મૃગજળ ની મમત
બિંદીયા
અમદાવાદ
રાત ના 10:00 વાગ્યા છે. મેટરનીટી હોસ્પિટલ ના રુમ માટે એક સ્ત્રી ના કણસવા નો અવાજ આવી રહ્યો છે. નાઇટ શિફ્ટ ની બે નર્સો રુમ માં વારંવાર આવજા કરી રહીં હતી.
“સિસ્ટર હવે કેટલી વાર છે? “એ સ્ત્રી સાથે આવેલા એમનાં બા એ પુછયું.
“બસ થોડી જ વાર ડોક્ટર હમણાં આવતા જ હશે. “ નર્સને એ જવાબ આપ્યો. એટલામાં જ ડોકટર આવી પહોચ્યા. “ સિસ્ટર બઘું તૈયાર છે ને? તો લઈ આવો એમને લેબર રુમ માં “ ડોક્ટર આજુબાજુ જોયા વગરજ લેબરરુમ તરફ રવાના થઈ ગયા. ઘડિયાળ માં 10:30 ના ડંકા ની સાથે જ બાળક ના રડવા ના અવાજ થી બહાર ઉભેલા લોકો ના મોં પર આનંદ છવાઈ ગયો.
“વધામણા લક્ષમી પધાર્યા છે.” નર્સ બહાર આવી ને બોલી.
જ્ઞાતિ એ બ્રાહ્મણ બેલા બહેન અને શરદ ભાઇ ને ત્યા પુત્રીનો જન્મ થયો હતો. બંને ખુબ ખુશ હતાં.
“જુઓ તો કેટલી સુંદર છે. એનું મ્હો જોતાં અંતર ઠરે એવું છે. “ બાજુમાં ઉભેલા બેલા બહેન ના બા બોલ્યા.
“ હા” શરદ ભાઇ એ જવાબ આપ્યો..
“અંતરા...અંતરા નામ કેવું? મને ગમે છે તને ગમશે?” શરદ ભાઇ એ પુછયું. બેલા બહેન ને પણ નામ ગમતું એટલે નામ નકકી થઈ ગયું.
અંતરા મમ્મી પપ્પા એક ની એક અને ખુબજ લાડકી. વાને ઉજળી નહીં ઘઉંવર્ણી પણ ખુબ નમણી, વાણી ,વર્તન અજાણ્યા ને પણ મોહી લે તેવા. ભણવામાં હોશીયાર સંગીત, ચિત્ર, ગાર્ડનીંગ ખુબ રસ પુર્વક કરતી. શરદ ભાઇ હંમેશા તેના શોખ પુરા કરતાં.
ચંચળ, અલ્હળ, નખરાળી અને જીવન થી ભરપૂર... એમ કહી શકાય કે એ જીંદગી ને નહી પણ જીંદગી અને જીવી રહી હતી. ખુબ લાડકી હોવાથી થોડી જીદ્દી પણ ખરી. હંમેશા વિચારતી કે ભણીગણીને કંઇક બનીશ આગળ આવીશ. શરદ ભાઇ આમ તો તેની બધીજ ફરમાઇશ પૂરી કરતાં પણ જયારે તે કોઇ એક ક્શેત્રે માં આગળ વધવા ની ઇચ્છા વ્યક્ત કરતી ત્યારે શરદ ભાઇ એને રોકી દેતા અને કહેતા “જે કરવું હોય તે કર બધું શીખ પણ ઘરમાં રહી ને. કોલેજ પુરી થઈ જાય અને તને પરણાવી ને તારા ઘરે મોકલી દઉ એટલે જેમ તારા વરને ગમે એમ રહેજે પછી હું કોઈ વાત ની ના નહીં પાડું. અંતરા ને પપ્પા ની આ વાત ખુબ અકળાવી.
“હે...મમ્મી ! આ પપ્પા દર વખતે મને એવરેજ કરે.પછી જયારે બરાબર આગળ વધવા નો સમય આવે એટલે તરતજ પાંખો કાપી નાખે. એવું કેમ?”
બેલા બહેન અંતરા ની આ મુંઝવણ ને સમજતા છતાં વાતને હંસા માં ઉડાવી દેતા.થોડી વાર પછી અંતરા પણ બધું ભુલી ને પોતાની ગમતી પ્રવૃત્તિ માં મશગુલ થઈ જાતી.અંતરા મોટી થઈ રહી હતી. પોતાની દરેક વાત એ બેલા બહેન ને કરતી.
“હેં...મમ્મી તને ખબર છે હમણાં થી તો એવું ફીલ થાય છે કે જાણે બધું જ કરી લઉ. જાત જાત ના સપનાં વિચારો આ..આ..આકાશ ને આંબી લેવું છે મારે...બનવું છે કંઇક... પણ.. પપ્પા .”
“ હંમમ..આ ઉમર જ એવી હોય...” બેલા બહેન હસ્યાં. અંતરા પોતે જે કંઈ પણ અનુભવતી...એ બધુંજ મમ્મી ને જણાવતી. જાતજાતના સવાલો કરતી અને બેલા બહેન ખુબ સરળતાથી એના દરેક સવાલો ના જવાબ આપતાં.
“મમ્મી..ઓ મમ્મી “
“હા ...બોલ શું હતું? આમ હાફે છે કેમ? થોડો શ્ર્વાસ લેવું પછી બોલ જે.”
“ આ..આ નિરાલી ના ઘરનો સામાન શિફ્ટ થાય છે. કયાં જાય છે એ લોકો?”
“એમણે ઘર વેચી નાખ્યુ. ઘણા દિવસો પહેલાં પણ તને દુખ ન પહોંચે માટે નિરાલી એજ મને કહેવા ની ના પાડેલી.”
“ઓહ એ એકજ તો હતી મારી ફેન્ડ..એ પણ જાય છે. એણે મને કહયું પણ નહીં..શું હવે મને દુખ નહીં થાય..?”
“હા..થશે તને દુખ.જાણું છું. પણ જો પહેલાં કહયું હોત તો મારા અહીં છેલ્લા દિવસો માં પણ તું નિરાશ જ રહેતા.” નિરાલી એકદમ અંતરાને વળગી પડતા બોલી.
“હા..હા.. હવે બોલ જોઇ મોટી ધ્યાન રાખવા વાળી. હવે જતી રહેશે પછી. કોણ ધ્યાન રાખશે? પણ એ કહે હવે આ ઘરમાં કોણ આવશે હવે? કોઇ એવું છે જેની સાથે મને ફાવે..?”
“અરે...આટલા બધા સવાલો ન કર. એ અમારા રીલેટીવ છે. પ..ણ એમને તો બે દિકરા જ છે. અને એમાં પણ મોટો દિકરો અદ્દલ તારા જેવો જ જીદ્દી અને અકડડુ છે. પણ ચીંતા ન કર આપણે મળતા રહીશું ને..પછી શું..સારું ચાલે હવે બહું દુખી ન થા...મોડું થાય છે. અને હા ઘર ની ચાવી મમ્મી તને આપી દેશે. કાલથી જ એ લોકો અહિયા આવી જશે. એટલે ચાવી આપી દેજે.”
“ હા... બહું સારું .. અને જલદી થી પાછી મળવા આવજે. “
“ઑહ...આજે ક્યાય ગમતું નથી.” સવાર..સવાર મા જ અંતરા નુ કટર પટલ ચાલુ થઈ ગયું.
“હં... આજે સવારથી નીરાલી ને જોઇ નથી ને એટલે. “બેલા બહેન બોલ્યા.
“ હા..સાચું.. ચાલો સ્કૂલ નો ટાઇમ થઈ ગયો છે. આમ પણ આજે ફંકશન છે.અને મારે પર્ફોમ કરવાનું છે.”
અંતરા સંગીત માં હોશીયાર હતી.પણ શરદ ભાઇ એને કયારેય આગળ વધવા ન દેતાં.
“મમ્મી એક વાત પુછું.? તું તો તારા જમાનામાં કો-એજયુકેશન માં ભણેલી. તો નાનાજીએ તને હા પાડેલી કે તે જીદ્ કરી હતી.?”
“ નામ.અમે કયારેય જીદ નથી કરી.બાપુજી કહેતા કે બાળક પર વિશ્ર્વાસ રાખીએ તો.કયારેય ખોટું પગલું ન ભરે. આપણે બાળક ને જેવું બનાવવું હોય એવું આચરણ પહેલાં આપણે કરવું પડે. “
“સાચી વાત છે તારી..પણ પપ્પા તો મને કયારેય કોઈ વાત ની ના નથી પાડતા..પણ.જયારે હું ..”અંતરા થોડી નિરાશ થઈ ગઇ.
“છોડ હવે એ બધું ને સ્કૂલ ભેગી થાય.નહીં તો મોડું થઈ જાશે.”
સાંજના 6:30 થયા હતા. અંતરા ગાર્ડન માં પાણી છાટતી હતી. એકાએક કોઇની બુમાબુમ કરવા નો અવાજ આવ્યો.
“ઓ...ઓ..હલો..કોણ છે? જરા જોઇ વિચારી ને પાણી છાંટો . બહાર સુધી ઉડે છે. મારા....મારા કપડાં ભીના થઈ ગયા “ અંતરા તરતજ પાઇપ મુકી ને દરવાજા તરફ દોડી.
“શું છે? કોણ છો તમે?કેમ આટલી બુમાબુમ કરો છો?” અંતરા ગુસ્સા માં દરવાજો ખોલી ને બહાર આવી. અને જોતાં ની સાથે જ એની આંખો સ્થિર થઈ ગઇ.
ફેર સ્કીન, છ ફુટ હાઇટ, મજબુત બાંધો. થોડો સ્ટાઇલીશ.જોતાં ની સાથેજ ગમી જાય એવો. બાઇક,સ્પોર્ટ શુઝ,બ્લ્યુ જીન્સ,વ્હાઇટ શર્ટ અને બ્લેક ગોગલ્સ એની પર્સનાલિટી માં વધારો કરી રહયા હતા. અંતરા તો જાણે ખોવાઈ જ ગઇ હતી.
“ ઓ..હલો...મેડમ..સાંભળો છો? તમને કહું છું. આમ ગાર્ડન માં પાણી છાટતી વખતે ફક્ત પ્લાન્ટ ને જ પાણી છંટાય. રસ્તેથી જનાર બધા ને ન ભીંજવાય ..તમારા લીધે.. મારા કપડાં. “
અંતરા જાણે એકદમ સપનાં માં થી જાગી હોય એમ.
“ અઅહહ.. તો કોણે કહયું હતું કે અહીં ગેટ પાસે ઉભા રહેજો.એમ રસ્તેથી જતાં દરેક નું ધ્યાન થોડી રાખવા નું હોય. “ એટલામાં બેલા બહેન બહાર આવ્યા..
“ અરે...શું થયું? કોની સાથે આમ વાત કરેછે?”
“ખબર નથી..છે કોઇ અકડુ. એક બે ચાર છાંટા શું ઉડ્યા એમાં તો જાણે.....”
“હલો..આન્ટી હું નિસર્ગ દોશી..શરદ ભાઇ જાની નું ઘર શોધું છું મારે ચાવી લેવા ની છે ત્યાં થી.”
“તું બરાબર જગ્યાએ આવ્યો છે. અંદર આવને. આપું તને ચાવી.”
અંતરા સમજી ગઇ.. આજ લાગે છે નીરુ જેની વાત કરતી હતી એ. લાગતુ નથી આની સાથે ફાવે. અંતરા મનોમન બબડી.
“અંતરા અંદર થી ચાવી લઇ આવી બેટા” અંતરા ચાવી લઇ ને બહાર આવી.
“.અહહ..તમેજ છો નવા પાડોશી એમ ને...”
“હા.. કેમ વાંધો છે..તમને કઇ ?” નિસર્ગે અંતરા ના હાથ માં થી અચકાતા કહયું..
“ના..ના...એતો..નિરુ કહેતી હતી..કે..?”
“ કે...કે..શું? કેમ.અટકી ગયા ..બોલો ને?”
“કંઇ નહીં જ વારો.. રોજનું થયું હવે તમને સહન કરવા નું. “ અંતરા કટાક્શ માં બોલી.
“ થેંક્યુ આન્ટી..હવે રજા લઉં. સામાન આવતો જ હશે. આ.. ને..આ...મ..મ થોડીવાર ઊભો રહીશ ને તો..ગાંડો થઇ જઇશ.” નિસર્ગ ચાવી લઇ ને રવાના થઈ ગયો. ઘર ખોલ્યું અને થોડી જ વાર માં ટ્રક સામાન સાથે આવી ગઇ. નિસર્ગ બધું એરેન્જ કરવામાં પડી ગયો . અંતરા ઉપર પોતાના રુમ ની બારી માં થી નિસર્ગ ને જોઇ રહી હતી.અને મનોમન વિચારી રહી હતી.
“શું થયું છે આજે ? આવતા ની સાથે જ ગુસ્સા માં વાત કરી, ઝઘડો કર્યો અને છતાં હું.....હું એને જોયાં જ કરું છું?.”
આ બાજુ નિસર્ગ પણ કામ માં બિઝી હોવાં છતાં અંતરા ના ઘર તરફ નજર કરી લેતો હતો. જણે એને શોધતો હોય. સીધો, સાદો..દેખાવડો જોતાં જ ગમી જાય એવો. બદામી આંખો, ચમકીલા વાળ જેમાં વારંવાર હાથ ફેરવ્યા કરવાની એની સ્ટાઈલ. વાણી વર્તનમાં સંસ્કારી. ઉંમર કરતાં થોડો વઘુ મેચ્યોર અને ઠરેલ. સ્કુલ, કોલેજ માં ઘણી છોકરીઓ એની સાથે વાત કરવા એની નજીક આવવા તરસતી. પણ નિસર્ગ કયારેય આ બધા માં પડતો નહીં. એ છોકરીઓ થી થોડો દુર જ રહેતો.પણ ખબર નહીં કેમ જ્યારથી અંતરા ને જોઈ ત્યાર થી વારંવાર તેને જોવાં ની ઇચ્છા થાય છે. આનાથી પણ વઘુ સુંદર છોકરીઓ જોઇ છે. પણ જેવું આજે ફીલ થાય છે. એવું.....નિસર્ગ મનોમન બબડી રહ્યો હતો.
“આવું ઉઘ્ઘત વર્તન જો કોઈ એ કર્યું હોય તો જડબાતોડ જવાબ આપ્યો હોત. પણ કદાચ આજુબાજુ માં જ રહેવા નું છે માટે વાત ન વધારી”. વિચારતા વિચારતા એની નજર ઉપર બારી માં ઉભેલી અંતરા પર પડી. અંતરા જ નથી અંદર જતી રહી.
રાત પડી નિસર્ગ પોતાના રુમ ની ગેલેરી માં થી અંતરા ને શોધી રહ્યો હતો. અચાનક એની નજર નીચે ફળિયામાં બેઠેલી અંતરા પર પડી.એ સ્થિર નજરે એને જોયાં જ કરતો હતો.
સવાર સવાર માં બેલા બહેન ફળિયામાં ઉભેલા જોઇને
“ હલો..હું કિરણ તમારી નવી પાડોશી..”
“ હું બેલા..કાલે જ તમારા દિકરા ને મળી. ખુબ ડાહયો છે.”
“હા..એ મોટો દિકરો નિસર્ગ. અને નાનો અર્ણવ. એ ખુબ બોલકો અને તોફાની છે. બંને એકબીજા થી તદન અલગ છે.”
“મારે એકજ દિકરી છે અંતરા ર્ભ પણ એ બિલકુલ તમારા અર્ણવ જેવીજ છે” બંને ખડખડાટ હંસી પડયા.