Mograna Phool - 11 - 2 in Gujarati Fiction Stories by Mahendra Bhatt books and stories PDF | મોગરાના ફૂલ - 11-2

Featured Books
Categories
Share

મોગરાના ફૂલ - 11-2

મોગરાના ફૂલ

લેખક -મહેન્દ્ર ભટ્ટ

પ્રકરણ અગિયાર (ભાગ-૨)

મોગરાના ફૂલ

"ના નાં બહેન મારે તો બસમાં રોજ છોકરા ટીખળ કરતા હોય, એ લોકોને ગમે, મને ય ગમે ને બસ એમ આનદ થાય, કેમ વીરુ ..."

"ગીતા મોહન કાકાને તો આ બધું ગમે,”

“આજે ઉમરભાઈ સાથે છે, કાકા "

"હા, આજે ઉમરભાઈ છે, કાલે મારે ઓફ છે, અને એમ કહેતા કાકા આગળ વધ્યા, કાવેરી ની સાથે સહુએ મોહન કાકાનો વિનય કર્યો.

ઉમરભાઈ આવતા બસ ચાલુ થઇ,આવતી કાલ કોઈ મોટો પ્રસંગ લઈને આવી રહી હતી,મિત્રોમાં ચર્ચા અને મઝાક મસ્તી થતા રહ્યા,બીજા સ્ટોપ ઉપરથી કેટલાક પેસેન્જરો ચઢ્યા,વીરુ અને ભગત ને ઘણા બધા જાણતા હતા,વિનયથી હાઈ, હલ્લો થતા રહ્યા,વચ્ચે ઉમરભાઈ સાથે પણ ચર્ચા થઇ,અને બસ ચાલતી રહી,આગળની બે સીટો હજુ ખાલી હતી,કાવેરીએ ગીતાનું ધ્યાન દોર્યું,અને કહ્યું

"ગીતા હું આગળ બેસી જાઉં, બીજા સ્ટોપ સુધી જોઈએ શું થાય છે...!"અને એ ઉભી થઈને આગળની સીટમાં બેસી પાછળ, મિત્રોના હસતા ચહેરા જોઈ મુસ્કરાઈ,

"તારાથી, નખરા કર્યા વિના નહિ રહેવાય, અખતરા કરવાનું રહેવા દે, નહિ તો ઝગડો થતા વાર નહિ લાગે "પણ ગીતાની સલાહ તેણે અવગણી, એટલે વીરુ બોલ્યો,

"આ બસમાં બાવા હો મુસાફરી કરતા હોય છે, કપાળ ઉપર ભસ્મના ટીલા, ગળામાં રુદ્રાક્ષની માળા ને તારી બાજુમાં બેસી ગયા, તો સગાઇ પહેલા આશીર્વાદ મળી જશે,"અને ભગત ને ગીતા હસી પડ્યા, તો પણ કાવેરી બેસી રહી પણ પછી ગીતાની બાજુમાં એકદમ આવી બેસી ગઈ અને ગીતાને વળગી પડી,

"કેમ બીક લાગી, કરને અખતરા,"

"ના, બા, ખરેખર એવું બને તો બાવાનો સામનો નાં થાય"અને તેને કંપારી આવી ગઈ,

"હું તો ખાલી કહું છું,"વીરુએ ઘા ઉપર મલમ લગાવવાનો પ્રયત્ન કર્યો, પણ કાવેરી ઘુરકી

"તું તો બોલતો જ નહિ, મને ડરાવી દીધી" અને ખરેખર બીજું સ્ટોપ આવ્યું, અને બસ ઉભી રહી ફક્ત એકજ વ્યક્તિ ચઢી પણ પૂછતા ખોટી બસ માલુમ પડી અને તે ઊતરી પડી, પણ કાવેરીની નજર તેના પર પડી અને તરત બોલી,

"વીરુ, ખરેખર બાવાજી હતા"

અને બધા બારી બહાર જોવા માંડ્યા,પણ કાવેરી એમની એમ બેસી રહી,બહાર બાવાજી નહોતા પણ પાઘડીવાળા કાકા હતા, ગીતાએ એક હળવી ટપલી મારી, બસ સ્ટોપ આવતા ગયા

"ભગતજી એક વાત પૂછું,"

અચાનક ઉપસેલો આ પ્રશ્ન વીજની ઝડપે ગીતાની આંખો પહોળી કરતો ગયો,તે કાવેરીને જોતી રહી,તેના મનમાં કાવેરી એક ટ્રબલ મેકર દેખાઈ તેણે ઝડપથી તેનો હાથ દબાવ્યો,કાવેરી હસતી રહી અને ગીતાની પકડથી વેદના તો થઇ પણ તેના હોઠ તો ખુલ્લાજ હતા,શરમ જેવું તેને કંઇજ ન હતું,

"હવે બાવાજી નાં આવ્યા તો ભગતની પાછળ પડી, તને કઈ શરમ જેવું છે કે નહિ." ગીતાની ટકોર પર ઘડીક રોકાયેલી કાવેરી તરત ખાબકી,

"માય ડિયર ગીતા, ભગતજીને હું એજ પુછવા જતી હતી, કે તમે આટલા બધા શરમાળ કેમ છો!!!, મારી સામે જોતા જાણે હું ખાઈ જવાની હોઉં એમ નજર તરત ફેરવી લો છો"અને તરત વીરુ જોડાયો

"કાવેરી, ભગત બધા મિત્રોમાં ખુબજ શરમાળ છે નિર્દોષ પણ એટલો છે કે કોઈ તેની મઝાક નથી ઉડાવતું,"

"કશો વાંધો નહિ કાવેરીબેન, મને કઈ ખોટું નહિ લાગે" અને ભગત વાત વધારે ત્યાં વચ્ચે જ કાવેરી બોલી પડી,

"શું બોલ્યા, કાવેરી બેન, રતન તમારો ભાઈબંધ, ભાઈબંધની પત્ની ભાભી કે બેન..."ભગત બિચારો કાવેરી પાસે સફાઈ કરવા ગયો ને સાફ થઇ ગયો, ચહેરા પર લાલાસ ધસી આવી, નો તો બોલતો ને કૈક બોલ્યો, તેમાય મુસીબત પણ ગીતા વહારે આવી,

"ઓ દહીં બા, હજુ રીસ્તો કાલે જોડાવાનો છે ને આજે ઉમંગમાં નાં આવી જા,કાલે ભાભી થજે,"ગીતાના જવાબને અંતે બસ રોકાઈ,તેમનું બસસ્ટોપ આવી ગયું હતું,હસી મજાકની આ સફર જોતજોતામાં પૂરી થઇ ગઈ,હવે બંને સખીઓ નવા રીસ્તા ,માં બંધાઈ જવાની હતી,નવા સ્વપના,અને વણાક લેતી જીંદગી ની નવાઇ કેવી હશે...બંને સખીઓ માટે આવતા સવાલો બિલકુલ નવા અને અનુભવ વગરના હતા,બધા ઉભા થઇ ખસતી લાઈનમાં ભળી ગયા, કાવેરીનો હાથ ખભા ઉપર મસાજ કરતો હતો,કેમકે ગીતા તરફથી છેલ્લે આવેલી એકલી સલાહ ન હતી પણ કાવેરીના ખભા ઉપર જરાક વધારે પડતી આવી પડેલી લપડાક પણ હતી,અને ગીતા આવી લપડાક જ્યારે વાત કાબુ બહાર જાય ત્યારેજ લગાવતી હતી,અને તેની એ ક્રિયા એવી તો અસરકારક સાબિત થતી કે પીડિત પીડા સહન કરવાનું વધુ પસંદ કરતુ,બિચારી કાવેરી, કણસતી, ગીતાની નજરોથી બચતી, ખસતી લાઈનમાં ખસતી રહી,ગીતાની પાછળ ઉભેલા એક કાકાથી ન રહેવાયું અને તે બોલ્યા,

"બેટી, તારો પ્રભાવ તો જબરો છે,"અને કાકાનો આ મઝાક ગીતાની નજીકથી પસાર થઇ આજુબાજુના બધ્ધાને પ્રભાવિત કરતો કાવેરીના કાનમાં તીરની માફક સરકી ગયો અને કાવેરી ફરકી, તેની આંગળી કાકાની સામે એકદમ સખત થઇ ગઈ, અને કાકા પણ કાવેરીને જોતા જાણે ડરી ગયા,પણ વચ્ચે ગીતા હતી,ગીતાનો હાથ કાવેરીને શાંત કરતો ગયો,ખસતી લાઈન અને ઘુઘવાતી કાવેરીને ગીતા સચેત કરતી ગઈ

"આગળ પગથીયા છે"

અને ગામના પાદરે સહુ ઉતરી પડ્યા,કાવેરીની નજર હજુ ભારે હતી પણ પેલા કાકા તો ત્યાં ન હતા,વીરુ અને ભગત ખુશ દેખાતા હતા,ગીતા એ પણ નવી ધરતી પર પગ મુકતા ખુશી વ્યક્ત કરી,ઘડીક માટે,ખોવાઈ ગયેલી કાવેરીએ પણ તેમાં સાથ પુરાવ્યો, વીરુનો એક મિત્ર થોડે દૂર ઉભો હતો, વિરુનિ નજર પડી એટલે "હું એક મિનીટ ,આવું" એમ મિત્રોને કહી તે ગયો અને ભગત એકલો પડ્યો,કોણ જાણે તે કાવેરી તરફ જોવાનું પસંદ નહોતો કરતો જ્યારથી કાવેરીએ ખાઈ જવાના શબ્દને ઉપયોગમાં લીધો,કોલેજની છોકરી એટલે,ગમે તેમ બોલવાનું,વીરુને રતન કેમના સહન કરતા હશે,અને રતન તો સગાઇ કરવાનો,ભગત વિચારોના ચકડોળે ચઢ્યો ને કાવેરીની નજર તેની સાથે ટકરાઈ,તેને સ્માઈલ આપી નજર ફેરવી ત્યાં તો બસ સ્ટોપના છાપરા નીચે બે છોકરીયો બેઠેલી જોઈ અને જાણે તે હેરાન થઇ

ગયો,એક ઝડપી નજરે તેણે વીરુ તરફ જોયું અને વીરુ હજુ વાતોમાં તેના મિત્ર સાથે બીઝી હતો,અને ફરી તેણે કાવેરી તરફ જોયું,હવે તેનો ગભરાત જાણે વધી ગયો,ઓચિંતો આવી પડેલો આ ફેરફાર કાવેરીની નજરોમાં એક ફિલ્મની માફક કેદ થઇ ગયો,પછી તો એક ખંધુ હાસ્ય ટપકાવતી કાવેરી ભગત બાજુ સરકી,ગીતા કોઈ વાતને પામે તે પહેલા કાવેરીનો હાથ ભગતના ખભા ઉપર સ્થિર થઇ ગયો,

"કાવેરી સ્ટોપ, શરારત કરવાનું બંધ કર"ગીતાનો અવાજ જાણે એક ઓર્ડરની માફક નીકળી પડ્યો, પણ કાવેરી ને કોઈ અસર ન પડી,

"શું વાત છે ભગત કઈ ચહેરો લાલ થઇ ગયો,"અને છાપરા તરફ નજર કરી બોલી,

"જરૂર કોઈ વાત છે, હવે હું ને ગીતા પારકા નથી, અમને કહો, અમે જરૂર મદદ કરીશું "અને ગીતા આગળ આવી

" ભગતજી મને પણ લાગે તમને તકલીફ છે, કાવેરી મઝાક કરે છે, પણ અત્યારે તે સાચી લાગે છે,"અને ભગત હસવાનો ખોટો ડોળ કરવા લાગ્યો તેણે જાતે મુસીબત ઉભી કરી કે પડતી કે પાછી પડતી તેની નજરોએ સવાલોનો ઢગલો કરી દીધો, અને તેને ખાતરી હતી, કાવેરી સંકાશીલ હતી, તે જરૂર મુસીબત હતી,હવે એક નહિ અનેક પ્રશ્નોથી તે જકડાઈ જવાનો હતો,અને વીરુ પણ હવે આવવોજ જોઈએ,પોતાની જાતને આફતની ભીસમાંથી બચાવવાનો કોઈ માર્ગ

ન હતો,હવે આજે નહિ ને કાલે જે થવાનું છે તે થવાનું છે,પણ વીરુની સામે તેની હિંમત ન હતી,

"ભગતજી કોઈ પ્રોબ્લેમ છે"ગીતાએ ફરીથી પૂછ્યું, ભગત શાંત રહ્યો

"ગીતા, મને લાગે ભગતજી નો પ્રોબ્લેમ પેલા છાપરાની નીચે લાગે છે"કાવેરી બોલી

"અમને કહો ભગતજી, વિશ્વાસ કરો, હવે આપણે મિત્રો છીએ, ખરુંને, પણ કહો તો ખબર પડે, ભેગા મળીને નિકાલ કરીશું.."ગીતાની વાતમાં ભગતને કઈ વિશ્વાસ બેઠો, નીચી નજરો પડી,ગીતા અને કાવેરી જાણે આજુબાજુ ઢાલ બનીને ઉભા હતા,હિંમત લાવી ભગતે બોલી નાખ્યું,

"બે છોકરીયોમાંથી એક મને પ્રેમ કરે છે અને તે વીરુની બહેન છે"

"ક્યા બાત હૈ ભગતજી, આપ ભી છુપે રુસ્તમ નીકલે"અને કાવેરિની મઝાકે ગીતા પણ હસી પડી,

"શું વીરુ તે જાણે છે...!"ગીતા એ પૂછ્યું

"નાં"અને તરત કાવેરી બોલી

"એનો વાંધો નથી, ફિક્ષ થઇ જશે, પણ હવે શરમાતા નહિ,"અને કાવેરી ગીતા તરફ ફરી,

"ચાલ, ગીતા."

"ક્યા...."અને કાવેરી બોલી

"ત્યાં... ભગતજી, ઓળખાણ કરાવો,"બધો ભાર પોતાને માથે નાખી કાવેરી ચાલવાં માંડી, પાછળ ગીતા અને વીરુ બાજુ નજર રાખી ખેચાતો ભગત ચાલવા માંડ્યા, ત્યાં વચ્ચે કાવેરી અટકી અને ગીતાને કહેવા લાગી,

"પેલા કાકા કહેતા હતાને ત્રીજું કોણ તે આ, છુપા રુસ્તમ ભગતજી,"

"કાવેરી, હવે તું શાંત થા ને ભગતજીને શાંત થવા દે, હજુ પેલા વીરુનો સામનો કરવાનો છે,"

"હવે વીરુની ચિંતા આપણે કરવાની, વિ પ્રોમિસ હિમ રાઈટ,"

"ઓ કે બાબા, વીરુને આવવા તો દે"અને ભગત વચમાં બોલી પડ્યો

"તમે એને હમણાં કહેશો"

"હા, કેમ કઈ વાંધો છે, બધા પાત્રો અહી છે, તો રાહ શું જોવાની...." કાવેરીની આ ટકોર ભગતને કદાચ વધારે પડતી ભારે લાગી,વીરુ બગડ્યો તો આફત આંધી થઇ જશે ને પછી શું...કોણ સમજાવે.

આ મુખ્ય બસસ્ટોપ હતું,અને એની બેચ ઉપર બે સહેલીયો ખુબ ખુશાલ વાતોમાં મશગુલ હતી,બે કોલેજ કન્યા તેમની તરફ જઈ રહી હતી તેમની પાછળ ધસડાતી ચાલમાં ભગત પોતાની નજર વારેઘડી બદલતો જાણે કોઈ મોટો ગુનો કરી બેઠો હોય તેમ ખેચાતો ચાલ્યો જતો હતો,આ દ્રશ્ય વીરુ સાથે ઘણા વખત પછી મળેલા મિત્રે જોયું અને વીરુને બતાવ્યું, ભગત જાણે ગભરાયેલો દેખાયો,એક મિનીટ એમ કહી વીરુ તેના મિત્ર પાસેથી છૂટો પડ્યો,તેનું મન કૈક જુદું વિચારવા માંડ્યું,કોઈકે કૈક પોતાના મિત્રોને કહ્યું એમ લાગ્યું,અને તે ઝડપથી તે તરફ ચાલવા લાગ્યો,આ કાવેરી તો પાછી ગરમ પડી ગઈ તો મોટો બખેડો ઉભો કરી દેશે,તેની જવાબદારી હતી,મિત્રો તેની આગેવાનીમાં અહી આવ્યા હતા,અને ભગતજી તો પુરા ભગત હતા,કાવેરી ને પોતે કાબુ નહોતો કરી શકતો પછી ભગત...."તેણે તેની ગતિ વધારી દીધી,કાવેરીનું ગ્રુપ બસસ્ટોપની દીવાલ પાછળ દેખાતું બંધ થયું,વીરુ એકદમ દોડ્યો,અને જ્યારે તેઓ ફરી દેખાયા,ત્યારે બધાને જોઇને તે એકદમ સ્ટેચ્યુ ની માફક ઉભો રહી ગયો,દોડવાથી તેની શ્વાશની ગતિ વધી ગઈ હતી,સામેના દ્રશ્યમાં ફક્ત ખુશીયો અને હસી મઝાકની મસ્તી હતી,કાવેરીની ઝડપે,જાણે સહુ એકબીજાને લાંબા સમયથી ઓળખાતા હોય તેવો વર્તાવ હતો, છોકરીયો ખુબ ખુશ હતી પણ તેનાથી ભગતને પણ એટલોજ હસતો જોયો,વીરુને તેની નવાઈ નહોતી ,કેમકે તેની બેન ત્યાં હતી,પણ હસતા ભગતે જ્યારે તેના તરફ જોયું ત્યારે ભગતના મોતિયા મરી ગયા,અને ભગતના મોઢામાંથી અવાજ નીકળી પડ્યો,

"વીરુ..." તે ખામોશ થઇ ગયો, વીરુએ પણ તે જોયું અને તેનો લાભ લીધો, તેણે તેની બાજુ જોયું પણ નહિ, અને તેની બેનના હાલ પૂછવા લાગ્યો, વીરુની બેન હસતી હતી અને તેની સાથે બધાજ સાથ આપતા હતા, ફક્ત ભગત ગભરાયેલો હતો, અને કાયમની તડ ફડ કરવા વાળી કાવેરીથી ન રહેવાયું,

"ભગતજી, કેમનું છે, બધા મસ્તીમાં છે ને તમારી મસ્તી ક્યા ખોવાઈ ગઈ, કઈક કેતા ધાક લાગે છે, કોની, વીરુની કે પછી, બીજા કોઈની..."શરમિંદો ભગત હાર માની નીચું જોઈ ગયો, પણ કાવેરીએ, તેના ઉપર જાણે ઘણ ઝીકી દીધો, ભગતનો હાથ પકડી મોટેથી બોલી

"હસો" અને આખા ગ્રુપમાં ખામોશી છવાઈ ગઈ, ભગત નિર્ણય ન કરી શક્યો, પોતાની બેહાલી ઉપર કોઈ મદદ ન હતી, અરે નાનકી પણ શાંત હતી, પણ વીરુની નજરોમાં જ્યારે ફેરફાર થયો ત્યારે તેમાં ખુશી હતી અને તેની વળતી નજરોમાં ખુશી નહિ પણ નવાઈ ની કોઈ વાત હતી,

"ભગતજી,નાનકી મને પૂછ્યા વગર કોઈ નિર્ણય લેતી નથી, અરે યાર મારી બેન મને ખુબ વ્હાલી છે,પણ મોકા સિવાયની વાત કરવી બરાબર ન

હતી, હું ખુશ હતો અને હવે વધારે ખુશ છું,જ્યારે એક મિત્ર મારા કુટુંબમાં પ્રવેશી રહ્યો છે, વેલકમ,ભગતજી," અને જાણે ચાલતી ફિલ્મ, ગતિ સ્ટોપ થઇ ફાસ્ટફોરવર્ડ માં ગતિ કરે તેમ ભગતજી વીરુને ભેટી પડ્યો,બસ આવી એટલે,નાનકીની સહેલી નાનકીને ખુશ જોતી જોતી વિદાય થઇ,કાવેરીની મઝાક વચ્ચે,ખુશ થતું ગ્રુપ ગામ તરફ આગળ વધ્યું, જે સ્થાન તરફ કે જે કોઈકને માટે નવું હતું જ્યારે કોઈને તેની બિલકુલ નવાઈ નહોતી,જેને માટે નવું હતું તેનું ભાવિ અહી બંધાવવાનું હતું,કોઈકની નીચી નજરોમાં ખુશીયો અને ફૂલોની સુગંધ સાથે કોઈક અજાયબ સપનાનું સર્જન સ્થાન લઇ રહ્યું હતું,લોકોની નજરો જાણે વારે ઘડી નવા મહેમાનો પર પડતી ત્યારે અટકી પડતી અને ગીતાને તો નહિ પણ કાવેરીને તેનાથી ખુબ પરેશાની થતી,જાણે પહેલા લોકોએ શહેરની છોકરીયો જોઈ જ નહિ હોય,

જો ગીતા ન હોત તો કાવેરીની જબાન ક્યારની ખુલી ગઈ હોત, ખડકીના લાઈન બંધ મકાનો પાસેથી પસાર થતા સહુ વીરુની પાછળ જતા હતા,આખરે થોડીવારમાં એક જુદું મકાન નજરે પડ્યું જ્યાં વીરુ અટક્યો અને સહુ પગથીયા ચઢ્યા, બસસ્ટોપથી શેઠના મકાન સુધી આવતા નાનકી જાણે કાવેરીને ગીતા સાથે ખુબ મળી ગઈ,અત્યાર સુધી તે ખુબ ખુશ હતી,પણ તે તેના ભાઈને ઓળખતી હતી,બહારથી ખુશ દેખાતો વીરુ તેને ક્યાંક દુખી દેખાતો હતો,અને તે જાણતી હતી,કે તેના દુઃખનું કારણ અહીનું ન હતું,તે તેને ખુબ પરેશાન કરતુ હતું,ભગત સાથેના સબંધની જ્યારે તેને વાત કરી ત્યારે તેણે નાનકી માં પૂરો વિશ્વાસ મૂકી તેને હા કહી ખુશ કરી દીધી હતી,અત્યારે વીરુ જાણે તૂટી પડ્યો હતો,શું તેના મિત્રોને તેનો આ ચહેરો નહિ દેખાતો હોય,કે પછી મિત્રોમાં જ હંમેશા ખુશ રહેતો પોતાનો ભાઈ ક્યાંક ખોવાઈ ગયો હતો, તેને જાણવું હતું,તેને ખબર હતી તેનો ભાઈ તો કઈ નહિ કહે પણ સહેલી જેવી બની ગયેલી કાવેરી ને ગીતા પાસેથી તેનો કોઈ ઉકેલ મળે, તેનુ મન સતત મોકો શોધતું હતું,બધી વાતો થતી હતી,પણ વીરુ અંગેની કોઈ વાતો કહેવાતી નહોતી,નાનકી હવે આવી રહેલા પ્રસંગથી પૂરી રીતે જાણતી હતી,પણ આવે વખતે વીરુના દુઃખની વાત કોઈને કહેવી ઠીક નહિ, એટલે મોકો મળતા કાવેરીને ખભે હાથ મૂકી તેણે તેની ઇન્તેજારી વધારી,હિંમત કરી એટલે કાવેરીની ચબરાક નજરો તેના પર ઠરી,અને બંને એકબાજુ થયા, ગીતાને કુતુહુલ થયું પણ તે શાંત રહી,કાવેરી અને નાનકી વચ્ચે ગુફતેગુ થયું,નાનકીએ બધું કહી દીધું,હવે કાવેરી પાસે વીરુની સામગ્રી ભેગી થઇ ગઈ,અને તેણે નાનકીના ખભે હાથ મૂકી તેને શાંત કરી,નાનકીના આંખોની ભીની થયેલી પાપણો ગીતાની નજરોથી વંચિત ન હતી,એટલે તે બંનેની નજીક સરકી,સમશ્યાનું નિદાન તેને સહેલું લાગ્યું,નાનકી પાસેથી આવેલી માહિતીમાં,વીરુની સગાઈની માંગણી તે નાનો હતો ત્યારથી થઇ ગઈ હતી,અને તે છોકરી પણ આ ગામમાં તેના કાકાને ત્યાં આવી હતી,પણ તે છોકરી,આગળ કોલેજમાં ભણી નહોતી,એટલે વીરુ સહમત નહોતો,આ વાતથી કાવેરીને ગીતા ખુબ ખુશ હતા,હવે વીરુને તે તરફ સહમત કરવો તે બંને માટે રમત વાત હતી,પણ પહેલા છોકરીને એકવાર મળવું જરૂરી હતું,જ્યારે આ ત્રિપુટીને ગુફતેગુ કરતી જોઈ ત્યારે વીરુને પણ ઈંતેજારી થઇ,પણ તેને ગીતાએ એકબાજુ કર્યો અને કહ્યું,આતો અમારી વાત છે,ત્યારે પહેલી વખત વીરુને કૈક અમુઝણ થઇ,પણ ગીતાની વાતથી તેણે તેનું મન મનાવ્યું,અને ખુશીની એક લહેર ચહેરા ઉપર છોડી તે ઘરના દરવાજા પાસે આવ્યો,દિવસ દરમ્યાન તે છોકરીને મળવાનું નક્કી કરી મહિલા ગ્રુપ વીરુને ફોલો થયું,બધાથી જુદું પડતું આ સ્થાન મગન શેઠનો આલીશાન બંગલો હતો જ્યાંથી જગન કેટલાક સમય પહેલા જતો રહ્યો હતો,અને તેના જવાથી અહી ની હવા સુધ્ધા બદલાઈ ગઈ હતી,હવે તેમાં નવો પ્રાણ પુરાવવાનો હતો,ગીતા અને કાવેરી ખુબ ખુશાલ દેખાતા હતા,અને એ ખુશી તેની સાબિતી હતી,કદાચ હવે ખુશી નો કાયમ વસવાટ થઇ જાય,તો નવાઈ નહિ. મગન શેઠના આલીશાન મકાનના દરવાજો વીરુએ ધક્કો મારતા ખુલી ગયો,દરવાજાના ખુલવાના અવાજે કાકી અને શેઠાણી બંને કિચનમાંથી બહાર આવ્યા અને સામે વીરુ હતો,શેઠાણીના આનંદનો પાર ન હતો,થોડાક દિવસોએ વિખેરી નાખેલું ઘર હવે ખુશીયોથી ભરાઈ જવાનું હતું,વિરુનું ખુબ સ્વાગત થયું,શેઠાણીની આંખો ખુશીના આંસુથી ઉભરાઈ ગઈ,ગીતા અને કાવેરી એ શેઠાણી અને કાકીના ચરણનો સ્પર્શ કરી ઘરમાં પ્રવેશ કર્યો,ખુબ ખુશખુશાલ દેખાતી છોકરીયોમાં વહુ કઈ એ જાણવું કઠીન જણાતા શેઠાણી મૂંઝાણા, પણ બંનેને છાતીસરસા ચાંપી,જય શ્રી કૃષ્ણા કહી સ્વાગત કર્યું,અને સ્વાગતના અવાજ સંભાળતા શેઠ અને ધનારામ પણ બહાર આવ્યા,ગીતાએ પહેલા શેઠજીના ચરણનો સ્પર્શ કર્યો અને પછી ધનારામને "બાપુ" કહી ભેટી પડી,કોલેજ કન્યા હતી પણ દીકરી હતી એટલે પ્રેમની વર્ષા રૂપે ચારો આંખો અશ્રુસભર બની,અને શેઠે ગીતાના માથે હાથ મૂકી આશીર્વાદ આપી એક વહુનો દીકરીના રૂપમાં સ્વીકાર કર્યો ,ગીતાએ પાલવથી આંસુ પોછી ફરી શેઠના ચરણનો સ્પર્શ કર્યો,ખુશીયોથી વાતાવરણ ભરાઈ ગયું,,બધાના સ્વાગત માટે પીણાની વ્યવસ્થા કરવા જતા,કાકીને રોકી કાવેરી અને ગીતાએ કિચન સંભાળી લીધું,ભગતજી અને નાનકી નાં સબંધથી પણ સહુ રાજી હતા,શેઠાણી ગીતાને સતત જોઈ રહ્યા પોતાના દીકરાની પસંદગી સંપૂર્ણ રીતે બરાબર હતી,ઘરમાં ફક્ત કાવેરી અને ગીતાજ નવા હતા,એટલે સહુ બંનેનું ખુબ અભિવાદન કરતા રહ્યા.ચર્ચાઓ ચાલતી રહી,અને બીજા દિવસ માટે ની તૈયારીની પણ રચના થઇ, જ્યારે સુખ આવે ત્યારે માઝા મુકીને આવે એમ શેઠાણી ખુબ ખોવાઈ ગયા હતા,ગીતા અને કાવેરીના આગમને એક અનોખો અનુભવ ઉભો કર્યો હતો,ભરતી અને ઓટનો ક્રમ કાયમ ચાલતો હોય છે, એટલે આવેલી ખુશીયોનું મોઝું કાળે કરીને ક્યાંક શાંત પડ્યું ત્યારે,ગીતા અને કાવેરી બધાની સંમતિ લઇ નાનકી સાથે ગામમાં ફરવા ગયા,વીરુ અને ભગતને અચરજ જરૂર થયું,વીરુએ તો સાથે જવાની આતુરતા બતાવી પણ કાલની તૈયારીમાં તેને કાકી સાથે રહેવા કહ્યું અને નાનકી તો સાથે હતી, પણ વીરુને હવે કૈક ગીતાનો વર્તાવ અચરજવાળો લાગવા માંડ્યો હતો, જયારે ગીતાનું ગ્રુપ નાનકી સાથે વીરુ માટેની છોકરીના કાકાને ત્યાં પહોચ્યું ત્યારે તે છોકરી ત્યાજ હતી,જોતાની સાથેજ બંને ખુબ ખુશ થઇ,કદાચ એ છોકરી વીરુ માટે ભણતર સિવાય બધી રીતે બરાબર હતી,એક બીજાનો પરિચય નાનકીએ કરાવ્યો,છોકરીનું નામ રૂપા હતું,અને ત્યાંથી તેઓ મંદિર તરફ જવાનું નક્કી કર્યું,અને રૂપાના કાકાની સંમતિ લઇ રૂપાને પણ સાથે લીધી,વાતચીત દરમ્યાન રૂપા વીરુ સાથેના સબંધ માટે ખુબજ ઉત્શુક જણાઈ,અને ગીતા અને કાવેરીએ તેમનું આ બીજું મિશન વીરુ અને રૂપાનું મિલન માટે નક્કી કર્યું,નાનકીના દિલમાં ક્યાંક હાશનો અનુભવ થયો,ભગવાનના દર્શન દરમ્યાન શુક્લાજી સાથે ચર્ચામાં ઉતરી પડેલી કાવેરીને ગીતાએ અટકાવી,શુક્લાજીને કોઈ વાંધો ન હતો,પણ કાવેરીને રોકવી જરૂરી હતું,ખાસો સમય પસાર કરી તેઓ ઘરે પાછા આવ્યા,રૂપાને ઘરમાં આવવાનો આગ્રહ કર્યો પણ વીરુની હાજરીમાં રજુ થવું તેને ઘણું વહેલું અને સામનો કરવા જેવું લાગ્યું,એટલે ફરી મળવાનો વાયદો કરી તે ઝડપથી ત્યાંથી જતી રહી,સમય સમયનું કામ કરે એમ,ખુબ ચર્ચાઓએ દિવસ દરમ્યાન સ્થાન લીધું,તેમાં રૂપાની વાત પણ થઇ,ફક્ત વીરુની ગેરહાજરીની તકેદારી લેવાઈ,ઘરના બધા સદ્શ્યોને ગીતા અને કાવેરીના આ પ્રયાસ ખુબ ગમ્યો,શેઠાણી ગીતાએ ઘરનો બધો ભાર તેના માથે લઇ લીધો હોય એવું અનુભવતા હતા,કાવેરીને બોલવા ખુબ જોઈતું હતું જ્યારે ગીતા શાંત હતી પણ બંને કાબેલ, કુશળ અને કોઇથી ડરે એવી ન હતી,બીજો દિવસ આવ્યો,કાકા તેમજ કાવેરીના પિતા જગન અને રતન સાથે આવ્યા ત્યારે ઘરનો દરવાજો બંધ હતો આજુબાજુ બધું શાંત હતું,કાકાએ બારણે ટકોરા માર્યા છતાં કોઈ આવ્યું નહિ, કાકા સમજી ગયા પણ જગનથી

ન રહેવાયું,કેમકે ઘણા વખત પછી તે પાછો અહી આવ્યો હતો,અને બધું હવે તો બરાબર હતું , તેના પિતા પણ ગીતા સાથેના સબંથી ખુશ હતા,તો હવે શું હતું,હજુ ગીતાને અહી બોલાવવાની હતી,તેના મન ઉપર જાત જાતના વિચારો ઉપસતા હતા, પણ કાકાની વાત કોઈ દિવસ ખોટી ન હોય તેની તેને ખાતરી હતી,અને કોઈ બારણું ખોલવા આવતું કેમ ન હતું,રતન પણ આગળ આવીને બુમો પાડવા માંડ્યો પણ છતાં બારણું ન ખુલ્યું,આ બધાને શું થઇ ગયું છે, કે પછી કઈ અજુગતું બન્યું હોઈ ને બધા....નાં, ના, એવું વિચારવું યોગ્ય ન હતું, બધા ખુબ આકુલ વ્યાકુળ થઇ ગયા,એટલે કાવેરીના પિતા,આગળ આવ્યા, અને બોલ્યા "બારણું ખોલો,પોલીસ ઉભી છે નહિ તો દરવાજો તોડી નાખીશું",અને કાકાથી હસવાનું ન રોકાયું,તે ખડખડાટ હસી પડ્યા,હસવું કે ન હસવું જગન અને રતન નક્કી ન કરી શક્યા,બિચારા છોકરાઓ કોઈ બનાવટ પારખી ન શક્યા,પણ પોલીસના ઓર્ડરની અસર થઇ અને "સપરાઈઝ" નાં મોટા અવાઝ સાથે બારણું ઉઘડી ગયું,જગન અને રતન બંને ભોથા પડ્યા અને બંનેના ગાળામાં મોગરાના ફૂલહાર પડી ગયા, કાવેરી અને ગીતાએ હાર પહેરાવી પ્રસંગનો ખુબ લાભ લીધો,શુક્લાજીની હાજરીમાં મંત્રોચાર વચ્ચે ત્રણ કપલની સગાઇ થઇ,બાકી રહેલા વીરુ માટે હવે કોઈ ઉતાવળ નહતી ,ગીતાની કોઈ વાત ન ટાળતો વીરુ એ પણ માની જશે એની ખાતરી સાથે મોગરાના ફૂલોની સુવાસ બધે પ્રસરી ગઈ,વાર્તાએ તેનું અંતિમ ચરણ પકડી લીધું,

સમય સાથે બધાના સંસારે યથાવત સ્થાન પકડ્યું,ત્રણ વર્ષોના વ્હાણા પછી વીરુ અને રૂપાના પ્રસંગમાં આ બધું ગ્રુપ ફરી ભેગું થયું,ત્યારે પ્રસંગની મઝા માણતાં બધાની વચ્ચે એક ખુબજ કુતુહુલ ઉપજ્યું,અને બધા એક વર્તુળના રૂપમાં આવી ગયા અરે,વીરુ અને રૂપા પણ સટેજ ઉપરથી નીચે ત્યા આવ્યા,વચ્ચે ગીતા હતી અને ગીતાની ચકુડીએ ગીતાના અંબોડેથી મોગરાના ફૂલોની વેણી તોડી કાઢી હતી ચારે બાજુ મોગરાના ફૂલો વેરાઈ ગયા,અને બધાની અચરજ વચ્ચે ધનારામનાં હાથમાં રહેલી ચકુડી દાદાને તૂટેલી વેણી પોતાના માથે લગાડવા કાલીઘેલી ભાષામાં સમજાવી રહી હતી,તેની નાજુક આંગણીયોના ઇશારે પ્રેરાઈને ગીતાએ અશ્રુ સભર આંખે તેને ચૂમી લીધી,કેમકે,મમ્મી ચકુડીની ચોટીમાં મોગરાના ફૂલોની વેણી મુકવાની ભૂલી ગઈ હતી,વર્ષો પહેલાના પ્રસંગને યાદ કરી ધનારામની આંખો પણ ભરાઈ આવી ,ફક્ત રમલી તેમની પ્રેમાળ પત્નીની ગેરહાજરીથી આ પ્રસંગ અધુરો હતો.

સમાપ્ત