Chheh in Gujarati Short Stories by Manisha joban desai books and stories PDF | છેહ

Featured Books
Categories
Share

છેહ

રહસ્યકથા

એ.સી.પી.સૂજ્મસિંગ શ્રેણી નો ૨૩ મોં મણકો ...

સવારમાં ન્યુઝપેપર વાંચતા સૂજ્મસિંગ, 'ગુડ મોર્નિંગ પોલીસ અંકલ ' અવાજ સાંભળી ચમક્યો. બાજુનાં હાઉસમાં રહેતો બ્રીન્ટો એની સાથે એક અપંગ એનાં જેવડા જ છોકરાને લઈને એન્ટર થયો .

'ગુડ મોર્નિંગ અંકલ "

'વેરી ગુડ મોર્નિંગ બ્રીન્ટો, શું આજે વહેલી સવારમાં ગેમ છોડી મને મળવા આવ્યો ?'

'અંકલ, આ રીક્સી મારો કેરમ ક્લબ ગ્રુપમાં નવો ફ્રેન્ડ બન્યો છે, થોડા સમય પહેલા શહેરમાં બૉમ્બ બ્લાસ્ટ થયેલો એમાં એ જગ્યાએ મમ્મી સાથે કોઈ કામે ગયેલો, મમ્મી એક્સપાયર થઇ ગયેલા અને એનો પગ જતો રહેલો '

'અરે ..અરે વેરી સેડ '

'મેં કહ્યું અંકલ એને કે તને હું મારી બાજુમાં પોલીસ અંકલ રહે છે એમને મળવા લઇ જઈશ '

સુજમસિંગે તો એકદમ રીક્સીને ઉંચકી લીધો, અને એકદમ અવાજ ભરાઈ આવ્યો .

'નાઇસ રિક્સી, કેરમ રમવાની મઝા આવે છે ? આપણે છે ને એ બધા આતંકવાદીઓને જલ્દી પકડી લેવાના છે '

બંને છોકરાઓ સાથે બેસી વાત કરતો હતો ને ગિરિરાજનો ફોન આવ્યો. એક નવા કેસની વિગતો આપી રહ્યો હતો.

'ઓકે, એને બોલાવીને સ્ટેટમેન્ટ લઇ લે. ઓફિસે આવવા થોડી વારમાં નીકળુંજ છું '

'ઓકે, બ્રીન્ડો -રીક્સી તમે આ ફ્રૂટ ડીશ પુરી કરો અને દાદી જોડે વાત કરો, હું ઓફિસ જવા નીકળું છું." એનો પ્યારો ડોગી ઝીગારો કાર પાસે બાય કરવા ઉભો હતો .

ઓફિસ કેબિનમાં બેસી ગિરિરાજ સાથે ડિસ્કસ કરી રહ્યો હતો.

'શું થયું ગિરિરાજ ફોરેન્સિક રિપોર્ટ આવી ગયો ? મને હજુ પણ લાગે છે કે અંબર રવાની ઘણું છુપાવી રહ્યો છે. વેલસેટ એક્સપોર્ટ ઈમ્પોર્ટ કંપની અને ફેમિલી પણ બરાબર છે આ રીતે એનો ભાઈ તીરજ રવાની સુસાઈડ કરે વાત માનવામાં નથી આવતું ."

"સર, તીરજની વાઈફ સામના દસ વર્ષથી ફોરેનમાં અલગ એક દીકરો અને ફાધર -મધર સાથે રહે છે."

"ઓકે, એટલે એ લોકો આજે રાત્રે આવે પછી સ્ટેટમેન્ટ લઇ લે અને ઇન્સ. સારિકાને એમની વાઈફ પાસેથી વધુ વિગતો લેવા કહી દે. અંબરની વાઈફ કુલિકા પણ બિઝનેસમાં સક્રિય છે અને કાર્ડ-ક્લબની મેમ્બર છે .એના બંને બાળકો ફોરેન સ્ટડી કરે છે. બંગલામાં તીરજ, અંબર, કુલિકા, હેલપીંગ સ્ટાફ અને મધર ..... સીસીટીવી ચેક કર પાછા અને રૂમમાં તીરજ રવાની એન્ટર થયા ત્યારે બધી લાઈટો બંધ હતી પણ મને પાછળ થોડે દૂર કોઈ હોય એવું લાગે છે "

"રાઈટ સર, પણ ઘરની કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, જોકે રાતના ૨- ૪૫ નો સમય હતો એટલે ....વધુ તપાસ કરવા જેવું તો ખરું "

'સર, એ દિવસે તીરજ રાત્રે પાર્ટીમાંથી ડ્રિન્ક લાઈન ખુબ મોડો આવ્યો હતો ."

બીજા દિવસ તીરજની વાઈફ સામનાનું સ્ટેટમેન્ટ લીધું ,

"સર, અમાંરા વચ્ચે ખુબ મતભેદ વધી ગયો હતો. તીરજ એના ફેમિલીનું જ વધારે સાંભળતો અને ખાસ કરીને કુલિકાભાભીની દખલ પણ ખુબ વધી ગઈ હતી, એટલે હું મારા દીકરાને લઇ અમેરિકા જતી રહી હતી. ત્યાં અમારી ઓફિસનો બીઝ્નેસ સભાળું છું. મને એમ હતું કે તીરજને હું સમજાવીને ત્યાં ને જઈશ પણ એ શક્ય નહિ થયું. બે વર્ષ પહેલા એને ક્રૂડ ઓઇલમાં પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એમાં બહુ મોટી લોસ થયેલી પણ, એ બહુજ સ્ટ્રોંગ પર્સનાલીટી છે અમારા વગર પણ એકલો રહી શકે છે આમ સુસાઈડ કરે જ નહિ.જરૂર કોઈએ એને મારી જ નાખ્યો છે."

"મેડમ, અમે બહુ જ જલ્દી શોધી લઈશું ."

સામના થેન્કસ કહીને ઓફિસની બહાર નીકળી અને ફરી ગિરિરાજ અને ઇન્સ. સારિકા કેબિનમાં આવ્યા .

"ગિરિરાજ, ફરી ફોટોગ્રાફ્સ જોતા એટલું તો ચોક્કસ લાગે છે કે ગડબડ તો છે, રાત્રે આટલો મોડું આવીને ફ્રેશ થઇ નાઈટડ્રેસ ચેન્જ કરે અને ખુરશી ઉપર બેસી હાથની નસ કાપી નાખે. અને રાઈટ હેન્ડેડ વ્યક્તિ લેફ્ટ હાથથી ચપ્પુ પકડી આવો સ્ટ્રેટ કાપો કરી રીતે કરી શકે ? અને ફોરેન્સિક રિપોર્ટમાં એના હોઠ પાસે થોડા ટેપ ઉખાડી હોય એવા પાર્ટિકલ્સ અને ગ્લૂ પણ રિપોર્ટમાં છે. મને લાગે છે કોઈ આગળથી રૂમમાં હોવું જોઈએ અથવા રૂમમાં એન્ટર થતા તરત બારણું લોક નહિ કર્યું હોય અને એ વખતે કોઈ એન્ટર થયું હોય ."

"ચોક્કસ, એવું બને, તમે ઘરમાં અને સર્કલમાંથી બીજી માહિતી કલેક્ટ કરી છે? "

ઇન્સ. સારિકા, "હા સર તીરજ અને એના ભાઈની વાઈફ કુલિકાના સંબંધ શંકાસ્પદ હતા. અને ઘરના સર્વન્ટના કહેવા પ્રમાણ બે -વાર ઘરમાંજ રેડહેન્ડેડ પકડાઈ ગયેલા અને સામના મેડમે ખુબ ઝગડો કરીને ઘર છોડી દીધેલું અને દીકરા સાથે અમેરીકા જતા રહેલા ."

"સર, ઘટના બની એ દિવસે કુલિકા તો આઉટ ઓફ સીટી હતી કોઈ સોશીઅલ કામે "

સૂજ્મસિંગ વિચાર કરી રહ્યો હતો અને મોબાઈલની રિંગ વાગી. સામેથી કહેવાતી વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. વાત પત્યા પછી ,

"ગિરિરાજ,અંબર અને તીરાજ વચ્ચે ઓફિસમાં થોડા સમય પહેલા પૈસા માટે ઝગડો થયો હતો અને તીરજ પાસેથી પૈસાનો બધો વહેવાર અંબરે પોતાની પાસે લઇ લીધો હતો, તીરજના પોતાના પૈસા પણ" તને બીઝ્નેસની આવડત નથી "એમ કહી કોઈ પોતાના નામે કોઈ જગ્યાએ ઈન્વેસ્ટ કરેલા છે.તીરજના સર્કલના એક ફ્રેન્ડ પાસે વિગત મળી છે. ફરી એકવાર ઘરમાં પણ તપાસ કરી લે અંબરના રૂમમાં ."

બીજે દિવસે ફરી તપાસ કરી અને અમ્બરના રૂમના બાથરૂમ - ડ્રોવરમાંથી એક ટેપ મળી આવી અને અંબરની સખ્ત પૂછતાછમાં એણે એ ટેપનો ઉપયોગ તીરજનું મોઢું બંધ કરવા માટે કર્યો હોવાનું કાબુલ કર્યું .અને જણાવ્યું કે તીરજનું બીઝ્નેસમાં કોઈ ખાસ ધ્યાન નહોતું અને ફ્રેન્ડ સાથે ડ્રિન્ક કર્યા કરતો. મારી વાઈફ સાથે તો એટલો આગળ વધી ગયો હતો કે મારી કે ઘરમાં મધરની પણ પરવા કરતો નહીં. અને મારી સાથે પૈસા માટે બહુ ઝગડો કર્યો અને કોર્ટમાં જવાની ધમકી આપી. એ દિવસે હું પણ મારા રુમનું ટીવી ખરાબ હોવાથી લિવિંગમાં બેસી મુવી જોતો હતો અને મોડેથી આવી મારી સાથે મોટેથી બોલવા લાગ્યો અને મને બહુ ગુસ્સો આવ્યો પણ હું ચૂપ રહ્યો પણ તિરજે મારો કોલર પકડી મને જોઈ લેવાની ધમકી આપી .પછી એ એના રૂમમાં ગયો અને હું એની પાછળ ગયો .પેસેજમાં અંધારું હતું. ત્યાં રૂમમાં જઇ સીધો બાથરૂમમાં ફ્રેશ થવા ગયો એ સમયે મેં એને મારી નાખવાનો પ્લાન ઘડી અંદર રૂમની બાલકનીમાં છૂપાઇ રહ્યો ને સુસાઇડનો સીન ઉભો કર્યો. "

સૂજ્મસીંગ અને ટિમને ઉપરીએ સરસ રીતે કેસ સોલ્વ કરવા માટે અભિનંદન આપ્યા. અને પછી ઘરે પહોંચતા ફોન-સ્પીકરથી કિનલ સાથે થોડી કેસની વાતો કરતો ઘરે પહોંચ્યો .

-મનિષા જોબન દેસાઈ