Coffee House - 36 in Gujarati Love Stories by Rupesh Gokani books and stories PDF | કોફી હાઉસ - 36

Featured Books
Categories
Share

કોફી હાઉસ - 36

કોફી હાઉસ પાર્ટ – 36

વિષય – લવ સ્ટોરી

રૂપેશ ગોકાણી

(આપણે આગળના ભાગમાં વાંચ્યુ કે પ્રેય અને તેની ટીમ કલા મહોત્સવમાં જવા નીકળે છે, આ બાજુ માન્યતા અને શ્યામા એ બધા પણ કલા મહોત્સવમાં જતા હોય છે પરંતુ પેરેક્ષક તરીકે નહી ત્યાં માન્યતાનું એક પરફોર્મન્સ હોય છે. રસ્તામાં રોડ બ્લોકેજને કારણે બધાની ધીરજ ખુટી પડે છે. મહોત્સવમાં પહોંચ્યા બાદ માન્યતા રેડ્ડી થવા લાગે છે જ્યારે પ્રેય અને તેના મિત્રો શીટ પર ગોઠવાઇ જાય છે. એલ.ઇ.ડી. પર સુચિત થતી કાર્યક્રમોની વણઝારમાં પ્રેયને માન્યતા મુખર્જી નામ વંચાય છે, ત્યારે મનોમન તે વિચારી બેસે છે કે આ એ જ માન્યતા છે જેનું સોન્ગ સાંભળવા અને જેને નિહાળવા તે બેકરાર છે. હવે વાંચીએ આગળ.......)

પ્રેયનું મન હવે ઝાલ્યુ રહેતુ ન હતુ કે ક્યારે પડદો ઉઠે અને તે માન્યતાને જુવે, ત્યાં થોડી જ વારમાં પડદો ઉઠ્યો.

“મૌસમ ને લી અંગડાઇ................આયી....આયી..... લહેરાકે બર્ખા ફીર છાઇ,................છાયી....છાયી.....”

“હેવી લહેંગા ચોલીમાં સજ્જ કોઇ અદ્દાકારા “મેરે પીયા....:” ના ગીતના શબ્દો પર પોતાના પગના તાલ દેવા આવી હતી, તે જોઇ પ્રેયને થોડીવાર તો ગમ્યુ જ નહી. માન્યતાને બદલે કોઇ બીજુ પરફોર્મન્સ સ્ટાર્ટૅ થઇ ગયુ એમ સમજી તે હતાશ થઇ ગયો. હજુ પેલી નૃત્યાંગનાનો ચહેરો દર્શકો સામે ન હતો તેની પીઠ જ પ્રેયને દેખાતી હતી પરંતુ હવે તેને એ નૃત્યાંગનાનો ચહેરો જોવામાં જરા પણ દિલચશ્પી ન હતી, તેથી તેણે પોતાનુ ધ્યાન મોબાઇલમાં વાળી દીધુ. સ્ટેજ પરની લાઇટીંગને કારણે પેલી અદ્દાકારાએ પહેરેલા હેવી વર્કડ લહેંગા ચોલી ખુબ જ ચમકી રહ્યા હતા. પોતાના હાથ અને પગને ગીતના તાલે હવામાં ઝુલાવતી તેણે મસ્ત બની નૃત્ય કરવાનુ શરૂ કર્યુ.

“મૌસમને લી અંગડાઇ, ...... આયી..........આયી........... લહેરાકે બર્ખા ફીર છાઇ,....... છાયી...........છાયી........... ઝોંકા હવાકા આયેગા ઔર યે દિયા બુઝ જાયેગા............સિલસીલા યે ચાહતકા ના મૈને બુઝને દીયા,.........ઓ..... પીયા, યે દિયા ના બુઝા હે ના બુઝેગા મેરી ચાહતકા દીયા,...

મેરે પિયા અબ આજા રે મેરે પિયા, ઓ.... મેરે પિયા અબ આજા રે મેરે પિયા..........”

બન્ને હાથમાં દિવા લઇને માન્યતા જ આ નૃત્ય કરી રહી હતી અને સાથે તેનુ ગૃપ હતુ. ભારે આભુષણો, ભારે લહેંગા ચોલી અને બંગાળી ઢબે ઓઢેલી ઓઢણી અને ખુલ્લા વાળ તથા પગમાં ઝાઝર અને બન્ને હાથમાં દિવા સાથે દૂરથી તો તે ઐશ્વર્યા રાય જ દેખાતી હતી, દૂરથી જોતા એમ જ લાગે કે જાણે પારો પોતાના દેવદાસ માટે આ નૃત્ય ન કરી રહી હોય!!! સમગ્ર પ્રેક્ષકગણ માન્યતાના ડાન્સને એક નજરે નિહાળી રહ્યા હતા અને આપણા પ્રેય હતા કે પોતે જેને જોવા આવ્યા હતા એ જ માન્યતના નૃત્યને તે અત્યારે ચુકી જઇ રહ્યા હતા અને જેની તેને ખબર સુધ્ધા ન હતી. “એય પ્રવીણ્યા, બંધ થા આ મોબાઇલમાં અને આમ જો તો કેટલુ સારૂ નૃત્ય ચાલી રહ્યુ છે.” કહેતા હેમરાજભાઇએ મોબાઇલ આંચકી લીધો. “કાકા, પ્લીઝ આપો ને મોબાઇલ, ધીસ ઇઝ નોટ ફેર.” હજુ તો પ્રેય બોલવા જાય ત્યાં જ તેનુ ધ્યાન એલ.ઇ.ડી. સ્ક્રીન પર માન્યતાના નૃત્ય પર પડ્યુ અને તેની નજર ત્યાં જ ચોટી ગઇ. તે એક નજરે તેની સામે જોઇ રહ્યો. જાણે કોઇ જુની લ્હેણા દેવી ન હોય એ રીતે તે માન્યતાના ચહેરાને સરખી રીતે જોવાનો પ્રય્તન કરવા લાગ્યો. પરંતુ આખુ ગૃપ નૃત્ય કરતુ હતુ માટે પ્રેય તેને વ્યવસ્થિત જોઇ ન શક્યો પણ એક ચીજ વારેવારે પ્રેયના મનમાં અનેક પ્રશ્નો ઉભા કરી રહી હતી. અને તે પોતે જ એ પ્રશ્નોને ઉકેલવામાં અને માન્યતાના ચહેરાને જોવાના પ્રયત્ન કરવા લાગ્યો જેથી કરીને તે મનમાં રહેલી ગુત્થીને સુલઝાવી શકે.

પ્રેય ઘણી એવી ગડમથલમાં ગુંચવાયો હતો ત્યાં જ માન્યતાનો દિલધડક ડાન્સ પુર્ણ થયો ત્યાં પ્રેયની નજર ભવ્ય એલ.ઇ.ડી. સ્ક્રીન પર પડી અને તેની નજર માન્યતા તરફ પડતા જ તે પોતાના હોંશકોશ ભૂલી ગયો. તેની નજરો ચકરાવા લેવા લાગી. જાણે આખુ બ્રમ્હાંડ ફરી રહ્યુ હોય તેમ તેને લાગ્યુ. જુની બધી યાદો તેની નજર સામે તરવરવા લાગી. શું બોલવુ શું નહી તેનો તેને કાંઇ ખ્યાલ જ ન રહ્યો ને તે એકાએક ઉભો થઇ ગયો. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને આજુબાજુનો કાંઇ પણ વિચાર કર્યા વિના તેણે જોરથી બૂમ મારી,,....કુંજ....... કુંજન. ....

તેને જોઇને ઓઝાસાહેબ અને બધા ચકિત થઇ ગયા. આજુબાજુના લોકો પણ તેને પ્રશ્નસુચક નજરે જોઇ રહ્યા પણ પ્રેય તો બસ “કુંજ” ના નામની બૂમો પાડી રહ્યો હતો. તે સ્ટેજ તરફ દોડવા જઇ જ રહ્યો હતો ત્યાં ઓઝાસાહેબે અને દાસભાઇએ તેને પકડી લીધો અને તેને રોકવાની કોશિષ કરવા લાગ્યા. “એ ગાંડા, તારી માળા જપવાનુ બંધ કર નહી તો મેન્ટલ હોસ્પિટલમાં જતા તને કોઇ રોકી નહી શકે. આ કાંઇ રીત છે કુંજને યાદ કરવાની? અત્યારે ક્યાં તને કુંજ યાદ આવી ગઇ? ચુપ થા નહી તો માર પડશે આજે મારા હાથનો.” ઓઝાસાહેબ ગરજી ઉઠ્યા.

“કાકા મને જવા દ્યો, એ મારી કુંજન જ છે. હું તેને ઓળખવામાં કેમ ભૂલ કરું? મને મુકી દ્યો, મારે તેને મળવુ છે. આજે બધી વાતના ખુલાસા કરવા છે. જોવ તમે એ મારી કુંજન જ છે.” પ્રેયે સ્ટેજ તરફ મોઢુ ફેરવ્યુ ત્યાં પડદો પડી રહ્યો હતો અને માન્યતા અને તેમનુ ગૃપ ત્યાંથી બેકસ્ટેજ જઇ રહ્યા હતા તેને જોતા જ પ્રેય દાસભાઇ અને ઓઝાસાહેબના હાથને છોડાવી સ્ટેજ તરફ ભાગ્યો. પ્રેયની શીટથી સ્ટેજ ખાસ્સુ એવુ દૂર હતુ અને સાથે સાથે જનરલ શીટ અને વી.આઇ.પી. શીટ વચ્ચે પોલીસ પ્રોટેક્શન પણ હતુ. જેવો પ્રેય દોડ્યો કે પાર્થ અને વ્રજેશ તેમની પાછળ દોડ્યા પણ પ્રેય તો કુંજના નામની માળા ઝપતો સ્ટેજ તરફ દોડી નીકળ્યો હતો. બન્ને બાજુ બેઠેલી પબ્લીક આ દિવાનાની આવી હરકતોને જોઇને હસી રહી હતી. અચાનક જ ફરજ પર તૈનાત બે પોલીસકર્મીઓ આવી ગયા અને પ્રેયને વી.આઇ.પી. શીટ તરફ જતા અટકાવી દીધો. “સોરી, તમે આ રીતે આગળ નહી જઇ શકો. પ્લીઝ બી કાલ્મ.” “સર, ઇટ્સ અ વેરી અરજન્ટ, આઇ વોન્ટ ટુ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ. શી ઇઝ ઇન બેક સ્ટેજ. પ્લીઝ સર લેટ મી ગો. ઇટ્સ અ હમ્બલ રીક્વેસ્ટ ફ્રોમ મી.” પ્રેય તે પોલીસવાળાઓને આજીજી કરવા લાગ્યો એટલી જ વારમાં ઓઝાસાહેબ અને બધા ત્યાં આવી પહોંચ્યા. “ભાઇ માફ કરજો. એ પોતાની પ્રેયસીના ગમમાં છે થોડો તે જરા હોંશ ભૂલી ગયો છે. અમે તેને બહાર લઇ જવા માટે જ અહી આવ્યા છીએ.” “ઓ.કે. ફાઇન. તમે તેને અહીથી લઇ જઇ શકો છો.” “આભાર બેટા.” કહેતા ઓઝાસાહેબ અને દાસભાઇ હેમરાજભાઇ બધા પ્રેયને સમજાવતા બહાર લઇ જવા લાગ્યા. “એય ડોબા, વેવલો થાવાનું બંધ કર અને ચાલ છાના માનો ઘરે. અમારી ભૂલ કે તાર પર વિશ્વાસ કરી બેઠા ને એમ સમજી ગયા કે તુ કુંજને ભૂલી ગયો છે, પણ તને હજુ આજુબાજુ બધે કુંજ જ દેખાય છે.” બહાર લઇ ગયા ત્યા સુધી ઓઝાસાહેબનું ભાષણ ચાલુ જ રહ્યુ. “કાકા, તમેય કેમ સમજતા નથી? એ મારી કુંજન જ છે. હું ક્યારેય તેને ઓળખવામાં ભૂલ ન કરું. એકવાર મને ખાત્રી કરી લેવા દ્યો. તમે જોઇ લેજો હું સાચુ ન ઠરુ તો મને જે સજા આપવી હોય તે તમે આપજો પણૅ એકવાર મને તેને મળી લેવા દ્યો. એવુ હોય તો તમે ચાલો મારી સાથે. હું કાંઇ પાગલપન નહી કરું હવે. મારી ભાવનાઓને કાબુમાં જ રાખીશ, કાકા એક વાર મારો વિશ્વાસ કરો.” પ્રેય આજીજી કરતો ઓઝાસાહેબના પગે પડી ગયો. “બેટા, આ રીતે તુ તારા હોંશ ગુમાવ નહી. અમે માનીએ છીએ કે તુ કુંજનને ઓળખવામાં ભૂલ ન જ કરે પણ તને ખબર જ છે ને કે કુંજન તો......” પ્રતાપભાઇ વચ્ચેથી બોલતા અટકી ગયા. “પરતાપ્યા કેમ ચુપ થઇ ગયો? બોલી જ નાખ જે બોલવાનુ હતુ એ, અક્ક્લના ઓથમીર તારી કુંજન હવે આ દુનિયામાં નથી, એ તને હંમેશાને માટે છોડીને જતી રહી છે, એ ક્યારેય નહી આવે હવે પાછી તારી પાસે, સમજ્યો??? હવે બસ તારે તેની યાદોને સંઘરીને રાખવાની છે અને બસ તે યાદોના સથવારે જ જીવન જીવવાનુ છે. આ જ હકિકત છે અને એ તુ જેટલુ જલ્દી સ્વિકારી લે એટલુ તારા માટે સારુ છે.” ઓઝાસાહેબ પણ ધૃજવા લાગ્યા અને તેની સાથે સાથે દાસભાઇ, પ્રતાપભાઇ હેમરાજભાઇ અને પાર્થ વ્રજેશ શિલ્પા જીતેશ બધાની આંખો ભરાઇ આવી હતી.

To be continued…

શું સાચે જ એ કુંજન હતી કે પછી પ્રેય તેને કુંજન સમજી બેઠો હતો? જાણવા માટે જરૂરથી વાંચજો આગળનો ભાગ....