મૃગજળ ની મમત
ભાગ-2
બપોરે 2:00 વાગ્યા હતાં .અંતરા સ્કુલ થી આવી ગઇ હતી. નિસર્ગ નુ બાઇક દેખાયુ નહીં .સાંજ પડી અંતરા બહાર બેડમિન્ટન રમી રહી હતી. પણ નજર વારંવાર નિસર્ગ ને શોધતી હતી.
“હલો...! હું અર્ણવ ..તમારી સાથે રમી સુકુ?”
“હા..આવી જા..આજથી આપણે ફેર્ન્ડ. હું અંતરા “
“ખૂબ મજા આવી તમારી સાથે દીધી.. “
“અંતરા ..કોલ મી અંતરા..”
નિસર્ગ પોતાના રુમ માં થી અંતરા અને અર્ણવ ને જોઈ રહ્યો હતો. વિચારતો હતો. 2/3 દિવસ જ થયાં છે.પણ નજર એને શોધ્યા કરેછે. એનો અવાજ સંભળાય ત્યારે અલગ જ ફિલીંગ આવે. ને જયારે નજર એક થઈ જાય અને જરા મલકાતા તો જાણે આખો દિવસ સુધરી જાય. દિવસો પસાર થવા લાગ્યા. અંતરા ને અર્ણવ ખુબ નજીક આવી ગયા..અંતરા અર્ણવ ને નાના ભાઈ ની માફક હેન્ડલ કરતી. એ ઘરમાં આવતી એ નિસર્ગ ને ખુબ ગમતું. બંને વચ્ચે શબ્દો થી વધારે આંખો વાતો થતી.
“મમ્મી ..હમણાં પેલી બાજુ વાળી છોકરી દેખાતી નથી.”
નિસર્ગ છોકરીઓથી થોડો દુર જ રહેતો.એટલે કિરણબેન ને થોડું આશ્ચર્ય થયું.
“કોણ..?..અંતરા..? કેમ આજે...!!
“ના..ના..એતો ઘરમાં આખો દિવસ બકબક ચાલુ હોય.હમણાં શાંતિ છે..માટે..”
“હં..ભાઈ..તને તો શાંતિ ગમે છે..તો..પ...છી? પણ ચિંતા ન કર એ કાલે આવી જાશે “અર્ણવ કટાક્શ માં બોલ્યો ..પાંચ દિવસ થી જોઈ નથી. અવાજ સાંભળ્યો નથી.પોતાની લાગણી ના ફેરફાર હવે સમજમાં આવતા હતાં. એના વગર હવે ગમતું નથી. એના વિચાર માત્રથી પોતાના હોઠ પર મંદ સ્મિત આવી જતું.
“ હવે જયારે એ ઘરમાં આવશે ત્યારે બધું જ જણાવી દઇશ..પણ..શું એ પણ મારા માટે આવું જ વિચારતી હશે?..જે..પણ હોય ..હું બધું જ કહી દેવાનો ..બસ”આખી રાત વિચારો માં વિતી ગઇ.
સવારે ઉઠાડવા માટે કિરણબેને બે-ત્રણ વાર આવીને ગયા.પણ ઉઠવાની જાણે ઇચ્છા જ નહતી.એટલામાં જ નિસર્ગ ના કાન ચમકયા. ઊઘ ગાયબ થઈ ગઇ..ઘરમાં અંતરા નો અવાજ..
“ગુડ મોર્નિંગ આન્ટી ..હેયય..અર્ણવ...”
“આવી ગઇ ? ચાલ જલદી મમ્મી એ મસ્ત બ્રેકફાસ્ટ બનાવ્યો છે . “
પણ અંતરા ની નજર આસપાસ નિસર્ગ ને શોધી રહી હતી.
“અંતરા...શું શોધે છે??..”
“ કોણ..હું? કોઈને નહીં.એતો બોવ દિવસે ઘરમાં આવી એટલે..”
નિસર્ગ દોડી ને નીચે આવ્યો. ડાઈનીંગ ટેબલની ચેર પર બેઠેલી અંતરા ને જોઇ ને એના પગ અટકી ગયા અંતરા ને નજીક થી જોઈ શકાય માટે પહેલી વાર એની સામે ની ચેર પર બેસી ગયો. અંતરા પણ એની સામે નજર કરી લેતી.બંને ની બેચેની સરખી જ હતી.અંતરા થોડી મસ્તીખોર હતી એટલે નિસર્ગ ના સામે બેસતાં જ બોલી..
“ચલો..આન્ટી , અર્ણવ હવે જઉં ..આતો પાચ-છ દિવસ થી બધા ને મળી ન હતી તો આવી ગઇ.હજુ હમણાં જ આવી કેમ્પ માં થી. થોડી ફ્રેશ થઈ ને આવુ.”
“આટલા દિવસ તો ફ્રેશ થઈ આવી. હવે શું ફ્રેશ થવાનું?”નિસર્ગ ધીમે થી બબડયો .
“અં... શું ? શું કહયું તમે?
“મે..? કંઇ નહીં . હું શું બોલું..? એ પણ તને..”
બંને વચ્ચે પહેલી વાર શબ્દો ની આપ-લે થઈ. માટે બંને ખુબ ખુશ હતાં.
નિસર્ગ મનોમન વિચારી રહ્યો હતો. આજે વાત કરી જ લઉં. મળવા નું કહું?..કે પછી અર્ણવ ની મદદ લઉં? ના..ના..એ હજુ નાનો છે આ બધા માટે. નિરાલી....નિરાલી યોગ્ય છે.
“હલો..નિરાલી...નિસર્ગ બોલું છું. એક કામ હતું. તું કાલે 10:00 વાગે કોલેજ કેન્ટીન માં મળી શકે ?”
“ હા..સારું હું પહોંચી જઇશ. “ નિરાલી ને પણ આશ્ચર્ય થયું .
સવારે નકકી કરેલાં ટાઇમ મુજબ એ કેન્ટીન માં પહોંચી ગઇ. નિસર્ગ ત્યા જ હતો.
“બોલ શું કામ હતું?”
“જો..પહેલાં પુરી વાત સાંભળ જે. ને શક્ય હોય તો જ હા પાડજે. અને વાત જાહેર ન થવી જોઈએ. “
“ઓકે ..”
“હું કેવો છોકરો છું એ તું બજરાબર જાણે છે. હું ટાઇમ પાસ અફેર માં માનતો નથી. હું આ બાબત ઘણો સીરીયસ છું. જો તું આ વાત તારી ફ્રેન્ડ અંતરા ને કરી શકે તો.......હું એને પસંદ કરું છું. અને મારે એનો જવાબ જોઇએ. એ જો ના પાડશે તો હું પછી કયારેય.... “
“ ઑહ માય ગોડ..શું વાત કરે છે તું .!! તું અને એ પણ ..આઇ એમ હેપી ફોર યુ. ને જો અંતરા હા પાડી દે તો તો...આજે જ અરે અત્યારે જ વાત કરી દઇશ... પછી જણાવું તને..”
બપોરે 3:00 વાગ્યા હતાં.નિરાલી અંતરા ના ઘરે પહોંચી ગઇ.
“આ બઘું શું છે?..મને બહારથી વાત જાણવા મળે..સાવ આવું?..ખુબ ગુસ્સે છું તારા પર.”
“પણ થયું છે શું? કઇંક બોલે તો ખબર પડેને?”
“સાંભળ હવે .આ નિસર્ગ અને તારા વચ્ચે શું છે.?”
અંતરા થોડી અચકાતા બોલી..”હજુ તો..કંઇજ નહીં..કેમ?”
“હા.તો હવે થશે..માય ડિયર અન્નુ..હી ફોલ ફોર યુ..” નિરાલી ખુશી થી અંતરા ને વળગી પડી. અંતરા ખુશ થઈ ગઇ.જે વાત ની રાહ હતી એ...
“મને ખબર છે.એ કયારેય વગર કારણે આવી વાત ન કરે..યુ લાઇક હિમ ?..એ તારા માટે સીરીયસ છે.અને ખુબ સારો પણ છે.માટે જે જવાબ આપે વિચારી ને આપજે . આજે અમારે તારા વિશે વાત થઇ અને એને જમોકલી છે મને તારો જવાબ લેવા. ”
“ હા ..તો મારો જવાબ ના છે.તું ના પાડીદે.”
“ અંતરા આવી ભુલ ન કર . વિચારી ને જવાબ આપજે .”
“ મે કહયું એ ફાઇનલ..તું જાણે છે મને પણ..”
સાંભળી ને નિરાલી ખુબ નીરાશ થઈ ગઇ. અંતરા એ ભુલ કરી છે.પણ.હવે નિસર્ગ ને જવાબ તો આપવો જ પડશે. એ પણ વહેલી તકે.
“હલો..નિસર્ગ.?” નિરાલી નો અવાજ સાંભળતા જ એ ખુશ થઈ ગયો.જવાબ ની રાહ જોવા નો અંત હતો .
“હા...શું કહયું? એને પણ હા પાડી ને? જાણતો હતો એ હા જ પાડશે. “નિસર્ગ નો ઉત્સાહ એની અંતરા માટે ની ઝંખના એના શબ્દો માં વર્તાય રહી હતી.પણ નિરાલી એ તેને અટકાવ્યો.
“ ના..... ના..જવાબ છે એનો..”
“નિરાલી આવી મજાક ન કર .તું જણે છે..ને હું કેટલો..?.”
“હા..પણ હકીકત આ જ છે..કે અંતરાએ ના પાડી છે.”
નિસર્ગ ખુબ દુખી થઈ ગયો.આમ કેવી રીતે એ..પણ હશે કદાચ સમજવામાં ભુલ થઈ હોય.એ રાત્રે મોડે સુધી ઘરે ન આવ્યો. અંતરા વારંવાર બહાર આવી ને જોઈ લેતી ..અંતે રહેવાયુ નહીં.
“નિરુ..તે પેલા ને જવાબ આપ્યો?..”
“ હા...પણ તારે શું? “
“ ના..ના..એતો હજુયે ઘરે નથી આવ્યો માટે “
એટલાં માં બાઇક નું હોર્ન વાગ્યું. અંતરા દોડી ને નિસર્ગ ને જોવા બહાર આવી. પણ નિસર્ગ એને ઇગ્નોર કરી ને નીકળી ગયો ..અંતરા ને ખરાબ લાગ્યુ. સવારે ફરી એના ઘરે પહોંચી ગઇ.એ નિસર્ગ ને તાકયા કરતી.કયારેય સ્માઇલ પણ. ધીમેધીમે ફરી એ અંતરા તરફ ઢળવા લાગ્યો. બે-ત્રણ મહિના પછી ફરી નિરાલી સાથે વાત કરી. આ વખતે પણ જવાબ “ના” હતો. આમ વારંવાર અંતરા નિસર્ગ ને આશા આપતી પણ જયારે નિસર્ગ જવાબ માગતો એ ના પાડતી.આમ ને આમ છ-સાત મહિના ચાલ્યુ. નિસર્ગ ને અંતરા ની આ રમત સમજાતી નહોતી. એ પ્રેમ કરેછે . પણ છતાં ના પાડવા ની આ રમત..વારંવાર મારી લાગણીઓ ની સાથે રમત રમે છે.એક વાર ફરી નિસર્ગ એ નિરાલી ને મળવા બોલાવી.
“નિસર્ગ એ દર વખતે ના મા જ જવાબ આપે છે.પછી ..હવે હું તને કહું છુ. છોડ એને. તું કયાં સુધી એની પાછળ....હવે તો મને અંતરા પર ગુસ્સો આવે છે. “
“મને પણ..એટલે જ તને બોલાવી છે. કહી દે કે આ રમતો બંધ કરે. થાકી ગયો છું હું. વારંવાર મને... હવે આ છેલ્લી વખત પુછી જો.. નહી તો હું નેકસ્ટ યર ભણવા માટે અમદાવાદ જતો રહું. એટલે મને પણ શાંતિ. આ છેલ્લી વખત હવે જો એ ના પાડશે તો બસ પછી કયારેય તને પણ હેરાન નહીં કરું. “
નિરાલી ખુબ ગુસ્સા માં હતી. સીધી અંતરા ના ઘરે જ પહોંચી ગઇ. એના રુમ નો રિવાજો જોરથી ખખટખટાવવા લાગી.
“અંતરા ..અંતરા..દરવાજો ખોલ જલદી..”
“અરે....આવી શું ઉતાવળ છે..? શું થયું? કેમ એટલી ગુસ્સા માં છે?.”
“તારા લીધે. હેરાન કરી નાખ્યા છે.સમજે છે શું તું તારી જાતને?..મનફાવે તેમ લોકો ની લાગણીઓ થી રમવા નુ? કંઇક તો દયા રાખ બિચારા પર.તું..તો..”
“ઓહ તો હવે સમજી. પેલા ની વકાલત ચાલે છે. “
“જો અંતરા તું એક વાત સમજી લે.તને એ ગમતો હોય તો હા પાડ. નહીં તો આમ રમત ન કર.હું તો એને ધમકાવતી કે જોજે અંતરા ને કયારેય દુખી ન કરતો.પણ અહીંયા તો...પણ છોડ આ છેલ્લી વખત મને મોકલી છે જવાબ લેવા. આ વખતે જો તે ના પાડી તો પછી કયારેય તું એને જોઈ નહીં શકે.એ જતો રેહશે અમદાવાદ ભણવા ને ત્યા જ સેટલ થઈ જાશે. પછી તારી આ બધી હોશીયારી રહી જવાની. હવે શું કહેવું છે ? બોલ”
અંતરા આ વાત સાંભળી ને થોડી ઢીલી પડી ગઇ. મનમાં થયું કે હવે જો સાચુ નહીં કહું તો ખોઈ બેસીસ નિસર્ગ ને.
“ હા..મારો જવાબ હા..છે.જા કહીદે જઇ ને.” નિરાલી ની આંખો આશ્ચર્ય થી પહોળી થઈ ગઇ.
“શું..કીધુ ? હું બરાબર સાંભળુ છું ને કે..તો પછી નાટકો કેમ કર્યાં..”
“નાટકો નહીં પણ હું એને પારખવા માંગતી હતી.અને ઈચ્છતી હતી કે ડફોળ તને મોકલવા ને બદલે જાતે આવી ને કહે.પણ જવાદે હવે. પહેલાં દિવસ થી જ એ ગમતો હતો. માટે જઇ ને જવાબ હા છે એમ કહીદે. એ જતો રહેશે તો નહીં જીવાય મારા થી”. નિરાલી એકદમ ખુશ થઈ ને વળગી પડી અંતરા ને.અને ત્યા થી સીધી નિસર્ગ ને મળવા ગઇ. નિસર્ગ ક્લાસ ની બહાર ઉભો હતો. એણે નિરાલી ને આવતા જોઈ. હતું કે જવાબ કદાચ ના જ હશે..માટે બહું ઉત્સાહ ન હતો. નિરાલી હવે નજીક આવી ગઇ હતી.
“કયાં વાત કરશું..?”
“તું બાજુના કાફેમાં જઇને બેસ. હું આવું. “ મનમાં તો ઘણી ગડમથલ હતી પણ. બેગ લઇ ને સીધો કાફેમાં પહોંચી ગયો .
“ બોલ..! શું કહ્યું? ના જ ને? મને ખબર જ હતી કે આ છોકરી મને.પહેલી વાર કોઈ ના માટે મને. “બોલતા બોલતા એ અટકી ગયો. નિરાલી એકીટશે એને જોઈ રહી હતી. અને વીચારી રહી હતી કે બીચારા ને કેટલો લાચાર કરી નાખ્યો છે.”
*****