Sajish 18 in Gujarati Moral Stories by Tarun Vyas books and stories PDF | સાજીશ 18

Featured Books
Categories
Share

સાજીશ 18

સાજીશ

(ભાગ-૧૮)

અત્યાર સુધી ....

( આદર્શ ને સાજીશ ની જાણ થતા બીજા જ દિવસે સવારે શિમલા થી રાજકોટ આવી જાય છે. મૌલિક ના ગુંડાઓ ની પૂછપરછ કરી કંડલા જવા નીકળે છે. કંડલા નજીક મૌલિક ના માણસો ની ધરપકડ કરી ને સાજીશ વિશે જાણે છે, અને કંડલા થી ભુજ તરફ જાય છે, રણોત્સવ નજીક એક રીશોર્ટ માં રોકાય છે. બીજા દિવસે સવારે વહેલા આદર્શ અને એના સાથી ઓફિસર રણોત્સવ જવા નીકળે છે, ત્યાં પહોચી ને વ્યવસ્થાપક ને મળે છે,અને હેલ્પ કરવાનું કહે છે વ્યવસ્થાપક એક લીસ્ટ અને રજીસ્ટર cctv રેકોર્ડીંગ આદર્શ ને આપે છે. આદર્શ cctv જોઈને સાથીઓ સાથે ટેન્ટ તરફ આગળ વધે છે. આદર્શ ટેન્ટની તલાશી લે છે અને બ્રીફકેશ મેળવે છે.બ્લાસ્ટ માં માત્ર ૧૦ મિનીટ નો સમય બાકી હોય છે. આદર્શ બોંબ લઇને રણ તરફ ગાડી દોડાવે છે. અને છેલ્લી ઘડીએ આદર્શ ગાડીમાંથી કુદી જાય છે. સાજીશ નિષ્ફળ થાય છે. બોસ મૌલિકને કામ માંથી છુટ્ટો કરે છે, મૌલિક આદર્શ થી બદલો લેવાનું નક્કી કરે છે......)

હવે આગળ.......

બોસ મૌલિકને એના કામ માંથી છુટ્ટો કરે છે, અને એની બધી પ્રોપર્ટી જપ્ત કરવાનું કહે છે. મૌલિક ખૂબજ ગુસ્સે થાય છે અને આદર્શથી બદલો લેવાનું નક્કી કરે છે. અને હવે એનો માત્ર એક જ ધ્યેય હતો કે આદર્શથી બદલો કઈ રીતે લેવો. અને આખરે એક પ્લાન બનાવે છે. અને અમદાવાદ થી રાજકોટ આવી જાય છે. અને હવે મૌલિક એક માણસ ને વૃંદાવન સોસાયટી માં આદર્શના ઘર અને ખાસ સ્નેહા પર નજર રાખવા માટે મોકલે છે, અને સ્નેહાની આખા દિવસની પ્રવૃત્તિ પર નજર રાખે છે. અને એમાં જાણવા મળે છે કે સ્નેહા સન્ડે ના દિવસે ક્યારેક એકલી તો ક્યારેક આદર્શ સાથે મોલ માં ખરીદી માટે જતી હોય છે.

અને મૌલિક સ્નેહા એકલી બહાર જાય એવો મોકો શોધવા લાગે છે. અને આખરે એક દિવસ સ્નેહા ઘરેથી કોઈ કામ માટે બહાર નીકળે છે. મૌલિકનો જાસૂસ માણસ ફોન થી મૌલિક ને જણાવે છે. મૌલિક એના માણસ ને સ્નેહા ની પાછળ જ રહી ને નજર રાખવાનું કહે છે. સ્નેહા મોલ માં શોપિંગ કરવા માટે જાય છે. મૌલિક ને જાણ થતાં મોલ પાસે આવે છે અને સ્નેહની પાછળ ગયેલા એના માણસને ફોન કરે છે. સ્નેહા મોલમાં બીજા ફ્લોર પર ખરીદીની વસ્તુઓ જોઈ રહી હોય છે. મૌલિક એના માણસ ને કહે છે કે સ્નેહા જયારે બહાર આવે ત્યારે જણાવજે, અને પોતે બહાર ની તરફ ઉભી રાહ જોએ છે.

આખરે સ્નેહા ખરીદી કરીને બહાર તરફ આવતી હોય છે. મૌલિક ને જાણ થતા એ મોલના દરવાજા તરફ ફોન થી વાત કરવા ની એક્ટિંગ કરતો આગળ વધે છે. અને પ્લાન મુજબ મૌલિક જાની જોઈ ને સ્નેહાનું ધ્યાન નહિ હોવાથી સ્નેહાની સાથે અથડાય છે, સ્નેહાના હાથમાંથી બધી શોપિંગ બેગ નીચે પડે છે.

મૌલિક નીચે નામી ને બધી બેગ ઉપાડીને ઉભો થતા કહે છે.

“આઈ એમ સો સોરી ....મેડમ .....મારું ધ્યાન નહતું.”

અને સ્નેહા મૌલિક તરફ જોએ છે.

“મૌલિક........??” સ્નેહા ના ચહેરા પર આશ્ચર્ય હતું.

“સ્નેહા......વોટ અ પ્લેસનટ સરપ્રાઈઝ ???” મૌલિકે નાટક કરતા કહ્યું.

“મૌલિક....તું અહી રાજકોટ માં ?” સ્નેહા એ કહ્યું.

“હા સ્નેહા હું તો અહી અવાર નવાર મારા ક્લાયન્ટ સાથે મીટીંગ માટે આવતો રહું છુ. પણ તું રાજકોટ માં ?”

“હા મૌલિક.... હું મારા મેરેજ પછી અહી રાજકોટ માં જ છુ.” સ્નેહા એ કહ્યું.

“સ્નેહા વાંધો ના હોય તો એક કોફી પીયે?” મૌલિકે કહ્યું.

“હા......જરૂર” અને બંને મોલ પાસે આવેલા કોફી શોપ માં જાય છે. મૌલિક કોફી ઓર્ડર કરે છે.

“મૌલિક તું કઈ દુનિયા માં હતો ? અને આમ અચાનક તું કોલેજ છોડીને કેમ જતો રહ્યો હતો ? ખબર છે તને શોધવાના કેટલા પ્રયત્નો કર્યા છે મે ?” સ્નેહા એ કહ્યું.

“સાચી વાત તારી સ્નેહા પણ જીવન અમુક સમયે તમને એવી જગ્યાએ લાવીને ઉભા રાખે છે કે તમારે કોઈ એક વસ્તુની ચોઈસ કરવી પડતી હોય છે, અને એવું જ કઈક મારી સાથે બન્યું હતું. મારે જવું જરૂરી હતું. બીજી વખત નિરાંતે તને પૂરી વાત જણાવીશ.” મૌલિકે કહ્યું.

સ્નેહા મૌલિક ની વાતો સાંભળતી હતી. અને ત્યાં જ આદર્શ નો ફોન આવે છે.અને સ્નેહા ને લેવા માટે આવવા નું કહે છે. આખરે કોફી પૂરી કરી ને સ્નેહા જવા માટે નીકળે છે, અને મૌલિક ને પોતાના ફોન નંબર આપીને ઘરે આવવા માટે જણાવે છે.પણ મૌલિક કામ નું બહાનું બનાવે છે, સ્નેહા આદર્શ થી મળવા માટે કહે છે, પણ મૌલિક હમણાં મળવાની ના પાડે છે, આખરે મૌલિક જે ઈચ્છતો હતો એ થઇ ગયું હતું. બસ મૌલિક બીજી વખત મળવાનો વાયદો કરીને ત્યાં થીનીકળી જાય છે.

આદર્શ સ્નેહાને મોલ પાસે લેવા માટે આવે છે, સ્નેહા ના ચહેરા પર સ્માઈલ જોઈ ને આદર્શ પૂછે છે “શું વાત છે મેડમ કેમ આટલા બધા ખુશ?”

“કઈ નઈ આજે ઘણા બધા દિવસ પછી એક જુનો દોસ્ત મળી ગયો મે એને કહ્યું તમને મળવા માટે પણ એ થોડો કામ માં હતો. હવે મળશે તો ચોકસ તમને મલાવીશ,” સ્નેહા એ કહ્યું.

“ઓકે, શું નામ છે એ દોસ્ત નું?” આદર્શે પૂછ્યું.

“મૌલિક, અમે કોલેજ માં સાથે હતા.અમદાવાદ માં.” સ્નેહા એ કહ્યું.

મૌલિક નામ સાંભળતા જ આદર્શના મગજ માં કંઈક ખટક્યું. આદર્શ એ કઈ જવાબ ના આપતા સ્નેહા એ પૂછ્યું, “શું થયું આદર્શ ક્યાં ખોવાઈ ગયા ?”

“કઈ ખાસ નઈ એમજ એક કામ યાદ આવ્યું” આદર્શ એ વાત ટાળતા કહ્યું.

***

બીજા જ દિવસે આદર્શ ઓફીસ પહોચી ને સ્નેહા નો દોસ્ત મૌલિક અને પેલી સાજીશ વાડા મૌલિક વચે કઈ કનેક્શન તો નથી ને વિચારતો હતો. આદર્શને થોડો ટેન્સન માં જોઈ ને આદર્શ ના સીનીયર ઓફીસ માં બોલાવે છે. મજાક કરતા કહે છે “શું ભાઈ હજી હમણાં તો મોટા કેસ માં થી ફ્રી થયો છે, તો હવે કઈ વાતનું ટેન્સન છે, તારા હનીમુનને ખરાબ કર્યું એના વિશે વિચારે છે કે શું ?”

“નહિ સર, શું તમે પણ...હું તો મૌલિક વિશે વિચારતો હતો, આ મૌલિક કંઈક તો પ્લાન કરતો હશે, એનો આટલો મોટો પ્લાન બરબાદ થયો છે તો એ બદલો લેવા માટે કંઈક તો વિચારતો હોવો જોઈએ.”

“શાબાશ આદર્શ મને તારા પર ગર્વ છે,અને ડોન્ટવર્રી આદર્શ, મને વિશ્વાસ છે કે તું હજુ પણ બધું સાંભળી લઈશ” આદર્શ પોતાની ચેમ્બર માં આવી ને પાછો વિચારે ચડે છે. આદર્શનું મગજ એક તરફ જ ઈશારો કરી રહ્યો હતો કે આ મૌલિક એજ હોવો જોઈએ જેની સાથે સાજીશ નિષ્ફળ થયા પછી વાત કરી હતી.

આદર્શ પણ પૂરી ટીમને મૌલિક ક્યાં છે અને શું કરે છે એ શોધવાનો ઓર્ડર આપ્યો હતો. આખરે અમદાવાદમાં રહેલા આદર્શ ના ખબરીએ જણાવ્યું કે મૌલિક હવે બોસ ની સાથે કામ નથી કરી રહ્યો બોસે સાજીશ નિષ્ફળ થવાથી એને કામમાંથી કાઢી મુક્યો હતો, જે થી ખૂબ જ ગુસ્સા માં મૌલિક ત્યાં થી નીકળી ગયો હતો. અને ત્યારબાદ અમદાવાદમાં પણ કોઈએ એને જોયો નથી.

બસ હવે તો પાકું જ હતું કે એ મૌલિક અને સ્નેહા નો દોસ્ત મૌલિક બંને એક જ છે, અને આટલા વર્ષો બાળ ફરી સ્નેહા ને જાણી જોઈને જ મળ્યો હતો. અને સાજીશ નો બદલો લેવા માટે થઇ ને જ મૌલિક રાજકોટ આવ્યો છે અને સ્નેહા નો ઉપયોગ કરી ને આદર્શ સાથે બદલો લેવા નું વિચારી રહ્યો હતો. જો એમ હોય તો સ્નેહાનો જીવ જોખમ માં હતો. આદર્શ ને આખી વાત તો સમજાઈ ગઈ હતી પણ ત્યાં સુધી થોડું મોડું થઇ ગયું હતું.....

ક્રમશ......

મૌલિક આદર્શ થી કઈ રીતે બદલો લે છે, જાણવા માટે વાંચતા રહો સાજીશ....

ફ્રેન્ડસ જો તમને આ સ્ટોરી ગમે તો તમારા રીવ્યુ જરૂર થી આપશો..........

તરૂણ વ્યાસ.