Saraswatichandra in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 8

Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 8

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૧.૮

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૮ : ફલોરા અને કુસુમ

રાજકીય નીતિ જ્યાંજ્યાં ઉદાર, દીર્ધદૃષ્ટિવાળી અને કાર્યગ્રાહી થઈ છે ત્યાંત્યાં ભિન્ન રાજ્યોના રાજપુરુષોના પરસ્પર સંબંધ ગાઢ થયા છે. બે રાજ્યના રાજાઓ મિત્ર હોય તો પરસ્પરના લાભનું આસ્વાદન કરવા માટે અને શત્રુ હોય તો પરસ્પરનાં છિદ્રસ્થાન અને મર્મસ્થાન સૂંઘી કાઢવાને માટે એ રાજાઓ દૂર હોવા છતાં સમીપ જવાના ચિત્રમાર્ગ શોધે છે અને રચે છે. અકબર બાદશાહના કાળમાં રજપૂતોને મિત્રો કરવામાં આવ્યા હતા અને રજપૂતાણીઓને બાદશાહી જનાનામાં લેવામાં આવી હતી. આજના કાળમાં આ મંત્ર અંગ્રેજો સાધતા નથી તેનાં અનેક કારણ છે, પણ જે દેશી રાજાઓ જાતે અથવા પોતાના રાજપુરુષો દ્વારા અંગ્રેજ અધિકારીઓમાં ભોજનાદિ વ્યવહારમાં મળે છે તેને આ મંત્રસાધનાનો કંઈક અનુભવ થાય છે. ચતુર્વર્ણમાં અને ચર્તુપર્ણ બહાર રજપૂતોને ઈષ્ટ વ્યવહાર ચલાવવા શાસ્ત્રથી અને લોકાચારથી સ્વતંત્રતા મળેલી છે તે આ મંત્રસાધનાને અનુકૂળતા આપવાને માટે જ છે. ભોજનકાળે અને વિનોદ-વિહારને સ્થાને અંગ્રેજોનાં હ્ય્દય ઊઘડે છે એવાં અન્યત્ર ઊઘડતાં નથી. તેમના ધર્મગુરુઓ અને તેમની સ્ત્રીઓ અન્ય પ્રજાઓને તેમના હ્ય્દયમાં અવકાશ અપાવી શકે છે એવો અવકાશ અન્ય નિમિત્તોથી કવચિત્‌ જ મળે છે.આવા અવકાશ મેળવવાને કમલાવતી રાણીને કોઈ અંગ્રેજ સ્ત્રીનો પ્રસંગ કરી આપવો એવો સંકલ્પ મલ્લરાજે ઉત્તરકાળમાં યુવરાજ પાસે કરાવ્યો હતો.

મણિરાજ રાજ્યપતિ થયા પછી પિતાને સંકલ્પ એને અન્ય કારણોથી પણ ઈષ્ટ થયો. શાસ્ત્ર પ્રમાણે આર્ય ક્ષત્રિયોને જેમ ભોજનાદિ ગમે ત્યાંથી ગ્રાહ્ય છે તેમ આર્ય બ્રાહ્મણોને વિદ્યા ગમે ત્યાંથી ગ્રાહ્ય છે. ક્ષત્રિયો રાજવિદ્યાના વિષયમાં એ વિદ્યાના બ્રાહ્મણ છે અને અંગ્રેજી વિદ્યા આજ રાજવિદ્યા છે તો વિદ્યારૂપે તે રાજભવનમાં પૂજ્ય છે. આજકાલનારાજાઓના રાજ્યવ્યવહારમાં કુલાચારને નામે અનેક અનાચાર ચાલે છે અને રાજકુમારો અને રાજસેવકોના રાજકાર્યમાં અને રીતે પ્રતિબંધરૂપ થાય છે. મલ્લરાજના કુળાચારનું એક સૂત્ર એ હતું કે ‘યુગે યુગે યુગાચાર.’ પોતાના રાજભવનમાં આ સૂત્રના વિરોધી કુળાચાર પ્રવેશ પામે નહીં અને પરરાજ્યોના જેવા ગંઠાઈ ગયેલા અદીર્ધદર્શક અને પ્રતિબંધરૂપ કુળાચાર પોતાના કુળને ભ્રષ્ટ કરે નહીં એવા હેતુથી રત્નનગરીના રાજભવનમાં સંસ્કૃત વિદ્યા સ્ફૂરવા દેવામાં આવી હતી તે જ ન્યાયે અંગ્રેજી વિદ્યાને પણ માર્ગ આપવો એવો મણિરાજનો સંકલ્પ થયો અને વિદ્યાચતુરે તેનું અભિનંદન કર્યું. આ યોજના પાર પાડવાને માટે ઈંગ્લેન્ડથી બ્રેવ સાહેબની વિધવા દ્વારા કોઈ ઉચ્ચ કુળની શીલવાળી પંડિત સ્ત્રી શોધતાં મિસ ફલૉરા નામની પચીસ વર્ષની કુમારિકા મળી આવી. તેને વર્ષેક દિવસથી કમલાવતી રાણીના શિક્ષણકાર્યમાં યોજી હતી અને પતિવ્રતા રાણી, પતિની આજ્ઞા ઉત્સાહથી સ્વીકારી અધિકારપદવી ભૂલી જઈ શિષ્યા થઈ શિષ્યધર્મ પાળતી હતી.

કુમુદસુંદરીના શોકમાં ગુણસુંદરી ગ્રસ્ત થવાથી કુસુમના મન-ઉદ્યાનનું જલસેચન મંદ પડ્યું હતું. કમલારાણીએ આવતાં-જતાં તે જોયું, અને પતિની આજ્ઞા લઈ ફલૉરાને કુસુમ પાસે મોકલવા માંડી. અંગ્રેજ કુમારી કલાઓમાં નિષ્પન્ન હતી તો કુસુમ તે કલાઓની જિજ્ઞાસુ હતી. ફલૉરા દેશીવ્યવહારની જિજ્ઞાસુ હતી તો કુસુમ અંગ્રેજ સ્ત્રીઓના સુઘડ સંસ્કારોની રસિયણ હતી. ફલૉરાને દેશી સ્ત્રીઓની બુદ્ધિમાં અને ગૃહનીતિમાં કંઈ ગ્રાહ્ય લાગતું તો અંગ્રેજ સંસારમાં શું ગ્રાહ્ય છે અને દેશી સંસારને તે કેટલું અનુકૂળ કે પ્રતિકૂળ છે તે શોધવાનો કુસુમને અભિલાષ હતો. પરસ્પર અપેક્ષાઓ અને વાસનાઓ પૂરવાના આવા યોગથી ફલૉરા અને કુસુમના વાર્તાવિનોદ રસભર થવા માંડ્યા.

કુસુમને બેસવાના ખંડમાં જવાની નિસરણી ઉપર ચડતાં ચડતાં એક પાસનીં ભીંતમાંની બારીમાંથી કુસુમને પોતાની પાસે આવવા દોડતી ફલૉરાએ જોઈ. એ આવી પહોંચતાં સુધી પોતે ત્યાં જ ઊભી રહી. એ આવી એટલે આંગળીએ વળગી બે જણ ઉપર ચડ્યાં, વાતો ગુજરાતીમાં ચાલી, ફલૉરા ગુજરાતી સમજવા-બોલવા પ્રયત્ન કરતી હતી અને ગૂંચવાડો પડતાં સ્મિત કરતી હતી.

ફલૉરા - ‘મિસ કુસુમ-બે...ન કુસુમ-કુસુમબે...ન.’

કુસુમ - ‘બે...ન નહીં, બહેન.’

ફલૉરા - ‘બરોબર. લખવા અને વાંચવામાં ત...મા...રીભા...ષા...ફેર રાખે છે. - ‘કુસુમ બહેન !’ બરોબર ?’

કુસુમ - ‘બરોબર ! ફલૉરા બહેન ! મારા તમારા નામનો અર્થ એક છે.’

ફલૉરા - ‘યેસ ! હા. તમે કુસુમ - હું કુસુમ. તમે કુમારી....હું કુમારી.’ વાત કરતાં કરતાં બે જણ ઉપર આવ્યાં. એક અનેકાસન ઉપર બેઠાં. કુસુમે ફલૉરાને એક ચીનાઈ પંખો આપ્યો. પવનથી પરસેવો શાંત કરતી ફલૉરા પૂછવા લાગી :

‘આનું નામ શું ?’

‘વીંઝણો !’

‘તમારી સાથે કોણ હતું ?’

‘મારાં કાકી સુંદર. તેમને બોલાવું ?’

‘હા, ખુશીથી.’

સુંદરને કુસુમ બોલાવી આવી. બેઉ બેઠાં. ફલૉરા બોલી : ‘આ...વો..જી..ખુશી છો ?’

‘હા. કુસુમ તમારાં બહુ વખાણ કરે છે.’

ફલૉરા- ‘એમની...મારા...ઉપર....માયા- છે.’

સુંદર : ‘કુસુમ, મડમસાહેબ કુમુદ જેવું મધુર અને ઝીણું બોલે છે ?’

કુસુમ -‘હા. પણ એમને મડમસાહેબને ઠેકાણે ફલૉરાબહેન કહેવાનું ગમે છે. ફલૉરા એટલે ફૂલ. અને કુસુમ એટલે પણ ફૂલ અને બે જણ કુંવારા.’

સુંદર -‘વારું ફલૉરાબહેન, તમે કુંવારા ક્યાં સુધી રહેશો ? કુસુમને તો હવે પરણવું પડશે.’

ફલૉરા - ‘સુંદરકાકી ! અમે...તો બાળક છીએ ને તમે મ...હોટાં મોટાં છો. પરણવું હોય તે પરણે. ન પરણવું હોય તે ન પરણે. સૌ ગમવા ન ગમવાની વાત. કુસુમબે...ન. કુસુમબહેનને ગમે તો પરણે. મને ન ગમે તો ન પરણું.’

સુંદર - ‘પણ તમે એને પરણાવાની શિખામણ આપો. એની મા બહુ ચિંતા કરે છે.’

ફલૉરા - ‘એમની કેળવણી પૂરી થાય અને એમને પ્રીતિ થાય ત્યારે પરણે.’

કુસુમ - ‘કાકી ! એ તો અવળે ઠેકાણેથી મદદ માગી. એમના આચારવિચાર આપણાથી જુદા; ત્યાં તમે ન ફાવો. પણ ચાલો, હું તમને સંતોષ અપાવું. ફલૉરાબહેન ! તમારે ત્યાં સ્ત્રીનું મન પ્રીતિથી દૂર ક્યાં સુધી રહે છે ?’

ફલૉરા -‘પ્રીતિની સૃષ્ટી ઈશ્વરના હાથમાં છે.’

કુસુમ -‘પણ સ્ત્રી ધારે તો કુમારિકા થઈ શુદ્ધ રહી શકે કે નહીં ?’

ફલૉરા -‘અલબત્ત, રહી શકે. જેને ઉદ્યોગ છે અને....ઈશ્વરનો ભય છે. તેને ઈશ્વર...મદદ આપે...છે જ.’

સુંદર - ‘પણ વિલાયતમાં સ્ત્રીઓ તમારા જેવા ઉદ્યોગ કરી શકે છે. અમારા દેશમાં તેમ નથી.’

ફલૉરા - ‘યસ. એ ફેક્ટ-એ વાત ખરી, પ...ણ......પ્રધાનજી દ્રવ્યવાન છે. બળથી પુત્રીને પરણાવવી એ અમારા લોક પાપ ગણે છે. અમારા....ચાલ પ્રમાણે પરણાવાનાં વર્ષ પણ કુસુમબહેનને થયાં નથી.’

સુંદર - ‘બાપનું દ્રવ્ય દીકરીને નકામું. વળી દીકરી પરણાવ્યાથી પાપ નથી ને ન પરણાવવી તેમાં પાપ છે. બાકી કન્યાદાન જેવું માબાપને બીજું પુણ્ય નથી. કન્યાદાન દેવું એ કાંઈ બળાત્કાર નથી. કન્યાદાન કન્યાના કલ્યાણ માટે છે ને બાળકનું કલ્યાણ માબાપ ઈચ્છે તેમાં બળાત્કાર ન કહેવાય.’

અંગ્રેજ કન્યાથી આ ભાષણ સમજાયું નહીં. કુસુમ તે સમજી અને બીજી વાત કાઢવા પ્રયત્ન આરંભ્યો.

‘કહો, કાકી, મરજી હોય તો મારો અભ્યાસ આરંભીએ. પણ તે અંગ્રેજીમાં થવાનો એટલો તમારે વાંધો.’

‘ના બહેન. તુ ભણ અને હું બેઠીબેઠી જોઈશ કે અંગ્રેજી કેમ બોલો છો.’

બે કુમારિકાઓએ એક અંગ્રેજી પુસ્તકનું પ્રકરણ આરંભ્યું. તેમાં એક વાક્ય એવું આવ્યું કે : ‘ૐી ર્ષ્ઠહૈંહેીઙ્ઘ ટ્ઠ ર્ઙ્મદૃીિ, ંર્રેખ્તરં ંરીઅ ુીિી દ્બટ્ઠિિૈીઙ્ઘ ટ્ઠં ઙ્મીજં કૈદૃી અીટ્ઠજિ હ્વટ્ઠષ્ઠા.’ કુસુમથી આનો વસ્તુ-અર્થ સમજાયો નહિ. ફલૉરા તે અંગ્રેજીમાં જ સમજાવવા લાગી.

‘જ્યાં સુધી પુરુષ અપરિણીત હોય છે ત્યાં સુધી તેને સ્ત્રી ઉપર મોહ જુદો રહે છે. એ કાળની પ્રીતિમાં નવીનતા છે. નવીનતા પૂરી થાય અને લગ્ન થાય તે પછી કાળક્રમે મોહ જાતે જ બંધ થાય છે એવો નિયમ છે. એ નિયમમાં અપવાદ હોય તેની નવીનતા.’

કુસુમ - ‘પારસી નાટકમાં એક દિવસ ગાયન હતું તે આવા અર્થનું હતું :

ગુલ પ્રીતિ કરવી તો સ્હેલ ઘણી, નિભાવ બહુ મુશ્કેલ !’

ફલૉરા - ‘એમ જ.’

કુસુમ -‘ત્યારે જે દેશમાં પ્રીતિના કારણથી અને સ્વતંત્રતાથી સ્ત્રીપુરુષો જાતે લગ્ન કરે તેનો મોહ આટલો જ ?’

ફલૉરા -‘એમ જ.’

કુસુમ -‘તે પછીનો પ્રેમ કેવો હોય ?’

ફલૉરા -‘લગ્ન પછી દંપતીને પરસ્પર ગુણદોષનો પરિચય થાય છે, તેને અંતે ઉભયનો ગુણસંવાદ નીકળે ત્યાં મિત્રતા થાય છે અને બાકીનો વર્ગ સુખેદુઃખે કે સંતોષથી જીવનનો નિર્વાહ કરે છે અથવા લડે છે.’

કુસુમ -‘છેલ્લું પરિણામ આવે તો અબળા જાતિને જ સહેવું પડતું હશે ?’

ફલૉરા -‘હા....સ્તો.’

કુસુમ-‘ત્યારે અમારા લોકના આચારોના આરંભમાં ફેર છે. અંતે સરખું જ છે.’

ફલૉરા -‘જે હોય તે એ જ, ખરી વાત આ જ છે.’

કુસુમ -‘ત્યારે પુરુષ લગ્ન થતાં સુધી રમણ (ર્ન્દૃીિ )હોય છે અને પછીથી સ્વામી થાય છે.’

ફલૉરા - ‘એમ જ.’

કુસુમ - ‘રાજકવિ ટેનિસનના ‘રાજકુમારી’ કાવ્યનો અર્થ આ કૂંચીથી સમજાશે ?’

ફલૉરા - ‘શું તમે એ કાવ્ય વાંચ્યું છે ?’

કુસુમ -‘મારી બહેનના વિવાહિત પતિ સરસ્વતીચંદ્રે એ પુસ્તકના કેટલાક ભાગ બહેન પાસે વાંચ્યા અને સમજાવ્યા હતા ત્યારે હું હતી.’

અંગ્રેજીમાં કુસુમના મોંમાં સરસ્વતીચંદ્રનું નામ સાંભળી સુંદર ચમકી. બીજું તો ન સમજાયું પણ તર્ક કરવા લાગી.

ફલૉરા - ‘ટેનિસનનું બીજું કોઈ કાવ્ય તમે વાંચ્યું છે ?’

કુસુમ - ‘વાંચ્યુ છે પણ થોડુંક જ સમજાયું છે. કવચિત્‌ પિતાજી સમજાવે, કવચિત્‌ મારાં માતા સમજાવે, કવચિત્‌ જાતે વાંચું અને બાકીનું એમનું એમ રહે. તમને અવકાશ મળે ને સમજાવશો તો ઘણી ઉપકૃત થઈશ.’

ફલૉરા -‘એ સમજાવતાં મને બહુ આનંદ થશે. પણ તમને કોઈ ભાગ જિહ્નાગ્રે હોય તો બોલો જોઈએ.’

કુસુમ -‘સાંભળો, “ઈન મોમેરિયમ્‌” માંથી બોલું છું.

‘દીઠો મેં સુખભર એ તો દિન!

હું તેના ગાનમાં બનું લીન!

સમજી બધું સત્ય એ શું હું આ જ ?

હતો ન અખંડ એ સુખઆજ!

હતો ન પ્રમોદ એ સંપૂર્ણ :

સમજવામાં રહ્યું ઘણું ન્યૂન.

સુખદિન સરિતાના મૂળ પાસ,

સુધાજળ જ્યાં ઝરે છે ત્યાં જ,

તરે કાળા તિમિરે મક....ર !

શરીરપુચ્છ ઝાપટે જળપ....ર !

બને બિહામણું એ નીર,

તરે યમુના જ જ્યાં એ વીર !’

ફલૉરા - ‘ઉપકાર થયો. મારી મધુર કુસુમ ! તું જે કહેશે તે હું તને શીખવીશ, એટલું જ નહીં પણ આવી સુંદર શિષ્યાને અન્ય વસ્તુ પણ શીખવીશ - તે શીખશો ?’

કુસુમ -‘તમે શીખવવાની કૃપા કરશો ત્યારે અવશ્ય શીખીશ.’

ફલૉરા -‘પણ તમારા હિંદુસંસારના આચારમાં તેનો સમાસ થયો નહીં હોય તો ?’

કુસુમ - ‘એ પ્રશ્નનો ઉત્તર મારાં માતાપિતા પાસેથી લેજો. મારું પ્રારબ્ધ તેમની આજ્ઞાને વશ છે અને તેમની આજ્ઞાની યોગ્યતા ઉપર મને સંપૂર્ણ શ્રદ્ધા છે.’

આ વાર્તા ચાલે છે એટલામાં માણસ સાથે વિદ્યાચતુરનો નામપત્ર‘કાર્ડ’-આવ્યો. તેને ફલૉરાની અનુમતિ મળતાં વિદ્યાચતુરે પ્રવેશ કર્યો. સર્વ ઊભાં થયાં અને ગુજરાતીમાં વાર્તા ચાલી.

ફલૉરા - ‘અંદર આવો...જી. મિસ કુસુમનાં શિક્ષણનો વિષય અમે ચર્ચીએ છીએ.’

વિદ્યાચતુર - ‘તેનું પરિણામ શું આવ્યું ?’

ફલૉરા - ‘તેમની બુદ્ધિ પરિણામ પામી છે. સ્િ. ટ્ઠિઙ્ઘરટ્ઠહદ્ઘૈ, ૈં ુૈઙ્મઙ્મ હ્વી ટ્ઠ િૈદૃૈઙ્મીખ્તી ર્ં રટ્ઠદૃી ર્ં ીંટ્ઠષ્ઠર ર્જ દૃીિઅ િીર્ષ્ઠર્ષ્ઠૈેજ ટ્ઠ ેૈઙ્મ. ૈં ટ્ઠઙ્મર્જ જરટ્ઠઙ્મઙ્મ રટ્ઠદૃી ર્ં ઙ્મીટ્ઠહિ ર્જદ્બીંરૈહખ્ત કર્િદ્બ રીિ. સ્અ જુીીં ોજેદ્બ ! ુૈઙ્મઙ્મ ર્એ ીંટ્ઠષ્ઠર દ્બી ર્રુ ર્ં ંટ્ઠિહજઙ્મટ્ઠીં ંરીર્ ુઙ્ઘિ ‘િીર્ષ્ઠષ્ઠૈંઅ’ ૈહર્ં ર્એિ દૃીહિટ્ઠષ્ઠેઙ્મટ્ઠિ ? ’

કુસુમ નીચું જોઈ રહી.

ફલૉરા - ‘જુ...ઓ...પિતા પાસે હ્વટ્ઠજરકેઙ્મ...હ્વટ્ઠજરકેઙ્મ શરમાળ થઈ ગયાં !’

ફલૉરોએ કુસુમને ગળે હાથ નાંખ્યો અને એના હાથને ચુંબન કર્યું. સુંદર ચમકી. પણ ફલૉરાએ તે જાણ્યું નહી.

ફલૉરા -‘સ્િ. ટ્ઠિઙ્ઘરટ્ઠહદ્ઘૈ ! ઉરટ્ઠં ૈક ૈં ીંટ્ઠષ્ઠર ર્એિ જુીીં ષ્ઠરૈઙ્મઙ્ઘ ર્જદ્બીર્ કર્ ેંિ ટ્ઠષ્ઠર્ષ્ઠદ્બઙ્મૈજરદ્બીહંજ ? જીટ્ઠઅ, ૈહંર્િઙ્ઘેષ્ઠીજ રીિ ર્ં ંરી ૈટ્ઠર્હ, ીંટ્ઠષ્ઠર રીિ ર્જદ્બી જૈહખ્તૈહખ્ત, ર્જદ્બી ટ્ઠૈહૈંહખ્ત ટ્ઠહઙ્ઘ ર્જર્ હ ? ત્નેજં ેંહિ રીિ ૈહર્ં ટ્ઠહ ટ્ઠિૈંજં ટ્ઠહઙ્ઘ દ્બટ્ઠાી રીિ ઙ્મૈકી જુીીીંિ.’

વિદ્યાચતુર -‘ર્ડ્ઢીજ ોજેદ્બ ઙ્મૈાી ંરીદ્બ ?’

ફલૉરા -‘જીરી રટ્ઠજ ર્હ ઙ્મૈાીજર્ િ ઙ્ઘૈજઙ્મૈાીજ. જીરી ઙ્મીટ્ઠદૃીજ ટ્ઠઙ્મઙ્મ ર્ં રીિ કટ્ઠંરીિ ુૈંર ંરી ર્હ્વેહઙ્ઘઙ્મીજજ ર્ષ્ઠહકૈઙ્ઘીહષ્ઠીર્ ક ટ્ઠ ષ્ઠરૈઙ્મઙ્ઘ.’

વિદ્યાટતુર -‘ઉીઙ્મઙ્મ, ર્ષ્ઠહજૈઙ્ઘીિૈહખ્ત રીિ ર્જષ્ઠૈટ્ઠઙ્મ જેિર્િેહઙ્ઘૈહખ્તજ, ૈં ૈજ ર્હં ર્જજૈહ્વઙ્મી ર્ં જટ્ઠઅ ંરટ્ઠં ંરીજીર્ ંરીિુૈજી ર્ખ્તર્ઙ્ઘ ંરૈહખ્તજ ુૈઙ્મઙ્મ ટ્ઠઙ્મર્જ ર્િદૃી રીિ હ્વઙ્મીજજૈહખ્તજ.’

ફલૉરા -‘ર્ૐુ ?’

વિદ્યાચતુર -‘ર્રૂે ીરિટ્ઠજ ાર્હુ ંરટ્ઠં જરી ૈજ ર્હ્વેહઙ્ઘ ર્ં દ્બટ્ઠિિઅ ટ્ઠહઙ્ઘ ુી ર્ઙ્ઘહ’ં ાર્હુ ુરીંરીિ રીિ ેહાર્હુહ રેજહ્વટ્ઠહઙ્ઘ ટ્ઠહઙ્ઘ રૈજ ર્ીઙ્મી ુૈઙ્મઙ્મ િીઙ્મૈજર ંરીજી ંરૈહખ્તજ.’

ફલૉરા -‘ઉરઅ જર્રેઙ્મઙ્ઘ જરી હ્વી ર્હ્વેહઙ્ઘ ર્ં દ્બટ્ઠિિઅ ? જીરી રટ્ઠજ ટ્ઠ દ્બૈહઙ્ઘ ર્ં િીદ્બટ્ઠૈહ ટ્ઠજ જૈહખ્તઙ્મી ટ્ઠજ ૈં ટ્ઠદ્બ. ર્રૂે દ્બીટ્ઠહ ર્રૂે ુૈઙ્મઙ્મ હ્વી ષ્ઠિેીઙ્મ ર્ં રીિ ટ્ઠહઙ્ઘ ર્કષ્ઠિી રીિ ર્ં દ્બટ્ઠિિઅ- જીેષ્ઠર ટ્ઠ જુીીં હ્વૈઙ્ઘિ ર્ં હ્વી ર્કષ્ઠિીઙ્ઘ ૈહર્ં દ્બટ્ઠિિૈટ્ઠખ્તી ? ર્દ્ગ, ર્હ, દ્બઅ ર્ખ્તર્ઙ્ઘ જૈિ, ૈં જુીટ્ઠિ ર્એ જરટ્ઠહ’ં ર્ઙ્ઘ ટ્ઠહઅંરૈહખ્તર્ ક ંરટ્ઠં ૌહઙ્ઘ !’

વિદ્યાચતુર -‘સ્અ ર્ખ્તર્ઙ્ઘ ઙ્મટ્ઠઙ્ઘઅ, ર્એ કૈજિં ખ્તીં ર્એિ ર્ૈહં ર્જઙ્મદૃીઙ્ઘ હ્વઅ રીિ ટ્ઠહઙ્ઘ રીિ ર્દ્બંરીિ ટ્ઠહઙ્ઘ ંરીહ ુી જરટ્ઠઙ્મઙ્મ જીી.’ વિદ્યાચતુર હસતો હસતો બોલ્યો.

વાતો કરતાં કરતાં સર્વ દાદર ઊતર્યાં. ફલૉરા ગાડીમાં બેસી ઘેર ગઈ. વિદ્યાચતુર નહાવા ગયો. સુંદરે કુસુમનો હાથ ઝાલી રાખી છેટે ધર્યો,અને ચાલતી ચાલતી બોલી. ‘મેર મોઈ, તારે હાથે એના ઓઠ અડક્યા તે હાથ અજીઠા થયા-ધોઈ નાખજે. એ ઓઠે શું નહીં અડક્યું હોય ? આજ હાથ વટલાયા, કાલ મોં વટલાવજે, ને પછી એના ઉપદેશથી કાળજું વટલાવજે !’

વિચારમાં પડેલી કુસુમે ઉત્તર ન દીધો.

માત્ર ઓઠ પર આંગળી મૂકી ગણગણતી ચાલી. એકાંત શોધતી ચાલી અને ગણગણતી થઈ. પાસે ઊભેલી કાકીને ન દેખી ગણગણતી થઈ. ગુણસુંદરીને શાંત પાડવા એક સંન્યાસીએ કહેલા શ્લોકો સ્મરણમાં સ્ફુરી આવ્યા.

૨ પુત્રમિત્રકલત્રેષુ સત્કાં સીદન્તિ માનવાઃ ।

સરઃ પદાળૈવે મગ્ના જીર્ળા વનગજા ઈવ ।।

‘પરણે તે પડે ને બાળક તો કુમારી પણ પડે. તેનું કોઈ સ્વજન નથી. તેને તો સ્વજનની આશા પણ નિરાશા - ગુણિયલનો શોક ઓછો કરવા સ્વામીજી કાલ કહેતા હતા તે આજ સમજાયું કે સ્વજન કોઈ સુખ આપનાર નથી !’

૩ મન્યે માયેયમાજ્ઞાનં યત્સુખં સ્વજનાપદપિ ।

નિદાધવારળાયાલં નિજચ્છાયા ન કસ્યચિત્‌ ।।

‘શું પરણ્યા વિના નહીં જ ચાલે ?’તચ્જની ઊંચી કરી ઓઠે મૂકી ‘શાસ્ત્રમાં સંબંધમાત્રને દુઃખકર ગણ્યો છે તે કાલ જ સાંભળ્યું !’

છાતી પર હાથ મૂકી દૃષ્ટિ મીંચી.

૪ યાવન્તઃકુરુતે જન્તુંસમ્બન્ધાન્‌ મનસઃ પ્રિયાન્‌ ।

તાબન્તોડસ્ય નિખન્યન્તે હ્ય્દયે શોકશડવઃ।।

આંખ ઉઘાડી હાથેલીની બેવડ કેડે મૂકી, તેને કહેતી હોય તેમ જોઈ રહી. ‘બહેમ ! તું ગઈ તે સુખી થઈ ! હું રહી તે દુઃખી થઈ. સ્વામીજી બોધ કરે છે, માતા સાંભળે છે, ને પિતા જાણે છે ! છતાં કુસુમને તો તે સર્વ ન જેવું જ છે ને દીવો લઈને કૂવામાં પડવાનું છે !’

સ્વામીજીએ બરોબર જ કહ્યું કે,

૫એક એવ ચરેત્રિત્યમ્‌ ।

કન્યાયા ઈવ કકળમ્‌ ।।

હું સ્વામીજીને પગે પડી મનનું માગ્યું મોંએ માગું તો નહીં મળે?સ્વામીજીએ જ કલ્યાણનું સ્થાન બનાવ્યું ને તે મને ગમ્યું છે :

૬ કુરડાઃ કલ્યાળં પ્રતિવિટપમારોગ્યમટવિ

સ્ત્રવન્તિ ક્ષેમં તે પુલિન કુશલં ભદ્રમુપલાઃ ।

નિશાન્તાંદસ્વન્તાત્કથમપિ વિનિષ્ક્રાન્તમધુના

મનોડસ્માંકં દીર્ધામભિલષતિં યુષ્મત્પરિચિતિમ્‌ ।।

એ...આવા...આવા શ્લોક રાતદિવસ સાંભળ્યાં કરીએ, વાંચ્યા કરીએ, ને એવાં જ સ્થાનમાં રહીએ તો પછી બાકી શું જોઈએ ? પણ ગાય ને દીકરી તે વળાવે ત્યાં જાય ! શું પિતાજી મારો અભિલાષ પૂરો નહીં પાડે ? શું આ મોટા ખાડામાં હું પડવાને જ સરજી છું ?’

વિચાર કરતી કરતી ચાલી. પોતાના ખંડ આગળ આવીને વિચારમાં ને વિચારમાં કમાડ સાથે માથું અથડાયું, તોયે તે ચમકી નહીં. ત્યાં ઊભીઊભી જાગી હોય તેમ બોલવા લાગી :

‘હાં હાં ! જખ મારે છે. પિતાજી ગમે તે કરે પણ વર મળશે ત્યારે પરણાવશે કની ? સરસ્વતીચંદ્ર જડવાના જ નથી ને બીજો વર મળવાનો જ નથી. પિતા મારા સામું નહીં જુએ પણ અનાથનો બેલી ઈશ્વર કહ્યો છે તે શું મારા સામું નહીં જુએ ?’

નવી આશાનાં ઉમંગથી સ્વસ્થ થયેલી બાળકી કમાડ ઉઘાડી અંદર પેઠી અને કમાડ વાસી દીધાં.

સુંદર સૌ સાંભળતી પાછળપાછળ ચાલતી હતી તે ઊભી રહી અને છાતીએ હાથ કૂટી બોલી ઊઠી :

‘છોકરી ! ગજબ કર્યો ! હવે તો તું બાપનીય ન રહી !’

૧.છષ્ઠર્ષ્ઠદ્બઙ્મૈજરીઙ્ઘ

૨.સરોવરના પંકસાગરમાં જીર્ણ વનગજ સરી જાય એમ પુત્ર, મિત્ર અને સ્ત્રીમાં સક્ત થયેલાં માનવીઓ તેમાં કળી પડે છે.

૩.એમ જાણું છું કે, જે આ સ્વજનનું સુખ કહેવાય છે તે પણ માયા છેઅજ્ઞાન છે. જેમ ગ્રીષ્મનો તાપ ખાળવાને પોતાની છાયા બસ નથી તેવું જ આ સુખ પણ તે છાયા જેવું જ છે.

૪.પોતાના મનગમતા જેટલા સંબંધ જંતુ રચે છે એટલા શોકશંકુ એના હ્ય્દયમાં પણ ખણાય છે.

૫.કન્યાના કંકણ પેઠે મારે પણ એકલાં જ ચરવું.

૬.ઓ મૃગો ! તમારું કલ્યાણ થાઓ. વૃક્ષોની શાખાએ શાખાએ આરોગ્ય ઝરનારા જંગલ ! તું ક્ષેમ રહો ! રેતીભરેલા નદીતીર ! તારું કુશળ હો ! તમારું ભદ્ર હો ! દુષ્ટ પરિણામવાળા આ નિશાન્તમાંથી મહા પ્રયત્ન વડે બહાર નીકળી જઈ અમારું મન હવે તમારા દીર્ધ પરિચયનો અભિલાષ રાખે છે.!