kayo love - 32 in Gujarati Love Stories by Pravina Mahyavanshi books and stories PDF | કયો લવ ભાગ: ૩૨

Featured Books
Categories
Share

કયો લવ ભાગ: ૩૨

કયો લવ ?

ભાગ (૩૨)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૩૨

ભાગ (૩૨)

“ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી, અંધકારમય બેડરૂમનાં એક ખૂણે, પોતાનું માથું ટેકીને, લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા, ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી, કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી. ”

ભાગ: ૩૧ માં આપણે વાચ્યું કે જર્જરિત બંગલામાં અને બંગલાની પાછળ આવેલી ઓરડીમાં રોબર્ટે મચાવેલો ખેલ ખતમ થઈ ગયો હતો, પરંતુ રોબર્ટના આદમીઓ હજુ પણ ઈન્સ્પેકટર મોરેના હાથમાં ન આવ્યા....તેમની વચ્ચેની ઝપાઝપી હજુ એવી જ ચાલી રહી છે.......ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૩૧ જરૂર વાંચજો.....)

***

હવે આગળ.........

તે સાથે જ ઈન્સ્પેકટર મોરે પણ ઊભો થયો હતો. પોતાની પિસ્તોલ લઈને દાદરાના પગથિયા ઊતરવા લાગ્યો.

તે પહેલવાન મેઈન ગેટથી ભાગવા માટે દોડી રહ્યો હતો....અને તે જ સમયે સામેથી સોની પણ દોડતી અંદર આવી રહી હતી....

બીજી તરફ આદિત્યે, પ્રિયાને હાથે બંધાયેલું દોરડુંને જલ્દીથી છોડી દીધેલું. રોબર્ટ બાજુમાં જ ટુંટીયું વાળીને, બીજો પણ, હવલદાર દ્વારા વધારાનો માર ખાઈને પડ્યો હતો. રુદ્ર અને સૌમ્યનું જીગર, પ્રિયાને આવી કફોડી સ્થિતિમાં જોઈને ઘવાઈ રહ્યું હતું.

હવલદાર શિંદેએ ફોન દ્વારા, બંગલાની પાછળ પાર્ક થયેલી પોલીસની ગાડી બોલાવી દીધી.

પરંતુ આદિત્યે તે પહેલા જ સમય બગાડ્યા વગર પ્રિયાને નજદીકના સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવાના વિચારે ઓટો લેવા માટે, તે મેઈન ગેટની તરફ ભાગ્યો.

સોની દોડતી જ આવી રહી હતી, અને આ બાજુથી પહેલવાન લાગતો આદમી દોડતો ભાગી રહ્યો હતો, એણી પાછળ ઈન્સ્પેક્ટર મોરેએ ગોળી છુટશે એની ભાગતાં ભાગતાં જ આગાહી કરી હતી, અને એવામાં જ આદિત્ય પણ સીધો જ દોડતો ઓટો માટે આવી રહ્યો હતો.

પરંતુ તે પહેલવાન લાગતો આદમી પણ કંઈ ઓછો ન હતો, તેણે જોયું કે કોઈ છોકરી ભાગતી એના તરફ જ આવી રહી હતી, તેથી તે પણ તે તરફ જ ભાગવા લાગ્યો. તે જાણીજોઇને સોની તરફ જ વળાંક લીધો, કારણ અત્યારે બચાવ માટે તેણી પાસે કોઈ હથિયાર પણ ન હતું.

સોની તો વગર વિચારે ભાગતી આવી જ રહી હતી, અને તે પોતે જ, તે પહેલવાન લાગતા આદમી સાથે ટકરાઈ ગઈ, પહેલવાને લાગ જોઇને પોતાનું કામ કર્યું. તેણે સોનીને જોરથી હાથ પકડીને એક જ ઝાટકે પોતાની તરફ ગોળ ફેરવીને આગળ ધરી, અને થોડો હસ્યો, તે પિસ્તોલથી બચવા માંગતો હતો.

સોનીને કંઈ ખબર ન પડી કે આ શું બની રહ્યું છે..!! તે ડરના મારેલી એ પહેલવાનનાં પકડ માંથી છુટવા મંથી રહી, ત્યાં જ તેની નજર ઇન્સ્પેકટર મોરેના બદલે પાછળ ભાગતો આવી રહેલો આદિત્ય તરફ ગઈ, બંનેની નજર ત્યારે એક થઈ, કારણ, આદિત્ય એ બધું જ જોતાં, કોઈની પણ પરવાહ કર્યા વગર ઘણી નજદીક આવી રહ્યો હતો. આ જોઇને ઇન્સ્પેક્ટરને ગુસ્સો આવ્યો. ઇન્સ્પેકટર મોરેએ તેણે ચેતવણી આપી, તો પણ આદિત્ય ઇન્સ્પેકટર મોરે કરતા આગળ પહોંચી વળ્યો.

આગળ આવતો ઝનૂની આદિત્યને જોઇને પહેલવાને સોનીને જોરથી ધક્કો માર્યો, અને સીધો જ ગેઈટની બહાર ભાગવા તો લાગ્યો પરંતુ તે તેમાં નિષ્ફળ ગયો. કારણકે ગેઈટની બહારની બાજુએથી અંદરની તરફ બે પોલીસ કોન્સ્ટેબલ અને એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ દોડતા આવી રહ્યા હતા, પોલીસ કોન્સ્ટેબલો સાથે થોડી ઝપાઝપી બાદ પહેલવાન પકડાયો, તેની પાસે હવે કોઈ માર્ગ બચ્યો ન હતો.

પહેલવાને જયારે સોનીને ધક્કો માર્યો, ત્યારે તે નીચે સિમેન્ટથી બનાવેલા કામચલાઉ, સાંકડા રોડ પર પડી હતી. તેના બંને ટાંટિયામાં મુંગો માર લાગ્યો હતો. આ સ્થિતિમાં પણ આદિત્ય જાણે પોતાનું સમગ્ર ધ્યાન સોનીની આંખોમાં કેન્દ્રિત કર્યું હોય તેવી રીતે તે સોનીને નિહાળવા લાગ્યો હતો અને ઝટથી ઊભી કરીને બંને ખભે હાથ રાખીને પૂછ્યું હતું, “સોની તું ઠીક તો છે ને...??”

સોની એમ પણ પહેલાથી ગભરાયેલી હતી, તેના આંખમાંથી સહજ આંસુ આવી ગયા, પરંતુ અત્યારે સોનીને સંભાળીને દિલાસો આપવાનો વધારે સમય આદિત્ય પાસે ન હતો, પાછળથી ભાગતો આવેલો રોનક પણ નજદીક પહોંચી ગયો. તેણે સોનીને રોનક પાસે રાખીને તે બહારની તરફ ઓટો લેવા માટે ભાગ્યો.

તો બીજી તરફ રુદ્ર, પ્રિયાને બંને હાથેથી ઊંચકીને સામે આવતો જોઇને, સોનીનો આશ્ચર્યનો પાર ન રહ્યો. તે જોતા જ તેણે દોડ લગાવી અને પ્રિયાના નજદીક પહોંચી ગઈ.

“રુદ્ર....રુદ્ર...આ શું....કેવી રીતે....પ્રિયા...આ..આ...આઆઆઆ...” સોની ગાંડાની જેમ પૂછવા લાગી.

સોની એમ પણ નાજુક દિલની હતી, સ્વભાવ પણ નરમાશભર્યો....તેણે પોતાની બેસ્ટ યારા પ્રિયાને આવી હાલત, એ પણ લોહીલુહાણ હાલતમાં જોતા જ પહેલા તો જાણે કાનમાં બહેરાશ આવી ગઈ હોય તેવું સોની મહેસુસ કરવા લાગી. તેનું માથું ભમતું હોય તેવું લાગવા માંડ્યું. આ બધું જોતા જ તે રડવા લાગી. પરંતુ પ્રિયાને હવે હોશ જેવો ન હતો.

ત્યાં જ આદિત્ય બે ઓટો બોલાવીને લઈને આવ્યો, પ્રિયાને ઓટોમાં બેસાડવામાં આવી. એણી સાથે સોની અને રુદ્ર બેસ્યા. જયારે રોનક રિક્ષાચાલકના બાજુમાં બેઠો. અને ઓટો હોસ્પિટલનાં માર્ગે દોડાવા લાગી.

બીજી તરફ રિધીમાને પહેલા માળથી, પગથિયા પરથી ઉતારવામાં આવી રહી હતી કોન્સ્ટેબલો દ્વારા, ત્યારે સૌમ્ય નીચેથી જ ઊભો રહીને જોતો રહ્યો. કેમ જાણે પણ રિધીમાની હેલ્પ કરવા માટે પણ તેના પગ ઉપડતાં ન હતાં. આદિત્યે જયારે સૌમ્યના ખભા પર હાથ રાખીને તેનું ધ્યાન ભંગ કર્યું ત્યારે જ તે નીચે ઉતરી રહેલ રિધીમા પાસે પહોંચ્યો. રિધીમા અત્યારે હોશમાં તો હતી પરંતુ તે ઘણી કમજોર દેખાતી હતી. તેણે સૌમ્યને હજુ સુધી ઓળખ્યો ન હતો.

રિધીમાને બંને કોન્સ્ટેબલે ઓટોમાં બેસાડી. તેણી જોડે આદિત્ય અને સૌમ્ય બેસ્યા. ઇન્સ્પેકટર મોરે સાથે હવલદાર શિંદે પણ હોસ્પિટલ પહોંચ્યા. અને એવી રીતે રિધીમા અને પ્રિયાને નજદીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં.

રોબર્ટ સાથે રોબર્ટના બધા જ સાથીદારોને પકડી લેવામાં આવ્યા. સનાને પણ મહિલા કોન્સ્ટેબલે ઝડપી લીધી. તેઓ બધાને ગિરફ્તાર કરી પોલીસની ગાડીમાં લઈ જવામાં આવ્યાં. જયારે રિધીમા સાથે બીજી એક છોકરીને પણ કિડનેપ કરવામાં આવી હતી, તેની ખબર પાછળથી પડી કે તે કીર્તિ નામની છોકરી હતી, જે કમ્પ્યુટર ઓપરેટરની ગર્લફ્રેન્ડ હતી. તેઓ બંનેને પણ જરૂરી માહિતી માટે લઈ જવામાં આવ્યાં. તેમ જ સમગ્ર બંગલાની તપાસ અને સાથે જ કોમ્પુટર અને સીસીટીવી કેમેરાની પણ તપાસ આદરીને તેણે જપ્ત કરી લેવામાં આવ્યાં હતાં.

હોસ્પિટલમાં પ્રિયા અને રિધીમાની સારી એવી સારવાર થવા લાગી. બંનેને સામસામા જ વોર્ડમાં ખસેડવામાં આવેલા. જાણ થતાં જ પ્રિયા અને સોનીના મોમ ડેડ પણ આવી પહોચ્યાં હતાં. હોસ્પિટલમાં પ્રિયાનાં કોલેજ ગ્રુપનાં ફ્રેન્ડ્ઝ પણ મળવા આવેલા, એમાં વિનીત પણ મળવા આવેલો હતો.

સારવાર હેઠળ બંનેની સ્થિતિ પહેલા કરતાં હવે ઘણી સારી હતી.

રિધીમા અને પ્રિયાને, હોશ આવતાં ઇન્સ્પેકટર મોરે દ્વારા ઘણી પૂછતાછ કરવામાં આવી. તેમનું બંનેનું બયાન નોંધવામાં આવ્યું. બીજા જે પણ સાથીદારો રોબર્ટનાં પકડાયા હતા તેણી પણ ઉલટતપાસ હાથ ધરવામાં આવી, અને સાથે ઘટનાસ્થળે જે પણ મોજુદ વ્યક્તિઓ હતાં તેમની પણ પુછપરછ કરવામાં આવી.

આ જ હોસ્પિટલમાં જાણે અણજાણે ત્રણ યુગલોની પ્રેમની કહાણીના બીજ રોપાવાં લાગ્યાં હતાં.........એ ત્રણ યુગલો એટલે પ્રિયા અને રુદ્ર, સૌમ્ય અને રિધીમા, અને મોસ્ટ ઉત્સાહી આદિત્યની પ્રેમકહાની ની શુરુઆત સોની સાથે થઈ ચુકી હતી......

અઠવાડિયું બાદ પ્રિયા અને રિધીમા, બંનેને સાથે જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં. પરંતુ અત્યારે રિધીમાની ઓળખાણ કંઈ રીતે અને શું આપવી સૌમ્યના મોમ ડેડને..!! એ વિચારવાનો પ્રશ્ન સૌમ્ય માટે મુંઝવણમાં નાંખનારો હતો. એમ તો છુપાવવા જેવું કંઈ રહ્યું ન હતું, બધું જ કહી તો દીધું હતું છતાં સૌમ્યની જીભ એક હકીકત જણાવવા માટે પોતાના જ મોમ ડેડ સામે ઉપડતી ન હતી, તે હકીકત એ કે તે રિધીમા સાથે જ લગ્ન કરવા માંગે છે....!!

પરંતુ પ્રિયાએ આ બાજી અત્યારે તો સંભાળી લીધી હતી, એ કહીને કે સૌમ્ય અને પ્રિયા પોતે આ રિધીમા નામની છોકરીને સારી રીતે પહેચાને છે, તે ગોવા રહે છે, અને થોડા દિવસ આપણા ઘરે રોકાશે એટલું જ કહેવામાં આવ્યું હતું.

પરંતુ રિધીમા પાસેથી વધુ વિગતમાં વાત જાણવાની જિજ્ઞાસા સૌમ્ય કરતા, પ્રિયાને વધારે ઉતાવળ કરી રહી હતી.

આખરે જે દિવસે પ્રિયા અને રિધીમાને, આદિત્ય અને રુદ્ર પ્રિયાના ઘરે મળવા આવ્યાં હતા, ત્યારે સોની પણ હાજર હતી. બધા જ પ્રિયાનાં બેડરૂમમાં ગોઠવાયા હતાં.

થોડી ઘણી મસ્તીભરી અને ઔપચારિક વાતો બાદ પ્રિયાએ જ કહી નાખ્યું , “ રોઝ આપ અપની કહાની કબ બતાયેગે યાર...મુજે રોબર્ટ ને કૈસે કોન્ટેક્ટ કિયા થા..કયું કિયા થા....આપ યહાં કૈસે આયે વો સબ જાનના હૈ યાર...”

પ્રિયા બધું એકસાથે બોલી ગઈ.

સૌમ્યે પણ પ્રિયાની વાતમાં સહમત થતાં ધીમેથી કહ્યું, “ રિધીમા હમ સબલોગ વહી જાનના ચાહતે હૈ..”

રિધીમાએ ધીરેથી ખોખારો ખાધો અને વાતની શુરુઆત હિન્દી અને અંગ્રેજીમાં કરવાં લાગી.

રિધીમાંએ કહેવાં માંડ્યું.......

હું તમને વચ્ચેથી વાત કહેવાં માંડીશ તો તમને એટલું ખાસ સમજાશે નહિ, એટલે હું થોડું ઊંડાણમાં કહેવાં માંગીશ.

“એમ તો રોબર્ટ અને હું બંને ભાઈબહેન, પરંતુ એમ જોવા જઈએ તો અમે બંને...........!!” રિધીમાએ આખું વાક્ય પૂરું ન કરતાં તે ત્યાં જ અટકી અને થોડું વિચારવા લાગી. એણે કહેવાં એ નથી સમજાતું કે રોબર્ટ અને હું ભાઈબહેન છે ? કે હતાં..?? અને અમે બંને....!!

એણે મનદુઃખ થઈ આવ્યું. તે પોતાનાં વિચારોમાંથી અળગી થઈને ફરી કહેવાં લાગી, “ આ ભાઈબહેનોની પણ લાંબી કહાની છે. પરંતુ હું ટૂંક માં પતાવીશ.”

રિધીમાનો મીઠો સ્વર હતો. જે રીતે રિધીમા પોતાની કહાણી બધાને કહેવાં લાગી, એમાં બધાને રિધીમાનો મીઠો અવાજ ખૂબ જ ગમી રહ્યો હતો. અને પ્રિયાને તરત જ આખી કહાણી સાંભળવા માટે જીવ આકૂળ વ્યાકૂળ થવા લાગ્યો.

“મારા મમ ડેડા ની પણ અજીબ પ્રેમ કહાણી હતી. અલબત, તેઓ બંને હવે આ દુનિયામાં નથી. અમારું જીવન પણ એક સમયે ખૂબ ખુશીઓથી ભરેલું હતું. એક સમય એવો પણ હતો કે અમે બંને ભાઈબહેનો એકમેકને જીવ પણ આપી દેવા તૈયાર રહેતા એટલો પ્રેમ અમારા વચ્ચે હતો.” એટલું કહીને રિધીમાની આંખની કિનારીઓ ભીંજાવા લાગી.

પ્રિયા સહિત બધાં જ ધ્યાનથી રિધીમાની વાતો સાંભળી રહ્યા હતાં.

મારા ડેડા ઘણા ભોળા માણસ હતાં. નિસ્વાર્થ ભાવે જીવતાં હતાં. તેમણે પ્રવાસનો પણ અજીબ શોખ હતો. તેમણે નવી નવી જગ્યાઓ જોવાનો ક્રેઝ હતો. એ દેખાવે ઘણાં હેન્ડસમ હતાં. કોઈ પણ એમના ઉંમરની છોકરી આસાનીથી એમના પ્રેમ માં પડી જાય એવું તેમનું વ્યક્તિત્વ હતું. પરંતુ જિંદગીનો નિર્ણય એક પાછો એ પણ લીધેલો કે તેઓ લગ્ન ક્યારે પણ નહીં કરે....

માણસ નિર્ણય તો લઈ લે છે પરંતુ ક્યારેક તે જ નિર્ણય સામે નમવું પણ પડે છે. એવું જ મારા ડેડા સાથે પણ થયું.

એમ તો ડેડા અવારનવાર ગોવા આવતાં જતાં. ડેડા નું મોસ્ટ ફેવરીટ પ્લેસ ગોવા હતું. એટલે તેઓ વર્ષમાં કેટલી વાર પણ ગોવાની મજા માણી જતાં.

મારા મોમ સંધ્યા પરણીને પોતાની મેરીડ લાઈફમાં મારા નાના ને ત્યાં ઠરીઠામ હતાં. મારા નાના નાનીને એક જ દીકરી હતી. પરંતુ લગ્ન બાદ મમ, પોતાના ડેડના ઘરે જ રહેવા કાયમ માટે આવી ગયેલા, એનું કારણ એ હતું કે પોતાનો પતિ બેકાર માણસ હતો. નોકરી નહીં, ધંધો નહીં, ફક્ત..........!!” એટલું કહી રિધીમા, સૌમ્યની તરફ થોડી નજર નાંખી અને વાત કરતાં અટકી. તેનાથી નીચું જોવાઈ ગયું.

પ્રિયાને લાગ્યું જ કે રિધીમાને કદાચ વાતો કરવામાં સકોંચ ઉદ્ભવતો હશે, એટલે તરત જ તે કહેવાં લાગી, “ રોઝ પ્લીઝ, આપ કોઈ ભી બાત બીના ઝીઝક, હમે બતા સકતે હો..”

રિધીમાને પણ પ્રિયાની આ વાત ગમી. તે વિચારવા લાગી કે હવે વાતને છુપાવીને પણ કરવાનું શું..!!

રિધીમાએ આ વખતે એકદમ મુક્ત રીતે વાતો કહેવાની ચાલુ કરી.

મારા મોમનું નામ મને ખૂબ ગમતું. હમણાં પણ ગમે જ છે. એટલે હું નામ લઈને જ એમનું વર્ણન કરીશ.

“હા સંધ્યા, નામ એવું જ એમનો ચહેરો અને સાથે જ તેઓ તેજ હતાં. તે સ્માર્ટ બિઝનેસ વુમન હતી એવું કહું તો ખોટું નહીં. સ્માર્ટ બિઝનેસ વુમન એટલે તમે એમ તો નથી સમજી રહ્યા ને કે એમણે કોઈ બીગ લેવલની કંપની ઓપન કરીને એમાં ઈમ્પ્લોઈને જોબ આપતા હતાં..?” રિધીમાએ બધાને સમજ પડે એવી રીતે પ્રશ્ન પૂછ્યો.

કોઈએ જવાબ ન આપ્યો. ફક્ત રિધીમા એનો વળતો જવાબ આપશે એણી રાહ જોતા સહુ સાંભળતા રહ્યા.

નહિ, મારા મોમ સંધ્યાએ કોઈ કંપની તો ઓપન નહી કરેલી પરંતુ જે રીતે તેઓ સ્માર્ટલી વર્ક કરતાં, ભલભલા લોકો એમને જોતા રહેતાં. એટલે જ મારા ડેડા એમના પ્રેમમાં પડેલા.

“સંધ્યા વધુ ભણેલા ન હતાં. પરંતુ ગોવાના માર્કેટમાં જયારે તેઓ કપડા વેચતાં ત્યારે ભલભલા ટ્યુરીસ્ટ લોકોને તે પોતાની કડક અંગ્રેજી લેંગ્વેજથી પ્રભાવિત કરતી. સંધ્યાનો બિઝનેસ સારો ચાલતો હતો. પરંતુ સંધ્યાએ જે વ્યક્તિ સાથે લગ્ન કરેલા, એ પતિના નામ પર ........!!” રિધીમા ફરી અટકી એટલું કહીને.

પરંતુ સહું કોઈને સમજમાં આવી રહ્યું ન હતું કે રિધીમા ખરેખર કહેવાં શું માંગે છે..??

વાત જાણવા માટે તલપાપડ થયેલી પ્રિયાએ આખરે કહી જ નાખ્યું, “ રોઝ યાર મુજે સમજ મેં નહિ આ રહા હૈ, આપ ક્યાં બતા રહે હો..?? આપકે ડેડા ઐસે થે..? ફિર આપને યે કયું કહાં કિ આપકે ડેડા બહુત અચ્છે ઇન્સાન થે..”

રિધીમાએ કહેવાં માંડ્યું ,“ હા, વહી તો બતા રહી હું, મેને કહાં ના પૂરી બાત આપલોગ સુન લેગે, ઉસકે બાદ હી સમજ મેં આયેગી.”

પ્રિયાને ત્યારે જ ખબર પડી કે રોઝ નામની પોતાની થનાર ભાભી તો એના કરતાં પણ વધુ બોલકી છે.

રિધીમાએ ફરી કહેવાં માંડ્યું.

“મેં કીધું ને કે મારા મોમ સંધ્યા એમના મેરીડ લાઈફમાં ઠરીઠામ તો થઈ ગયેલા. પરંતુ બીજું સત્ય એમણે એ પણ સ્વીકારી લીધેલું કે ભલે લગ્ન કરી લીધા છે તો, ભલે પતિ આવો બેકાર મળ્યો છે તો પણ તે પોતાની લાઈફ બેસ્ટ રીતના જીવશે. એટલે એ પોતાનો જોરદારનો ધંધો કરીને એમાંથી ખુશી મેળવવાની કોશિશ કરતાં.”

બધા જ ચુપચાપ સાંભળી વાતને સમજવાનો પ્રયત્ન કરવાં લાગ્યાં.

“મારા મમ સંધ્યાના પતિ.....” રિધીમાએ એટલું જ કહ્યું.

રિધીમાનો ચહેરો જોતા સહું કોઈએ, એ તો જાણી લીધું કે સંધ્યાના પતિ, સંધ્યાના પતિ જેવા શબ્દો વાપરતી વેળાએ રિધીમાનો ચહેરાનો રંગ ઉડેલો લાગતો.

રિધીમાએ એ જ વાક્યની શુરુઆત ફરી કરી, “મારા મમ સંધ્યાના પતિ, બેરોજગાર માણસ તો હતાં જ, પરંતુ મમ નાં જેટલા પણ પૈસા કમાયેલા રહેતા એ પણ એ એમની ઐય્યાશીમાં ઉડાવી દેતા. એક વાર માણસ નશાની લતમાં પડે તો ફરી બહાર ન નીકળી શકે, એવું જ કંઈક મારા મમ ના પતિ શૈલેશ સાથે થયેલું. તેઓ નશા સાથે ડ્રગ્ઝનાં પણ આધીન બની ગયેલા.”

જયારે હોશમાં રહેતા તો એમણે ફક્ત મારા મમ સંધ્યા પર શક કરતાં આવડતું. તેઓ પોતે તો જિંદગીમાં કંઈ કરી શક્યા નહીં, પરંતુ મારા મમ ના બિઝનેસમાં પણ આડા આવતાં.

એમ તો તેઓ બંનેનો ઝગડો ઘરે રોજ થતો જ. પરંતુ તે દિવસે અચાનક ધંધાનો સમય હતો ત્યારે જ સ્ટોલ પર નશાની હાલતમાં આવી પહોંચ્યા.

મમ ત્યારે કસ્ટમર સાથે કપડા માટે ભાવતાલ કરી રહ્યાં હતાં. એ પણ કોઈ અંગ્રેજ ટ્યુરીસ્ટ સાથે, અંગ્રેજી લેંગ્વેજ પરફેક્ટ બોલીને પોતાનો બીજો પણ માલ ખપે એના માટે પોતાનું બેસ્ટમાં બેસ્ટ પેર્ફોમેન્સ આપી રહ્યાં હતાં, તે જ સમયે આ શૈલેશ નામનો પતિ પિયક્કડ આવી પહોંચ્યો. આવતાંની સાથે જ બુમબરાડા અને ગાલીગલોચ કરવાં લાગ્યો.

મારા મમ સંધ્યાએ એમણે એટલો સહન કેમ કર્યો એ જ મને સમજાતું ન હતું. કેમ ઔરત જ લાચાર બનીને લગ્ન જીવન ટકાવવા માટે પોતાને કુરબાન કરવામાં માનતી હોય છે..??

પ્રિયા અને બધાને એ તો હજું સુધી સમજાય ગયું હતું કે રિધીમાએ પોતાની જિંદગીમાં ઘણા દુઃખ દર્દ નો સામનો કરેલો લાગતો હતો, તેથી જ તે પોતાની કહાણી દરમિયાન દિલની વેદના પણ ઠાલવી રહી હતી. અને સાથે જ એ પણ સમજાતું હતું કે તે પોતાના મોમનાં પતિ શૈલેશ માટે જરા પણ માન ન હતું. તે બેફામ રીતે શૈલેશ માટે બોલતી જતી હતી.

રિધીમાએ વાતની શુરુઆત ફરી કરી.

બુમબરાડા કરી, સ્ટોલમાં ધમાલ મચાવી નાંખ્યો. સંધ્યાએ ધંધા ના સમયે ચૂપ રહેવાનો ત્યારે પ્રયત્ન કર્યો.

સંધ્યાને પણ સમજમાં નહીં આવતું કે રોજેરોજ ઝગડા કરવા, શાંતિથી જીવવું નહિ, દર રાત્રે દિવસે કે ક્યારે પણ પૈસા માંગવા, પૈસાની ચોરી કરવી એ પણ પોતાની ઐય્યાશી માટે તો આ બધું લાવાનું ક્યાંથી...?? શું પતિ એટલે જ બન્યો હતો...?

ઘરમાં તો ઝગડો કરી ધમાલ મચાવતાં જ પરંતુ આજે તો દુકાને પણ આવી પહોંચ્યા. અને નશાની જ હાલતમાં અનાબ શનાબ બકવા લાગ્યાં, દુકાનનો માલ અસ્તવ્યસ્ત કરવાં લાગ્યાં, સંધ્યા આ બધું જોઇને ઊકળી ગઈ, તે તેણે સમજાવી બુજાવીને ઘર ભેગા કરવા માટે હાથ પકડીને દુકાનની બહાર લઈ જવા લાગ્યાં અને તે જ સમયે શૈલેશે જોરથી ધક્કો માર્યો. તે પોતે પણ પડયો અને સંધ્યા પણ નીચે અથડાઈ. આ ધમાલથી આજુબાજુના લોકો દુકાને આવી ચડ્યા.

સંધ્યા અથડાઈને પડી તો હતી. પરંતુ તેણે માથાનાં પાછળ જોરથી, નીચે રહેલા સામાન સાથે ફોલ્ડીંગ કરીને રાખેલી લોખંડની ખુરશી વાગી ગઈ હતી, અને ભરબપોરે તેના માથે થી અને કાનેથી લોહી વહેવા લાગ્યું.

તે જ સમયે સંધ્યા જે ટ્યુરીસ્ટને કપડા બતાવી રહી હતી, એ ફોરેનર પણ વચ્ચે પડયો હતો સુલેહશાંતિ માટે પરંતુ શૈલેશ પોતાનાં જ નશામાં હતો.

બાજુનાં દુકાને રહેલા આદમીઓ પણ શું થયું એ જોવા માટે ધસી આવ્યાં. તેઓ પણ વચ્ચે પડ્યા. અને શૈલેશને બહાર તગેડી મુક્યો. સંધ્યા પોતે જ ઊભી થઈ, તેના કાનનાં પાછળથી લોહી ગળતું થઈ ગયું હતું. ફોરેનર આ જોઈ સંધ્યાને સાંત્વના આપવાં લાગ્યો, અને હોસ્પિટલના માટે સૂચન કર્યું. સંધ્યાએ આ વાતને અવગણી નાંખી, કારણ એમણે તો ફક્ત એનો ધંધો જ દેખાતો હતો. સંધ્યા એક કપડું લઈ ફટાફટ લોહીની ધાર એક હાથેથી સાફ કરવા લાગી, અને કપડું ત્યાં જ ઈજાગ્રસ્ત જગ્યે દબાવીને રાખ્યું, અને બીજા હાથેથી તે ફરી માલ વેચવા લાગી.

જોબ પ્રત્યેની સંધ્યાની આવી નિષ્ટા જોઈને ફોરેનર પ્રભાવિત થઈ ગયેલા.પરંતુ તેમણે પણ હવે ડોક્ટર પાસે જવાની જીદ પકડી હતી. સામે જ શોપિંગ માટે ગયેલો ફોરેનરનો એક ઈન્ડિયન દોસ્ત હતો એ પણ ત્યાં આવી પહોંચ્યો. પણ સંધ્યા માન્યા નહિ. કેમ કે દુકાનમાં તેમની સાથે કોઈ બીજું પણ વેચનાર બાઈ રહેતી એ આજે આવ્યાં ન હતાં. ત્યારે ગમ્મત એવી થયેલી અને સાથે જ શરત એવી મુકાયેલી કે સંધ્યા ડોક્ટર પાસે હમણાં જ જાય અને ફરી આવે ત્યાં સુધી દુકાનનો ધંધો અમે બંને દોસ્તો સંભાળી લઈએ.

એવું ન હતું કે આજુબાજુના દુકાનદારો સંધ્યાનો ચાલતો ધંધો થોડા કલાક માટે સંભાળી ન શકે. તો પણ આજે આ બંને દોસ્તોએ મળીને સંધ્યાનો ધંધો સંભાળ્યો હતો. એનું કારણ એ હતું કે સંધ્યા આ બંને દોસ્તોને સારી રીતે પહેચાનતી હતી, તેઓ અવારનવાર ગોવાની મુલાકાત લેતા તે દરમિયાન દુકાને શોપિંગ કરવા આવતાં એટલે પહેચાન થયેલી.

રિધીમા આટલું બોલીને બધાની સામે જોવા લાગી, અને પછી કહેવાં લાગી, “ મુજે લગ રહા હૈ આપલોગ બોર હો રહે હો..!! અગર બોર હો રહે હો તો મેં ઈતના લોંગ સ્ટોરી મેં નહીં જાતી હું, મેં થોડા શોર્ટ મેં હી બતાતી હું ફિર...!!”

પ્રિયાને તો પોતાની બોલકી ભાભી ખૂબ જ ગમવા લાગી. તે જે રીતે વાતે વળગેલી હતી એ જોઇને અને બીજું એમ કે પ્રિયા સિવાય બીજા બધા જ થોડા બોર થવા લાગ્યા હતાં.

ત્યાં જ પ્રિયાએ કહી નાંખ્યું, “ અરે નહીં નહીં કહાં બોર હો રહા હૈ, રોઝ આપ ના પૂરી સ્ટોરી હી બતા દો...શુરુ સે લે કર એન્ડ તક..”

ત્યાં જ આદિત્યે વચ્ચે જ કહી નાંખ્યું, “ રિધીમા આપ પ્રિયા કો બાદમે પૂરી સ્ટોરી સુના દેના, ક્યુંકી હમદોનો કો જલ્દી ભી તો જાના હૈ..”

આદિત્યને લાગ્યું કે જેવી રીતે રિધીમા સ્ટોરી પૂરી ઊંડાણથી બતાવી રહી હતી તે પ્રમાણે તો લાગી જ આવતું હતું કે સાંજની સવાર પણ થઈ જશે તો પણ વાત ખતમ ન થાય. તેથી તેણે વચ્ચે જ કહેવાં પડયું.

સોનીએ પણ આંખ મારીને મજાક કરતાં કહી જ નાખ્યું, “ હા રિધીમા આપ પૂરી સ્ટોરી પ્રિયા કો બાદમે બતાના, આખિર આપ અબ યહાં પર હી રહોંગે નાનાનાનાનાના.......”

ત્યાં જ રુદ્ર અને સૌમ્યની એક જ વાત આવી, એમણે બંનેએ ગંભીરતાથી કહ્યું કે અમને બધાને રોબર્ટ વિષે જાણવું છે.

રિધીમાએ કહ્યું, “ઓ.કે , બટ મેરી મમ સંધ્યા કી લવ સ્ટોરી ભી ઈન્ટરેસ્ટીંગ થી, ખૈર મેં આપકો શોર્ટ મેં બતાઉં તો મેરે મમ સંધ્યા કો અપના લાઈફ પાર્ટનર ચુન ને કે લિયે ભી યે દોનો બેસ્ટ ફ્રેન્ડ મેં સે કિસી એક કો ચુનના થા.. ઔર ઉસસે ભી જ્યાદા શોર્ટ મેં બતાઉં તો મેં ઔર રોબર્ટ દોનો સોતેલે ભાઈ બહેન હૈ..”

બધાને આ વાત સાંભળી ને થોડું આશ્ચર્ય થયું. પરંતુ હવે બધાને આખી વાત સાંભળવાની ઉતાવળ લાગી હતી.

“મેં અબ રોબર્ટ કે બારે મેં બતાતી હું..” રિધીમાએ ઘણી સંભાળીને વાતની શુરુઆત કરી.

(ક્રમશ : ...)