Sanjay Drashti-04 in Gujarati Magazine by Sanjay Pithadia books and stories PDF | Sanjay Drashti-04

Featured Books
Categories
Share

Sanjay Drashti-04


સંજય દ્રષ્ટિ

સંજય પિઠડીયા

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.


MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•મૈં જો કહુંગા સચ કહુંગા, સચ કે સિવા કુછ નહીં કહુંગા...

•કલમ જ્યોતિ અને નારી સાહિત્ય

•“માર્ચ એન્ડિંગ - સરવૈયા અને સરવાળા”

•વેકેશનની વાદીઓમાં - ચોપડીની પેલે પાર

•કલમ ૬૬-એ - ઐસી આઝાદી ઔર કહાં?

મૈં જો કહુંગા સચ કહુંગા, સચ કે સિવા કુછ નહીં કહુંગા...

‘ગુજરાતી પ્રાઈડ’ના સ્થાપક ‘મહેન્દ્ર શર્મા’ અને લેખક-વિવેચક-કોલમિસ્ટ ‘સિદ્ધાર્થ છાયા’ બંનેની આઈડિયા અને મહેનતથી, મોબાઈલ ઉત્ક્રાંતિને ધ્યાનમાં રાખીને, થોડા મહિના પહેલા એક બીજ રોપાયેલું, જે જોતજોતામાં એક ઝાડવું બનીને પોતાના વીસમા અંક સુધી પહોંચ્યું છે. આ ઝાડવું એટલે ‘હું ગુજરાતી’ નામનું દેશનું એકમાત્ર મોબાઈલ મેગેઝીન! આ માઈલસ્ટોન સુધી પહોંચવા બદ્દલ ‘હું ગુજરાતી’ સાથે જોડાયેલા દરેક સભ્યોને હાર્દિક અભિનંદન! ખાસ તો ‘બિહાઈન્ડ ધ સીન’ કામ કરતાં અને ‘હું ગુજરાતી’ના લેખોને મોબાઈલ રૂપમાં લોકો સમક્ષ પ્રગટ કરતાં કાર્યકરો, દરેક વખતે એક અનોખું કવર-પેજ શોધી લાવતા સાથીઓ અને અમારા ખૂબ જ પ્રેમાળ-ખુશમિજાજી એડિટર સાહેબ સિદ્ધાર્થ છાયાનો ખૂબ ખૂબ આભાર! જ્યારથી ‘હું ગુજરાતી’માં કવરસ્ટોરીનો કોન્સેપ્ટ શરૂ થયો છે ત્યારથી, એક તંદુરસ્ત સ્પર્ધામાં જીતવાની ધગશને કારણે, લખવામાં વધુમાં વધુ મન લગાડવા મજબૂર કરતા મારા સાથી કટારલેખકો અને લેખિકાઓને પણ થેન્ક યુ! અને આ દરેક લોકોથી ઉપર એટલે તમે, વાચકો, જનતા-જનાર્દન! તમારો મનઃપૂર્વક આભાર!

‘હું ગુજરાતી’ નામનું મોકળું મેદાન કહું કે વિશાળ ગગન? કોઈ જાતની પાબંદી નહીં કે કોઈ જાતનું દબાણ નહીં. મન ફાવે એ લખો. બસ એક જ ધ્યેય - કલ્પનાશક્તિના ઘોડા દોડાવો અને નવું-નવું વાચકો સમક્ષ લાવો! ‘હું ગુજરાતી’ સાથે જોડાવાનો અવસર મળ્યો એ પહેલા મેં ‘હું ગુજરાતી’ના પ્રથમ બે અંક વાંચેલાં. બીજા અંકથી ‘ભલે પધાર્યા’ નામની કોલમ શરૂ થઈ જેમાં અતિથિ લેખકને પોતાની લેખનકળા બતાવવાનો મોકો મળતો હતો. મારા ફેસબુકમિત્ર અને ‘હું ગુજરાતી’ના એડિટર સાહેબને મેં ત્રીજા અંક માટે બે લેખ મોક્લ્યા અને એમાંથી એક લેખ ‘યેર્ ૈં્‌ ક્યા હૈ?’ એમણે પસંદ કર્યો. એ મહામૂલી પળ હતી કારણકે એ પહેલા કોઈ પણ પ્રકારના જાહેર પ્લેટફોર્મ પર લખવાનો મોકો મળ્યો નહોતો. ત્રીજો અંક છપાયો પછી બીજા ૪-૫ અંક ગયા અને ફરી પાછો મેં એક લેખ એડિટર સાહેબને મોકલી આપ્યો. ‘દિવાળી વિશેષાંક’ માટે લખાયેલો એ અવનવી પ્રાર્થનાઓ વાળો લેખ મારા માટે ‘હું ગુજરાતી’ના કાયમી લેખક બનવા માટેનું મુહુર્ત લઈને આવ્યો. સિદ્ધાર્થભાઈએ એ લેખ વાંચીને કહ્યુંઃ “સ્પીચલેસ! બહુ મસ્ત આર્ટીકલ છે!” બસ...પછી તો ‘હું ગુજરાતી’ના મેનેજમેન્ટને ગમ્યું, એડિટર સાહેબ સાથે વાતચીત થઈ અને કાયમી લેખક બનવા માટેની તકને મેં બાજ તરાપ મારે એમ ઝડપી લીધી. કાયમી લેખક થવું હોય તો કોલમનું નામ અને પ્રકાર પણ ફાઈનલ કરવા પડે. એમાં પણ સિદ્ધાર્થભાઈએ ખૂબ સાથ આપ્યો. મારા નામને અનુરૂપ અને રોજબરોજમાં બનતી ઘટનાઓને અલગ એંગલથી નિહાળવાની દ્રષ્ટિ એટલે ‘સંજય દ્રષ્ટિ’. આ કોલમમાં અત્યાર સુધીમાં આરામ, બી.આર.ચોપરાની સિરીયલ મહાભારત, સચિન તેંડુલકરની આત્મકથા, પીકે ફિલ્મનો વિવાદ, પ્રેમ અને સમજણ, દિલ્હી ચૂંટણી વખતનું પોસ્ટરવૉર, ગુજરાતી મહિલા સર્જકો વિશે, માર્ચ એન્ડિંગના સરવૈયા, વેકેશનમાં બાળકોને મજા કરાવવા વિશે, કલમ ૬૬-એ - આવા વિધવિધ વિષયોને ’સંજય દ્રષ્ટિ’થી મૂલવ્યા છે. દરેક લેખ પછી મળતા તમારા વાચકોના પ્રતિભાવો સર-આંખો પર! કવરસ્ટોરી બને કે ન બને, તમને ગમે એટલે મારી માટે કવરસ્ટોરીથી પણ વિશેષ છે.

આ વખતે વીસમા અંકની ઉજવણી માટે અમારે પોતાના વિશે લખવાનું છે એટલે જરાક મૂંઝવણમાં છું. શું લખું? જે લોકો મને ઓળખે છે એમને ખબર હશે કે હું એકદમ પ્રેક્ટિકલ, રમૂજી, પણ આખાબોલો માણસ છું. એક નાના ઈન્ટરવ્યુ જેવું લખાણ અહીં મૂકું છું જેનાથી વાચકોને મારા વિશે વધુ જાણવા મળશેઃ

માતા-પિતાનું નામ - સાધનાબેન અને રમેશભાઈ

જન્મતારીખ અને જન્મસ્થળ - ૧૩ જાન્યુઆરી, ૧૯૮૬ - પુસદ, યવતમાલ, મહારાષ્ટ્ર

ભાણેરડાં (સીબ્લીંગ્સ, યુ સી!) - એક નાનો ભાઈ, ભાવેશ

જીવનસાથી - ડિમ્પલ

સંતાન - એક પુત્ર, મીત

મૂળ વતન - મહુવા પાસે આવેલું ‘બાબરીયાધાર’ ગામ

અભ્યાસ - બેચલર ઑફ ટેકનોલોજી (ઈલેક્ટ્રોનિક્સ)

વ્યવસાય - સિસ્ટમ એન્જીનિયર

શોખ - વાંચન, કલા (રંગોળી, ચિત્રકામ, હસ્તકલા)

ગમતા સર્જક - ઝવેરચંદ મેઘાણી

ગમતા વક્તા - મોરારી બાપુ

ગમતા કવિ - કૃષ્ણ દવે

ગમતું પુસ્તક - શ્રીમદ્‌ ભગવદગીતા

ગમતા હાસ્યલેખક - બકુલ ત્રિપાઠી

ગમતા કટારલેખક - જયેશ અધ્યારૂ, ગુણવંત શાહ

ગમતી ગુજરાતી નવલકથા - વેવિશાળ

ગમતું ગુજરાતી દૈનિક - દિવ્ય ભાસ્કર

ગમતું ગુજરાતી સામાયિક - સફારી અને હવે ‘હું ગુજરાતી’ પણ

ગમેલું નાટક - બા રીટાયર્ડ થાય છે!

ગમેલી ફિલ્મ - બાગબાન, ઓહ માય ગૉડ

ગમતાં હીરો-હીરોઈન - હીરો કોઈ નહીં, હીરોઈન કાજોલ

ભારત સિવાય કયા કયા દેશ ફર્યા છો? - યુ.એસ.એ., જર્મની, થાઈલેન્ડ

ક્યારે લખવું ગમે? - જ્યારે આજુબાજુ કોઈ ન હોય ત્યારે

લેખન માટે કોઈ ખાસ સ્થળ? - ના

છેલ્લી નકલ પૂર્વે કેટલી વાર લખો છો? - એક જ વાર (પણ બે વાર પ્રુફ-રીડીંગ)

કેટલા લેખન પ્રકારો આજમાવ્યા છે? - ટૂંકી વાર્તા, કટારલેખ, કવિતા

શ્રેષ્ઠ કૃતી - હજી આવી નથી

કયું વાહન વાપરો છો? - સાઈકલ

ગુસ્સો ક્યારે આવે? - બાર વર્ષે બાવો બોલે ત્યારે

કોઈ ઈચ્છા જે જીવનમાં પૂરી થાય એવી આશા? - મોરારી બાપુ પાસે ગુજરાતીમાં રામકથા કરાવવી

ફેવરીટ ક્વોટ - ઈદૃીિઅ ઁર્િહ્વઙ્મીદ્બ રટ્ઠજ ટ્ઠ ર્જઙ્મેર્ૈંહ. સ્ટ્ઠઅહ્વી ર્એ દ્ઘેજં ષ્ઠટ્ઠહ’ં જીી ૈં. રૂીં (ર્ઇહ્વૈહ જીરટ્ઠદ્બિટ્ઠ) દરેક સમસ્યાનું હલ હોય છે. કદાચ આપણને હમણાં (આ સમયે) દેખાતું નથી. (રોબિન શર્મા)

ફેસબુક કે ટ્‌વીટર? - ફેસબુક

હમણાં ક્યાં રહો છો? - બેંગ્લોર

હમણાં શું વાંચો છો? - ખુશવંતસિંહનું પુસ્તક ‘ટ્રેન ટુ પાકિસ્તાન’

શું સહન ન થાય? - ખોટું

લેખનક્ષેત્રમાં સરાહના - ‘સંજય દ્રષ્ટિ’ કોલમને મળતો વાચકોનો પ્રેમ, ‘ગુજરાતી પ્રાઈડ’ દ્વારા યોજાયેલ હિન્દી વાર્તા સ્પર્ધામાં તૃતીય ઈનામ, કોલમના લેખોને ભેગા કરીને ‘ગુજરાતી પ્રાઈડ’એ રજૂ કરેલી ઈ-બુક ‘સંજય દ્રષ્ટિ’, અક્ષરનાદ. કોમ પર લેખ

બ્લોગઃ જટ્ઠહદ્ઘટ્ઠઅૈંરટ્ઠઙ્ઘૈટ્ઠ.હ્વર્ઙ્મખ્તજર્ં.ૈહ

સંપર્કઃ જટ્ઠહદ્ઘટ્ઠઅિૈંરટ્ઠઙ્ઘૈટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ (દ્બટ્ઠૈઙ્મર્ંઃજટ્ઠહદ્ઘટ્ઠઅિૈંરટ્ઠઙ્ઘૈટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ)

બસ...તમને ગમતા વિષયો મોકલો, પ્રતિભાવો મોકલો, આમ જ તમારો પ્રેમ વરસાવતા રહો અને અમને ભીંજવતાં રહો! ફરી મળીએ આવતાં અંકમાંપ.

પડઘોઃ

પરમાત્મા, મારા પર એવી કૃપા કરો કે આજના દિવસે જે કોઈ મારા સંપર્કમાં આવે તે એને કારણે જરાક વધારે સુખી બનીને જાય - સેન્ટ પૅટ્રિક્સ

કલમ જ્યોતિ અને નારી સાહિત્ય

સન ૧૯૧૧માં વિશ્વમાં પહેલી વાર ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવાયો. દર વર્ષે ૮મી માર્ચે ઉજવાતો આ શક્તિની સરાહના માટેનો પર્વ આ વખતે કંઈક અલગ રીતે ઉજવવો છે. ચૂલા-ચૌકા ચલાવનારી નારી જ્યારે કલમ ચલાવે ત્યારે કેવા ઝળહળતાં વિવિધ પાસાં ઉજાગર થાય છે એની આજે વાત કરવી છે. ગુજરાતી સાહિત્યને સબળું સર્જન આપનારી તમામ લેખિકા, કવિયત્રીઓ અને મહિલા-સર્જકોને આ લેખ સમર્પ્િાત છે.

આજના અગ્રગણ્‌ય મહિલા સર્જકોમાં કાજલ ઓઝા-વૈદ્ય, સૌમ્યા જોશી, ગોપાલી બુચ, પિન્કી દલાલ, વર્ષા પાઠક, લતા હિરાણી, શેફાલી પંડયા ‘અમી’ અને બીજા ઘણાં નામો સમાવિષ્ટ કરી શકાય પણ ગુજરાતી સાહિત્યના ધ્રૂવતારક સમાન લેખિકાઓ એટલે ધીરૂબહેન પટેલ અને કુંદનિકા કાપડિયા. તેમના માતબર સર્જનથી ભાગ્યે જ કોઈ ગુજરાતી વાચક અજાણ હશે. પોતાની કૃતિઓ દ્વારા આ બે લેખિકાઓએ સમાજમાં જબરદસ્ત પરિવર્તન આણ્‌યું છે. અર્વાચીન મહિલા સાહિત્યકાર કુંદનિકાબહેન પ્રગતિશીલ, નારીવાદી અને જીવનલક્ષી સર્જક-ચિંતક છે. ‘સાત પગલાં આકાશમાં’ - આ એક જ નામ તેમની ઓળખ આપવા માટે કાફી છે. આજથી લગભગ ત્રીસેક વર્ષ અગાઉ પોતાના જીવનસાથી મકરંદ દવેની સાથે માયાવી નગરી મુંબઈથી દૂર પાંચેક હજારની વસ્તી ધરાવતા ગામમાં તેમણે ‘નંદિગ્રામ’ નામની નાનકડી સંસ્થાનું નિર્માણ કર્યું. આજે તેઓ ‘ઈશા-કુંદનિકા’ના નામથી ઓળખાય છે. બીજી તરફ ગુજરાતી સાહિત્ય પરિષદનાં ભૂતપૂર્વ અને પ્રથમ મહિલા પ્રમુખ ધીરૂબહેન પટેલ સીમાસ્તંભરૂપ લેખિકા છે. મુંબઈની ભવન્સ કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર રહી ચૂકેલા ધીરૂબહેને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષ્િાક મેળવનાર કૃતિ ‘વડવાનલ’ સિવાય ‘વાંસનો અંકુર’, ‘આગંતુક’, ‘હુતાશન’, ‘આંધળી ગલી’ જેવી ઉત્કૃષ્ટ કૃતિઓ આપી છે.

કહેવાય છે કે શબ્દને અગ્નિ બાળી શકતો નથી અને વાયુ સૂકવી શકતો નથી. ગુજરાતી સાહિત્ય પણ વારસામાં મળેલા શબ્દોથી અને સ્ત્રીસર્જકોથી રળિયાત છે. ‘મોરના ઈંડાને ચીતરવાં ન પડે’ એમ ઘણી ગુજરાતી લેખિકાઓ અને મહિલા-સર્જકોને સાહિત્યિક વારસો ગળથૂથીમાં જ મળ્યો છે. ધૂરંધર વાર્તાકાર વર્ષા અડાલજા એ લોકપ્રિય વાર્તાકાર ગુણવંતરાય આચાર્યના પુત્રી છે. વર્ષાબહેનના સાતથી વધુ નવલિકાસંગ્રહો, ત્રેવીસથી વધુ નવલકથાઓ અને ચાર નાટ્‌યસંગ્રહો પ્રચલિત છે. તેમના લેખિકા બહેન એટલે ઈલા આરબ મહેતા. તેમની વાર્તાઓ પણ ગુજરાતી સાહિત્યરસિકોના હ્ય્દયે વસેલી છે. લેખિકા અને સુપ્રસિદ્ધ વાર્તાકાર કાજલ ઓઝા-વૈદ્ય વરિષ્ઠ પત્રકાર દિગંત ઓઝાના પુત્રી લેખનક્ષેત્રે કાર્યરત છે. ડૉ. વર્ષા દાસ એ આપણા ગણમાન્યવાર્તાકાર લાભુબહેન મહેતાના દીકરી છે. ભગવતીકુમાર શર્માના પુત્રી રીના મહેતા અને કનુભાઈ જાનીના પુત્રી નયનાબહેન જાની પણ સાહિત્યક્ષેત્રે પ્રચલિત છે. કવિ સુન્દરમ્ ના પુત્રી સુધા સુન્દરમ્ પોંડિચેરીમાં આધ્યાત્મિક લેખન કરી રહ્યા છે. આ યાત્રામાં ભદ્રંભદ્ર વાળા સ્વ. રમણભાઈ નીલકંઠના પુત્રી સ્વ. વિનોદિની નીલકંઠ અને સ્વ. વિદ્યાગૌરી નીલકંઠને પણ સાદર સ્મરીએ.

આપણા પુરૂષ સર્જકોની જેમ સ્ત્રી સર્જકોને પણ લોક-અદાલતમાં સામાજિક પરિબળોનો સામનો કરવો પડયો જ છે. સ્ત્રીસર્જકો દ્વારા લખાયેલી કૃતિઓને પણ ચર્ચાની એરણે ચડાવવામાં આવી હતી અને આવી જ કોન્ટ્રોવર્શીયલ કૃતિઓમાં વર્ષા દાસની ‘કનુપ્રિયા’, સ્વ. સરોજ પાઠકની ‘મન નામે મહાસાગર’ અને બિન્દુ ભટ્ટની લઘુનવલ ‘મીરાં યાજ્જ્ઞ્િાકની ડાયરી’નો સમાવેશ કરી શકાય. ‘મન નામે મહાસાગર’ નવલકથામાં લેસ્બિયન સંબંધની વાત થઈ તો ‘ટાઈમબોમ્બ’ નામની નવલકથામાં લગ્નેતર શારીરિક સંબંધની વાત થઈ છે. ‘મીરાં યાજ્જ્ઞ્િાકની ડાયરી’માં કથાની નાયિકાના મનોભાવ, આવેગ, લાગણી અને એની સુખની શોધનું યથાર્થ ચિત્રણ આપ્યું છે અને એ સાથે જ નાયિકાના સજાતીય અને વિજાતીય સંબંધોની વાત લગભગ અઢી દાયકા પહેલાંની છે. એ સિવાય ૨૦૦૨માં હિમાંશી શેલતે અમૃતા શેરગ્િાલના જીવન પર આધારિત નવલકથા ‘આઠમો રંગ’માં સજાતિય સંબંધોની વાત કરી છે તથા સ્ત્રીના જાતિય આવેગો વિશે પણ લખ્યું છે.

ગુજરાતી ફિલ્મક્ષેત્રે મહિલા સર્જકોની યાત્રા કેટલેક અંશે સફળ રહી કહેવાય. ગુજરાતી નવલિકા કે નવલકથા સાથે ગુજરાતી ફિલ્મોનો સંબંધ ચકાસીએ તો ત્રણ નામ તરતા દેખાય - ‘કાશીનો દીકરો’, ‘ભવની ભવાઈ’ અને ‘મોતીના ચોક રે સપનામાં દીઠાં’. વર્ષ ૧૯૭૯માં આવેલી વિનોદીની નીલકંઠની ટૂંકી વાર્તા ‘દીકરો’ પરથી નાટ્‌ય દિગ્દર્શક કાંતિ મડિયાએ પહેલી વાર ફિલ્મક્ષેત્રે જંપલાવ્યું. કાશી એના દિયરને મોટો કરે છે પણ ભરયુવાનીમાં દિયરનું મૃત્યુ થાય છે. પતિની ભૂલને કારણે માતૃત્વ ધારણ કરી ચૂકેલી દેરાણીને બચાવવાનો કાશીનો સંઘર્ષ સચોટ રીતે આ ફિલ્મમાં વણાયો હતો. એ પછી વર્ષ ૧૯૮૦માં ધીરૂબેન પટેલની વાર્તા પરથી બનેલી ‘ભવની ભવાઈ’ દ્વારા કેતન મહેતા ચમક્યા. દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં આવેલી વાવમાં પાણી તો જ ભરાય જો કોઈ દલિત વર્ગનો બત્રીસ લક્ષણા પુરૂષનો ભોગ અપાય - આવી સૂક્ષ્મ વિષયની વાર્તા અને સ્મિતા પાટીલ, નસીરૂદ્દીન શાહ, ઓમ પૂરી, મોહન ગોખલે, દીના પાઠક જેવા ઉચ્ચ સ્તરના હિંદી અને ગુજરાતી કલાકારોને લઈને બનેલી આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય પારિતોષ્િાક પણ મળ્યાં. ત્યારબાદ વર્ષા અડાલજાની વાર્તા ‘મારે પણ એક ઘર હોય’ પરથી વર્ષ ૧૯૯૯માં બની ‘મોતીના ચોક રે સપનામાં દીઠાં’. ગુજરાત સરકાર તરફથી ઘણાં એવોર્ડસ આ ફિલ્મને ફાળવવામાં આવ્યા.

સ્ત્રીલેખિકાઓ માનવ મનના અજ્જ્ઞાત ખૂણાને વધુ સારી રીતે સમજી શકતી હશે. ગુજરાતી સાહિત્યમાં ઝગમગતાં, વિરલ, અવિસ્મરણીય નારીપાત્રો વિષે વાત કરીએ તો કુમુદ, કુસુમ, મૃણાલ, મીનળદેવી, મંજરી, રોહિણી, રાજુ, ચંદા, સુશીલા, અમૃતા, લાવણ્‌ય, અન્ના, અનુરાધા...કેટકેટલાં નામો સ્મરણમાં છવાઈ જાય છે. પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ’ની રાજુ હોય, ગો.મા. ત્રિપાઠીની કુમુદ-કુસુમ હોય કે મેઘાણીની નવલકથા ‘વેવિશાળ’ની સુશીલા અને તેની ભાભુ ઘેલીબેન હોય - સ્ત્રીપાત્રોને લોકો સમક્ષ લાવવામાં આપણા લેખકોએ જબરી સમજદારી બતાવી છે. મુનશીની કૃતિ ‘ગુજરાતનો નાથ’ની મંજરી પોતાના કુળનું અને સંસ્કારનું ગૌરવ છે. એ જ મુનશીએ ‘પૃથિવીવલ્લભ’માં મૃણાલ અને મીનળદેવીના પાત્રોને સુંદર શબ્દો દ્વારા સજાવ્યાં છે. ઈશ્વર પેટલીકરની નવલકથા ‘જન્મટીપ’ની ચંદા એક તેજસ્વી અને બળકટ પાત્ર છે. અને હા, ‘ચૌદ વરસની ચારણકન્યા’ને કેમ ભૂલાય? એ પણ સ્ત્રીશક્તિ જ છે!

‘પ્રવાસ’ ક્ષેત્રે ગુજરાતી સાહિત્યમાં અનોખું પ્રદાન કરનાર એક નામ એટલે વિશ્વપ્રવાસિની પ્રીતિ સેનગુપ્તા. ચંદન સેનગુપ્તા નામના બંગાળી યુવક સાથે પરણી પ્રીતિ ‘શાહ’ માંથી ‘સેનગુપ્તા’ બનેલા પ્રીતિબેન હાલમાં યુ.એસ.એ.માં રહે છે. જિંદગીનો મોટા ભાગનો સમય તેમણે વિદેશની ભૂમિ પર વિતાવ્યો છે પણ એકલા, કોઈના સાથસંગાથ વિના અજાણી ભોમકા અને અજાણ્‌યા લોકો વચ્ચે બિંદાસ બનીને ફરતાં રહેતાં પ્રીતિબેનના પ્રવાસવર્ણનો ખૂબ જ લોકપ્રિય બન્યાં છે. ફિલાડેલ્ફિયામાં રહેતા પન્ના નાયકની ઓળખ આપણે ‘હાઈકુ’ સાથે સરખાવી શકીએ. ‘હાઈકુ’ આમ તો જાપાની સાહિત્યમાંથી આવેલો એક પ્રકાર છે પણ ગુજરાતી સાહિત્યમાં પન્નાબહેનના હાઈકુ ખૂબ જ પ્રચલિત છે. મહિલાઓમાં રમૂજવૃત્તિનો અભાવ હોય એવું નથી પણ આપણા સાહિત્યમાં હાસ્યલેખન ક્ષેત્રે મહિલાઓની સંખ્યા વધુ નથી. આંગળીના વેઢે ગણી શકાય એવા નામોમાં શિરમોર છે આયુર્વેદના ડૉ. નલિની ગણાત્રા. તેમના પુસ્તક ‘હાસ્યમ્ શરણમ્’ને સાહિત્ય અકાદમી તરફથી હાસ્યવિભાગનું દ્‌વિતીય પારિતોષ્િાક પણ પ્રાપ્ત થયું છે. હાસ્યનો વારસો ધરાવતા હાસ્યલેખક સ્વ. બકુલ ત્રિપાઠીના એક બહેન સ્વાતિ મેઢ અને બીજા બહેન મિનાક્ષી દીક્ષિતનું નામ પણ હાસ્યક્ષેત્રે જાણીતું છે. એ સિવાય ઉચ્છલના કલ્પના દેસાઈને પણ હાસ્યલેખિકાઓના લિસ્ટમાં સામેલ કરવા પડે. બાળકોના માનસપટ પર ત્રણ વસ્તુની ઊંંડી અસર પડે છે - કુટુંબનું વાતાવરણ, શિક્ષણપ્રણાલી અને બાળસાહિત્ય! ગુજરાતી બાળસાહિત્યને અણમોલ ભેટ આપનારાં ભાવનગરનાં પ્રાધ્યાપિકા ડૉ. રક્ષાબહેન દવેને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ગ્િાજુભાઈ બધેકા સુવર્ણચંદ્ર પ્રાપ્ત થયેલો છે. એ સિવાય બાળસાહિત્ય ક્ષેત્રે રણમાં વીરડી સમાન લેખિકાઓમાં એનીબહેન સરૈયા, તારાબહેન મોડક, હંસા મહેતા, લાભુબહેન મહેતા અને મિનાક્ષી ત્રિવેદીના નામ મોખરે છે. ‘તારલિયા’, ‘મોતીડા’, ‘ઝગમગ્િાયાં’, ‘ટોમકાકા’, ‘કેસરીસિંહ’ જેવી કૃતિઓ ગુજરાતી બાળકોમાં અતિપ્રિય રહી છે.

ગુજરાતી સાહિત્યમાં અણમોલ પ્રદાન આપનારા સાહિત્યકારને ૧૯૨૯થી ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ આપવામાં આવે છે. મહિલા સર્જકોમાં પ્રથમ વાર ૧૯૭૪માં એ હીરાબહેન પાઠકને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૯૮૦માં જાણીતા લેખિકા ધીરૂબહેન પટેલને અને વર્ષ ૨૦૦૫માં વર્ષા અડાલજાને રણજિતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા છે. ભારત સરકારે ૧૯૫૪માં સાહિત્ય અકાદમીની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા દર વર્ષે ગુજરાતી સહિત ભારતની બાવીસ ભાષાઓમાં ‘સાહિત્ય અકાદમી એવોર્ડ’ આપવામાં આવે છે. આ લબ્ધપ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનાર ગુજરાતી મહિલા સર્જકોઃ કુંદનિકા કાપડિયા (સાત પગલાં આકાશમાં, ૧૯૮૫), વર્ષા અડાલજા (અણસાર, ૧૯૯૫), હિમાંશી શેલત (અંધારી ગલીમાં સફેદ ટપકાં, ૧૯૯૬), ધીરૂબહેન પટેલ (આગંતુક, ૨૦૦૧) અને બિંદુ ભટ્ટ (અખેપાતર, ૨૦૦૩).

સ્ત્રી શક્તિ છે અને એ શક્તિ જ્યારે સાહિત્યક્ષેત્રે આગળ વધે ત્યારે એમની કલમેથી લાવારસ પણ ઝરે અને પ્રેમરસ પણ. આ જ રીતે મહિલાસર્જકો આગળ વધે અને અવનવી અદ્‌ભૂત કૃતિઓ આપણને મળતી રહે એવી આશા સાથે આવનારા ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની શુભકામનાઓ!!

પડઘોઃ

પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે, તેને પરિભ્રમણ કહેવાય. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે, તેને પ્રદક્ષિણા કહેવાય.

હું સ્ત્રી છું -

સંસારચક્રની ધરી પર પરિભ્રમણ કરતાં કરતાં, સાહિત્ય-સંગીતના સૂર્યની પ્રદક્ષિણા હું કરી શકીશ?...

- સંધ્યા ભટ્ટ

“માર્ચ એન્ડિંગ - સરવૈયા અને સરવાળા”

ટેન્શનથી ધમધમતો એવો હેક્ટિક સમય એટલે ‘માર્ચ એન્ડિંગ’! એક તરફ માથુ ફાડી નાખે એવા તડકાની શરૂઆત થઈ ગઈ હોય, બીજી તરફ હાઈ-સ્કૂલ, કોલેજની પરીક્ષાઓનો હાઉ વિદ્યાર્થીઓને ત્રાસ આપતો હોય અને ત્રીજી તરફ બેન્ક-ટેક્સ-એકાઉન્ટ્‌સના હિસાબ માટેની દોડધામ ચાલુ હોય - આ ત્રિપાંખિયા જંગમાં પીસાતા, વલોવાતા, કચડાતા હોય મારા-તમારા જેવા ‘મેંગો પીપલ’! કમાતી-ધમાતી પ્રજા માટે ‘ટેક્સ ભરવાની ૠતુ’ એટલે ‘માર્ચ એન્ડિંગ’! કવિ મુકેશ જોષી તેમની એક કવિતામાં કહે છે કે ભલે પોતાની પાસે સોનેરી કિરણોની મબલક મિલકત હોય પણ રોજ એક અનોખી-અદભૂત-મઝાની સાંજ આપીને સૂરજ એના ભાગનો ઈન્કમટેક્સ ભરે છે. પણ આપણે કેટકેટલીયે મિલકતના ધણી હોવા છતાં ઈન્કમટેક્સ ભરવાનો આવે ત્યારે અવનવાં અડપલાં કરીએ છીએ. આખું વર્ષ લેવડ-દેવડના હિસાબ અને લેખાં-જોખાં રાખવાનું આપણે ટાળીએ અને છેલ્લી ઘડીએ ઈન્કમટેક્સ રીટર્નના થોથામાં ગોથાં ખાઈએ છીએ. જ્યારે ઢગલો ઓવરૂં અને વિકેટું હાથમાં હોય ત્યારે જોશથી ન રમીએ તો છેલ્લી ઓવરમાં ભાગી-દોડીને રન લેવાં પડે. ‘ટાઢા પોરે આગળ નહીં વધો તો તડકા વખતે હેરાન થશો’ આ કહેવત આપણને માર્ચ એન્ડિંગના સમયે સાચી થતી દેખાય છે. ફોર્મ-૧૬, ફોર્મ ૧૨-છ, ટી.ડી.એસ., બેલેન્સશીટ, પાન (ઁછદ્ગ) નં., સ્મોલ ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ, લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ, સસ્પેંસ અકાઉન્ટ, એચ.યુ.એફ. (હિન્દુ યુનાઈટેડ ફેમિલી) - આવા શબ્દો ગૂંજતાં થાય એટલે સમજવાનું કે માર્ચ એન્ડિંગ નજીકમાં છે. પેલો દબંગ ફિલ્મનો ડાયલોગ છે ‘થપ્પડસે ડર નહીં લગતાં સાહેબ, પ્યાર સે લગતા હૈ’ એમ લોકોને ટેક્સ ભરવામાં કોઈ જ વાંધો નથી પણ રીટર્ન્સ મેળવવામાં બહુ લોચા પડે છે. સત્યનારાયણની કથામાં ગોરબાપા જ્યાં કહે ત્યાં આપણે ચમચી ભરીને પાણી મૂકીએ છીએ એમ ઈન્કમટેક્સ રીટર્ન ભરતી વખતે આપણા સી.એ. જ્યાં કહે ત્યાં આપણે સહી કરી દઈએ છીએ. કારણ કે સી.એ. થી બધાં બહુ બીએ!ખરૂં કહીએ તો હિસાબ માનવજીવનના સ્વભાવમાં છે. સાગરને પોતાના કિનારે પાણીની વધ-ઘટ થાય એની પરવા હોતી નથી પણ આપણે તો વેપાર હોય કે જીવન, હિસાબો સતત કરવા અને રાખવા જ પડે છે. સેલ્સ-માર્કેટીંગમાં કામ કરતાં લોકોને માસિક કે ત્રિમાસિક કેટલું વેચાણ કરવું તેનાં ટાર્ગેટ અપાય છે અને સમય આવ્યે એનો હિસાબ થાય છે. સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે આખું વર્ષ જે ભણ્‌યા, તેનો હિસાબ ત્રણ કલાકની પરીક્ષામાં આપી દેવાનો. પરીક્ષા પણ વિદ્યાર્થીઓએ પોતાની યાદશક્તિ, આવડત માટે આપવાનો હિસાબ જ છે. કહેવાય છે કે સંબંધોમાં હિસાબ ન હોય પણ લોકો તો એય રાખે છે.હિસાબો રાખવાના માનવીય સ્વભાવને કારણે આપણા સામાજિક સંબંધોમાં ખોટું લગાડવાનો એક રિવાજ ચાલ્યો આવ્યો છે અને એમાં સોશિયલ મીડિયાએ બળતામાં ઘી હોમ્યું છે. “એણે સહુને પ્રમોશનની પાર્ટી આપી. મને ના બોલાવ્યો”, “ઘણાં વર્ષે હું એની ઘરે ગયો પણ મને જમવાનો આગ્રહ પણ ના કર્યો”, “મારી એકની એક દીકરીના લગ્નની કંકોત્રી દેવા હું પોતે ગામડે ગયો હતો પણ તમે જોયું ને લગ્નમાં કોઈ આવ્યું નહિ”, આવા અનેક ઉદાહરણો બાદ હવે ફેસબુકના માધ્યમથી ખોટું લગાડવા માટે એક નવું કારણ મળ્યું છે. “મારા સ્ટેટસ અને ફોટાઓ કોઈ લાઈક કરતા જ નથી”. લગ્નપ્રસંગમાં પણ દીકરીને શું દીધું અને કોણે કેટલો ચાંદલો કર્યો તેના હિસાબ રખાય છે. શાસ્ત્રો મુજબ સત્કર્મ અને દુષ્કર્મના હિસાબો અનુસાર ફળ મળે છે અને તે અનુસાર પછીનો અવતાર, જન્મ કે મોક્ષ નક્કી થાય છે. ઈસ્લામ ધર્મ એવી માન્યતા ધરાવે છે કે કયામતના દિવસે ખુદાના ફરિશ્તા કર્મોનો હિસાબ માંગશે. કર્મોનાં બંધન, કર્મોમાંથી મુક્તિ આ બધી કર્મની થિયરી આખરે હિસાબો જ છે. ચિત્રગુપ્તનો ચોપડો અને સ્વર્ગ-નર્‌ક પણ હિસાબ જ છે. ‘હરેશ મહેતા’ નામના એક કવિની સુંદર કવિતા છે - ‘બેહિસાબ બિનહિસાબ’અડધી રાત્રે બંધ પાંપણમાં જામેલી ઊંંઘ હડસેલીનેચિત્રગુપ્ત પૂછે છેઃ ‘ટેક્સ ભર્યો?’‘ક્યારનો!’ હું વટપૂર્વક જવાબ દઉં છું.ચોપડો ચકાસી ચિત્રગુપ્ત કહે છેઃ ‘નથી ભર્યો!’‘કયો અને કેટલો બાકી છે?’ હું આખો ચોળતાં ચોળતાં પૂછું છું.આટઆટલા સોનેરી કિરણો આપ્યાં તારી સવારનેએનો ટેક્સ ભરવો પડે કોઈની અંધારી ઓરડીમાં ચપટી અજવાળું ફેલાવીને...તાજાં ફૂલોની સુવાસ રેડી તારા શ્વાસમાંકોઈના ગંધાતા જીવનમાં કરૂણાની સુવાસ આપી ટેક્સ ભરપાઈ કરવો પડે.....બાકી બોલે છે, બોસ!કોઈ તને કેટકેટલું વહાલ કરે છે.ચાહતથી વધુ બીજી કોઈ મૂડી નથી,એના પર ‘ફછ્‌’ લાગે વ્હાલપનીપણ તેં તો વેઠ જ કરી છે....નહીં ચાલે - ટેક્સ તો ભરવો જ પડશે!ખબર છે ને, સ્ટ્ઠષ્ઠિર ઈહઙ્ઘૈહખ્ત નજીકમાં છે?ચિત્રગુપ્તનો ચોપડો બંધ થાય છે, આંખો ખૂલી જાય છે...સવારે ઓફિસમાં અકાઉન્ટન્ટ આવીને કહે છેઃસાહેબ, ‘ઈન્કમટેક્સ-સેલ્સટેક્સ’ બધું ભરાઈ ગયું છે.પ્રમોશનની આશાએ ઊંભેલા એને શું સમજાવવું?!અહાહાહા....શું કવિતા છે! નરી વાસ્તવિકતા! માર્ચ એન્ડિંગમાં આપણે પાઈ પાઈનો હિસાબ ચૂકતે કરીએ છીએ પણ ઈશ્વર પાસેથી જે મેળવ્યું છે એ તો બેહિસાબ છે! એ આપણને મળ્યું છે એ સારી વાત છે. પણ મેળવ્યા પછી બીજા સુધી પહોંચાડીએ છીએ? દાન કરવા માટે અબજોપતિ હોવું જરૂરી નથી. દાન કરવાની માત્ર ઈચ્છા જરૂરી છે. એક નાનું દાન કે કામ કોઈની દુનિયા બદલે તો ભયો ભયો. ૨૦૧૪નો ફૂટબોલ વર્લ્ડકપ જર્મની જીત્યું એ મોટી વાત નહોતી. કોક ને કોક તો જીતવાનું જ હતું. પણ મોટી વાત એ થઈ કે જર્મનીના ફૂટબોલર ‘મેસૂત ઓઝીલે’ એને મળેલી ઈનામની રકમ ૩ લાખ યુરો (લગભગ ૨૪ કરોડ રૂપિયા) બ્રાઝીલના ગરીબ બીમાર બાળકોની સારવાર માટે દાનમાં આપી દીધા. ફૂટબોલ વર્લ્ડકપ જીતવા કરતાં પણ મોટી બહાદુરીનું કામ તો આ છે. આવા બહાદુરો દુનિયામાં બહુ ઓછા હોય છે. આપણા કોડિયામાંથી બીજાનું કોડિયું પ્રગટે તો આપણા ખોળિયામાં સાચી દિવાળી ઊંજવાય છે. એક બીજી વાત યાદ આવે છેઃ ચિલીના દરિયા કાંઠે સવારના પહોરમાં ભરતીમાં તણાઈને આવેલી હજારો જેલી ફિશ તરફડી તરફડીને મરતી હતી. એવામાં ફરવા નીકળેલો એક માણસ એક એક માછલીને પકડીને દરિયાના પાણીમાં નાખી બચાવી લેતો હતો. ત્યાંથી બીજો માણસ નીકળ્યો. એણે પૂછ્‌યું, ‘આટલી બધી માછલીઓ મરવા પડી છે અહીં. એમાંથી બે-પાંચને તમે બચાવશો તો શું ફરક પડશે?’ પેલા માણસે વધુ એક માછલીને ઉપાડીને દરિયામાં નાખતાં કહ્યું, ‘આને તો ફરક પડશે ને!’ આપણે પરમાર્થ માટે ઓછું અને સ્વાર્થ માટે વધુ જીવીએ છીએ. બીજાના આંસુ લૂંછવા એ સારો સ્વભાવ છે પરંતુ એને આંસુ જ ન આવે એવો પગભર-સક્ષમ કરવો એ આપણી વૃત્તિ હોવી જોઈએ. મકાનમાલિક ગરીબ ભાડોત્રીને ૫૦૦ રૂ! ભાડું ઓછું કરી આપશે તો મકાનમાલિકને પડશે એ કરતાં ભાડોત્રીને વધુ ફરક પડશે એની ગેરેંટી!બાબુ મોશાય, જિંદગી લંબી નહીં બડી હોને ચાહિયે! પૈસો અને ખોળિયાનો જીવ - ક્યાંથી આવે છે, કેટલી ઘડી તમારી પાસે રહેશે અને પાછો ક્યારે ક્યાં જશે એ કોઈ જ જાણતું નથી. ના તો ક્યાંય લાગણીઓના અતિરેક સર્જાવા દેવા કે ના તો ક્યારેય સંબંધોના સરવાળા-બાદબાકી કે ગુણાકાર-ભાગાકાર કરતાં રહેવાની આદત પાડવી. બસ, ખુલ્લા મનથી જીવનને માણતા રહો કેમ કે કેલેન્ડરની ‘૩૧ માર્ચ’ ક્યારે આવશે તે નક્કી છે, લાઈફની ‘૩૧ માર્ચ’ આપણને ખબર નથી.પડઘોઃઆથમતી સાંજે એક જૂની ખાતાવહી લાગી હાથ.એકલતાનો હિસાબ કાઢતાં મળ્યાં ફેરા સાત.સંબંધો બધા જ ઉધાર, જમા માત્ર ઉઝરડા !આંસુનું ચક્રવૃધ્ધિ વ્યાજ ને, વાયદા બધા માંડી વાળેલા,સપનાં વિશે વિગત નથી ખાસ.આટલું જોયું માંડ, ત્યાં ખૂટવા આવ્યો ઉજાસ.- કાજલ ઓઝા વૈદ્ય

વેકેશનની વાદીઓમાં - ચોપડીની પેલે પાર

પરીક્ષાની વંડી ઠેકીને વેકેશન વિસ્તારમાં પગ મૂકો એટલે ‘દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા’. વેકેશન એટલે પરીક્ષાના પંજામાંથી છૂટેલા બાળકોની મજા તરફની ગતિ. વેકેશન એટલે મામાના ઘરે જવાની મસ્તી. વેકેશન એટલે ભણતરને ભૂલીને રમતનો રાજીપો. વેકેશન એટલે મન ફાવે તેમ ઊંંઘવું-ખાવું-નહાવું-રમવું-મ્હાલવું. ભણવું એ આજની પેઢી માટે અનિવાર્ય બની ગયું છે પણ ચોપડીઓમાં માથું નાખીને બુકવોર્મ કરતાં દુનિયામાં ચારે-તરફ બનતી રોજબરોજની ઘટનાઓ, નવા નવા સંશોધનો, સામાન્ય જ્જ્ઞાન અને અવનવાં નૂસખાઓ વિશે જાણતા રહેવું, પ્રશ્ન કરતાં રહેવું, માણતાં રહેવું. રોજબરોજમાં કેટલીયે વસ્તુ અને કેટલાયે બનાવો બનતા હોય છે પણ આપણે દરેકને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લઈ લઈએ છીએ. વેકેશન હોય ત્યારે બાળકને ભણતર સિવાયની કોઈ બીજી પ્રવૃત્તિમાં સામેલ કરી દો, તો બાળકની ઈચ્છાશક્તિ, યાદશક્તિ, અભિરૂચિનો વિકાસ થાય - પણ એની માટે બાળકને મોંઘી ફી ભરીને ‘સમર-કેમ્પ’માં મોકલવા જરૂરી નથી. આ જ વાતને ધ્યાનમાં રાખીને આ વખતે મારે ફક્ત બાળકોને પ્રોત્સાહિત કરવા છે, પ્રવૃત્ત કરવા છે, રાજી કરવા છે. તો બાળમિત્રો, રેડી...સ્ટેડી...પો...

શું તમે જાણો છો કે હાલનું ૨૦૧૫નું વર્ષ આંતરરાષ્ટ્રીય ‘પ્રકાશ અને તેના આધારિત ટેકનોલોજી’ના વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે? ગત જાન્યુઆરી મહિનામાં જ આપણા દેશનો સૌ પ્રથમ ‘સ્ટોરી ઑફ લાઈટ’ નામનો ઉત્સવ ગોવામાં ઉજવાયો. આ ઉત્સવમાં લાઈટ-ટેકનોલોજી વિશે અને એ સંદર્ભમાં થયેલા નવા સંશોધનો અને અવરોધભેદ (બ્રેકથ્રુ) નવપ્રયોગો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનું બીડું ઉઠાવવામાં આવ્યું હતું. ૧૪ દેશોના કલાકારોએ આ ઉત્સવમાં ભાગ લઈને - વિઝ્‌યુઅલ પ્લે, પ્રકાશ વિષયક વર્કશોપ, જીવંત પ્રક્ષેપણ, લાઈટને લગતાં સ્થાપનો - આવું અવનવું રજૂ કરીને લોકોને ચકિત અને તરબોળ કરી દીધેલા.

આજે ઈન્ટરનેટયુગમાં દરેકને ઈ-મેઈલ વિશે જાણકારી છે જ. ઈ-મેઈલ માટે દરેક પાસે એક અલગ આઈ-ડી (ઓળખ) હોય છે. તેમાં વપરાતું એક ચિહ્‌ન “જ્ર” છે. આ ચિહ્‌ન વિશે આપણે શું જાણીએ છીએ? આ ચિહ્‌ન એ લેટિન શબ્દ એડ (એટલે ટ્ઠં, ર્ુંટ્ઠઙ્ઘિજ કે હ્વઅ)નું સંક્ષેપરૂપ છે. આ ચિહ્‌ન સદીઓ પહેલાં સ્પેન અને ફ્રાંસમાં વજનના એકમ તરીકે પણ વપરાતું. અંગ્રેજીમાં કોઈ વસ્તુનું મૂલ્ય કે ભાવ દર્શાવવા પણ આ ચિહ્‌ન વપરાતું (જેમ કે ૪ ટ્ઠઙ્મીજ જ્ર ૧ ર્ઙ્ઘઙ્મઙ્મટ્ઠિ ). સમય જતાં આ ચિહ્‌ન ટાઈપરાઈટરના કીબોર્ડ પર આવ્યું અને તેનો ઉપયોગ વધ્યો. દુનિયાના પ્રથમ ઈ-મેઈલના જનક ‘રે ટોમલીન્સન’ને ૧૯૭૧માં પહેલોવહેલો ઈ-મેઈલ મોકલતી વખતે એક એવું ચિહ્‌ન જોઈતું હતું જે કીબોર્ડ પર ઉપલબ્ધ હોય પણ મૂળાક્ષર કે અંક ન હોય. ફાઈનલી, એમણે જ્રનું ચિહ્‌ન વાપર્યું જે આજ સુધી વપરાશમાં છે. જ્રનું ચિહ્‌ન દેખાવમાં થોડું વિચિત્ર છે એટલે વિશ્વના જુદા જુદા વિસ્તારોમાં એને જુદા જુદા કાલ્પનિક નામો આપવામાં આવ્યા છેઃ જેમ કે દક્ષિણ આફ્કિામાં ‘વાંદરાની પૂંછ’, ડેનમાર્કમાં ‘ભૂંડની પૂંછ’, રશિયામાં ‘કૂતરૂં’, હંગેરીમાં ‘કૃમિ’, ઈટાલી-ઈઝરાઈલમાં ‘ગોકળગાય’ અને ટર્કીમાં ‘કાન’ કહેવાય છે.

શાળામાં વિજ્જ્ઞાનના પિરીયડમાં શીખવવામાં આવે છે કે પદાર્થની ત્રણ અવસ્થા છે - ઘન, પ્રવાહી અને વાયુ! પણ એક ચોથી અવસ્થા પણ છે જે આપણને ખબર નથી. વાયુ અવસ્થામાં રહેલો પદાર્થ જ્યારે ખૂબ જ ગરમ થાય ત્યારે તેના અણુઓ અને પરમાણુઓ એકમેક સાથે ટકરાય છે અને વીજાણુઓ છૂટ્ટા પડે છે - આ અવસ્થાને ‘પ્લાઝ્‌મા’ અવસ્થા કહેવાય છે. આ અવસ્થા સૂર્યની અંદર, નિયોન ગેસ ટ્‌યુબમાં અને કેટલાંક તારા અને વીજળીમાં હોય છે. આજકાલના ટી.વી.માં સ્ક્રીન માટે ‘પ્લાઝ્‌મા ડીસ્પ્લે’ એવું નામ અપાય છે, એ આ જ પ્લાઝ્‌માનું જીવંત ઉદાહરણ!

દિવાળીમાં કે ક્રિકેટમેચમાં ભારતના વિજય બાદ આપણે આતશબાજી કરીએ છીએ. ફટાકડા અને આતશબાજીમાં દેખાતા વિવિધ રંગો પાછળનું રહસ્ય શું હશે? ક્યાંથી આવતાં હશે આ રંગો? આપણને કદાચ એ ખબર છે કે ફટાકડાનો દારૂગોળો બનાવવા માટે જુદા જુદા રસાયણિક દ્રવ્યો વપરાય છે. દરેક રસાયણની અલગ લાક્ષણિકતા હોય છે જેના કારણે તે એક ચોક્કસ રંગ ઉત્પન્ન કરે છે. જેમ કે મેગ્નેશિયમને કારણે તીવ્ર સફેદ પ્રકાશ, સ્ટ્રોન્ટિયમને કારણે લાલચટક, બોરોક્ષ (બોરોન + ઓક્સિજન)ને કારણે લીલો રંગ, બેરિયમથી પોપટી, લિથિયમથી જાંબલી, કેલ્શિયમ અને સોડિયમથી નારંગી, કોપરથી વાદળી અને આયર્નથી ચળકાટ અને ઝગમગાટ મળે છે. ખરેખર, આવા જુદા જુદા રસાયણોના ચોક્ક્સ મિશ્રણથી રંગબેરંગી આતશબાજીનો નજારો જોવા મળે છે.

કહેવાય છે કે ‘ભાષા, ભૂષા અને ભોજન’ આ ત્રણેયને સાચવવા માટે આપણે જ પહેલ કરવી પડે. હાલમાં દુનિયામાં ૩૦૦૦ જેટલી ભાષાઓ છે જે ભયંકર ખતરામાં છે. આ ભાષાઓ ક્યારે પણ દુનિયામાંથી અદ્રશ્ય થઈ શકે છે. મારો પ્રશ્ન એ છે કે ‘દુનિયામાં સૌથી ઓછી બોલાતી ભાષા કઈ?’ જવાબ છે - યુરોપમાં લાત્વીઆ નામના દેશમાં ‘લીવ’ નામની ભાષા છે જે ફક્ત ૧૫ થી ૨૦ લોકો જ બોલી શકે છે. ભાષાની જ વાત નીકળી છે તો એક વાત નોંધવા જેવી છે કે દુનિયામાં ‘અરેબિક’ સિવાયની બધી જ ભાષા ડાબેથી જમણે વંચાય છે અને પરંપરાગત જાપનીઝ ભાષા ઉપરથી નીચે તરફ વંચાય છે.

‘કોમ્પ્લેન’ અને ‘બૂસ્ટ’ પીનારા આપણે કદાચ એ વાતથી અજાણ છીએ કે બાળકનો સૌથી વધુ અને ઝડપી વિકાસ જન્મ થયાં પછી નહીં પણ જન્મ થયાં પહેલાં માતાના ઉદરમાં થાય છે. માતાના ઉદરમાં ઈંડું ફલિત થાય એના ૩ અઠવાડિયામાં ગર્ભનું કદ એક ચોખાના દાણા જેટલું હોય છે પણ પાંચ અઠવાડિયા પછી શરીરના લગભગ બધા અવયવોની રચના થઈ ગઈ હોય છે - જેમ કે મગજ, આંખ, હ્ય્દય, પેટ - પણ આ સમયે પણ ગર્ભનું કદ અંગૂઠા જેટલું જ હોય છે. જ્યારે બાળક ૩૬-૩૮ અઠવાડિયા માતાના ઉદરમાં વિકસિત થઈને આવે છે ત્યારે અંદાજે ૫૦ સે.મી.નું કદ હોય છે.

માણસ તો ઈશ્વરનો એક અદ્‌ભૂત ચમત્કાર છે જ પણ પશુ-પક્ષી-વનસ્પતિમાં પણ ઈશ્વરે અવનવાં ચમત્કારો સર્જ્યા છે. હાથી એક કદાવર પ્રાણી છે પણ એના દંતશૂળ વિશે જાણવા જેવું છે કે હાથીનું દંતશૂળ તેની આખી આયુ દરમિયાન વધે છે એટલે કે જેટલી વધુ ઉંમર એટલી મોટી દંતશૂળ. હાલમાં બ્રિટિશ મ્યુઝિયમમાં રખાયેલા એક દંતશૂળની લંબાઈ સાડાત્રણ મીટર છે. જળચરોમાં બ્લ્યુ વ્હેલ એ મોટામાં મોટી વ્હેલ અને દુનિયાનું સૌથી મોટું સસ્તન પ્રાણી છે. કદાવર હોય એટલે ઘાતકી હોય એવી આપણી માનસિકતા છે પણ ૩૦ મીટર લાંબી આ વ્હેલ ઘાતકી સસ્તન નથી. આટલી મોટી હોવા છતાં એ ક્રીલ નામની ટચૂકડી માછલીઓ જ પોતાના ખોરાક તરીકે લે છે. એક દિવસમાં એ આવી લગભગ ચાલીસ લાખ માછલીઓ ખાઈ જાય છે. જો આવી કદાવર વ્હેલ ઘાતકી નથી તો સૌથી ઘાતકી માછલી કઈ? ઉષ્ણકટીબંધ દક્ષિણ આફ્રિકાની નદીઓમાં ‘પિરાન્હા’ નામની માછલીઓ ૨૫ થી ૬૦ સેન્ટીમીટર લાંબી હોય છે પણ ટોળામાં હોય ત્યારે કોઈ પણ સસ્તન પ્રાણીને ઘડીકમાં મારી શકે છે. આપણા દેશમાં રાજસ્થાનના ભરતપુરમાં દર વર્ષે એક ચોક્ક્સ સમયે સાઈબિરીયાના પક્ષીઓ સ્થળાંતર કરીને આવે છે પણ દુનિયાના બધાં જ પક્ષીઓમાં સૌથી લાંબુ સ્થળાંતર કરનારા પક્ષીઓ ‘આર્ક્િટક ટર્ન’ના નામે ઓળખાય છે. તેઓ દર વર્ષે લગભગ ૩૫૦૦૦ કિમીનો પ્રવાસ ખેડે છે. મૈના (સ્ટારલીંગ) એવું પક્ષી છે જે ઝૂંડમાં હોય ત્યારે એક અલગ પ્રકારનો ગણગણાટ અને આકાશમાં પોતાની અદ્‌ભૂત પ્રત્યાયન દ્વારા જોવાલાયક ગોઠવણી કરતાં હોય છે, આ ગોઠવણીનેસ્ેદ્બિેટ્ઠિર્ૈંહર્ ક જીંટ્ઠઙ્મિૈહખ્ત એવું કહેવાય છે. કોઈ વાર સમય મળે તો યુટ્‌યુબ પર એનો વિડીયો જોઈ લેવો. વિશ્વનું મોટામાં મોટું બી કયું? સમુદ્રી નારીયેળ (કે કોકો-દે-મેર) નામના આફ્રિકી ફળના બી ૨૨ કિલોગ્રામ સુધીનું વજન ધરાવે છે. અને આ ફળને સંપૂર્ણ વિકસિત થવા ૬ વર્ષ લાગે છે. બીજી તરફ સૌથી નાનો ફૂલનો છોડ ‘ડકવીડ’ નામનો તરતો છોડ છે. સંપૂર્ણ વિકસિત અવસ્થામાં તેની ઊંંચાઈ ૦.૫ મિલીમીટર કરતાં પણ ઓછી હોય છે. નાનો તો ઠીક પણ સૌથી ધીમો છોડ કયો? મેક્સિકોમાં ઊંગતો ‘ડીઉન’ નામનો છોડ વર્ષે ૦.૭૬ મિલીમીટર જેટલો જ વધે છે. આ બધું જાણવાની મજા આવે છે ને મિત્રો?

દુનિયાના જુદા જુદા દેશોમાં અને ત્યાંના લોકોમાં અવનવી માહિતીઓ છૂપાયેલી છે. જેમ કે ભૂગોળના પુસ્તકમાં લખેલું હોય છે કે આપણા ભારત દેશમાં એક રાજ્ય એવું છે જેની બે રાજધાનીઓ છે. એ રાજ્ય છે જમ્મુ-કાશ્મીર! શિયાળામાં તેની રાજધાની ‘જમ્મુ’ અને ઉનાળામાં ‘શ્રીનગર’ એમ બે રાજધાનીઓ છે. પરંતુ દુનિયામાં એવો કયો દેશ છે જેની ત્રણ રાજધાનીઓ છે? એ છે દક્ષિણ આફ્રિકા! કેપ ટાઉન - કાયદાકીય રાજધાની, પ્રિટોરિયા - કારોબારી રાજધાની અને બ્લુમફોન્ટેન - ન્યાયિક રાજધાની! ગ્રીક લોકો એક વર્ષમાં માથાદીઠ લગભગ ૨૨ કિલોગ્રામ ચીઝ ખાઈ જાય છે. આર્કિટીક મહાસાગરમાં આવેલા રશિયન ટાપુઓમાં શિયાળામાં દૂધ પ્રવાહીરૂપે લિટરમાં નહીં પણ ઘનરૂપે બરફ બનાવીને ચોસલા સ્વરૂપે કિલોગ્રામમાં વેચાય છે.

ઉનાળામાં ૪૦ અંશ સેલ્સિયસ અને શિયાળામાં ૫ અંશ સેલ્સિયસ એવું આપણે છાપામાં વાંચીએ છીએ - પણ દુનિયામાં આજ સુધી મપાયેલું વધુમાં વધુ અને ઓછામાં ઓછું તાપમાન કેટલું? ટિફિનમાં લઈ જવાતી ‘એલ્યુમિનિયમ ફોઈલ’ એક તરફ જ શા માટે ચળકતી હોય છે? પેન્સિલથી લખેલું ભૂંસવા માટે વપરાતું રબર (ઈરેઝર) કઈ રીતે કામ કરે છે? પક્ષીઓ ૨૫૦૦૦ વોલ્ટના વાયરો પર બેઠા હોય તો એમને શા માટે ઝટકો નથી લાગતો? અરીસામાં આપણું પ્રતિબિંબ જોઈએ ત્યારે ડાબી બાજુ જમણી તરફ અને જમણી બાજુ ડાબી તરફ દેખાય છે - પણ ઉપર અને નીચે કેમ અદલાબદલી નથી થતી? પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે છે તો જ્યારે આકાશમાં વિમાન ખૂબ જ ધીમી ગતિએ આગળ વધતું હોય ત્યારે પૃથ્વીનું પરિક્રમણ કેમ દેખાતું નથી? આપણા રોજિંદા જીવનમાં કામમાં આવતા આ સવાલોના ઉત્તરો શોધવા થોડી જહેમત કરજો, મજા આવશે! જો સવાલના જવાબ મળી જાય તો બીજું એક સજેશન આપું છું. ુુુ.ટ્ઠદૃિૈહઙ્ઘખ્તેંટ્ઠર્ંઅજ.ર્ષ્ઠદ્બ આ વેબસાઈટ કોઈ રમકડાંવાળાની હોય એવું લાગે છે પણ ‘અરવિંદ ગુપ્તા’ નામના એક સાધારણ પણ ખૂબ જ હોશિયાર ઈજનેરની છે. આ અરવિંદભાઈ એટલે સાક્ષાત ‘તારે જમીન પર’વાળા નિકુંભસર! રોજબરોજના વપરાશમાં આવતાં કંઈકેટલાય ટૂકડાઓ, કટકાઓ, દિવાસળી, માચીસના ખોખા, ફૂટેલી બાટલી, તૂટેલી નળી, કૂડો-કચરો-ભંગારની વસ્તુઓને વાપરીને આ ભાઈએ બાળકો (અને મોટાઓ) માટે લાઈવ ડેમો તૈયાર કર્યા છે. દરેક ડેમોમાં એ પ્રેક્ષકોને સામાન્ય જ્જ્ઞાનના, બીજગણિતના, ભૂમિતિના, ભૌતિકશાસ્ત્રના, જીવશાસ્ત્રના, ત્રિકોણમિતિના અઘરા પ્રશ્નોનો સહેલાઈથી હલ કરવાની તરકીબ બતાવી જાય છે. ક્યારેક આપણને એવો વિચાર આવે છે કે સ્કૂલમાં ભણાવવામાં આવે એવા પાયથાગોરસનો પ્રમેય, ડાર્વિનનો સિદ્ધાંત, ન્યૂટનના નિયમો, ત્રિકોણમિતિ (સાઈન થીટા અને કૉસ થીટા) આપણા રોજિંદા જીવનમાં ક્યારેય કામ લાગતાં નથી. અને આ અરવિંદભાઈ આ બધું જ તમને રમતાં રમતાં શીખવાડી દે. ‘કચરામાંથી કંચન’ બનાવનાર આ મહારથીની વેબસાઈટ પર જીને દરેક ડેમોનો વિડીયો જોઈ શકાય છે અને એ પણ આપણી માતૃભાષામાં! ૨૦ જેટલી દેશી-વિદેશી ભાષાઓમાં આ વિડીયો વેબસાઈટ પર જોવા મળશે. હા, પણ આ બધું કરવામાં બહાર રમવાનું અને કેરીનો રસ ખાવાનું ભૂલતાં નહીં.....

ઓવર ટુ પેરેન્ટ્‌સ! બાળકને જલ્દી મોટું કરવાની આપણી ખેવનાને કારણે આપણે બાળકને સરહદમાં બાંધી દઈએ છીએ. બક્ષીબાબુ એવું કહેતાં કે ગુજરાતી પ્રજા પોતાના બાળકની ૮૦ ટકા જિંદગી પોતે જીવી દેતા હોય છે. ‘ના’ અને ‘એમ નથી કરવાનું’ આ બે શબ્દપ્રયોગોની વચ્ચે આપણે આપણા બાળકને હરતાં-ફરતાં મ્યૂઝિયમમાં ફેરવી દીધા છે. ભણીને ‘કંઈક બનવાનું’ પ્રેશરને કારણે બાળકો ડીપ્રેશનની આપ-લેમાં જીવતાં થઈ ગયાં છે. આ વેકેશનમાં તમારા બાળકને કંઈક ‘હટકે’ કરવાનું શીખવાડો અને જુઓ એનો વિકાસ! એન્જોય ધ વેકેશન!

પડઘો

પુખ્તવયના લોકો નાના બાળકોને હંમેશા પ્રશ્ન કરતાં હોય છે “મોટા થઈને તારે શું બનવું છે?” કારણ કે તેઓ પોતે કંઈક બનવાની તરકીબ શોધતા હોય છે - પૌલા પાઉન્ડસન (અમેરિકન સ્ટેન્ડ-અપ કોમેડીયન)

કલમ ૬૬-એ - ઐસી આઝાદી ઔર કહાં?

હાલમાં ‘૬૬-એ’ નામની કલમ સુપ્રિમકોર્ટે રદ્દ કરી. શું હતી આ કલમ? આ જોગવાઈ મુજબ, સંગણક સંસાધન કે પ્રત્યાયનના ઉપકરણ દ્વારા, જો કોઈ પણ વ્યક્તિઃ

(૧) કોઈ બીજી વ્યક્તિને ગેરમાર્ગે છેતરતા સંદેશ, ફોટા કે સામગ્રી અથવા

(૨) પોતાને ખોટી લાગતી હોય એવી, પણ ચીડ, અસુવિધા, ખતરો, અવરોધ, અપમાન, માનહાનિ, ફોજદારી ધાકધમકી, દુશ્મની, દ્વેષ અથવા બદદુઆના હેતુથી ફેલાવવામાં આવતી સામગ્રી કે પછી

(૩) જેમાં મોટેભાગે અપમાનજનક કે કોઈ જોખમી પાત્ર વિશે લખાયું હોય એવું

લોકો સમક્ષ લાવવાની કોઈ પણ પ્રકારની ક્રિયામાં શામેલ હશે તો એને સજા થશે. ટૂંકમાં, કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક માધ્યમથી ખોટો, આક્રમક, અપમાનજનક (કે માનહાનિ થાય એવો) કે પછી વિવાદ પેદા કરે એવો સંદેશ કોઈને મોકલવો કે સોશિયલ-મિડીયા પર પ્રસારિત કરવો કે ફેલાવવો કાયદાની દ્રષ્ટિએ ગુનો છે. આવું કરનારને રૂપિયા પાંચ લાખના દંડ સાથે ત્રણ વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ હતી. (આમાં ફેસબુક-ટ્‌વિટર-વ્હોટ્‌સ ઍપ-બ્લોગ બધું આવી ગયું. ) આમ જોવા જીએ તો આ કાયદો ભારતની લોકશાહી વિરૂદ્ધ હતો.

આ કલમ હેઠળ ધરપકડ થયેલા થોડા કેસ મગજ-વગાં છે. મુંબઈમાં કાર્ટૂનિસ્ટ અને શિવસેના પ્રમુખ બાલ ઠાકરેના અવસાન પછી તરત જ આખું મહારાષ્ટ્ર લગભગ સ્વૈચ્છિક રીતે બંધ થઈ ગયું હતું. આ મામલે મુંબઈની નજીક આવેલા પાલઘરમાં એક ૧૨મા ધોરણની વિદ્યાર્થીનીએ ફેસબુક પર પોસ્ટ કર્યું કે “આવા તો કેટલાય નેતાઓ મરે છે. એમાં મહારાષ્ટ્ર બંધ રાખવાની શી જરૂર છે?” આ પોસ્ટ તેની એક સખીએ લાઈક કર્યું. બસ, આટલી વાત અને હોબાળો મચ્યો. પોસ્ટ કરનારી છોકરીના અંકલને ત્યાં અને સાઈબર-કેફેમાં ઘુસણખોરી અને તોડફોડ થઈ. લખનાર અને લાઈક કરનાર બંને છોકરીઓની ધરપકડ કરવામાં આવી. ઓક્ટોબર ૨૦૧૨માં ‘પી. ચિદમ્બરમ’ના પુત્ર કાર્તર્ી વિશે ટ્‌વીટ કરનાર ‘ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ભારત’ ચળવળના એક સભ્ય ‘રવી શ્રીનિવાસન’ની પણ પુદ્દુચેરી પોલિસે કલમ ૬૬-એ હેઠળ ધરપકડ કરેલી. ટ્‌વીટર પર રવીએ લખેલું કે “કાર્તી ચિદમ્બરમની મિલકત રોબર્ટ વાડરાની મિલકત કરતાં પણ વધુ છે. અને સાથે જ એક તામિલભાષી હોવાના નાતે પી. ચિદમ્બરમને રાષ્ટ્રીય રાજનીતિમાં મોકલવા બદ્દલ મને દુઃખ થાય છે.” અભિવ્યકિતની સ્વતંત્રતાને કારણે જ કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીએ સંસદનું કાર્ટૂન તૈયાર કર્યું અને જેલભેગા થયા. બીજી તરફ ‘દીદી’ વિશેનું કાર્ટૂન પોસ્ટ કરીને જાદવપુર યુનિવર્સ્િાટીના પ્રોફેસર અંબિકેશ મોહપાત્રાની પણ ધરપકડ થયેલી. તાજેતરમાં જ એક છોકરાની ફેસબુક પર સમાજવાદી પાર્ટીના નેતા ‘આઝમ ખાન’ વિરૂદ્ધ પોસ્ટ કરવા બદ્દલ ધરપકડ કરવામાં આવી હતી. અહીં સવાલ એ થાય કે આ કલમ પર આટલો બધો વિવાદ શા માટે? કારણ કે આ કલમનો રાજકીય દુરૂપયોગ થઈ રહ્યો હતો. પોલીસ મન ફાવે એ રીતે ધરપકડ કરી રહી હતી - આ જ કારણથી સુપ્રિમ કોર્ટે ૨૦૧૩ના મે મહિનામાં એક એડવાઈત્રી ‘૭૯(૩)(બી)’ નામની કલમ પ્રસિદ્ધ કરી હતી. જેનો ઉપયોગ મધ્યસ્થી જવાબદારી તરીકે થતો હતો. ‘૭૯(૩)(બી)’માં કોર્ટનો ઓર્ડર કે પછી સરકારી સૂચનાપત્ર સિવાય કોઈપણ સામગ્રી હટાવાય નહીં. એમાં લખ્યું હતું કે આઈજી કે ડીસીપી જેવા ઉચ્ચ અધિકારીઓની મંજૂરી સિવાય આ કલમ હેઠળ કોઈની ધરપકડ કરવી નહીં. પણ હવે કલમ ‘૬૬-એ’ સાથે ‘૭૯(૩)(બી)’ પણ સુપ્રીમ કોર્ટે હટાવી લીધી.

હવે આ કાયદો નાબૂદ થયો છે. સારૂં! તો શું ‘૬૬-એ’ ના હટવાથી ઈન્ટરનેટ પર બોલવાની પૂરી અને બેફામ આઝાદી મળી જાય છે? શું ઈન્ટરનેટ પર લખાયેલું દરેક લખાણ અનિયંત્રિત રહેશે? ના! ભારતમાં વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્‌ય છે પણ સ્વતંત્ર અભિવ્યક્તિ સામે માનહાનીને લગતાં કાયદા પણ છે જેના દ્વારા ઈન્ટરનેટ પરની આઝાદીને ચાળણીની જેમ ચાળી શકાય છે. દા.ત. ‘૬૬-ઈ’ (કોઈની પ્રાયવસી કે ગોપનીયતાનું ઉલ્લંઘન), ‘૬૭’ (અશ્લીલ સામગ્રીનું પ્રસારણ), ‘૬૭-એ’ (જાતીય સામગ્રીનું પ્રસારણ), ‘૬૭-બી’ (બાળ પોર્નોગ્રાફી), તથા સાયબર કેફેમાં વેબસાઈટ માટે ફિલ્ટર કે નિસ્પંદક વાપરવાની કલમ! કલમ ‘૬૬-એ’ સુપ્રીમ કોર્ટે હટાવી લીધી પણ કોઈ વેબસાઈટ બ્લોક કરવા માટે વપરાતી ‘૬૯-એ’ હજી અડીખમ છે. જે કામ ‘૬૬-એ’ નહોતું કરી શક્યું એ કામ કરવા માટે ઘણી બીજી કલમો છે જે કોઈપણ અભિવ્યક્તિનો ઉદ્દેશ અને એના ઘટકોનું નિયંત્રણ કરે છે. કુદરતી ન્યાય મુજબ સરકારી અને કાનુની ઘટકો હજુ પણ કોઈના ભાષણનું દોષશોધન (સેન્સરશીપ) કરી શકે છે, એ પણ કોઈ જ પ્રકારની શરતચૂક કે પારદર્શકતા વગર! કોઈપણ રાજ્ય તરફ તિરસ્કાર કે અસંતોષ દર્શાવનારી ભાષા કે વાણીને અટકાવનારા નિયમને માટે કલમ ‘૧૨૪-એ’માં ‘રાજદ્રોહ’ તરીકે વ્યાખ્યાયિત થયું છે. કલમ ‘૧૫૩-એ’ ના સંદર્ભમાં ધર્મ/વર્‌ણ/જાતિ/જન્મસ્થળ/ભાષાના આધારે કોઈ પણ સમૂહો કે લોકો વચ્ચે દુશ્મની કરાવવી ગુનાપાત્ર છે. રાષ્ટ્રીય એકતાના સંદર્ભમાં હાનિકારક કલંક કે લાંછન કે દાવા પણ કાયદાથી ગુનાપાત્ર ગણાય (કલમ ‘૧૫૩-બી’). આ સિવાય થોડાં-ઘણાં વાણી પરના પ્રતિબંધ લોકોની ગોપનીયતા અને પ્રતિષ્ઠા જાળવવા માટે પણ વપરાય છે જેમ કે કલમ ‘૨૨૮’ દ્વારા કોઈ સંવેદનશીલ મુકદ્દમામાં ભોગ બનેલા માણસની ઓળખાણ છૂપાવવી કે કોઈ નારીની મર્યાદાનું ઉલ્લંઘન કરવું (કલમ ‘૫૦૯’). ટૂંકમાં બદનક્ષી કે બદનામી (‘કલમ ૪૯૯’) અને નિવેદન-અફવા કે ખોટા અહેવાલો દ્વારા કોઈ જાહેર તોફાન કરવું (કલમ ‘૫૦૫’) એ હજુ પણ ગુનાપાત્ર છે. અને હા, ૨૦૧૩માં સાયબરથી થતી છેતરપીંડી પણ ઉમેરાઈ ગઈ છે. મૂળ વાત એ છે કે જનતા જનાર્દનને વધુમાં વધુ છૂટ જોઈએ છે અને સરકારને એવું લાગે છે કે પબ્લીક જેટલી કંટ્રોલમાં રહે એટલું સારૂં.

ચાલો, ઈન્ટરનેટમાં ‘૬૬-એ’ જોગવાઈ હટી ગઈ એટલે દોષશોધન કદાચ ઓછું થાય પણ ટી.વી. અને સિનેમાના માધ્યમનું શું? થોડાં દિવસો પહેલાં બી.સી.સી.સી. (બ્રોડકાસ્ટ કન્ટેન્ટ કમ્પ્લેન્ટ્‌સ કાઉન્સીલ)માં એક ફરિયાદ આવી કે ફલાણી ચેનલ પર અમારા દેશના ઝંડાનો કલર અનુચિત હતો અને એનાથી અમારી રાષ્ટ્રભક્તિને લાગી આવ્યું. એક કાર્ટૂનમાં નાનું બાળક કોઈ કપડાની દુકાનમાં ચેન્જીંગ રૂમમાં પી-પી કરી ગયું એ જોઈને એક છ વર્ષના બાળકના મનમાં આ વાત ઘર કરી ગઈ. ટી.વી. પરના એક ક્વીઝ શોમાં ’કોહિમા’ના ભૌગોલિક સ્થાન વિશે પ્રશ્ન પૂછાયો એમાં વળી ત્યાંના એક રહેવાસીને કોહિમાની ભૌગોલિક-રાજનૈતિક ચિંતાઓ થવા લાગી અને માઠું લાગ્યું. એક સીરીયલમાં કોઈ કલાકારે કાર્ડિયાક સર્જનનો રોલ કર્યો એ જોઈને એક ડોક્ટર ક્રોધિત થયા કે એ કલાકાર આ પ્રકારનો રોલ કરવા માટેની લાયકાત નથી ધરાવતાં. આ રીતે ૨૦૧૪ના વર્ષમાં ઈન્ડીયન બ્રોડકાસ્ટર્સ ફાઉન્ડેશન (આઈ.બી. એફ.)ને મળેલી ફરિયાદોમાંથી લગભગ ૧૫૯૫ જેટલી ફરિયાદોમાં પત્ની સાથે ગેરવર્તન, સાસરિયાપક્ષની સાથે દુર્વ્યવહાર કરવો, આજ્જ્ઞા ન માનનારૂં કાર્ટૂન બાળક, ભૌગોલિક ભૂલ, અશોભનીય ભાષા...આવા મુદ્દાઓ પર હતી. આપણને ઈન્ટરનેટ પર બોલવાની આઝાદી જોઈએ છે પણ ટી.વી.ના પડદે કંઈક આડુઅવળું દેખાય જાય તો દેકારો કરવાનો - આ છે આપણું ડબલ સ્ટાન્ડર્ડ. ‘એ.આઈ.બી. રોસ્ટ’ના વિડીયો યુટ્‌યુબ પરથી કાઢવા માટે કંઈકેટલાયે જોર કર્યું પણ પહેલા પોતે ઓછામાં ઓછા એકવાર એ વિડીયો જોયો જ હશે.

આપણો સમાજ ધીમે ધીમે વધુ ને વધુ અસહિષ્ણુ બનતો જાય છે. લાગણી દુભાઈ જવાનું બહુ સામાન્ય બની ગયું છે. આપણે અને આપણી માનસિકતા એટલી નાજુક થઈ ગઈ છે કે કોઈપણ નજીવી બાબતો પર આપણે અભડાઈ કે અકડાઈ જીએ છીએ. ફેસબુક પર કમેન્ટ કરતા કરતા લડી પડે, અપશબ્દો બોલવા માંડે - એવા લોકો પણ મેં જોયા છે. ‘કોણે શું ટ્‌વીટ કર્યું?’ એ આજકાલ ન્યુઝ ફોકસ બની ગયું છે. થોડા સમય પહેલાં અમેરિકાના કેન્યી વેસ્ટે પોતાની પત્ની કિમના ૩૦મા જન્મદિને ઈરોટિક-અર્ધનગ્ન ફોટાઓ ટ્‌વીટર પર મૂકીને બંને પતિ-પત્ની લોકોની નજરમાં આવી ગયા. એ પહેલાં શેનાઝ ટ્રેત્રીવાલા નામની અદાકારા(??)એ દેશમાં થતાં બલાત્કારો વિષય પર એક ખુલ્લો પત્ર લખીને સોશિયલ મિડીયામાં નામના મેળવી હતી. તાજેતરમાં દીપિકા પાદુકોણે ’માય લાઈફ, માય ચોઈસ’ વાળો વિડીયો બહાર પાડયો (કદાચ પોતાની આવનારી ફિલ્મ માટે લોકો તરફથી સહાનુભૂતી મેળવવાના બહાને). એ પછી એક ભારતીય કિશોરીએ પોતાના ’ઉન દિનોં’ વખતનો પોતાનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર મૂકીને લોકોનું ધ્યાન આકષ્ર્િાત કર્યું હતું. જ્યારથી આ જાતભાતની સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ્‌સ શરૂ થઈ છે ત્યારથી એક વાત તો મનમાં ડગલે ને પગલે ટકોરા કરે છે કે દરેક માણસ કશુંક કહેવા ઈચ્છે છે અને સાથોસાથ એ પણ ઈચ્છે છે કે મને કોઈ સાંભળે.

આપણને ભલે એમ થતું હોય કે ‘ઐસી આઝાદી ઔર કહાં?’ પણ આઝાદી હંમેશા જવાબદારી લઈને આવે છે. સ્કૂલમાં ભણાવતી વખતે શિક્ષકને બાળક કરતાં વધુ બોલવાની આઝાદી હોય છે પણ સાથે સાથે જવાબદારી પણ વધુ હોય છે. વિદ્યાર્થીઓ સામે ‘શું બોલવું’, ‘કેવું બોલવું’ અને ‘શું ન બોલવું’ એનું ભાન શિક્ષકે રાખવું પડે છે. ‘હું ગુજરાતી’ મોબાઈલ મેગેઝીનમાં અમે લખીએ ત્યારે અમને વિષયની કોઈ પાબંદી નથી હોતી (સિવાય કે આવનારા અંકનો કોઈ થીમ હોય). એવી આઝાદી છે પણ એ સાથે અમારી મોટી જવાબદારી છે કે શું લખવું અને શું ન લખવું. ‘મીઠા બોલો, કમ બોલો, સત્ય બોલો’ આ ક્વોટ નાનપણથી સાંભળ્યું છે. મંદિરોની દિવાલો પર લખેલું હોય, સ્કૂલમાં સુવિચાર શ્રેણીમાં લખેલું હોય, આપણા ઘરોના દરવાજા પર આવું લખેલા સ્ટીકર ચોંટાડેલા હોય - પણ આચરણમાં કેટલા લે છે? વાણી સ્વાતંત્ર્‌યની પિપૂડી વગાડનારાઓને એ ખબર નથી રહેતી કે ‘બોલવું’ એ બેધારી તલવાર છે. ‘બોલે એના બોર વેંચાય’ એ સાચું પણ ‘ન બોલવામાં નવ ગુણ’ એ વાત પણ ખોટી નથી. હમણાં ભાજપના નેતા િ ગરીરાજ સિંહે સોનિયા ગાંધીના ગૌરવર્ણ પર ટિપ્પણી કરી. એ પહેલા ‘રામ-ઝાદે’ અને ‘હરામ-ઝાદે’ શબ્દો વાપરીને યુનિયન મિનિસ્ટર સાધ્વી નિરંજન જ્યોતીએ પણ સળી કરી હતી. બલાત્કાર માટે છોકરીઓના ટૂંકા કપડા જવાબદાર છે, હિંદુ સ્ત્રીઓએ ચાર બાળકોને જન્મ આપવો જ - આવા ઢંગધડા વગરના, છાપાઓની હેડલાઈન બનવા માટેના, અવનવાં નિવેદનો કરવા અને બેધડક બોલવું ખૂબ સામાન્ય બની ગયું છે. આવા ‘વાણી સ્વાતંત્ર્‌ય’ (??) વિરૂદ્ધ સ્પેશિયલ કલમ નહીં હોય એટલે આઝાદી મળે છે અને નેતાઓ જવાબદારી ભૂલી જાય છે.

ખરેખર તો કોઈ પણ કાયદાઓ લાગુ પડે પણ માણસના શબ્દોને કોઈ રોકી શકતું નથી. કહેવત છે કે ‘ચડે પડે જીભ વડે જ માનવી!’ મનની ગલીમાં શબ્દોની અવરજવર સતત ચાલુ જ હોય છે. ત્યાં સાઈલેન્સ ઝોન હોતું નથી. આપણા મનના ગોદામમાં શબ્દો કંઈક ને કંઈક ઠાલવી જાય છે - કેટલાક પ્રેમ તો કેટલાક દ્વેષ! કેટલાક શાંતિ તો કેટલાક ઉદ્વેગ! કેટલાક બફારો તો કેટલાક ટાઢક! ક્યારેક ઉત્સવનો ઉત્સાહ તો ક્યારેક બેસણાની ઉદાસી! શબ્દ નિરાકાર પણ છે અને ઓમકાર પણ છે. શબ્દો ઝઘડા કરાવે અને સમાધાન પણ કરાવે. શબ્દ કલા પણ છે અને બલા પણ છે. શબ્દમાં શાંતિ છે, શબ્દમાં ક્રાંતિ છે. શબ્દ બાણ પણ છે, પરિમાણ પણ છે. શબ્દો પૂર્ણ છે, સુકાયેલ પર્ણ છે. તુકારામ મહારાજ એવું કહેતા કે અમારા ઘેર શબ્દો જ અમારા રત્નો છે. શબ્દો અમારા શસ્ત્રો છે અને અમારૂં જીવન પણ શબ્દો જ છે. શબ્દોને વેડફનારા એ ભૂલી જાય છે કે શબ્દોની સાધના જ સમય જતાં સન્માન અપાવે છે. ‘ક્યાં શું બોલવું’ - એ જો આપણને ખબર પડી જાય તો ૫૦% થી વધુ ઝઘડા, મૂંઝવણ અને ગોટાળા ના થાય.

પડઘોઃ

ન્ીજજ ૈજ ર્દ્બિી, ુરીહ ૈં ર્ષ્ઠદ્બીજ ર્ંર્ ુઙ્ઘિજ ટ્ઠહઙ્ઘ મ્ૈૌહૈ ર્ઉર્ઙ્ઘઅ છઙ્મઙ્મીહ (શબ્દો અને બિકિનીની વાત આવે ત્યારે જેટલું ઓછું એટલું વધારે! - વુડી એલેન)