Mrugjadni Mamat - 3 in Gujarati Love Stories by Bindiya books and stories PDF | મૃગજળ ની મમત - 3

The Author
Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

મૃગજળ ની મમત - 3

મૃગજળ ની મમત

ભાગ-3

“ બોલ ને નિરાલી આ. . વખતે પણ ના પાડી ને ?. . હવે નથી રહેવું અહીંયા . જતો રહીશ . પછી ખબર પડશે તારી એ. . . ”

“અરે !! પણ કયાં જઇશ? એના થી દુર . અને જરૂર પણ નથી. એને હા પાડી છે. ” નિરાલી આટલું બોલી ને અટકી ગઇ. પણ નિસર્ગ ને તો હજુ ના જ સંભળાતી હતી.

“જો ખબર જ હતી એ છોકરી નહી સુધરે. . ”

“ તે બરાબર સાંભળ્યું નહી. “હા. . હા” પાડી. . અંતરા એ”. નિસર્ગ જાણે ભાન માં આવ્યો હોય એમ ઝબકી ગયો.

“શું. . . . શું કહયું?? . . તું મજાક તો?? જો આ બાબતે મજાક નહી કરતી . . હું. . હું. . ”

“ના . . મજાક નહી આ સાચું છે. “ . જવાબ સાંભળી ને નિસર્ગ તો એટલો ખુશ થઈ ગયો હતો.

“થેંક્યુ નિરાલી યુ આર રીયલી અ બેસ્ટ ફ્રેન્ડ. . . તને ખબર નથી મે આજે શું મેળવ્યું છે. . બટ આઇ એમ વેરીમચ થેન્ક ફુલ ટુ યુ ડિયર. ”

આજે ઘર નો રસ્તો વઘુ લાંબો લાગતો હતો. અંતરા નો પણ સમય જલદી થી પસાર નહતો થતો. વિચારી રહી હતી શું થયું હશે? એનું રિએક્શન કેવું હશે જયારે નિરાલી એ મારો જવાબ આપ્યો હશે?. મે આટલો વખત રાહ જોવડાવી એટલે આજે મોડો આવશે મને હેરાન કરવા. અંતરા ને જાતજાતના વિચારો પજવી રહયા હતા. સાંજ ના સાડા સાત થયા. નિસર્ગ ના બાઇક નું હોર્ન વાગતા જ અંતરા ના કાન ચમકયા. દોડી ને દરવાજા પર આવી ને ઉભી રહી ગઇ. નિસર્ગ મોડો હતો એની ફરીયાદ આખો માં સ્પષ્ટ હતી. પણ મોઢાં પર એને આવકારતુ મંદસ્મિત. . . નિસર્ગે અંતરા ની સામે જોઈ ને ઉપર પોતાના રુમ માં જવા ઇશારો કર્યો. અંતરા જલદી થી રુમ માં પહોંચી ગઇ. નિસર્ગ ના ફોનની રાહ જોવા લાગી. હવે ઘીરજ ખુટી રહી હતી. એટલામાં ફોન ની રીંગ વાગી. હજુ રીંગ પુરી વાગે પહેલાં જ અંતરા એ રીસીવર ઉપાડી લીધું. સામે છેડેથી નિસર્ગ નો અવાજ આવ્યો.

“હલો. ” જાણે કાન સોસરવો અવાજ અંતરા ના આખા શરીરમાં વીજળી ના કરંટ ની જેમ પસાર થઈ ગયો.

“હલો. . અંતરા? . . ” નિસર્ગ ફરી વખત બોલ્યો.

“હા. . . હું. . અંતરા . . . નિસર્ગ તું કાંઇ પણ બોલે એ પહેલાં માંરે તને કઇ કહેવું છે. “

“હમ. . તારો અવાજ સાંભળવા જ ફોન કર્યો છે “. નિસર્ગહસ્યો

“ તને ખુબ હેરાન કર્યો. રાહ જોવડાવી. . માટે સોરી. પણ હું ઇચ્છતી હતી કે તું જાતે આવી ને વાત કરે. માટે જ હું વારંવાર તને ના કહેડાવતી હતી. . તું કંટાળી ને કયારેય મને આવીને પુછે. . પણ જયારે નિરાલી એ કહયું કે તું જતોરહીશ પછી મારા થી રહેવાયું નહી . . . ”

“ જો ભુલી જા એ બધું. “ નિસર્ગે વાત ટુંકાવી. “હું સમજું છું તારી જીજક ને. . પણ અહીંયા વાત મારા પ્રેમ ની છે. કોઇ નજીવા એટરેકશન કે ક્રશ ની નહી. જેમાં વારંવાર પાત્ર બદલ્યા કરે. પ્રેમ મા પરિસ્થિતિ ભલે બદલાય પણ પાત્ર નહીં. મારા માટે તું એજ પ્રેમ છે. ભવિષ્ય માં પરિસ્થિતિ ગમે તે હોય પણ હમેશા તું અને તુજ મારો પ્રેમ રહીશ. હવે જે થયું એ ભુલી જા. કદાચ પહેલાં જ તે હા પાડી હોત તો એકબીજા મળવા ની તરસ આટલી તીવ્ર ન હોત. માટે જે થયું તે કદાચ સારા માટેજ થયું. “ અંતરા ખૂબ એકાગ્રતા થી સાંભળી રહી હતી.

“ તને ખબર છે. . જે દિવસ તે મને પાણી થી ભીજવ્યો એજ દિવસ હું તારા પ્રેમ માં પલળી ગયો હતો. પણ હશે જે થયું તે . . જો પહેલાં જ તે હા પાડી હોત તો એકબીજા માટે આટલી ઇંતેજારી ન હોત. ”

“ મારું તને ના પાડવા નુ કારણ ફક્ત એજ કે હું ઇચ્છતી હતી તું આવી ને મને તારા દિલ ની વાત કરે. નહી કે તું નિરુ ને . . . પણ જયારે તું જતોરહીશ એવી ખબર પડી પછી. .

“પછી. . . ? . . શું?”

“પછી . . . કઈ નહી. . . હા પાડવી જ પડી. . . . નહી તો તું જતોરહેત અને હુ રડતી રહી જાત. ”

“ ઓહ. . . . . એમ. . ? પણ તને રડવા ન દિધી ને ? તને ખબર છે હું કયાંય જવાનો જ નહોતો. ફકત એક છેલ્લી વખત તારો જવાબ શું આવે છે એ જોવું હતું . તું ખરેખર મને ચાહે છે કે ફક્ત . . . . જવાદે હવે . . . ”. અંતરા ચુપચાપ નિસર્ગ ની વાત સાંભળી રહી હતી.

“હલો. . . અંતરા તું સાંભળે છેને. . . ?”

“ હા. . ! સાંભળુ છું. તારા એકેએક શબ્દ ને. . . . . તું જયારે નહોતો બોલતો ત્યારે પણ સાંભળતી હતી “

“. . હવે જવાદે આ બધી વાત અને કહે કયારે મળશુ? . . ”

“અરે. . રોજરોજ તો મળતાં જ હોયછે આપણે. . ” અંતરા જાણતી હતી કે નિસર્ગ શું કહેવા માંગે છે પણ છતાં અજાણ બનતી હતી. . .

“ રોજેરોજ . . ?. . . આપણે ? . . કયારે મળ્યા? મેડમ એ. . તો તું ઘરમાં બધા ને મળવા આવતી હતી. હવે ફક્ત ને ફકત મને જ મળવા કયારે આવશે ?. . ”

“ઘરમાં. . . અને ફક્ત તને મળવા? પોસીબલ જ નથી. . . બધા હોય . અને બહાર હું . . ”

“ ના બહાર નહીં ધરમા જ. . એ પણ તું જાતે જ આવશે. “ લાંબો સમય બંને વચ્ચે વાતો ચાલતી રહી. . . જાણે વરસો ની વાતો અધુરી હોય. . સવારે વહેલી ઉઠી અંતરા ઝટપટ તૈયાર થઈ ને નીચે આવી ગઇ.

“ગુડ મોર્નિંગ મમ્મી. . શું છે આજે નાસ્તા માં?”

“ ઓ હો. . . . . શું વાત છે? આજે એકપણ બુમ પાડયા વગર સીધી તૈયાર થઈ ને નીચે આવી ગઇ. . . આજે કાંઇ છે કે શુ? . . આવી જ ગઇ છે તો આપણે સાથેજ ચા અને સ્ટફડ પરોઠા. . . . . ”બેલા બેન હજુ વાત પુરી કરે પહેલાં જ અંતરા બોલી પડી. .

“ ઓઓઓઓઓ. . . . મમ્મી. . યુ આર જીનીયસ . . . માયફેવરીટ પરાઠા. . . ચીઝ પનીર યમ્મી બટ. . પ્લીઝ હું અર્ણવ સાથે . . . . . પ્લીઝ. . . એને પણ ભાવે છે. . તો. . . હું?”

“ હા . . . હા. . જા અને હું ના પાડીશ તો તું માનવાની છે. . મારું. . ? જા હવે અને બે-ત્રણ વધારે લઇ જજે. . ”

“લવ. યુ મમ્મી. . ” અંતરા ફટાફટ ડબ્બા માં પરાઠા લઇને નિસર્ગ ના ઘરે પહોચી ગઇ. રોજ કરતાં આજે અલગ જ ફિલીંગ હતી. . ઘરમાં પગ મુકતાં જ એની નજર નિસર્ગ ને શોધવા લાગી. સામે જ ડાઇનિંગ ટેબલ પર અર્ણવ બેઠો હતો. કિરણબેન રસોડા માં થી કઇ બોલી રહયા હતા. અંતરા ઝટપટ જઇને અર્ણવ ની બાજુમાં ગોઠવાઈ ગઇ.

“આવી ગઇ તું. . . શું લાવી છે આજે. . ? જલદી ડબ્બો ખોલ હવે રહેવાતું નથી. ” . . અર્ણવ ડબ્બો ખોલી ને સીધું જ ખાવા માંડયો. . એટલામાં કિરણબેન રસોડા માં થી બહાર આવ્યા. .

“ ગુડ મોર્નિંગ આન્ટી. . આ. . . તો. મમ્મી એ પરાઠા બનાવ્યા હતા ને પાછું અર્ણવને ભાવે માટે. . . . . . ” અંતરા થોડું મોટાં અવાજે આમતેમ જોતાં જોતાં બોલી. .

“હા આને બગાડવા વાળી તું જ છે. . અંતરા સાદું તો હવે ભાવતું જ નથી. ”

“હશે આન્ટી જવાદો હવે નાનો છે ને. . ”અંતરા ફરી આમતેમ જોતાં જોતાં થોડું મોટાં અવાજે બોલી. અર્ણવ એના આ વર્તન ને ક્યારનો નોટીસ કરી રહ્યો હતો.

“હમમમમ. . . . શું છે આજે?. . અને વારંવાર કોને શોધે છે. . જેનાં માટે લાવી છો. . . એ હું તો અહીંયા જ છું. . પછી. . . ?”

“ના. . ના. . એતો એ. . . . મજ. ” મનમાં વીચારતી હતી કે રોજ તો વહેલો આવી જાય છે અને આજે જો. . હવે તો જવાનો ટાઇમ થઈ ગયો મોડું થશે તો. . વિચારી ને ઉભી થઈ.

“અરે. . કયાં જાય છે? હું તો મજાક કરતો હતો. . . બેસ ને. . ”

“ ના. . મોડું થશે . . ચાલ સાંજે મળશુ. . ” અંતરા થોડી નીરાશ થઈ ગઇ. હજુ જવા માટે પાછળ ફરી કે. નિસર્ગ ત્યાં જ એની પાછળ ઉભો હતો. અંતરા પાછળ ફરતા જ અથડાઇ. થોડી ગભરાઈ ગઇ. . નિસર્ગ એની સામે જોઈ ને થોડું મલકયો .

“ શું વાત છે આજે તો સવાર સવાર માં દેવી ના દર્શન થઈ ગયા. “ થોડું મજાક માં અંતરા ને બોલ્યો. . અંતરા કશું જ બોલ્યા વગર નિસર્ગ સામે કતરાઇ ને નીકળી ગઇ.

“ ભાઇ આ. . જે ખરેખર સુર્ય ઉંધી દિશામાં ઊગ્યો લાગે છે. . ને?. . ” નિસર્ગ સમજી ગયો અર્ણવ શું કહેવા માંગે છે.

“ સુર્ય જેમ રોજ ઉગે એમજ ઊગ્યો છે. તારા કામ માં ધ્યાન આપ. “બંને જણા સ્કુલ અને કોલેજ માટે નીકળી ગયા.

સાંજે સાત વાગતાં જ અંતરા ધરના દરવાજે ગોઠવાઈ ગઇ. થોડી વાર માં જ નિસર્ગ આવ્યો . આંખથી ઉપર પોતાના રુમ માં જવા ઇશારો કર્યો. અંતરા ઝટપટ રુમ માં પહોંચી ગઇ. થોડી વાર માં જ ફોનની રીંગ વાગી. અંતરા એ રીસીવર ઉપાડી લીધું.

“હલો. . . ” સામે છેડેથી જવાબ ન આવયૉ. એટલે થોડી ગભરાઈ. “હલો. . . કો. . . ણ?”

“કોણ શું?. . . હું બોલું છું. એકજ દિવસ માં ભુલી ગઇ? “

“ ના. . કયારેય નહીં. પણ સવારે શું માડયુ તું?. હું તો ગભરાઈ ગઇ હતી. એકદમ થી પાછળ આવી ને . . . . અને પાછું દેવી એ દર્શન આપ્યા . . . કોઇને ખબર પડી જાત તો. . ? કેવું લાગત. . ?

“ . તો શું? એકદિવસ તો બધા ને ખબર પડવાની જ ને. અને હા. હવે ગભરાવવાનુ નહી આદત પાડી લેવા ની. હવે રોજનું થયું. . અને બોલ મળવા કયારે આવશે? . . ”

“ મળ્યા તો. . . સવારે. . હવે શું?”

“ એ બધા બહાનાં છે. મને મળવા કયારે આવશે? ઘરમાં બધા ને નહી ફકત મને જ મળવા. “

“એ. . વુ કેમ બંને. . . તું એકલો હોય ત્યારે થોડી આવી શકાય. “

“ કાલે બપોરે તું આવશે. . અને એ પણ તારા મમ્મી ની પરવાનગી થી . . ”

“ઇમપોસીબલ. . . કયારેય ન બને “

“ બંને. . . તો. . ? મારી બધી વાત માનવી પડશે. . પછી બહાનાં નહીં ચાલે. . ”

“ સારું . . જોઈ શું. . સવાર ની વાત સવારે. . . કાલ તો એમપણ સનડે છે. . તો. . ”

રવિવાર ના લીધે અંતરા ઉઠવામા થોડું મોડું કરતી. છતાં ઉઠીને તૈયાર થઈ અને નીચે આવી ગઇ. . બેલાબહેન કોઈ સાથે વાત કરી રહયા હતા. નીચે આવી અને જોયું તો કિરણબહેન હતા. એ કહેતા હતા કે બે-ત્રણ દિવસ કયાંક બહારગામાં જાયછે તો નિસર્ગ નુ ધ્યાન રાખજો. અંતરા હવે બધું જ સમજી ગઇ . મનમાં વિચારી રહી હતી કે એટલાં માટે કાલે શર્ત લગાવી. . સીધી ઉપર રુમ માં પહોંચી . બે-ત્રણ વખત ફોનની રીંગ વાગી પણ અંતરા એ ફોન ઉપાડયો જ નહી.

“ મારી સાથે રમત રમી હવે જો આજે તો હું બહાર પણ નહીં નીકડુ અને વાત પણ નહી કરું. મને શું ખબર કે બધા બહાર જવાનાં છે. . . ”

બપોરે એક વાગ્યો અંતરા ધરમા જ હતી. પણ નિસર્ગ વાત કરવા વારંવાર ફોન કર તો હતો. પણ અંતરા ની બદલે બેલાબહેન જ ઉપાડતા .

“ શું કરે છે આજે . . આજ તો આમપણ રજા છે. નવરી સાવ . . . હું એની સાથે વાત કરવા વાત કરવા કેટલા ફોન કરું છું પણ જાણીજોઇને હેરાન કરે છે . પણ જવાદે જમવા નું આપવા તો આવવું જ પડશે જોઇલઇશ ત્યારે. . . ”. . નિસર્ગ મનોમન બબડી રહ્યો હતો. . .

“અંતરા . . . બેટા આ જમવાનું નિસર્ગ ને આપીઆવને. . . જો હમણાં બે-ત્રણ દિવસ એ એકલો જ છે. તો . . ”

“ તો શું મારે સેવા કરવાની? અહીંયા આવે ને જમીજાય. . . ”

“ એવું ન બોલાય ચાલ હવે. થાળી તૈયાર છે આપીઆવને અને એ જમે ત્યા સુધી બેસજે”

અંતરા ઝટપટ તૈયાર થઈ અને પહોંચી ગઇ. ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. એ અંદર પહોંચી પણ કોઇ દેખાયુ નહી . . એટલે ડાઇનિંગ ટેબલ પર થાળી મુકી ને રસોડામાં પાણી લેવા ગઇ. એટલામાં જ નિસર્ગ આવી અને રસોડા ના દરવાજે ઉભો રહી ગયો.

*****

.