Award in Gujarati Motivational Stories by Suresh Kumar Patel books and stories PDF | અવોર્ડ

Featured Books
  • उजाले की ओर –संस्मरण

    मनुष्य का स्वभाव है कि वह सोचता बहुत है। सोचना गलत नहीं है ल...

  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

Categories
Share

અવોર્ડ

એવોર્ડ
(ભાગ-૧)

અર્પણ મારા મિત્ર, એવા સજ્જન શ્રી શૈલેશભાઈ જોષી ને. જેમણે મને આ વાર્તા લખવા માટે એક ‘બીજ’ રૂપી પ્લોટ આપ્યો.

એક એનજીઓ દ્વારા સમાજમાં કંઇક નોખું અને પ્રેરણારૂપ કામ કરનારને નવાજવા, પ્રોત્સાહિત કરવા માટે આજે એક એવોર્ડ સમારંભ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમારંભમાં ગણી બધી હસ્તીઓ આવી છે. કોઈ સમાજસેવી હસ્તીઓ તો કોઈ રાજકારણીઓ પણ આવ્યા છે જે આજનો શ્રેષ્ઠ સેવાકીય કાર્ય માટેનો નામચીન એવોર્ડ એમને મળશે એવા આશયથી આવ્યા છે, પણ બધાની અચરજ વચ્ચે આ એવોર્ડ એક એવી વ્યક્તિ ને મળે છે જે કોઈએ સ્વપ્નમાં પણ નહતી વિચારી. અને એ વ્યક્તિ એક ઉદ્યોગપતિ જે ક્યારેય આવા એવોર્ડ માટે લલચાતા નથી એને આ એવોર્ડ થી સંમ્માનવામાં આવે છે.
એવોર્ડ લેતી વખતે સૌ એને થોડી શંકાની નજર થી જોઈ રહ્યા છે. સૌ ને એમકે આ ઉદ્યોગપતિ એ આ સંસ્થાને કંઇક મોટું ડોનેસન આપીને આ એવોર્ડ પોતાના માટે ખરીદી લીધો હશે..!!
મી. સુરજ એવોર્ડ લઈને બે શબ્દો બોલવા માંગતા હતા એટલે પેહલા તો સૌને એમ કે આ તો બસ બધાનો આભાર માની ને પોતાની વાત પૂરી કરીને એવોર્ડ લઈને નીચે ઉતારી જશે..! પણ , ના મી. સુરજે તો ડાયરેક્ટ એક એવી સરસ વાર્તા શરું કરી કે કોઈને ખ્યાલ પણ ના રહયો કે એતો પોતના આ એવોર્ડ જીતવા પાછળનું રહસ્ય જણાવી રહ્યા હતા..!
એક સવાર માં હું બીસીનેસ મીટીંગ માટે મારી ગાડી લઈને નીકળ્યો. સીટી થી થોડે દુર જઈને એક ગામ માંથી પસાર થતો હતો ત્યાં મારી ગાડીમાં પંચર પડ્યું. મેં એક બે જણા ને પૂછી ને ત્યાં કોઈ પંચરવાળા નું એડ્રેસ લઇ એના ત્યાં પોહ્ચ્યો અને ટાયર બદલી આપવા કહ્યું. પણ ડીકીમાં જોતા ખબર પડી કે સ્ટેપની ટાયર તો હતું નહિ. એટલે એ ટાયર પંચરવાળા ભાઈ એ મને વિનંતી કરી કે થોડીવાર બેસો તો હું એક પંચર જે બનાવતો હતો એ પૂરું કરીને તમારી ગાડી નું પંચર બનાવી આપું. થોડીવાર મેં વિચાર્યું, ઘડિયાળ જોયું સમય તો હજુ હતો એટલે મેં બેસવા માટે કંઇક મંગાવ્યું. એ ભાઈ પોતાની નાની દુકાન માંથી એક સિમેન્ટની બેગમાં જુના ફાટેલા કપડા અને થોડો રૂ ભરેલી ગાદીવાળી એક બાજુ હેન્ડલ તૂટેલી ખુરશી લઇ આવ્યો. અને મને એક ન્યૂસ પપેર આપતા બોલ્યો ‘લો, સાહેબ, અહિયાં તમે પેપર વાંચો. હું થોડીવાર માં તમારી ગાડીનું પંચર બનાવી આપું.’
મેં પેપર અને પેલી બાદશાહી ખુરસી લઈને બાજુ માં એક નાનું ઝાડ હતું ત્યાં જઈને બેસવાનું પસંદ કર્યું. દુકાન ની આજુબાજુ માં નાની મોટી ઝુપડીઓ હતી અને થોડે દુર પાક્કા મકાન વાળી સોસાયટી પણ હતી. બંને ની વચ્ચમાં એક મેદાન હતું જ્યાં અમુક છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા તો કેટલાક એમજ દોડી રહ્યા હતા.
થોડીવાર પેપર વાંચ્યા પછી મારી નજર એક ઝુપડા પર પડી જ્યાં કંઇક રોજિંદુ થઇ રહ્યું હતું. મેં કુતુહલ વશ ત્યાં આંખ અને કાન ટેકવ્યા.
ઝુપડાની બાજુમાં એક માટી અને છીપર થી બનાવેલી ચોકડીમાં એક બાઈ કપડા ધોઈ રહી હતી. બાજુમાં એક માપસર ની કાળી પ્લાસ્ટિક ની ટાંકી(બેરલ) હતી જેમાં થી એ થોડું થોડું પાણી લઇ રહી હતી. તેનો પતિ આંગણામાં એક ખૂણામાં લોખંડ ના ઓજારો બનાવી રહ્યો હતો. એ લુહાર હતો. રોજ એ ખુરપી, દાતરડા, કોદાળી, કોસ, કુહાડી જેવા નાના મોટા ઓજારો પોતે બનાવીને બાજુના ગામ ની માર્કેટમાં વેચવા જતો. અને મોટી દુકાનવાળા શેઠિયાઓ ને હોલસેલમાં પણ બનાવી ને આપી આવતો. એ પોતાના કામમાં મશગુલ હતો. આ બાજુ એ બાઈ જે કપડા ધોઈ રહી હતી તે પાણી ની નીક જ્યાં જઈ રહી હતી ત્યાં થોડે દુર તેનો છોકરો એક લાકડી થી પાણી ઉછાળી ઉછાળી ને રમત કરતો હતો. જેને ફક્ત નીચેનું કપડું પેહરેલું હતું અને એની માં એને ગડી ગડી નાહવા માટે બોલાવી રહી હતી પણ એ બાળક અસ્તવ્યસ્ત થઇને મસ્તીમાં રમી રહ્યો હતો. થોડીવાર પછી ગુસ્સે થી એ બાઈ એ છોકરા ને પોતાની પાસે બોલાવ્યો “એય, લાલિયા તારી હગ્લીના અહિયાં આવ જોવ..!!” અને છોકરા નો હાથ પકડી નાહવા બેસાડ્યો અને એજ સાબુ જેના થી એ કાપડા ધોઈ રહી હતી એ ધોવાના સાબુ થી જ છોકરાને પણ ધોઈ નાખ્યો મતલબ નવડાવી નાખ્યો..! ફટાફટ બાજુ માં સુકાવા મુકેલું શર્ટ પેહરાવી નાખ્યો અને નીચેનું કપડું એજ હતું જે પેહલા પેહ્ર્યું હતું. કદાચ એ બે ત્રણ દિવસે ધોવાતું હતું. માથું થોડું ભીનું હતું તો પેલી બાઈએ પોતાના પલ્લું થી જરા કોરું કરી પોતાના હાથ વડેજ માંથું ઓળાવી નાખ્યું. અને છોકરાએ કદાચ રોજ ની જેમ પોતાનું મો જોવા પેલા પાણી ભરેલા કાળા બેરલ માં ડોક્યું કર્યું અને પોતાની રીતે પણ થોડું ઠીક કરી, વળી પાછો રમવા ભાગ્યો.
એના બાપા એ એને પોતાની પાસે થી નીકળતા નીકળતા વહાલ માં એક ટપલી મારી.
લુહાર પોતે પણ હવે પોતાના ઓજારો સાઈકલ પર ગોઠવી ને તૈયાર હતો પણ રોજ કરતા આજે થોડો સમાન ઓછો ભર્યો હતો. કેમકે પોતાની સાઇકલના પાછળ ના ટાયર ની ડીશ થોડી વળી ગઈ હતી અને વધુ વજન ખમી શકે તેમ નોહતી. એટલે બે ત્રણ ફેરા કરી લેવા માટે એ પોતે રાજી થયો હતો. એવું એના એક બાજુ અલગ થી ગોઠવેલા સમાન થી માલુમ પડતું હતું.
આ બધું હું ચુપચાપ જોઈ રહ્યો હતો અને મનોમન કંઇક પ્લાન બનાવી રહ્યો હતો.
થોડીવારમાં પેલો છોકરો જે રમવા ગયો હતો એ પોતાની ટાયરવાળી ગાડી લઈને પાછો આવ્યો અને એની માં ને પોતાના ‘શર્ટ નું બટન તૂટેલું છે’ એવું કહી બતાવા લાગ્યો. જોકે શર્ટમાં હજુય એકાદ બટન હોત તો કદાચ એ પાછો ન આવત પણ શર્ટ માં એકેય બટન નહતા એટલે શર્ટ ઉતરી જતો હતો. એની માં એ તરત પોતાના બ્લાઉઝમાં ભરાવેલી સેફટી પીન કાઢી ને શર્ટમાં વચ્ચો વચ્ચ લગાવી આપી અને છોકરો ખુશ થઇ ગયો. અને વળી પાછો પોતાની મસ્તીમાં મશગુલ થઇ ગયો. અને પેલા છોકરાઓ રમતા હતા ત્યાં જઈને રમવા લાગ્યો. પણ થોડે દુર થીજ એ રમત જોતો હતો કદાચ એ બીજા છોકરાઓ અને એની વચ્ચે કોઈ અદ્રશ્ય દીવાલ હતી. એ દીવાલ નો ખ્યાલ જોકે કોઈને ન હતો..! પેલા છોકરાઓ પણ માસુમ હતા. પણ થોડા વ્યવસ્થિત તૈયાર થયેલા અને માથે તેલ-બેલ નાખેલા અને કદાચ સારા ઘર ના હતા અને આ છોકરો થોડો લગર વગર અને કપડા થી કે દેખાવ થી પણ ગરીબ હતો..!
હવે આ બાજુ લુહાર ભાઈ પણ પોતાની સાઇકલ ને બરાબર તૈયાર કરીને બજારમાં જવા નીકળતા પેહલા પોતાની ઝુપડીના ગોખલે બેસાડેલા ભગવાનને પગે લાગે છે. અને પાણી પીવા માટે ત્યાં જ પોહ્ચ્યો જ્યાં એની પત્ની કપડા ધોઈ રહી હતી, હાથ લંબાવીને ડબલું માગ્યું. અને એજ ડબલું જેના થી પેલી બાઈ કપડા ધોઈ રહી હતી એ આપ્યું. ડબલું લઇ એજ પેલા કાળા બેરલ માંથી પાણી પીધું અને પાછું આપી દીધું. અને પોતે પણ એના લાલિયાની જેમ જાણે અરીસામાં જોતો હોય તેમ પોતાનું માંથું ઓળવા લાગ્યો. અને કદાચ આજ એમનો આરીસો હતો આખા ઘરમાં. ઝુપડી ના બહાર ઓટલા પર પેપર માં વીતેલી થોડી રોટલીઓ હતી અને એક પ્લાસ્ટિક ની કોથળીમાં શાક જેવું દેખાઈ રહ્યું હતું. એ ભેગું કરી એક બીજી કોથળી માં નાખી સાઇકલ ના સ્ટેયરીંગ પર લટકાવ્યું જાણે એજ એનું રોજ નું ડિસ્પોઝેબલ ટીફીન હોય..! અને પોતાના રોજીંદા વેપાર માટે નીકળ્યો. ભલે એ એની રીતે બરાબર તૈયાર થઈને નીકળ્યો હતો પણ મને એવો લાગતો હતો કે જાણે હમણાજ પથારી માંથી ઉઠીને આવ્યો હોય..! કેમકે એના વાળ ગણા દિવસો થી ધોયેલા નોહતા. અને તેલ પણ નાખેલું નોહતું. દાઢી વધેલી હતી. પેન્ટ આખુય જાણે થીગડા થી ડીઝાઇન કરેલું હોય તેવું હતું અને ડાર્ક કલરના શર્ટમાં બંને બાજુ ની બગલમાં પણ પરસેવાની વાઈટ કલર ની છાપ ઉઠી આવી હતી. અને એનું આ રૂપ જોઇને જ કદાચ કોઈ વેપારી એને પોતાની દુકાનો માં અંદર આવવા દેતા નહિ અને બહાર થીજ બધો વ્યવહાર કરતા હતા.
પેલી બાઈ પોતાનું ઘર નું કામ ફટાફટ પતાવીને બાજુ ની સોસાયટીમાં શેરી વળવા જતી રહી.
મારી ગાડી નું પંચર ક્યારે થઇ ગયું એ પણ ખબર ના પડી. પેલા પંચરવાળા એ મને આવી ને રીતસરનો કોઈ દીવા સ્વપ્ન માંથી જગાડ્યો હોય તેમ મારા ખભે હાથ મુકીને મને જગાડ્યો. મેં એને પંચર ના પૈસા આપ્યા. અને હું મારા રસ્તે નીકળી ગયો, પણ મારું મન હજુ એ ઝુપડી પર અટકી ગયું.
એ રાત્રે હું વિચારતો રહ્યો કે હું શું કરું કે જેના થી આ ઝુપડી નું દ્રશ્ય જે મારા મનને વેદના આપી ગયું એની જગ્યાએ બીજીવાર જાઉં ત્યારે મારા મનને ખુશી આપે. મેં ત્યાં બેસીને જે કંઇક પ્લાન કર્યું હતું એના પર મારું ધ્યાન લગાડ્યું અને ફરી થી એ આખી દિનચર્યા નિરાંતે વિચારતો ગયો અને મારી ડાયરી માં કંઇક લખતો ગયો. અને થોડીવાર પછી મારું આખુય લીસ્ટ તૈયાર હતું.
જે કાલે હું બધું મારી સાથે લઇ જવાનો હતો.

(To be continuing…!)