Aakhari Sharuaat - 10 in Gujarati Love Stories by ત્રિમૂર્તિ books and stories PDF | આખરી શરૂઆત - 10

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

આખરી શરૂઆત - 10

( ગયા ભાગમાં આપણે જોયું કે અસ્મિતા અને ઓમના મમ્મી પપ્પા સંબંધ નક્કી કરવા માટે એકબીજાની ઘેર મળે છે. અસ્મિતાના પપ્પા ઓમની થોડી પરીક્ષા કરી પોતાની રીતે ચકાસી હા પાડી દે છે અને જાગૃતિબેનને પણ અસ્મિતા ગમી જાય છે! પછી ઓમ અને અસ્મિતા ઓફિસ થી મૂવી જવાનું નક્કી કરે છે હવે આગળ )

ઓમ અને અસ્મિતાની ધારણા મુજબ કાલે મૂવી જોઈને ઓમ અસ્મિતાને સ્ટેશન મૂકી જશે અને એના મમ્મી પપ્પાને પણ જણાવી દેશે. બીજા દિવસે ઓફિસનું કામ અને મીટિંગ પતાવી ઓમ અને અસ્મિતા ગાડીમાં મૂવી જોવા નીકળ્યા. મૉલ અને મલ્ટીપ્લેક્સ હતું અને બંને એક કલાક વહેલા પહોંચ્યા હોવાથી થોડી વાર મૉલ ફરવાનું નક્કી કર્યું. છેવટે બંને સાડા-છ વાગે સિનેમાહોલમાં દાખલ થયા. મૂવી હોરર હતું ઉપરથી બંનેએ આ ઉપરથી 3Dમાં મૂવી જોવાનું નક્કી કર્યું! અસ્મિતા આમ ઘણી બહાદુર હતી પણ અસ્મિતાને હોરર ફિલ્મો અને અંધારાનો જબરો ડર હતો જાણે ફોબિયા જ હોય! પણ ઓમની ઇચ્છા હોરર ફિલ્મ જોવાની હતી તેણે પણ તેનું મન રાખવાં હામી ભરી હતી. છેવટે બધી લાઇટસ બંધ થઈ અને મૂવી શરૂ થયું.

જ્યારે પણ હોરર સીન આવતો ત્યારે અસ્મિતા આંખો બંધ કરી દેતી અને ઓમનો હાથ પકડી લેતી. "અસ્મિતા આર યુ ઓકે?" "મને થોડો ડર લાગે છે" અસ્મિતાએ થોડા સંકોચથી કહ્યું. "પણ તું તો આટલી બહાદુર છે તો પછી કેમ? અરે કાંઈ નહીં..." ઓમે આખી મૂવી દરમિયાન અસ્મિતાનો હાથ પકડી રાખ્યો. અસ્મિતા પણ હવે ઓછું ડરી રહી હતી ફરી મૂવીમાં અત્યંત હોરર સીન આવ્યો આ વખતે તો ઓમે પણ ચશ્મા કાઢી નાખ્યા હતા! અસ્મિતા તો "મમ્મી" બોલી ઊઠી અને ઓમને ભેટવા જ જતી હતી પણ અટકી ગઈ. છેવટે મૂવી પૂરું થતાં અસ્મિતાને હાશ થઈ."ઓમ આજ પછી આપણે કદી હોરર મૂવી જોવા નહીં આવીએ ઓકે ? "અસ્મિતાએ સિનેમા હોલની બહાર આવતા કહ્યું. "તને આટલો ડર લાગતો હતો તો તે હા કેમ પાડી? અસ્મિતા કાંઈ બોલી નહીં.

ઓમ અને અસ્મિતા ગાડીમાં બેસી સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ત્યાં જ એક ચાર રસ્તા પર નાકાબંધી હતી કોઈને આગળ જવા દેવામાં આવતા ન હતા. ઘણી પોલિસવાનો અને પોલિસ ઉભી હતી. ઓમની ગાડીને પણ ઊભી રાખી ચેકિંગ કરવામાં આવી. અસ્મિતાએ એટલામાં બે ત્રણ જણાને વાત કરતા સાંભળ્યા કે સ્ટેશન આગળ પથ્થરમારો અને કોમી રમખાણો ફાટી નીકળ્યા છે. બે ત્રણ વાહન સળગાવ્યા છે અને કોઈને જવા દેવામાં આવતા નથી. ઓમને જાણ થતાં તેને કાંઈ પણ વિચાર્યા વગર ગાડી પોતાના ઑફિસના ક્વાર્ટર તરફ હાંકી મૂકી. રમખાણો અને તોફાનની પરિસ્થિતિમાં અફવા પણ વધુ ન ફેલાય એટલે નેટવર્ક પણ થોડો સમય જામ કરાયું હતું. આ બાજુ ટીવી પર સુરતની ઘટના જોઈ નિર્મિતાબેન અને પ્રકાશભાઈ ચિંતામાં હતા.. અસ્મિતાએ વિચાર્યું ઉર્મિલાકાકીના ઘરે જતી રહે પણ એના માટે પણ સ્ટેશનનો બ્રિજ ઓળંગવો પડે તેમ હતું તેથી તે કઈ બોલી નહીં. છેવટે બંને ક્વાર્ટર પર પહોંચ્યા. કંપનીએ આમ તો સારું ઘર આપ્યું હતું. અસ્મિતાને એક વાર થયું પણ કે આમ કોઈની સાથે રાતે રહેવું અને હજી તેની અને ઓમની સગાઈ પણ નહોતી થઈ. આજુબાજુવાળા અને બીજાલોકો શું કહેશે? પણ તેને ઓમ પર પૂરો વિશ્વાસ હતો.

"અસ્મિતા હું જાણું છું તું શું વિચારે છે પણ ટ્રસ્ટ મી" ઓમ દરવાજો ખોલતા ખોલતા બોલ્યો. આમ તો ઘર ઘણું સારું અને સ્વચ્છ હતું કારણ કે કમ્પનીનો ક્લીનર જ રોજ સાફ કરતો હતો. પણ ઓમ એકલો રહેતો હોવાથી તેના કપડા અને બીજી વસ્તુ અવ્યવસ્થિત અને આમ તેમ પડી હતી."સોરી અસ્મિતા મને ખબર નહોતી કે..." "અરે ઇટ્સ ઓકે મેં મારી કોલેજની બેચલર ફ્રેન્ડ્સના ઘર જોયા છે તમે તો ઘણું સારું જાળવ્યું છે" ઓમે તરત માથાની પાછળ હાથ રાખતા કહ્યું "શીટ" કેમ શું થયું ઓમ?" "અરે હુ દરરોજ રાત્રે ટીફીન મંગાવુ છું પણ આજે વિચાર્યું હતું કે તને સ્ટેશન ડ્રોપ કરી બહારથી કાંઈક ખાઈ લઈશ અને અત્યારે દસ વાગી ગયા છે તો ટીફીન પણ નહીં મળે" ઓમે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું."કાંઈ નહીં હું બનાવી દઈશ તમે ચિંતા શું કામ કરો છો?" મૅડમ હું અહીં એકલો રહું છું. તો ઘરમાં બધાં મસાલા, કરિયાણું કે શાકભાજી વસાવી નથી રાખતો. "યૂ મીન કિચનમાં કાંઈ જ ખાવાનું નથી.!?? "ના ના એવું નથી હું સવારે ચા નાસ્તો ઘરે જ કરુ છું તો દૂધ, ચા, કોફી, બ્રેડ, જામ વગેરે પડયું હશે. "

"સરસ હવે મને ખબર પડી કે આંટીને લગ્નની કેમ આટલી ઉતાવળ છે! "અસ્મિતાએ હસતાં હસતાં કહ્યું અને ઓમ પણ હસી પડ્યો. તો હવે જલ્દીથી લગ્ન કરી અહીં આવી જા." અને અસ્મિતા આ સાંભળી શરમાઈ ગઈ. "વિચારીને કહીશ" આટલું બોલી અસ્મિતા હસી પડી અને ઓમ પણ...

પછી અસ્મિતાએ કિચનની લાઇટ ઓન કરી અને ઓમને પૂછ્યું "બોલો ચા પીશો કે કોફી?" "અરે તું કેમ બનાવે છે હું બનાવી દઈશ ને!" "અરે રોજ તો તમે બનાવો જ છો ને આજે હું બનાવીશ" અસ્મિતા બોલી. "ઓકે" કહેતા ઓમે ફ્રિજમાંથી દૂધ કાઢતા કહ્યું.ઓમે ફ્રિજમાંથી બ્રેડ અને જામ પણ કાઢ્યા. અસ્મિતા ચા બનાવવા લાગી અને ઓમ બ્રેડ - જામ. ચા અને નાસ્તાથી જ બંને એ પેટ ભર્યુ. છેવટે રાતના સાડા અગિયાર થયા અને સૂવાનો વખત આવ્યો પણ ઓમના ઓફિસના બે રૂમ પૈકી માત્ર બેડરૂમનો જ પંખો ચાલુ હતો. હૉલનો પંખો બગડેલો હતો એણે રિપેર કરાવવાનું નક્કી કર્યું હતું પણ આખો દિવસ બહાર રહેતો હતો અને એક બે રવિવારથી અમદાવાદ વડોદરા સુરત જ આવવાનું જવાનું થતું હતું.. બેડરૂમનો પલંગ બે જણ આરામથી સૂઈ જાય એવો હતો જ્યારે હોલમાં માત્ર એક સોફા જ હતો. પણ અસ્મિતાનું હોલમાં સૂઈ જવું યોગ્ય નહોતું એટલે એણે પણ હા પાડી.

ઓમ હૉલમાં સોફા પર આડો પડ્યો. રૂમમાં બંધ પંખો, ચોમાસાનો બફારો ઉપરાંત મચ્છરોના કારણે ઓમ પડખા ઘસતો રહ્યો. અસ્મિતા અચાનક અડધી રાતે પાણી પીવા ઊઠી ત્યાં એણે જોયું કે હૉલનો પંખો બંધ હતો. 'આ ઓમ પણને પંખોય ચાલુ નથી કરતા!' એમ બબડતા પંખાની સ્વિચ બે ત્રણ વાર ચાલુ કરી જોઈ પણ એ ક્યાં ચાલુ થવાનો હતો, અસ્મિતાને ઊભા ઊભા પણ મચ્છર કરડતાં હતાં!. એ વિચારવા માંડી ઓમની શું હાલત થતી હશે!... એ આખી પરિસ્થિતિ સમજી ગઈ. ઓમે મને તકલીફ ના પડે એટલે.. વિચારીને અસ્મિતા ભાવુક થઈ ગઈ. પણ પછી તેણે ઓમને ઉઠાડ્યો. ઓમ જાગતો જ હતો તે અચાનક ઊભો થઈ બોલ્યો "શું થયું અસ્મિતા?" અસ્મિતા અદબ વાળી ઊભી હતી. "બોલ શું થયું અસ્મિતા?

અસ્મિતા કાંઈ બોલી નહીં અને ઓમનો તકીયો અને ઓઢવાનું લઈ અંદર જતી રહી. "આ શું કરે છે અસ્મિતા?" ઓમ પણ એની પાછળ ચાલતા ચાલતા બોલ્યો."હું કાંઈ સાંભળવાની નથી તમે બેડરૂમમાં જ સૂઈ રહ્યા છો બસ!" "પણ ને બણ કાંઈ નહીં મેં બહારની હાલત જોઈ ઓમ" "પણ આપણે સાથે કેવી રીતે?" "કાંઈ વાંધો નહીં મને તમારી પર વિશ્વાસ છે ઓમ " બંને એકબીજાને થોડી વાર સુધી જોઈ રહ્યા! પછી છેવટે અસ્મિતાની જીદ આગળ ઓમ હાર્યો. બંને બેડરૂમમાં જ સૂઈ ગયા.

સવારે 4:30 એ અસ્મિતાનું અલાર્મ વાગ્યું. અસ્મિતા જાગી તો જોયું તેનો હાથ ઓમના માથા પર હતો. તેણે તરત જ હાથ લઈ લીધો. પછી તેણે ઊભા થઈ જોયું તો નેટવર્ક આવતું હતું એટલે તરત જ ઘરે ફોન લગાવ્યો. પ્રકાશભાઈ પણ જાગતા હતા.તેમને વાત સાંભળી સંકોચ તો થયો પણ અસ્મિતા સલામત હતી એટલે રાહત થઈ. અસ્મિતા ઘણી વહેલી ઊઠી હતી ઓફિસ જવાને હજુ વાર હતી એટલે ઓમનું ઘર સાફ કરવા માંડી જોતજોતામાં છ વાગ્યા એટલે અસ્મિતાએ નાહી લીધું પછી ચા મૂકી અને ઓમને ઉઠાડવા ગઈ. બે મિનિટ તો ઓમને સૂતા જોઈ મલકાઈ ઊઠી . પછી ઓમને ઉઠાડયો. ઓમ તો અસ્મિતાને જોઈ ચોકી ઉઠયો.પણ પછી ગઈકાલની ઘટના યાદ આવી. ઓમ પણ ફ્રેશ થયો. બંને ઓફિસ જવા રવાના થયા અસ્મિતાએ મજબૂરીમાં ગઈકાલનો જ યુનિફોર્મ પહેરવો પડ્યો. પ્રકાશભાઈએ જાગૃતિબેનને જાણ કરી. બંનેએ જલ્દીથી સગાઈ કરાવી લેવાનો નિર્ણય કર્યો. ઓમ અને અસ્મિતાને આ વાતની જાણ થતાં બંને પણ ખુશ થયા. જોતજોતામાં એન્ગજમેંટનો દિવસ આવી ગયો.

***

એન્ગજમેંટનો દિવસ પણ આવી ગયો. આ એન્ગજમેંટ કોઈ જેવા તેવા વ્યક્તિની તો હતી નહીં! ઓલ ગુજરાત ફેમસ રેડિયોજૉકી નિર્મિતાબેનની પુત્રી અસ્મિતા અને ઇન્ટરનેશનલ બિઝનેસ ટાઈકૂન કંપનીના ડિપાર્ટમેંટલ હેડ ઓમનું એન્ગજમેંટ થવાનું હતું. જાગૃતિબેન નો સુજાવ હતો કે સગાઈ કોઈ પાર્ટીપ્લોટ કરતાં આપણે હોટલમાં રાખવી અને એટલે જ અમદાવાદની વ્હાઇટ રોઝ બહું જ સુંદર રીતે સજાવેલી હતી. લંચ ટેબલ, ખુરશી બધું એકદમ પરફેક્ટ સજાવેલ હતું. ઓમે જસ્મિનની સુગંધનું ફ્રેશનર લગાવવાનું કહ્યું હતું કારણકે જાસ્મીન અસ્મિતાની પસંદની સુગંધ હતી. આ વાતાવરણમાં જાસ્મિનની સુગંધ એકદમ તાજગી અનુભવ કરાવતી હતી.અંગત અને સંગત બધાં હાજર હતા.

અસ્મિતાએ હળવા ગુલાબી રંગનું ગાઉન પહેર્યું હતું. જેમાં અસ્મિતા અત્યંત મનમોહક અને ખૂબસૂરત લાગતી હતી. ઓમ પણ ડાર્ક ભૂરા થ્રી-પીસ સૂટમાં હેન્ડસમ લાગતો હતો. સુડોળ શરીર, ગોરો ચહેરો અને આ સૂટ 'સોને પે સુહાગા' જેવું હતું. નિર્મિતાબેન હતા એટલે ગીતો તો ચાલવાના જ એમાં કહેવાનું ન હોય.. અત્યારે ધીમા અવાજે રોમેન્ટિક ગીતો વાગતા હતા. બંનેની એન્ટ્રી પડતા જ તાળીઓનો ગડગડાટ શરૂ થઈ ગયો. લોકોની નજર બે મિનિટ તો અસ્મિતા પર ચોંટી રહી. તાળીઓ શાંત થતાં એક ટ્રોલીમાં બે વીંટી આવી.

બંને સાથે જ વીટી પસંદ કરવા ગયા હોવાથી સાઇઝ કે પસંદનો સવાલ જ નહોતો. અસ્મિતાએ ઓમના ગેટ-અપ ની જવાબદારી આદર્શને આપી હતી. અસ્મિતાએ વીંટી કાઢી અને ઓમને પહેરાવી અને ફરી તાળીઓનો ગડગડાટ શરૂ થઈ ગયો. ઓમે પણ ટ્રોલીમાંથી બૉક્સ હાથમાં લીધું અને બોક્સ ખોલ્યું ત્યાં જ હોશ ઉડી ગયા કારણ કે અંદર વીંટી જ નહોતી!! એમાં કહેવાનું ન હોય કે વીંટી આદર્શે જ લીધી હતી. ઓમ તૈયાર થયા પછી વૉશરૂમ ગયો અને આદર્શે પહેલા વીંટી પોતાના જીન્સમાં સરકાવી દીધી અને થોડી વાર પછી બહાર નીકળી ફૂડ કાઉન્ટર પાસેની કચરાપેટીમાં ફેંકી દીધી. ઓમે અંદર વીંટી નથી એમ જાગૃતિબેનને કીધું. જાગૃતિબેનના ચહેરા પર ચિંતાની લકીરો ખેંચાઈ. આ વાત નિર્મિતાબેન તરત પારખી ગયા.એમણે જાગૃતિબેનને પૂછ્યું ત્યારે જાગૃતિબેને અચકાતા ખચકાતા કીધું અને વાત આખી હોટેલમાં વાયુવેગે પ્રસરી ગઇ. તાત્કાલિક નવી વીંટી લાવવી પણ શક્ય નહોતી. આદર્શ પોતાની ચાલ પર ખુશ હતો પણ આ ખુશી છુપાવવી જરૂરી હતી. કારણ કે એ ઓમ અને અસ્મિતાના પરિવારની ઘણી નજીક ઉભો હતો.ઓમે માનવસહજ સ્વભાવથી વીંટી બોક્સ 10-15 વખત ખોલ બંધ કરી ચેક કરી જોયું.

ત્યારે રિંકલને વિચાર આવતા પોતાની વીંટી કાઢી ઓમને આપી "પણ રિંકલ આ તો પપ્પાએ તને આપેલી લાસ્ટ બર્થડે ગિફ્ટ છે ને!" "ભાઈ જ્યારે એક જ રસ્તો બચ્યો હોય ત્યારે આ બધું જોવા ના રહેવાય" "ના ના હું જીતેન્દ્રભાઇને સોનીને કહી દઉં છું એ હમણાં બીજી વીંટી લઈ આવશે" "પણ બેટા એમાં ઓછામાં ઓછો અડધો કલાક થશે." ઓમે પણ થોડું વિચારી હામી ભણી. નિર્મિતાબેનને વાત કરી એ પણ જમાનાના ખાધેલા હતા કે અડધો કલાકમાં મહેમાન પણ જતાં રહે તો? એટલે કોઈ વાંધો ન ઉઠાવ્યો. "વીંટીનું કદ ના જોઈશ તું મારો પ્રેમ જો" ઓમે વીંટી નાની પડતા કહ્યું અને બધા હસી પડ્યા એક ચહેરા સિવાય એ સાવ ફિકો પડી ગયો હતો કે મારો પ્લાન ફ્લૉપ થાય જ કેમ?? ત્યારબાદ કેક આવી. આદર્શે અહીં પણ નહોતું બાકી રાખ્યું હતું એણે પહેલેથી જ ઓર્ડર બદલી પાઈનેપલ કેક કરી હતી... અસ્મિતા કેક જોઈ હેબતાઈ જ ગઈ અને ઓમ પણ! કારણ કે અસ્મિતાને અનાનસની એલર્જી હતી.. પ્રકાશભાઈ અને નિર્મિતાબેન પણ ચોંકી ગયા કારણકે અસ્મિતા પાઈનેપલ ખાય એટલે આખા શરીરે લાલ લાલ ફોલ્લી થઈ જતી અને દવા વગર મટતુ નહી. પ્રકાશભાઈ કાંઈક બોલવા જતા હતા ત્યાં જ અસ્મિતાએ એના પપ્પાનો હાથ પકડી લીધો એટલે એ શાંત થઈ ગયા. અસ્મિતાએ ઓમને કેક ખવડાવી હવે બધાની સામે ઓમે પણ ખવડાવી જ પડે! આદર્શની ઉત્સુકતા ચહેરા પરથી સ્પષ્ટ જણાઈ આવતી હતી. "અરે ઓમ તમે ભૂલી ગયા આજે મારે ઉપવાસ છે!" અસ્મિતાએ વાત વાળી લેતા કહ્યું. આદર્શે ગુસ્સામાં હાથ પછાડ્યો પણ પોતે ક્યાં છે ખ્યાલ આવતા પાછો ત્યાં આરામથી ઊભો રહી ગયો.આદર્શે નક્કી કરી લીધું હવે તો જે પ્લાન છે એ અસર કરશે જ એટલે એણે થર્મોમીટર લીધું અને સાવચેતીથી તોડી અંદરનો પારો ડબ્બીમાં બંધ કરી દીધો. એ જાણતો હતો કે પારો ધીમું ઝેર છે! પણ એ એ વાતથી પણ સાવ અજાણ હતો કે પારો પેટમાં જાય પછી જલ્દી અસર ના બતાવે પણ જ્યારે બતાવે તો પાંચ છ કલાકમાં યમ ના દર્શન કરાવીને જ છોડે. આદર્શે ઓમની સ્વીટમાં પારો નાખી દીધો .

જેથી લગ્ન મોડું થાય અને એટલા દિવસમાં કાંઈક વિચારવાનો મોકો મળી રહે. બધા ટેબલ પર જમવા બેઠા. "અરે આમ જ ક્યાં ખાવાનું ચાલુ કરો છો? ઓમ પહેલા અસ્મિતાને હલવો ખવડાવી મોં મીઠું તો કરાવ" ઉર્મિલાકાકી બોલ્યા. અસ્મિતાએ સ્વીટ ખાવા જ જતી હતી ત્યાં આદર્શ આવી પહોંચ્યો પણ એ જોઈ રહેવા સિવાય કરી શકે તેમ નહોતો કોઈ પૂછે તો જવાબ શું આપવો ?? આદર્શ પાણી પાણી થઈ ગયો. પારો ઓમની જગ્યાએ અસ્મિતાના પેટમાં પહોંચી ગયો.!!!!

અભિષેક ત્રિવેદી અને હર્ષિલ શાહ

(હવે અમારી પરીક્ષાના કારણે એક મહિના પછી મળી શકીશું! સોરી....)