21mi sadinu ver - 11 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | 21મી સદીનું વેર - 11

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

21મી સદીનું વેર - 11

21મી સદીનુ વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેર માંથી શરુ થયેલી લડાઇ એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

કિશન:- કિશન કોઇ તારો પીછો શું કામ કરે? એજ સમજાતુ નથી.

મનીષ:- કદાચ સ્મૃતિ મેડમનો કોઇ દુશ્મન કે પછી હરીફ હોય જે તને સ્મૃતી મેડમને મળતા જોઇ ગયા હોય અને તેને લીધે તારો પીછો થતો હોય.

ઇશિતા;- કિશન, યાર તું પોલીસ ફરીયાદ કરીદે આપણે કોઇ પણ જાતનું રિસ્ક લેવું નથી.

કિશન;- પણ હજું આપણી પાસે કોઇ સબૂત નથી. એટલે પોલીસ પણ આપણી કાઇ મદદ નહી કરી શકે, અને ઉલટા તે લોકો વધુ સાવચેત થઇ જાશે.

કોલેજથી છુટીને બધા મિત્રો મોહીનીમા બેઠા હતા ત્યારે કિશને બધી વાત મિત્રોને કરી અને અત્યારે હવે શુ કરવું એના વિશે બધા ચર્ચા કરતા હતા

કિશન;- ઇશિ, તુ આમ ટેન્સન ના લે.તે લોકો મને કાઇ કરી શકશે નહી.મારે તો માત્ર એટલુ જાણવું છે કે તે લોકોને મારામા શુ રસ છે?

સુનિલ;- મને લાગે છે કે આ લોકો તો માત્ર ભાડૂતી માણસો હશે. તારો પીછોતો બીજુજ કોઇ કરાવતુ હશે.

પ્રિયા;- કિશન, તને કોઇ પર શંકા છે?

કિશન;- શંકા ની વાત કયાં કરે છે. મને તો હજુ સુધી વિશ્વાસ જ નથી આવતો કે કોઇ મારો પીછો કરાવે છે.

ઇશિતા;- હુ મારા પપ્પાને વાત કરૂ,તે તો તરતજ કમિશ્નરને ફોન કરીને પેલા લોકોને પકડાવી દેશે.

કિશન;- ના ના ઇશિતા એવુ કંઇ કરવાની જરૂર નથી. ખોટેખોટો મોટો ઇસ્યુ બની જાશે.

કિશનને અચાનક તેની મા એ કરેલી વાત યાદ આવી ગઇ કિશને વિચાર્યુ કે કદાચ ઇશિતાના પપ્પાનેજ તેના અને ઇશિતાના સબંધની ખબર પડી હોય અને તેજ મારો પીછો નહી કરાવતા હોય ને? તેથી તેણે ઇશિતાને ના પાડી

મનીષ;- મને એક વિચાર આવે છે કે મારો એક મિત્ર છે શૈલેંદ્રસિંહ જાડેજા અને તે સિક્યોરીટી સર્વિસનુ કામ કરે છે તે આપણને જરૂર મદદ કરશે.

પ્રિયા;- મનીષની વાત સાચી છે આમા કોણ કોણ સામેલ છે એ આપણને ખબર નથી તેથી આપણે આમા કોઇકની મદદ તો ચોક્કસ લેવી જોઇએ.

સુનિલ;- હા,મને પણ એજ ઠીક લાગે છે.

ઇશિતા;- હા,પણ જો તેનાથી કાઇ ના થાય તો પછી મારા પપ્પાને હુ ચોક્કસ વાત કરીશ.

કિશન;- હા, તો પછી એમ કરશું.

કિશન;- મનિષ,તુ તારા મિત્ર સાથે સમય નક્કી કરીને અમને કહેજે એટલે આપણે તેને મળી આવીશુ.

સુનિલ;- કિશન, હમણા તારે એકલા ફરવુ નહી તેથી એ લોકોને કોઇ તક ના મળે.

કિશન;- એવું કાઇ નથી એ લોકો આટલા ભિડવાળા વિસ્તારમા મને કંઇજ કરી ના શકે.એટલે એવી કોઇ ચિંતા ના કરતા.

કિશને આ બધાને કહ્યુ પણ તેની નજર ઇશિતા પર હતી તેથી ઇશિતા તેના કહેવાનો મતલબ સમજી ગઇ અને બોલી કિશન, છતા તું યાર થોડો એલર્ટ રહેજે.

પ્રિયા;- કિશન, હવે મોટો માણસ થઇ ગયો છે. આ તેનો પુરાવો છે કે તેનો પીછો પણ થવા લાગ્યો.

અને કિશન કોઇ છોકરી તો તારા પર ફિદા નથી થઇ ગઇને અને એજ તારો પીછો કરાવતી હોય એવુ નથી ને?

પ્રિયાની વાત સાંભળી બધા હસી પડ્યા અને થોડુ વાતાવરણ પણ હળવુ થઇ ગયુ.

ત્યાર બાદ થોડી હસી મજાકની વાતો કરી.અને મનિષને મિટીંગ ગોઠવવાનું કહી બધા છુટા પડ્યા.

***

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ત્રણેય મિત્રો દરબાર સિક્યોરીટીની ઓફીસ પર પહોંચી શૈલેંદ્રસિંહની રાહ જોતા વેઇટીંગ એરીયામા બેઠા હતા.મનિષે આગલે દિવસે શૈલેંદ્રસિંહ સાથે વાત કરી આજે મળવાનું નક્કી કર્યુ હતુ. તેથી ત્રણેય મિત્રો દરબાર સિક્યોરીટીની ઓફીસ પહોંચી ગયા હતા.પણ ત્યાં તે લોકોને રીસેપ્શનિસ્ટે કહ્યુ કે સાહેબનો પાંચ મિનિટ પહેલાજ ફોન હતો તે થોડીવારમાં આવે છે ત્યાં સુધી તમને લોકોને બેસવાનું કહ્યુ છે.ત્રણેય બેઠા હતા ત્યાં પટાવાળો આવીને પાણી અને ચા આપી ગયો.એટલે ત્રણેય વાતો કરતા બેઠા હતા.

કિશન;- આ બાપુ તને ક્યા મળી ગયા. તે તારી મિત્રતા થઇ ગઇ?

મનિષ;- અમે બન્ને નાના હતા ત્યારે એક જ સોસાયટી દિપાંજલીમાં રહેતા અને બન્ને એકજ સ્કુલ આલ્ફામા ભણતા હતા.તેથી બન્ને એક સાથે સાઇકલ લઇને સ્કૂલ જતા તેથી મિત્રતા થઇ ગઇ.શૈલુભાઇ મારા કરતા ત્રણ વર્ષ આગળ હતા.પણ અમને બન્ને ને એક બીજાની કંપની ખુબ ગમતી તેથી રીસેષમા નાસ્તો પણ હુ શૈલુભાઇની સાથે તેના ક્લાસમાંજ કરતો. આમને આમ મિત્રતા ગાઢ બનતી ગઇ.

આમ તો આ સિક્યોરીટી સર્વિસ શૈલુભાઇ ના પપ્પા હનિતસિંહ સંભાળતા હતા.બે વર્ષ પહેલાજ શૈલુભાઇ કોલેજ અધુરી છોડી તેમાં જોડાઇ ગયા. હવે મોટા ભાગનો બિઝનેસ શૈલુભાઇજ સંભાળે છે.

શૈલુભાઇએ બિઝનેશ જોઇન કરી આ આખી સિક્યોરીટી સર્વીસ ઓનલાઇન વેબસાઇટ દ્વારા ખુબજ પ્રખ્યાત કરી, અને ટર્નઓવર પણ બમણું કરી દીધુ. અને અત્યારે સૌરાષ્ટ્રના મોટા મોટા બિઝ્નેસમેન ની પર્સનલ સિક્યોરીટી અને તેના બિઝ્નેસઝોનની સિક્યોરીટી શૈલુભાઇ સંભાળે છે.

તે લોકો વાત કરતા હતા ત્યાંજ શૈલેંદ્રસિંહ આવ્યા તેણે ત્રણેય મિત્રો સાથે હાથ મિલાવ્યા, કિશનતો શૈલેંદ્રસિંહ ને જોઇ જ રહ્યો.6 ફુટ ઉંચાઇ, ભરાવદાર પણ કોઇ જાતની ચરબી વગરનું સમપ્રમાણ શરીર જાણે મિલિટ્રિઓફીસર હોય તેવો બાંધો પાણીદાર આંખો અને પાતળી એકદમ ચોકસાઇ થી સેટ કરેલ હોય તેવી મૂછ. કિશનને લાગ્યુ આ માણસ તો પોલીસ ઓફીસર બનવો જોઇએ એવો રૂઆબ છે તેનો.

શૈલેંદ્રસિહ ત્રણેયને તેની ઓફીસમાં લઇ ગયા,અને બેસવાનું કહ્યુ, ઓફીસ નાની પણ ખુબજ સરસ રીતે સજાવટ કરેલી હતી અને અદ્યતન ટેકનોલોજી અને સીસી,ટીવી કેમેરાની સ્ક્રીન અને લેપટોપથી સજ્જ હતી.શૈલેંદ્રસિહની રીવોલ્વિંગ ચેરની પાછળ દરબાર સિક્યોરીટીનો લોગો બે તલવાર અને ઢાલનુ મોટુ પોસ્ટર હતું. બધાએ ના પાડી તો પણ શૈલેંદ્રસિંહે કોફીનો ઓર્ડર આપ્યો.

શૈલુભાઇ;- સોરી મનિષ, અચાનક એક ઇમરજ્ન્સી કામ આવી ગયુ એટલે મોડુ થઇ ગયું.કેમ મનિષ હમણા તો દેખાતો નથી? મિત્રને ભુલી ગયો કે શુ?

મનિષ:- અરે ના શૈલુભાઇ એવુ હોતુ હશે. આતો તમે કામમાં હોય એટલે ક્યાં ડિસ્ટર્બ કરવા?

શૈલુભાઇ;- અરે આપણી વચ્ચે એવુ ક્યારથી આવી ગયું, મિત્રો માટે તો આપણે હમેશા નવરાજ હોય. હવે પછી એવુ ક્યારેય વિચારતો નહી, અને મળવા આવતો રહેજે.કે પછી કોલેજમા કોઇ છોકરી પટાવી લીધી છે એટલે અમારા માટે ટાઇમ નથી મળતો?

મનિષ હસતા હસતા બોલ્યો અરે ના યાર તમારા જેવા અમારા નસીબ ક્યાં છે?

મનિષે કિશન અને સુનિલને કહ્યુ શૈલુ ભાઇ કોમર્સ કોલેજમાં હતા ત્યારે પી.એસ.આઇ મહેતા સાહેબની છોકરી તેની સાથે હતી.પછી બાપુ તેના પર ફીદા થઇ ગયા અને સામે પણ એજ હાલત હતી.જો કે બે ત્રણ વાર મેહતા સાહેબે હાથ સાફ કર્યો તોય બાપુએ તો પેલીને છોડીજ નહી.છેલ્લે મેહતા સાહેબ અને શૈલુભાઇના પપ્પએ સમજીને બન્ને ની સગાઇ કરી દીધી.બાપુ તો ફાવી ગયા ભાઇ

શૈલુભાઇ હસતા હસતા બોલ્યા હા યાર જાન્હવી મારા માટે ખુબ જ લકી નિકળી. અને આમ પણ મારા જેવાનો હાથ કોણ પકડે?

મનિષ;- જાનુ ભાભિ પણ મને આમજ કહેતા હતા. તમે તેના પર જાદૂ કરેલો છે. અમારા તો ક્યાંય ટપા નથી પડતા લાગે છે તમારી પાસે ટ્યુશન રાખવુ પડશે.

કિશન અને સુનિલ બે મિત્રો ની આ ખાટી-મીઠી વાતો સાંભળી હસતા હતા.

ત્યાંજ પટાવાળો આવીને કોફી અને નાસ્તો આપી ગયો. નાસ્તો કરતા કરતા મનિષે કહ્યુ શૈલુભાઇ તમારૂ એક કામ હતું. આ મારા મિત્રો સુનિલ અને કિશન છે. મારી સાથે કોલેજમા છે.

હમણા થોડા દિવસથી કિશનનો બે છોકરા પીછો કરી રહયા છે

મનિષે બધી વાત શૈલુભાઇને વિસ્તારથી કરી અને કિશનનુ બેકગ્રાઉન્ડ પણ કહ્યુ અને પછી કહ્યુકે હવે શું કરવું એ માટે તમને મળવા આવ્યા છીએ.

શૈલુભાઇ;- તમને પાકી ખાતરી છે કે કોઇ તમારો પીછો કરે છે? ક્યાંક તે તમને અકસ્માતે બે ચાર વાર મળી ગયો હોય અને તમે માની લીધુ હોય કે તમારો પીછો થાય છે.

કિશન;- ના, પહેલા મેં પણ એવુ જ વિચાર્યુ હતુ. પણ પછી જ્યારે મે સાવચેતી પૂર્વક નિરીક્ષણ કર્યુ ત્યારે મને ખબર પડી. અને એ સતત મારી પાછળ હોય છે.

શૈલેંદ્રસિહ;- હુ તારી પાછળ એક મારો માણસ મુકી આપુ છું. એ તારો પીછો કરનાર નો પીછો કરશે. અને તેના વિશે માહિતી મેળવશે.અને બીજી વાત હમણા તમારે નોર્મલ વર્તન કરવાનુ જેથી તે લોકો સાવચેત ના થઇ જાય. અને ગભરાશો નહિ એવુ કંઇ થશે તો મારો માણસ તારી સલામતીનું પણ ધ્યાન રાખશે.

ત્યારબાદ બધાએ થોડી વાતો કરી કિશને તેના પપ્પા અને ગામ વિશે વાતો કરી તો શૈલુ ભાઇ આશ્ચર્યથી બોલ્યા અરે ગોર મહારાજ હુ પણ તારા ગામની નજીક આવેલ છત્રપુર નો વતની છુ.હવે તું ચિંતા ના કરતો હું તમારી સાથેજ છું

કિશન;- તમારો ખુબ ખુબ આભાર શૈલુભાઇ.અને શૈલુભાઇ મારે તમને કેટલી ફી આપવાની થશે એ કહો એટલે હુ થોડી વ્યવસ્થા કરી શકું.

શૈલુભાઇ;- અરે ગોર મહારાજ તમારી પાસેથી ફી થોડી લેવાય. અને એમ પણ તું મનિષનો મિત્ર છો એટલે તુ ફીની કોઇ ચિંતા કરીશ નહિ.

કિશને ફરીથી શૈલુભાઇનો ફરીથી આભાર માન્યો અને ત્યારબાદ બધા ત્યાથી નીકળ્યા ત્યારે દરબાર સિક્યોરીટી નો એક માણસ તેનાથી થોડા અંતરે આવતો હતો.એટલે બધાની ચિંતા થોડી ઓછી થઇ ગઇ.

ક્ર્મશ:

કોણ કિશનનો પીછો કરાવતું હશે? અને શા માટે કરાવતું હશે?

.હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શું છે મનિષ નું સિક્રેટ ?ઇશિતાના પપ્પા કિશનને જોઇને કેમ નર્વસ થઇ ગયા? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાઇ છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ

વાંચતા રહો

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર.મીત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160