સુંદર અને આકર્ષક દેખાવાની ટિપ્સ
મિતલ ઠક્કર
* શું તમે ફેસ પેક લગાવીને તેને એમ જ છોડી દો છો? તો તમારી આદતને થોડી બદલો, ફેસ પેક લગાવતી વખતે અંદાજિત 5 થી 10 મિનિટ સુધી આંગળીઓથી ચહેરા પર મસાજ કરો. આનાથી ફેસ પેક સ્કિનના ઉંડાણ સુધી જઇને પોતાની અસર દર્શાવશે.
* તમારા વાળનો એ ભાગ જે સૌથી પહેલાં સૂકાઇ જાય છે, તે છે એન્ડ્સ. જડની પાસે વાળ સૌથી છેલ્લે સૂકાય છે. તેથી વાળને લૂછતી વખતે તેના મૂળ પર વધારે ધ્યાન આપો અને તેને યોગ્ય રીતે સૂકવો. વાળને અનેક સેક્શનમાં વહેંચીને ધીરે ધીરે ટૂવાલથી એક-એક લટને મૂળથી લઇને લૂછો.
* મલાઇની મદદથી તમે શુષ્ક વાળની પરેશાની દૂર કરી શકો છો. આ માટે નહાતા પહેલાં થોડી મલાઇ લો અને તેને વાળ પર યોગ્ય રીતે લગાવો. અડધા કલાક બાદ તેને ધોઇ લો. અઠવાડિયામાં આવું 2 વખત કરો.
* ચામડીના ડેડસેલ(મૃત કોષ)માં રહેલું મેલેનિન પણ ચામડી પર કાળા ધબ્બાનો દેખાવ આપે છે. એને દુર કરવા માટે સ્ક્રબ કરો. એનાથી ચામડી પરના ડાર્ક સ્પોટ્સ હળવા થઈ જશે. બદામને વાટીને દહીંમાં ભેળવો અને એ મિક્સચર ચહેરા પર લગાવો. ૧૫ મિનિટ તેને રહેવા દો, પછી પાણીથી ધોવા માટે પાણી લગાવો અને ધીમે ધીમે નાના નાના વર્તુળ બને એ રીતે આંગળીઓ ચહેરા પર ઘસતા રહો. એમ કરવાથી ચામડી ઉપરથી મૃત કોષ નીકળી જશે અને ચામડી પર લોહીનો પ્રવાહ વધતાં ચામડી સ્વસ્થ અને ફીટ બને છે. એથી તમારો ચહેરો યુવાન દેખાવા લાગે છે.
* આપણે ભલે એવું માનતા હોઈએ કે સનસ્ક્રિન જ સૂર્ય કિરણોથી બચવાનો એકમાત્ર ઉપાય છે, પણ એવું જરાય નથી. ડાર્ક ચોકલેટમાં પણ તડકા અને સૂર્યકિરણો સામે લડવાની ભરપૂર તાકાત છે. વળી, મહત્વની વાત તો એ છે કે એ માટે તમારે વધારે મહેનત કરવાની પણ જરૂર નહીં પડે. ચોકલેટને સીધી જ ચહેરા પર લગાવી દેવાથી તે પ્રોટેક્શનની એક પરત બનાવી દે છે. જો કે ચહેરા પર લગાવવા માટે ચોક્લેટને મેલ્ટ(ઓગાળવી) તો કરવી જ પડશે. નવાઈની વાત તો એ છે કે જો તમે ચોકલેટને વધારે સમય સુધી સ્કિન પર લગાવી રાખશો તો તેનાથી સ્કિનબર્ન અને રેડનેસમાં પણ ફાયદો થાય છે.
* અન્ય સ્કિન ટાઇપની સરખામણીમાં સેન્સિટિવ સ્કિનને ગંદકી અને ધૂળથી ઝડપથી એલર્જી થાય છે. તેથી એ જરૂરી છે કે, તમે સ્કિનને હંમેશા સાફ રાખો. જ્યારે પણ તમને ચાન્સ મળે ત્યારે સ્કિનને નોર્મલ પાણીથી ધોઇ લો. આનાથી ચહેરાની ગંદકી દૂર થશે ઉપરાંત સ્કિન પણ હાઇડ્રેટ રહેશે.
* નાકની માફક કાનના વાળ પણ દેખાવામાં ખૂબ જ અજીબ લાગે છે. તેથી જો તમે પણ આનાથી પીછો છોડાવવાની રીત શોધી રહ્યા છો, તો આ માટે કાતરની મદદ લો. બસ કાતરથી તેને કાપો અને મેળવો છૂટકારો. તમે ઇચ્છો તો આ માટે પણ હેર રિમૂવલ ક્રિમનો ઉપયોગ કરી શકો છો. પરંતુ પેચ ટેસ્ટ લેવાનું ના ભૂલો. આ સિવાય ટ્વિઝરથી ખેંચવાની કોશિશ ના કરો. તેમાં તમને દર્દ વધારે થશે.
* પેડિક્યોરના સમયે પાર્લરવાળી યુવતીએ જે નેલ પેન્ટનો ટોપ કોટ લગાવ્યો છે, તેને થોડાં સમય બાદ ટચ-અપ કરો. આનાથી તમારાં નખ સુંદર દેખાશે અને નેલ પોલિશ પણ ખરાબ નહીં થાય.
* પગને સુંદર રાખવા માટે ધૂળ-માટીથી બચાવીને રાખવા ખૂબ જ જરૂરી છે. તેથી પેડિક્યોર બાદ પગને શક્ય હોય ત્યાં સુધી ધૂળ-માટીથી બચાવીને રાખો. આ માટે ફ્લિપ-ફ્લૉપ ના પહેરો, તેના બદલે બૅલી અથવા જૂતી પહેરો. શક્ય હોય તો જૂતાની સાથે મોજા પહેરો.
* એલોવેરા પોતાની હિલિંગ પ્રોપર્ટીઝના કારણે વ્હાઇટ સ્પોટ્સથી છૂટકારો અપાવે છે, તે સ્કિનને હાઇડ્રેટ પણ રાખે છે. દરરોજ બેથી ત્રણ વખત એક ફ્રેશ એલોવેરા જેલ તમારાં વ્હાઇટ સ્પોટ્સ પર યોગ્ય રીતે લગાવો. અમુક કલાકો સુધી તેને એમ જ રહેવા દો અને પછી ધોઇ લો
* કાકડી અને એલોવેરાથી બનતા માસ્ક પફી આઇઝ, આંખોની આસપાસ ડાર્ક સ્પોટ્સ, બારીક રેખાઓ અને કરચલીઓ દૂર કરશે. આ સિવાય તે તમારી થાકેલી આંખોને રાહત આપીને તેમાં ચમક લાવશે અને હાઇડ્રેટ કરશે. કાકડીને યોગ્ય રીતે છીણીને પેસ્ટ બનાવી લો. હવે 4 ચમચી પેસ્ટ કરેલી કાકડી અને 1 ચમચી એલોવેરા જેલ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને એક કોટન પર યોગ્ય રીતે ફેલાવી લો અને તેને આંખો પર અંદાજિત 15 મિનિટ સુધી રાખો અને પછી ધોઇ લો.
* લસણ અને લીંબુ એકસાથે મળીને જૂ ખતમ કરવાનો લાજવાબ ઓપ્શન છે. 3થી 4 લસણની કળી લો અને તેની પેસ્ટ બનાવો. તેમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને તમારા સ્કાલ્પ પર લગાવો. અડધા કલાક બાદ શેમ્પુ કરી લો. અઠવાડિયામાં આવું બે વખત કરો.
* હિના પાઉડર તમારાં વાળના એક્સેસ ઓઇલને દૂર કરીને ચિકાશથી રાહત અપાવશે. ઉપરાંત તેને સોફ્ટ અને સિલ્કી પણ બનાવશે. અડધા કપ પાણીમાં 4 થી 5 ચમચી હિના પાઉડર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. તેને તમારાં વાળ ઉપર યોગ્ય રીતે લગાવો. જ્યારે તે સૂકાઇ જાય ત્યારે શેમ્પુ કરીને યોગ્ય રીતે ધોઇ લો.
* એક બટાકાના રસમાં ગાજરનો અને કાકડીનો રસ ત્રણ-ત્રણ ટીપાં ભેળવી લગાવવાથી ડાર્ક સર્કલ્સ દૂર થાય છે.
* શું તમે કોઇ પણ ફેબ્રિકનો ટૂવાલ ઉપયોગ કરો છો? તો જરા રોકાવ, વાળને લૂછવા માટે હંમેશા માઇક્રો ફાઇબરથી બનેલા ટૂવાલનો ઉપયોગ કરો. માઇક્રો ફાઇબર એક સુપર એબ્ઝોર્બેન્ટ હોય છે. તે વાળથી પાણીને યોગ્ય રીતે સૂકવીને તેને ઝડપથી સૂકવવામાં મદદ કરે છે. આ માટે હંમેશા માઇક્રો ફાઇબરવાળા ટુવાલનો ઉપયોગ કરો. જો તમારાં વાળ કર્લી છે, તો થોડું ધ્યાન રાખીને ઉપયોગ કરો.
* ચામાં મોજૂદ ટેનિંગ એસિડ એક્સેસ ઓઇલના પ્રોડક્શનને ઘટાડીને વાળની ચિકાશ દૂર કરે છે. 2 ચમચી ચા લો અને તેને પાણીમાં નાખીને ઉકાળો. જ્યારે તે ઠંડું થઇ જાય તો તેને ગાળીને પાણીને તમારા વાળને યોગ્ય રીતે શેમ્પુથી ધોઇ લો.
* એલોવેરા તમારી સ્કિન અને વાળ સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર કરવામાં અકસીર છે. 1 ચમચી એલોવેરા જેલ અને 1 ચમચી મધ મિક્સ કરીને તમારા વાળ પર યોગ્ય રીતે લગાવો. અડધા કલાક બાદ ધોઇ લો. અઠવાડિયામાં દર બીજા દિવસે તેનો ઉપયોગ કરો.
* મધ પ્રાકૃતિક રૂપે ત્વચાને નરમ બનાવે છે. એક ડોલમાં ગરમ પાણી લો. તેમા અડધો કપ મધ નાખો. તેમા પોતાની પાનીને લગભગ ૨૦ મિનિટ સુધી રાખો. ત્યારબાદ પાનીને ધોઈને કોઈ ક્રીમથી મસાજ કરી લો. તેનાથી તમારી પાની નરમ પડશે.
* જો તમે ઇચ્છો છો કે, શેવિંગ માટે ઉપયોગમાં લેવાતા રેઝરની બ્લેડ્સ લાંબા સમય સુધી કામ કરે, તો તમારે જરૂર છે એક સરળ ટ્રિક અપનાવવાની. શેવિંગ બાદ તમારી રેઝરને યોગ્ય રીતે સાફ કર્યા બાદ સૂકાવવા દો. જ્યારે તે સૂકાઇ જાય ત્યારે એક ટિશ્યુને કોઇ પણ ઓઇલમાં ડૂબાડીને રેઝરની બ્લેડ્સને યોગ્ય રીતે લૂછી લો. આનાથી બ્લેડ્સની લાઇફ લાંબી થશે અને તમારા પૈસા પણ બચશે.
* ગરદન કાળી પડી ગઈ હોય તો પાકા પપૈયાનો માવો રોજ સ્નાન કરતાં પહેલાં ઘસવાથી રંગ ગોરો બનશે.
* લિપસ્ટીક લગાવતાં પહેલાં હોઠ પર પાઉડર અને ઘી ભેળવીને લગાવવાથી લિપસ્ટિક લાંબો સમય રહેશે.
* તમારી પોનીટેલથી થોડો ગ્લેમરસ લુક મેળવવા માટે કર્લની મદદ લો. આ માટે પોનીટેલના કિનારા પર કર્લ કરી લો. જો તમે લુકને વધારે સ્ટાઇલિશ ઇચ્છો છો તો પોનીટેલને કમ્પલિટ કર્લ પણ કરી શકો છો.
* લીંબુની છાલ તાજી હોય તો તાજી અને સુકવેલી હોય તો તેને પલાળીને તથા વાટીને એને મીઠું અને પિપરમેંટના તેલ સાથે મિક્સ કરી સ્ક્રબ બનાવો. આ સ્ક્રબ વડે તમારા પગ પર મસાજ કરો અને ધોઈ લો. એટલું કરવાથી તમારા પગની ત્વચા નરમ અને સોફ્ટ થઈ જશે.
* કોઇ પણ બ્યુટી પ્રોડક્ટ્સને ખરીદતા પહેલાં તેના ઇન્ગ્રિડિયન્ટ્સ વિશે યોગ્ય રીતે જાણી લો. ધ્યાન રાખો કે તેમાં મોજૂદ કોઇ ઇન્ગ્રિડિયન્ટ્સથી તમારી સ્કિનને કોઇ એલર્જી ના થાય. કોઇ પણ પ્રોડક્ટ ખરીદતા પહેલાં એક પેચ ટેસ્ટ કરી લો. થોડી ક્વોન્ટિટીમાં પ્રોડક્ટ લો અને તેને સ્કિન પર લગાવો અને 48 કલાક સુધી નિરિક્ષણ કરો અને તમને કોઇ પણ પ્રકારની એલર્જી થાય તો ઉપયોગ ના કરો.
* ચહેરા પર વ્હાઈટ હેડ્સ દૂર કરવા માટે સાબુના ફીણમાં મીઠું ભેળવીને ઘસો. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખો.