part-2-Okhaharan in Gujarati Poems by Mahakavi Premanand books and stories PDF | part-2-Okhaharan

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

part-2-Okhaharan

ઓખાહરણ

મહાકવિ પ્રેમાનંદ

ભાગ-૨



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti..


MatruBharti has exclusive digital publishing rights of this book..


Any illegal copies in physical or digital format are strictly prohibited..


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court..

ઓખાહરણ

મહાકવિ પ્રેમાનંદ

રચનાઃ આશરે સને-૧૭૩૪ પહેલાં પ્રાચીન ગુજરાતી સાહિત્ય, પ્રકાશનાધિકારમુક્ત

પરિચય

મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ ૯૩ કડવામાં કથા વહેંચાયેલી છે.. ઓખાહરણ એ ગુજરાતી ભાષાના આખ્યાન સાહિત્ય પ્રકારમાં ગણાય છે.. આથી આ રચના પદ્ય રચના હોય છે.. દરેક કડવું (પ્રકરણ) ચોક્કસ પ્રકારના રાગમાં ગાવાનું હોય છે.. આખ્યાનકારો આ પ્રકારે આ આખ્યાનનું ગાન કરે છે.. રાગની વિગત પણ દરેક કડવા સાથે આપેલી છે.. અહીં આખ્યાનના પ્રકરણો માટે "કડવું" શબ્દ વપરાયો છે.. જેનો ઉચ્ચાર "કડવું" (કળવું) એમ થાય.. જેની વ્યુત્પત્તિ જોતાં જણાય છે કે, મૂળ સંસ્કૃત શબ્દ "કટ" એટલે કે ’બાજુ’ પરથી; ’એક આખ્યાનનો અકેકો ભાગ; પ્રકરણ; અધ્યાય’ એમ અર્થ થાય છે.. બીજી વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ "કલાપ" મળે છે.. જે પરથી તેનો અર્થ; ’એક જ રાગના કાવ્યની કેટલીક કડીઓના સમુદાય; કવિતાનું એક નાનું પ્રકરણ; એક પ્રકારનો કાવ્યપ્રબંધ’ એમ થાય છે.. કડવાની બધી લીટી એક જ રાગમાં ગવાય.. (સંદર્ભઃ ભ..ગો..મં../કડવું)

કથાસાર

આ આખ્યાનનો સાર ટૂંકમાં જોઈએ તો, દૈત્યરાજ બળિ (બલિરાજા)નો પુત્ર બાણાસુર તપ વડે મહાદેવને પ્રસન્ન કરી અને બળવાન બને છે તથા મહાદેવ તેને પુત્રવત સન્માન આપે છે.. બળના મદમાં બાણાસુર સર્વલોકે હાહાકાર મચાવે છે અને અંતે તેની સામે લડવા વાળું કોઈ ન રહેતા સ્વયં મહાદેવને પોતાની સાથે લડવા આહવાન કરે છે.. અંતે શિવ તેને વચન આપે છે કે હું નહિ પણ મારૂં સંતાન તારી લડવાની ઈચ્છા પૂર્ણ કરશે.. પણ ત્યાં સુધી તું રાહ જો.. ત્યાર પછી ગણેશના જન્મની પ્રસિદ્ધ કથાનો અહીં સમાવેશ થયો છે.. ગણેશની સાથે જ પાર્વતી દ્વારા એક પુત્રી પણ ઉત્પન્ન કરાયાની અને જ્યારે શિવ તપ કરી ઘરે આવે છે ત્યારે ગણેશ સાથેના યુદ્ધ, શિરચ્છેદ અને પુત્રીનું ડરને કારણે છૂપાઈ જવાની કથા છે.. આ પુત્રી તે "ઓખા".. જેને પોતાના ભાઈની વહાર કરવાને બદલે ડરપોક બની છૂપાઈ જવાની સજારૂપે પાર્વતી દ્વારા દૈત્ય વંશમાં જન્મનો શાપ મળે છે..

અંતે ઓખાની કાકલૂદીથી પીગળી પાર્વતી તેને દૈત્યકુળમાં જન્મ છતાં દેવકુમાર સાથે લગ્ન થવાના અને તત્પશ્ચાત પોતાના દ્વારા તેનો સ્વીકાર થવાના આશીર્વાદ આપે છે..

આ ઓખા દૈત્યરાજ બાણાસુરને ત્યાં પુનઃજન્મ પામે છે.. અને ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણાસુરને ચેતવણી મળે છે કે, આ કન્યા દેવકુમારને પરણશે અને તે પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો નાશ થશે.. તારા બાહુઓ છેદાશે.. ઓખાને કદી પરણાવવી જ નહિ તેવા સંકલ્પ સાથે તેને પ્રધાનની કન્યા ચિત્રલેખા સાથે એકદંડિયા મહેલમાં, સઘળી રાજસી સુખ સુવિધાઓ સાથે એકાંતવાસ આપી દેવામાં આવે છે.. ઓખા યુવાનીમાં આવે છે.. સ્વપ્નમાં પોતાના થનાર પતિનું દર્શન કરે છે.. ચિત્રલેખા, જે ચિત્રકલામાં પ્રવિણ છે, દેશદેશાંતરના રાજકુમારોના ચિત્ર બનાવી બનાવી ઓખાને બતાવે છે અને અંતે એ નક્કી થાય છે કે જે ભાવિ ભરથારના ઓખાએ સ્વપ્નમાં દર્શન કર્યા તે દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરૂદ્ધ.. અને પછી સખી ચિત્રલેખા દ્વારિકા નગરી માંહેથી રાજકુમાર અનિરૂદ્ધનું, ઊંંઘમાં પોઢેલા અનિરૂદ્ધનું, અપહરણ કરે છે અને ઓખાને ઓરડે લાવે છે.. ઓખા-અનિરૂદ્ધના છાનામાના લગ્ન થાય છે.. જાણ થતા બાણાસુર કાળઝાળ બની અનિરૂદ્ધ પર ત્રાટકે છે.. સંઘર્ષ પછી અનિરૂદ્ધ કેદમાં પડે છે.. અનિરૂદ્ધની વહારે કૃષ્ણ તો પોતાના ભક્ત બાણાસુરની વહારે શિવ આવે છે.. શિવ અને કૃષ્ણના યુદ્ધની કથા છે.. અંતે સૌ સારાવાના થાય છે.. બાણાસુરનો મદ ભાંગે છે, કૃષ્ણ શિવ વચ્ચે સૂલેહ થાય છે અને ઓખા-અનિરૂદ્ધ ગૃહસંસાર માંડે છે.. આ બધું કવિ પ્રેમાનંદની કાવ્યાત્મક આખ્યાન શૈલીમાં અહીં વાંચવા મળશે.. અને અંતે, હરણ (અપહરણ) તો અનિરૂદ્ધનું થયું છતાં

અનુક્રમણિકા

ઓખાહરણ

૧.કડવું-૨૧ - ચિત્રલેખા એણીપેર બોલી

૨.કડવું-૨૨ - ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે

૩.કડવું-૨૩ - (સાખી) હાંરે બેની તારે

૪.કડવું-૨૪ - વર વરવાને યોગ્ય થઈને

૫.કડવું-૨૫ - ઓખાને કહે ચિત્રલેખા જો

૬.કડવું-૨૬ - બાઈ તું કુંવારી હું યે કુંવારી

૭.કડવું-૨૭ - ગોર્યમા! માંગુ રે

૮.કડવું-૨૮ - એક દહાડો ચિત્રલેખાને ઊંંઘ આવી સાર

૯.કડવું-૨૯ - હિમાચળનો ભાણે જ ભાઈ, ગણપતિ મારે વીર;

૧૦.કડવું-૩૦ - ઓખા કહે અમે પેઠાં પાણીમાં, તરવા તુંબા ગ્રહ્યાં;

૧૧.કડવું-૩૧ - પ્રેમે પ્રદક્ષિણા કરીને

૧૨.કડવું-૩૨ - સ્વપ્નાંતરમાં દીઠી

૧૩.કડવું-૩૩ - સહિયર શત્રુ શે થઈને લાગી

૧૪.કડવું-૩૪ - (સાખી) ચંદા તું તો જીવો કરોડ વરસ

૧૫.કડવું-૩૫ - ઓખા રૂવે ચિત્રલેખા વિનવે

૧૬.કડવું-૩૬ - સ્વપ્નં સાચું ન હોય

૧૭.કડવું-૩૭ - ચિત્ર ચાળીને

૧૮.કડવું-૩૮ - સોરઠ દેશ સોહામણો

૧૯.કડવું-૩૯ - ચિત્ર ચાળીને, વાનો વાળીને

૨૦.કડવું-૪૦ - ચિત્રલેખાના હાથમાંથી

કડવું-૨૧

ચિત્રલેખા એણીપેર બોલી, સાંભળ સહિયર વાત;

તારે કાજે નહિ પરણાવે, બાણ તારો તાત.. (૧)

તારે કાજે જો પરણાવે, છેદાયે રાયના હાથ;

તારે કાજે નહિ પરણાવે, પ્રધાન મારો તાત.. (૨)

તાત કેરી આજ્જ્ઞા લઈ, આવોને ઔખાય;

વચન સાંભળ ઓખા વળતી, ત્યાંથી ચાલી જાય.. (૩)

તાત આપો આજ્જ્ઞા તો, શંભુ પૂજવા જાઉં;

બાણાસુર પ્રત્યે પુત્રીએ, એવું વચન ઉચ્ચાર્યું.. (૪)

ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિરમાંય;

ઘર આવે મહાદેવજી, પૂજીને લાગો પાય.. (૫)

વચન સાંભળી ઓખા ચાલ્યાં, હોતે તેણીવારઃ

ચિત્રલેખા સહિયર મહારી, ઉપાય કરવો સાર.. (૬)

કડવું-૨૨

ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે,

ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે;

ઓખા તું ચાલે હંસની ચાલ રે,

ચોળીને રંગે ચુંદડી રે.. (૧)

ઓખા તારે બાંયે બાજુબંધ રે,

ઓખા તારૂં મુખડું પુનમ ચંદ રે;

ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે,

ઓખા તારે કસબી કોરે સાળુડો રે.. (૨)

ઓખા તારા શોભીતા શણગાર રે,

ઓખા તારા તેજ તણો નહિ પાર રે;

ઓખા તને વર્ષ થયાં દસ-બાર રે;

ઓખા તારે પાવલે નેપુર વાજતા રે.. (૩)

કડવું-૨૩

સાખી

હાંરે બેની તારે, વિછુવા કર કંકણ મુદ્‌રિકા ને હાર;

એ પુરૂષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડયો અવતાર.. (૧)

સેંથો ટીલડી રાખડી, નયને કાજળ કુમકુમ આડ;

પુરૂષ વિના કરે પ્રેમદા, તેનો ધીક પડયો અવતાર.. (૨)

(ચોપાઈ ચાલફેર)

બાઈએ છોડી નાખ્યા હાર રે,

આ તું લે તારો શણગાર રે;

હું તો નહિ પામું ભરથાર રે,

નહિ ઓઢું ઘાટડી રે.. (૧)

બાણાસુર મારો બાપ રે,

મારા કોણ જનમનાં પાપ રે;

મુને નહિ પરણાવે આપ,

નહિ જોઉં વાટડી રે.. (૨)

કડવું-૨૪

વર વરવાને યોગ્ય થઈને, પ્રગટ્‌યાં સ્ત્રીનાં ચેનજી;

ઓખા કહે છે ચિત્રલેખાને, વાત સાંભળ મારી બહેનજી,

સહિયર શું કીજે અનિહાંરે દાડલા કેમ લીજે મારી બેની રે,

દોષ કર્મને દીજે; અનિહાંરે કે વિષ ઘોળી ઘોળી પીજે.. ટેક૦

આજ મારે ભૂંડું જોબનિયું, મદ પૂરણ મારી કાયજી;

પિતા તે પ્રીછે નહિ, મારો કુંવારો ભવ કેમ જાય રે.. સહિયર.. (૧)

સાસરે નિત્ય જાય ને આવે, મુજ સમાણીજી;

હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરૂં નિત્ય પાણી રે.. સહિયર.. (૨)

એ રે દુઃખે હું દુબળી, અને અન્ન ઉદક ન ભાવેજી;

આ વાસ રૂપી શૂળીએ સુતાં, નિદ્રા કઈપેરે આવે રે.. સહિયર.. (૩)

જળ વિનાની વેલડી ને, પાત્ર વિના જેવું અન્ન રે;

ભરથાર વિના ભામની, એ તો દોહલા કાઢે દન રે.. સહિયર.. (૪)

ધન્ય હશે કામનીને, જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી;

હું અભાગણીએ પરણ્‌યા પિયુનો, અધર સુધારસ નવ ચાખ્યો રે.. સહિયર.. (૫)

મરજાદા માટે માણસ કરે, આંખનો અણસારોજી;

તે સુખ તો મેં સ્વપ્ને ન દીઠું, વ્યર્થ ગયો જન્મારોજી.. સહિયર.. (૬)

સ્વામી કેરો સંગ નહિ શ્યામાને, એથી બીજું શું નરતું જી;

હવે નવ રહી આશા પરણ્‌યા કેરી, મુજ જોબન જાયે ઝુરતું રે.. સહિયર.. (૭)

બીજી વાત રૂચે નહિ, મુજને ભરથાર ભોગમાં મનજી;

આંહી પુરૂષ આવે પરણું, નવ પૂછું જોશીને લગન રે.. સહિયર.. (૮)

વચન રસિક કહેતાં તરૂણી, ભારે આવે લટકતી ચાલેજી;

પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે, હૃદિયા ભીતર સાલે રે.. સહિયર.. (૯)

સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાઈ મારે પાપેજી,

બંધોગરી મારાં કર્મે કરી, શૂળીએ ચઢાવી મારા બાપે રે.. સહિયર.. (૧૦)

મરકલડે મુખ મધુર વચને, મરજાદા નવ આણીજી;

શાક, પાક પિયુને નવ પિરસ્યાં, આઘો પાલવ તાણી રે.. સહિયર.. (૧૧)

અકળ ગતિ છે ગોવિંદજીની, શું ઉપજશે બેનીજી;

ગોપાળને ગમતું થાશે, મનડું મારૂં રહે નહિ રે.. સહિયર.. (૧૨)

કડવું-૨૫

ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો;

આપણે મોટાં મા-બાપનાં છોરૂં જો, કેમ કહીએ કાળું કે ગોરૂં જો.. ૧..

બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો;

અમે તો તમ પાસે ન રહીએ જો, જઈ બાણાસુરને કહીએ જો.. ૨..

વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંતજ આણે જો;

મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો.. ૩..

મેં તો ન થાય રક્ષણ તારૂં જો, તુજમાં દીસે છે અપલક્ષણ જો;

બહેની છોકરવાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીહીજે જો.. ૪..

તને દેખું છું મદમાતી જો, નથી પેટભરી અન્ન ખાતી જો;

તારૂં વચન મુને નથી ગમતું જો, જોબનિયું હશે સહુને દમતું જો.. ૫..

કામ વ્યાપે સર્વ અંગે જો.., બહેની રહીએ પોતાના ઢંગે જો;

તું’તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો ? ૬..

તેં તો મુનિને આંખમાં ઘાલી જો, માથે છાણાં થાપી ચાલી જો;

હું પ્રીછે કામનું કારણ જો, બહેની રાખજે હૈયામાં ધારણ જો.. ૭..

તું તો જુવે લોકમાં ઓઠાં જો, વામણું ક્યાંથી પામશે કોઠાં જો;

બેની ડગલાં ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો.. ૮..

આવ્યો ચઈતર માસ એમ કરતાં જો, પછી ઓખાવ્રત આચરતાં જો;

મારી ઓખાબાઈ સલુણાં જો, નિત્ય અન્ન જમે અલુણાં જો.. ૯..

દીપક બાળે ને અવરિએ સુવે જો, માત ઉમિયાને આરાધે જો,

થયું પૂરણ વ્રત એક માસે જો, કોઈ જાણે નહિ એકાંતે જો.. ૧....

(વલણ)

આવાસ એક સ્થંભ વિષે, વ્રત કીધું ઓખાય રે;

સ્વપ્નામાં સંજોગ સ્વામીનો, ભટ પ્રેમાનંદ ગાય રે.. ૧૧..

કડવું-૨૬

બાઈ તું કુંવારી હું યે કુંવારી; સાંભળ સહિયર વાત;

ગોર્યમાની પૂજા કરીએ, તો પામીશું નાથ.. (૧)..

કોણ માસે કોણ દહાડે, ગોર્યમાની પૂજા થાય;

મને કરી આપો પૂતળાં, પૂજું મોરી માય.. (૨)..

ફાગણ વદ બીજના દહાડે, કરવું રે સ્થાપન;

ચૈતર સુદી ત્રીજના દહાડે, કરવું ઉત્થાપન.. (૩)..

ભોંય શય્‌યા પાથરી, સંદેસરાના ફૂલ;

પૂજી અરચી ઓખા માંગે, જે જે વસ્તુ અમૂલ્ય.. (૪)..

કડવું-૨૭

ગોર્યમા! માંગુ રે, મારા બાપનાં રાજ;

માતા સદાય સોહાગણી (૧)..

ગોર્યમા! માગું રે મારા ભાઈનાં રાજ;

ભાભી તે હાથ હુલાવતી.. (૨)..

ગોર્યમા! માગું રે મારા સસરાનાં રાજ;

સાસુને પ્રજા ઘણી.. (૩)..

ગોર્યમા! માગુ રે, દિયર જેઠનાં રાજ;

દેરાણી જેઠાણીનાં જોડલાં.. (૪)..

ગોર્યમા! માગું રે, તમારી પાસ;

અખંડ હેવાતન ઘાટડી.. (૫)..

ગોર્યમા! માંગું રે, હું તો વારંવાર;

ચાંલ્લો ચૂડોને રાખડી.. (૬)..

ગોર્યમા! માંગું રે, સરખાં સરખી જોડ;

માથે મનગમતો ધણી.. (૭)..

કડવું-૨૮

એક દહાડો ચિત્રલેખાને ઊંંઘ આવી સાર;

વાસી પુષ્પે કરતી પૂજા.. ઓખા તો નિરધાર.. ૧..

એટલે ચિત્રલેખા જાગીને જુવે તો, વાત બની વિપ્રિત;

વાસી પુષ્પ ચઢાવ્યાં દીઠાં, થઈ રહી ભયભીત.. ૨..

વાસી પુષ્પે પૂજા કીધી, નહિ પામે ભરથાર;

ભરથાર જો હું નહિ પામું, તું સાંભળ મોરી માય.. ૩..

આ લે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય;

ઉપર પાણી રેડીએ તો, આફુરાં ધોવાય.. ૪..

ઊંંચેથી પછાડીએ.. ભાંગી ભૂકો ન થાય;

તું આ લે રે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય.. ૫..

પંદર દહાડા પૂજા કીધી, બોલાવ્યા નહિ બોલે;

તું તો બહેની કહેતી હતી જે, નહિ ગોર્યમા તોલે.. ૬..

પકવાન પેંડા મેલિયે તો, કકડો કોઈ ન ખાય;

તું આ લે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય રે.. ૭..

સાખી-

શિવના લીજે વારણાં, જેને નેત્રે બળ્યો કામ;

ત્રિપુરા દૈત્યને વિદારીઓ, હું તો કેમ મેલું શિવ નામ રે.. ૧..

શિવ અખંડાનંદ જેણે ગંગાધારી શીશ;

ભાગીરથ તપથી ઊંઠ્‌યા, હું કેમ મેલું તે ઈશ.. ૨..

શિવ ભોળો સુએ સમશાનમાં, ચોળે ત્યારે રાખ;

માગે ભિક્ષા વ્રત, આપે તેને લાખ.. ૩..

કડવું-૨૯

હિમાચળનો ભાણે જ ભાઈ, ગણપતિ મારે વીર;

મહાદેવની પૂજા કરીએ, મન રાખીને ધીર.. ૧..

ખેચરી ગતમાં ઓખા ચાલ્યાં, તેનો કહું વિસ્તાર;

સ્નાન કરીને કામનીએ તો, સજ્યા સોળ શણગાર રે.. ૨..

નેપુર વાજે વિંછવા ગાજે, ઝાંઝરનો ઝમકાર;

માથે દામણી ઝુમણું ને, વળી ઉર એકાવળ હાર.. ૩..

જડાવ ચુડલો ઝુલતી દામણી, દામણીએ ચકલીઓ ચાર;

પગે પાવલાં નેપુર વાજે.. ઘુઘરીનો ધમકાર.. ૪..

વાળે વાળે મોતી પરોવ્યાં.. મોતી સેરો સોળ;

દરપણ લીધું હાથમાં ને, મુખે ભરિયા તંબોળ.. ૫..

પકવાન થાળ મોતીએ ભરિયો, માંહે શ્રીફળ ફોફળ પાન;

આક ધંતુરો અગથીઓ, શંખાવલિ નિરવાણ.. ૬..

આકાશમાર્ગે પક્ષિણી તે, વેગે ચાલી જાય;

ઈન્દ્ર કેરૂં વિમાન ચાલે, એવી તે શોભાય.. ૭..

મહાદેવ ને પાર્વતી બેઠા, પાસા રમતા સાર;

મહાદેવ કહે છે પાર્વતીને, ઓ આવી કોઈ નાર.. ૮..

સ્વામી કાંઈ ઘેલા થયા એ, બાણ તણી કુમાર;

હવે તું એમ જાણે છે, ને કરશે અંગીકાર.. ૯..

પાર્વતીએ મન વિચાર્યું, હવે તો વંઠી વાત;

મહાદેવજીને કામી જાણી, લોચને દીધો હાથ.. ૧....

ત્રીજું લોચન ઊંઘાડયું, શંકરને લલાટ;

પાસે આવી ઓખા દીઠી, લજ્યા પામ્યા તાત.. ૧૧..

તેણે સમે ઓખા આવી, ઉમીયાને લાગી પાય;

આવડી ઉતાવળી થઈ આવી, નહિ પામે ભરથાર રે.. ૧૨..

કડવું-૩૦

ઓખા કહે અમે પેઠાં પાણીમાં, તરવા તુંબા ગ્રહ્યાં;

હું આવી સમુદ્ર વચમાં, તુંબા ફુટી ગયાં.. ૧..

ઓખા કહે છે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ;

પીવા ઝબોળી પાય, મારાં ભર્યા સરોવર ગયાં સુકાઈ.. ૨..

આણી જ તીરેથી અમે અળગા ન થયાં.. પેલી તીરે નવ ગયાં;

કરમ તણે સંજોગ અમે, મધ્યે જળ વચ્ચે રહ્યાં.. ૩..

હું તો આવી ઈશ્વર પૂજવા, સામો દીધો શાપ;

પરણ્‌યા પહેલા રંડાપણુ થયું, મારાં કીયા જનમનાં પાપ ? ૪..

ઉમિયા તું તો મારી માવડી, છોરૂં છે ના દીજો છેહ;

માવિત્ર તમો કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તેહ.. ૫..

કડવું-૩૧

પ્રેમે પ્રદક્ષિણા કરીને, કરજોડી ઊંભી બાળ;

પારવતી કહે માગ્ય વર, હું આપું તે તત્કાળ.. ૧..

ઓખા વળતું વચન બોલી.. હરખશું તેણી વાર,

માતા મુજને આપીએ, મારા મનગમતો ભરથાર.. ૨..

ત્રણ વાર માગ્યું ફરી ફરીને, વર આપો આ દિશ;

લાજ મૂકીને ઓખા બોલી, તવ ચઢી પાર્વતીને રીસ.. ૩..

નિર્લજ થઈ તેં કામ જ કીધું, માટે દઉં છું તુજને શાપ;

જા પરણજે ત્રણ વાર તું, એમ બોલ્યાં પાર્વતી આપ.. ૪..

વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે, ત્રણ હજો ભરથારઃ

શાપ એવો સાંભળીને, કંપી રાજકુમાર.. ૫..

પુરૂષને નારી ઘણેરી, તું સાંભળ મોરી માય;

નારીને તો પુરૂષ બીજો, શ્રવણે ન સુણ્‌યો જાય.. ૬..

સુંદર માધવ માસ આવશે, દ્વાદશીનો દન;

ત્યારે સ્વપ્નમાં આવી પરણશે; પ્રાણ તણો જીવન.. ૭..

તું જાગ્યાં કેડે ઓળખશે, તુને કહું છું સત્ય વિવેક;

ત્રણવાર તું પરણશે, પણ વર તો એકનો એક.. ૮..

વર પામી ઓખાબાઈ ચાલ્યાં, મંદિર માળિયાં સાર;

અરે બાઈ હું પરણી આવી, સુંદર ભરથાર.. ૯..

એમ કરતાં ઓખાબાઈના, દિન ઉપર દિન જાય;

સુંદર માધવ માસ આવ્યો; દ્વાદશીનો દિન.. ૧....

સુંદર સજ્યા પાથરી, શણગાર્યું ભોવન;

આજ સ્વપ્નાંતરમાં આવશે, મુજ પ્રાણ તણો જીવન.. ૧૧..

સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમિયો કશ્યપ તન;

હજુએ ન આવ્યો, પ્રાણ તણો જીવન.. ૧૨..

પહોર રાત વહી ગઈ ને, હજુ ન આવ્યું કોય;

ઉમિયાજીએ વચન કહ્યું તે, રખે મિથ્યા હોય.. ૧૩..

વા વાય ને બારી ડોલે, ખડખડાટ બહુ થાય;

ના આવ્યા ઓ આવ્યા કહીને, તુરત બેઠી થાય.. ૧૪..

તમો આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર;

બોલ્યા વિના નહિ ઉઘાડું, હૈડે છે મને ધીર.. ૧૫..

વીણા લીધી હાથમાં ને, ગીત મધુરૂં ગાય;

ચેન કાંઈ પડે નહિ ને, ભણકાર બહુ થાય.. ૧૬

તેવામાં એક બારણું, ખડખડવા લાગ્યું જ્યારે;

ઓખાબાઈએ તો દોટ કરી, દ્વાર ઊંધાડીયું ત્યારે.. ૧૭

બાણાસુરે મહેલ રચ્યો છે, તેનો સ્થંભ જ એક;

તે તણો પડછાયો તે, ઓખા નજરે દેખ.. ૧૮

ઓ પેલા આવ્યા છો, તમ ઉપર જાઉં વારી;

બોલ્યા વિના તો નહિ બોલાવું, હું છું ગુણવંતી નારી.. ૧૯

બાણાસુર જો જાણશે તો, લેશે બેઉના પ્રાણ;

શાને કાજે અહીં ઊંભા છો, સાસુના સંતાન.. ૨૦

ઓખાબાઈ તો માળિયામાં, પાડે છે બકોર;

ઈશ્વર ને પાર્વતીએ, ગગને સાંભળ્યો શોર.. ૨૧

ઈશ્વર કહે છે ઉમિયાજીને, કોણ રૂવે છે નાર;

ઉમિયા કહે છે મહાદેવજીને, ઓખા રૂવે નિરધાર.. ૨૨..

વચન આપણું મિથ્યા કરવા, બેઠી બાણકુમાર;

તામસી વિધ્યા મોકલી તે, નિદ્રાનો ભંડાર, ૨૩..

મધ્યરાત તો વહી ગઈ ને, મીંચાણાં લોચન;

સ્વપ્નાંતરમાં આવી પરણ્‌યો, પ્રદ્યુમનનો તન.. ૨૪

કડવું-૩૨

સ્વપ્નાંતરમાં દીઠી, સોરઠિયાની જાન રે,

સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે ૧..

સ્વપ્નાંતરમાં તે ખળકે મીંઢળ ચૂડી રે,

સ્વપ્નાંતરમાં ઓખા દેસે છે અતિ રૂડી રે.. ૨..

સ્વપ્નાંતરમાં વરત્યાં છે મંગળ ચાર રે,

સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે ૩..

સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે,

ઓખા હસી હસી તાળી લે હાથ રે.. ૪..

ચિત્રલેખા ભરી રે નિદ્રામાંથી જાગી રે,

ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે.. ૫..

ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે,

તે તે કેમ કરીને થાય અળગું રે.. ૬..

જાગ જાગ ઓખા જાગ રે;

જે જોઈએ તે માગ રે.. ૭..

(રાગઃમારૂ)

ઓખા ભરી રે નિંદરામાંથી જાગી, અંગોઅંગ અંગીઠી લાગી;

ફટ પાપણી શીદને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી.. ૧..

ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વિખ જ દીધું;

બીડી પાનની અરધી કરડી, ખાધી મન વિના મુખ મરડી.. ૨..

જુઓ મારા કરમની કરણી, વર શે મેલી ગયા મુને પરણી;

માહરા પિયુને જે મતિ આવી, માહરા નાથ ગયા રે રીસાવી.. ૩..

માહરા હૈયા કેરો હાર,

આણી રે આપો આણીવાર.. ૪..

કડવું-૩૩

સહિયર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નામાંથી જગાડી રે હો;

ઉમિયાનો વર આજ સફળ થયો જે.. જપતાં દહાડી રે હો.. ૧..

અધવચ કૂવામાં મુજને ઊંતારી રે, વચ્ચેથી તરત* મેલ્યું વાઢી રેં હો;

બાગબગીચામાં ફુલ ફુલ્યાં છે રે હો, છેતરી જાય છે દહાડી દહાડી રે હો.. ૨..

સહિયર રે; ભૂંડી સહિયર, શત્રુ શે થઈને લાગી;

મને સ્વપ્નામાંથી જગાડી રે હો.. ૩

શબ્દ ’તરત’ની જગ્યાએ ’વરત’ હોવું જોઈએ.. (પુસ્તક પ્રિન્ટમાં ભૂલ)

કડવું-૩૪

(સાખી)

ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંજોગ;

શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જાગે પડીઓ વિજોગ.. ૧..

સ્વપ્નમાં મહારા પિયુજીશું, અમે કરતાં લીલા લહેર;

અમૃતરસ હું પીતી હતી, તેમાં તેં મેલ્યું ઝેર.. ૨..

કંથ વિજોગણ કામની, ગઈ પંડિતની પાસ;

તમને પૂછું પંડિતો, એક દિન કીતના માસ.. ૩..

ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કરજોડ;

એક પળ પિયુ વિના, લાગે વરસ કરોડ.. ૪..

ઓખા પૂછે ઓ પંખીડા, તારી બે પાંખો માગીશ;

હું સજ્જનને મળી, તારી પાંખો પાછી દઈશ.. ૫..

પાંખો પ્યારી પંથ વેગળો, તારો પિયુ કોણ જ દેશ;

કોણ રંગે તારો પિયુ હશે, પહેરે કોણ જ વેશ.. ૬..

લેખ લખ્યા છઠ્‌ઠી તણા, તે મટી કેમ જાય;

કરમે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે જદુરાય.. ૭..

(રાગઃઘરાડી)

મધ્ય નિશા સમે રે, માળીયામાં રોતી રાજકુમાર;

ક્યાં ગયો ક્યાં ગયો રે, બાઈ મારા સ્વપ્નાનો ભરથાર.. ૧..

મીંઢળ મારૂં ક્યાં ગયું રે, બાઈ મારો ચુડલો હતો જે હાથ;

પીતામાં ઢળી ગયું રે, બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે.. ૨..

પિયુ પરદેશિયા રે, ભૂંડા મને લીધી શે નવ સાથ;

આજ વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત.. ૩..

લાવ સખી વીખ પીઉં રે, બાઈ મારો કાઢું પાપી પ્રાણ;

હવે હું કેમ કરૂં રે, બાઈ મને વાગ્યાં વિરહના બાણ.. ૪..

પાપી મારો જીવડો રે, ઓખાબાઈ પડતું મેલ્યું ધરણ;

રોતાં રોતાં જ્યાં ગયાં રે, ઓખાબાઈએ રોપ્યું વાડી વન.. ૫..

નાથ મેલી ગયાં રે, બાઈ કોણ જનમનાં પાપ;

આજે વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત.. ૬..

જોબન મેં તો જાળવ્યું રે, જાણ્‌યું મારા પ્રભુને ભેટ કરીશ;

જો પ્રભુ નહિ મળે રે, હું તો મારા પ્રાણ તજીશ.. ૭..

કડવું-૩૫

ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહિયર નવ રોય;

સ્વપ્ને દીઠું જો નીપજે, તો દુઃખ ન પામે કોય.. ૧..

જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ નવ ખાય;

મને વહાલી હતી, સખી તું તો ચિત્રલેખાય.. ૨..

વેરણ થઈ વિધાત્રી, એણે આડા લખિયા આંક;

એક વાર આવે મારા હાથમાં, તો ઘસીને વાઢું નાક.. ૩..

કરમ લખાવે તે લખે, ભરીને મેલ્યો આંક;

કરણીનાં ફળ ભોગવો, તેમાં વિધાત્રાનો શો વાંક ? ૪..

વિધાત્રી આપે તેને લક્ષ દિયે, ન આપે તેને છેક;

એક વાર પોકારે બારણે, તેને પુત્રી જન એક.. ૫..

લાંચ લઈ લખતી હોય તો, આપત સહુથી પહેલું;

મારા પિયુ વિજોગણ જાણતી, મારૂં મરણ લખાવતી વહેલું રે.. ૬..

કડવું-૩૬

સ્વપ્નં સાચું ન હોય, સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય.. ટેક૦

એક રંક હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોજાર રે;

હસ્તી ઝુલે તેને બારણે, રથ ઘોડા પરમ વિશાળ રે,

જાગીને જોવા જાય ત્યારે, ગંધર્વ ન મળે એક.. સ્વપ્નું૦ ૧..

નિરધનીઓ તે ધન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર;

તેને દેશ-વિદેશ વહાણ ચાલે; વાણોતર જે અપાર,

જાગીને જોવા લાગ્યો ત્યારે, કોને લાવે પાસ.. સ્વપ્નું૦ ૨..

મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં, ભણિયો વેદ પુરાણ;

જાગીને ભણવા જાય ત્યારે, મુખે ન આવડે પાષાણ.. સ્વપ્નું૦ ૩..

એક વાણિયો તે સ્વપ્નાંતરમાં, વેગે પામ્યો બાળ;

જાગીને જ્યારે જોવા જાય ત્યારે, કોનું લાવે બાળ..

સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય.. ૪

કડવું-૩૭

ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને,

લેખણ લાવીને, કરમાં સાહીને, રંગ ભરતી રે, ચિત્ર કરતી રે.. (૧)

હવે સ્વર્ગના લોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે;

સુરલોક લખ્યા ને ભુરલોક લખ્યા, જમલોક અને તપલોક લખ્યા.. (૨)

સત્યલોક લખ્યા, ને વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા, ગાંધર્વ લખ્યા;

હવે ઓખાબાઈ તમે ઓરાં આવોને, આમાં હોય તો આવીને બોલાવો રે.. (૩)

ઓખા આવી કાગળમાં જોય રે, એ તો રાતે લોચન રોય રે;

બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઈને રમતું રે.. (૪)

ચિત્ર ચાળીને, વાનો વાળીને, લેખણ લાવીને, કરમાં સાહીને,

રંગ ભેળીને, પટ મેલીને, હવે પાતાળલોક લખાય રે.. (૫)

અતળ લખ્યું, વિતળ લખ્યું તેણીવાર રે,

લખ્યા પાતાળલોકના રાય રે, નાગલોક લખ્યા તેણી વાર રે (૬)

વાસુકી નાગ લખ્યા ને ત્રિશ્વક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા,

ને મણિધર નાગ લખ્યા, શેષનાગ લખ્યા તેણી વાર રે.. (૭)

મારી ઓખાબાઈ સલુણી ઓરાં આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને,

બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે.. (૮)

આ તો કાળા લીલા પીળા સાપ રે,

લખનારી ચિત્રલેખા તારા બાપ રે.. (૯)

ચિત્ર ચાળીને, વાનો વાળીને, દીવો બાળીને, કાજળ પાડીને,

હવે મૃત્યુલોક લખાય રે, લખ્યા મૃત્યુલોકના રાય રે.. (૧૦)

અજમેર લખ્યું ને અલીઆર લખ્યું, મુલતાન લખ્યું;

મારવાડ લખ્યો ને ખોરાસન લખ્યો ને બંગાલ લખ્યો, ને એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખીઆ.. (૧૧)

શ્વાનમુખા લખ્યા, માંજરમુખા લખ્યા, હસ્તિમુખા લખ્યા ને ગર્ધવમુખા લખ્યા,

લખી વનસ્પતિ ભાર અઢાર રે.. (૧૨)

ઓખા આવી જુઓ ભરથાર રે.. બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે,

હું શું સ્વપ્નાંતરમાં પરણી આવાં ઝાડ રે.. (૧૩)

બાઈ લખતાં તે લેખણ તૂટી રે; ખડિયામાંથી રૂશનાઈ ખૂટી રે,

થયા કાગળોના અંબાર રે, તને સ્વપ્નું નથી લાધ્યું સાર રે.. (૧૪)

કડવું-૩૮

સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ;

રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ.. (૧)

સોરઠ દેશ સોહામણો, ન ચડયો ગઢ ગ્િારનાર;

ન ન્હાયો ગંગા ગોમતી, તેનો એળે ગયો અવતાર.. (૨)

સોરઠ દેશ સોહામણો, ઢેલ કેલ કરંત;

ગંગોદક ભરી કંચૂકી, રાય હરિચરણે ધરંત.. (૩)

સોરઠ સુઘડ માનવી, રાજ નિત નિત કરે વહેવાર;

એ નગર રહે માનવી, તેને ઊંભા ઊંભા જુહાર રે.. (૪)

(રાગઃહુલારી)

આજે રે, સ્વપ્નમાં દીઠી ગોમતીની તીર રે,

આજ સ્વપ્નામાં દીઠા હળધરજીના વીર રે;

આજ સ્વપ્નામાં દીઠા સુંદર ભરથાર રે,

તેમાં અડધાં ઊંંઘ્‌યાં ને અડધાં જાગતાં રે.. (૫)

કડવું-૩૯

ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને,

રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, લેખણ લાવીને કરમાં સાહીને.. (૧)

હાવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે;

લખી જાદવપતિ રાજધાની રે, તેની શોભા સૂરજ સમાણી રે.. (૨)

લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણીવાર રે,

કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા, ને અક્રુર લખ્યા.. (૩)

વસુદેવ લખ્યા તેણીવાર રે, ઓખા આવી જુવોને ભરથાર રે,

બાઈ તે તો એંધાણ મળિયા રે, આ ઘરડાને માથે પળીઆ રે.. (૪)

તેને માથે મુગટ કુંડળ કાન રે, એવા જો લખિયા ભગવાન રે,

ઓખા આવી જુવોને ભરથાર રે.. (૫)

બાઈ તેના સરખું રૂપ ને તેના ચાળા રે, મારા નાથજી ગોરા ને આ અતિ કાળા રે;

તેને વડસસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે.. (૬)

લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, એક લાખ ને એંશી હજાર રે,

એથી આગળ લખ્યા તેણીવાર રે, ઓખા આવી જુવોને ભરથાર રે.. (૭)

એ તો રીંછડીના બાળ રે, એના માથે મોટા વાળ રે,

એની કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે.. (૮)

એ તો રૂપાળોને ઊંંચો રે, એને મોઢે નથી મૂછો રે,

ત્યારે લખીઆ પદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે.. (૯)

જાણે હોય ન હોય રે, મુજને પરણ્‌યો તેનું મોય રે;

અને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે.. (૧૦)

(વલણ)

એમ કહીને અનિરૂદ્ધ લખિયા, ક્ષણું ન લાગી વાર રે;

મુખ મરડી ઊંભી રહી, બાઈ એ તો મારો ભરથાર રે.. (૧૧)

કડવું-૪૦

ચિત્રલેખાના હાથમાંથી, પેલું લખિયું પૂતળું જેહ;

પ્રેમ આણી ઓખાબાઈએ, ઝુંટી લીધું તેહ.. (૧)

કરમાં લઈને કામની, કાંઈ દે છે આલિંગન;

માળિયામાં મેલી ચાલ્યા, પ્રાણતણા જીવન.. (૨)

આણિવાર હું નહિ જાવા દઉં, મેં ઝાલ્યો છેડો;

મારા પિયુજી પરવરો તો, મુજને જલદી તેડો.. (૩)

ચિત્રલેખા એણીપેર બોલી, સજોડે છે જોડ;

તે તો પહોડયા દ્વારકામાં, આ તો ચિત્રામણના ઘોડા રે.. (૪)