓ આપણને ગમે તેવી છે, કઈ કઈ પ્રવૃત્તીઓ કરવા આપણે સક્ષમ છીએ તે અંગે ઝીણવટથી વીચારી રાખીને આપણે માનસીક રીતે પહેલેથી જ સુસજ્જ થઈ જઈશું.

આપણે આપણા જીવનકાળ દરમ્યાન સમાજમાંથી ઘણું બધું મેળવ્યા જ કર્યું છે. નીવૃત્ત થયા પછી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સમાજનું આપણી ઉપર ચઢેલું ઋણ ફેડવાની પ્રવૃત્તીઓ કરીશું. આપણને મનગમતી પ્રવૃત્તીઓ કરતી સામાજીક સંસ્થા શોધી કાઢી આપણા શક્ય તેટલો સમય, શક્તી તથા અનુભવ દ્વારા સમાજસેવા કરીશું. આપણાંથી શક્ય હોય તો આર્થીક મદદ પણ કરીશું.

આપણને માત્ર સમાજમાંથી જ ઘણું બધું મળ્યું છે અને આપણે માત્ર સમાજનું જ ઋણ ફેડવાનું છે એવું નથી. આપણને આપણા કુટુંબમાંથી પણ ઘણું બધું મળ્યું છે અને ભવીષ્યમાં પણ મળતું રહેવાનું છે, અને માટે આપણાં પર ચઢેલું આપણા કુટુંબનું ઋણ પણ આપણે ફેડવાનું છે.

આપણાંથી શક્ય તેટલી વધુ રીતે આપણા કુટુંબીજનોને પણ મદદ કરતાં રહીશું. આમ કરવામાં આપણાં પોતાનો પણ સ્વાર્થ છે. આપણાં કુટુંબીજનોને આપણે જેટલા વધુ મદદરૂપ થઈશું તેટલા વધુ આપણે તેમના પ્રીતીપાત્ર થઈશું. આપણાંથી જાણે અજાણે થતી નાની મોટી ભુલોને તેઓ દરગુજર કરશે અને ઘરનું વાતાવરણ સદાય પ્રસન્નમય રહેશે.

આપણા ઘરમાં વાતાવરણ એવું ઉભું કરીએ કે આપણા વગર આપણાં બાળકો હીજરાય અને તેમના વગર આપણે હીજરાઈએ.

જો આપણે વેળાસર પહેલેથી જ ઉપરની બધી તૈયારીઓ કરી રાખી નહી હોય તો નીવૃત્ત થતા વેંત આવી પડેલી “નવરાશ”ને લીધે આપણે માનસીક રીતે હતાશ થઈ જઈશું. વધારે પડતી નવરાશ પણ એક જાતનો “ખાલીપો” જ છે.

આ વીશય પર હવે આ પછીના પ્રકરણમાં વાંચીશું.

મોટી ઉમ્મરે પુનર્લગ્ન કે લીવ ઈન રીલેશનશીપ ?

પતી - પત્ની બંનેનું મૃત્યુ એકીસાથે ભાગ્યે જ થતું હોય છે.

મોટી ઉમ્મરે પતી અને પત્ની બન્નેમાંથી એક વહેલું જાય તો પાછળ રહેલાની સ્થીતી મોટે ભાગે ભારે કફોડી થતી હોય છે.

આપણા પુરુષ-પ્રધાન સમાજમાં પુરુષો મોટે ભાગે કેટલેક અંશે પાંગળા થઈ ગયેલા હોય છે. પત્નીના દેહાંત પછી તેમને અનેક તકલીફો પડતી હોય છે - ખાસ કરીને પોતાની રોજીંદી જરુરીયાતો માટે. જો પોતાનું અવસાન પહેલાં થાય તો પાછળ રહેલી પત્ની માટે આર્થીક અને સલામતીના અનેક પ્રશ્નો પેદા થાય છે.

એમાં પણ આપણે જો આપણાં સંતાનોથી અલગ રહેતાં હોઈએ તો તો પ્રશ્ન ઘણો વીકટ બને છે.

આપણે આપણા સંયુક્ત કુટુંબમાં જ રહેતાં હોઈએ તો પણ આપણી પછીની પેઢીના જુવાનીયાઓ ઘર ચલાવવા માટેની કમાણી કરવામાં, તેમનાં પોતાનાં સંતાનો ઉછેરવામાં તથા તેમને જમાના પ્રમાણેનું યોગ્ય શીક્ષણ આપવામાં ઓતપ્રોત રહેતા હોય છે, ડુબેલા રહેતા હોય છે. આવી પરીસ્થીતીમાં તેઓ આપણી દરકાર ઓછી રાખી શકતા હોય છે. તેમને સમય જ નથી હોતો. તો ક્યારેક દરકાર પણ નથી હોતી. આવા સંજોગોમાં આપણને આપણા કુટુંબનાં અન્ય સભ્યોનો સાથ સથવારો મળતો નથી હોતો.

બંને સોજોગમાં આપણે જીવનસાથી ગુમાવ્યા પછી ખુબ જ એકલતા અનુભવીએ છીએ. આ એકલતા આપણને અંદરથી કોરી ખાતી હોય છે. સાથ અને સથવારા માટે આપણે વલખાં મારીએ છીએ. મનમાં ને મનમાં મુંઝાઈ મરીએ છીએ.

આવી વીકટ પરીસ્થીતીમાંથી બહાર આવવાના આપણી પાસે બે રસ્તા છે :

૧. આપણે યોગ્ય પાત્ર સાથે પુનર્લગ્ન કરીએ.

૨. આપણે યોગ્ય પાત્ર સાથે લીવ ઈન રીલેશનશીપથી રહીએ.

પુનર્લગ્ન

પુનર્લગ્ન કરવાના ફાયદાઓ :

૧. પુરુષોને તેમની રોજીંદી જરુરીયાતો પુરી પાડે છે.

૨. સ્ત્રીઓના આર્થીક અને સલામતીના અનકે પ્રશ્નો દુર થઈ જાય છે.

૩. બંનેને એકબીજાની હુંફ અને સથવારો મળી રહે છે.

૪. બેમાંથી એકની અથવા બંનેની જાતીય ઈચ્છાઓ જો બાકી રહી ગઈ હોય તો એકમેકની સમજુતીથી પુરી પડે છે.

૫. કાયદાથી મળતા લગ્નના હક્કો અરસપરસ બંનેને મળે છે.

પુનર્લગ્ન કરવાના ગેરફાયદાઓ :

૧. કાયદાથી લગ્નના હક્કો મળતા હોવાથી સંતાનોને બીક લાગે છે કે મીલકતમાં ભાગ પડાવવા બહારની અન્ય વ્યક્તી કુટુંબમાં આવશે. અને તેથી તેઓ મોટે ભાગે

પુનર્લગ્નને આવકારતાં નથી. સમાજમાં એવા કેટલાક બનાવો બન્યા છે કે એક પાત્રે માત્ર સામેના પાત્રની મીલકત વહેલી મોડી મળશે તેવી ગમતરી સાથે જ પુનર્લગ્ન કર્યું હોય. સમાજમાં એવા પણ કેટલાક બનાવો બન્યા છે કે પુનર્લગ્ન કર્યા પછી છુટાછેડા લઈને સામેના પાત્રની મીલકતમાંથી સારો એવો ભાગ પડાવ્યો હોય.

૨. બંને પાત્રોએ પોતપોતાનાં કુટુંબથી અલગ રહેવાની તૈયારી રાખવી પડે.

૩. બેમાંથી એક પણ પાત્રની તબીયત બગડે તો બીજા પાત્ર પર અસહ્ય બોજો આવી પડે અને તે વખતે આપણી એટલી ઉમ્મર હોય કે આવું બને ખરું.

લીવ ઈન રીલેશનશીપ એટલે શું ?

મારી સમજ મુજબ લીવ ઈન રીલેશનશીપ એટલે કે એક પુરુષ અને એક સ્ત્રીનું લગ્ન કર્યા વગર પતી પત્નીની જેમ સાથે રહેવું. આપણા ભારતીય સમાજ માટે આ તદ્દન નવી વાત છે. અલબત્ત હવે તો ઉચ્ચતમ ન્યાયાલયે પણ તેને કાયદેસરની માન્યતા આપી છે.

લીવ ઈન રીલેશનશીપથી જોડાતાં પાત્રો નીચેના ત્રણમાંથી ગમે તે કારણસર સાથે રહેવા તૈયાર થાય છે :

૧. નાની ઉમ્મરે લગ્ન કરતાં પહેલાં સ્વભાવથી, મનસીક અને શારીરીક રીતે એકબીજા સાથે ફાવશે કે કેમ તેની ચકાસણી કરવા માટે. જો બધી રીતે અનુકુળતા સધાય તો તેઓ લગ્ન કરે છે. અને જો અનુકુળતા ન સધાય તો છુટાં પડી જાય છે.

૨. મોટી ઉમ્મરે એકલા થઈ જવાથી મોટે ભાગે હુંફ અને સથવારો મેળવવા માટે. ક્યારેક શારીરિક સંબંધો બાંધવા માટે પણ.

૩. કોઈ પણ ઉમ્મરે લગ્નેતર સંબંધો રાખવા માટે.

આ પૈકી બીજા મુદ્દા સાથે જ આપણે સંબંધ હોવાથી માત્ર તેની વીગતવાર છણાવટ કરીએ.

લીવ ઈન રીલેશનશીપથી સાથે રહેવાના ફાયદાઓ :

૧. આપણે કુટુંબમાં રહેતાં હોઈએ કે જુદાં રહેતાં હોઈએ પણ મોટી ઉમ્મરે જીવનસાથી ગુમાવતાં આપણે એકલતા અનુભવીએ છીએ. હુંફ અને સથવારાની તીવ્ર ખોટ અનુભવાતી હોય છે. બે વાત કરવી હોય તો કોની સાથે કરવી તે પણ મુંઝવણ થતી હોય છે. આગળ ઉપર જણાવ્યા મુજબ પુરુષોને અલગ તકલીફો થાય છે તો સ્ત્રીઓને જુદી તકલીફો થાય છે. આ બધાથી છુટવા માટે યોગ્ય પાત્ર સાથે લીવ ઈન રીલેશનશીપથી જોડાઈ જવું એ કદાચ શ્રેષ્ઠ ઉપાય છે.

૨. લીવ ઈન રીલેશનશીપમાં પુરુષ અને સ્ત્રી સાથે રહેતા હોવા છતાં તેમનાં લગ્ન નથી થયા હોતાં. તેથી બંનેમાંથી એકપણ પાત્રને લગ્નથી મળતા કાયદેસરના કોઈ પણ હક્ક મળતા નથી. બંને પાત્રો આનાથી વાકેફ હોય છે. આ મુદ્દાનો ફાયદો એ છે કે બેમાંથી એક પણ પાત્રનો બીજા પાત્રની આવક કે મીલકત પર “ડોળો” હોતો નથી. અને તેથી હકારાત્મક રીતે જોતા એ વાત સ્પષ્ટ બને છે કે બંને પાત્રો મુખ્યત્વે એકબીજાને હૂંફ અને સથવારો મળી રહે તે શુભ આશયથી સાથે રહેવા સંમત થાય છે. આ ખુબ અગત્યની વાત છે. લીવ ઈન રીલેશનશીપનો આ ખુબ મોટો સોનેરી ફાયદો છે.

૩. લીવ ઈન રીલેશનશીપમાં એક પણ પાત્રને લગ્નથી મળતા કાયદેસરના કોઈ પણ હક્ક મળતા નથી હોતા તે વાતથી તેમનાં સંતાનો પણ માહીતગાર હોવાથી ઘણે ભાગે તેઓ નારાજગી કે અસંમતી નહીં દર્શાવે. જો સંતાનો વધારે સમજદાર હશે તો ઉપરથી ઉમળકાભેર આવકારશે.

૪. લીવ ઈન રીલેશનશીપમાં શારીરીક સંબંધો બાંધવાનો આશય નકારી શકાય તેમ નથી - ખાસ કરીને પુરુષો માટે.

સામાન્ય રીતે કેટલાક અપવાદો સીવાય મોટી ઉમ્મરે જાતીય સંબંધો બાંધવામાં સ્ત્રીઓને રસ હોતો નથી જ્યારે પુરુષોમાં કેટલાક અપવાદો સીવાય મોટી ઉમ્મરે પણ જાતીય સંબંધો બાંધવામાં વત્તાઓછા અંશે રસ જળવાઈ રહેતો હોય છે.

૫. બંને પાત્રો એકબીજાથી આર્થીક રીતે સ્વતંત્ર હોવાથી એક પણ પાત્રની તબીયત બગડે તો બીજા પાત્રને આર્થીક બોજો પડતો નથી.

લીવ ઈન રીલેશનશીપથી સાથે રહેવાના ગેરફાયદાઓ :

૧. શક્ય છે કે બેમાંથી એક પાત્રને જાતીય સંબંધો બાંધવામાં રસ ના હોય પરંતુ સાથે રહેવાની પોતાની ગરજને કારણે કમને પણ સામેના પાત્રની ઈચ્છાને તાબે થવું પડે.

૨. એવું પણ બની શકે કે કેટસોક વખત સુધી શારીરીક સંબંધો બાંધ્યા પછી એક પાત્ર વધુ શારીરીક સંબંધો બાંધવા માટે બીલકુલ સંમત ના થાય. આવા સંજોગોમાં બીજું પાત્ર ધારે તો પહેલા પાત્રને સહેલાીથી છોડી દઈ શકે. અને તેથી લીવ ઈન રીલેશનશીપમાં શારીરીક શોષણ થવાની શક્યતા રહે છે જે પ્રશ્ન ઉકેલવો વીકટ છે.

૩. વળી એવું પણ બની શકે કે એક પાત્ર છુટા થવાની ધમકી આપી બીજા પાત્ર પાસેથી રકમ અથવા મીલકત પડાવી લે.

લીવ ઈન રીલેશનશીપમાં જોડતાં પહેલાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :

એક વાર લીવ ઈન રીલેશનશીપમાં જોડાયા પછી છુટા પડવાનો વારો ન આવે તે માટે બંને પાત્રોએ જોડાતાં પહેલાં સાથે બેસી કેટલાક

મહત્ત્વના મુદ્દાઓ સ્પષ્ટ કરી લેવા અત્યંત જરુરી છે.

૧. સામાન્ય ખર્ચાઓ જેવા કે ખાદ્ય સામગ્રીનો ખર્ચ, કપડાં લત્તાંનો ખર્ચ, ઘરના ભાડાનો ખર્ચ, સામાન્ય માંદગીનો ખર્ચ, વાહનના ઈંધણનો ખર્ચ જેવા ખર્ચાઓ કોણ કેટલા પ્રમાણમાં ભોગવશે.

૨. મોટા ખર્ચાઓ જેવા કે મીલકત ખરીદવી, વાહન ખરીદવું, ફ્રનીચર ખરીદવું, કેન્સર, કીડની, ઢીંચણનો બદલાવ જેવી મોટી માંદગી વગેરે ભારે ખર્ચાઓ કોણ કેટલા પ્રમાણમાં ભોગવશે.

૩. એકબીજાનો સ્વભાવ, ગમા-અણગમા, શોખ વગેરે પણ પહેલેથી જામી લેવાં અત્યંત જરુરી છે.

૪. જાતીય સંબંધો બાંધવામાં કોને કેટલો રસ છે તથા કોનામાં કેટલી ક્ષમતા છે તે વાતની પણ ખુલ્લા દીલે પહેલેથી ચર્ચા કરી લેવી આવશ્યક છે.

૫. ઉપરોક્ત મુદ્દાઓ અંગે લેખીત કરાર કરવો હીતાવહ છે.

૬. બંને પક્ષે એકબીજાની ભુતકાળની કોઈપણ વાત હવે પછી ઉખેળવાની નથી.

૭. બન્ને પાત્રોમાંથી એક પણ પાત્રે પોતાની મીલ્કતમાં સામેવાળા પાત્રનું નામ સંયુક્ત રીતે રાખવું નહીં. કે સામેના પાત્રના નામે મીલ્કત કરવી નહીં. કોને ખબર છે કે ભવીષ્યમાં જુદા રહેવું નહીં પડે ? જો આવું થાય તો ઘણી મુશ્કેલી પડે.

૮. લીવ ઈન રીલેશનશીપ માટે આપણા દેશનો પ્રવર્તમાન કાયદો પહેલેથી જાણી લેવો અત્યંત જરુરી છે.

ઉપસંહાર :

લીવ ઈન રીલેશનશીપમાં સમગ્ર રીતે જોતાં જો બેમાંથી એક પણ પાત્રમાં દુષ્ભાવના ના હોય તો ગેરફાયદા કરતાં ફાયદા વધારે છે. લીવ ઈન રીલેશનશીપથી યોગ્ય પાત્ર સાથે જોડાવાની શક્યતા મોટી ઉમ્મરની વ્યક્તીઓ માટે ભારે આશીર્વાદરુપ બને તેમ છે. ભલે અત્યારે કેટલાંક લોકોને અજુગતું લાગે પણ આપણા દેશમાં પણ ભવીષ્યમાં ઘણી મોટી સંખ્યામાં મોટી ઉમ્મરની વ્યક્તીઓ લીવ ઈન રીલેશનશીપથી જોડાશે એ વાત નીર્વીવાદ છે.

જે કોઈને લીવ ઈન રીલેશનશીપથી જોડાવાની ઈચ્છા હોય તેઓ

શ્રી નટુભાઈ પટેલ (ફોન : ૦૭૯-૨૬૬૩૪૨૫૭ (મો) ૯૮૨૫૧ ૮૫૮૭૬)નો સંપર્ક કરે.

અને છેલ્લે, આ લેખકને હાલ તો જરુર નથી પરંતુ ભવીષ્યમાં સંજોગો ઉભા થાય તો યોગ્ય પાત્ર સાથે જરુર લીવ ઈન રીલેશનશીપથી જોડઈ જાય. એટલું જ નહીં, તેઓ દરેકને પમ તેમ જ કરવાની ખાસભલામણ કરે છે.

આપણે બધાંએ સ્વ. પુ. મોટાનું નામ તો સાંભળ્યું જ છે. સ્વ. નંદુભાઈ કે જેઓએ પુ. મોટનું કામ તેમના દેહાવસાન પછી સુપેરે આગળ વદાર્યું હતું, તેઓ જ્યારે પુ. મોટા પાસે દીક્ષા લેવા ગયા હતા ત્યારે પુ. મોટાએ એમને કહ્યું કે, ‘તમારે કોની સાથે અણબનાવ છે ? જેની સાથે અણબનાવ હોય તેની પહેલાં માફી માગી આવો.’

નંદુભાઈએ પુ. મોટાને કહ્યું, ‘એ અણબનાવમાં મારો કોઈ વાંક નથી.’

પુ. મોટાએ જવાબમાં કહ્યું કે, ‘એની સાથે મારે નીસ્બત નથી.

તમારો વાંક હોય કે ના હોય, તમે માફી માગો.’

(‘શ્રી મોટાની મહત્તા’ - શ્રી નંદુભાઈ શાહ, પાના નં. ૧) હવે આપણે બધાંએ આ પ્રસંગ પરથી વીચાર એ કરવાનો કે પુ. મોટાએ કેમ ફરમાવ્યું કે માફી માગી આવો અને તે પણ વાંક ના હોય તો પણ !!! આપણને ખ્યાલ આવવો જોઈએ કે પુ. મોટાએ અહમ્‌ છોડવાનો બહુમુલ્ય પદાર્થપાઠ આપ્યો છે.

જો આપણે બધાં પોત પોતાનો અહમ્‌ છોડીએ તો અડધી દુનીયા શાંત થઈ જાય !!!

પુર્વગ્રહ

આપણે હંમેશાં પુર્વગ્રહમુક્ત રહીએ. આપણે દરેક વ્યક્તીને

સજ્જન માનીને ચાલીએ સીવાય કે તે વ્યક્તી તેનાથી ઉંધું સાબીત કરે, એટલે કે તે વ્યક્તી પોતાને દુર્જન સાબીત કરે. આપણે કોઈ પણ વ્યક્તી

માટે ઉતાવળો અને વગર વીચારેલો અભીપ્રાય ના બાંધી લઈએ.

અપરીપક્વ માન્યતા ખોટી પડવાની શક્યતા ખુબ વધારે હોય છે તે સનાતન

સત્ય આપણે ભુલથી પણ ભુલી ના જઈએ. પુર્વગ્રહયુક્ત વીચારસરણી આપણે કલ્પી પણ ના શકીએ તેટલું નુકસાન માત્ર બીજાને જ નહીં, આપણને પણ તેટલું જ નુકસાન કરવાનું પ્રચંડ સામર્થ્ય ધરાવે છે.

જ્યોતીશ શાસ્ત્ર ભલે ગમે તે કહેતું હોય પરંતુ વાસ્તવમાં માનવીને એક માત્ર પુર્વગ્રહ જ નડે છે - મંગળ, શની, રાહુ, કેતુ વગેરે ગ્રહો કે ઉપગ્રહો નહીં.

અપેક્ષા દુખની મા

જે કોઈ પ્રવૃત્તીમાં આપણે આપણી જાતને જોડીએ, આપણે એ વાત માટે સભાન અને સતર્ક રહીશું કે આપણે તે પ્રવૃત્તી પુર્ણ રીતે નીષ્કામ ભાવથી કરીશું, ફળની કોઈ પણ આશા રાખ્યા વગર કરીશું. આપણે નીષ્કામ કર્મ કરતાં રહીએ. આપણે ફળની અપેક્ષા ક્યારેય નહીં રાખીએ, કારણ કે આપમે સારી રીતે જાણીએ છીએ કે અપેક્ષા દુખની મા છે.

પોતાનું કામ કઢાવી લેવા માટે માફી માગવાનું “નાટક” કરે છે ?

જો એની બદદાનત જણાય તો આપણે તેને માફી ધરાર ન જ આપીએ.

એવી મુર્ખામી આપણે ના જ કરીએ. સાવધાન ! પરંતુ શાંતીથી વીચારતાં એમ માલુમ પડે કે તે વ્યક્તીની દાનત શુધ્ધ છે, માફી માગવામાં તેનો કોઈ સ્વાર્થ નથી, તે વ્યક્તી ખરા અંતઃકરણથી માફી માગી રહી છે. તો... તો અને તો જ એને આપણે પણ ખરા અંતઃકરણથી માફી આપીએ, અવશ્ય આપીએ. આપણા મનમાં એ વ્યક્તી માટે ઘર કરી ગેયલી બધી જ કડવાશને એક ઝાટકે ઉડાવી દઈ તે વ્યક્તીને અત્યંત પ્રેમપુર્વક ગળે લગાવી દઈએ અને અનુભવીએ કે પર્યાવરણમાં કેટલી સુગંધ પ્રસરી રહી છે !!

આપણને ખબર છે કે ખરા અંતઃકરણથી માફી માગવી ખરેખર અઘરી છે, કારણ કે તેમ કરવામાં આપણે આપણો બધો જ અહમ્‌ બાજુ પર મુકવાનો છે; પરંતુ આપણને એ પણ બરાબર ખબર છે કે ખરા અંતઃકરણથી માફી આપવી તેથી પણ અઘરી છે; કારણ કે તેમ કરવામાં આપણે આપણા મનમાં તે વ્યક્તી માટે વ્યાપી ગેયલી બધી જ કડવાશને બાજુ પર મુકવાની છે, જે ખરેખર ખુબ જ અઘરું છે.

અને માટે જ, ક્ષમા વીરસ્ય ભુષણમ્‌.

નીવૃત્તીમાં પણ પ્રવૃત્તી

આપણે આપણી જુવાનીની ફરજો બજાવામાંથી તો જાણે નીવૃત્ત થઈ ગયા છીએ પરંતુ આપણે આપણી જાતને નીવૃત્તીમાં પણ પ્રવૃત્ત રાખવાની છે.

આપણે જનમ્યાં ત્યારથી જ આપણી ઉપર સમાજનાં અનેક ઋણો ચડતાં આવ્યાં છે. ડગલે ને પગલે સમાજે આપણી ઉપર અનેક ઉપકારો કર્યા છે.

જે મેળવ્યું ને હજુય મેળવું છું તે વ્યાજ સાથે અહીં ચુકવી જવું.

- કવી ઉશનસ્‌

જગત લેણદાર છે, આપણે તેના કરજદાર છીએ.

- ગાંધીજી

આ ઋણ ઉતારવાનો, ઉપકારમુક્ત થવાનો આ શ્રેષ્ઠ સમય છે.

અત્યારે આપણી પાસે પુરતો સમય છે. સામાજીક ઋણ ઉતારવાનો હવે સોનેરી મોકો છે. આપણે તન, મન અને ધનથી આ ઋણ ઉતારવાનાં છે.

માંદાં માણસોની ખબર કાઢવા જઈએ, તેમની પાસે બેસી સારાં પુસ્તકોનું વાંચન કરીએ. હૉસ્પીટલમાં દરદીઓને પ્રેમથી મળી દવા, ફળ, બીસ્કીટ વગેરે આપીએ. ગરીબ વીદ્યાર્થીઓને નીઃશુલ્ક ભણાવીએ. શક્ય હોય તો આ અને આવી બીજી પ્રવૃત્તીઓ કરવામાં આપણે ખુંપી જઈએ.

સાથેસાથે આપણા એ શોખો કે જે આપણી જુવાનીમાં સમયના અભાવે કે અન્ય કારણસર પુરા નહોતા કરી શક્યા તે પુરા કરવાનો હવે અનેરો મોકો છે. પ્રકૃતી માણવી, સંગીત, ચીત્રકામ, બાગકામ, વાંચન, કૅરમ, ચેસ, પત્તાં, સોગઠાંબાજી જેવી બેઠાં બેઠાં રમાય તેવી રમતો રમવી જેવા શોખો હવે પેટ ભરીને માણીએ અને તેમાં પ્રવૃત્ત રહીએ. જોકે આ બધી પ્રવૃત્તીઓમાં સામાજીક ઋણ અદા કરવાની તક ઓછી મળશે.

આવા કોઈ શોખ ના હોય તો છેવટે પ્રભુભજન કરીએ. પ્રભુભજન કરવાથી આત્માનું કલ્યાણ થશે જ કે સ્વર્ગ મળશે જ એવું ચોક્કસપણે હજુ સાબીત થયું નથી, પરંતુ મન કશાકમાં પ્રવૃત્ત તો રહેશે જ એ વાત નક્કી.

બીલકુલ નીવૃત્ત રહેવું તેના કરતાં પ્રભુભજન કરવું સારું. નવરાં બેઠાં ઓટલા તોડવા કે લોકોની નીંદા કરવી તેના કરતાં પ્રભુભજન કરવું લાખ દરજ્જે સારું. ઓછામાં ઓછો એટલો ફાયદો તો થશે જ કે મનમાં કોઈને માટે આવતા ખોટા વીચારોથી આપણે મુક્ત રહીશું. જોકે તેમાં પણ સામાજીક ઋણ અદા કરવાની તક બહુ ઓછી રહેશે.

આપણામાંનાં કેટલાંક એવાં ચોક્કસ હોવાનાં કે જેમણે આખી જીંદગી ઢસરડો કર્યો હોવા છતાં તેમની બાકીની જીંદગી માટે એક યા બીજા કારણસર પુરતી બચત ના કરી શકેલા હોય. આવી વ્યક્તીઓએ મોટી ઉમ્મરે પણ હજુ પણ આર્થીક પ્રવૃત્તીઓ નાછુટકે ચાલુ રાખવી જ પડે. પરંતુ કમનસીબે ઉમ્મર વધતાં સ્વાભાવીક રીતે જ આપણાથી પહેલાં જેટલું કામ નથી થઈ શકતું. તો આવા સંજોગોમાં આપણે શું કરવું ?

આનો એક શક્ય ઉપાય આવો હોઈ શકે. આપણા ગુજરાતીઓને શીરાની જેમ ઝટ ગળે ઉતરી જાય તેવો એક વીકલ્પ છે. ઘર બેઠાં ઓછી મહેનતે સારું એવું વળતર મળે એવો એક ધંધો છે. અને તે ધંધો છે - શૅર બજારમાં શૅરનું “સમજણપુર્વકનું” ખરીદ - વેચામ કરવું. આપણે બરાબર ધ્યાનમાં રાખીશું કે અહી શૅરનું “સમજણપુર્વક” ખરીદ - વેચાણ કરવું એ શબ્દ ઘણો જ અગત્યનો છે.

આપણા ધ્યાન બહાર ક્યારેય ના જાય કે શૅર બજારમાં ખરીદ - વેચાણના ધંધામાં એક બાજુ સારું એવું વળતર મળે છે તો બીજી બાજુ ખુબ મોટો ખતરો પણ છે. શૅરનું “સમજણપુર્વક’નું ખરીદ - વેચામ નહી કરનારાંઓએ આપઘાત પણ કરવા પડ્યા છે. આવું અંતીમવાદી પગલું ભરવાનો આપણો વારો ના આવે તે માટે આપણે નીચેના મુદ્દાઓનું ખાસ ધ્યાન રાખીશું.

૧. જેટલા રુપીયા આપણી પાસે ફાજલ હોય તેનાથી વધારે કીમ્મતના શૅર આપણે ક્યારેય નહીં ખરીદીએ.

૨. જેટલા શૅર આપણી પાસે હોય તેનાથી વધારે શૅર આપણે ક્યારેય નહીં વેચીએ.

૩. શૅર ખરીદવા માટે આપણે ક્યારેય દેવું નહી કરીએ.

૪. આપણે ક્યારેય સટ્ટો નહીં કરીએ.

૫. આપણે ક્યારેય અતી લોભ નહીં કરીએ. અતી લોભ તે પાપનું મુળ છે એ વાત આપણે હંમેશાં યાદ રાખીશું.

૬. ઘણી વાર શૅર ખરીદ્યા પછી ધારેલો નફો મેળવવા માટે લાંબો સમય બેસી પણ રહેવું પડે. માટે જીવન - વ્યવહાર ચલાવવા માટેના અન્ય વીકલ્પ આપણી પાસે હોય તો જ આ ધંધામાં પડીશું, અન્યથા નહી.

૭. શૅર ખરીદ્યા પછી તે શૅરના ભાવ ઘટે કે શૅર વેચ્યા પછી તે શૅરના ભાવ વધે તો તેની હાય હાય નહીં કરીએ. હાય હાય નહીં કરવાની માનસીક અને આર્થીક ક્ષમતા આપણામાં ના હોય તો આપણે આ ધંધો ક્યારેય નહીં કરીએ.

૮. જે કંપનીઓના શૅરના ભાવમાં વારંવાર ચઢ - ઉતાર થતી હોય તેવી પસંદગીની થોડીક જ કંપનીઓના શૅરનો ધંધો કરીશું કે જેથી એ શૅરના ભાવ ઉપર આપણે ચાંપતી નજર રાખી શકીએ.

૯. શૅર બજારના વીશ્લેષણ કરનારા કહેવાતા નીષ્ણાતો ઉપર આપણે ક્યારેય મદાર નહી રાખીએ. જો એમની બધી આગાહીઓ સાચી પડતી હોત તો એ બધાં બીલ ગેટ્‌સ કરતાં પણ વધારે ધનાઢ્ય હોત !!!

આપણે એ પણ ધ્યાનમાં રાખીશું કે શૅર બજારના ધંધૌથી દેશને કોઈ જ ફાયદો થતો નથી. આ ધંધાથી માત્ર ધંધો કરનારનો એકલાનો જ સ્વાર્થ સધાય છે. સમાજનું આપણા ઉપર ચઢેલું ઋણ ઉતારવાની આ પ્રવૃત્તીમાં પણ કોઈ જ શક્યતા નથી.

હવે આપણે નોકરી ધંધામાંથી નીવૃત્ત થઈ ગયાં છીએ. હવે આપણી પાસે ઘણો સમય છે. આપણી બુદ્ધી હજુ સતેજ જ છે. આપણો આ ફાજલ સમય તથા બુદ્ધી વાપરવામાં આપણે વીવેક રાખીશું. ક્યાંક એવું ના બની જાય કે આપણે ઘરમાં નાની નાની બાબતોમાં માથુ મારવાનું શરુ કરી દઈએ. આપણા નોકરી ધંધાના સમયગાળામાં ઘરમાં આપણી ગેરહાજરી દરમ્યાન વર્ષોથી જે કાંઈ ઘરેડ પડી ગઈ હોય તેમાં નાહકના આઓપણા ચંચુપાતથી આપણા જીવનસાથી સહીતની કુટુંબની અન્ય વ્યક્તીઓના મનમાં આપણા માટે “આના કરતાં નોકરી ધંધે જતા હતા તે સારા હતા” એવો કુભાવ આવી ના જાય એ માટે આપણે પુરતા સાવધાની રહીશું. આપણા જ ઘરમાં આપણે અળખામણા બની ના જઈએ તેનું ખાસ ધ્યાન રાખીશું.

અંગ્રેજીમાં એક કહેવત કાંઈક આવી છે કે ૈંઙ્ઘઙ્મી દ્બટ્ઠહ’જ દ્બૈહઙ્ઘ ૈજ ઙ્ઘીદૃૈઙ્મ’જર્ ુિાજરૈ. એટલે કે નવરા માણસનું મન એ રાક્ષસની કાર્યશાળા છે. ટુંકમાં કહેવાનો ભાવાર્થ એ કે બીલકુલ નવરા બેસી રહેવાને બદલે આપમે કોઈક ને કોઈક કામમાં જોતરાયેલાં રહીએ. સંપુર્ણ નીવૃત્તી લઈ લઈશું તો જીવનમાંથી પણ અકાળે નીવૃત્ત થઈ જઈશું.

એકલા વણબોલ્યા ને વીચારમાં ડુબેલા ન રહીએ, પણ કોઈ સથે બોલતા ને હસતા રહીએ.

આ પુસ્તીકામાં રજુ કરેલા વચારો ફક્ત વાંચી જવાનો કોઈ જ અર્થ નથી. પંરતુ ખુબ જ અગત્યનું તો એને અમલમાં મુકવાનું છે અને તો જ આ પુસ્તીકા લખવાનો અર્થ સરશે.

વર્તમાનમાં જીવીએ.

આપણે બને ત્યાં સુધી ભુતકાળને ભુલી જઈશું. શક્ય છે કે આપણા જીવનમાં ભુતકાળમાં આપણને ન ગમતા હોય તેવા અનેક પ્રસંગો બન્યા હોય. જો એવા પ્રસંગોને ભુલી નહીં જઈએ તો જીંદગી આખી તે આપણને કોરી કાઢશે. ભુતકાળનો ભોરીંગ ભયંકર રીતે આપણા મનને ભરડો લેશે. આપણે હંમેશાં યાદ રાખીશું કે ભુતકાળને ભુલી જવામાં જ

મજા છે. જોકે એનો એર્થ એ નથી કે આપણે ભુતકાળને છેક જ ભુલી જવાનો છે. ભુતકાળમાં જે અનુભવો થયા હોય તે તો ખુબ જ કામના છે, કારણ કે આપણને ખબર છે કે અનુભવ જ આપણો સૌથી મોટ ગુરુ છે,

ચીરંતન સાથી છે, સાચો મીત્ર છે. અનુભવથી મોટો કોઈ ગુરુ નથી, અનુભવથી વધારે સાચો કોઈ મીત્ર નથી. એટલે ભુતકાળમાં થયેલા અનુભવો આપણે ક્યારેય ભુલવાના નથી. આપણે માત્ર ભુતકાળના કડવા

પ્રસંગો જ ભુલવાના છે. ભુતકાળના કડવા પ્રસંગો ભુલીને આપણે વર્તમાનમાં જીવવાનું શીખવાનું છે. વર્તમાનમાં જીવવાનું માત્ર શીખવાનું

નથી, વર્તમાનને સાચા અર્થમાં માણવાનું છે !!! વર્તમાનને સાચા અર્થમાં ભોગવવાનું છે !!! વર્તમાનને સાચા અર્થમાં ઝીંદાદીલીથી ઝીલવાનું છે !!!

વર્તમાનમાં રમમામ થઈ જવાનું છે. જોકે વર્તમાનમાં જીવતાં જીવતાં પણ આપણે ભવીષ્યને મગજમાં રાખીશું જ. જો આપણે ભવીષ્યની દરકાર નહીં કરીએ તો પસ્તાવાનો વારો અવશ્ય આવશે જ આવશે !

ટુંકમાં, આપણે આપણા કટુ ભુતકાળને ભુલી જઈશું અને ભવીષ્યને મગજમાં રાખીને વર્તમાનમાં જીવીશું.

ન્ીં ેજ ર્કખ્તિીંર્ ેિ હ્વૈીંિ ટ્ઠજં ટ્ઠહઙ્ઘ ઙ્મૈદૃી ૈહ ંરી િીજીહં, ાીીૈહખ્ત કેેંિી ૈહ ંરી દ્બૈહઙ્ઘ.

ક્રોધ

ક્રોધ એટલે કે ગુસ્સો મહા ભયંકર ચીજ છે, એ આપણે સારી રીતે જાણી લઈએ. ક્રોધ માણસને અંદરથી સળગાવી દે છે. ક્રોધ માણસ પાસે ન કરવાનું કરાવી નાખે છે. સજ્જન હોય એવા માણસો પણ ક્યારેક ક્રોધના માર્યા જધન્ય કૃત્ય કરી બેસતા હોય છે. ક્રોધ આપણી તબીયત પર ખુબ જ ખરાબ અસર કરે છે. ક્રોધ માત્ર આપણા માટે જ નહીં, પણ બીજાના માટે પણ ભારે હાનીકારક છે. માટે આપણે નાછુટકે જ ક્રોધ કરીશું.

ક્રોધ થવાનું મુખ્ય કારણ અન્યના વાણી અને / અથવા વર્તનના લીધે આપણા અહમ્‌ ને લાગતી ઠેસ છે. માટે જો આપણે આપણા અહમ્‌ ને છોડી દઈએ તો તેને ઠેસ લાગતી જ નથી અને પરીણામે ક્રોધ પઉ ઉત્પન્ન થતો નથી.

ક્રોધ ઉત્પન્ન થવાનું બીજું મુખ્ય કારણ આપણા માન-અપમાન અંગેના ખોટા ખ્યાલો છે. આપણે જો ‘હાથી પાછળ કુતરા ભસ્યા કરે’ તેવી મનોવૃત્તી કેળવીએ તો આપણને માન-અમપાન જેવું લાગે જ નહીં અને તેને લીધે ઉત્પન્ન થતા ક્રોધનો છેદ જ ઉડી જાય.

અહીં આપણે બુધ્ધીગમ્ય અભીગમ કેળવીશું. સામેવાળાની જગ્યાએ આપણે હોઈએ તો શું કરીએ એ ધોરણ અપનાવીશું, તો ક્રોધ આપોઆપ શમી જશે.

સંબંધો

દુનીયામાં હજુ સુધી એક પણ વ્યક્તી એવી નથી જનમી અને જનમશે પણ નહીં કે જેનામાં એક પણ દુર્ગુણ ના હોય. પછી તે વ્યક્તી ગમે તેટલી પુજનીય કેમ ના હોય ! (અને તેથી વીપરીત, દુનીયામાં હજુ સુધી એક પણ વ્યક્તી એવી નથી જનમી અને જનમશે પણ નહીં કે જેનામાં એક પણ સદ્ગુણ ના હોય. પછી તે વ્યક્તી ગમે તેટલી દુષ્ટ કેમ ના હોય !) આપણે હંમેશાં અન્ય વ્યક્તીઓ સાથે સંબંધો જોડવાના પ્રયત્નો કરીશું - તોડવાના તો નહીં જ. કદાચ સંજોગવશાત્‌ કોઈ વ્યક્તી સાથે બગડેલા સંબંધો સુધારવાના સંનીષ્ટ પ્રયત્નો કર્યા પછી પણ એમ લાગતું હોય કે સંબંધો સુધરવાની કોઈ જ શક્યતા નથી તો આપણે સંબંધો છેક કાપી નાખવાની, મુર્ખામી આપણે ક્યારેય નહીં કરીએ. આત્મનીરીક્ષણ કરતાં એમ માલુમ પડે કે આપણે એક કે બે વ્યક્તીઓ સાથે સંબંધો કાપી નાખ્યા છે, તો ત્યાં સુધી કાંઈક પણ ક્ષમ્ય છે; પરંતુ જો એમ માલુમ પડે કે તેથી પણ વધુ વ્યક્તીઓ સાથે આપણે સંબંધો કાપી નાખ્યા છે, તો આપણે ચેતી જવું જોઈએ કે આપણા મનોવ્યાપારમાં કાંઈક પાયાની ગરબડ છે, આપણને સંબંધો છેક કાપી નાખવાની કુટેવ પડી ગઈ છે, જે અક્ષમ્ય છે. બધાંને માટે ખુબ જ નુકસાનકારક છે. આપણે શક્ય તેટલી જલદીથી મનોચીકીત્સકની સલાહ લેવી જોઈએ. દોરીને ગાંઠ મારવી ખુબ સહેલી છે, પરંતુ પડેલી ગાંઠને ખોલવી ખુબ અઘરી છે. તે જ રીતે સંબંધોમાં પડેલી ગાંઠને પણ ખોલવી ખુબ અઘરી છે. માટે કોઈની પણ સાથેના સંબંધોમાં ગાંઠ લગાવતા પહેલાં આપણે ખુબ સાવધાન રહીશું. મન, મોતી ને કાચ એક વાર તુટ્યા પછી સંધાવા લગભગ અશક્ય છે. તેવી જ રીતે સંબંધોમાં એક વાર પડેલી તીરાડ પણ સંધાવી લગભગ અશકય છે.

પુરુષાર્થ અને પ્રારબ્ધ

સંબંધોની વાત જ ન્યારી છે. આપણી ઉમ્મરની મોટા ભાગની વ્યક્તીઓને આપણી પછીની પેઢી સાથે ઘણી વાર “મીઠા” સંબંધો નથી હોતા. આ વાત આપણે માન્ય રાખીએ કે ના રાખીએ પણ હકીકત છે. આ સંબંધો “મીઠા” ના હોવાનું મુખ્ય કારણ એ છે કે આપણે એમ માનીયે છે કે આપણા સંતાનો આપણું કહ્યું માનતા નથી. આવા સંજોગોમાં આપણે શું કરીએ છીએ ? આપણે આપણા વીચારો તેમ સમજાવાના પ્રયત્નો કરીએ છીએ. તેમ છતાં ના માને તો તેમના કોઈ મીત્ર, કે જેનું તે સાંભળે છે અને જેને આપણા માટે માન અને આદર છે તેમના દ્વારા આપણી વાત સમજાવવાના “પ્રયત્ન” કરીએ છીએ. આ અને આવા બીજા “પ્રયત્નો” માટે થોડોક અઘરો શબ્દ વાપરીએ તો એમ કહી શકાય કે આપણે “પુરુષાર્થ”

કરીએ છીએ. પણ આવા પુરુષાર્ષ કરીએ તો પણ આપણું ઈચ્છીત પરીણામ આવશે જ તેવી ૧૦૦% ખાત્રી ખરી જ ? બીલકુલ નહી. આવા લાખ પુરુષાર્થ કર્યા પછી પણ ધાર્યુ પરીણામ ના પણ આવે. કેમ એવું ? એનું કારણ કે “પુરુષાર્થ” ઉપર હજુ એક પરમ તત્ત્વ બીરાજમાન છે અને તે છે “પ્રારબ્ધ”. આપણું પ્રારબ્ધ જો પાધરુ નહી હોય તો આપણું ઈચ્છીત પરીણામ નહી જ આવે, ભલે આપણે લાભ ધમપછાડા કેમ ના કરીએ !

જો આપણું પ્રારબ્ધ આપણી તરફેણમાં હશે તો જ આપણાં પાસા સવળા પડશે. આમ આપણાં સંતાન સાથેના સંબંધી “મીઠાં” થવાનો છેવટનો આધાર આપણાં “પ્રારબ્ધ” પર જ છે.

તો શું આપણે “પ્રારબ્ધ” પર જ બધું છોડી દેવું ? શું આપણે પુરુષાર્થ કરવો જ નહીં ? ના, “પુરુષાર્થ” એ સફળતાની સીડીનું પહેલું પગથીયું છે અને “પ્રારબ્ધ” એ સફળતાની સીડીનું બીજું, છેલ્લું અને અનીવાર્ય પગથીયું છે. “પુરુષાર્થ” અને “પ્રારબ્ધ”નો સંબંધ ચોલી-દામનના સંબંધ જેવો છે. “પુરુષાર્થ” કર્યા હશે તો જ “પ્રારબ્ધદેવી” રીઝશે, અન્યથા નહી.

આવા “મીઠાં” સંબંધોનો પ્રશ્ન શું માત્ર આપણાં અને આપણાં સંતાનોની વચ્ચેનો જ છે ? જી ના, આપણાં અને અન્ય કોઈ પણ વ્યક્તી વચ્ચેના સંબંધોમાં પણ “પુરુષાર્થ”ની ઉપર “પ્રારબ્ધ” બીરાજમાન છે જ.

જો પતી - પત્ની બંનેમાં “સમજ” હોય તો પ્રસન્ન દાંપત્ય, બંનેમાંથી એક “ના સમજુ” હોય તો રાંટુ રાંટુ પણ ગાંડુ ચાલે ખરું, પરંતુ જો બંન્ને “ના સમજુ” હોય તો છુટાછેડા સિવાય બીજો કોઈ આરો નહીં.

માતા-પીતા

આપણામાંથી જેમનાં માતા-પીતા હજુ જીવીત છે તેઓ બધાં જ નીચેનું લખાણ બહુ ધ્યાનથી વાંચે.

આપણે બરાબર ખ્યાલમાં રાખીશું કે આપણી માતાએ પોતાના પેટમાં નવ નવ મહીના આપણને સાચવીને આપણો ભાર વેંઢાર્યો છે. એના રક્તમાંથી, માંસ, મજ્જામાંથી આપણું ઘડતર કર્યું છે. જન્મ થયા પછી પોતાની છાતીમાંથી અમૃતપાન કરાવ્યું છે. હેતથી હીંચોળી તથા મીઠાં મધુરાં હાલરડાં ગાઈને, પોતે ઉજાગરા કરીને પણ આપણને નીદ્રાધીન કરાવેલા છે.

પોતે ભીનામાં સુઈને આપણને કોરામાં સુવાડ્યા છે. પોતે ક્યારેક ભુખ્યા રહી આપણી ક્ષુધા તૃપ્ત કરાવી હશે. અનેક પ્રયત્નો કરી આપણને બોલતાં શીખવાડ્યું છે. આપણી નાજુક નમણી આંગળીઓ પકડી પા પા પગલી માંડતાં શીખવાડ્યું છે. વહાલથી આપણને અનેક ચુમીઓ ભરી વહાલ કર્યું હશે.

આપણે એ પણ બરાબર ખ્યાલમાં રાખીશું કે આપણા પીતાએ પણ આપણા માટે ઘણો મોટો ભોગ જરુર આપ્યો છે. આપણને અએનેક વખતે અડદી રાત્રે ઉંચકી લઈને પીઠ પર થાપડી થાપડીને સુવાડ્યા છે. પોતે થાકેલા હોય છતાં નાની મોટી ટેકરીઓ ચઢતી વખતે પોતાના મજબુત સ્કંધો પર આપણને ઉંચકી લીધા છે. પોતાના ખભા પર ચઢાવી આપણને પાણીમાં ભુસકા મરાવ્યા છે. પાણીમાં તરતાં શીખવાડ્યું છે. ઝાડ પર ચડતાં શીખડાવ્યું છે. સાઈકલ પકડી દોડી દોડી આપણને સાઈખલ ચલાવતાં શીખવાડ્યું છે. અન્ય વાહનો ચલાવતાં પણ શીખવાડ્યું છે. ઘુંટણીએ પડી પીઠ પર બેસાડી ઘોડો-ઘોડો રમાડ્યું છે. નાનપણમાં ફટાકડા ફોટડાં આપણે દાઝી ના જઈએ તેની અત્યંત કાળજી રાખી છે. પેટે પાટા બાંધીને પણ આપમને અત્યંત મોંઘું પણ શક્ય તેટલું ઉત્તમ શીક્ષણ આપ્યું છે. આપણી નાનીમોટી માંદગી વખતે પોતાને પોષાય છે કે કેમ તેનો વીચાર પણ કર્યા વગર હજા બહારનો ખર્ચ કરી આપણી ઉત્તમ સારવાર કરાવી છે.

આમ માતા અને પીતા બંનેએ આપણી ઉપર અનેક ઉપકારો કર્યા છે.

આવાં આપણાં ઉપકારી માતા-પીતાનું આપણે સન્માન ના જાળવીએ, તેમને ધુત્કારીએ, અપમાન કરીએ, જાકારો આપીએ, તેમનું ભરણ પોષણ ન કરીએ, તેમની માંદગીમાં સારવાર ના કરાવીએ, તેમની સાથે સંબંધ ના રાખીએ કે તેમને ઘરમાંથી કાઢી મુકીએ એવું વીચારી પણ કેમ શકાય ? આપણે આવું ઘોર પાપ ક્યારેય ના કરીએ. આપણે એવાં હૃદયશુન્ય અને પથ્થર હૃદયના ક્યારેય ના બનીએ. આપણે એવાં લાગણીવીહીન ક્યારેય ના બનીએ. આપણે એમના અનેક ઉપકારોનો બદલો અપકારથી તો ના જ આપીએ. આપણે હંમેશાં યાદ રાખીએ કે આવું જધન્ય કામ કરનારને કુદરત ક્યારેય માફ નથી કરતી.

આપણે આપણાં માતા-પીતાને ખુશ રાખવા બધું જ કરી છુટીશું.

મોટી ઉમ્મરે મોટે ભાગે દરેકને કડક ખાવાનું પાવે નહીં તેથી તેમને પોચી વાનગીઓ બનાવી આપીશું. જેમ જેમ ઉમ્મર વધતી જાય તેમ તેમ માણસના જીભના ચટાકા વધતા જતા હોય છે તેથી તેમને મનપસંદ સ્વાદીષ્ટ જમવાનું બનાવીશું જો કે આ ખાસ ધ્યાન રાખીશું કે તેમની તબીયતને અનુકુળ હોય તેવું જ જમવા આપીશું. વૃધ્ધાવસ્થા એટલે બીજું બાળપણ.

તેઓ બાળસહજ જીદ કરવાના જ. તેવે સમયે ધીરજ સાથે પરંતુ મક્કમતાપુર્વક તેમને માટે અનુકુળ શું અને પ્રતીકુળ શું છે તે સમજાવીશું.

તેઓ વાત વાતમાં જીદ પણ કરશે. તેવે સમયે તેમની સાથે કળથી વર્તીશું.

કદાચ આપણાંથી તેઓ ના પણ માને. પરંતુ દરેક દાદા-દાદીને તેમનાં પૌત્ર-પૌત્રીઓ ખુબ જ વહાલા હોય છે. માટે તેવે સમયે બાળકો દ્વારા તેમને સમજાવાની યુક્તી કરીશું. જરૂર જણાયે બાળકો પાસે ઘરાના ફીલ્મનું પેલું ખુબ જાણીતુ ગીત “દાદી અમ્મા દાદી અમ્મા માન જાવ” એક્ટીંગ સાથે ગવડાવીશું અને આપણે જોઈશું કે દાદા-દાદી કેવી ચમત્કારીક રીતે માની જાય છે. આપણે ગમે તેટલાં વ્યસ્ત હોઈએ તો પણ દરરોજ થોડોક સમય જરૂરથી તેમની સાથે ગાળીશું. તેમાં પણ જ્યારે તેમનામાંથી એક જ હયાત હોય ત્યારે તો ખાસ. તેમની વાત ગમે તેટલી કંટાળાજનક હોય તો પણ ખુબ ધીરજપુર્વક સાંભળીશું. તેમના નાના-મોટા કામ જરૂર કરીશું. તેમને મનગમતી પ્રવૃત્તી કરવામાં સાથ આપીશું. તેમને અઠવાડીયામાં ઓછામાં ઓછું એક વાર બહાર ફરવા લઈ જઈશું. તેમને દેવદર્શને જવું હોય તો સંભાળીને લઈ જઈશું. ભજન-કીર્તન કરવા કે કથા-વારતા સાંભળવા જવું હોય તો પણ જરૂરથી લઈ જઈશું.

માણસની પોતાના મનમાં માતા-પીતાની છબી

ઉંમર

૩ તેમને બધું જ આવડે છે. મને બધું જ શીખવાડે છે.

૫ નીશાળમાં મને જે નથી આવડતું તે બધું જ તેમને આવડે છે.

૧૦ મારા શીક્ષકને તેમના કરતાં વધુ આવડે છે.

૧૫ હવે તેમના કરતાં ઘણું બધું મને વધુ આવડે છે.

૨૦ સાવ જુનવાણી વીચારસરણી ધરાવે છે.

૨૫ બહુ આડખીલી રૂપ છે, સાવ ગધેડા જેવા છે, મને સમજી શકતા જ નથી.

૩૦ બોજા રૂપ થઈ પડ્યા છે.

૪૫ તેમની સલાહ માની હોત તો જીવનમાં આટલી લાતો ખાધી ના હોત.

૫૦ હું જ ગધેડા જેવો છું. તેમની શીખામણ માની હોત તો આટલો દુઃખી ના થાત.

૬૦ તેઓ ખરેખર ડહાપણના ભંડાર હતાં. મારું સદ્ભાગ્ય કે આવા માતા-પીતા મને મળ્યાં હતાં.

કહેતા-કહેતી

આપણે જાણીએ છીએ કે કોઈ વાત એક કાનેથી બજા કાને જાય એટલે તેમાં મોટે ભાગે ફેરફાર થાય જ. મુળ વાતમાં મીઠું, મરચું, ધાણાજીરું, હળદર વગેરે ઉમેરાઈને મસાલેદાર બની જાય. ક્યારેક તો મુળ વાત છેક જ ફેરવાઈ જાય. માટે સાંભળેલી વાત પર ભરોસો રાખતાં પહેલાં આપણે લાખ વાર ચકાસણી કરીશું.

કેટલીક વ્યક્તીઓ એવી હોય છે કે જે વાત સાંભળી પોતાના પેટમાં રાખે, કેટલાંક એક કાનેથી સાંભળી બીજે કાનેથી કાઢી નાખે અને કેટલાંક કાનેથી સાંભળેલી વાત મોઢેથી ઑકી કાઢે. માટે આપણે કોઈ પણ વાત જેને કહી રહ્યાં હોઈએ તેનો સ્વભાવ કેવો છે એ જાણવું ખુબ જ અગત્યનું છે. એમાં આપણે જો ભુલ કરી બેસએ તો ઘણું મોટું નુકસાન થઈ શકે એટલું આપમે ખાસ યાદ રાખીશું.

તો ચાલો, આ પ્રમાણે આપણું શેષ જીવન ગુજારવા પ્રયત્ન કરીએ ! આપણા વૃધ્ધત્વને ઉજાળીએ !! તેને અન્યોને પ્રેરણા આપે તેવું, કેવડાના ફુલ જેવું મહેકાવીએ !! અને હાં, હસતાં હસતાં ચીરવીદાય લઈએ.

આપણે માત્ર જ્ઞાન મેળવી બેસી ન રહીએ. આપણે તેને પણા જીવનમાં પણ ઉતારીએ. કારણ કે જે જ્ઞાન આચરણમાં ના મુકીએ તે જ્ઞાન વાંઝીયું છે. અરે, તે જ્ઞાન જ્ઞાન જ નથી એવું સંતોનું કહેવું છે !!!

આચરણમાં ના મુકેલું જ્ઞાન કેવળ દંભ જ છે એવું મારા એત મીત્રનું કહેવું છે.

મને કહેવા દો (૧)

જમતી વખતે કરવાની પ્રાર્થના

હે જગતના તાત,

ખુન પસીનો એક કરી

એકમાંથી અનેક દાણા બનાવી

ભુખ્યા જનો પર કૃપા અગણીત કરી

હે અનાજના વહેપારીઓ,

ભલે તમારા સ્વાર્થ ખાતર પણ

અમારા નીવાસ સ્થાને દાણા પહોંચાડી

કર્યા ઉપકાર અનેક જીવ પર

હે અન્નપુર્ણા,

હેત સીચી સ્વાદીષ્ટ રાંધ્યું તમે

દાણે દાણા પ્રેમ ભીના

કેમ કરી ભુલીયે અહેસાન અમે

હે કુદરત,

આ સર્વેને પ્રેરણા આપી

કાર્યાન્વીંત કર્યા તેં

સૌથી વધુ અમે તારા ઋણી

મને કહેવા દો (૨)

તો ગાંધીજી અને નરસીંહ મહેતા આત્મહત્યા કરત.

નરસીંહ મહેતા રચીત “વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે” ભજનમાં સદ્ગૃહસ્થ વ્યક્તીનાં લક્ષણો નરસીંહ મહેતાએ બખુબી વર્ણવ્યાં છે. અને તે ભજન ગાંધીજીનું અતી પ્યારું ભજન હતું. એ બંને હકીકત વીશ્વમાં સહુ કોઈ જાણે છે.

આ ભજન જુદાજુદા રાગોમાં ગવાતું મેં સાંભળ્યું છે. પરંતુ નરસીંહ મહેતાના અને ગાંધીજીના જ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ ભજન અત્યંત બેહુદા અને નીમ્ન કક્ષાના રાગમાં ગવાતું સાંભળ્યું. એટલું જ નહીં, સાથે સાથે ભટ્ટ, કાંઈક અંશે બીભત્સ કહી શકાય તેવું, ફીલ્મી જગતનાં કહેવાતાં નૃત્યોની વાનર નકલ કરતું, હાથ પગ ઉલાળતું, તાબોટા પાડતું, કેહવાતું નૃત્ય પણ જોયું. વીશ્વના શ્રેષ્ઠ કહી શકાય તથા જેનો અનુવાદ દુનીયાની બધી ભાષામાં થયો છે તેવા આ ભજનને આ રીતે ગવાતું અને આવા કહેવાતા નૃત્યમાં ઢળાયેલું જોઈને મારાથી સહજ બોલાઈ ગયું કે જો ગાંધીજી અને નરસીંહ મહેતા આ જોવા-સાંભળવા જીવતા હોત તો જરુર આત્મહત્યા કરત !! માત્ર હું જ નહીં, પરંતુ જે કોઈને પણ ગાંધીજી અને નરસીંહ મહેતા પ્રીયજન છે તે સહુ કોઈ આ જોઈ-સાંભળીને આ જ વાક્ય બોલે તેની મને ખાતરી છે.

માટે જેમને પણ ગાંધીજી અને નરસીંહ મહેતા પ્રીયજન છે, જેમને પણ ‘વૈષ્ણળજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે” ભજન પ્રીય છે તે સહુ કોઈ આમ થતું અટકાવે તેવો મારો આગ્રહપુર્વકનો અનુરોધ છે.

મને કહેવા દો (૩)

રીબાવી રીબાવીને સ્વધામ પહોંચાડી દેવાં જોઈએ

પોતાના સ્વાર્થ ખાતર આખા દેશને ચુસનાર નફ્ફટ રાજકારણીઓને, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી નીર્દોષ લોકોના સ્વાસ્થ્યની ઘોર ખોદનાર ઉત્પાદકો તથા વેપારીઓને, ભોળી જનતાને નશીલી દવાઓને રવાડે ચઢાવનારાંઓને, નીઃસહાય નાનાં બાળકોનાં અંગ તોડી કાયમી અપંગ બનાવી તેમની પાસે ભીખ મંગાવી પોતાનું પાપી પેટ ભરનારાંઓને, માફીયાઓને, બળાત્કારીઓને, પોતે જેમના થકી આ દુનીયામાં આવ્યાં છે તે માતા-પીતાને હડધુત કરનરાં છતાં તેમની મીલકત પર કાગ ડોળો રાખનારાં છેલ્લી કોટીનાં સંતાનોને તથા સમાજમાં રહેલાં “મંથરા”ઓને, “કૈકેયી”ઓને, “શકુની”ઓને અને “દુર્યોધનો”ને વગેરને નગરચોકમાં ખડાં કરી કોરડે કોરડે ફટકારી, રીબાવી રીબાવીને સ્વધામ પહોંચાડી દેવાં જોઈએ. હ્યુમન રાઈટ્‌સ કમીશન ઝખ મારે છે. આમેય દુનીયાના કહેવાતા સંસ્કારી દેશોમાંથી કેટલા દેશો હ્યુમન રાઈટ્‌સ કમીશનનું કહ્યું માને છે ?

મને કહેવા દો (૪)

હરકોઈ વીવેક બુદ્ધીવાદીઓને કોટી કોટી અભીનંદનો આખી દુનીયા વીશે તો હું કહી ના શકું પરંતુ મારી નમ્ર માન્યતા મુજબ અને વીજ્ઞાનના સીદ્ધાંતો સાચા માનીને ચાલીએ તો એમ કહી શકાય કે ભારતમાં જન્મતું હરકોઈ બાળક ગર્ભાવસ્થામાં હોય ત્યારથી જ અંધશ્રદ્ધાના સંસ્કારો મેળવે છે. આપણા આખા દેશમાં રીવાજ છે કે સ્ત્રીએ ગર્ભાધાન થાય ત્યારથી જ બાળક પર સુસંસ્કારો પડે તે માટે સત્સાહીત્યું વાંચન કરવું જોઈએ. અને મોટે ભાગે સદ્‌સાહીત્ય એટલે બીજું કશું નહીં પણ કહેવાતું ધાર્મીક સાહીત્ય !! આપણે બધાં સારી રીતે જાણીએ છીએ કે એમના હાથમાં આવતું ધાર્મીત સાહીત્ય એટલે કે એવું સાહીત્ય કે જેમાં અંધશ્રદ્ધા ઠાંસી ઠાંસીને ભરેલી હોય છે અને તેથી જ હરકોઈ બાળક અંધશ્રદ્ધાના સંસ્કારો લઈને જ જન્મે છે.

એ બાળખ તે પછી પણ વધુ ને વધુ અંધશ્રદ્ધાના સંસ્કારો સાથે જ મોટું થતું હોય છે અએને તેમ જ થાય એ બીલકુલ સ્વાભાવીક છે, કારણ કે બાળક જેમની પાસેથી સંસ્કાર મેળવે છે તે બધાં જ અંધશ્રદ્ધાની ગર્તામાં ડુબેલાં હોય છે !!! તે બાળક જ્યારે પણ સ્વતંત્ર રીતે વીચારી શકે તેટલું પુખ્ત થાય ત્યારે જ અને તે પણ જો પુરતું નસીબદાર હોય તો જ સમજી અને વીચારી શકે કે એને જે કાંઈ પણ સંસ્કારો અન્યો પાસેથી મળ્યા છે, તેમાં અંધશ્રદ્ધા કેટલી બધી ભરેલી છે. અને જરા વીચારો કે જ્યારે એ હવે વૈચારીક રીતે પુખ્ત થયેલું બાળક કે વ્યક્તી, અન્ય બધી જ અંધશ્રદ્ધાળુ વ્યક્તીઓની વચ્ચે, જ્યારે પહેલી વાર પોતાના મૌલીક વીચારો વ્યક્ત કરતી હશે ત્યારે તેણે કેટલી બધી હીંમત કરવી પડતી હશે ? તેના માથે કેટલાં છાણાં થપાતાં હશે ? જરા કલ્પના કરો કે જે વ્યક્તી ચારે બાજુથી અંધશ્રધ્ધાગ્રસ્ત લોકોથી ઘેરાયેલી હોય તેવી વ્યક્તીને પોતાના અંધશ્રદ્ધા વીરુધ્ધના વીચારો વ્યક્ત કરતાં કેટલી બધી મુશ્કેલીઓ પડે ? એનું કામ સામે પુરે તરનારા તરવૈયા જેટલું કપરું છે.

અને તેથી જ અંધશ્રધ્ધા વીરુધ્ધ મત ધરાવનાર હરકોઈ વીવેકબુધ્ધીવાદીઓ (રેશનાલીસ્ટો)ને મારાં કોટી કોટી અભીનંદન અને વંદન.

મને કહેવા દો (૫)

સુખ અને દુઃખ

જગતના કેટલાક ફીલસુફો અને શાણા માણસોનું કહેવું છે કે સુખ અને દુઃખ તે કેવળ મનનું કારણ છે. મારું ખુબ જ નમ્રતાપુર્વક કહેવું છે કે તેમનું કહેવું કેવળ અર્ધસત્ય છે. મારા અનુભવ પ્રમાણે બાહ્ય પરીબળોની અસર પણ આપણા મન ઉપર પડે જ છે. અને તેથી તે બાહ્ય પરીબળોની અસર આપણા સુખ અને દુઃખ ઉપર પણ પડે જ છે. મેં ભલભલા સાધુ - સંતોને પોતાની જોઈતી વસ્તુ નહી મળવાથી આગ બબુલ થતા જોયા છે.

(આપે પણ જોયા હશે.)

મને કહેવા દો (૬)

પુર્વજન્મ, પુનર્જન્મ અને પરમાત્મા સાથે આત્માનું મીલન

મેં આપણાં શાસ્ત્રો વાંચ્યાં નથી. પણ એવું સાંભળ્યું છે કે આપણાં શાસ્ત્રો મુજબ આપણા જીવનનું અંતીમ ધ્યેય પોતાના આત્માનું પરમાત્મા સાથેનું વીલીનીકરણ (મોક્ષ) છે. સંસારથી અલીપ્ત રહેનારાં સાધુ સંતો તેમજ સંસારમાં ડુબેલા અનેક સજ્જનો પાસેથી પણ આમ જ સાંભળવા મળે છે. વળી એમ પણ સાંભળવા મળે છે કે જ્યાં સુધી આત્માનો મોક્ષ ના થાય ત્યાં સુધી એક યા બીજા સ્વરુપે તેનો પુનર્જન્મ થતો જ રહે છે.

પુર્વજન્મ, પુનર્જન્મ કે મોક્ષની કોઈ સાબીતી નથી. મારી સમજ મુજબ એ કપોળકલ્પીત વાત છે. એ માત્ર ધારણાઓ જ છે. કોઈક ફળદ્રુપ ભેજાની પેદાશ માત્ર છે કે જેમાં કોઈ તથ્ય જ નથી. છતાં પણ સમજો કે એ બધું જ છે તો પણ હું અંતઃકરણપુર્વક ઈચ્છું છું કે મારા આત્માનું પરમાત્મા સાથે વીલીનીકરણ (મોક્ષ) થવાને બદલે તેનો કોઈ ને કોઈ સ્વરુપે પુનર્જન્મ થયા જ કરે.

હું તો ઈચ્છું કે મહાત્મા ગાંધીજી કે સંત વીનોબાના સ્વરુપે, કે પ્રેમ-બલીદાની ઈશુના સ્વરુપે કે મહાન ચીંતક સોક્રેટીસ ટોલ્સટોય સ્વરુપે, કે મહાન સમાજસુધારકો રાજા રામમોહનરાય કે સ્વામી વીવેકાનંદ કે કવી નર્મદના સ્વરુપે, કે મહાન દેશભક્ત લાલા લજપતરાય કે ભગતસીંહના સ્વરુપે, કે ગરીબ આદીવાસીઓની આર્થીક સુધારણા કરતા કાંતીભાઈ શાહ કે રક્તપીત્તગ્રસ્તોની સેવા કરનાર ફાધર ડેનીયમ કે સુરેશભાઈ સોનીના સ્વરુપે કે આદીવાસીઓના સ્વાસ્થ્યની હરહમેશ ચીંતા કરી છુટેલા ડૉ. નવનીતભાઈ ફોજદાર સ્વરુપે, કે પછી કાંઈ નહીં તો છેવટે કશ્યપનો કશ્યપ સ્વરુપે મારા આત્માનો પુનર્જન્મ નીરંતર થતો જ રહે. પણ મારા આત્માનો મોક્ષ થઈ ક્યારેય પણ “વેડફાઈ” ના જાય !!! મામસનો મહામુલો આત્મા એમ “વેડફાઈ” જવા નથી બન્યો !!!

મને કહેવા દો (૭)

“હું કોણ છું ?”

આધ્યાત્મીક જગતમાં એક પ્રશ્ન વારંવાર પુછાય છે અને તે પ્રશ્ન છે - “હું કોણ છું ?” આ પ્રશ્નનો મારો નમ્ર જવાબ એ છે કે હું અનેક અવગુણોથી ખીચોખચ ભરેલો અને વારંવાર ભુલો કરતો પરંતુ માનવ બનવા શક્ય તેટલી મથામણ કરતો એક નાચીઝ પશુ માત્ર જ છું. અનેક વ્યક્તીઓ/સંસ્થાઓએ અનેક પ્રત વહેચવા માટે મંગાવી છે / છપાવી છે. આપ પણ તેમ કરી શકો છો.

ભલે પધારી વૃદ્ધાવસ્થા

- પી. કે. લહેરી

ભૂ. પૂ. મુખ્યસચિવ, ગુજરાત સરકાર

આજે આપણો દેશ અઢારથી સાઈઠ વર્ષના વયજૂથના યુવાનોમાં સમાવિષ્ટ થતી વિશ્વની સૌથી મોટી વસ્તીનું સૌભાગ્ય માણી રહ્યો છે. જો કે, માત્ર થોડાક વર્ષો પછી સિનિયર સીટીઝની સૌથી વિશાળ વસ્તી આપણી પાસે થશે. શ્રી કશ્યપભાઈ દલાલનું પુસ્તક “ચાલો આપણે વૃદ્ધ થતા શીખીએ” આંતરસૂઝ અને પ્રતિબધ્ધતા સાથે લખાયું છે. તે હિન્દીમાં અનુવાદિત થઈ ગયું છે તેમજ અંગ્રેજીમાં અનુવાદિત થઈ રહ્યું છે.

લેખનકો અભિગમ ખૂબજ વ્યવહારૂ છે. સાચી સલાહ આપવામાં તે ખૂબ મક્કમ અને સંતુલિત છે. તેમણે વૃદ્ધજનો દ્વારા અનુભવાતી સમસ્યાઓનું વિશ્લેષણ કર્યું છે અને સીનીયર સીટીઝનોના માનસમાં ડોકિયું કર્યું છે. શ્રી દલાલ કોઈપણ જાતના પૂર્વગ્રહ વિના પોતાની વિગતોને રજૂ કરે છે. તેમની ભલામણો સંક્ષિપ્ત છે. તે બદલાયેલા માહોલને સ્વીકારવા માટે વૃદ્ધ વ્યક્તિઓને આહ્‌વાન કરે છે. બીજા ઉપર બીનજરૂરી બોજો થયા વિના પોતાની કાળજી લેવાનો તે વૃદ્ધજનોને આગ્રહ કરે છે. તેઓ સૂચવે છે કે વૃદ્ધજનોની મોટાભાગની સમસ્યાઓ અહમના કારણે, નિષ્ફળતાના સ્વીકારના ઈન્કારને કારણે, યોગ્ય રીતે આયોજનના અભાવને કારણે અને બીનજરૂરી અપેક્ષાઓ ઊભી કરવાના કારણે ઉદ્ભવે છે. જો સીનીયર સીટીઝન શાંતિથી વિચારે, બીજાના દૃષ્ટિબિંદની કદર કરે અને જિંદગીના સાંધ્યકાળનાં વર્ષોને માણવાનો સંકલ્પ કરે, તો વૃદ્ધાવસ્થામાંથી પસાર થવું તેના માટે એક આહ્‌લાદક અનુભવ બની જાય. જ્યારે આપણે વૃદ્ધ થઈએ ત્યારે આપણે સ્વીકારવું જોઈએ કે, “આપણી શારીરિક અને માનસિક શક્તિઓ ઘટતી જવાનું શરૂ થાય છે.” આપણી વિવિધ કામો કરવાની શક્તિમત્તા ઓછી થતી જાય છે અને આપણી હોબી (શોખ) ને વિકસિત કરવી જ પડે છે અને પોતાના માટે વધુ પડતી જરૂરિયાતો ઊભી કર્યા વિના પોતાને, કુટુંબને અને સમાજને બદલામાં વિશેષ આપવાની વૃત્તિનો અમલ કરવો પડે.”

“આપણો ભવ્ય ભૂતકાળ અને સિદ્ધિઓ ગમે તે હોય પણ વિશ્વ આગળ વધી રહ્યું છે એ હકીકત સ્વીકારી આપણી ભૂતકાળના સ્થિતિના પાયા પર સન્માન, બદલો અથવા આજ્ઞાકારિતાની અપેક્ષા રાખવા માટે આપમે શક્તિમાન રહ્ય નથી તે સ્વીકારવું પડે.”

“આરોગ્ય, ધન, મિત્રતા, સુખદવૃત્તિ અને સૌથી સાથે સંવાદિતા આપણા સ્વત્વને વધુ સુંદર બનાવી શકે છે.”

મૃત્યુ એ ચોક્કસ બનાવ છે અએને તેના માટેના ભયને આપમે જીતવો જ પડે છે. જો કોઈપણ વ્યક્તિ બીજાને મદદરૂપ થઈ શકે તો કોઈપણ તબક્કે જીવન એક મૂડી બની જાય છે.

શ્રી કશ્યપભાઈ દલાલ એક સમર્પિત સર્વોદય કાર્યકર્તા છે.

“સર્વોદય”નો ખ્યાલ એ સર્વના હિતનો ખ્યાલ છે અને તેથી શું સાચું અને શું ખોટું તે સહજતાથી કહેવા માટે લેખક સક્ષમ છે. જ્યારે આપણે તેમના લખાણમાં આગળ વધીએ છીએ ત્યારે ચોક્કસ રીતે આપણે અનુભવીએ છીએ કે જીંદગી એક ખૂબ જ ઉપયોગી શૈલી છે ચાલો આપણે નક્કી કરીએ કે જીવન આપણી સામે જેવું ખુલતુ જાય તેમ આપણે તેને અનુકૂળ થઈશું, કદર કરીશું અને તેની મજા માણીશું.