Ashkiya.. in Gujarati Poems by Ashq Reshammiya books and stories PDF | અશ્કિયા...

Featured Books
Categories
Share

અશ્કિયા...

અશ્કિયા...

અશ્ક રેશમિયા..

* બને તો એમને કહેજો દોસ્તો!!

કે કોડિયુ ન મૂકે મારી કબર પર,

નહી તો લાગશે વેમીલી દુનિયાને

કે 'અશ્ક' કબરમાં પણ નજમ લખી છે!

* તમારા દુ:ખ હરવા દૂત બનીને આવ્યો છું

હ્રદયમાં છે ખુદા, એ સબૂત લઈને આવ્યો છું,

ફકીર માનીને ધુત્કારશો ન આપ દ્વારેથી

સંબંધોને મજબૂત કરવા અવધૂત બનીને આવ્યો છું.

* ઓરા આવો તો વાત કહું એક કાનમાં

આજ અમે આવી ગયા છીએ તાનમાં,

કાં તો ઉતરી આવો અમ ઉરચમનમાં

કે પછી જોડાઈ જાઓ અમ જાનમાં.

* અમે આવશું ને પ્રસંગનએ દીપાવશું

સ્નેહભીના સંબંધને ચાર ચાંદ લગાવશું,

તમો બારણા ઉઘાડા રાખજો દિલ તણાં

એ દ્વારે અમે નવરંગી તોરણ બની આવશું..

*આમ મુજથી ચહેરો છુપાવશો ક્યા લગી

હ્રદયને મારા આમ તડપાવશો ક્યા લગી,

ટેવ છે વેરાન આંખને આપના દીદારની

રડતા હૈયાને આમ હીબકાવશો ક્યા લગી!

* ફૂલોને જબરુ આજ નાચ ચડ્યું છે

લાગે છે મહી ભમરાને ગુંજન ભર્યુ છે,

નક્કી કોયલનુ અહી કુંજન ફર્યું છે

એટલે ગુલાબી એના ગાલે ખંજન પડ્યુ છે.

* તું જ કરે છે સનમ કદર આટલી મારી

જો, બની છે જીંદગી જનન્નત મારી,

કોણ રાખે છે ભલા શૅહ જરીયે જગની

અહીં વેર રાખે છે માનવી જ માનવીથી!!

* ખેડાયા વિનાનું ખેતર છું

રંગ વિનાનું ચિતર છું,

ખોજ મારી ક્યાંય ન કરજે તું

હું તારી જ સાવ ભીતર છું.

* તારી યાદ આંખેથી આંસું બને વહે છે

તું આવીને અશ્કસમંદરમાં નહાઈ જા,

તુજબીન જીવન હવે સાવ મુશ્કેલ છે

તુ આવ આવ મુજમાં સમાઈ જા..

* એટલે આજ આટલો ખુ્શ છં

કે કાલે અલવિદા કરી જવાનો છ,

તમો ગમે તે કરો પરવા નથી હવે

તમારા જ હવાલે દિલ કરી જવાનો છું.

* જાત ઘસીને બતાવો, દોસ્તો!

આમ, જુતા ઘસ્યે શું ફાયદો?

હૈયામાં હામ ભરીને ભેદી લો પહાડને

જુઠો નીકળે છે પ્રણયમાં પણ વાયદો..

* ઉભરાઓ પ્રંચંડ ઉઠે છે ને

સ્હેજમાં સાવ ઠરી જાય છે,

આરજુ પણ કેવી ગજબની!!

મારી સાથે જ રમી જાય છે..

* કાજલ માનીને આંજી મે આંખમાં

જુઓ,આવી ગયો છું કેવો વટમાં,

પલ પલ મ્હોરાય છે હ્દય મારું

જુઓ!જાદુ કેવો છે એની લટમાં.

* ગમી ગયું જે- જે એને બિન્દાસ્ત અડ્યો છું

જુઓ, તેમ છતાં ક્યા કોઈને નડ્યો છું,

પ્હોં ફાટતા જ ઘોડે ચડ્યો'તો 'અશ્ક'

બસ,આપ લગ પહોચતા જ મોડો પડ્યો છું.

* જીગરને મળ્યા જે જખમો હજુ નવા જ છે

જગતમાં ક્યા એની કોઈ દવા જ છે,

મળે માર્ગમાં તો ફરી વ્હોરી લઉં છું

જીગરની ઝાડીઓ હજુ જવાં છે.

* શાને માંડ્યા છે મુજ ભણી ચરણ!

હું તો છું શુષ્ક વેરાન રણ,

છતાંય ભેદવુ જ હોય ભીતરને મારા

તો પહેલા તું મને પરણ..

* રમણીય એક રાતે મહોબ્બતનો ચાંદ મે ખોયો

સ્વ'ની ગોદમાં મો છુપાવી સારી રાત પછી રોયો,

પામી ન શક્યો મહોબ્બતના વાસંતી મિલનને

અશ્ક'ફરી એમને પામવાની આશમાં ઉમ્રભર રોયો.

* આજ ફરી નજરો ક્ષિતિજે ચડી છે

ઝંઝાવાતી તોફાનો ને આંધી ચડી છે,

શાયદ,એના કરમહી બુઠ્ઠી તલવાર પડી છે

જો આજ બદનામી મુજથી જંગે ચડી છે.

* ખુદનો જનાજો ઉંચકીને

ભટકતો રહ્યો ઉમ્રભર,

કબરમાં કિંતું પહોચાયું નહી

કારણ હું સાવ એકલો હતો.

* મને મારી ઝાઝી કંઈ ખબર ના

હવે મળીશ આપને હું કબરમાં,

જીવતેજીવ જેને રહી મારી ખબર ના

અશ્રુ વહાવવા આવશે એ મારી મૈયતમાં.

* દિલની ડેલીએ લાગી જશે તાળા

પછી શું કરશો ભરીને ઉછાળા,

રોઈ રોઈને મરી જશું અમે પછી

લોક મોઢા કરશે તમારા જ કાળા.

* છું ઈન્સાનની ઓલાદ

છતાં ઝેર ઓકી શકું છું,

સાહિલ નથી છતાયે

સમંદર રોકી શકું છું.

* નાની ઉંમરમાં મોટું કામ કરી ગયો છું

જીવન તમારે નામ ધરી ગયો છું,

કર્યો'તો વાયદો જીવતર એકલું જીવવાનો

સમજાતું નથી સ્વ ને શું કામ છળી ગયો છું.

* જગતમાં ક્યા કોઈને કોઈની પડી છે

હરમોડ પર અશ્કભરી ઉદાસી ખડી છે,

જીવતા જનોને તો ઠેબે ચડાવે છે સૌ

ને એક લાશ પર પોકળ પોક પડે છે.

* જગતને જેની જાણ સુધ્ધા નહોતી

મે અપાર એવી પ્રીત એમને કરી હતી,

દુનિયા જેનાથી જાણી ગઈ મુજને!!

એવી અપાર એમણે બદનામી કરી દીધી!!

* પ્રણયની મોઘમ જીંદગી જીવતાં જીવતાં

મને જો સ્નેહભરી મંઝીલ મળી ગઈ હોત!!

તો વિરહની ભેંકારભરી આ કબર મહીં

અશ્ક'દર્દથી આટલો કણસતો ન હોત!!

* તુજથી હારીને જગને જીતી ગયો છું

ખુદના આંસુઓ ખુદ પી ગયો છું,

શૂરાતન ચડાવ્યુ તે એટલુ જખમાવીને

જો, મોતનેય મારીને જીવી ગયો છું..

* ઝંખુ છું તુજને તુજને ઓ સનમ

હજીયે ઈંતજાર તારો કરું છું,

હૃદય તો એવું ભાંગ્યું છે તે! !

હજીયે વલોપાત કરું છું..

* ખબર નહોતી જીંદગી તબાહ થઈ જશે

અંગત હતા જે એ જ બરબાદ કરી જશે,

મરી જવાય જીવતા જ જગતની કબરમાં

એવું કોઈ સાવ જ બદનામ કરી જશે!!

* કામ ઉપર કામ છે

અન્યોનુ શુ કામ છે,

ખાલી ઘર ને ગ્લાસ છે

છલકતો મહી જામ છે.

* ગમગીનીના પરદેશમાં છું

એટલે સાવ સાદા વેશમાં છું,

વિરહમાં વીતી ગયા કૈક દાયકા

મળવાના તેથી પ્રંચંડઆવેશમાં છું

* તારાથી જુદો કર્યો ને બેહાલ થઈ ગયો

બન્યો કંઈ ના તે ગઝલકાર થઈ ગયો,

આ કેવી થઈ વિધીની વક્રતા અલ્પાયુમાં

જો તારા વિના હું કેટલો ન્યાલ થઈ ગયો.

* ઉરમાં હજું યાદ તારી ફરિયાદ બની ખટકે છે

આંખોમાં હજું યાદ તારી દરિયો બની છલકે છે,

કેટલી પીડાઓ ને કેટલા આંસુઓ સારવા મારે

જીગરમાં હજં યાદ તારી મારી જાન લેવા મલકે છે.

* બારીએ આવીને આજ ભૂંગળ કોઈ વગાડી ગયું

હતી પરમ શાંતિ એનેય કોઈ સાવ ભગાડી ગયું,

સૂતેલા દર્દે દિલને ફરી આજ કોઈ જગાડી ગયું

માંડ શમ્યો'તો શોકાગ્નિ ને ફરી કોઈ દઝાડી ગયું.

* જ્યારે- જ્યારે એમને જોઉં છું

ખુદનસીબ પર ખુદ રોઉ છું,

કત્લ કરીને જતાં એમને રોકી શક્યો નહી

બીજા સંગે જોઉં છું ને હવે રોઉ છું.

* જ્યારથી એ ગયા છે

બેચેન બેચેન બનાવી ગયા છે,

કેટલું મ્હોરાતા હતા એ!

જખ્મો સઘળા રડી રહ્યા છે.

* હતું સુખ ક્ષણિક તે ગયું, દોસ્ત!

વિયોગ હવે વંટોળ બની વાહે પડ્યો છે,

કહેજો એને કે કટારી હવે મ્યાનમાં રાખે

હવે ' અશ્ક'પણ જંગે ચઢ્યો છે..

* કોઈ ચોરી ગયું, કોઈ લૂંટી ગયું

કોઈ જખમાવી ગયું કોઈ વીંધી ગયું,

ભોળુડા હ્રદયની એ જ વિસાત રહી કે

આજ લગી ક્યા કશી ફરિયાદ કરી છે.ર

* સૂકી આંખોમાં તારી યાદોના ખ્વાબ રહી ગયા

દિલમાં મારા તારા કૈક સવાલોના જવાબ રહી ગયા,

જીવવું હતું મારે તો તારા પ્રેમના પાલવમાં જ

મારી ધડકતી ધડકનમાં તુજ બેવફાઈના દાગ રહી ગયા.

* જગતની આંખોનું નૂર છું હું

પ્રણયના કોડિયામાં પૂરાયેલ દિવેલ છું,

ભલે ધિક્કારે જગત બદનામ કરી મને

એમની જ આંખમાં છૂપાયેલ અશ્ક છું હું.

* કીર્તિ તણી કીર્તિ ફેલાવવા હું અશ્ક બની ગયો

શબ્દના લઈ બુંદો અશ્કનુ હું ઝરણું બની ગયો,

ભીતરી અવિનાશીની આંખેથી વહાવ્યા મે આંસું

આખરે અશ્ક'માંથી હુ 'અશ્ક રેશમિયા' બની ગયો.

અશ્ક રેશમિયા..