girlfriend boyfriend (part-1) in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-1)

Featured Books
Categories
Share

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-1)

કયારેક મને થતુ ભગવાન જન્મતાની સાથે જ નક્કી કરી રાખતા હશે તારે આ છોકરી સાથે પરણવાનું છે મારે આ છોકરા સાથે પરણવાનું છે.

'હા' જો આ સાચું છે,

તો મને થતું કે લોકો કહે છે ભગવાન જ તમારા મા-બાપ છે તો મા-બાપ શા માટે અમારા પ્રેમમાં દખલ કરે છે.

આજ સવારે જ હું મુંબઈથી મારા ઘરે આવ્યો, મારા પપ્પા મને સ્ટેશને લેવા આવ્યા હતા. હું સ્ટેશનેથી મારા ઘરે પહોચ્યો,ત્યાજ મારી સામે કોઈ આવ્યું,

મને તેમને કહ્રયું કેમ છો ?

પણ મે 'હા' માં જ જવાબ આપ્યો.

કેમ કે હું તેને ઓળખતો ન હતો.

મે તેનો ચહેરો પહેલી વાર જોયો હતો.

મે તરત જ પુછી લીધુ તમે કોણ?

હું અવની છુ.

હું સોફા પર બેઠો એ મારા સામેનાં સોફા પર બેઠી.

મારે તમારુ એક કામ છે?

મે ગર્વથી કહ્રયું, ' બોલો ને'

મને કોઇ કામ કરવાનું કહે તો હું રાજી થઇ જતો. કેમકે મને તેમાંથી જ શીખવા મળતું હતું.

મે તમારી બુક રિડિંગ કરી તમે સારી 'નવલકથા લખો છો.

મે કહ્રયું 'હા'

તમે એક સારા લેખક છો.

હું પહેલી વાર મારી નવલકથાના વખાણ કોઈ છોકરી પાસે સાંભળતો હતો.

મેં થેન્કયુ કહ્રયું,

તો તમારે એક નવલકથા લખવાનીં છે.

મે કહ્રયુ 'હા'

પણ જો મનેં ગમશે તો જ? નહી તો હું લખવાનોં પ્રયત્ન નહી કરુ. નવલકથા લખવામાં ઘણો સમય લાગે છે તમને ખબર જ હશે?

'હા' પણ અવનીએ મને એક સરસ મજાનીં સ્માઈલ આપીનેં કહ્રયું,' તમને ગમશે જ

મેં અવની તરફ જોઈનેં કહ્રયું, 'તમે નાસ્તો કરો'

અવનીએ કહ્રયું, 'હા'

મારા મમ્મી કોઈ મહેમાનનેં જમ્યા વગર જવા દેતા નથી. જમવું ના હોય તો નાસ્તો કરો. એ એમનો રૂલ હતો. મેં ઘણીવાર એમને ફોનમાં આ વાત કહેતા સાંભળ્યા છે. 'તો હું થોડી વારમાં આવું સ્નાન કરીને', તમે બેસો, હું હમણા જ મુંબઈ થી આવ્યો છુ.

'હા' મને ખબર છે. તમારા ભાભીએ મને વાત કરી, તમે તૈયાર થઈનેં આવો.

મેં થોડી વાર અવની પાસેથી વિદાય લીધી.

હું થોડી જ વારમાં સ્નાન અને નાસ્તો કરીનેં એક બુક અને પેન લઈનેં અવનીની સામે બેસી ગયો.

અવનીને મેં ધીમેથી કહ્રયું, 'બોલો તમારી પ્રેમ કહાની'

અવનીએ ફરીવાર મને એક પહેલાની જેવી જ સ્માઈલ આપી. અને તેની પ્રેમ કહાનીની શરૂઆત કરી.

આજ નો દિવસ સારો હતો કેમકે હું બારમાં ધોરણમાં સારા માર્કસે પાસ થઈ હતી. અને મને એક સારી કોલેજમાં એડમીશન મળવાનું હતું. હું વિચાર કરતી કોલેજમાં તો લોકો કેવા બિન્દાસથી ફરતા હોય છે. કોઈ છોકરાને ગર્લફ્રેન્ડ હોય, તો કોય છોકરીને બોયફે્ન્ડ હોય. મારે પણ એક સારો બોયફે્ન્ડ હોય, હું તેને પ્રેમ કરુ તે મને પ્રેમ કરે. મારે પણ એક સારો છોકરો શોધીનેં બિન્દાસથી ફરવું હતું.

તે બિન્દાસથી ફરવા વાળી છોકરીનું નામ અવની હતું

'અવની' સ્વભાવની ખુબ જ સારી હતી, તે જોવામાં એક જ નજરે ગમી જાય તેવી હતી. તે જ્યારે હસતી ત્યારે તેનાં મોં પરનાં બન્ને બાજુનાં ખંજન તેની સુંદરતામાં વધારો કરતા હતા.ધણી મહેનત બાદ ભાવનગરનીં એન્જીન્યરીંગ કોલેજમાં એડમીશન લીધું.

આજ રવિવાર હતો અને સોમવારે મારે કોલેજનોં પહેલો દિવસ હતો.અવનીને તો બસ એક જ ઈચ્છા હતી કે મારે એક સારો બોયફે્ન્ડ હોય અને હું તેને પ્રેમ કરુ અને તે મને પ્રેમ કરે, અને 'હા' હું એની સાથે બિન્દાસથી ફરુ. કોઈ છોકરી જ્યારે તૈયાર થતી હોય ત્યારે તેનાં મનમાં માથાથી પગ સુધીનું મનમાંજ રાત્રે રટણ કરીને સુતી હોય છે. 'કે કાલે હું શુ પહેરીશ?. અવનીએ પણ કોલેજનાં પહેલા દિવસે વ્હાઇટ ડ્રેસ પહેરવાનું નક્કી કયુ પણ તેને બોયફ્રેન્ડનું સપનું કોરી ખાતુ હતુ. 'ના' 'ના' 'ના' વ્હાઇટ ડ્રેસ બોવ સારો નથી.' જો હું આ પેહેરીશતો મને કોઈ ગર્લફ્રેન્ડ નહી બનાવે' હું તો જીન્સ અને ટી-શર્ટ પહેરીને જ જઈશ. તો જ મને કોઈ ગર્લફ્રેન્ડ બનાવશે, નહી તો મારી પર કોઈ નજર પણ નહી કરે.

સવારે વહેલા તૈયાર થઈ અવનીએ કોલેજ તરફ પ્રયાણ કયુ. ભાવનગરમાં તેના ઘરથી કોલેજ બહુ દુર ન હતી. પંદર મિનિટનો જ રસ્તો હતો. આજ કોલેજનો પહેલો દિવસ હતો અવનીને ગભરાહટ થતી હતી. પણ અવની આજ કંઇક જુદી જ દેખાતી હતી, તેનાં છુટા વાળ તેનીં સુંદરતાને વધુ સુંદર બનાવતા હતા, પગમાં મોજડી , અવનીને કાનમાં અને નાકમાં પહેરવાનો બહું શોખ ઓછો હતો. પણ આજ કાનમાં નાની-નાની ટી-શર્ટનાં કલર જેવી જ બુટીનોં શણગાર રચ્યો હતો, તેની મોજડી પણ તેના જીન્સ અને ટી-શર્ટને મોહ પમાડે તેવી હતી.

કોલેજનું વાતાવરણ એકદમ નયનમય હતું. કયારેક ચકલીનોં અવાજ તો કયારેક પોપટનોં અવાજ મારા કાને પડતો હતો. હું થોડે દુર ચાલી ત્યાં મને કોઈએ પુછયું ન્યુ એડમીશન છે?

મે ધીરે રહીનેં કહ્રયું , 'હા'

મને લાગ્યું તે કોલેજનોં પટ્ટાવાળો હતો. તેને મને આંગળીનો ઈશારો કરીને ક્લાસરૂમ તરફ જવામાટે રસ્તો બતાવ્યો. મને અંદરથી ભય લાગતો હતો, કેમકે મારે આ કોલેજમાં ફ્રેન્ડ નહોતા. આમ' પણ છોકરીઓને એકલતા ગમતી નથી. કોઈ બસ્ટેન્ડ હોય, કે કોઈ સારી હોટલ હોય, કે પછી સ્કુલ હોય , કે કોલેજ બાજુમાં બેસીને કંઈ નેા પુછે તો કઈ નહી પણ' તેનું નાંમ અને એડ્રસતો લઈ જ લે. આજ અવનીએ પણ કોઈનું નાંમ અને એડ્રસ લેવાનું હતું.

થોડી જ વારમાં અવનીએ ક્લાસમમાં પ્રવેશ કયોં કલાસમાં બધાજ આવી ગયા હતા. હું થોડી ઉતાવળ રાખી કલાસમાં પહેલી જ બેન્ચ પર બેસી ગઈ. મને થયું કલાસમાં મારી જ ગેરહાજરી હતી, 'હા' મારી જ ગેરહાજરી હતી. પણ હજી બધાનું ધ્યાન મારી તરફ જ હતું. મને એ નોતુ સમજાતુ કે લોકો મને શા માટે એકી નજરે જોઈ રહ્રયા છે.

મે કલાસમાં પાછળ નજર કરી તો કલાસમાં ફકત દસ જ છોકરી હતી. અને અમારા કલાસનીં સંખ્યા પણ ખુબ ઓછી હતી. કેમ કોઈ છોકરીને તેના મા-બાપ એન્જિનીયરીંગ નહી કરાવતા હોય. પણ, મે આગળ વિચારવાનું બંધ કર્યુ.

થોડી વાર રહીને મે મારી બીજુવાળી છોકરીને પુછયું, 'હાય' તમારુ નાંમ?

તેણે મારી સામે જોઈને કહ્રયું, 'હેતલ'.

અને તમારૂ?

મે હસતા હસતા કહ્રયું, 'અવની'.

તેને મને કહ્રયું, 'તમે ભાવનગરમાં જ રહો છો?

મે 'હા' માં જ જવાબ આપ્યો.

પણ મે એડ્રસ ના આપ્યુ, કેમકે તેને મને પુછયું ના હતું.

તમે બારમાં ધોરણમાં કયા અભ્યાસ કર્યો?

મે ધીમા અવાજે કહ્રયું, 'સ્વામીનારાયણ ગુરૂકુલમાં'.

સારી સ્કુલ છે નહિ?

મેં ફરીવાર 'હા' માં જવાબ આપ્યો.

મેં પણ તેને પુછયું, 'તમે કઈ સ્કુલમાં હતા?.

તેણે મારી આંખોની સામે જોઈને કહ્રયું, 'હુ' ઘરશાળામાં હતી.

'ઓહો' તે પણ સારી સ્કુલ છે;

તેમને પણ મને 'હા' માં જવાબ આપ્યો.

પણ ' અવનીને મનમાં ને મનમાં કોરી ખાતું હતું. 'અવની તારે ગર્લફ્રેન્ડ નહી તારે એક સારો બોયફ્રેન્ડ બનાવવાનો છે' યાદ છે ને તને? અંદરથી કોઈ કઈ રહ્રયું હતું.

અવનીને તો બસ એક જ ઇચ્છા હતી મારે એક સારો બોયફ્રેન્ડ હોય, અને હું તેને પ્રેમ કરું, અને તે મને પ્રેમ કરે........