an able to download in Gujarati Moral Stories by ARUN AMBER GONDHALI books and stories PDF | અન-એબલ ટુ ડાઉનલોડ (1)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અન-એબલ ટુ ડાઉનલોડ (1)

અન-એબલ ટુ ડાઉનલોડ - ૧

***

વાત વરસો જૂની છે. ઓફિસમાં સહકર્મચારી સંપતભાઈ મારા સારા મિત્ર. ઉંમરમાં મારાથી ૧૦ વર્ષ મોટા. મળતાવડા સ્વભાવને લીધે અમારે સારું જામે.

એક દિવસે સંપતભાઈને વટારગામ સગાને ત્યાં જમીનના કામ અંગે મળવા જવાનું થયું. ઓફિસ બાદ સાંજે જવાનું હોવાથી એમણે મને એમની જોડે આવવા કહ્યું. અમે સાથે હોઈએ તો એમનું બજાજ-કબ સ્કૂટર હું ડ્રાઈવ કરતો. વટારગામ નેશનલ હાઇવે નંબર ૮ ઉપર આવેલ બગવાડાથી ચાર કિલોમીટર દૂર હતું. એ સમયે હાઇવે ફક્ત સિંગલ રોડ જ હતો. મુંબઈથી અમદાવાદ એકજ રસ્તો. કાયમ ભારે ટ્રાફિક અને અકસ્માત પણ છાસવારે થાય. સતત ટ્રાફિકને લીધે રસ્તો કાયમ ખસ્તાહાલ.

ઓફિસ બાદ સાડા પાંચ વાગે અમે વટારગામ જવા નીકળ્યા. શિયાળાના દિવસો એટલે સાંજ વહેલી થાય. રસ્તાની બંને બાજુ આંબાની વાડીઓ. આંબાના ઝાડ ઉપર કેરીની મંજરીઓ ઠંડા મંદ પવનમાં સરસ ઝૂમી રહી હતી. આમેય વલસાડની હાપુસ કેરી ખુબ વખણાય.

હાઇવેથી વટારગામનો રસ્તો કાચો, ખાડા-ટેકરાવાળો, એટલે પહોંચતા સહેજે સાડા સાત થઇ ગયા. ચા-નાસ્તો અને લાંબા વાર્તાલાપ પછી નીકળ્યા ત્યારે ઘડિયાળમાં રાત્રીના ૧૦ વાગ્યા હતા. વટારગામથી હાઇવે ઉપર આવ્યા અને સંપતભાઈએ મને અચાનક સ્કૂટર ઉભું રાખવા કહ્યું. દસ્તાવેજની થેલી સગાને ત્યાંજ ભૂલી ગયા હતા.

સ્કૂટરમાં હવા ઓછી હોય એવું લાગ્યું એટલે સંપતભાઈએ મને કહ્યું, “તું અહીં ઉભો રહે, હું એકલો જઈને થેલી લઇ આવું છું. વહેલાં અવાશે”.

હાઈવેના કિનારે અંધારામાં હું એકલો ઉભો હતો. ટ્રાફિક ઓછો હતો, રાત્રીના સમયે અપઘાતી આત્માઓ વિચરે છે એ વિચાર જરા બીકનો ચમકારો આપી ગયો.

લગભગ ૨૦-૨૫ મિનિટ બાદ ભક…ભક… કરતુ એક બુલેટ મોટર-સાયકલ મારી સામે અચાનક આવીને ઉભું રહ્યું.

બુલેટ ઉપર સવાર પોલીસ ઈન્સ્પેક્ટરે ભારે અવાજમાં પૂછ્યું – “કેમ ઉભો છે ? ક્યારથી તને જોવું છું... કોની રાહ જુએ છે ?”

મેં એને વિસ્તારથી મારા મિત્ર વટારગામ ગયાની વાત કરી અને એની રાહ જોવું છું એમ કહ્યું.

પરંતુ મારી વાત એમના ગળે ઉતરી હોય એવું લાગ્યું નહિ.

“મને ખબર છે, તમારા ધંધા….. “

મેં કહ્યું “ના સાહેબ - અમે તો એક કંપનીમાં ઓફિસ કર્મચારી છે. આ મારો યુનિફોર્મ જુવો. મેં કંપનીનું નામ વગેરે જણાવ્યું અને સભ્યતાથી જવાબ આપ્યો એટલે ઇન્સ્પેક્ટર શાંત થયા”.

“ક્યાં રહે છે ?” “સાહેબ, વલસાડ…”

“હું પણ વલસાડ જાવું છું. ચાલ મારી સાથે બેસી જા,”

મેં કહ્યું, સાહેબ તમે તસ્દી ના લેશો, હવે મારો મિત્ર આવવાની તૈયારીમાં છે.

ખાસ્સો સમય થઇ ગયો હતો. અત્યાર સુધીમાં તો પાછા આવી શકાત. રસ્તો કાચો, કદાચ સ્કૂટરમાં પંચર તો ના પડ્યું હોય ? સ્ફુટરમાં હવા પણ ઓછી લાગતી હતી. મારા મનમાં વિચાર આવ્યો.

ઈન્સ્પેક્ટરે દમ ભરતા કહ્યું, “ચાલ........ કહ્યું ને ........ બેસી જા ! મોડું થાય છે ! “

હું ગભરાયો. સત્તા આગળ ડહાપણ નકામું હતું. સંપતભાઈને સંદેશ પહોંચાડવો શક્ય ન હતું. એ સમયે મોબાઇલ નહોતા.

હું એના હુકમ ભર્યા અવાજને શરણ થયો અને કચવાતાં મને મોટર સાયકલ ઉપર બેસી ગયો.

એકાદ કિલોમીટર અમે વલસાડ તરફ આવ્યા હોઈશું અને ઈન્સ્પેક્ટરે મોટર સાયકલ ઉભી રાખી.

મને કહ્યું, - “ એ છોકરા… ડિકીમાં એક પેકેટ છે તે કાઢ “.

મેં પેકેટ કાઢ્યું, એટલે એને કહ્યું – “સામે વાડીમાં ઝૂંપડી જેવું જે દેખાય છે તેમાં "મંજુ" ને આ પેકેટ આપી આવ “.

“સારું….” એમ કહી મેં આવતી જતી ગાડીના પ્રકાશમાં રસ્તો ઓળંગ્યો.

ઘાસથી બનાવેલ કમ્પાઉન્ડ નો દરવાજો (ફાલફૂ) ખસેડી અંદર ગયો અને તરત થોડા અંતરેથી ચાર-પાંચ કુતરા ભસતા-ભસતા મારી ઉપર દોડી આવ્યા. હું ગભરાઈને પાછો ફર્યો. કમ્પાઉન્ડના દરવાજા આગળ આવ્યો તો ઇન્સ્પેક્ટર મારી સામેજ ઉભા હતા. એની હાજરીએ મને ધરપત આપી. ઠંડીના દિવસો છતાં હું પસીને રેબઝેબ હતો.

“સાહેબ….. કુતરાઓ ….....અંદર જવાય એવું નથી....”

એણે કહ્યું, “ક્યાં છે કુતરા ? જા અંદર.... હું અહીં ઉભો છું...”

મેં પાછળ ફરીને જોયું તો કુતરાઓ ત્યાં નહોતા …..ગાયબ !

અસમંજસ પરિસ્થિતિમાં ઝૂંપડી તરફ ધીમા પગલે ચાલી રહ્યો. ઝૂંપડી આગળ પહોંચ્યો અને મંજુબેન ના નામની બૂમ પાડી.

“કોણ છે ?” એક વૃદ્ધ અંદરથી બહાર આવ્યા.

મેં કહ્યું – “મંજુબેન ઘરમાં છે ? આ પેકેટ સાહેબે મંજુબેનને આપવા કહ્યું છે”.

વૃદ્ધે પૂછ્યું – “કોણે મોકલ્યું ?”

મેં કહ્યું – “બહાર પેલા સાહેબ ઉભા છે એણે”.

કોણ સાહેબ ? “ચાલ જોઉં....જરા જોવા દે...”

અમે ગેટ પાસે આવ્યા પણ સાહેબ ત્યાં નહોતા. મેં આમતેમ જોયું, રસ્તાની પેલી તરફ જ્યાં હું મોટર સાયકલ પરથી ઉતાર્યો હતો ત્યાં નજર દોડાવી, પરંતુ કોઈ નહોતું.

વૃદ્ધે પૂછ્યું – “ક્યાં છે ? કોણ હતું ?”

મેં કહ્યું – “એક પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ હતા....”

ઇન્સ્પેક્ટરનું નામ સાંભળી વૃદ્ધ મંજુના નામની પોક મૂકી રડતાં ફસડાઈ પડ્યા.

આવતી જતી ગાડીઓના પ્રકાશમાં સ્પષ્ટ જોવું મુશ્કેલ હતું.. જેવો હું વૃદ્ધ ને ઉચકવા નમ્યો ત્યાં વૃદ્ધ નહોતા... કોઈ નહોતું...... હું એકદમ ગભરાઈ ગયો… અસમંજસ… શ્વાસ થંભી ગયા.

બીજા દિવસે સવારે ઉઠ્યો ત્યારે પ્રશ્ન થયો હું ઘરે કેવી રીતે પહોચ્યોં ? હજુ વિચાર કરતો'તો, અને પપ્પાએ પૂછ્યું - “રાત્રે કોઈ પોલીસવાળા ભાઈ તને મુકવા આવેલાં ?”

હવે રાત્રીના બધાં દ્રશ્યો એક પછી એક મારી આંખ સામે રીપ્લે થતા ગયાં. છેલ્લી ઘટના પછી હું કેવી રીતે ઘરે પહોંચ્યો એ યાદ આવતું નહોતું.

ઓફિસમાં આવ્યો પણ મગજ સુન મારી ગયું હતું.

સંપતભાઈ મોડા આવ્યા અને સીધા મારી પાસે આવીને પૂછ્યું, - “રાત્રે એ ઇન્સ્પેક્ટર કોણ હતા ? “

મેં પૂછ્યું – “ઇન્સ્પેક્ટર ?” હું બબૂચકની જેમ એમની સામે જોઈ રહ્યો.

“કેમ ?” તું સ્કુટર પરથી ઉતર્યો અને તરત જ એની મોટર સાયકલ ઉપર બેસીને નીકળી ગયો...

“બાય… બાય.. પણ ના કર્યું....”

હવે ખરેખર, રાત્રે શું બન્યું, યાદ આવતું નહતું. હું સંપતભાઈ જોડે સ્કુટર ઉપર કેવી રીતે આવ્યો ? ઘર સુઘી મને એ ઇન્સ્પેક્ટર મોટર સાયકલ ઉપર ક્યારે અને કેમ મૂકી ગયા ? ટોટલી બ્લેન્ક. નો ડાઉનલોડ. રાત્રિની ઘટના મારા માટે એક કોયડો હતી. મગજમાં ઉદ્ભવતા પ્રશ્નોના કોઈ જવાબ જડતા નહોતા.

સામેનું કેલેન્ડર જોતા, ફક્ત એક જવાબ જડ્યો……તે રાત અમાસની રાતહતી !!!

(ક્રમશઃ)