21mi sadino sanyas - 9 in Gujarati Love Stories by Jitendra Patel books and stories PDF | 21મી સદીનો સન્યાસ - 9

Featured Books
Categories
Share

21મી સદીનો સન્યાસ - 9

હવે જે બનવાનું હતું એ તો યુગો યુગો થી ચાલી આવતી ગાથા છે. પરિસ્થિતિ અમારા હાથ માં નહોતી અને કદાચ અમે રખવા પણ નહોતા ઈચ્છતાં !

રોમેન્ટિક પવન ની લહેર માં જે તરફ વહેણ જાય એ તરફ વહી જવું હતું. મારા અધર ને તીવ્ર તરસ હતી એ એકજ બિંદુ ની જે ધ્વની ના કપાળ પરથી સરકેલું ટીપું નાક ની દાંડી પરથી પરાણે પરાણે ડોકાચિયું કરી ને એના અધર પર આવી ને બાઝી ગયું હતું .

ધ્વની ની પાણીદાર આંખો માં હું ચુંબન કરવાની સ્પષ્ટ પરવાનગી જોઈ શકતો હતો. સમય અને સંજોગો એ આપેલા એ આલિંગન અને ચુંબન ના અવર્ણનીય આનદ ને અનુભવતા ક્યારે અમારા શરીર પરનું આવરણ દુર થયું અને ક્યારે અમે પલંગ પર હતા એની જાણ પણ ના થઇ .

લગભગ પંદરેક મિનીટ પછી મારા મોબાઈલ માં કંપની નો ફોન આયો અને રીંગટોન વાગી ને અમે સચેત થયા. થોડી વાર તો એમ થયું આ મોબાઇલ માં સીમકાર્ડ જ ના હોત તો સારું, પણ એજ સમયે આભાર પણ માન્યો જેથી અમે ‘લીમીટ’ ની બહાર ના ગયા .

સફેદ કલર ના બેડ પર સફેદ કલર ની ચાદર ઓઢી ને ધ્વની ના ખુલ્લા વાળ માં મારી આંગળીઓ ફરતી હતી .

“ ધ્વની, આઈ લવ યુ ” મેં કહ્યું .

“આઈ લવ યુ ટુ જીત ” એકદમ સ્વીટ અવાજ .

પહેલીવાર અમે આટલી નજીક આવ્યા હતા અને આ થવું જોઈતું હતું એવું મને લાગ્યું કેમ કે આનાથી બંને વચ્ચે સંવાદ વધુ પારદર્શક બનતો જાય છે .

“પલ્લવી વિશે વાત કરી તે વિસ્મય ને ?” ધ્વની ને ફરી ચિંતા થઇ .

“ હા, મેં પ્રયત્ન કર્યો પણ વધુ હિંમત ના કેળવી શક્યો ” મેં ધ્વની ને જાણ કરી .

વિસ્મય સાથે મારો સબંધ તો હતો નહિ બસ એ મારો મિત્ર જ હતો પણ લાગણીશીલ સ્વભાવ અંદર ખૂટી ખૂટી ને ભરેલો હતો અને લગભગ ધ્વની માં પણ .

( આ દરમિયાન વિસ્મય રાત્રે પલ્લવી ને મળવા ગયો ત્યારે રાતે ૧ વાગ્યે ..)

“બેબી, હેપ્પી બર્થ ડે ટુ યુ, હેપ્પી બર્થ ડે ટુ યુ, હેપ્પી બર્થ ડે માય ડીઅર.... ” વિસ્મય આખું બોલે એ પેહલા જ એને અટકાવતા પલ્લવી બોલી “ મારી બર્થ ડે ગીફ્ટ ક્યાં છે ? ”

“ આંખો બંધ કર ” વિસ્મય એ સરપ્રાઈઝ આપવા માટે આંખો બંધ કરાવી ને એના હાથ માં આઈફોન 6 નું બોક્ષ મુક્યું .

વિસ્મય ને એમ હતું કે પલ્લવી હમણાં એને ભેટી પડશે પણ એવું બન્યું નહિ .

“આઈફોન 6 જ લ્યો, મને તો આઈફોન 7 જ ગમે ” પલ્લવી એ મોઢું ચઢાવતા કહ્યું .

“સોરી બેબી આવતી વખતે પાક્કું ” વિસ્મય વિલા મોઢે બોલ્યો .

પલ્લવી ગમે તે બહાને વિસ્મય પાસે થી કંઇક ને કંઇક માગતી અને વિસ્મય ભોળો આમ તો ભોળો નહિ પણ ‘ રૂપ માં અંજાયેલો ’ હતો એટલે એને કાંઈ દેખાતું નહિ.

( પરંતુ આ તરફ ધ્વની અને જીતું ને બધું સમજાઈ ગયું હતું.)

ધ્વની ના ગયા પછી લગભગ ત્રીસ એક મિનીટ પછી વિસ્મય આવ્યો .

“ આવ હીરો, આખી રાત લાગી ગયી તને તો મોબાઇલ લાવતા ” મેં કટાક્ષ કર્યો .

“ ના રે ” વિસ્મય સાવ ફિક્કો જવાબ વાળ્યો.

વિસ્મય ના આવા ફિક્કા જવાબ પર થી લાગ્યું કે ભાઈ ને જોઈએ એવો બર્થડે મનાવવા નથી મળ્યો.

આજે મારે વિસ્મય ને ચોખ્ખી વાત કરવાની હતી .

“ સાંભળ બ્રો “ વિસ્મય નહાવા માટે પાણી ગરમ મૂકી રહ્યો હતો ત્યારે મેં એને કહ્યું .

“ મારે હજુ નહાવાનું બાકી છે તારે કઇ અરજન્ટ છે ? કે હું નાહી લઉં પેલા ?” વિસ્મય ઊંચા ટોન માં બોલ્યો.

મને મન માં થયું કે આને કહીશ તો ઠંડા પાણી એ નાહી લેશે.

“ હા અરજન્ટ છે “ આજે હિંમત કરી લીધી .

“ બોલ “ વિસમ્યે પાણી ગરમ કરવા મુક્યું .

“ જો વિસ્મય આ બાબત પર મારે તારી સાથે ઘણા સમય થી વાત કરવી હતી પણ યોગ્ય સમય નહોતો મળી રહ્યો , વિસ્મય પલ્લવી સારી છોકરી નથી, એના અન્ય ઘણા છોકરા સાથે સંબંધ છે અને હાલ માં વિક્રાંત એ બીજું કોઈ નહિ એનો બોયફ્રેન્ડ છે. એ માત્ર ને માત્ર તારા રૂપિયે જલસા કરવા માંગે છે એને તારી જોડે આઈફોન માંગ્યો ત્યારે જ તારે સમજી જવું જોઈએ. મારી વાત માન ભાઈ હજુ મોડું નથી થયું પલ્લવી ને છોડી દે “ આમ મેં ઘણી મેહનત કરી ને વિસ્મય ને બને એટલો સમજાવવા નો પ્રયત્ન કર્યો.

“ હમમ્મ્મ્મ ! સમજી ગયો “ વિસમ્યે જયરે આ વાક્ય કહ્યું એટલે ઘડીક તો મન ઝૂમી ઉઠ્યું કે આખરે મેં એને બચાવી લીધો. પણ ,

“ ...સમજી ગયો, તારી નજર પેલે થી પલ્લવી પર હતી એ મને લાગતું જ હતું, તને ના મળી એટલે હવે ટુ અમને બંને ને અલગ કરવા માંગે છે હે ! ” વિસ્મય એ ધડાકો કર્યો .

બે ઘડી માટે તો હું સુન્ન થઇ ગયો અને વિસ્મય ના આ શબ્દો પર આવાક જ બની રહ્યો .

“ પણ બ્રો...”

“ બ્રો કેવાનું મૂકી દે હવે અને આજ પછી આપડી રૂમ ભેગી નહિ રહે કાં તો તું જતો રે કાં તો હું જતો રહું ” વિસ્મય એ એક પછી એક ઝટકા આપવાનું શરુ કર્યું મારા થી એ સહન ના થયું અને દુખ અને ગુસ્સા ના બંને ભેગા ભાવ સાથે મારી આંખો ભરી આવી હતી.

અમારા બંને ની આ બોલાચાલી માં પાણી જેટલું ઉકળી ગયું હતું એટલું મારું હૃદય ઉકળી ગયું હતું. એક પછી એક આવી ઘટના ઓ સાબિત કરતી હતી કે આ ૨૧ મી સદી માં મારે સન્યાસ રૂપી જ જીવન રહેવાનું હતું .

વિસ્મય નહાવા ગયો ત્યાં સુધી હું મારી બેગ પેક કરવા લાગ્યો. હવે મારાથી અહી રહેવાય એમ નહોતું. બેગ પેક કરતા કરતા મારા અને વિસ્મય બંને વચ્ચે લીધે લી એક જ ટીશર્ટ, અમારો બંને નો ભેગો ફોટો હોય એવી ફોટો ફ્રેમ, મેં બઠાવી લીધેલા એના રેબીન ના ચશ્માં બધું જોઈ ને મને ડૂમો બાઝી રહ્યો હતો.

બેગ પેક કરી ને હું સ્ટેશન તરફ નીકળી ગયો. થોડા દિવસ કોલેજ માં પણ કઇ છે નહિ તો ઘર ભેગું થઇ જવાનું મન થયું. બેગ લઇ ને રસ્તા પર નીકળ્યો ત્યારે ખબર નહિ કેમ મને આ દુનિયા સાવ અજાણી લાગી રહી હતી. થોડી વાર માટે એમ થયું કે હું મારા શરીર માંથી એક અંગ ખોઈ ચુક્યો છું. મેં મિત્રતા માં મારી દુનિયા સાંકડી બનાવી લીધી હતી કદાચ એટલે જ હવે સુનું લાગી રહ્યું હતું. સ્ટેશન એ પહોચી ને થોડી વાર પ્લેટફોર્મ ના બાંકડે બેઠો ત્યાં જ મને યાદ આવ્યું .....

વાંચક મિત્રો માટે ,

જીતું ને શું યાદ આવ્યું હશે ?

શું વિસ્મય અને જીતું ક્યારેય મિત્ર નહિ બને ?

આપ ના પ્રતિભાવો ૯૪૦૮૬૯૦૮૯૬ પર વ્હોટસેપ કરી શકો છો.

અને ખાસ સૌ વાંચક મિત્રો ની માફી માગું છું કે અંગત કારણોસર માઈક્રો નોવેલ ના આ ભાગ ને તમને પહોચાડતા બહુ વાર લાગી છે અને આમ છતાં આપનો પ્રેમ ઓછો નથી થયો એ જાની ને આનંદ પણ થાય છે. ફરી મળીશું ...

*****