Tasvir - Ruhani Takat -6 in Gujarati Adventure Stories by Yagnesh Choksi books and stories PDF | તસ્વીર- રૂહાની તાકત - 6

Featured Books
Categories
Share

તસ્વીર- રૂહાની તાકત - 6

કુંવરબા નું એ રૌદ્ર રૂપ કોઈ મહાકાળી થી કમ નહતું એમના હાથ માં લોહી નીતરતી તલવાર હતી.અને ત્યાં રહેલા દરેક માણસ આ અચાનક બનેલા બનવાથી એકદમ હબકી ગયા.અઘોરી નું માથું ખૂણા પડેલું હતું અને રૂમ માં એકદમ સન્નાટો હતો કોઈ કઈ બોલી રહ્યું નહતું.બધાની નજર કુંવરબા પર હતી.કુંવરબા એટલા ગુસ્સા માં હતા કે એમની આંખો પણ લાલ થઇ ગયી હતી.એમની સાથે આવેલા માણસો એ કુંવરબા ને આવા રૂમ માં ક્યારેય જોયા નહતા.

માનસિંહ જાણે એક ભયંકર તંદ્રા માંથી જાગ્યા અને એમને કુંવર બા સામે જોયું એમના હાથ માં રહેલી લોહી લુહાણ તલવાર જોઈ અને ખૂણા માં પડેલા પેલા અઘોરી નું માથું જોયું અને જમીન પર પડેલા લોહી ના ખાબોચિયામાં રહેલા ધડ ને જોયું.એ આ બધી વસ્તુ જોઈને એકદમ આશ્ચર્ય ભરી નજરે કુંવર બા સામે જોઈ રહ્યા હતા.એમને જાણે અહીંયા શું બની ગયું એ કઈ અંદાજો ના આવ્યો.

એવાં માં કુંવરબા એક સિંહણ ની માફક ગર્જ્યા અને એમની સાથે આવેલા માણસો ને હુકમ આપ્યો કે આ છોકરી ને છોડાવો અને અને કપડાં પહેરાવી અને એના ઘરે મુકવાની વ્યવસ્થા કરો.

હુકમ મળતા કુંવરબા ની સાથે આવેલ માણસો કામે લાગી ગયા.એવામાં કુંવર બની નજર માનસિંહ પર ગઈ માનસિંહ ની હિમ્મત નહતી કે એ કુંવરબા ની આંખો માં આંખો નાખી ને જોઈ શકે.એમાં મોઢા પર સ્પષ્ટ રીતે પછતાવો દેખાઈ રહ્યો હતો.એવા માં માનસિંહ એ એની કેદ માં ભરાવેલી તલવાર ખેંચી અને ત્યાં રહેલી પેલી અઘોરી ની સાથી એવી સ્ત્રી પર હુમલો કરવા માટે ગયા. કુંવર બા એ માનસિંહ ને આવું કરતા રોક્યા.

તમે કેમ આને મારવા માંગો છો? કુંવરબા ના આ સવાલ થી માનસિંહ એકદમ પેલી સ્ત્રી સામે જોઈને ઘુરક્યા અને બોલ્યા આ એજ ડાકણ છે જેના લીધે હું રાક્ષસ બની ગયો અને ઘૃણા સ્પદ કૃત્યો પણ કર્યા.આ સ્ત્રી અને આ અઘોરી એ મારા પર વશીકરણ કરેલું રાત્રે મારી સાથે શુ બનતું એનો મને કંઈજ ખ્યાલ નહતો.હું આની જાળ માં ફસાઈ ગયો હતો.

કુંવરબા ને આ વાત પર વિશ્વાસ નહતો પણ એમની આંખે જે નજારો જોયો હતો એના પરથી એમને તો એમજ લાગતું હતું કે અહીંયા કોઈ તાંત્રિક વિદ્યા ચાલતી હતી અને માનસિંહ કદાચ એમાં મદદ કરતો હોય અને અમને અહીંયા અચાનક આવેલા જોઈને એવું કેતો હોય.જે પણ હોય પણ આજની રાત એક ભયાનક રાત હતી.

એવા માં ત્યાં ખૂણા માં પડેલ એક કાળો બિલાડો જેની બાલી અઘોરી એ પેહલા આપી હતી અને ખોપડી માં એનુજ લોહી લઇ ને કંઈક મંત્રો અને વિધિ કરી રહ્યો હતો.એ બિલાડો લોહી ના ખાબોચિયા માં બે પગે ઉભો થયો અને ત્યાં રહેલા બધા સામે ખુરકીયા કરવા લાગ્યો.એ બિલાડો જોર જોર થી ભયાનક અવાજ કરી રહ્યો હતો અને કુંવરબા અને માનસિંહ સામે ખુરકીયા કરી રહ્યો હતો.થોડી વાર માં એ બિલાડા એ માનસિંહ પર હુમલો કર્યો અને માનસિંહ નું ગળું પકડી લીધું.

ત્યાં રહેલા બધા હેબતાઈ ગયા અચાનક મરેલા પડેલા આ બિલાડા માં જાણ ક્યાંથી આવી અને લોહીના ખાબોચિયામાં પડેલા આ બિલાડા એ એકદમ ઉભા થઈને માનસિંહ પરજ કેમ હુમલો કર્યો.માનસિંહ ને ગળા માં ચોંટેલા બિલાડા થી છોડવા માટે બધા એક સાથે લાગી ગયા અને એક માણસ પેલી અઘોરી ની સાથી સ્ત્રી ને બાનમાં લીધી.આટલા લોકો નો પ્રયતો છતાં એ બિલાડો છોડી રહ્યો નહતો.

માનસિંહ ના ગળા માંથી લોહી નીકળવા માંડ્યું અને એના કપડાં પર આવી ગયું હતું.એકદમ ધારદાર બિલાડા ના દાંત માનસિંહ ના ગાળામાં ખુંપી ગયા હતા.કુંવરબા તરત માનસિંહ ને બચવા માટે આગળ વધ્યાં અને એમને બિલાડા પર એક તલવાર થી એક પ્રહાર કર્યો.કુંવરબાની તલવાર બિલાડા ના પેટ માં ખુંપી ગઈ હતી.એક અચરજ પમાડે એવી વાત હતી કે બિલાડા નું પેટ ચિરાઈ ગયું પણ એમાંથી ખૂન નહતું નીકળી રહ્યું.

પરંતુ તલવાર ના આ પ્રહાર થી બિલાડા નું ધ્યાન કુંવરબા તરફ ગયું.અને એ કુંવરબા તરફ હુમલો કરવા માટે જતો હતો ત્યાં બિલાડા નું નજર કુંવરબા એ ગળા માં પહેરેલા એમના કુળદેવી ની તસવીર તરફ ગયું અને એ એકદમ ત્યાંથી ગાયબ થઇ ગયો.આંખ ના પલકારા માં એ બિલાડો ક્યાં જતો રહ્યો કોઈને કઈ સમજાયું નહિ.બધા રૂમ માં એ બિલાડા ને શોધી રહ્યા હતા.રૂમ માં ઘોર અંધારું હતું. કુંવરબા માનસિંહ ને જોતા હતા અને એમની જોડે ના માણસો બિલાડાને શોધી રહ્યા હતા.કોઈને કઈ સમજાતું નહતું કે આ બિલાડા એ કેમ માનસિંહ પાર હુમલો કર્યો અને મરેલો બિલાડો કેવી રીતે જીવિત થાય કોઈને કઈ સમજાઈ રહયું નહતું.

માનસિંહ લોહીના ખાબોચિયામાં પડેલા હતા અને તાડફડિયા મારી રહ્યા હતા.કુંવરબા ની નજર માનસિંહ પર હતી. માનસિંહ કુંવરબા સામે જોઈને કંઈક કહેવા માંગતા હતા પરંતુ એમના મોઢા માંથી અવાજ નહતો નીકળી રહ્યો.કુંવરબા એ માનસિંહ નું માથું એમના ખોળા માં લીધું માનસિંહ પેલી સ્ત્રી અને અઘોરી તરફ ઈશારો કરીને કંઈક કહેવા માંગતા હતા પણ મોઢા માંથી અવાજ નીકળીજ રહ્યો નહતો.

કાળા બિલાડા ના ખતરનાક અને જાનલેવા હમણાં થી માનસિંહ નું ઘણું લોહી વહી ગયું હતું.એમને આંખો ખોલવામાં પણ હવે મુશ્કેલી પડી રહી હતી. માનસિંહ પહેરેલા કડપ લોહી થી પલળી ગયા હતા. માનસિંહ કુંવરબા ના ખોળા માં પડ્યા પડ્યા એમની સામે જોઈ રહ્યા હતા.એમાં અચાનક એમની આંખો બંધ થઇ ગયી.લોહીના વધારે વહી જવાના લીધે માનસિંહ નું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું.એ કાળા બિલાડા ના દાંત કોઈ ધારદાર ચાકુ થી કામ ના હતા.અંધારા માં પણ એના દાંત ચમકી રહ્યા હતા.

કુંવરબા ના આંખ માંથી આંસુ ધડ ધડ વહી રહ્યા હતા અને એ માનસિંહ ના મૃત ચહેરા પર પડી રહ્યા હતા.થોડી વાર કુંવરબા હૈયાફાડ રડી અને સ્વસ્થ થયા.અને એમને એમની સાથે આવેલા લોકોને હુકમ કર્યો કે નદી કિનારે આપડે માનસિંહ ને દફન કરી દેવાના છે.અને અહીંયા જે પણ બન્યું એ ગામ લોકોને કાનોકાન ખબર પાડવા દેવાની નથી.કદાચ એજ ગામ ના હિત માટે છે.અને આપડે કાલે માનસિંહ ના મૌત ના સમાચાર ગામ માં આપી દઇશુ.

પેલી સ્ત્રી સામે જોઈને કીધુકે આને આપડી સાથે લઈલો પેલી સ્ત્રી ના ચહેરા પર કાળા બિલાડા ને જોઈને એકદમ અજીબ ની ચમક હતી.પરંતુ માનસિંહ ના મૃત્યુ પછી એ એકદમ અવાચક બની ને મરેલા માનસિંહ ના ચહેરા તરફ જોઈ રહી હતી.એક વ્યક્તિ એનો હાથ પકડી અને ઉભી કરી અને એને રૂમ ની બહાર ઘસડી રહ્યો હતો પણ પેલી સ્ત્રી માનસિંહ ને જોઈ રહી હતી અને જાણે એ માનસિંહ થી અલગ થવા નહતી માંગતી.

માનસિંહ ના મૃત દેહ ને નદી કિનારે આવેલા પથ્થર જોડે દફન કરી દેવા માં આવો અને પેલા અઘોરીના દેહ ને કુંવરબા ના આદેશ મુજબ જંગલ માં દફન કરી દેવામાં આવ્યો.એમના અંગત માણસો એ કામ એકદમ સફાઈ થી કર્યું.નાની નાવ માં બેસી અને નદી ની પેલે પાર જઈને એ લોકો એને દફન કરી દીધો.ગામ વાળા જંગલ માં એ તરફ ક્યારેય જતા નહતા.

પેલી સ્ત્રી ને કુંવરબા એમના ઘર તરફ લઇ જય રહ્યા હતા ત્યાં એ સ્ત્રી કુંવરબા સામે જોઈને બોલી કે કોઈ નહિ બચે.બધા મરી જશે તમે આજે પેલા અઘોરીને મારીને સારું નથી કર્યું.એ બદલો લેશે કોઈને નહિ છોડે.એનો વર્તાવ કોઈ માનસિક રોગી જેવો હતો.એટલે કુંવરબા એ એની વાત પાર વધારે ધ્યાન ના આપ્યું અને મહેલ માં આવેલા એક ગુપ્ત કેદખાન માં એને પુરી દીધી.

બીજા દિવસે સવારે ગામ આખામાં એકજ ચર્ચા ચાલી રહી હતી કે કુંવરબા એ માનસિંહ ને મારી નાખ્યા. ગામ માં હર્ષોલ્લાસ નું વાતાવરણ હતું.બધા ખુબ ખુશ હતા.કાલે રાત્રે જે ઘટના બની હતી. એ એક દર્દનાક અને રુંવાટા ઉભા કરી દે એવી હતી.કુંવરબા પોતાના રૂમ માં દુઃખી બેઠા હતા.રઘુકાકા હૈયાફાડ રુદન કરી રહ્યા હતા.માનસિંહ પ્રતેય રઘુકાકા ને ખુબ લાગણી હતી.રઘુકાકા ને પણ એમજ લાગતું હતું કે કુંવરબા એ એ રાતે માનસિંહ ને અને પેલા અઘોરી અને એની સાગરીત ને મારી નાખી હશે.પણ ગામ માં જે બધાના મોઢે વાત થઇ રહી હતી એ વાત માં કેટલી સત્યતા હતી એની જાણ તો કુંવરબા અને એમના અંગદ માણસો અને પેલી કેદખાના માં રહેલી પેલી સ્ત્રી સિવાય કોઈને નહતી.

કુંવરબા એ ઘણી હિમ્મત ભેગી કરી અને એ દિવસે દરબાર ભરેલો એ દિવસે આખું ગામ આવેલું ગામના દરેક કે દરેક વ્યક્તિ હાજર હતા.કુંવરબા એ બધા ને ઉભા થઈને નમસ્કાર કર્યા અને કીધું કે માનસિંહ હવે આ દુનિયામાં નથી એટલે તમે લોકોએ હવે ગભરાવા ની જરૂર નથી અને માનસિંહે એ જે હરકતો કરી છે એ માફીને લાયક નથી પરંતુ તમે લોકો દયાળુ છો તો બની શકે તો તમે રાજ પરિવાર ને માફ કરી દેજો.અને તમને ભવિષ્ય માં કોઈ પણ તકલીફ નહિ પડે અને તમે લોકો કોઈ પણ ફરિયાદ લઈને ગમે ત્યારે આવી શકો છો.રાજવી પરિવાર તમારી સહાયતા માટે હંમેશા હાજર રહેશેજ અને અમે તમારી સેવા હંમેશા કરતા રહીશુ એ મારુ વચન છે.

કુંવરબા ના આ આપેલા વચન બાદ ત્યાં રહેલા બધા ઉભા થઇ ને કુંવરબા ની જય જયકાર કરી રહ્યા હતા.કુંવારમાં પોતાના ના નિખાલસ સ્વભાવ ને કારણે પહેલા થીજ લોકો માં વધારે માનીતા હતા.એને માનસિંહ એટલે એમના પોતાના પતીનેજ મારી ને ગામ ની સહાયતા કરી હતી એવું ગામ લોકો માનતા હતા.ગામ વાળા માં એ કોઈ દેવીથી કામ નહતા.

ગામ માં ઘણા દિવસ સુધી આ ચર્ચા ચાલી એવામાં બે મહિના પછી ગામ ની એક છોકરી ગાયબ થઇ ગઈ બધા એ ખુબ તાપસ કરી તો ગામ માં નદી પાર આવેલા એક મંદિર પાસે એ છોકરી ની વિકૃત થઇ ગયેલી અને નગ્ન અવસ્થા માં લાશ મળી.ગામ લોકો આ ઘટના બંધ એકદમ સહેમી ગયા.લોકો માં એવી વાતો થવા લાગી કે માનસિંહની આત્મા આવું કરી રહી છે.અમુક લોકોનું એ પણ માનવું હતું કે જંગલ માં કોઈ ખૂંખાર જાનવર આવી ગયું હશે અને એને જ આ છોકરી ની આવી હાલત કરી હશે.

છોકરી ની લાશ ને ગામ માં લેવામાં આવી બધા ભેગા થઇ ગયા હતા એવામાં કુંવરબા ને પણ બોલવામાં આવ્યા કુંવરબા એ આવીને ત્યાં સફેદ કપડું ઓઢાડેલી લાશ પરથી કપડું મોઢા ના ભાગ થી થોડી હટાવ્યું તો એમના હાથ કંપવા લાગ્યા.પેલી છોકરી ના ગાળા ના ભાગ ના હાટકા દેખાઈ રહ્યા હતા.અને એને ગળા ના ભાગ માં કોઈ જંગલી જનવારે હુમલો કર્યો હોય એવું દેખાઈ રહ્યું હતું.કુંવરબા વિચારો માં ખોવાઈ ગયા અને એમને પેલી છોકરી ને કપડું ઓઢાડતાં એમના થોડા માણસો ને હથિયાર લઈને જંગલ માં જવા અને તાપસ કરવા આદેશ આપ્યો. ગામ માં અમુક વર્ગ હેવો હતો કે એમને એમ લાગી રહ્યું હતું કે આ જંગલી જાનવર નું કામ છે અને અમુક વર્ગ એવું માનતો હતો કે માનસિંહ નું આત્મા નું કામ છે.જે પણ હોય હકીકત તો એ હતી કે ગામ ના લોકો ના જીવ જોખમ માં હતા.

જંગલ માં તાપસ કરવા વળી ટુકડી ને કઈ મડ્યું નહિ.એમાં એક માણસ ની નજર ત્યાં ફરી રહેલા કાળા બિલાડા પર ગઈ એ બિલાડો એકદમ ભયંકર દેખાઈ રહ્યો હતો.પણ થોડી વાર માં એ ગાયબ થઇ ગયો.જોકે બિલાડો હુમલો કરી અને પેલી છોકરી ને જંગલ માં ઘસડી જાય એ શક્ય નહતું.પણ બિલાડાનું ગાયબ થવું થોડું અજીબ હતું.તાપસ કરવા ગયેલી ટુકડી એ કુંવરબા ને આવીને માહિતી આપી કે જંગલ માં કઈ માંડ્યું નથી. થોડા દિવસ શાંતિ રહી ફરી એજ ઘટના બની ગામ ની એક છોકરી ફરી ગાયબ થઇ ગઈ અને જે રીતે પહેલી છોકરી ની લાસ મળી હતી એજ રીતે નદીને પેલે પાર નગ્ન અવસ્થામાં જે રીતે પેલી છોકરી ની લાશ મળી એવીજ રીતે ગળા ના ભાગ માં ઘાવ વાળી લાશ હતી.ગામ માં લાવી ને બધા એને જોઈ રહ્યા હતા.હવે જે લોકો એમ માની રહ્યા હતા કે આ કામ જાનવર છું એ પણ હવે માનસિંહ ના પ્રેતઆત્મા ની વાત માં માનવ લાગ્યા હતા.

કુંવારમાં એ ગામની સુરક્ષા ને ધ્યાન માં રાખીને રાત્રીના સમય માં ગામ ની ફરતે એમના માણસો ને ચોંકી કરવા લગાવી દીધા.થોડા દિવસ ગામ માં શાંતિ રહી એટલે બધા ને લાગવા લાગ્યું કે સુરક્ષા ના લીધે હવે આ ઘટનાઓ બંધ થઇ ગઈ.પણ આ બંને બનાવ થી કુંવર બા ને ખુબ આઘાત લાગ્યો હતો અને જે રીતે બંને છોકરીઓ ના મૌત થયા હતા એ કંઈક તો બતાવી રહ્યું હતું.બંને ઘટના માં એ સમાનતા હતી કે બને કુંવારી છોકરીઓ હતી.જો કોઈ જાનવર નું કામ હોય તો બંને સમયે કોઈ કુંવારીકા નેજ કેમ શિકાર કરે. એનો શિકાર તો કોઈ પણ બની શકે.

ગામ માં તો વાત થઈજ રહી હતી કે માનસિંહ ની આત્મા આ કામ કરી રહી છે.એટલે આપડે કોઈ સાધુ કે સંત ને બોલાવી ને કોઈ પણ વિધિ કરાવીને આ વસ્તુ રોકી શકાય.પરંતુ, જયારથી પહેરેદારી ચાલુ થઇ હતી એ દિવસ થી ઘટનાઓ બંધ હતી.એટલે બધા થોડા શાંત પડી ગયા હતા. એવામાં એક રાત્રી એ જયારે આંખુ ગામ ભાર નીંદર માં હતું ત્યારે ગામ માં આવેલા ટાવર પર લગાવેલી ડંકા વાળી ઘડિયાળ ટંક....ટંક....ટંક....એમ બાર ટકોરા થયા કાળું નામનો ચોકીદાર ને ભયાનક નીંદર આવી રહી હતી.એ જમીન પર બેઠો હતો એને ઝપકી આવી ગઈ ત્યાં એને કોઈ અવાજ આવ્યો એટલે એ જાગી ગયો.એને એવાજ ની દિશા માં જઈને જોયું તો કઈ દેખાયું નહિ.થોડીવાર માં અવાજ બંધ થઇ ગયો.પણ કાળું ની ઊંઘ ઉડી ગઈ હતી.એ પાછો એની જગ્યા પર જઈ રહ્યો હતો ત્યાં એની સામે અચાનક એક અઘોરી જેવો માણસ આવી ગયો એની નજર એ માણસ પર પડી અને એકદમ ડરી ગયો.

કાળું એ પેલા સામે જોઈને કીધું કોણ છે તું? અને અડધી રાત્રી એ અહીંયા શુ કરે છે? પેલો કઈ બોલ્યો નહિ એટલે કાળું એ એનો હાથ પકડ્યો અને ફરી એને પૂછ્યું.છતાં એને કોઈ જવાબ આપ્યો નહિ એવામાં પેલા માણસ ની આખો લાલા થવા લાગી અને એક આંખ ગોળ ગોળ ફરવા લાગી અને પગ ઊંધા થઇ ગયા.એને એ એક વિકરાળ બિલાડા નું રૂપ ધારણ કરી લીધું.કાળું કઈ સાંજે એ પહેલા બિલાડા ને કાળું નું ગળું પકડી અને મારી નાખ્યો અને બીજા દિવસે કાળું અને ગામ ની એક કુંવારીકા ગાયબ હતી.અને બંને ની લાશ મંદિર પાસે જે નદી પર હતું ત્યાં મળી હતી.