સજના હૈ મુઝે સજના કે લિએ
મિતલ ઠક્કર
* એક બટાકાના રસમાં ગાજરનો અને કાકડીનો રસ ત્રણ-ત્રણ ટીપાં ભેળવી લગાવવાથી ડાર્ક સર્કલ્સ દૂર થાય છે.
* તમે ઘર પર જ પેડીક્યોર કરી શકો છો. કુણા પાણીમાં થોડુ શૈપૂ, એક ચમચી સોડા અને થોડાક ટીપા ડેટોલ નાખીને ૧૦ મિનિટ સુધી પગ પલાળી રાખો. પછી પગ પર જૈતૂન કે નારિયળના તેલથી મસાજ કરો. તેનાથી પાનીની મૃત ત્વચા આપમેળે જ નીકળી જશે.
* પગની ત્વચા અને ચહેરાની ચમક સાથે આખા શરીરની ચામડીને કોમળ અને મુલાયમ બનાવવી હોય તો આખા શરીર માટેનું ઓર્ગેનિક પેક બનાવો. એ માટે ચહેરાના પેકમાં થોડોક ચણાનો લોટ ઉમેરવાથી બોડી પેક તૈયાર થઈ જશે. મધની સાથે લીંબુ મિક્સ કરી એમાં ચણાનો લોટ નાંખો અને આખા શરીર પર લગાડો. લગભગ અડધો કલાક લગાવી રાખો અને પછી સાદા પાણીથી શરીર સ્વચ્છ કરી લો. તેથી તમારી ત્વચા નરમ થઈ જશે.
* લસણ અને લીંબુ એકસાથે મળીને જૂ ખતમ કરવાનો લાજવાબ ઓપ્શન છે. 3થી 4 લસણની કળી લો અને તેની પેસ્ટ બનાવો. તેમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને તમારાં સ્કાલ્પ પર લગાવો. અડધા કલાક બાદ શેમ્પુ કરી લો. અઠવાડિયામાં આવું બે વખત કરો.
* નારિયેળ તેલ પોતાની એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ પ્રોપર્ટીઝના કારણે અનેક પરેશાનીઓ ખતમ કરે છે. સાથે જ તે બ્લડ સર્ક્યુલેશન વધારીને સ્કિન પિગ્નેમેન્ટેશનને જાળવી રાખે છે. દરરોજ સૂતા પહેલાં નારિયેળ તેલ (એક્સ્ટ્રા વર્જિન કોકોનટ ઓઇલ હોય તો વધારે સારું રહેશે) લો અને તેને વ્હાઇટ સ્પોટ્સ પર લોશનની માફક લગાવીને સૂઇ જાવ.
* નિયમિત રીતે શેવિંગ કરવાથી સ્કિન ડ્રાય થઇ જાય છે. જો તમે હાથ અને પગના વાળ દૂર કરવા માટે શેવિંગનો ઉપયોગ કરો છો, તો શેવિંગ ક્રિમને બદલે નારિયેળ તેલ અથવા બદામ તેલનો ઉપયોગ કરો. આનાથી સ્મૂધ શેવ મળશે, ઉપરાંત ત્વચા પણ મોઇશ્ચરાઇઝ્ડ રહેશે.
* પેડિક્યોર કરાવ્યા બાદ થોડાં દિવસમાં જ ડેડ સ્કિન સેલ્સ નખની સ્કિનની આસપાસ જમા થઇ જાય છે. આનાથી તમારાં પગ ગંદા દેખાય છે. આનાથી બચવા માટે નહાતી વખતે હળવા ભીના પગ ઉપરાંત નખની આસપાસની સ્કિન પર પ્યૂમિક સ્ટોન ઘસો.
* ઘણીવાર ફેસપેક લગાવ્યા બાદ આપણે તેને દૂર કરવા માટે અને તેને હટાવવા માટે સૂકાવાની રાહ જોઇએ છે. પરંતુ તમે આવી ભૂલો ના કરો, આનાથી તમારાં સ્કિનનું પોષણ ખતમ થઇ જાય છે અને કરચલીઓની સમસ્યા થઇ શકે છે. ફેસપેક હટાવવા માટે એક સમયે 10-15 મિનિટ ફિક્સ કરી લો. જો તમે માર્કેટના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છો, તો પેકેટ પર આપેલો સમય જૂઓ. આ ટાઇમ દરમિયાન જ તે સૂકાય તે પહેલાં હટાવી લો. જો સમય પહેલાં તે સૂકાવા લાગે તો તેના ઉપર થોડું ગુલાબજળ લગાવો.
* જો તમારાં નિપલ્સ પર વાળ છે, તો તેને દૂર કરવા માટે ભૂલથી પણ વેક્સિંગનો સહારો ના લો. આ હિસ્સાની સ્કિન ખૂબ જ નાજૂક હોય છે, તેથી વેક્સિંગ જેવી ટ્રીટમેન્ટ તેને નુકસાન પહોંચાડી શકે છે. તે માટે માર્કેટમાં મળતી હેર રિમૂવલ ક્રિમની મદદ લો. જો કે, તેના ઉપયોગ પહેલાં એક પેચ ટેસ્ટ લો. આનાથી હંમેશા માટે છૂટકારો મેળવવા માટે તમે લેઝર ટ્રીટમેન્ટની મદદ લઇ શકો છો. અમુક સેશન્સ બાદ અહીંના વાળ તદ્દન દૂર થઇ જશે.
* કોઇ પણ બ્યુટી પ્રોડક્ટ્સને ખરીદતા પહેલાં તેના ઇન્ગ્રિડિયન્ટ્સ વિશે યોગ્ય રીતે જાણી લો. ધ્યાન રાખો કે તેમાં મોજૂદ કોઇ ઇન્ગ્રિડિયન્ટ્સથી તમારી સ્કિનને કોઇ એલર્જી ના થાય. કોઇ પણ પ્રોડક્ટ ખરીદતા પહેલાં એક પેચ ટેસ્ટ કરી લો. થોડી ક્વોન્ટિટીમાં પ્રોડક્ટ લો અને તેને સ્કિન પર લગાવો અને 48 કલાક સુધી નિરિક્ષણ કરો કે તમને કોઇ પણ પ્રકારની એલર્જી થાય તો ઉપયોગ ના કરો.
* વરીયાળીમાં મોજૂદ એન્ટી-ઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ તમને ખીલથી છૂટકારો અપાવે છે. ઉપર જણાવ્યા અનુસાર, 2 ચમચી વરીયાળીને થોડાં પાણીમાં ઉકાળો અને 15 મિનિટ બાદ પાણી ગાળી લો. આ પાણીને કોટનની મદદથી ખીલ પર લગાવો.
* જો તમે શેવિંગ, થ્રેડિંગ અથવા વેક્સિંગ કરી રહ્યા છો, તો તમારી બોડીમાં મોજૂદ મસ્સાને બેન્ડેડ અથવા અન્ય કોઇ ચીજથી કવર કરાવી લો. ઘણીવાર તે દેખાતા નથી અને વેક્સ અથવા શેવિંગ વખતે ત્યાં વાગી જાય છે જેનાથી ઘણું દર્દ થાય છે. આનાથી બચવા માટે શેવિંગ અથવા વેક્સિંગ પહેલા તેને ઢાંકી દો.
* સૂર્યના પ્રકાશમાં જવાનું થાય એની વીસ મિનિટ પહેલાં હાઈ એસપીએફ ધરાવતી સનસ્ક્રીન ચામડી પર લગાવવી. તડકામાં વધારે સમય થાય તો ફરીથી લગાવી શકાય.
* યાદ રહે બરફ પથરાયો હોય કે આસપાસ પાણી હોય ત્યારે સૂર્યપ્રકાશ વધારે અસર કરે છે. આવી જગ્યાએ રોકાવાનું હોય તો મોટી કિનારવાળી હેટ પહેરો અને છાંયો કરવાનું સાધન સાથે રાખો. વધારે સમય બેસવાનું થાય તો છાંયામાં જ બેસો.
* શુષ્ક, બે મોંવાળા વાળ માટે એક-બે ચમચી શુદ્ધ બદામ તેલમાં એક ચમચી શુદ્ધ ગ્લિસરીન ભેળવી દો તથા આ મિશ્રણને વાળ પર લગાવી દો. જો આપના વાળ લાંબા હોય તો તેલની માત્રા વધારી દો. આ મિશ્રણના લગાવ્યાના અર્ધા કલાક પછી વાળને તાજા પાણીથી ધોઈ નાખો. વાળની રંગત અને બનાવટ સુધારવા માટે એક ચમચી એરંડિયામાં એક ચમચી નાળિયેર તેલને મિશ્ર કરીને ગરમ કરી લો અને એને વાળ તથા ખોપડી પર લગાવીને આખી રાત રહેવા દો. એરંડિયાનું તેલ વાળને કાળા કરવામાં મદદ કરે છે, જે પ્રખર તાપ-તડકાને લીધે ભૂરા પડી ગયા હોય. આખી રાત લગાવેલું રાખ્યા બાદ તેને સવારે તાજા-સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. જ્યારે પણ તમે તાપમાં-તડકે બેસો ત્યારે વાળને હંમેશા ઢાંકીને રાખો.
* એલોવેરા તમારી સ્કિન અને વાળ સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર કરવામાં અકસીર છે. 1 ચમચી એલોવેરા જેલ અને 1 ચમચી મધ મિક્સ કરીને તમારાં વાળ પર યોગ્ય રીતે લગાવો. અડધા કલાક બાદ ધોઇ લો. અઠવાડિયામાં દર બીજા દિવસે તેનો ઉપયોગ કરો.
* તમારી પોનીટેલને સ્ટાઇલિશ લુક આપવા માટે વાળના પાતળા લેયરની મદદ લો. આ માટે બસ પોનીટેલ બનાવો અને ફ્રન્ટથી વાળની એક પાતળી લેયર કાઢો. તમારી પંસદના હિસાબે બંને સાઇડથી એક એક લેયર કાઢો અને માત્ર એક સાઇડથી તેને બહાર કાઢીને મેળવો સ્ટાઇલિશ લુક.
* તમારી બોબી પિન્સથી ટ્રાએન્ગ્યુલર લુકથી પિન-અપ કરીને વાળને સ્ટાઇલિશ લુક આપો. તેમાં પહેલાં સાઇડ અથવા મિડલ પાર્ટીંગ જે તમને પસંદ હોય તે કરી લો. હવે બંને સાઇડથી વાળને એક લેયરમાં લાવો અને બોબી પિન્સને ટ્રાએન્ગ્યુએલર લુકમાં કૅરી કરો. આ લુકને ઇન્ડિયન અને વેસ્ટર્ન બંનેની સાથે કૅરી કરી શકો છો.
* હિના પાઉડર તમારાં વાળના એક્સેસ ઓઇલને દૂર કરીને ચિકાશથી રાહત અપાવશે. ઉપરાંત તેને સોફ્ટ અને સિલ્કી પણ બનાવશે. અડધા કપ પાણીમાં 4થી 5 ચમચી હિના પાઉડર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. તેને તમારાં વાળ ઉપર યોગ્ય રીતે લગાવો. જ્યારે તે સૂકાઇ જાય ત્યારે શેમ્પુ કરીને યોગ્ય રીતે ધોઇ લો.
* ડુંગળીમાં રહેલું સલ્ફર જૂ અને ખોડાને કાયમ માટે દૂર કરવામાં મદદ કરે છે. આ માટે એક અથવા બે ડુંગળી લઇને તેનો રસ કાઢી લો. હવે ડુંગળીના રસને યોગ્ય રીતે સ્કાલ્પ પર લગાવો. અંદાજિત બે કલાક બાદ ગરમ પાણીથી તેને ધોઇ લો. દર બીજા દિવસે આવું કરો અને જૂથી છૂટકારો મેળવો.
* સાફ ત્વચા પર જ ફેસિયલ યોગ્ય રીતે કામ કરે છે. તે માટે તમે ક્લેન્ઝિંગ મિલ્ક, બેબી ઓઇલ અથવા જો તમે મેકઅપ કરેલો હોય, તો મેકઅપ રિમૂવરનો પણ ઉપયોગ કરી શકો છો. કોટનમાં આમાંથી કોઇ પણ પ્રોડક્ટ્સ લઇને ચહેરો સાફ કરો. ત્યારબાદ સાફ પાણીથી ચહેરો ધોઇને ફેસ વૉશનો ઉપયોગ કરો. તમે રિમૂવરનો પણ પ્રયોગ કરી શકો છો. કોટનમાં આમાંથી કોઇ પણ પ્રોડક્ટ્સ લઇને ચહેરો સાફ કરો. ત્યારબાદ સાફ પાણીથી ચહેરો ધોઇને ફેશ વૉશનો ઉપયોગ કરો.