Accidental in Gujarati Short Stories by Manisha joban desai books and stories PDF | આકસ્મીક

Featured Books
Categories
Share

આકસ્મીક

22

આકસ્મીક

દિલ્હી શહેરમા અત્યંત મહત્વની વિન્ટર ગેમ્સ ચાલી રહી હતી. સવારની સેશનનું ફંકશન અટેન્ડ કરી સૂજમસીંગ ઘરેથી ફ્રેશ થઇ નીકળવાની તૈયારી કરતો હતો .

રૂટિન પ્રમાણે મધર અને કિનલ પણ મંદિરથી આવી ગયા હતા. એમની સાથે ફરી એક ચાનો કપ લઇ ટી.વી ઓન કરી ન્યુઝ જોયા અને ટ્રાફિકની ઓનલાઇન ઈન્કવાયરી કરી સુજમસીંગે ગિરિરાજને મોબાઈલ કર્યો .

"કેમ છે? ગઈકાલે "એક્સેલેન્ટ બિલ્ડર 'નાં મી.સીરવ કટાલીયા ઓફિસથી નીકળી ઘરે પાછા નથી ફર્યા એની કંમ્પ્લેઇન હતી પછી સવાર સુધીમાં કંઈ નવા ન્યુઝ?"

"ગુડ મોર્નિંગ સર, હું હમણાં તમને ફોન જ કરવાનો હતો કે તમે એક્સપ્રેસ વે પરથી જ સીધા નીકળી આવજો. ત્યાંથી મી. સિરવનાં રેસિડેન્સ પર જલ્દી પહોંચી જવાશે. હજુ સુધી પાછા ઘરે આવ્યા નથી અને કારનો પણ કોઈ પત્તો નથી, મોબાઈલ સ્વીચઓફ આવે છે અને છેલ્લું લોકેશન તો ઓફિસથી થોડી દૂર જ બતાવે છે. કદાચ ફોન ચાર્જ નહિ હોય અને બંધ થઇ ગયો હોય એવું બને કે એમણે પોતે જ બંધ કર્યો હોય. ફેમિલી વિષેની માહિતીમાં તો બંને ભાઈ એટલેકે સિરવ અને આરવ કટાળીયા બંને ભાઈનો જોઈન્ટ બિઝનેસ છે. પણ આરવ ફેમિલી સાથે ટુર પર ગયો છે. ઑફિસનાં મેનેજર અને સેક્રેટરી બંને પાસે વિગતો પૂછી છે, ફોનથી પણ પર્સનલ કોઈ પ્રોબ્લેમ વિષે કંઈ જાણતા નથી અને બિઝનેસની થોડી વિગતો જણાવી છે "

"ઓકે, ગિરિરાજ સ્થળની એકદમ નજીક પહોંચી ગયો છું, બસ પહોંચું જ છું."

સીરવ કટાળીયાનાં ફેમિલીને પૂછપરછ કરતાં એના વાઈફ પાસે એવું જાણવા મળ્યું કે," નવા પ્રોજેક્ટ લોન્ચ કર્યા હતાં એમાં કેટલાક પેપરનાં પ્રોબ્લેમ્સ ચાલી રહયાં હતા અને ઍક્સટ્રા રૂપિયાની ડિમાન્ડ ને લીધે પ્રોજેક્ટ બંધ કરવા પડયા હતા. વકીલ સાથેની મિટિંગ હતી એટલે ડ્રાઇવર વહેલો જતો રહેલો અને બહુ મોડે થયું એટલે મેં ફોન કર્યો પણ સ્વિચ ઓફ આવતો હતો. પછી ગભરાઈને મેં કંમ્પ્લેઇન કરી. આ રીતે કોઈ દિવસ કશે જાય નહિ .અને છોકરાઓ સાથે આવીને બેસે સ્ટડીની વાતો કરે રોજ. મેં ઓફિસનાં વોચમેનને ખબર કાઢવા ફોન કર્યો તો એણે કહ્યું કે ઓફિસથી તો ક્યારનાં નીકળી ગયા છે, પછી બધે ફોન કરી જોયા એટલે પછી કોઈ પ્રોબ્લેમ થયો હોય એવું લાગતા ૨-૫૦ વાગ્યે કંમ્પ્લેઇન ફોન કર્યો ."

'ઓકે. દરેક ફોન અટેન્ડ કરજો. અને બીજી કોઈ વિગતો શંકાસ્પદ લાગે તો અમને જણાવજો "

કહેતા સૂજ્મસિંગ અને ટીમે એમના બેડરૂમ અને પર્સનલ કમ્પ્યુટર વગેરે ચેક કર્યા અને ઓફિસ પર પહોંચી ફરીથી સ્ટાફ, મેનેજર વિજોગ ધારી અને સેક્રેટરી કાસ્કાને પૂછતા જાણવા મળ્યું કે ...

"સાંજે કોઈ બે વ્યક્તિ મળવા આવેલા અને પર્સનલ મિટિંગ માટે લગભગ એક કલાક સુધી બેઠા હતા. રિસેપ્શન પર એક વ્યક્તિએ સક્સેના નામ નોટ કર્યું હતું પણ ફોન નંબર એકદમ અસ્પષ્ટ છે ઇન્ક પેનથી લખેલું. સર, અમે એ લોકોને પહેલીવાર જોયા ઓફિસમાં અને પછી તરત સરે પર્સનલ એકાઉન્ટના બેલેન્સની વિગતો પૂછી હતી."

મેનેજર વિજોગ ધારી એ જણાવ્યું ,

"હું મોડે સુધી હોઉં છું પણ એ દિવસે એમને જ મને કહ્યું કે હું મિટિંગ અટેન્ડ કરી લઇસ. અને પછી ક્યારે નીક્ળયા એનો સમય તો સીસીટીવી કેમેરા પર જ હશે."

ઓફિસ પહોંચી ડિસ્કસ કરતાં ઘણી પોસીબીલિટી વિચારી જોઈ. અને ફેમિલી વિષે વધુ વિગતો લેવા માંડી. એક ફેમિલી મેમ્બર પાસે એવું જાણવા મળ્યું કે

સીરવ કટાળીયાની દીકરી માલ્વા કોઈ યુવક સાથે પ્રેમમાં હતી અને સીરવ તથા ફેમિલી મેમ્બર કંટ્રોલ મુકવા માંગતા હતા. પણ માલ્વા બેફિકર સંબંધ આગળ વધારવા માંગતી હતી. અને વધુ ઝગડો થવાને લીધે ટેન્શન ચાલી રહ્યું હતું .

"તો, ઇન્સ. સારિકા તમે એમની દીકરી માલ્વાને મળી વધુ પૂછો. મને એમ લાગે છે કે જમીન કે બીજા કોઈ કારણથી અપહરણ થયું હોય તો અત્યાર સુધીમાં ફોન આવી જવો જોઈએ પૈસાની ડિમાન્ડ માટે, પણ ....મને કંઈ બીજું લાગે છે "

અને માલ્વાની સખત પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એ એનાં ગ્રુપનાં એક છોકરા સાથે પ્રેમમાં છે અને બંન્ને કોઈ જગ્યાએ વિકેન્ડમાં ગયેલા ત્યાં કોઈએ એ લોકોની સ્વિમિંગ અને રૂમમાં મુવી ઉતારી લીધી હતી. અને ફોનથી ધમકી આપી મોટી રકમની માંગણી કરતા હતા. બે વાર એ લોકોએ કહ્યું ત્યાં માલવા અને એનાં ફ્રેન્ડે પૈસા મૂકી આવ્યા હતા. પણ ફરી મોટી ડિમાન્ડ થવાને લીધે ગભરાયા અને માલવા શું કરવું વિચારતી હતી અને પપ્પા સીરવને વાત કરી. પહેલા તો બહુ જ ગુસ્સે થયા, પણ પછી કંઈ પણ રીતે પ્રોબ્લેમ સોલ્વ કરવાનું વચન આપ્યું અને ફરી ફોન આવે તો કોઈ પણ રિસ્પોન્સ નહિ આપતાં એવું સમજાવ્યું .

અને અચાનક ત્રણેક દિવસ પછી સીરવ કટાળીઆ ગાયબ થઇ ગયા. માલવા બહુ ગિલ્ટી અનુભવતી હતી કે, મેં આવું કર્યું એટલે પપ્પાએ આપઘાત નહિ કરી લીધો હોય ? અને ફરી કોઈ ફોન આવે એની રાહ જોવા લાગ્યા. પણ .. બીજા બે દિવસ વીતી ગયા. અને સાંજે કોઈ વ્યક્તિનો ફોન આવ્યો કે અમારા ગોડાઉન ના બેઝમેન્ટમાંથી બહુ વાસ આવે છે અને કોઈની ઓફિસ બેગ મળી છે સિમેન્ટ બેગ પાછળથી. તરતજ સૂજ્મસિંગ એની ટિમ સાથે સ્થળ પર પહોંચી ગયો અને બેગ તપાસતા અંદરથી બધું એમજ મળી આવ્યું. મોબાઈલ ગાયબ હતો. બાકી થોડા પૈસા અને ડોક્યુમેન્ટ હતાં. અને તપાસ કરતાં સિમેન્ટ બેગ્સની વચ્ચે થી સિરવ કટાળીયાનો મૃતદેહ મળી આવ્યો. સિમેન્ટ બેગ પર થોડા લોહીનાં નિશાન મળ્યા પણ મૃતદેહનાં ખાલી ગળા પર જ નિશાન હતાં ગોડાઉન વિષે તપાસ કરતાં કોઈ કોન્ટ્રાક્ટરની માલિકીનું હતું. અને વોચમેન ગામ જતો રહેલો તે આવ્યો નહોતો. એવું જાણવા મળ્યું કે થોડા દિવસ પર ચોરી માટે કોઈએ રાત્રે તાળું તોડી નાખ્યું હશે એમ માની નવું તાળું લગાવ્યું હતું. પણ એ તો ચોક્કસ હતું કે અહીં જ બોલાવી ને કે લાવીને સીરવને મારી નંખાયો હતો.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ બ્લડ સીરવનું નહોતું એમ જાણવા મળ્યું.

રિસેપ્શન પર વિગતો લખેલા રાઇટિંગ તો કોઈ એજયુકેટેડ માણસનાં લાગતા હતાં. અને ...માલ્વાને વધુ યાદ કરી કોઈ નવી વિગત વિષે પૂછ્યું તો એની યુનિવર્સીટીનાં એક એક્સ સ્ટુડેન્ટે એને યુથ એક્ટિવિટી પર કોઈ ડોક્યુમેન્ટરી બનાવતો હતો અને એમાં એને બોલ્ડ પાર્ટી ગર્લનો રોલ કરવા માટે ઓફર કરેલી તે યાદ આવ્યું. અને એ એનાં ફ્રેન્ડ સાથે વિકેન્ડમાં જવા નીકળેલા ત્યારે રસ્તામાં એનાં ગ્રુપ સાથે શૂટિંગમાં જાઉં છું, એમ વાત કરી હાઇવે પરથી બીજા કોઈ રસ્તે જતા રહેલા. એનું નામ દર્પ તનેજા હતું અને તરત એનાં સ્ટુડિયો પર પહોંચ્યાં તો એનો પાર્ટનર જ્સ્કી અને થોડા હેલ્પર સાથે એડિટિંગ વગેરે ડિસ્કસ કરતો હતો. અચાનક બધાને જોઈ થોડો ગભરાઈ ગયો. અને સુજમસિંગ ટીમે દરેક કોમ્યુટર અને ડિસ્ક તપાસતાં બ્લુ ફિલ્મ્સનાં સ્ટોરેજ અને ડાયરીઓમાં નામ સરનામાં અને દર્પનાં મોબાઈલની વિગતો પરથી સિરવ કટાળીયાનાં ફોન પર કરેલા અસંખ્ય ફોન કોલ્સ જોવા મળ્યા .

દર્પ સખત ઇન્ટરોગેશનમાં ભાંગી પડ્યો અને એણેજ માલ્વા અને એનાં બોયફ્રેન્ડની મુવી ઉતારી હતી અને પોર્નોગ્રાફી રેકેટને સેલ કરવા ઉપરાંત સિરવ કટાળીયા બહુ પૈસાદાર પાર્ટી હોવાથી એનાં પાર્ટનર સાથે મળી પૈસા કઢાવવા મળવા અને એના ફ્રેન્ડને અને પછી સિરવને પણ ફોટા મુવી મોકલી પૈસા કઢાવવા માટે હેરાન કરવા માંડયાં. એક સ્ટ્રગલિંગ એક્ટરને સક્સેના બનાવી ઓફિસ પર ફોટા લઇ મોકલ્યો હતો અને મારા બોસ તમને રાતે બધું આપી દેશે આ જગ્યાએ જતા રહેજો એવો મેસેજ આપ્યો હતો અને પૈસા લઇ રાતનાં ગોડાઉનમાં બોલાવ્યો પણ સિરવ સાથે છરો લઇને ગયેલો અને એ લોકોને ધમકાવ્યા પણ એ બંનેએ સિરવને નજર ચુકવી પકડીને મારી નાખ્યો અને એ દરમિયાન જ્સ્કીને ખભામાં ચપ્પુ વાગ્યું હતું. અને લોહીનાં નિશાન ડીએનએ ટેસ્ટમાં મેચ થઇ જતાં એ.સી પી સુજમસિંગે બંનેની ધરપકડ કરી. અને અત્યંત કલ્પાંત કરતાં માલ્વા અને પરિવારને આશ્વાસન આપી ઉપરીને કેસની વિગતો જણાવી. રસ્તે ઘરે જતાં વિચારતો હતો કે હજુ પણ લોકો ઈજ્જતનાં ડરથી પોલીસની મદદ લેવાને બદલે આ રીતે રિસ્કી પગલાં લે છે અને જાન ગુમાવે છે ..એટલાંમાં મોબાઈલની રિંગ વાગી.

"હા ...બસ, આ પહોંચી જ ગયો દસેક મિનિટ લાગશે ...." અને કિનલને બાય કહી ફોન કટ કર્યો .

-મનીષા જોબન દેસાઈ