Manushy ane ishvar kon konu in Gujarati Motivational Stories by Mahesh books and stories PDF | મનુષ્ય અને ઈશ્વર કોણ કોનું

The Author
Featured Books
Categories
Share

મનુષ્ય અને ઈશ્વર કોણ કોનું

મનુષ્ય અને ઈશ્વર

કોણ કોનું ?

અહીં જે કઈ પ્રસંગ વર્ણવેલ છે એક લેખક ના પ્રત્યક્ષ અનુભવો નો નિરૂપણ છે તેમજ તેમના અંગત વિચારબિંદુ છે. લેખક ની ભાવના કોઈ વ્યક્તિ, કે સમાજની લાગણી દુભાવવાની નથી.

પ્રકરણ:૧

મહાશિવરાત્રી નો એક પ્રસંગ છે.

સવારે મારી દીકરી ની ઉઠવાની રાહ માં સમાચાર પત્ર અને ટી.વી. ના દરેક સમાચાર જોઈ લીધા !

“મારી દીકરી ઉઠે એજ મારી સવાર ! ” એવો ખતરનાક નિયમ બની ગયેલ છે !

અંતે, મારી સવાર થઇ અને પછી અમે ત્રણેય જણ મહાદેવ ના મંદિરે જવાનું નક્કી કર્યું. શરૂઆતી દર્શન બાદ અમે એક દ્રશ્ય જોયું જેમાં એક મોટા શિવલિંગ આકાર પાત્ર માં બરફ જમાવેલ હતો અને તેના કારીગરો એ લિંગ ને બહાર કાઢી અને શિવલિંગ ના શણગાર માટે તૈયાર કરી રહ્યા હતા. કારીગરો કોણ હતા, કઈ જ્ઞાતિ ના હતા અને ક્યાંથી આવ્યા હતા એ પણ અમને ખબર ના હતી ! એ ફક્ત સરળ કામદાર હોય એવું લાગ્યું ! તેમને પગમાં પગરખા પહેરેલ હતા અને હાથ માં બરફ ને આકાર આપવા માટે લોખંડ ના હથિયાર હતા અને તેઓ શિવલિંગ નો આકાર બનાવામાં અને અમે એ જોવા માં મશગુલ હતા. આ રસપ્રદ પ્રવૃત્તિ માં અમે પણ પગરખાં પહેરીને જ ઉભા ભગવાન બનવાની રાહ જોઈ રહ્યા હતા ! અંગત રીતે મારા માટે આ પ્રવૃત્તિ બહુજ કુતુહલરૂપ હતી અને તેની સાથે મન માં એક ગડમથલ પણ થઇ રઈ હતી કે કોણ બની રહ્યું છે !!!

અંતે શિવલિંગ બનવાની અને તેની સ્થિર રાખવાની પ્રક્રિયા પૂરી થઇ અને કારીગરો એમનું કામ પતાવી ને ત્યાંથી વિદાય લીધી. સંસ્થા ના વડીલો એ શિવલિંગ ને ફૂલો ની હારમાળા પહેરાવી અને કંકુ તિલક કર્યા. ધાર્મિક પરિપ્રેક્ષ્યમાં માં કહિયે તો વિધિવત પધરામણી થઇ. બધાને હવે દુર થી દર્શન કરવાની અને પગરખાં બહાર ઉતારવાની સુચના મળી. મેં ફોટોગ્રાફી કરી ને દર્શન નો આનંદ લીધો. કેટલા અદભૂત ભગવાન ની રચના એક સામાન્ય માણસે કરી લીધી એ પણ ૧૦-૧૫ મિનીટ માં કે ભક્તો દર્શન કરીને ધન્ય થવા લાગ્યાં.

પંદર મિનીટ પહેલા પાણી માંથી બનેલ બરફ હવે ૩ કે ૪ કલાક માટે ભગવાન નું સ્વરૂપ હતો !

પછી કદાચ એ બરફનું પાણી માં રૂપાંતર થવાનું હતું અને એ પાણી ફૂલ-ઝાડ ને મળવાનું હતું એવું મારું માનવું હતું. એ પ્રક્રિયા સુધી અમે રોકવાના ન હતા. એટલે આ ફક્ત મારી પરિકલ્પના હતી.

વાર્તા અહી પૂરી નથી થતી....!

ઘેર ગયા અને દૈનીક પ્રવૃત્તિ માં બધા જોતરાઈ ગયા. મારી હૃદય અને મગજ એક તોફાની વાટાઘાટ કરી રહ્યું હતું કે:

  • “કોણ કોને બનાવે છે ? માણસ ભગવાન ને કે ભગવાન માણસ ને ?”
  • “કોણ કોનું ? માણસ નો ભગવાન કે ભગવાન નો માણસ?”
  • મારો ઉદેશ્ય આસ્તિકતા કે નાસ્તિકતા સિદ્ધ કરવાનો નથી અથવા એમ કહું કે હું તો ભગવાન માં બહુ માનવા વાળો માણસ છું.

    જોગાનું જોગ મારી પત્ની અને મારી દીકરી ની પણ ઈચ્છા થઇ કે આપણે પણ આવું શિવલિંગ બનાવવું અને મને પણ એમાં રસ પડ્યો ! ફ્રીઝ ને ફ્રીઝર મોડ માં ફેરવી,લિંગ આકાર ના પાત્ર માં બરફ મૂકી અને અમે સિનેમા જોવા નીકળ્યા.

    રાત્રે આવ્યા એટલે બરફ તૈયાર હતો. મારી અને મારી પત્ની એ ભગવાન બનાવવાનું શરુ કર્યું અને મેં ફોટોગ્રાફી નો મારો રોલ ભજવ્યો ! ભગવાન ની વિધિવત પધરામણી થઇ, આરતી અને ભજન થયા.

    અદભૂત અને દિવ્ય શિવલિંગ હતું અને અમે અમારા આ નવા પ્રયોગ થી ખુશ હતા અને ધન્યતા અનુભવતા હતા !

    મેં મારી દીકરી સાથે હળવી મજાક પણ કરી કે “જો આ શિવલિંગ સવાર સુધી રહે તો હું તને પાર્ટી આપીશ !” એ બંને મારાથી વધારે શ્રદ્ધાળું છે એટલે એમને વિશ્વાસ હતો કે પાર્ટી તો એમને જ મળશે અને હું રહ્યો વિજ્ઞાન નો માણસ એટલે હું આવું માનતો હતો કે જેટલું નમક વધારે હશે એટલો બરફ ઓછો પીગળશે !

    ફરીથી સ્પષ્ટતા કરી દઉં કે ધાર્મિક લાગણી દુભાવવી કે એક દૈવ્ય સ્વરૂપ ને અવગણવું એ મારો ઉદેશ્ય નહોતો !

    સવાર થઇ અને પાત્ર માં પાણી હતું અને એ પાણી તુલસી ના પવિત્ર છોડ માં ગયું. મેં કરેલી પરીકલ્પના સિદ્ધ થઇ. સવાલ જે હતા એજ રહ્યા !!!!

    વાર્તા અહી પુરી થતી નથી .......

    કેટલી સરસ પ્રક્રિયા થઇ !!

    નગરપાલિકા નું પાણી ઘર ના ટાંકા માં આવ્યું, ફિલ્ટર થયું, પાત્ર માં ગયું, ફ્રીઝ માં ગયું અને એનો બરફ બની એને શિવલિંગ નો આકાર ધારણ કર્યો. અંતે શિવલિંગ મંદિર માં ગયું અને ભગવાન બન્યું !

    “મહિમા તમારો નહિ તમારા સ્થાન નો છે !” એ વાક્ય અહી સિદ્ધ થયું.

    બહુંજ ખુલ્લા મને અને શ્રધ્ધા – અંધશ્રદ્ધા થી પર રહી ને વિચારીએ તો સમજાશે કે કેટલી સરસ કલ્પના છે આ વિશ્વ ની, આ ઈશ્વર ના સ્વરૂપ ની, ઈશ્વર ની પરીકલ્પના ની અને આપના સામાજિક દ્રષ્ટિકોણ ની !

    ઈશ્વર એક એવું તત્વ છે જે સમજવાનો અને સાબિત કરવાનો વિષય નથી, મારા મતે ઈશ્વર માણવાલાયક તત્વ છે, આપણા પોતાના જ વિચારો છે તેમજ આપણું પોતાનું જ દ્રષ્ટિબિંદુ છે. ઈશ્વર એક એવી કલ્પના છે જે આપણ ને આ વિશ્વ સમાજ સાથે જકડી રાખે છે. ઈશ્વર ના ઘણા પ્રકારો છે અને ઘણી પરિકલ્પના ઓ છે છતાં પણ વાર્તા નો સાર હું એટલો જ આપીશ કે ઈશ્વર ને આપણે બનાવીએ છીએ. દરેક ના મંતવ્ય ભિન્ન હોઈ શકે પરંતુ આ ચર્ચા નો મારો અંગત સાર એજ છે કે ઈશ્વર એ આપણી બનાવેલી એક કલ્પના નું વિશ્વ છે.

    કદાચ અંતિમ ચરણ માં હું મારા વિચારો શબ્દો માં ઢાળવામાં અસમર્થ હોઉં એવું અનુંભવી રહ્યો છું છતાં પણ હું એટલું ચોક્કસ કહીશ કે દરેક ના પોતાના ઈશ્વર હોય છે અને એ ઈશ્વર ને પુજવાનો વ્યક્તિગત અધિકાર પણ છે. આપણે ઘણા વાક્યો સાંભળતા હોઈએ છે કે –

    “સચિન તેંદુલકર ક્રિકેટ નો ભગવાન છે !”

    “મારા પપ્પા મારા માટે ભગવાન છે કે ભગવાન સમાન છે”

    સારાંશ એ થયો કે એક ક્રિકેટર માટે કે આપણા માટે તેંદુલકર અતુલ્ય છે અને એણે એટલી ઉંચાઈ હાશિલ કરી છે માટે તે ઈશ્વર છે...! અથવા તો મારા પપ્પા એ મારા માટે એટલું બધું કર્યું છે, એટલો ભોગ આપ્યો છે તેમજ એટલા સારા છે માટે તે મારું ઈશ્વરીય તત્વ છે.

    આપણે પણ કોઈક ના ઈશ્વર હોઈ શકીએ – બની શકીએ...! એક શિક્ષક તેના વિદ્યાર્થી નો ઈશ્વર બની શકે; એક માતા તેના પુત્રો ની ઈશ્વર બની સકે;એક ડોક્ટર એક દર્દી નો ઈશ્વર બની શકે;કુટુંબ નો વડીલ આખા કુટુંબ નો ઈશ્વર બની શકે !

    સવાલ એ છે કે ઈશ્વર બનાય કેવી રીતે? કોઈ પ્રક્રિયા ખરી? ઈશ્વર ને બનાવે કોણ? શું ખરેખર માણસ જ ઈશ્વર નો કર્તા છે? ઈશ્વર નું વાસ્તવિક નિરૂપણ શું?

    આનાં જવાબો.....! પછીનાં પ્રકરણમાં .....! ચાલો તો મળીયે પછી......