Dubata suraje lavyu prabhat - 10 in Gujarati Short Stories by Abhishek Trivedi books and stories PDF | ડૂબતા સૂરજે લાવ્યું પ્રભાત - 10

Featured Books
Categories
Share

ડૂબતા સૂરજે લાવ્યું પ્રભાત - 10

(ગયા ભાગમાં આપણે જોયું કે શુંભાંગીની ખાવામાં ઝેર ભેળવી કઈ રીતે પલટવાર કરે છે અને સૌને સાજા કરી સૌનો વિશ્વાસ મજબૂત કરે છે અને શૈલજા પાસે આખા ગામની માફી મંગાવે છે તદુપરાંત એણે પંદર દિવસ મંદિરમાં પ્રવેશબંધી ફરમાવી દે છે..)

સ્વર્ણિમ ફરીવાર શુંભાંગીનીના ઘરે પહોંચી ગયો આજે એને ખરેખર કાંઈક બહું મોટું હાથ લાગવાનુ હતું.સ્વર્ણિમની અવરજવર નિષ્ઠાના ઘરે વધી ગઈ હતી. એ નિષ્ઠા કરતાં શુંભાંગીની પર વધુ ધ્યાન આપતો.એક વખત આમ જ શુભાંગીનીના રૂમ તરફથી પસાર થતા એણે ધ્યાન આપતા એણે શુભાંગીનીને ફોન પર વાત કરતા સાંભળ્યું કે 'મનુ, તું ચિંતા ના કર એ વાતનો બદલો લઈ લીધો છે. મહાપ્રસાદીમાં મેં બહુ વધારે માત્રામાં ધતુરો નાખી દીધો અને એની દવા મેં તૈયાર કરી જ રાખી હતી અને બધાને બચાવીને દર વખતની જેમ વાહવાહી મેળવી લીધી અને દોષનો ટોપલો બધો શૈલજા પર એનો ચહેરો જોવા જેવો હતો અને પંદર દિવસ સુધી મંદિરમાં પ્રવેશ-બંધી!' હા.. હા.. હા.. અને શુભાંગીનીએ અટ્ટહાસ્ય વેર્યું. હજુ એ વધારે કાંઈક જાણવા મળશે એ આશાસહ શુંભાંગીનીના રૂમની બહાર જ ઊભો રહ્યો. એ આટલી વાતચીત પરથી સમજી જ ગયો કે સામે છેડે મનુભાઈ જ હશે. ફોન હજી ચાલુ જ હતો.. 'નહી આ વખતે પણ શક્ય નહી બને! શુભાંગીની ચિંતા અને નિરાશા સહ બોલી. 'હા હું જાણું છું કે ગઈ અમાસે પણ હું ત્યાં નહોતી આવી શકી, બીજી એક વાર તું એમને નહી સંભાળી શકે?'

હજુ સ્વર્ણિમ આખી વાત સમજે ત્યાં જ "શું થયું સ્વર્ણિમ કેમ અહી ઊભો છે?" નિષ્ઠા ત્યાં આવી પહોંચી! "અરે નિષ્ઠા તું! સ્વર્ણિમ સહેજ ચમકી ગયો. પછી બોલ્યો અરે હું તો તને જ શોધતો હતો મને લાગ્યું કે તું તારી મમ્મી સાથે હોઈશ પણ તું અહીં પણ નહોતી.. ." સ્વર્ણિમે વાત વાળી લેતા કહ્યું. "સારુ વાંધો નહી. હું સ્ટોર રૂમમાં હતી. ચાલ આપણે બહાર હીંચકે બેસીએ" બંને હિચકે ગયા. ત્યાં લગભગ કોઈ નહોતું. અચાનક નિષ્ઠા સ્વર્ણિમને ભેટી પડી! " આ તું શું કરે છે? "સ્વર્ણિમથી અનાયાસે બોલાઈ જવાયું." અરે આટલું શરમાવવાની જરૂર નથી. કોઈ કાંઈ નહીં કહે. હજુ નિષ્ઠા વળગેલી જ હતી એ સ્વર્ણિમને છોડવા તૈયાર નહોતી અને સ્વર્ણિમ ભેટવા માટે તૈયાર નહતો.. . તો પણ ના છુટકે સાથ આપવો જ પડે તેમ હતો..ત્યાં અચાનક સ્વર્ણિમે નિત્યાને જોઈ. બંનેની નજર એક થઈ. નિત્યા સંભાળી ના શકી અને શુંભાંગીનીના ઘરમાંથી અશ્રુ સાથે બહાર ભાગતી સ્વર્ણિમે જોઈ.. નિત્યા આમ જ નિષ્ઠાને મળવા આવી હતી. સ્વર્ણિમે પોતાના પગ પર એવી કુહાડી મારી હતી જે બીજા ઘણા મહેશભાઈની જાન બચાવવાની હતી.!

શુભાંગીનીના ઘરેથી નીકળી સ્વર્ણિમ રસ્તામાં વિચારોના અબ્ધિમાં ખોવાઈ ગયો કે એવું તો શું હોય છે અમાસની રાતે કે આ ડાકણને કાળા કામ કરવા અમાવાસ્યાના અંધકાર ઉપરાંત ગામવાળાની અવરજવર પણ બંધ કરવી પડે?? એવા તો શું નવાં રંગો વિખેરતી હશે જે ગામવાળાની આંખોમાં ધૂળ નાખવા પૂરતા હોય? એણે એમ પણ થતું કે માન્યું કે બે ચાર નાના મોટા ચમત્કાર કર્યા હશે પણ આખું ગામ આવો આંધળો વિશ્વાસ કેવી રીતે મૂકી શકે? અમાસે બહાર ના નીકળવું આ વાત કોઈને ગળે પણ કેવી રીતે ઊતરે ? હશે જે હશે તે.. એ અમાસે શું થતું હશે એ વિચારતો હતો ત્યા અચાનક સ્વર્ણિમને નિષ્ઠાની ભેટવાવાળી ઘટના અને નિત્યા નું અશ્રુ સાથે ભાગી જવું યાદ આવી ગયું અને ગુસ્સા, નિરાશા અને દર્દથી અશ્રુ આવી જ જાત જે તેણે માંડ રોક્યું. એકવાર તો એણે એવો વિચાર પણ આવી ગયો કે આ બધું છોડીને બધી સચ્ચાઈ નિત્યાને કહી દે અને એની માફી માંગી લે. પણ પછી અંદાજ આવ્યો કે એ પણ ગામવાળાની જેમ આંધળી છે.એટલે હવે આ દરિયો પાર કર્યા સિવાય કોઈ વિકલ્પ જ નથી કા તરી જઈશ અથવા ડૂબી જવાશે પણ કિનારે જવાની કોશિશ તો કરવી જ છે.

એ ઘરે જઈ ફરી વિચારોમાં ખોવાઈ ગયો કે હવે આ અમાસે તો તપાસ કરવી જ પડશે કે થાય છે શું દર અમાસે ? એટલે એણે શૈલજા કાકીને બીજા દિવસે વાત કરી. થોડી વાર વિચાર્યા બાદ બંનેએ નક્કી કર્યું કે આ અમાસે તેનો પીછો કરશે... શૈલજા માટે અમાસ સુધી રાહ જોવી અઘરી હતી કારણ કે વગર કારણે એને શુંભાંગીનીને પગે લાગવું પડયું હતું પણ એને અંદરથી થતું હતું કે આ અમાસ એના જીવનમાં પુનમ લઈને આવશે.

જોત-જોતામાં અમાસનો સૂર્ય ઊગી ચૂક્યો હતો. બહુ જલ્દી સૂર્યાસ્ત થઈ ગયો. હવે શૈલજા અને સ્વર્ણિમ ઉતાવાળા થતાં હતાં રાઝ જાણવા! શુભાંગીનીને આ વાતની ગંધ સુદ્ધાય નહોતી...એ તો નીકળી વેશ બદલીને ગામની બહાર.. શૈલજાએ આટલા વર્ષમાં ક્યારેય આ રીતે નહોતી જોઈ કારણ કે એને ના તો રક્તામ્બર પહેર્યા હતા અને ના તો કોઈ ઘરેણાં! એણે મિની સ્કર્ટ પહેર્યું હતું. એની ચાલવાની ઝડપ પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું કે એને પહોંચવાની કેટલી ઉતાવળ હતી.એનો પહેરવેશ જોઈ શૈલજા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. "આ કપડા પણ પહેરી શકે આ? "સ્વર્ણિમે પૂછ્યું "એ કશું પણ કરી શકે છે કાણિયા પૈસા જેટલો ય ભરોસો નથી હવે મને એની પર" શૈલજાએ જવાબ આપ્યો. "કાકી જરા ધીરે. એ ભૂલથી સાંભળી ગઈ તો આપણને જ તકલીફ પડશે." "સાચી વાત છે બેટા તારી "આમ તો શુંભાંગીનીનું ધ્યાન નહોતું છતાંય બંને થોડા પાછળ ચાલતા હતા.

આખુ ગામ લગભગ સૂર્યાસ્તની સાથે જ આરતી પછી ઘરમાં ભરાઈ ગયું હતું! માત્ર આ ત્રણ જ ચહેરા જાગતા હતા.લગભગ અડધા કલાક સુધી શાંત રસ્તા પર ચાલ્યા બાદ ત્રણેય ગામની બહાર હતા. શુંભાંગીનીના કદમોની ચાલ ધીરે ધીરે ઘટતી હતી જે દર્શાવી રહ્યુ હતું કે મંઝિલ હવે નજીક છે. થોડી વાર બાદ શુંભાંગીની યથાસ્થાને પહોંચી ગઈ. શૈલજા અને સ્વર્ણિમ બહું ઉત્સુક હતા આ જગ્યા વિષે જાણવા. શુંભાંગીની અંદર ગઈ. શૈલજા અને સ્વર્ણિમ અંદરનું દ્રશ્ય જોઈ ચોકી ગયા કારણ કે અંદર વૈશ્યાલય ચાલતું હતું !! શુંભાંગીની ગુસ્સાથી લાલ આંખ કરી સામે ઉભેલી બધી યુવતીઓને ડરાવવાની ધમકાવવાની કોશિશ કરી રહી હતી પણ કોઈ ટસ થી મસ થવા તૈયાર નહોતું. "જુઓ રાણીબેન, તમે હવે તમે ગમે તેટલી કોશિશ કરશો ભાવવધારો તો કરવો જ પડશે " બહારથી શૈલજા અને સ્વર્ણિમ માત્ર અવાજ સાંભળી શકતા કાંઈ જોઈ શકતા નહોતા એટલે બધી વાતો ધ્યાન દઈ સાંભળતા હતા."તમને શું ખબર પડે કેટલી તકલીફ પડે અને કેવા કેવા ગ્રાહકોની ભૂખ શાંત કરવી પડે છે!" "એ છોકરી જબાન સંભાળીને વાત કર!" શુભાંગીની ગુસ્સાથી બોલી. "રાણીદેવી, શાંત થઈ જાઓ આ સૌથી વધુ માંગમાં છે એના ભાવ સૌથી વધુ બોલાય છે" આટલી વાતચીત પરથી શૈલજા અને સ્વર્ણિમ સમજી ગયા કે તેઓ શુંભાંગીનીને જ રાણીદેવી કહેતા હતા. "તો શું થયું તને અહીં લાવનાર હું જ છું. "શુભાંગીની એ કહ્યું. "એ બધું હું કાંઈ ના જાણું અમને ભાવવધારો જોઈએ નહીતો ધંધો બંધ" પેલી યુવતી ગુસ્સા સાથે બોલી. "હા.. હા નહીતો ધંધો બંધ" પેલી રૂપાળી યુવતીની સાથે બીજી છોકરીઓ પણ બોલી. "એ તો અન્યાય જ છે ને બધું કામ અમે કરીએ અને અમને ખાલી દસ ટકા હિસ્સો!! તું કશું ના કરે અને મસમોટી રકમ ઓઈયા કરી જાય.અમને સરખો ભાગ જોઈએ"

"શકય જ નથી હવે હદ વટાવી રહી છે તું! " મનુભાઈ તાડૂક્યા. હા મનુભાઈ પણ ત્યાં જ હતા.શુંભાંગીની ના હોય ત્યારે વૈશ્યાલયનો કારોભાર મનુભાઈ જ સંભાળતા હતા."સારું સારું સિત્તેર-ત્રીસ રાખીએ" "ના અડધો ભાગ એટલે અડધો ભાગ" "જો સાઈઠ ચાળીસ થી વધારે શકય જ નથી ધંધો કરવો હોય તો કરો નહીતો મારે પૈસાની કાંઈ ખોટ નથી!શુંભાંગીની ગુસ્સે ભરાઈ ગઈ. થોડી વાર વિચાર્યા બાદ બધી સ્ત્રીઓ આ માટે તૈયાર થઈ. શુંભાંગીની વટથી પાછી ફરી એણે થોડું દુઃખ તો થયું પણ હજુ પણ મોટો હિસ્સો એના હાથમાં જ હતો એની ખુશી હતી. મનુભાઈ પણ પાછા ફર્યા.શૈલજા અને સ્વર્ણિમ છુપાઈ ગયા અને લગભગ બન્ને હતપ્રત થઈ ગયા. "આણે તો બધી હદ વટાવી દીધી કાકી! " સ્વર્ણિમ બોલ્યો.. "પણ પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે સ્વર્ણિમ તું ચિંતાના કર બહું જલ્દી ફૂટી જશે. "શૈલજાએ મક્કમતાથી કહ્યું. " હા પણ હવે કરીશું શું?

શૈલજાને અચાનક વિચાર આવ્યો એટલે એ સ્વર્ણિમને સમજાવી અંદર ગઈ. અંદર એક ખંડેર રૂમ હતો અને અંદર ઘણા બધા બેડરૂમ હતાં. પુરૂષોની અવરજવર ઘણી હતી. અડધા ઉપરાંત પુરૂષો પીધેલી હાલતમાં હતા અને લગભગ બધા આધેડ વયના હતા. ખંડેર હૉલમાં એક સ્ત્રી બેઠી હતી. એણે ઘણું બધું સ્પ્રે છાંટ્યુ હતું કોઈને પણ માથું ફાટી જાય! ગજરો નાખેલો હતો અને મોઢું ચાલુ જ હતું થોડી થોડી વારે પાનની પિચકારી મારતી હતી. ત્યાં એક યુવક આવીને બોલ્યો "મને તો રિયા જ જોઈએ બીજી કોઈ એના જેવી નથી." "અરે પણ.." "પણ વણ હું કાંઈ ના જાણું એવું હોય તો કલાકના પાંચસોના બદલે સાતસો લઈ લો પણ બીજી કોઈ નહીં." "હા ભાઈ શાંતિ રાખો બેસો હું બોલાવું છું એને તમારું નામ બોલો પૈસા જમા કરાવી બાર નંબરના રૂમમાં જતા રહો" એમ કહેતા પેલી સ્ત્રીએ 12 નંબર તરફ આંગળી ચીંધી. શૈલજા સમજી ગઈ આ અત્તર વાળી સ્ત્રી બધાની હેડ હશે! શૈલજાને આ બધું જોઈ બહું ચીતરી ચડી પણ મજબૂરીમાં એણે સચ્ચાઈના મૂળ સુધી પહોંચવા માટે આ બધું કરવું જ પડે તેમ હતું..."મારે પણ આ ધંધામાં જોડાવું છે"

હિંમત કરીને શૈલજા પહોંચી પેલી હેડ પાસે આટલું બોલતા એણે પરસેવો વળી ગયો અને હાથ કાપવા માંડ્યો હતો."હા હા હા "આ રમાએ પાંત્રીસ વર્ષની ઉંમરમાં આજ સુધી આવી સ્ત્રી નથી જોઈ. આ તો કાંઈ ઉંમર છે?" પેલી હેડ લાગતી સ્ત્રી બોલી. "પણ મારે પૈસાની સખત જરૂર છે." શૈલજા એ ખોટી મજબૂરી બતાવતા કહ્યું. "પણ તને હા કોણ પાડશે?તારી સાથે કોણ.." આટલું બોલી રમા હસવા માંડી. "એ મારો સવાલ છે તમે ખાલી રાખી લો." "એ બધું તો ઠીક પણ તને અહીંનું સરનામું કોને આપ્યું? અને આ માટે મારે રાણીદેવીને પૂછવું પડે. " રાણીદેવીનું નામ સાંભળી શૈલજા થોડી ગભરાઈ! કારણ કે એને આ વાતની જાણ સુદ્ધાં ન થવી જોઈએ. "અરે કામ કરવાવાળાને જગ્યા આરામથી મળી રહે." શૈલજાએ રાણીના નામનો છેદ ઉડાવવાની વ્યર્થ કોશિષ કરી. "એ જે હોય તે રાણીદેવી કહે તો તારી જગ્યા પાક્કી. અત્યારે જા " શૈલજા જતી હતી ત્યાં "એક મિનિટ ઉભી રહે."શૈલજા થોડી હરખાઈ ગઈ ત્યારબાદ ખબર પડી કે માત્ર નામ પૂછવા ઉભી રાખી હતી બીજું કોઈ નામ ન સુઝતા એણે કહી દીધુ 'પૂજા'. " સારું જા."શૈલજા નિરાશ વદને પાછી ફરી. "કાંઈ નહીં કાકી ચિંતા ન કરશો. શુંભાંગીનીને કઈ ખબર નહીં પડે. હું જ કાલે જઈશ તપાસ કરવા ગ્રાહક બની." શું??" શૈલજાની આંખો પહોળી થઈ ગઈ. "અરે ના બેટા એવું કાંઈ કરવાની જરૂર નથી. હું એકાદ અઠવાડિયામાં તપાસ કરી લઈશ." "હવે હું આ વાત બહુ લંબાવવા નથી માંગતો." "જેવી તારી ઇચ્છા પણ સાવચેત રહેજે" "સારું" કહી સ્વર્ણિમ શૈલજા કાકીને ઘરે છોડી પગે લાગી ઘર તરફ રવાના થયો. એ મનોમન વિચારતો હતો બસ જલ્દી બધાં રાઝ ગામવાળાની સામે આવી જાય તો નિત્યાની આંખ ખૂલે અને મારે નિષ્ઠા સાથે લગ્ન પણ ન કરવા પડે! કાલે શું થશે વિચારતો વિચારતો સ્વર્ણિમ ઘરે પહોંચ્યો. "ક્યાં હતો અત્યાર સુધી? ભૂલી ગયો આજે અમાસ છે સૂર્યાસ્ત થયે પ્રહર વીતી ગયો મને કેટલી ચિંતા થતી હતી!" કાકી એ લડી નાખતા કહ્યું. "અરે પણ ઓફિસમાં કામ હતું. " "એક દિવસ કામ ના કરીએ તો ના ચાલે? હશે, ચાલ હવે હાથ પગ ધોઈ લે અને પછી જમવા બેસી જા." "હા કાકી" એટલું કહી સ્વર્ણિમ હાથ-પગ ધોવા ચાલ્યો ગયો.

બીજા દિવસે સ્વર્ણિમ સાંજે શર્ટના ઉપરના બે બટન ખુલ્લા રાખી અને નશો કર્યો હોય તેવો ડોળ કરતા પહોંચ્યો વૈશ્યાઘર.!! સ્વર્ણિમનું રૂપ જોઇ પોતે રમા પણ મોહાઈ ગઈ! "શું ભાઈ કોણ જોઈએ છે? રંગીલી સંગીતા, નયના, હેતલ, સવિતા.." રમા પોતાના અંદાજમાં બોલતી હતી. "હું કોઈને ઓળખતો નથી પહેલી વખત છે કોઈ પણ જુવાન અને રૂપકડી આપી દો" સ્વર્ણિમે જવાબ આપ્યો. "અરે અહીં બધી એવી જ મળશે! એક કામ કર તું જા પાંચ નંબરમાં! તારા જેવા આટલા કામી જવાનિયા માટે એ જ જામશે!" સ્વર્ણિમ પણ ચાલવા માંડ્યો "ઓ ભાઈ ખબર નથી કે શું પહેલા રૂપિયા તો જમા કરો." "ઓહ મને ખબર નહોતી સ્વર્ણિમ રૂપિયા મૂકી અંદર ગયો અને બારણું ખખડાવતા એને પેલી યુવતીએ શર્ટ પકડી અંદર ખેંચી લીધો.. સામે ઉભેલી યુવતીનો ચહેરો જોઈ સ્વર્ણિમ અવાક થઈ ગયો.!!!

-હર્ષિલ શાહ અને અભિષેક ત્રિવેદી