"કોઈ ભૂલ નથી થઈ ટોપા.આ જે કાંઈ જોયુ સાંભળ્યુ બધુ સાચ્ચે બન્યું.જો."-આમ કહીને મનને મને ખાતરી કરાવવા જોરથી ચૂંટલી ખણી.
"આઆઆઆઆઆ.."-મારા મોંમાથી ચીસ નીકળી.
"બે ભે##ડ...તારી આ આદત હજુ નથી ગઈ.તારા બાપને દુ:ખે છે લા.હરામી."
"યે કૌન ચિલ્લાયા?મરનેકા શોખ હે તેરેકો?"-મોન્ટુ એ અકળાઈને કહ્યું.એને ગુસ્સાથી મારા સામે જોયું. એની મોટી લાલઘૂમ આંખો ખૌફ પેદા કરવા માટે પૂરતી હતી.મે મારા ગળાને પણ ખબર ન પડે એટલી શાંતિથી થૂંક ઊતાર્યુ.
અચાનક મારા પગ થંભી ગયા. મને કંઈક સંભળાયુ.મે આગળ પાછળ નજર ફેરવી. કોઈ જ દેખાઈ રહ્યું ન હતું.કોઈ રૂમમાંથી અવાજ આવે એવી શકયતા નહીવત હતી કારણકે બધી બાજુ દિવાલ હતી. હુ મુંઝાયો.મને જાણવાની ઉત્સુકતા થઈ.મે મનન નો કૉલર પકડી એને ખેંચ્યો.
"શું છે લ્યા?"
"યાર જો કોઈ ગાઈ રહ્યુ છે. તને સંભળાય છે?"
"મને લાગે છે કે બીક ના કારણે તુ બોખલાઈ ગયો છે. તારૂ મગજ બહેર મારી ગયુ છે જેની અસરરૂપે તને ભણકારા થાય છે. ચાલતી હોય તો ચાલને હવે."
"બે બહેરા ધ્યાનથી સાંભળ."
"કયાં હૈ?દોનો ખડે હોકર કયાં ઘુસરપુસર કર રહે હો?"-મોન્ટુ હવે બરાડીને બોલ્યો.
"સોરી સોરી.વો ઈસકો બાથરૂમ જાના થા."-મનને કનિષ્કા વડે ઈશારો કર્યો.મને હસવુ આવી ગયુ.
"ઉસકો બોલ રોક કર રખે.સાલા નાટક. અબ જરા ભી કીચકીચ નઈ ચાહીયે."
એ મને અને મનનને ગલ્લા સુધી છોડી ગયો.એના ચહેરા પર કંટાળાના ભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા.
"શું હતુ ભાઈ?જાન સાથે તને લગીરેય લાગણી નથી?"-મનને જોરથી મુકકો મારતા કહ્યું.
"યાર સાચ્ચે મે અવાજ સાંભળેલો."
"જવાદે ને.ચલ પાર્ટી કરીએ.જાનના જોખમે ફેવરીટ દારૂ મળી છે."
"હમમમ..આ લાસ્ટ ટાઈમ...હવે આવુ જોખમ લઈને જલસા નહી.પ્રોમિસ કર."
"ઑ.કે.પ્રોમિસ..હવે જવા દઈશ?"
"લેટ્સ ગો"-મે રોકેટને ઊડાડી મૂક્યું ઘર તરફ.
***
બીજા દિવસે નિત્યક્રમ મુજબ ફાટક બંધ હોવાથી હુ ફાટક ખુલવાની રાહ જોતો ઊભો હતો. વારંવાર હુ અધિરાઈથી મિરર માં પાછળ જોઈ રહ્યો હતો. ખબર નહી કેમ!એટલી જ વારમાં પેલી સ્કુલગર્લ દેખાઈ.મને શાંતિ થઈ.આ જે હુ કરતો હતો એ અજીબ હતુ.એ મને નોટિસ સુધ્ધા કર્યા વિના જતી રહી.
"મને લાગ્યુ એ કાલ માટે થેંકસ કહેશે.એટલિસ્ટ એને સ્માઈલ તો કરવી જોઈતી હતી."-હુ મનોમન બબડી રહ્યો હતો. મને થોડુ ખરાબ લાગ્યુ.હુ ઑફિસે પહોંચ્ચો.આજે ઘણુ કામ હતુ.હુ ફ્રી થયો ત્યારે બપોરના ત્રણ વાગવા આવેલા.મારા પેટમાં કબડ્ડી રમી રમીને ઊંદરો પણ હવે થાકયા હતા.મે મનનને કૉલ કર્યો.
"કયાં છે તુ?"
"આ પ્રેજનટેશન બનાવી રહયો છુ.સવારથી મંડયો છું.હવે પતશે.કસમથી મગજની મા-બહેન એક થઈ ગઈ છે. કંઈ કામ હતું?"
"હા. ચલને ખાવા જઈએ.ભયંકર ભૂખ લાગી છે. હુ આવુ છું.સાથે મળીને કામ પતાવીને જઈએ."
"હા આવી જા.મને પણ ભુખ તો લાગી છે યાર"
હુ મનનની કેબિનમાં જઈને એના કામ પતવાની રાહ જોતો બેસીને વિચારવા લાગ્યો. મને પેલી સ્કુલગર્લ યાદ આવી."કેટલી ઘમંડી છે એ. કોઈ હેલ્પ કરે તો એટલિસ્ટ સ્માઈલ તો કરાયને.આ તો નો થેંકસ નો સ્માઈલ.જાણે ઓળખતી જ નથી. એની મદદ કરવા જેવુ જ ન'તું.ભલેને ઝૂલતી.આટલા બધા લોકો માંથી એક તુ જ દોઢડાહ્યો હતો."હુ મારા જ જોડે વાત કરી રહયો હતો. એ જસ્ટ કાલે મળી હતી અને નવાઈની વાત એ હતી કે હુ નવરાશની પળોમાં સતત એના વિશે વિચારતો હતો. એ એક સ્કુલગર્લ છે.મને શા માટે એના વિશે વિચારવુ પડે?
"એ ભાઈ...પાછો આવ આ દુનિયામાં..શું થયુ છે?કાલનો હુ જોઉ છુ કે તુ કંઈક તો વિચારે જ છે. કયાં બાત હૈ?"-મનને મને ઢંઢોળતા કહ્યું.
"ચલને જમવા જઈએ.ત્યાં કહીશ.વાત માં કોઈ જ ભલીવાર નથી.આ તો બસ યાદ આવ્યુ.પેલા પેટપૂજા.પછી કહીશ."
અમે બંને કેન્ટિન જવા ઉપડયા.કેન્ટિનમાં પહોંચી છેલ્લા ટેબલ પર બેસ્યા.આ અમારી ફિક્સ જગ્યા હતી.હંમેશા અમે અહીયા જ બેસતા. અહીથી આખી કેન્ટિન દેખાતી.છેલ્લે બેસીને અમે કયાં તો ગપ્પા મારતા અથવા બધાની મજાક ઉડાવતા.
"બોલ શું ખાઈશ?"-મનને મેનુ ફેંદતા પૂછ્યું.
"મારા પાસે ચૉઈસ છે?બસ ફોર્માલીટી જ કર.રોજ પૂછશે અને પછી બંને વતી તુ જ ઑર્ડર કરી લે.મંગાવ જે ખાવુ હોય."
"બે ચીઝ સ્વીટ કોર્ન ઢોંસા,બે કલબ સેન્ડવીચ,એક માઝા અને બે બ્રાઊની વિથ આઈસ્ક્રીમ"-મનને ઑર્ડર આપ્યો.વેઇટર બે ઘડી અમારી સામે વારાફરતી જોવા લાગ્યો.
"સર એક એકસ્ટ્રા ચેર લગવા દુ?
"કેમ ભાઈ?તુ પણ બેસીશ?-મનને ડોળા કાઢતા પૂછ્યું.હુ બંને સામે જોઈ રહ્યો હતો. વેઈટરનો જવાબ સાંભળવા અમે એની સામે જોવા લાગ્યા.એ થોડો ગભરાયો.શાયદ ખોટો સવાલ કરવા બદલ મનોમન પસ્તાતો હશે.
"નો સર.વો તીસરે ઈન્સાન કે લિયે"-વેઈટરે અચકાતા જવાબ આપ્યો.
"તે કોઈને બોલાવ્યા છે?"-મનને શંકાસ્પદ નજરે મને પૂછ્યું
"ના તો.મે કોઈને નથી બોલાવ્યા"
"તો તીસરી ચેર કયું?"
"સર યે ઑર્ડર દો ઈન્સાન કે લિયે થા?"-વેઈટરને શાયદ વિશ્ર્વાસ આવી રહ્યો ન હતો. એને ખરાઈ કરવા પૂછ્યુંં.મનને શાંત ચિત્તે એના સામે જોયું. હુ હાસ્ય રોકવાની નકામી કોશિશ કરી રહ્યો હતો.
"નવરીની.જાતી હોય તો જાને.આયો મોટો બે માણસ વાળો.ના ના..આ ઑર્ડર તો આખી નાત માટે છે. દોઢી...લાય ફટાફટ નહી તો સાંભળીશ કાંઈ"-અને હુ ખડખડાટ હસી પડ્યો.વેઈટર છોભીલો પડ્યો.મે એને ઈશારાથી જવાનું કહ્યું.
"બે કેવી નૉટો છે યાર.તારા બાપા આવા લોકો ને કેમ નોકરીએ રાખે છે?તને ઘણુ હસવુ આવી રહ્યું છે નઈ?"-મનને કંટાળીને ગુસ્સાથી કહ્યુ.
"બકાસુર સાલા...ચલ જવા દે ને.આ તારૂ જ છે બધુ.જે મન થાય ખાઈ શકે.એક વાત કહુ સાંભળ.મને એક છોકરી મળી કાલે"
મનનનો ગુસ્સો એક પળમાં ગાયબ થઈ ગયો. એની આંખમાં ચમક દેખાઈ રહી હતી.
"વાહ મેરે શેર.શું નામ છે?કયાં મળી તને?મને બધુ વિસ્તારથી કહે."-મનનના અવાજમાં ઉત્સાહ દેખાઈ રહ્યો હતો.
"ફાટક પાસે મળી."
"કયાં મળી?"-મનને અચંબિત થઈને ઘાંટો પાડયો.એના અવાજથી બાકીના લોકોનુ ધ્યાન અમારા તરફ ખેંચાયુ.
"બે ઘાંટા કેમ પાડે છે?શાંતિથી બોલ.આમ જાહેરાત ન કર"
"તો સીધા જવાબ આપને.મસ્તી કેમ કરે?"
"કયાં મસ્તી કરી?સાચુ તો કહયુ.ખરેખર ફાટક પાસે મળી."
"શું વાત કરે છે!પછી શું થયું?"-મનનની ઉત્સુકતા ટોપ લેવલે હતી.
"એ લટકી ગયેલી.મે હેલ્પ કરી"-મનનની ચકળવકળ થતી આંખો અને અત્યાધિક ઉત્સુકતાથી હુ મુંઝાઈ ગયો.મને શું કહેવું એ સમજાયુ નહી.મે બાફયું.
"જોરદાર કહેવાય. તુ તો પહેલી મુલાકાત માં જ હીરો બની ગયો. હીરોઈનની જાન બચાવી.વાહ!"-મનને મારી પીઠ થબથબાવી.અલબત્ત ખેચીને મારી.મને ચચળ્યું.
"બાય ધ વે કયાં લટકેલી?અને તે કારણ ન પૂછયું આમ કરવાનું?"
"એમાં શું પૂછવાનુ?કારણ સ્પષ્ટ દેખાતુ હતું.એની બેગ પતરામાં ભરાઈ ગયેલી.મે કાઢી આપી."
"બેગ ભરાયેલી?આમાં આપઘાત કરવા જેવુ શું છે?"-મનન ગૂંચવાયો.
"બે ડફોળ આપઘાત ન'તી કરતી.એ ફાટક ક્રોસ કરવા ઝુકીને જતી હતી તો એની સ્કુલબેગ તુટેલા પતરામાં ભરાઈ ગઈ અને આ કારણે એ ચારપગા માનવીની જેમ લટકી ગઈ"-હું એકશ્ર્વાસે બોલી ગયો.મનન આંખ ફાડીને સાંભળી રહ્યો. એ શાયદ હજુ ગૂંચવાયેલો હતો.
"શું થયું?બોલને કાંઈ"-એને જોઈને મને થોડી બીક લાગી.
"છેલ્લે શું બોલ્યો તું?"-એ હજુ શૉકિંગ કન્ડિસનમાં હતો.
"એ ચારપગા માનવીની જેમ લટકી ગઈ"
"ના.એના પહેલા શું કીધું?"
"એની સ્કુલ બેગ તુટેલા પતરામાં ભરાઈ ગઈ"
"એ સ્કુલ ગર્લ છે?"-મનનના પ્રશ્ર્નમાં ભારોભાર અચરજ છલકાઈ રહ્યું હતું.
"હા."-મે ખભા ઉલાળતા જવાબ આપ્યો.
"નબળા સાલા.કોઈના મળ્યું તને?કોઈ નહી ને એક નાબાલિગ કન્યા?"-એનો અવાજ ક્રમશઃ ઊંચો થઈ રહ્યો હતો.એને નાબાલિગ કન્યા એકદમ ભાર દઈને કહયું
"રે બૂમ નહી પાડ.એ નાબાલિગ નથી યાર."
"તને કેવી રીતે ખબર?તે શું કર્યુ એના જોડે?"-મનનના અવાજમાં હવે ચિંતા ભળી.
"એ હલકા..મે કાંઈ નથી કર્યુ.તુ એના સિવાય બીજું ન વિચારી શકે?"
"તો તને કેવી રીતે ખબર પડી કે એ નાબાલિગ નથી?"-મનને સામો સવાલ કર્યો.
"કારણકે એ એવી લાગતી નથી. એ સ્કુલ ગર્લ જેવી નથી લાગતી"
"તો શુ એ યુનિફોર્મ પહેરીને બેગ લઈને કેટવૉક કરવા નિકળી હશે?શાયદ ડ્રેસ કોમ્પિટીશન માટે જતી હશે."
"હું તને બહુ જ મારીશ.મજાક સુઝે છે તને?"મે અકળાતા કહ્યુ.
"મજાક મને નહી પણ તને સુઝે છે.મારીશ તો હુ તને. એ પણ માથે.પાગલ છે તુ?પહેલા કહે છે સ્કુલગર્લ છે.પછી કહે છે સ્કુલગર્લ નથી.સ્કુલગર્લ હંમેશા સગીર હોય અને તુ કહે છે એ સગીર નથી.રાતની ઉતરી નથી?ચંપલ લઈને ધીબેડી નાખીશ.મગજ નો અઠ્ઠો કરી નાંખ્યો"-મનન બરોબર ખિજાયો.એટલી વારમાં ખાવાનું આવી ગયુ. અમે વાત અધવચ્ચે છોડીને સમગ્ર ધ્યાન ખાવા માં લગાવ્યુ.
"તને એ ગમે છે?"-મનને સંભાર નો સબડકો માર્યો.
"ફૂવડ..ઢંગથી ખાતા કયારે શીખીશ?બચપણ ને તે ખરેખર સાચવી રાખ્યુ છે."
"કાનમાં રૂ ઘાલી દે.એટીકેટીની પૂંછડી.ચલ બોલ. ગમે છે કે નહિ?"
"પાગલ છે?કાલે તો મળી છે.એ મારા લાયક નથી. ઘણી ઘમંડી છે."
"કાલે મળી હોય તો શું લવ ન થઈ શકે?પહેલી નજરમા પ્રેમ..સાંભળ્યુ છે?"
"ના.પહેલી નજરે પ્રેમ એવુ કાંઈજ ન હોય. એ પ્રેમ નહિ પણ વ્હેમ હોય.સમજ્યો?"
"સર સંભાર લાઉં?"-પેલો ફરી ટપકયો.એને થોડુ ડરતા ડરતા પૂછયું?
"જમવા દઈશ?થોડી થોડી વારે આમ છાતી પર આવી કેમ ઊભો રહે છે?"મનનની ભૂખ સમી ન હતી. એ જયારે ભૂખ્યો થતો ત્યારે બધાની કલાસ લેવાના મુડમાં રહેતો.
"સોરી સર."-વેઈટર ચૂપચાપ નીચુ જોઈ રવાના થયો.
"ઑયય..અહી આવ તો."-મનને એને બોલાવ્યો.
"શું નામ છે તારૂ?"
"આશિષ સર"
"સર?સરનેમ છે?"
"નો સર..મારૂ નામ આશિષ છે."
"તે જમ્યું?"
આશિષ આંખો ફાડી મનન સામે જોઈ રહ્યો. શુ બોલવુ એ એને સમજાયુ નહી.
"સોરી સર!"-એ હજુ અસમંજસમાં હતો.
"ગુજરાતી આવડતી હૈ?"-મનને હિન્દીનો બળાત્કાર કરતા પૂછયું.
"હા સર.ગુજરાતી જ છું.આશિષ ગજેરા"
"જા ચેર લઈને આવ.".આશિષ બાજુના ટેબલ નજીકથી ચેર ખેંચી ઊભો રહ્યો.
"જોવા માટે નથી.બેસ."-આશિષે પ્રશ્ર્નાર્થ ભરી નજરે મારી સામે જોયું. મે બેસવાનો ઈશારો કર્યો.એ અચકાતા મને બેસ્યો.
"તો આશિષ તે જમ્યુ કે નહી?"
"નો સર."
"ચાર વાગ્યા છે.ભૂખ નથી લાગી?"
"નો સર"
"સવારે કેટલા વાગ્યે આવે છે?"
"નવ"-આશિષનો ચહેરો ચાડી ખાતો હતો કે એ ખૂબ કન્જફયુઝ છે.
"અને છુટ્ટી?"
"સર આમ તો નવ થી ત્રણ હોય છે પણ હુ ઑવરટાઈમ કરૂ છું તો રાતે નવ વાગ્યે જઉ છુ."
"અને જમવાનું?"-મનન ઈન્ટર્વ્યુ લેવા માંડયો.
"સર એ તો ઘરે જઈને"
"કેમ ઑવરટાઈમ?"
"સર મ્યુઝિક કલાસ માટે રૂપિયા જમા કરવા."
"સિંગર છે?"
"હા"
"ચલ ઑર્ડર કર"
"સોરી સર!"-આશીષ ઊભો થઈ ગયો.
"બેસ..કાંઈ ખાઈ લે.હુ બિલ પે કરીશ."આશિષને હજુ વિશ્ર્વાસ થઈ રહ્યો ન હતો.એ અમારા બંને સામે વારાફરતી જોઈ રહ્યો હતો.
"ડાફોડિયા શું મારે છે?ઑર્ડર આપ."આશિષ અહોભાવની નજરે અમને જોઈ રહ્યો હતો. મનનની આ જ વાત પર હું ફીદા હતો.લોભ,મોહ,ઘમંડ આ દરેક અવગુણ થી તે જોજનો દૂર હતો.છીછરાપણુ માત્ર તેની બોલીમાં હતુ.બાકી એનુ હ્દય સાગર જેવુ વિશાળ અને અમાપ ગહેરાઈવાળુ હતું.એના દિલના ઊંડાણમાં ડૂબકી માત્ર એની નજીકના માણસો જ લગાવી શકતા.જે એ માટે અસમર્થ હતા એમના મતે મનન એક બદતમીઝ અને તોછડો યુવાન હતો.જો કે મનન એમની વાત પર કોઈજ ધ્યાન ન આપતો.હુ મનન સામે સસ્મિત જોઈ રહ્યો હતો.
"પોઝ શું આપે છે?બોલને કાંઈ"-મનને ચપટી વગાડતા કહ્યુ.
"હુ શુ બોલુ?તારા પ્રશ્ર્નો નો મારો અટકે તો ને.મંડ્યો છે તો કલાક થી."
"થેંક્યુ સર."
"ઈટ્સ માય ડ્યૂટી.ચલ ઑર્ડર કર અને ખાઈ લે હવે."
"સારા ઘરનો લાગે છે. નાક નકશો પણ સારો છે. તો પછી કેમ અહિયા જોબ કરે છે?"
"હુ કોઈના ઉપર બોજ બનવા નથી માંગતો."
"વાહ.કયાં રહે છે?"
"મહાદેવ મંદિર પાસે જયોતિ કૉલોનીમાં"
"ઘરમાં કોણ કોણ છે?"
"હુ અને મારૂ ગિટાર."
"પરિવારમાં કોઈ નથી?"
"ના."
"ઓહ..આઈ એમ સોરી"
"ઈટ્સ ઑ.કે.સર"
"સર નહિ.મનન.મારૂ નામ મનન છે.."
"અને હુ રાજ.આજથી આપણે ફ્રેન્ડ.તુ શુ ભણેલો છે?"
"એમ.બી.એ "
"વ્હોટ?શુ ફેંકે છે બે?"
"મે એમ.બી.એ. કર્યુ છે. એમ એસ યુનિવર્સીટી."
"તો આ જોબ કેમ કરે છે?"મને અને મનનને જોરદાર ઝાટકો લાગ્યો.વેલ એજ્યુકેટેડ માણસ વેઈટરનુ કામ કરે છે!
"તમે તો જાણો જ છો કે જ્યાં જઈએ ત્યાં અનુભવ માંગે છે. ફ્રૈશરની ફાઈલ સુધ્ધા હાથમાં પકડતા નથી.ભણીને તરત કયો અનુભવ હશે?હવે એમને કોણ કહે કે તમે એક ચાન્સ જ નહીં આપો તો ક્યાંથી આવશે અનુભવ?મે ઘણા બધા ઈન્ટર્વ્યુ આપ્યાં.'કૉલ કરીશુ'એમ સાંભળી સાંભળીને હતાશાના દરિયા માં ડૂબીને બેકારના ટાઈટલવાળી લાઈફ જીવુ એના કરતા કામ કરૂ એ સારૂ.આમ પણ કોઈ પણ કામ નાનુ મોટુ નથી હોતુ.કામ કામ હોય."-આશિષે બોલવાનુ પૂરૂ કર્યુ.હુ અને મનન આંખ ફાડીને એને જ જોઈ રહ્યા.અમારી સામે એક એમ.બી.એ.ની ડિગ્રી વાળો નહિ પણ સમજદારી અને ખુદ્દારીની ડિગ્રી વાળો અઆશિષ બેઠો હતો.
"ગજ્જબ....સલામ છે તને તો."-મનને ઊભા થઈ એને સલામી આપતા કહ્યુ.
*****