Mograna Phool - 10 - 2 in Gujarati Fiction Stories by Mahendra Bhatt books and stories PDF | મોગરાના ફૂલ - ૧૦

Featured Books
Categories
Share

મોગરાના ફૂલ - ૧૦

મોગરાના ફૂલ

લેખક -મહેન્દ્ર ભટ્ટ

પ્રકરણ દસમું (ભાગ-૨)

સત્સંગ

"બેસો તો ખરા, હમણાં તો આવ્યા"અને કાકા બોલ્યા

"આપણે એકલા નથી મણીલાલ બેસે, એ તો બિચારા આપણા માટે દોડ્યા જ કરે છે,"અને

"દોડ્વુંજ પડેને કાકા વારેઘડીયે થોડા આવવાના છે તે સેવા કરવાનો લાભ મળે"એટલું કહેતા તો તે જતા રહ્યા, થોડીવારમાં ચા નાસ્તો આવ્યો એટલે ભગતે થોડીવાર પહેલાની વાત, નરસિંહ મહેતાના વિષયથી જગદીશ કેટલો ભાવિક બની ગયો હતો તેની વાત કરીને કાકાનું મન બહેલાવ્યું,કાકાને પણ ખુબ આનંદ થયો,પણ પછી હસતા હસતા તેમણે કહ્યું

" ભગત તને ખબર છે હું રોજ સવારે તેમના ભજન સાંભળું છું અને એક ભજન તો ખાસ, જાગીને જોઉં તો જગત દિશે નહિ ઊંઘમાં અટપટા ભોગ જાગે।...સાંભળ્યું છે તે, અને ભજનની મજા તો ત્યાં આવે કે મહેતાજી કહેતા કહેતા એમ કહી દે છે કે "ઘાટ ઘડિયા પછી નામ રૂપ ઝૂઝવા અંતે તો હેમનું હેમ હોયે," એટલે મહેતાજીએ આ ભજન રચીને ઘણી મોટી વાત કહી નાખી છે,"ભાવુક થયેલા કાકા ભજનના પ્રભાવમાં કેટલા બધા પ્રસન્ન દેખાતા હતા તે ભગતે પહેલી વખત અનુભવ્યું, સવાલ એ હતો કે કઈ વાત કાકા નહોતા જાણતા કાકા દરેક વાતથી અનુભવી હતા,

"કાકા તમે તો જબરી મઝા લો છો, મને લાગે છે કે જો તમે પ્રધાન બનવાનું વિચારો તો તેમાય તમને સફળતા મળે," અને કાકા ભગત સામે જોતા બોલ્યા,

"હવે કાકાને ગંદા પોલીટીક્સનો રસ્તો બતાવ્યા વગર તારું એકાએક્નુ પ્રયોજન સમજાવીશ"ભગત મશ્કરીના મુડમાં હોય તેમ

"હવે કાકીની યાદ આવી લાગે છે,"કાકાએ જવાબ આપતા કહ્યું

"હવે તો તમારે મઝા લેવાની, પણ એ કે મઝા બગાડતા કહું કે ચાર દિવસની ચાંદની ને ભગતજી પાછળ અંધારી રાત, એટલે ..."ભગતે વાત કાપતા કહ્યું

"તમારી સલાહ પ્રમાણે ભૂતને ભૂલી ભાવિને શાને યાદ કરવું, અંધારી રાત તો આવતા આવશે પણ ચંદા જેવી ચાંદનીની મઝા ન લઈએ,"અને કાકાની નજર સામે જ્યાં ચંદા આવી ત્યાં ભગતની નજર ઝુકી ગઈ પણ ચંદા હવે હકીકત હતી તો શરમથી ક્યા સુધી ઝુક્યા કરવું પણ ચંદાની યાદ સાથે તેણેકહેલી એક વાત યાદ આવી ગઈ અને મઝાક મસ્તીના મુડ ઉપર ગંભીરતાનું આવરણ છવાઈ ગયું, કાકા તરફ એ ગંભીર બનેલો ચહેરો ફેરવાયો અને કાકાએ પ્રશ્ન કર્યો

"શું વાત છે ભગત? " ભગતે કહ્યું

" કાકા ચંદા એ જ્યારે મારામાં પૂરો વિશ્વાસ મુક્યો ત્યારે તેને મુઝાવતો પ્રશ્ન કહેતા બોલી, ભગત વીરસિંહ છોકરીના મોહમાં એવો તો ફસાયો છે ઘરમાં બધાને ચિંતા થવા લાગી છે," અને કાકાને રતન અને કાવેરી વચ્ચેના ઉગ્ર સંવાદ વચ્ચે વીરસિંહ ની વાત યાદ આવી ગઈ અને તરત જ તેમના મનમાં સવાલ ઉઠ્યો અને તે પણ થોડા ગંભીર બન્યા,

"હા, ભગત એ એક ગંભીર સમસ્યા છે અને મને પણ ખબર નથી પડતી કે વીરસિંહ તેમાં સફળ થાય." અને ભગતે કહ્યું

" કાકા એની તમને ખબર છે...?"માથું હલાવતા કાકા બોલ્યા

" હા, રતન અને કાવેરી વચ્ચે ની ચર્ચા પછીની મારી તારવણી છે, એ મોહમાં છે પણ છોકરી નથી, સમજવું સારું નહિ તો બરબાદી, હજુ તેની સાથે મુલાકાત થઇ નથી પણ મળશે તો સમજાવીશ" અને ભગત બોલ્યો "કાવેરી રતનની ફ્રેન્ડ છે...!!" કાકા હસ્યા અને કહ્યું

"એમાં અવળું છે, કાવેરી મોહમાં છેને રતન પાછો પડે છે, એટલે અહી બેઠો બેઠો આ બધું જોયા કરું છું પણ તારી માફક સો ટકાની મહોર નાં મંડાય ત્યાં સુધી કશું કહેવાય નહિ,"કાકાની વાતથી ભગતે પણ જાણ્યું કે અહી કોલેજની વાત જ કઈ જુદી છે, ખેર, જીવન છે તો વાતો તો બનવાની જ છે પછી તે કોઈની પણ હોય,હકીકતનો સ્વીકાર કરીને ચાલતા રહેવાનું.બીજું શું... "ભગત,જ્યારે આટલા બધા લોકોમાં આપણું જોડાય ત્યારે સબંધોનું સર્જન થાય અને પછી તે વધતા જાય,સારા નરસા ગમે તેવા સમયમાં લાગણીથી તેની માવજત થાય હવે આપણે માટે વીરસિંહનો વિષય એકદમ ચિંતાજનક છે,તે માણસ પોતાની વાતથી કેટલો બધો ભાંગી પડ્યો હશે કે જે પોતાના કહેવાતા કુટુંબ માટે પણ ચિંતાનો વિષય બની જાય,અરે કુટુંબ કરતા પણ પોતાની જાત પર પણ તેની અસર થાય ત્યારે શું વિચારાય જાણે દુનિયા તેને માટે તો પૂરી થઇ ગઈ,અને જે વિષયથી તે હેરાન થતો હોય તે વિષય માટે તે વિષય સિવાય તેને બીજું કશુજ ન દેખાય,આપણે કરીએ તો શું કરીએ,સામે મળે તો કહેવાય કે ભાઈ દુનિયા તો ત્યાની ત્યાજ છે બસ તારી ચિંતા અને તારો વિષય તારા મનમાં શૂન્ય થઇ ભળી ગયો છે,શું ખોવાઈ ગયું છે કે આટલે સુધી આવ્યા પછી બધા ભૂલાઈ ગયા છે,ખેર,એનો પણ ઉપાય કરીશું,વીરસિંહ એક દિવસ ફરીથી ખુશ દેખાશે,જગનની ચિંતામાં અહી સુધી આવેલા આપણે તો એક અજાણ્યા મુસાફરની માફક જ કહેવાઈએ,પણ સવાલોનો ઉકેલ તો થવોજ જોઈએ અને તે થશે,જરૂર થશે."કાકાની તરફ કાન માંડીને સાંભળી રહેલા ભગતે જ્યારે રતન નું નામ આવ્યું એટલે કાકાને કહ્યું

"હવે જગનનો પ્રશ્ન તો કાકા ઉકેલાઈજ ગયો છે, એનો સંદેશો તો હું લઈને આવ્યો છું"અને કાકાએ કહ્યું

"એમ એ કેવી રીતે ઉકેલાયેલો કહેવાય" કાકાના સવાલ ઉપર ભગત બોલ્યો"

"એની જે પહેલા સગાઇ થઇ હતી, તે છોકરીના ફાધરે આવુ થવાથી તોડીને તેનો આફ્રિકાના એક છોકરા સાથે વિવાહ કર્યો છે, અને શેઠના કોઈ મિત્ર કે જે હાલમાં જગનને ત્યાં છે તેમની છોકરી સાથે વિવાહનું લગભગ નક્કી છે, બસ જગન અને છોકરી 'હા' કહે તો બંને પાર્ટીને કોઈ વાંધો નથી"કાકા બોલ્યા "એ છોકરીનું નામ શું છે"અને ભગતે કહ્યું

"નામ તો મને ખબર નથી"અને કાકા નિરાશ થયા

"નામ હોત તો ખબર પડી જાત, પણ વાંધો નહિ આજે રતન જગનને લઈને આવવાનો છે, એટલે ખબર પડશે, ત્યાં સહુ મઝામાં છેને" અને ભગતે કહ્યું "હા,કાકા"ભગતના જવાબ સાથે કાકાએ ચાનો છેલ્લો ઘુંટડો ભર્યો ,ભગત નાનકી સાથેના સબંધ જ્યારે વીરસિંહ ને ખબર પડશે ત્યારે શું સ્થિતિ હશે તે વિચારમાં ઉતરી પડ્યો,કેમકે વીરસિંહ અહીજ હતો અને તેને કદાચ ખબર પણ પડશે પણ કાકાની હાજરી છે એટલે કૈક જુદુજ હશે,જે થાય તે,બારણાં ઉપર ટકોરા કરી વળી પાછા મેનેજર પટેલ આવ્યા,પુછવા લાગ્યા,કઈ જોઈતું હોય તો અને સાથે સાથે કહેતા ગયા,

“બાજુમાં ત્રણ ચાર પછીના રૂમમાં ડ્રગના અનુસંધાનમાં પોલીસ આવી છે એટલે કદાચ તમને કોઈ સવાલ પૂછે તો, કઈ જાણતા નથી એવુજ કહેજો, કેમકે પોલીસના લફરામાં પડ્યા પછી છુટાય નહિ" અને કાકાએ તરતજ કહ્યું

"પટેલ ભાઈ અમે કઈ જાણતા જ નથી પછી એનો સવાલ જ નથી થતોને.!"અને પટેલે તરત કહ્યું

"આ પોલીસ ને ઉકેલ ન મળે એટલે આજુબાજુવાળા બધાને પુછતાછ કરે, હું ત્યાજ જાઉં છું પણ આ તો મને થયું તમને કહેતો જાઉં "અને કાકાએ પટેલનો ચેતવ્યા બદલ આભાર વ્યક્ત કર્યો અને પટેલ ગયા, ભગત બોલ્યો

"કાકા હું નહોતો કહેતો, કૈક ખોટું છે, હું તો ગભરાઈ ગયો હતો"અને કાકાએ ભગતને રોકતા કહ્યું

" ભગત એ વાતને રહેવા દે, ભીતને પણ કાન હોય છે,"અને ભગત ચુપ થઇ ગયો, કેમકે ભગત એ બાબતમાં હજુ નાદાન હતો. બળેવ પછી જન્માષ્ટમીનો કૃષ્ણ જન્મનો તહેવાર ઘણો ધૂમધામથી મનાવવામાં આવે છે,હિંદુઓ આ દિવસે ઉપવાસ કરી રાત્રે ઝૂલામાં શણગારેલા બાલકૃષ્ણ ભગવાનનું પારણું ઝુલાવી "હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી " નાં મોટા નારા સાથે ઉત્સવ મનાવી ઉપવાસના પારણા રાત્રે બાર વાગે કરતા હોય છે,કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તે અરસામાં જેલની પ્રથા ચાલુ થઇ એવું માનવામાં આવે છે,એ પહેલા રામરાજ્યના સમયમાં કારાવાસનો કોઈ ઉલ્લેખ નથી એવું સંતોનું મંતવ્ય છે,કૃષ્ણ ભગવાનનો જન્મ મથુરામાં યાદવ કુળમાં રાજકુમારી દેવકી અને વસુદેવ ને ત્યાં આઠમા બાળક તરીકે થયો,જેમાં સંતો અને પુરાણના મંતવ્ય મુજબ કહેવાય છે કે,મથુરા નગરીનો રાજા કંસ ખુબ પાપાચારી હતો એટલે આકાશવાણી થઇ હતી જેમાં તેની બેન દેવકીનું આઠમું સંતાન તેનો નાશ કરશે એવું સંબોધન થયું હતું તે અનુસાર કંસે દેવકીની પહેલી છ પુત્રીની હત્યા કરી પછી દેવકી અને વસુદેવને કારાવાસમાં રાખ્યા હતા,જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારે વિષ્ણુ ભગવાને પ્રગટ થઇ વસુદેવને યમુના પાર કરી કૃષ્ણને નંદ યશોદા ને ત્યાં ગોકુલમાં લઇ જવા કહ્યું અને ત્યાંથી યશોદાને નવી જન્મેલી બાળકીને બદલામાં લઇ આવવા સુચન કર્યું જે કૃષ્ણ માટે ખુબ સલામત હતું ભગવાનના સુચન અનુસાર વસુદેવ એક ટોપલીમાં કૃષ્ણને મૂકી માથે લઇ ભયંકર વરસાદમાં જવા દેવકીની આજ્ઞા લઇ નીકર્યા યમુના નદીમાં પુર હોવા છતાં કહે છે માર્ગ થઇ ગયો શેષનાગે વરસાદથી કૃષ્ણનું રક્ષણ કર્યું,અને આમ વિષ્ણુ કૃપાથી બધું આપોઆપ થતું ગયું,ગોકુલમાં પહોચ્યા ત્યાં પણ બધા ઊંઘતા હતા એટલે બદલી કરવામાં કોઈ અડચણ ન પડી અને આમ યશોદાની પુત્રીને દેવકીના ખોળામાં લાવીને મૂકી જ્યાં કંસને આઠમા સંતાનના જન્મની ખબર પડી એટલે કંસે બાળકીને દેવકીની કુંખમાંથી ઝુટવી લઇ પત્થર ઉપર પટકી ને મારવાનો પ્રયત્ન કર્યો જ્યાં બાળકી તેના હાથમાંથી છટકી ગઈ અને ચેતવણી આપતી બોલી કંસ મરવા માટે તૈયાર રહેજે તારો કાળ જન્મ લઇ ચુક્યો છે એટલું કહી અદૃશ્ય થઇ ગઈ તે વિષ્ણુ ભગવાનની એક યોગમાયા હતી કંસ ગભરાયો એના અનુસંધાનમાં તરતના જન્મેલા કેટલાય બાળકોનો સંહાર કર્યો,અને ગોકુલમાં કૃષ્ણ ભગવાનના જન્મની વધાઈ નંદ યશોદા તથા ગોકુળવાસીઓએ મનાવી ત્યાં કૃષ્ણ ભાઈ બલરામ સાથે લીલા કરતા મોટા થવા લાગ્યા જ્યારે કંસને મરણનો ભય સતાવવા માંડ્યો ત્યારે તેણે તેની બેન પૂતના નો ઉપયોગ કરીને તેને ધાવણમાં ઝેર ભરીને મારવા મોકલી જ્યાં બાલકૃષ્ણએ તેના જીવનનો અંત આણ્યો,બાળલીલા કરતા કરતા માખણચોર બની ગોપીયોના દિલ જીત્યા આખું વૃંદાવન ઘેલું થયું,માતા યશોદાને મો ખોલી બ્રહ્મના દર્શન કરાવ્યા,નાગદમન કરી કાળીનાગ ને નાથ્યો અને ભાઈ બલરામની મદદ સાથે તેમણે મામા કંસનો સંહાર કર્યો. રતિકાકા અને ગોપાલને ભાગવત કથાનો ખુબ રસ હતો જ્યાં જ્યાં ભગવાનની કથા થતી ત્યાં તે બંને જતા,એટલે મિત્રો વચ્ચે પોતાનું કથા વિશેનું જ્ઞાન જ્યારે મોકો મળતો ત્યારે રજુ કરી બધાને ખુશ કરતા, એક વખત તો ભગતે સમય અને તેની વાત વિષે એવી રજૂઆત કરી હતી કે કાકા પણ ખુબ પ્રભાવિત થયા હતા,સૂર્ય કરતા પૃથ્વીનું કદ અઢાર ઘણું નાનું અને ચંદ્રનું કદ પૃથ્વી કરતા અઢાર ઘણું નાનું,એના અનુસંધાનમાં ગીતાની રચનામાં તેના અધ્યાય અઢાર આમ અઢારનો આંકડો ભગવાનની કોઈ ખુબજ ન જાણી શકાય એવી અજાયબી,જે હિંદુ ધર્મમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે છે,સુરજ ભગવાનની ગતિ પૂર્વમાં ઉગી પશ્ચિમ તરફની હોય પણ તે ગતિ સીધી ન હોય તે જ્યારે દક્ષીણ દિશા તરફ ઢળે ત્યારે તેને દક્ષિણાયન કહે અને જ્યારે ઉત્તર દિશા તરફ ઢળે ત્યારે તેને ઉત્તરાયણ કહેવાય,સાઈઠ પળોની એક મિનીટ,સાઈઠ મીનીટનો એક કલાક, ત્રણ કલાકનો એક પ્રહર થાય,ચાર પ્રહરનો દિવસ અને ચાર પ્રહરની રાત્રી,આમ આઠ પ્રહરના એક દિવસ- રાત,આવા સાત દિવસરાતનું એક સપ્તાહ અને પંદર દિવસનો પક્ષ,બે પક્ષનો એક મહિનો,જેમાં પંદર દિવસ ચંદ્ર ની કક્ષા વધે એ શુક્લ પક્ષ અને પંદર દિવસ કક્ષા ઘટે એ કૃષ્ણ પક્ષ આવા , બે મહિનાની એક ઋતુ, વસંત,ગ્રીષ્મ,વર્ષા,શરદ(પાનખર),હેમંત અને શિશિર. છ ઋતુનું એક વર્ષ, ,શિયાળો,ઉનાળો અને ચોમાસું( એ ચાર મહિનાની એક મુખ્ય ઋતુ),દસ વર્ષનો એક દશકો,સો વર્ષનો એક સૈકો,કે જે સામાન્ય રીતે માણસનું જીવવાનું આયુષ્ય,ચાર લાખ બત્રીસ હજાર આવા વર્ષોનો એક કલિયુગ,આંઠ લાખ ચોસઠ હજાર વર્ષોનો એક દ્વાપર યુગ ,બાર લાખ છન્નું હજાર વર્ષોનો એક ત્રેતા યુગ અને સત્તર લાખ ત્રીસ હજાર વર્ષોનો એક સતયુગ,આમ ચાર યુગોની તેતાલીસ લાખ બસો હજાર વર્ષોની એક ચતુર્યોગી ચોકડી,આવી એક હજાર ચોકડી બ્રહ્માજીનો એક દિવસ,આ દિવસ પૂરો થાય ત્યારે બ્રહ્મા સુઈ જાય અને પૃથ્વીનો પ્રલય થાય બ્રહ્માની રાત્રીના એક હજાર વર્ષો પૃથ્વી જીવ વિહોણી રહે,બ્રહ્મા જાગે ત્યારે ફરીથી જીવોનું સર્જન કરે અને આમ તેમનો ક્રમ ચાલ્યા કરે,ત્રણસોને સાઈઠ દિવસનું બ્રહ્માનું વર્ષ,અને આવા એકસો વર્ષ બ્રહ્માનું આયુષ્ય છે જેને હિંદુ ધર્મમાં કલ્પ કહેવામાં આવે છે.આટલી માહિતી ભગતને એક કથામાંથી મળી હતી અને તેની તેણે નોધ કરી રાખી હતી તે કાકાને કહી હતી. કાકા ભગતની ઘણીબધી વાતોથી તાજ્જુબ થઇ ઘણીવખત તેની સામે એકીટશે જોયા કરતા,પણ આ ભગત અને તેની વાતોમાં તેમને ભોળપણ ખુબ દેખાતું,તે ખબર નહિ પણ તેની પોતાની વાતો કે જે ન કહેવાય એવી હોય તે પણ કાકાને સહજમાં કહી દેતો કાકા ઘણી વખત કહેતા અલા ભોળા ભગત આ બધા તારી પાછળ પડીને તારા ભોળપણ નો લાભ લઇ તારી મશ્કરી કરે છે,એટલે આજુબાજુના માણસો જોઇને બોલ્યા કર,પણ ભગત કહેતો કાકા મારી મશ્કરી કરી દુનિયાને મઝા આવતી હોય તો એનાથી વળી મોટો લાભ કયો,કરવા દો આનંદ,થોકરાતુ જીવન તો કાલે ખલાશ થઇ જશે,મને કોઈ દુખ નથી થતું,ત્યારે કાકા કહેતા ભગત દરેક જીવનની સાથે તેની લાગણીયો જોડાઈને તેનું સર્જન થતું હોય છે તે પ્રકૃતિનો નિયમ છે,એટલે તું ભલે ગમે એટલો મજબુત હોય પણ દિલને દુખ થયા વિના રહેતું નથી,અને છતાં પણ તું તારી વાતમાં સાચો હોય તો તું ભગત નહિ પણ ખરેખરો ભગવાનનો ભગત છે, ત્યારે ભગત જવાબમાં ખાલી હાસ્યને તરતું મૂકી વાત પૂરી કરી દેતો,પણ કાકાને ગમેતેમ પણ આ ભગતની દોસ્તી બીજા બધા કરતા ખુબજ પસંદ હતી,આજે પણ તે ભગત આવ્યો તેથી ખુબ ખુશ હતા,તેની સાથેના સમાચારની તેમને ઉતાવળ ન હતી,પણ તેની હાજરીથી તે ખુશ હતા,ભલાની દોસ્તી જે સમજે તે સમજે બાકી હોશિયારીના અભિમાન પાછળ મઝાક કરવાવાળાને તેની શું ખબર પડે તેની પાછળ હોશિયારીના જોરથી મોટું ટોળું ઉભું થઇ જાયને તેની જીત પણ સહેલાઈથી થઇ જાય પણ તેની નજર તો ભલાની મઝાક પાછળ જ પૂરી થઇ જાય,ભલાના ભોળપણથી ભગવાન પણ આકર્ષાયેલાનાં ઘણા દાખલા ઈતિહાસમાં છે,પણ હોશિયારીના મદમાં તેને તો બધું જ ખોટું દેખાય,આજે ભગત ખુશ હતો પણ કાકાને ક્યારેક તેના ચહેરા ઉપર કૈક જુદોજ અનુભવ થતો હતો એટલે થોડી ચિંતાનું સમાધાન કરવા તેમણે ભગતને નાસ્તો કર્યા પછી પૂછી લીધું હતું પણ પહેલા હા ના કરતા કરતા ભગતે કાકાની સમશ્યાને સમાધાન કરતા ગળા સુધી આવીને અટકી જતી પોતાની અંગત વાત કાકાને કરી દીધી હતી તેમાં કોઈ ખરાબી તેના જીવનમાં દાખલ થઇ અને ઘર કરવા માંડી એટલે કોઈક ગુરુની આકૃતિએ તેના ડાબા હાથ ઉપર આકૃતિના રૂપમાં દેખા દીધી અને દાઢી મુછવાલા ગુરુએ તેમની આંખો ઉપર તેમનો જમણો હાથ રાખી આંખો ઢાકી દીધી હોય તેવો દેખાવ હતો અને એ જોયને તે એવો તો ગભરાયો કે તેની ખરાબી ક્યા જતી રહી તેને તેની ખબર ન પડી,અને બદલામાં નાનકી સાથે સબંધ બંધાયો,બસ ત્યારથી મહાદેવના મંદિરના દર્શન તે રોજ કરવા માંડ્યો,અને બીજી વાત એ કરી કે કથામાં એક દાખલો સંતે એવો કહ્યો કે કથા સાંભળીને ઘેર ગયેલા એક ચિત્રકારે શ્રીનાથજીનું ચિત્ર શરુ કર્યું અને ભગવાનનો મુકુટ નું સુશોબન રંગથી કરી બીજું બધું બીજા દિવસ માટે રહેવા દીધું તો રોજ તેને સવારે સુરજ ઉગે ત્યારે ઉઠવાની ટેવ તેમાં કોક કાળા માણસે સ્વપ્નામાં આવી મેં તારી પાસે પહેલા કશું માંગ્યું છે,એવું પૂછ્યું કે જે ખુબ ઉંચો હતો, પણ તેને યાદ આવ્યું કે આને પહેલા પણ તેણે કૈક આપ્યું છે,એટલે એને કહ્યું 'હા' અને પેલા કાલિયાએ તરતજ તેની સામે કશુક પિસ્તોલ જેવું ટાંક્યું અને તે ગભરાય ગયો અને તેનો હાથ પકડી લીધો ને તેની આંખ ઉઘડી ગઈ,

ઘડિયાળમાં જોયું તો સવાર થવાને હજુ અડધા કલાકની વાર હતી,બહાર અંધારું હતું પહેલા સ્વપ્નાની કઈ ખબર ન પડી,બધા કહેતા કે વહેલી પરોઢના સ્વપ્ના લગભગ સાચા પડતા હોય,પણ આ કાળીયાનો સ્વપ્નામાં આવી આવી રીતે પિસ્તોલ બતાવી ઉઠાડવાનો શું અર્થ,મોડે મોડે ખબર પડી કે એ કાળીયો બીજો કોઈ નહિ પણ શ્રીનાથજી, કે ઉભો થાને પરવારી નાહિ ધોઈને મારું ચિત્ર તારા કેનવાસ ઉપર આગળ વધાર,અને તે હેબતાઈ ગયો,કૃષ્ણ ની અનુભૂતિ થતા તેણે પરવારી કેનવાસ ઉપર શ્રીજીના ચિત્રને આગળ વધાર્યું,અને કાકા ભગતની વાતથી ખરેખર હેબતાઈ ગયા ,

આજે રતન જગન સાથે કાકાને મળવા આવવાનો હતો એવું કાકાએ કહ્યું હતું તેના અનુસંધાનમાં ભગત બીજી બધી વાતોમાં સમય પસાર કર્યા પહેલા કાકીનો સંદેશ કાકાને કહેવા આતુર હતો,પણ તેના સત્સંગમાં એવા તો ખોવાઈ ગયા હતા કે ભગત કૈક વધુ કહે,જોકે બીજું બધું સાંભળવા કરતા ભગતની વાતોમાં તેમને વધારે રસ પડતો હતો,અને એટલેજ ભગતની હાજરીથી તે ખુબ ખુશ હતા,આમેય અમુક ઉમર પછી ભક્તિમાં રસ જાગે તેમ તેમને આવી વાતો વધુ ગમતી હતી પણ યુવાનીયાઓની સાથે તે એવા જોડાયેલા હતા કે તેમના સવાલોના નિકાલ કરતા કરતા કદાચ તેમના વાળ ઉપર રહી સહી કાળાશ પણ સફેદીના આવરણથી ઉભરાઈ જાય તો નવાઈ નહિ,તેમના મન ઉપર અત્યારે ઘણું બધું ચાલી રહ્યું હતું,તેમાં ભગતની વાતો થોડી રાહત જરૂર આપતી હતી,એક વખત તેમણે પણ વાચેલી એક ઝલક ભગત ને સંભળાવી હતી તેમાં પાંચ પાંડવો અને દ્રોપદીના પાત્રોના અર્થ યુધિસ્થીર એટલે ધર્મ ભીમ એટલે બળ,અર્જુન એટલે આત્મા,સહદેવ એટલે જ્ઞાન,અને નકુલ એટલે પ્રીત,અને આ બધાની સાથે જોડાતી દ્રોપદી એટલે દયા આમ દયા ધર્મનું મૂળ,દયા, નિર્બળના બળ રામ,દયા આત્મા ત્યાં પરમાત્મા,જ્ઞાનમાં દયા ભળે તો શુભ,સુંદરતાની શોભા દયા આમ પાંડવો અને દ્રોપદી એકબીજાના પુરક કહેવાય,ભગતે રતન આવે એ પહેલા કાકાને સંબોધન કર્યું

"કાકા,હવે સાંભળો કાકીએ જે કહ્યું છે તે તમને કહું,જગનની સગાઇ જેની સાથે થઇ હતી,તેના માબાપે આવીને આવો બનાવ બન્યો એટલે સગાઇ તોડી નાખી છે,અને એક પાઘડી મૂછોવાળા કાકા જે તેમને ત્યાં આવ્યા છે,જે મગનકાકાના મિત્ર છે તેમનું નામ ધનારામ છે તેઓ તેમની પુત્રીનું વેવિશાળ જગન સાથે કરવા ઉત્સુક છે ત્યાં બધા સંમત છે,મણીકાકી, અલકા કાકી,શેઠ સહુ આ સબંધથી ખુબ ખુશ છે,ફક્ત જગન અને છોકરીની સંમતિ હોય તેની રાહ જોવાય છે,એટલે એ પ્રમાણે તમારે વ્યવસ્થા કરવાની છે." આમ કહી ભગતે વાતને પૂર્ણવિરામ મુક્યું,

"ભગત છોકરીનું નામ શું છે" અને ભગતે માથું ખંજવાળતા કહ્યું

"એતો મને ખબર નથી કાકા"અને કાકાની સમશ્યા વધી ગઈ

"ભલા માણસ રતન આવશે ત્યારે નામ હોત તો જગનને સમજાવવાનું સહેલું થઇ જાત" તરત ભગતે કહ્યું

"કાકા કાકીએ તેના વિષે કશું કહ્યું જ નથી"અને કાકાએ કહ્યું

"કશો વાંધો નહિ, જે છે તે છે અને નથી તે નથી, એ પ્રમાણે કૈક વિચારીશું, જિંદગીમાં આપણા હિસાબે બધું થતું નથી ,જે થાય છે તે મારા હિસાબે,પહેલેથીજ નક્કી હોય છે,બસ એટલું માનવાથી રડવું નથી પડતું,એટલે સમય વર્તે સાવધાન,રતન જગનને લઈને આવશે એની સાથે છોકરીનું નામ પણ નીકળી આવશે,જોઈએ બધા ભેગા થયે શું થાય છે,”

"મોટલ, હોટલમાં આવા બધા દુષણો રોજના હોય, ભગત ઘણી બધી વસ્તુ કે જે સમાજ માટે હાનીકારક હોય અને આપણી આંખો સામે સર્જાતી હોય પણ આપણે ન ચાહતા હોય તો પણ ચુપ રહેવું પડે, બધાજ રક્ષણ વચ્ચે પણ જાનનું જોખમ, પણ!!, છોડ એ વાતને રતન કદાચ આવવોજ જોઇયે, હવે જગન બાબતમાં કેમનું કરવું એ વિચારીએ, બરાબર..."

"બરાબર"

કાકાની વાતને સંમતિ આપતા ભગતે ચાનો છેલ્લો ગુતડો માર્યો.

મેનેજર પટેલ અચાનક આવ્યા

"કાકા કેટલાક મિત્રો આપને મળવા આવ્યા છે, અને ચાર જણાં છે એટલે મને થયુકે પરવાનગી આપતા પહેલા તમને જણાવું, બે છોકરીયો છે એમાં એકનું નામ કાવેરી છે!!"

"કાવેરી!"કાકાના ચહેરા ઉપરના ભાવથી પટેલને સમજતા વાર ન લાગી,

"સારું તો કાકા તેમને અહી મોકલું ને...?"

"હા! જરૂર.."

ભગત અચરજ પામ્યો કાકા કેટલાને ઓળખતા હતા,અને પટેલ ગયા એટલે તરત પૂછ્યું,"કાવેરી...કોણ..?"

"એ રતનની મિત્ર છે, પણ રતન તો જગનને લઈને આવવાનો હતો, હશે આવવા દો, હમણાં ખબર પડશે."

"રતનની મિત્ર,મને તો બધું નવાઈ પમાડે એવું લાગે છે "અને કાકાના ચહેરા ઉપર ભગતની અજાણતા ભાવ બદલતી ગઈ, બારણું ખુલ્લું હતું એટલે આવનારે ટકોરા મારવાની જરૂર નહોતી,અને કાવેરીનો કાફલો આવી પહોચ્યો,બારણામાં પ્રેવેશ સાથે ખુશીયોથી વાતાવરણ ભરાઈ ગયું,આ ગ્રુપમાં નવા મિત્રો કાવેરી અને ગીતા હતા સાથે વીરસિંહ અને કાવેરીના પિતા હતા, પોલિસ વડા હોવા છતાં કાવેરીના પિતા ખુબજ સાદા લાગતા હતા,પણ કાકાની નજરે પ્રથમ તેમને માન મળ્યું કાકાએ હાથ મિલાવ્યા, વીરસિંહે સહુની કાકા અને ભગતને ઓળખાણ કરાવી,વાતચીત થતી રહી કાકાએ સમોષા ને ચા માટે સહુને પૂછ્યું,પણ નાસ્તો કરવાની કોઈને ઈચ્છા ન હતી એટલે ચા માટે પટેલને ઓર્ડર અપાયો,બધી વાતચીત પરથી સહુની ઓળખ થઇ ગઈ,હવે કાકાનું મન રતન આવે તે પહેલા કેવી રીતે જગન માટે વ્યવસ્થા કરવી તેના ઊંડાણમાં ઉતરી પડ્યું,