Coffee House - 35 in Gujarati Love Stories by Rupesh Gokani books and stories PDF | કોફી હાઉસ - 35

Featured Books
Categories
Share

કોફી હાઉસ - 35

કોફી હાઉસ પાર્ટ – 35

વિષય – લવ સ્ટોરી

રૂપેશ ગોકાણી

(આપણે આગળના પ્રકરણમાં વાંચ્યુ કે એક આગલી રાત્રે તળાવની પાળે બેઠેલુ ગૃપ બીજે દિવસે કોફીહાઉસની અનેરી રંગત જોઇ બ્રેકફાસ્ટ માટે આવી જાય છે, ત્યાં પ્રવીણ તેની સાથે હળીમળી જાય છે અને તે પણ તે બધાને એક ગીત સંભળાવે છે. બધા ખુબ હળીમળી જાય છે. પ્રવીણનું આખુ ગૃપ અચાનક કોફીહાઉસ ચડી આવે છે. બધા સાથે મળી ખુબ મજાક મસ્તી કરે છે અને રાત્રે કલા મહોત્સવમાં જવાનુ નક્કી કરે છે. રાત્રે બધા પ્રેયનો નવીન લુક જોઇ હતપ્રભ બની જાય છે. હવે ચાલો આગળ માણીએ..........)

“માન્યતા યાર, વી વીલ બી લેટ, પ્લીઝ બી ક્વીક યાર.” શ્યામાએ માન્યતાના રૂમનો ડોર નોક કરતા કહ્યુ. “જસ્ટ ફાઇવ મીનીટ, શ્યામુ. પ્લીઝ બી પેશન્સ યાર.” માન્યતાએ શ્યામાને ઇગ્નોર કરતા કહ્યુ અને તે તૈયાર થવામાં ફરી મશગુલ થઇ ગઇ.

કેટલી વાર, યાર?” “જસ્ટ ટેન મિનીટ પ્લીઝ.” “યાર, છેલ્લી એક કલાકથી તારી પાંચ મિનીટ, દસ મિનીટ સાંભળતી આવુ છું યાર, હવે તો બહાર આવ. યાર ઇટ્સ અ ફેસ્ટીવલ, નોટ યોર મેરેજ. બી કવીક એઝ સુન એઝ પોસિબલ પ્લીઝ. વી ઓલ આર રેડ્ડી.”“યા...... યા.... જસ્ટ વેઇટ પ્લીઝ.” સંગેમરમર જેવા મુલાયમ મખમલી શ્વેત બદન પર લહેરાતી ગ્રીન હેવી વર્કડ સારી, બેકલેસ બ્લાઉઝ અને પાછળ ઝુલતુ ઘુઘરીયાળુ ઝુમ્મર, સુરાહી જેવી ગરદનને શોબાહવ્તુ ડાઇમન્ડ નેકલેસ, મુલાયમ હાથ પર ખન્ન ખન્ન કરતી બંગડીઓનો ઝુડો, પગમાં પાયલ, કાનમાં લાંબી બાલી, ચહેરા પર લાઇટ મેક-અપ, આંખોમાં કાજલ, ડાબા હાથની અનામીકામાં રાજાશાહી પન્ના જડિત રીંગ સાથે સાથે બન્ને હાથમાં વેલ શેઇપ્ડ નેઇલ પોલીસ, જમણા હાથે બાજુબંધ સાથે નયનોના બાણ ચલાવતી દર્પણને નિહાળી રહી હતી, જાણે તેના સૌંદર્યથી દર્પણ તૂટીને ચક્નાચુર ન થઇ જાય એવુ તેનુ રૂપ હતુ. ખુલ્લા વાળને સંવારતી તે આંખ આગળ આવતી લટને વારે વારે ઉછાળતી હતી ત્યારે તો જાણે વિશ્વામિત્રનું પણ તપ ભંગ થઇ જાય તેવી તેની અદ્દાઓ હતી. રેડ્ડી થયા બાદ પોતાને દર્પણમાં નખ શીખ નિહાળી પરફ્યુમ લગાવી બહાર આવવા નીકળતી જ હતી ત્યાં તેના પગ થંભી ગયા. “ઓહ માય ગોડ, હાઉ કેન આઇ ફરગેટ ધીસ?” તેના શબ્દોમાં પણ બોલતી તેણે સિંદુરની ડબ્બી કાઢી પોતાની માંગ ભરી અને વળી એક વખત દર્પણમાં પોતાને નિહાળી સવરૂપનું પાન કરતી બહાર આવવા લાગી.

“ડફ્ફર, સમયનું કાંઇ ભાન છે કે નહી? આઠ વાગવામાં બસ પંદર મિનીટની જ વાર છે અને આપણે હજુ અહી હોટેલમાં જ છીએ. બુધ્ધુ વીસ પચીસ મિનીટ તો ટ્રાફીક પાસ કરતા થશે, કાંઇ ખબર છે કે??? શ્યામાએ માન્યતાના રૂમનું ડોર ખુલતા જ ભાષણ શરૂ કરી દીધુ. “હાઉ એમ આઇ લુકીંગ?” “નજર ના લાગે મારા જીગરના ટુકડાને.” કહેતા શ્યામાએ કાળુ ટપકુ માન્યતાને કરી દીધુ. “રીઅલી યાર, આજે તને આ રીતે સજેલી જોઇ મને ખુબ આનંદ થાય છે, અને સૌથી સુંદર તો આ માથે લગાવેલ ચપટી સિંદુર તારી શોભાને ચાર ચાંદ લગાવી રહ્યુ છે. આજે લાગે છે તુ તારા રીઅલ લુકમાં આવી છે. એવુ તે શું થઇ ગયુ અહી જામનગર આવીને કે આટલા લાંબા સમયે આટલો હેવી શ્રીંગાર, માથે સિંદુર...???

“બસ, આ ભૂમી પર મારો પ્રથમ વખત પગ પડ્યો છે ત્યારથી એમ થાય છે કે બધુ ભૂલીને હું મારી લાઇફ એન્જોય કરું. એન્ડ યાર આજે આટલા મોટા પ્રોગ્રામમાં મારી પણ એક કૃતિ છે એ યાદ છે કે નહી???”

“હાસ્તો મેડમ, એ હું કેમ ભૂલી શકું કે આજે તો મેડમજી પોતાની સુરાવલીને છેડવા જઇ રહ્યા છે.” “યા, મિન્સ નો ટ્રાફીક, નો સિક્યોરીટી, નો ચેકીંગ. હીપ હીપ હુર્રેર્રેર્રે... લેટ્’સ ગો. હીઅર જામનગર, આઇ એમ કમીંગ.” ચીચીયારીઓ પાડૅતુ આખુ ગૃપ મહોત્સ્વ તરફ જવા નીકળ્યુ.

પ્રેસિડેન્ટ હોટેલમાંથી માન્યતા અને શ્યામાના ગૃપની બે ગાડી નીકળી. આ બાજુ કોફીહાઉસ પાસેથી દાસભાઇ અને પ્રેયની ગાડી નીકળી. સંજોગાવશાત બધા આગળ પાછળ જ ચાલી રહ્યા હતા. ચારેય ગાડીઓમાંથી લાઉડ મ્યુઝીક વાગી રહ્યુ હતુ અને અંદર બેઠેલા નાના મોટા સાથે સાથે ઓઝાસાહેબ અને બીજા બધા નિવૃતો પણ આજે બાળકો જેવા બની ચીચીયારીઓ કરી રહ્યા હતા. આખુ જામનગર એક જ દિશા તરફ દોડી રહ્યુ હતુ.

જામનગર- રાજકોટ હાઇ-વે ઉપર વિશાળ જગ્યામાં ભવ્ય શમિયાણું બનાવવામાં આવ્યુ હતુ. કલા મહોત્સવ રાત્રે દસ વાગ્યે શરૂ થવાનો હતો, એ પહેલા જ મુખ્યમંત્રીશ્રીની સવારી બંદોબસ્ત માટે આવી રહી હતી માટે તમામ રસ્તા બ્લોક કરી દેવામાં આવ્યા. દૂરથી કલા મહોત્સવની લાઇટીંગ્સ અને નજારો દેખાઇ રહ્યો હતો પણ ગાડીઓ થોભી ગઇ હતી. “વ્હોટ યાર, હવે ઇંતઝાર અસહ્ય છે, જલ્દી રસ્તા ખુલી એટલે દોડીને હું પહોંચી જાંઉ મહોત્સવમાં.” શ્યામાએ પોતાની બેતાબી વ્યકત કરતા કહ્યુ. “આ રસ્તાને પણ અત્યારે જ બ્લોક થવાનુ હતુ? આપણે જગ્યા પણ નહી મળે અને પ્રવીણ્યા તને ખબર છે ને ઘુંટણના દુખાવાને લીધે હું ઉભો પણ રહી શકુ એમ નથી. તને આજે જ આવા ભભકા કરવાનુ મન થયુ? છોકરીયુની જેમ દસ કલાક કરી તૈયાર થવામાં.” બ્લોક્ડ રસ્તાને જોઇ ઓઝાસહેબ ખખડ્યા. આ બાજુ માન્યતાની કાર હતી અને બાજુમાં જ પ્રેયની કાર ઉભી રહી. આ બાજુ માન્યતા અને શ્યામા ઉતાવળા થઇ રહ્યા હતા જ્યારે બીજી કારમાં ઓઝાસાહેબની ધીરજ ખુટી પડી હતી.

થોડી વારમાં મુખ્યમંત્રીશ્રીની કાર નીકળી જતા ગાડીઓ કલા મહોત્સવ તરફ જવા રવાના થઇ. દસ મિનિટનો રસ્તો કાપતા આજે લગભગ ૪૦ મિનિટ જેવો સમય લાગ્યો. હોર્નનો કર્કશ અવાજ અને હેવી ટ્રાફીકમાંથી પસાર થતા તો પ્રેય કંટાળી ગયો. કાર પાર્ક કરી બધા અંદર જવા લાગ્યા.

આટલો ભવ્ય નજારો જામનગરના ઇતિહાસમાં પહેલી વખત યોજાયો હતો. ભવ્ય રોશની અને વિશાળ સમિયાણા વચ્ચે મોટા સ્ટેજ પર આમંત્રીતો ગોઠવાઇ રહ્યા હતા. કલાકારો પોતાને ફાળવેલા સ્પેશિયલ તંબુમાં રીહર્સલ કરી રહ્યા હતા અને અમુક કલાકારો તૈયાર થઇ રહ્યા હતા. જોરોશોરોની ચહેલ પહેલ જણાઇ રહી હતી. પ્રેય અને તેની ટીમ અંદર પ્રવેશી તેમની શીટમાં ગોઠવાઇ ગયા. “શ્યામુ, આઇ એમ સો નર્વશ. ઇઝ એવરીથીંગ ઓલરાઇટ ના?” માન્યતાએ રેડ્ડી થતા થતા શ્યામાને પુછ્યુ. “અરે યાર, તુ શા માટે ચિંતા કરે છે? ધીસ ઇઝ યોર ડ્રીમ એન્ડ ટુડે યોર ડ્રીમ એન્ડ યોર પેશન ઇઝ ગોઇંગ ટુ કમ ટૃ. સો ડોન્ટ વરી. તારા પગના તાલે તો આજે આ સ્ટેજ ધણધણી ઉઠશે. ઇટ્સ માય કોન્ફીડન્સ.” “થેન્ક્સ યાર, લુક એટ ધીસ સ્ક્રીન, મારો ટર્ન પહેલો સાતમા ક્રમે છે. મારુ પર્ફોર્મન્સ તો સારૂ રહેશે ને?” માન્યતા મુખર્જી???, સાયદ આ એ જ હશે જેને મે ગીત ગાતા સાંભળી હતી, હાશ,, આજે તેને જોવાનો મોકો મને મળી જશે અને તેમને સાંભળીને પણ હું મારા કાન ને સંતૃપ્તી આપીશ.” પ્રેયનુ ધ્યાન પણ વચ્ચે વચ્ચે ગોઠવેલા ભવ્ય એલ.ઇ.ડી. પર પડતા તે રાજી થઇ ગયો અને ઉત્સાહથી ખુરશી પરથી ઉછળી પડ્યો. “એય હરખપદુડા, શું થયુ? આમ કેમ બિલાડાની જેમ ઉછળે છે? હજુ તો કાંઇ પ્રિગ્રામ ચાલુ થયો નહી અને તુ માંડ્યો વાંદરાની જેમ કુદવા. બેસ છાનામાનો.” ઓઝાસાહેબે ગુસ્સે થતા કહ્યુ. “સોરી સોરી, કાકા. હવે વાંદરો નહી બનુ, બસ.” માનનિય મુખ્યમંત્રીશ્રીના હાથે કાર્યક્રમનુ ઉદઘાટન થયા બાદ સૌ પ્રથમ જમનગરની જ એક નાની સાત વર્ષની બાળાએ કત્થક નૃત્ય કરી બધાને હતપ્રભ કરી દીધા. સાત વર્ષની બાળાના પગની તાલે લોકોના હૈયા ઝુમી ઉઠ્યા. આગળ બેઠેલા વિશેષ આમંત્રીતોની સાથે ઘણાખરા લોકોએ ઉભા થઇ તાળીઓના ગડગડાટ સાથે તે બાળકીને પ્રોત્સાહીત કરી. બીજા ક્રમે રાજકોટના કોલેજીયન ગૃપે ગુજરાતી ગરબાની રમઝટ બોલાવી. જેમા એક છોકરીએ માથે બાવન બેડા રાખી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા.

“હે પરતાપ્યા, લોકોમાં કેવી કળા છુપાયેલી હોય છે નહી? સાલુ આપણે તો માથે લોટો રાખીને ચાલી પણ ન શકીએ જયારે આ છોરી તો માથે આટલા બધા બેડા લઇ ગરબે ઘુમે છે, કરતબ છે આ તો નહી?” ઓઝાસાહેબ એકીનજરે નૃત્યને જોતા બોલી ઉઠ્યા. “હા ઓઝા, તારી વાત ૧૦૦ આના સાચી છે હો.” “દાદા કાલથી આપણે પણ આવી પ્રેક્ટીસ કરીએ તો?” પાર્થે ઓઝાસાહેબની મજાક કરતા કહ્યુ. “હવે રે’વા દે ને, આ ઉંમરે આવી તરકબો કરવા જાશુ તો તારી દાદી મને પાગલખાને ધકેલી દેશે.” “હવે ચુપ થા, ને છાનામાનો કાર્યક્રમને નિહાળ.” એક પછી એક દિલધડક કાર્યક્રમોની વણઝાર ચાલતી હતી અને આખુ સ્ટેડિયમ માનવમેદનીથી ચક્કાજામ ભરેલુ હતુ. “હાશ, છ કાર્યક્રમ પુરા થઇ ગયા. હવે હમણા પેલી કોકીલકંઠી માન્યતા આવશે ને તેના સુરને રેલાવશે. આજે તો તે જ્યાં સુધી ગીત ગાય ત્યાં સુધી મન ભરીને તેને નિહાળીશ હું.” પ્રેય મનોમન ખુશ થઇ ઉઠ્યો અને તેણે તો પોતાનો કેમેરા પણ ઓન રાખ્યો હતો જેથી તે માન્યતાનુ વીડીયો શુટ કરી શકે.

To be continued….

મિત્રો પ્રાર્થના કરો કે પ્રેયના જીવનમાં માન્યતા આવી જાય, ભલે બન્ને વચ્ચે પ્રેમ ન હોય પણ બન્ને એકબીજાના ખાસ દોસ્ત બને અને દોસ્તીના મેઘધનુષી રંગો બન્નેની લાઇફમાં રેલાઇ જાય અને પ્રેયનું જીવન પણ રંગબેરંગી બની જાય, પણ શું માન્યતા કે જેના લગ્ન થઇ ગયા છે અને તે સાત સમુદ્ર વીંધીને આવી છે તે પ્રેયના રોકાયેલા જીવનને આગળ લઇ જવામાં મદદરૂપ થશે કે અહી પણ પ્રેયને નાકામયાબી મળશે???? જાણવા માટે જરૂરથી વાંચો કોફીહાઉસનો નેક્ષ્ટ પાર્ટ..... ત્યાં સુધી સૌને મારા જય દ્વારીકાધીશ..... આપના પ્રતિભાવની રાહ જોઇશ.....