Aakhari sharuaat - 6 in Gujarati Love Stories by ત્રિમૂર્તિ books and stories PDF | આખરી શરૂઆત 6

Featured Books
Categories
Share

આખરી શરૂઆત 6

( ઓમ અને અસ્મિતાની દોસ્તીની નવી શરૂઆત અને બંને વચ્ચે ડીલ થઈ ટીફીન અને સ્ટેશન ડ્રોપની. અસ્મિતા મકાઈના કારણે ટ્રેન ચૂકી ગઈ અને .. )

અસ્મિતા એ વાતથી અજાણ હતી કે આદર્શ પણ આજે એની સાથે એજ ટ્રેનમાં આવવાનો છે. ઓમ અને અસ્મિતા સ્ટેશન પહોંચી ગયા હતા અને અસ્મિતા મકાઈના કારણે ટ્રેન ચૂકી ગઈ હતી. અસ્મિતા જોશમાં વરસાદમાં તો પલળી હતી અને ઉપરથી એને શરદી તો હતી જ.તે ઠુંઠવાતી હતી અને બંને હાથ ઘસી રહી હતી.ઓમે તેને જોઇ કહ્યું "પલળો હજી! ખાઓ મકાઈ અને પછી હાથ ઘસો ઠંડીમાં...! હું આવું છું તું અહીં જ ઊભી રહેજે" કહી ઓમ કશે જતો રહ્યો . એટલામાં આદર્શ દોડતો દોડતો પ્લેટફોર્મની અંદર દાખલ થયો. તે અને ઓમ સામ-સામેથી જ પસાર થયા.!!!અસ્મિતાએ આદર્શને જોઈ લીધો."આદર્શ... આદર્શ "અસ્મિતાએ બુમ પાડી. ફાફા મારતા મારતા આદર્શને છેવટે અસ્મિતા દેખાઈ."તું અત્યારે અહીં તારી ટ્રેનતો એક કલાક પહેલાં હોય છે ને?" આદર્શે આશ્ચર્યથી પૂછ્યું. "હા પણ આજે મોડું થઈ ગયું અને તું અહીં?" અસ્મિતાએ પણ સામે પ્રશ્ન પૂછ્યો. "હું પણ અમદાવાદ જ આવું છું!” કહીને આદર્શ આગળ બોલવા જતો હતો ત્યાં ઓમ આવી પહોંચ્યો અને પોતાનું બ્લેઝર અસ્મિતાને આપતા કહ્યું" લો મૅડમ આ પહેરી લો નહી તો ઠુંઠવાઈને ઠરી જશો!.."બહુ સારું પણ મને એની જરૂર નથી. " અસ્મિતાએ ઓમ તરફ કુત્રિમ હાસ્ય વેરતા કહ્યું."વધારે નાટક રહેવા દે અને ચૂપચાપ પહેરી લે આ." " એની કોઈ જરૂર નથી ઓમ""એ તો મને ખબર છે"છેવટે અસ્મિતાએ બ્લેઝર પહેરી લીધું અને તેનું ઠૂઠવાવવાનુ ઓછું થયું. આદર્શને થયું'તો આ છે ઓમ કે જેના વખાણ કરતાં અસ્મિતા થાકતી નથી.'અસ્મિતાની નજર આદર્શ પર પડતાં“ઓહ સોરી હું તમારી ઓળખાણ કરાવવાની જ ભૂલી ગઈ! આદર્શ આ છે ઓમ સર મારા બોસ કમ ફ્રેન્ડ સર આ છે આદર્શ મારો ફ્રેન્ડ કમ એક્સ-ટ્રેનમેટ" ટ્રેનમેટ આ શું છે? અસ્મિતા હસીને બોલી "એક્ચુલી અમે બે-ત્રણ મહીના ટ્રેનમાં સાથે આવજા કરતા હતા પણ હવે એ સુરતમાં જ રહે છે.ઓમ અને આદર્શે ફોર્મલ શેકહેન્ડ કર્યું. એટલામાં ટ્રેનનો અવાજ સંભળાયો. ત્રણેયનુ ધ્યાન ટ્રેન તરફ ગયું અને ઓમને બાય કહી બંને ટ્રેનમાં બેઠા. જ્યાં સુધી ટ્રેન ગઈ નહીં ત્યાં સુધી ઓમ પણ ગયો નહીં એ બંનેએ બારીમાંથી જોયું. આદર્શ બહું ખુશ હતો ઘણા સમય બાદ બંને ટ્રેનમાં સાથે અને એકલા જઈ રહ્યા હતા એને મન તો ટ્રેન જાણે થંભે જ નહીં અને ચાલતી જ રહે...આદર્શે વાતચીત ચાલુ કરી"તારા બોસ સારા કહેવાય નહી તને છેક અહી મૂકવા આવ્યા" "અરે એ બોસ જેવું રાખતા જ નથી એ મારા ફ્રેન્ડ છે અને બહુ સારા છે."આદર્શને મનમાં તો જાણે અગ્નિ સળગી ઉઠયો પણ ચહેરા પર જણાવવા દીધું નહીં. હવે તેણે નક્કી કરી લીધું આખા રસ્તામાં ઓમની વાત છેડવી જ નહીં."બાય ધ વે તું અમદાવાદ કેમ જાય છે તે તો સુરતમાં જ ઘર રાખ્યું છે ને?"હું ઓફિસમાં હતો ત્યારે કાકીનો અમદાવાદથી ફોન આવ્યો હતો. આદર્શે બધું કહી સમજાવ્યું. અસ્મિતાને શરદી હતી તેથી માથું ભારે લાગતું હતું અને ઊંઘ જ આવ્યા કરતી હતી આદર્શ અસ્મિતાને જોયા કરતો હતો. અસ્મિતાની આંખ લાગી હશે ત્યાં જ તેનો બાજુમાં પડેલો ફોન વાઇબ્રેટ થયો અને આદર્શ જુએ છે તો ઓમનો કોલ હોય છે મોઢું બગાડી આદર્શે ફોન કટ કરી દીધો . હજુ થોડી વાર થઈ હશે ત્યાં જ અચાનક ટ્રેન ઉભી થઈ જતાં અસ્મિતા જાગી જાય છે, આદર્શતો જાગતો જ હતો બંને જુએ છે તો બરોડા આવ્યું હોય છે. દરેક સ્ટેશનની જેમ ફેરિયાની ચડ-ઉતર ચાલુ થઈ ગઈ. એટલામાં એક મકાઈ વાળો આવ્યો.મકાઈવાળો જોઈ આદર્શ બે મકાઈ એવું કહે છે "ના.. ના મારે નથી ખાવી આદર્શ" "કેમ? અત્યારે તો મજા આવે." "સાંજે જ ઓમ સાથે બે મકાઈ ખાધી એના ચક્કરમાં તો ટ્રેન મિસ થઈ ગઈ અને લેટ થઈ ગયું " અસ્મિતા હસી રહી હતી. ઓમનું નામ સાંભળી આદર્શને ફરી અણગમો થયો પણ તો ય તારે મને કંપની આપવા ખાવો જ પડશે “ભાઈ બે મકાઈ આપો.” મકાઈવાળો ભાઈ પણ આ વાતચીત સંભાળી મનમાં હસી રહ્યા હતા. અસ્મિતાએ આખરે આદર્શની જીદના કારણે ના ન પાડી. આદર્શે નવી જનરેશનના રોગના લીધે સેલ્ફી લીધી. બંને વાતોએ વળગ્યા હજુ અમદાવાદ સ્ટેશનને વાર હતી ત્યાં જ અસ્મિતા પર એની મમ્મીનો મેસેજ આવ્યો 'બેટા આજે અમદાવાદમાં પણ વરસાદ છે તો સાચવીને આવજે પપ્પા લેવા આવતા પણ એ કામથી રાજકોટ ગયા છે'. 'કાંઈ વાંધો નહીં હું નાની નથી આવી જઇશ જાતે મમ્મી.. આદર્શે નક્કી કરી લીધું કે એ અસ્મિતાને ઘર સુધી મૂકવા જશે પછી જ કાકીના ઘરે જશે એથી એ વધારે સમય સુધી અસ્મિતા સાથે રોકાઈ શકશે.છેવટે સ્ટેશન આવતા બન્ને ઉતર્યા. અસ્મિતા આદર્શને બાય કહી જવા લાગી ત્યાં જ આદર્શે કહ્યું “અરે હું પણ એ સાઇડ જ આવું છું તને ડ્રોપ કરી દઈશ. પણ તારે તો બીજી તરફ.." પણને બણ કઈ નહી " એટલામાં રીક્ષા આવી. 'ગુરુકુળ રોડ' કહી આદર્શ બેસી ગયો અને અસ્મિતાને પણ બેસવું પડયું. અસ્મિતા ગુરુકુળ રોડ ઉતરી તો ખરી પણ પછી રીક્ષા આગળ જવાને બદલે પાછી એ જ દિશામાં જતી જોઈ અસ્મિતાને આશ્ચર્ય થયું. 'આદર્શ ખાલી મને ડ્રોપ કરવા આવ્યો હશે!?'અસ્મિતા વિચારતી-વિચારતી ઘરે પહોંચી. તેણે મમ્મીને આદર્શની વાત કરી . નિર્મિતા બેન સહેજ હસ્યાં"તુ નઈ સમજે આટલી રાતે તારું એકલું આવવું જોખમી હતું એટલે એ આવ્યો હશે" "એમાં શું જોખમી?" એટલું બોલી અસ્મિતા પોતાના રૂમમાં ચાલી ગઈ . નિર્મિતાબેન આદર્શથી પ્રભાવિત થયા હતા અને અસ્મિતાની પણ લગ્નની ઉંમર થઈ ગઈ હતી તેમણે આદર્શનો વિચાર આવ્યો પણ તેઓ ક્યા જાણતા હતા કે આદર્શ તો...

***

આદર્શ કાકાના ઘરે પહોંચી ગયો. બધાની તબિયત પૂછ્યા પછી બધા ડિનર માટે ગોઠવાયા. કાકા, કાકી, જૈમિશ અને યામિની સાથે વાતો કરી આદર્શ ઘણો ફ્રેશ લાગતો હતો. ડિનર પછી કાકાએ જે રૂમ બતાવ્યો ત્યાં ગયો અને રોજિંદી આદત પ્રમાણે ડાયરી લખવાનું વિચારે ત્યાં જ યાદ આવ્યું કે ડાયરી તો સુરત પડી છે. એ માત્ર આજની ઘટના વિચારે છે અને ખ્યાલ આવે છે કે ઓમ સર એના સર માત્ર નહીં કાંઈક વધારે જ છે આ માટે એને મનોમન નક્કી કરી લીધું કે કાલે અસ્મિતાની ઓફિસ જઈ આખો મામલો તપાસ કરશે.

અસ્મિતા શરદી અને તાવની ગોળી મમ્મીએ પરાણે ગળાવી હતી જેની અસરથી સૂઈ ગઈ. ઘડિયાળ સવારના 5 નો ટકોરો વગાડે પાંચ મિનિટ વીતી ચૂકી હતી.હજુ બીજી દસ મિનિટ બાદ એની આંખ ખુલી ત્યારે સામે મમ્મી ઉભી ઊભી કહી રહી હતી"બેટા ઉઠ સવા-પાંચ થઈ ગયા જલ્દી ઉઠ નહીતો લેટ થઈ જઈશ. " આટલું સાંભળી અસ્મિતા સફાળી ઊભી થઈ બ્રશ અને ટોવેલ લઈ ઘૂસી સીધી બાથરૂમમાં. નિર્મિતાબેન ટીફીન બનાવવા ચાલ્યા ગયા. અસ્મિતા ઉતાવળમાં તૈયાર થઈ હોવાથી ટ્રેનને હજુ વાર હતી એ મમ્મી પાસે ગઈ" બેટા આજે સૌથી પહેલાં આદર્શને થેન્ક યુ કહી દેજે અને આદર્શ ફરી આવે તો ઘરે લઈને જ આવજે ઘણો સમય થઈ ગયો એણે મળે. " સારું કહી અસ્મિતા ગઈકાલની ઓમસર વાળી ઘટના કીધી ત્યાં જ એણે યાદ આવ્યું રીક્ષામાં સારું લાગતા એણે બ્લેઝર ઉતારી દીધું હતું અને એ ત્યા જ ભૂલી ગઈ." ચિંતા ના કર, બેટા આપણે એમને નવું બ્લેઝર આપી દઈશું ગિફ્ટ!.. "નિર્મિતાબેને સલાહ આપતા કહ્યું. સારો આઇડિયા છે મમ્મી. અસ્મિતાને પણ એની મમ્મીનો વિચાર પસંદ પડયો." અને હા આદર્શને થેન્ક્સ કહેવાનું ના ભૂલતી" "કેમ?" "ગઈકાલે તને છેક ઘર સુધી મૂકવા આવ્યો એ બદલ, મારી ભોળી અસ્મિ""અરે એમાં શું થેન્ક્સ કહેવાનું એ તો મારો ફ્રેન્ડ છે." "મેં તને કીધું એટલું કર ઊલટું તારે ભગવાનનો આભાર માનવો જોઈએ તને આટલો સારો દોસ્ત મળ્યો અને ઑફિસથી આવી બ્લેઝર લઈ આવજે"."ઓકે મોમ" કહી અસ્મિતા નીકળી. એને હતું કે આદર્શ પણ આ જ ટ્રેનમાં હશે એટલે એણે મેસેજ કરી દીધો હું રોજ વાળા કમ્પાર્ટમેન્ટમાં નથી. લેડિઝ ડબ્બાની આગળના ડબ્બામાં છું.અસ્મિતાને થેન્ક યુ કહેવા ઉપરાંત થોડા નવાં ગીતો પણ લેવાના હતા એને ઘણા સમયથી ડાઉનલોડ કર્યા નહોતા અને ઓફિસમાં કોઈને ગીતોનો એના જેટલો સોખ નહોતો, પણ આદર્શ તો મોડો નિકળવાનો હતો.આદર્શ સવારે ઉઠી અસ્મિતાની કંપની જવાનું બહાનું વિચારે છે ત્યાં જ એણે ગઈકાલની ઘટના યાદ આવે છે રીક્ષામાંથી ઉતરતી વખતે એની નજર બ્લેઝર પર પડે છે અને એ ઉઠાવી રસ્તામાં ફેંકી દે છે અને જાણે ઓમને જ ના ફેંકી દીધો હોય એટલો ખુશ થતો હતો.!પણ પછી એને વિચાર આવ્યો આ બ્લેઝર જ ઓમની ઓફિસ જવાનું કારણ બનશે. અસ્મિતા નિત્યક્રમ મુજબ બે ટિફિન લઈ કેન્ટીન તરફ જઈ રહી હતી . આદર્શ બ્લેઝર સાથે અસ્મિતાની ઓફિસમાં જ હતો. આદર્શને આ જોઈ જ્વાળા પ્રગટી અને નક્કી કરી લીધું કે આજે તો ઓમ ટીફીન નહીં જ ખાઈ શકે. ગઈકાલે અસ્મિતાએ કહેલી વાત યાદ આવી ગઈ કે એ રોજ બે ટીફીન લઈ જાય છે, એક એના માટે અને એક ઓમસર માટે. અસ્મિતા ફટાફટ ચાલતી જતી હતી. એનું ધ્યાન ઉપર હતું જ નહીં માત્ર ટીફીન પર જ હતું.એટલામાં એ જોરથી ભટકાઈ."સત્યનાશ" અસ્મિતા નિસાસા સહ બોલી ઊઠી. અને સામેવાળાનો શર્ટ જોયો તો એ બટાકાના શાકથી સાવ પીળો થઈ ગયો હતો. "સોરી.. સોરી" અસ્મિતાએ ઉપર જોયું તો આદર્શ હતો. "તું અહીં? અત્યારે? આમ અચાનક?" "એ પછી કહું હું પહેલાં વૉશરૂમ જઈ આવું નહીતો ડાઘ જલ્દી જાય નહીં" અસ્મિતાએ વૉશરૂમ તરફનો રસ્તો બતાવ્યો અને આદર્શ વૉશરૂમ તરફ રવાના થયો અને અસ્મિતા કેન્ટીન તરફ...

રસ્તામાં અસ્મિતા વિચારતી હતી કે હવે શું કરવું? કારણકે છેલ્લા રવિવારે બધું બહારનું ખાવાને કારણે ઓમને ફૂડ પોઈઝન થઈ ગયું હતું અને ડોક્ટરે બહારનું બને ત્યાં સુધી ખાવાની ના પાડી હતી. એ કેન્ટીને પહોંચી. "કેમ આજે એક જ ટીફીન?" ઓમે આશ્ચર્યથી પૂછ્યું. "મારે શનિવાર છે" અસ્મિતાએ બહાનું બનાવ્યું. "એમ? તું ક્યારથી ઉપવાસમાં માનવા માંડી?" ઓમે કટાક્ષ કરતા કહ્યું. "અરે ના મમ્મીએ કહ્યું કે કોઈ સિદ્ધ બાબાએ કહ્યું છે હું પાંચ શનિવાર કરીશ તો મને મનનો માણીગર મળશે" "ઓહ!" કહી ઓમ ટીફીન ખાવા માંડ્યો ત્યાં જ આદર્શ આવી ચડયો. "ઓહ હેલ્લો આદર્શ કેવું છે? અચાનક અહીં?" ઓમ જમતા જમતા બોલ્યો. "હા એક્ચ્યુલી અસ્મિતા ગઈ કાલે બ્લેઝર રીક્ષામાં જ ભૂલી ગઈ હતી અને સદ્ભાગ્યે મારી નજર પડી અને મેં કાલે આપી દઈશ એમ વિચારી રાખી લીધું." "થેન્ક ગોડ આદર્શ થેન્ક યુ સો મચ તું ના હોત તો આ બ્લેઝરનું શું થાત? હાઉ કેરલેસ યૂ આર અસ્મિતા? આ મારા પપ્પાની આખરી ભેટ છે એમને કહ્યું હતું તું સારી પદવીએ પહોંચે ત્યારે પહેરજે. જો આદર્શ તું ના હોત તો આ બ્લેઝરથી હું ચોક્કસ હાથ ધોઈ બેસત અને જો આ ખોવાઈ ગયું હોત તો અસ્મિતા... "ઓમે વાક્ય અધૂરું છોડી દીધું અને બ્લેઝર તરફ નજર માંડી. " શાંત શાંત ઓમ હવે મળી ગયું ને!” બ્લેઝરને જોઈ સ્પષ્ટ જણાતું હતું કે આખી રાત નીચે પડી રહ્યું હશે!.. " થેંક યુ આદર્શ" અસ્મિતાએ બે વાતનું થેન્ક યુ કહ્યું બ્લેઝર અને ગઇકાલની રાતનું. અસ્મિતા ઓમના ગુસ્સાને કારણએ થોડી નારાજ થઈ ગઈ.ઓમે આદર્શને ટીફીન ઓફર કર્યું પણ આદર્શ એ જ વિચારતો હતો કે ઓમ ટીફીન કેમ ખાય છે? એટલે બેધ્યાન પણે ઉત્તર આપી દીધો " મારે શનિવાર છે" અસ્મિતા આ સાંભળી સહેજ હસી પડી અને ઓમ વિચારવા માંડ્યો કેમ બધા આજે શનિવાર કરવા તુલ્યા છે.??પણ પછી બહું વિચાર્યા વગર ખાવામાં ધ્યાન આપે છે. અસ્મિતા અને આદર્શ ગીતોની આપલે કરવા માંડ્યા અને વાતો એ ચડયા. એ બંનેને વાતોમાં જોઈ ઓમને કાંઈક થવા માંડ્યું. આ શું થઈ રહ્યું છે મને? ઓમ વિચારવા માંડ્યો. પણ એટલામાં લંચ પુરો થતાં બધાં છૂટા પડ્યા.ઓમ મીટિંગ માટે જતો હતો ત્યાં એને પ્યુનને વડાપાઉ લઈ જતો જોઈ આશ્ચર્ય થયું. "કેમ?"ત્યારે પ્યુને આખી ઘટના કીધી ત્યારે ઓમને આશ્ચર્ય થયું અને રસ્તામાં અસ્મિતાને ‘સોરી અને થેન્ક્સ અ લોટ’ નો મેસેજ કરી દીધો. એને અસ્મિતાને લડી નાખવા બદલ બહું દુઃખ થયું. કાશ ન લડ્યો હોત એણે મારા માટે ટીફીન આપી દીધું અને મેં...

આમ જ એક દિવસ સાંજે પાંચેક વાગ્યે ઓમનો કોલ આવ્યો અને કેબિનમાં બોલાવી. એને બહુ અજીબ લાગ્યું. કોઈ દિવસ આમ ફોન નથી કરતા એ જસ્ટ પ્યુનને જ મોકલતા હોય છે. આસપાસ નજર માંડી તો બધી ડેસ્ક ખાલી હતી એણે ચિંતા થઈ કે બધા આટલી જલ્દી જતાં રહે કેવી રીતે શક્ય છે??એણે ડરતા ડરતા ઓમસરની કેબિન તરફ પગ માંડયા. જેવી અંદર ગઈ ત્યાં...

અભિષેક ત્રિવેદી અને હર્ષિલ શાહ