Rahasymay Sadhu - 1 in Gujarati Adventure Stories by Bhavisha R. Gokani books and stories PDF | રહસ્યમય સાધુ - 1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

રહસ્યમય સાધુ - 1

રહસ્યમય સાધુ

વિષય : નવલકથા

પ્રકરણ : 1

નામ – ગોકાણી ભાવીષા રૂપેશકુમાર

વિદ્યાને આજે શાળાએ હાજર થવાનુ હતુ. આ ત્રીજી વખત તેણે નોકરી લીધી હતી ત્યારે વતનથી હજારો કિલોમીટર દુર જુનાગઢ જિલ્લો તેને મળ્યો. તેના પતિ બે દિવસ પહેલા જ મકાનની વ્યવસ્થા કરીને તેમાં બધુ ગોઠવીને વતન ગાંધીનગર ગયા. વિદ્યા તેના પુત્ર હિત સાથે એકલી રહી. ગામ ખુબ જ સુંદર, રળિયામણુ અને શાંત હતુ. જંગલ અહીંથી માત્ર પાંચેક કિમી જ દુર થતુ હતુ. શેલત ગામમાં નોકરી કરવાનો એક મોટો આનંદ હતો. તેની પ્રાકૃતિક સુંદરતા જોતા જ તેને ગામ ખુબ જ ગમી ગયુ હતુ. આજે સવારે વહેલી ઉઠીને તૈયાર થઇ ભગવાનના દર્શન કરી તે હિતને તૈયાર કરીને તે શાળાએ ગઇ. તે ત્રીજી વખત નોકરી પર હાજર થતી હતી. પ્રથમ વખત જયારે તેના લગ્ન થયા ન હતા ત્યારે તેને પ્રાથમિક શિક્ષિકાની નોકરી મળી હતી. પરંતુ લગ્ન બાદ બદલી શક્ય ન હતી આથી તેણે રાજીનામુ આપી દીધુ હતુ. ત્યારબાદ ગાંધીનગરમાં જ બેંક કલાર્કની નોકરી મળી હતી તે પણ હિતનો જન્મ થતા છોડી દીધી હતી. ફરી વખત તેને સરકારી પ્રાથમિક શિક્ષિકા તરીકેને નોકરી મળી હતી. વિદ્યા આજે ખુબ જ ખુશ હતી. તેના પતિ વત્સલના પ્રેમ અને સહયોગના કારણે જ તે વતનથી અહીં દુર નોકરી કરવા આવી શકી હતી. આમ તો તેના પતિ સિંચાઇ વિભાગમાં એન્જીનિયર હતા. વારસામાં પણ મોટી મિલકત મળી હતી. તેથી નાણાકીય રીતે વિદ્યાએ નોકરી કરવાની કોઇ જરૂરિયાત ન હતી. પરંતુ તેને શોખ હતો કામ કરવાનો તેથી તે અહીં આવી હતી. શાળાએ હાજર થવાના તમામ કાગળ તૈયાર કરીને જ શાળાએ સવા દસ વાગ્યે પહોંચી ગઇ. આચાર્ય ગુણંવતભાઇ પણ તેને હાજર લેવા માટે શાળાએ વહેલા આવી ગયા હતા. વિદ્યાએ શાળામાં હાજર થવાની તમામ વિધિ પુર્ણ કરી લીધી. તેની શાળા જ તાલુકા શાળા હતી તેથી ત્યાંની પણ વિધિ પુર્ણ કરી લીધી. હિતને પણ પોતાની શાળામાં દાખલ કરાવ્યો. ગામડાની શાળા હતી પરંતુ તેનુ વાતાવરણ ખુબ જ સુંદર તથા આંખને ગમી જાય તેવુ મનોહર હતુ. બે માળની શાળામાં કુલ દસ વર્ગખંડ, એક સ્ટાફ રૂમ, ઓફિસ, લાયબ્રેરી, કોમ્પ્યુટર લેબ, પ્રયોગશાળા, મધ્યાહન ભોજન રસોડુ, રમત ગમત માટે મેદાન, બગીચો, ઘણા ટોયલેટ-બાથરૂમ બધી જ સગવડ હતી. વિદ્યાને શાળાનુ વાતાવરણ ખુબ જ ગમી ગયુ. શાળાના સ્ટાફમાં ગુણંવતભાઇ આચાર્ય હતા. ધોરણ 6 થી 8માં ચાર શિક્ષકો હતા અને 1 થી 5 માં તેના સહિત પાંચ શિક્ષકો એમ કુલ દસનો સ્ટાફ હતો. આજે વિદ્યાનો પ્રથમ દિવસ હતો. તેથી તેને બધા વિદ્યાર્થીઓને પોતાનો પરિચય આપ્યો તથા સ્ટાફ સાથે પરિચય કેળવ્યો.

જીંદગીમાં પહેલીવાર એકલી રહેવાનુ સાહસ કર્યં હતુ. ગામનુ વાતાવરણ અને લોકોના હાવભાવ જોઇને જરાય અજાણ્યુ લાગતુ ન હતુ. હિતનો મુડ ઠીક ન હતો. ઘેર આવીને હિતને નાસ્તો આપ્યો તો તે બરાડી ઉઠ્યો, “મમ્મી મારે અહીં નથી રહેવું. પપ્પા સાથે રહેવુ છે.” “મારા રાજા બેટા, આપણે રજામાં જઇશુ પપ્પા પાસે. થોડા સમય બાદ બદલી થશે એટલે પપ્પા સાથે જ રહેશું.” “મમ્મી મને અહીં નથી ગમતુ મારે અહીં નથી રહેવુ.” “બેટા, થોડો સમય લાગે એવુ નવુ વાતાવરણ હોય એટલે પછી ધીરે ધીરે બધુ ગોઠવાય જશે.” “મમ્મી મારે મારા ભાઇબંધો પાસે મારી શાળામાં જવુ છે. અહીં મને નહિ ફાવે.” “દીકરા, જતા રહેશું. મમ્મી માટે પ્લીઝ થોડો સમય રહેજે. પછી આપણે ફરીથી ગાંધીનગર જતા રહેશુ.” “થોડો જ સમય હુ રહીશ.” “પ્રોમિસ દીકરા થોડા વખત બાદ ગાંધીનગર ફરીથી જતા રહીશુ. હવે જમી લે થોડુ.” હિત અને વિદ્યાએ નાસ્તો કરી લીધો. વિદ્યાએ ઘરમાં બધુ વ્યવસ્થિત કરવા લાગી ગઇ અને હિત ટી.વી. જોવા લાગ્યો. ટી.વી. જોતા જોતા સાંજ પડી એટલે ફરી કંટાળો આવવા લાગ્યો તે બહાર નીકળવા જતો હતો ત્યાં “બેટા હિત કયાં જાય છે તુ?” “મમ્મી મને અહીં કંટાળો આવે છે હું શુ કરુ?” “ઓ.કે. બેટા ચાલ હુ તારી સાથે આવુ છુ. આપણે આસપાસના લોકો સાથે પરિચય કેળવીએ. તેમાં તને નવા મિત્રો મળી રહેશે અને મને પાડોશનો પરિચય પણ થશે” વિદ્યા ફટાફટ તૈયાર થઇને હિત સાથે બાજુના ઘરમાં ગઇ. તેને આસપાસના લોકો સાથે પરિચય કેળવ્યો ત્યાં હિતને પણ આસપાસથી મિત્રો મળી ગયા કોષા, પ્રશાંત, અવની અને દીપક થોડીવારમાં બધા ખાસ મિત્રો બની ગયા. વિદ્યાને આસપાસ ઘણા લોકો સાથે પરિચય કેળવાઇ ગયો. પાડોશ ખુબ જ સારો હતો. હિતને હવે નવા મિત્રો મળી ગયા હતા. તેથી તે રમવામાં મશગુલ બની ગયો. સાંજે અંધારુ થયુ એટલે હિત ખુશ થતો ઘેર આવ્યો. રાત્રે જમીને માં દીકરો સુઇ ગયા. બીજે દિવસે સવારે વહેલી સવારે રસોઇ બનાવી માં દીકરો સ્કુલે ગયા. શાળાના બાળકો ખુબ જ શાંત અને શિસ્તમાં હતા. વિદ્યાને ભણાવવાની ખુબ જ મજા પડી રહી હતી. હિતને પોતાના મિત્રો પ્રશાંત અને અવની સાથે કલાસમાં ફાવી ગયુ. રિશેષમાં તેને કોષા અને દીપક પણ મળી ગયા. બધાએ મળી ખુબ જ ધમાલ કરી. સાંજે માં દીકરો ઘરે આવ્યા ત્યારે આદતવશ હિતે ફ્રેશ થઇ લેશન પુર્ણ કરી તે તેના મિત્રો સાથે રમવા ગયો. થોડા જ દિવસમાં વિદ્યા અને હિત જુનાગઢના શેલત ગામમાં સેટ થઇ ગયા. વિદ્યાને નાણાકીય જરૂરિયાત ન હતી પરંતુ ટાઇમપાસ માટે તેણે ગામના નબળા વિદ્યાર્થીઓ માટે સાંજે કોચિંગ શરૂ કર્યા. હિત ખુબ જ તેજસ્વી વિદ્યાર્થી હતો આથી તેને તો માત્ર થોડા માર્ગદર્શનની જરૂર હતી આથી તે કોચિંગમાં બેસતો નહી. બસ જાતે જ પોતાનુ હોમવર્ક કરી લેતો અને પછી રમવા જતો રહેતો. એક દિવસે શનિવારે સવારની સ્કુલ હતી. ચોમાસાના દિવસો હતા. વાતાવરણ એકદમ ખુશનુમા હતુ. કુદરતે પોતાની સુંદરતા મન મુકીને વર્ષાવી હતી. ચારે તરફ હરિયાળી અને ફુલોની મહેક જ વર્તાતી હતી. ચારેક વાગ્યે હિત તેના મિત્રો સાથે રમવા ગયો. થોડી વાર તેઓ રમ્યા પછી કોષાએ કહ્યુ, “ચાલો આજે બધા જંગલમાં જઇએ” “જંગલ, અરે ના રે બાબા જંગલમાં થોડુ જવાય.” “અરે, હિત જંગલ અહીંથી ખુબ જ નજીદીક છે. શોર્ટ કટમાં કલાકમાં પહોંચી જઇશુ ખુબ જ મજા આવશે. અમે તો ઘણી વખત ત્યાં જઇએ છીએ.” પ્રશાંતે હિતના ખભે હાથ મુકીને કહ્યુ. “મારી મમ્મીને ખબર પડે તો ખુબ જ ખીજાય મને. હુ નહીં આવુ મને જંગલની બીક લાગે.” હિતે ના પાડતા કહ્યુ. “હિત અમે તો ઘણી વાર જઇએ છીએ કોઇને કાંઇ ખબર પડતી નથી. હમણાં થોડી વારમાં તો ઘરે બેઠા હશું. ચોમાસામાં ત્યાં ઘણા ફળો ખાવા મળશે. જાંબુ, ચીકુ, રાયણ ખુબ જ મજા પડશે.” અવનીએ હિતને સમજાવતા કહ્યુ. “મને જંગલથી ખુબ જ બીક લાગે ત્યાં ભયાનક પ્રાણીઓ રહે છે.” હિતે ફરી અચકાતા કહ્યુ. “તુ આવ તો ખરી. આપણે કાંઇ બહુ ઉંડે નથી જાવુ. થોડેકથી પાછા આવી જઇશું.” અવનીએ ફરી તેને સમજાવતા કહ્યુ. “હાલ ને હિત હાલને બહુ મજા પડશે.” બધાએ એક સાથે કહ્યુ. બધાએ ખુબ જ કહ્યુ એટલે હિત તૈયાર થઇ ગયો. બધા પોતપોતાની સાઇકલ લઇને જંગલ તરફ જવા નીકળ્યા. રસ્તો ખુબ જ સાંકડો અને ખરબચડો હતો. બીજા બધાને તો આવા રસ્તા પર સાઇકલ ચલાવવાનો અનુભવ હતો. તેથી તેઓને કાંઇ વાંધો આવતો ન હતો. પરંતુ હિતને તકલીફ પડતી હતી. તે વારંવાર નમી જતો હતો અને પડી જતો હતો. પરંતુ તે હિમ્મત હાર્યા વિના મિત્રો સાથે ફરી જોડાય જતો હતો. એકવાર તો તે એક નાનકડી નદીમાં પડી ગયો અને પગમાં પથ્થર ખુંચી ગયો. બધા મિત્રો ભેગા થઇ ગયા. પણ હિત તો ઉભો થઇને બોલ્યો, “શું ઉભા છો. ચાલો જંગલમાં.” “હિત તને લાગ્યુ તો નથી ને? તકલીફ પડતી હોય તો પાછા જઇએ.” કોષાએ હમદર્દી બતાવતા કહ્યુ. “ના, મને કંઇ નથી થયુ. ચાલો બધા જઇએ. નહિં તો અંધારુ થઇ જશે.” “હિત તને મુશ્કેલી પડતી હોય તો મારી સાથે બેસી જા. રિર્ટનમાં તારી સાઇકલ અહીંથી લઇ લેશુ. અહીં તારી સાઇકલ કોઇ નહિ લઇ જાય.” પ્રશાંતે હિત પાસે જઇને કહ્યુ. “અરે, ના ભાઇ ના જીવનમાં બધુ શીખવુ જોઇએ. પહેલી વાર આવા રસ્તા પર સાઇકલ ચલાવવી અઘરી પડે છે. પછી હુ તમારી જેમ ધીરે ધીરે શીખી જઇશ.” હિતની વાત સાંભળી બધા ખુશ થઇ ગયા અને નીકળી પડયા. હિત ધીરે ધીરે બધા સાથે અથડાતા પડતા બધા સાથે થઇ જતો હતો. પોણાક કલાક પછી જંગલ જેવુ લાગવા લાગ્યુ. બધા પોતાની સાઇકલ મુકીને એટલામાં ફરવા લાગ્યા. જાંબુ, રાયણ જેવા ફળો તોડીને ખાવા લાગ્યા થોડી વાર તેઓ રમ્યા. બાજુમાં એક ઝરણુ હતુ તેમાંથી મીઠુ મધ જેવુ પાણી પીધુ. બધા ખુબ જ ખુશ હતા. પછી તેઓ પરત જવા નીકળ્યા. હિતને હવે સાઇકલ ચલાવવામાં મુશ્કેલી પડતી ન હતી. અંધારુ થતા પહેલા તેઓ ગામમાં પહોંચી ગયા. આજે તેઓને ખુબ જ થાક લાગ્યો હતો. આથી ઘરે જઇને ફટાફટ જમીને બધા સુઇ ગયા.

હિતને જંગલમાં ખુબ જ મજા આવી હતી. બીજે દિવસે રવિવારની રજા હતી તો પણ તે સવારે વહેલો તૈયાર થઇ રમવા નીકળી ગયો. બધા મિત્રોને એકઠા કરીને કહ્યુ, “હે ગાઇસ, મારે જંગલમાં અંદર જોવા જવુ છે. તમે મને જંગલ બતાવશો?” “કાલે તો બહુ ડરતો હતો અને આજે અંદર જોવા જવુ છે. અંદર થોડુ જવાય.” દીપકે કહ્યુ. “હિત, અંદર તો અમે પણ કયારેય જતા નથી. ત્યાં ખુબ જ બીક લાગે.” કોષાએ હિતને સમજાવતા કહ્યુ. “અરે, યાર હુ થોડે જ અંદર જવાની વાત કરુ છુ. થોડે તો જઇ શકાય ને?” હિતે બધા મિત્રોને કહ્યુ. “હા, ચોક્કસ જઇ શકાય.” પ્રશાંતે કહ્યુ. “તો ચાલો જઇએ.” “પણ અત્યારે” બધાએ એક સાથે આશ્ચર્યથી ચીસ પાડીને કહ્યુ. “અરે તો એમાં શું વાંધો છે?” એટલુ હિતે કહ્યુ ત્યાં તો ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. જુનાગઢનો વરસાદ હોય એટલે કહેવાનુ શું હોય. બધા બાળકો આનંદની ચિચયારી પાડીને નાચી કુદીને વરસાદમાં નાહવા લાગ્યા. થોડીવાર વરસાદમાં નાહીને પોત પોતાના ઘરે ગયા. પછીનુ આખુ અઠવાડિયુ લગભગ વરસાદ ચાલુ જ રહ્યો. શનિવારે બપોર પછી થોડો તડકો નીકળ્યો એટલે ફરીથી હિતે કહ્યુ, “ચાલો મિત્રો આપણે જંગલમાં જઇએ.” “હિત, આખુ અઠવાડિયુ વરસાદ પડયો એટલે જંગલ તરફ જતો રસ્તો ખુબ જ ખરાબ હોય છે. થોડુંક વાતાવરણ સારું થશે પછી જઇશું.” “ઓ.કે. પણ જઇશુ હો.” બધાએ હા પાડી ત્યાં તો ફરીથી વરસાદ પડવા લાગ્યો. હવે કોઇને નાહવુ ગમતુ ન હતુ તેથી તેઓ પોતપોતાના ઘરમાં જતા રહ્યા. વરસાદ અને તડકો એમ કરતા કરતા જન્માષ્ટમીની રજાઓ પડી ગઇ એટલે હિત અને વિદ્યા તો ગાંધીનગર જતા રહ્યા. હિતને હવે ગાંધી નગર ગમતુ ન હતુ. ગાંધીનગરમાં માંડ અઠવાડિયુ વિતાવ્યુ અને હિતને ગામડુ સાંભળવા લાગ્યુ. જેમતેમ કરીને રજા પુરી થતા વિદ્યા અને હિત ગામડે આવી ગયા. ગામડે આવતા જ હિત રાજીના રેડ થઇ ગયો. વિદ્યા પણ હિતનો ગામડા પ્રત્યેનો લગાવ જોઇને ખુબ ખુશ થઇ ગઇ. તેને આશ્ચર્ય થતુ હતુ કે ગાંધીનગર જેવા મેગાસીટીમાં ઉછરેલા હિતને ગામડા પ્રત્યે આટલો લગાવ છે. વરસાદ પડવાનો તો ઓછો થઇ ગયો હતો પરંતુ કીચડ અને કાદવ તો હજુ હતા જ, તેથી બધાએ એકાદ મહિના બાદ જંગલમાં જવાનુ નક્કી કર્યુ. પંડર વીસ દિવસ સુધી વરસાદની જગ્યાએ તડકા પડવા લાગતા કાદવ કીચડ બધુ સુકાવા લાગ્યુ. ત્યાર બાદ શનિવાર આવ્યો અને મિત્રોને જોઇતુ હતુ તે મળી ગયુ. બધાએ એકઠા થઇને જંગલમાં જવાનુ નક્કી કર્યુ. રવિવારે તિ વિદ્યાને કોચીંગ ક્લાસમાં પણ રજા રહેતી તેથી વિદ્યા હિતને આખા અઠવાડિયાનુ લેશન રિપીટ કરાવતી તેથી રવિવારે સાંજે હિતને રમવાની મનાઇ જ રહેતી તેથી બધા મિત્રો શનિવારે બપોરે જ સાડા ત્રણૅ વાગ્યે સાઇકલ લઇને નીકળી ગયા. સાઇકલ લઇને બધા મિત્રો પહેલા તો સીમમાં રમવા જતા તેથી બધા માતા પિતાને કોઇ ચિંતા ન રહેતી. જંગલની વાત કોઇપણના ઘરમાં ખબર ન હતી, નહી તો નાના બાળકોને તો કોઇ આમ એકલુ જંગલમાં જવા જ ન દે. બધા છાનામાના નીકળી પડ્યા. હિતને પણ હવે આવા જંગલના રસ્તે સાઇકલ ચલાવવાનો સારો એવો મહાવરો થઇ ચુક્યો હતો. વરસાદના કારણે ગામના રસ્તા પણ ખરાબ થઇ ચુક્યા હતા માટે હવે હિતને ચોમાસામાં સાઇકલ ચલાવવાનો ખાસ્સો એવો અનુભવ થઇ ચુક્યો હતો તેથી તે હવે બીજા મિત્રોની સાથે જ સાઇકલ ચલાવી રહ્યો હતો. પોણાએક કલાકમાં બધા જંગલમાં પહોંચી ગયા. ઘણા સમય બાદ બધા મિત્રો જંગલમાં આવ્યા હતા તેથી બધા ખુબ ખુશ હતા એમા પણ ખાસ કરીને જિત. પહેલા તો સાઇકલોને પડતી મુકીને બધા મિત્રોએ ખુબ ફળો ખાધા, ફળો ખાઇને થોડીવાર રમતો રમ્યા અને પાણી પીને ખુબ મસ્તી કરી. મજાક મસ્તી કરીને બધા જંગલમાં ચાલવા લાગ્યા. બધાને બીક લાગતી હતી છતા પણ જંગલ જોવાની લાલચે આગળને આગળ વધે જઇ રહ્યા હતા.દૂર દૂર ક્યારેક સસલા અને હરણ જેવા પ્રાણીઓને જોઇ બધા ખુબ મજા કરતા હતા. હિતે તો પ્રાણીસંગ્રહાલયમાં જ આવા પ્રાણીઓને જોયા હતા જ્યારે આજે આમ મુક્ત રીતે વિહરતા પ્રાણીઓને જોઇ તે વધુ આનંદ લેતો. પ્રશાંત તો આજે છાનામાનો કેમેરો લાવ્યો હતો તેથી તેણે તો આ રીતે વિહરતા પ્રાણીઓને જોઇ તે કેમેરા વડે ફોટા પાડવા લાગ્યો. થોડે દૂર ગયા તો દૂર દૂર અગ્નિ જેવુ કંઇક બધા મિત્રોને દેખાયુ હિતે બાઇનોક્યુલરથી જોયુ તો ઝુંપડી જેવુ કાંઇક દેખાતુ હતુ. બધા મિત્રોએ તે દિશામાં આગળ વધવાનુ નક્કી કર્યુ.બધા તે દિશામાં આગળ વધવા લાગ્યા. ઝુંપડીથી થોડે જ દૂર હતા ત્યાં બધાની નજર ચકિત થઇ ઉઠી. બધા આશ્ચર્યભરી નજરે એકબીજા સામે જોઇ રહ્યા. બધાના ચહેરા પર ડરના ભાવ ઉપસી આવ્યા.

વધુ આવતા અંકે.......

શું બાળકો કોઇ મોટી મુશ્કેલી ના મુખમાં ફસાઇ રહ્યા છે કે? નાના બાળકોએ આ રીતે જંગલમાં આવીને બહુ મોટી મુસિબત વહોરી લીધી છે નહી ??? શું થશે આગળ, જાણવા માટે જરૂરથી વાંચજો નેક્ષ્ટ પાર્ટ....