Gajaro in Gujarati Short Stories by Prafull shah books and stories PDF | ગજરો

Featured Books
Categories
Share

ગજરો

શેઠ ઓ શેઠ આ ગજરો તો લેતા જાવ...

એક નાની નમણી ઢીંગલી જેવી નાજુક બેબી સિંગ્નલ પાસે ઊભેલી બ્લુ રંગની ગાડી પાસે દોડતી ઊભી રહી. દરવાજાનાં કાચ ઉપર ચઢ્યાં. ડ્રાયવર કાંઈ બોલવાજાય એ પહેલાં
પાછળની સીટ પર બેઠેલાં શેઠે ઈશારાથી ચૂપ રહેવાનું જણાવ્યું. શેઠે પોતાની બાજુનો કાચ ખોલીને મહેકતો ગજરો લીધો. દસ ની નોટ આપી. તે બાય બાય કરતી જ્યાંથી આવી હતી તે તરફ રુમઝૂમ કરતી ચાલી ગઈ. શેઠ તેને જોતાં રહ્યાં અને વિચારોમાં ખોવાઈ ગયાં.

ગાડી ચાલે છે. ડ્રાઈવર વિચારોમાં ખોવાયેલો છે, ખૂલ્લી આંખે. આંખો સમક્ષ ના રસ્તો છે, ના આકાશ છે, ના આસપાસની ચહલપહલ. એની સમજમાં નથી આવતું કે શેઠે ગજરો કેમ લીધો? કોના માટે લીધો? બરાબર મહિના પછી શેઠ ઘરની બહાર નીકળ્યા છે. ચહેરા પરની વસંત વિયોગના વાવાઝોડામાં વિખેરાઈ ગઈ છે.આજે પહેલી વાર શેઠનાં ચહેરા પર સ્મિતની આછી પાતળી રેખા પળભર માટે જોઈ જાણે શ્રાવણી તોફાનમાં ચમકી ગયેલી વીજલડી. આદત મુજબ ડ્રાઈવરથી ગાડીનું હોર્ન વાગી ઊઠ્યું , પણ દરવાજો જોતાં તે છળી ઊઠ્યો! અરે આ શું ? શેઠાણી અહીં ક્યાંથી? પાછળ નજર નંખાઈ ગઈ. શેઠ ઘસઘસાટ સૂતાં હતાં. પસીનાનાં તળાવમાં નાહી રહ્યો છે એવો અનુભવ તેને થઈ રહ્યો હતો. છેલ્લાં તીસ વરસ નો ક્રમ કંઈક આ પ્રકારનો હતો.

રોજની જેમ સાંજે પવનકુમાર ઓફિસથી ઘ્રરે જવા નીક્ળ્યો હતો. ચર્ચગેટનાં
સિગ્નલ પાસે ગાડી ટ્રાફિકમાં ખોટકાઈ ગઈ હતી. નવીનવી દુલ્હન, નવો નવો બંગલો,
જલ્દી જલ્દી ઘરે પહોંચવાની તાલાવેલી વચ્ચે ગાડીનું ખોટકાઈ જવું, પવનકુમારને
અસહ્ય લાગી રહ્યું હતું. ત્યાં ગાડી પાસે નાની પરી જેવી એક છોકરી પવનકુમારને
આજીજી કર્યાં કરતી હતી કે પ્લીઝ એક મેડમ કે લિયે લીજીયે ન સાહેબ. પવનકુમાર
તે નાની શી ગુડિયાને જોતો રહ્યો. તે એક સામાન્ય બાળકી હતી. શ્યામ રંગની, એ રંગ
પર ફૂટપાથની ધૂળ ઝાકળની જેમ સંધ્યાનાં સોનેરી કિરણોમાં ચમકી રહી હતી. વળી
પવનકુમારની આંખો પર નવીનવેલી દુલ્હનનો રોમેન્ટીક રંગ ચડ્યો હતો. પૂછવું જ શું?
જેની એક એક ક્ષણ પરી શી દુલ્હન નામ જેનું રશ્મી હતું એનો ચડ્યો હતો રંગ. તેથી આ
સામાન્ય બાળકી સુંદર લાગવા માંડી! વળી બે અર્ધ ખૂલેલાં હસતાં હોઠ વચ્ચે મોતીનાં
દાણા જેવાં ચમકતાં ઝીણાં ઝીણાં દાંત! બાળકીની માસુમિયત આકર્ષી ગઈ. દસની નોટ
આપી હસતાં હસતાં ચહેરે.થેંક્યું સર, થેક્યું સર કહેતાં ગજરાની પૂડી આપી ભીડમાં
ખોવાઈ ગઈ. તે બાળકી જેવી ગઈ કે ગાડી સ્ટાર્ટ થઈ. પવનકુમારનાં ઉદગાર લકી ડોલ
વાતાવરણમાં મહેંકી ઊઠ્યાં ગજરાની લીસી સુવાળી મહેંક્ની જેમ!

રશ્મીનાં ખ્યાલોમાં પવનકુમાર સ્ટીરીયોમાંથી વહેતુ, ઝરણાં જેવું ગીત
કિસી શાયરકી ,,,,,ડ્રીમ ગલ .ડ્રીમ ગલ..માં ઝૂલી રહ્યો હતો ભીતર ભીતર.. હોર્ન
વાગતાં પવનકુમાર તંદ્રામાંથી જાગ્યો. એક ઝટકા સાથે ચોંક્યોં. દરવાજો ખોલી રહી
હતી ગુલાબનાં ફૂલની જેમ મુસ્કુરાતાં, ખીલતાં ચહેરે ઢળતાં સૂરજનાં રંગીન
મિજાજમાં પવનકુમારની પરી શી દુલ્હનિયા રશ્મી! બંન્ને જણ ખુશ હતાં.એક જણે
સરપ્રાઈઝ આપી હતી, એક જણે સરપ્રાઈઝ ઝીલી હતી. લાગણીનાં ફૂલોનાં વરસાદમાં ભીંજાઈ
રહ્યાં. મૌનના ઘૂધવતા બાગમાં!

" અરે! તુ.! "

" તારું સ્વાગત કરવા.. હાઉ વોઝ યોર ફર્સ્ટ ડે!"

" ફક્ત તારી યાદ, યાદ,યાદ! "

" શું વાત છે! દોઢ મહિનાનું હનીમુન હજી ઓછું પડ્યું? " કહેતા રશ્મીએ ગાડીનો
દરવાજો ખોલ્યો.

" અફકોર્સ આખી જિંદગી ઓછી પડશે.." કહેતાં તે ગાડીમાંથી ઊતર્યો.

" અરે ! આ હાથમાં શું. " હસતાં હસતાં તેણે પૂછ્યું . રશ્મીએ પડીકું હાથમાં
લીધું. લહેરાતા ઝૂલ્ફોની પોની બાંધવા લાગી. આ જોઈ પવનકુમારે ઉત્તેજિત થઈને
કહ્યુ, " અરે! જરા, જોઈ તો લે..શું છે? "

" ક્યા મૈં લલ્લુ લગતી હું? મેરી ફેવરીટ ચીજ ગજ્રરા હૈ ન?" કહેતાં લીલું
લીસ્સું પડીકું ખોલી પોની પર ગજરો વીંટાળી પવનકુમાર તરફ પીઠ ફેરવીને ઊભી રહી.
પવનકુમારે હસતાં હસતાં ગાંઠ મારી.

" કેવી લાગુ છું" ઉત્તેજિત થઈને રશ્મીએ પૂછ્યું." વર્ષો પછી કદાચ ગજરો
મળ્યો.પવન, થેંક્યું સો મચ. પણ આ કેવી રીતે , કેમ કરીને, વિચાર આવ્યો" કહી દૂર
દૂર ઢળતા સૂરજની ગરિમા જોઈ રહી.

" ખરેખર, તું લાજવાબ લાગે છે, ડાર્લિંગ. એક ગુડિયાએ કહ્યું કે સાહેબ, મેડમ
માટે લઈ જાવ. ચલ રાઉન્ડ મારીને આવીએ."

" હું તો તૈયાર થઈને આવી છું. તારી રાહ જોઉં છું "

" ઓ. કે." કહી ડ્રાઈવરને રજા આપી કૂદકાં મારતો ઘર તરફ દોડ્યો. બસ પછી તો આ
રોજનો ક્રમ થઈ પડ્યો.

રોજ ઘરે જતી વખતે ગજરો લઈ જવો એટલે લઈ જવો. રાહ જોતી તે ઊભી હોય.
મલકાતા હોઠે, મહેંકતા વદને, મસ્તી ભરી આંખે! ક્યારે ક પવનકુમાર મૂડમાં હોય તો
ડ્રાઈવરને હસાતાં હસતાં કહી દેતો કે મેરી વાઈફકો ઈંતજાર હૈ સિર્ફ ગજરેકા! ના
કી મેરા! ના સાડી કી ફરમાઈશ, ના ઓરનામેન્ટસ કી. દેખતા હું ઉસકી આંખોમેં નશા
ગજરેકા!અજીબ દુનિયા હૈ! બંને જણ હસી પડતાં પૂરપાટ વહી જતી ગાડીની રફતારમાં..

કોક કારણસર એક દિવસ પવનકુમાર ઓફિસથી મોડો નીકળ્યો હતો. રાતનાં દસ
વાગ્યાં હતાં. સૂમસામ રસ્તો,સ્ટ્રીટ લાઈટનાં ઝગમગાટ વચ્ચે પાણીનાં રેલાંની જેમ
વહી જતી એકલદોકલ ગાડીઓ.ફૂટપાથ પરનાં ફેરિયાઓ પોતપોતાનો માલસામાન સમેટી રહ્યાં
હતાં. પવનકુમારની નજર ગજરાવાળી બાળકીને ગોતી રહી હતી. ડ્રાઈવરની નજરમાં આ વાત
છાની ના રહી. ગાડી ધીમેથી ચલાવવાનું , કોઈ ગજરાવાળું નજરમાં ચઢે તો ગજરો લઈ
લેવા ગાડી ઊભી રાખવાનો હુકમ પણ આપી દીધો હતો. આ સમયે ગજરો મળવો મુશ્કેલ છે
આસપાસ તેઓની વસ્તી છે તો ત્યાં ગાડી લઈ લે કે એવો પ્રશ્ન પૂછતાં પવનકુમારે મૂક
સંમતિ આપી.

ગાડી તેઓની વસ્તી તરફ ઊભી રહી. આસપાસ રમતાં છોકરાંઓ કુતૂહલ થી ગાડીની
આસપાસ ઊભાં રહ્યાં. એમાંની એક બાળકીએ ઉત્તેજિત થઈને બૂમ પાડી, " મા, ઓ મા..
પેલાં સાહેબ આયાંશ..ગજરો છે કે? "

શાંત વાતાવરણમાં ગપછપનાં તરંગો ફરી વળ્યાં. ઝૂંપડામાંથી તે બાળકીની મા બહાર
આવી. પવનકુમારને પોતાનાં આંગણાં માં જોઈ જમાનાને ખાઘેલ તે સ્રી આવેલ વ્યક્તિની
તાલાવેલી કે સંજોગોની પરિસ્થિતિ સમજી ગઈ. ના શબ્દની વરાળ થઈ ગઈ અને મુખમાંથી
શબ્દો લસરી પડ્યાં ઝાકળનાં બુંદની જેમ

" શેઠ, સાહેબ, બે મિનિટમાં બનાવીને આપું." કહી ઝૂપડામાં જતી રહી.

પવનકુમાર ઝૂપડામાં રહેતાં નાના બાળકો્નાં આનંદકિલ્લોલની મજા લેતો
રહ્યો, વિચારતો રહ્યો કે સુખ નામની સંજીવની પૈસાથી નથી મળતી. અને બાળપણને કોઈ
બોજો નડતો નથી. ખાવું, પીવું,રડવું ને રમવું...

" સાહેબ, લો તમારો ગજરો, માએ ફટાફટ તમારે માટે બનાવી દીઘો, રોટલાં બાજુએ
મૂકીને.. "પૂડી આપતાં બાળકીએ હસતાં હસતાં કહ્યું.

પવનકુમારે પચાસની નોટ બાળકીને આપી. " મા ચાર દસ પાછાં આપો.."

" ના ,રહેવા દે".

" શેઠ, ના.તમારી મજબૂરીનો ખોટો લાભ લઉં તો ઘંઘામાં બરકતના આવે. છોકરાઓમાં
સંસ્કાર ખોટા બેસે..’ કહી ચાલીસ રૂપિયા પાછાં આપ્યાં.પવનકુમારે અભણ નહીં પણ
અક્ષર ગ્યાન જેમની પાસે નથી તે લોકોનાં ઉમદા વિચારો સાંભળી અલગ અંદાજમાં
નમસ્કાર કર્યાં. અને સૌ બાળકો જતી ગાડીને જોઈ રહ્યાં.

***

ડ્રાઈવરનું ચોંકવું પણ સકારણ હતું. રશ્મી મ્રુત્યું પામી હતી કાર
એક્સિડન્ટમાં! અને પવનકુમારે ગજરો કેમ લીઘો તે સમજાતું ન હતું.આજે પહેલો દિવસ
હતો ઓફિસે જવાનો ,કદાચ પત્ની યાદ આવી હશે એમ વાત મનાવતો રહ્યો પોતાની જાતને
સંતોષવા. વિચારોના ધોડાપૂરમાં પોતાના મુકામે આવી પહોંચ્યો એનો ખ્યાલ પણ ના
રહ્યો અને આદત મુજબ હોર્ન વગાડી બેઠો. દરવાજો ખૂલ્લો જોતાં જ એની આંખો અંજાઈ
ગઈ જેમ આકાશમાં ઘડાકાભડાકા સાથે વીજ ચમકી જાય! સામે રશ્મી ઊભી હતી, હસતી
આંખો,ઊડતો પાલવ, માદકતા ભર્યું લહેરાતું સ્મિત. અરે! આ શું? શેઠાણી? અહીં
ક્યાંથી? પાછળ નજર નંખાઈ ગઈ. શેઠ ધસધસાટ સૂતાં હતાં.પસીનાનાં તળાવમાં તડફડી
રહ્યો છે , ડૂબી રહ્યો છે એવો અનુભવ થઈ રહ્યો હતો. ગભરાટમાં જોરથી હોર્ન પર હાથ
મુકાઈ ગયો. હોર્નું જોરથી વાગવું, ગાડીનું ઝાટકા સાથે થોભવું, પવનકુમાર જાગી
ઊઠ્યો.પસીનાથી લથપથ ડ્રાઈવરને જોઈ આશ્ચર્ય થયું ." ક્યા હુઆ? તબિયત તો
ઠીક હૈ ન?"

" સાહબ" માંડ માંડ બોલી શક્યો.

" હા, બોલો.. ક્યા હુઆ.. ક્યું ડર રહા હો? કુછ બતાવો તો .."

" શેઠ સાહબ મૈંને શેઠાણી કો દેખા.. દરવાજા ખોલતે હુએ.. "

પવનકુમારે ચારેબાજુ નજર ફેરવી. " કોઈ નહીં હૈ .."

પવનકુમાર નીચે ઊતર્યો. શેઠને સ્વસ્થ જોઈ તે આશ્ચર્ય પામ્યો.શેઠને જતાં જોઈ
ડ્રાઈવરે પૂછ્યું , " સાહબ, આ ગજરો ? "

બંન્ને જણ એક્બીજાને જોઈ રહ્યાં. પવનકુમાર ધીરેથી ગાડી પાસે ગયો, દરવાજો ખોલી
ગાડીનાં ડેસ્ક પરની રશ્મીની હસતાં ચહેરાવાળી ફ્રેમને જોઈ રહ્યો. ગજરાની પૂડી
ખોલી . હાથમાં ગજરાને ઝૂલતો જોઈ રહ્યો. ધીમેથી ચૂમી ગજરાને , રશ્મીની ફ્રેમ પર
લગાવી ક્યાંય સુધી જોઈ રહ્યો. ધીમેથી ડ્રાઈવરને પૂછ્યું ,

" કેમ લાગે છે? ઠીક છે ને? "

ડ્રાઈવર નિરુત્તર રહ્યો. " અબ કોઈ નજરમેં આતા હૈ?

ડ્રાઈવરે પસીનો લૂછતાં ચારે તરફ નજર ફેરવી. " ઠીક હૈ સા’બ." તેની પીઠ થાબડતાં
માખણ જેવાં મુલાયમ રેશમી સ્મિત સાથે કહ્યું " હવે તને ડર નહીં લાગે. મેડમે
પહેરી લીધો છે હવે ગજરો..રોજ આ પ્રમાણે હવે પહેરશે ગજરો.. " કહી પવનકુમાર જતાં
ડ્રાઈવરને જોઈ રહ્યો.

સમાપ્ત

પ્રફુલ્લ આર શાહ.