Food Safari-Holi special in Gujarati Cooking Recipe by Aakanksha Thakore books and stories PDF | Food Safari- Holi Special

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

Food Safari- Holi Special

ફૂડ સફારી

આકાંક્ષા દેસાઈ

E-mail : desai.aakanksha87@gmail.com

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.


MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.હાશ! આજે કિચનમાં રજા...

૨.‘હોળીની રંગબિરંગી વાનગીઓ’

૩.દુનિયાના પાંચ સૌથી સ્વાદિષ્ટ ક્વીઝીન્સઃ

૪.મંદિરોનું રાજ્યઃ ઓરિસ્સા

૫.સ્પેનઃ ઝીંદગી ના મિલેગી દોબારા

હાશ! આજે કિચનમાં રજા....

કેમ છો ગુજરાત! હું આકાંક્ષા ઠાકોર, આપની ફૂડ સફારીની ગાઈડ. આ અંક, ‘હું ગુજરાતી’ મેગેઝીનનો વીસમો અંક છે, અને આ અવસરે હું આપને કંઈક એવું જણાવવા માંગુ છે જે કદાચ બહુ ઓછા લોકોને ખબર છે. હું આ અંકમાં આપને મારા અંગે થોડી વાત કરીશ (આજે કિચનમાં છુટ્ટી!).

મારી કોલમ વાંચીને આપને ખ્યાલ તો આવી જ ગયો હશે કે હું એક ફૂડ બ્લોગર છું. પરંતુ એ મારા શોખ કે રૂચીને લીધે, બાકી વ્યવસાયે હું એક બિલકુલ વિરૂદ્ધ ક્ષેત્ર, આઈ.ટી., માં છું, હું અમદાવાદની એક ખ્યાતનામ શાળામાં સ્ૈંજી શ્ ઈઇઁ સુપરવાઈઝર છું.

મને ખાણીપીણીનો શોખ હું ખૂબ નાની હતી ત્યારથી જ હતો, આ શોખ મને વારસામાં મળ્યો છે એવું કહી શકાય. જે ઉમરે બાળકોને ચોકોલેટ બતાવાય પણ નહિ, એ ઉમરે મારા પેરેન્ટ્‌સે મારા ‘ચોકોલેટ સંસ્કાર’ કર્યા હતા અને બે વર્ષની ઉમરે ઈન્ટરનેશનલ ક્વીઝીનનો પરિચય. ત્યારબાદ એ જ ચોકોલેટ અને ઈન્ટરનેશનલ ક્વીઝીનનો ઉપયોગ ગણિત અને વિજ્જ્ઞાનના વિવિધ કોન્સેપ્ટ સમજાવવા માટે કરવામાં આવતો.

આમ જોઈએ તો એ પરિચય હાનિકારક ગણી શકાય, પરંતુ એને પરિણામે હું જે વસ્તુઓ સમજી એ ઘણી ઉપયોગી હતી. આ બધા પરથી હું એ સમજી કે આપણી સામાન્ય મીઠાઈઓ સિવાય પણ ગળી વસ્તુઓ દુનિયામાં છે અને જયારે તમે ઘરથી દૂર હો ત્યારે ઘર જેવું જ ખાવાનું મળવું જોઈએ એવી આશા બિલકુલ બાંધવી નહિ.

પછી તો સમયની સાથે મારી ખાવાના સાથે દોસ્તી વધુ ને વધુ ઘનિષ્ટ થતી ગઈ, પરંતુ હજી મેં મેગી અને મિલ્કશેક બનાવવાથી વધારે રસોઈની બાબતમાં કશું ખાસ ઉકાળ્યું નહોતું (પાણી સિવાય ;-) ). મારા હોસ્ટેલના વર્ષોમાં હું ઈલેક્ટ્રિક કેટલની મદદથી મેગી અને પાસ્તા બનાવતા શીખી, અને ઈસ્ત્રીની મદદથી પાપડ શેકતા (જે આજે વિચારૂં છું તો લાગે છે કે એક બહુ જ વિચિત્ર સ્કીલ છે!).

અમદાવાદ પાછા આવ્યા બાદ, મેં ફૂડ બ્લોગીંગ શરૂ કર્યું, પહેલા મારૂં બ્લોગીંગ ક્ષેત્ર ફક્ત રેસ્ટોરન્ટ રીવ્યુ સુધી જ મર્યાદિત હતું. ધીમે ધીમે મેં ઘરના કિચનમાં એન્ટ્રી મારી, મારા બંને પેરેન્ટ્‌સ ખૂબ સારી રસોઈ કરી શકતા (હા, પપ્પા પણ ઘણી વાર કિચનમાં એન્ટ્રી મારે, અને મેગીથી ઘણી વધારે આગળની સ્કીલ છે એમની) હોવાથી, અને મારો ભાઈ તો આ જ ફિલ્ડમાં હોવાથી મારે માથે ઘણી મોટી જવાબદારી હતી. મેં શરૂઆત કરી કેકથી, લાઈફમાં પહેલી વખત ‘તરલા દલાલ રેડી ટુ મિક્સ’ કેક પેક નો ઉપયોગ કર્યા વગર એપલ કેક બનાવી (ઓફકોર્સ રેસીપી જોઈ જોઈ ને) અને એ કેક થોડી ખાટ્ટી બની. કઈ રીતે આવું થયું એ પ્રશ્ન સ્વાભાવિક હતો, બધા જ માટે. પછી ખબર પડી કે કોઈ પણ ફ્રૂટ બેઝ્‌ડ ડીશ બનાવતા પહેલા ફ્રૂટને ચાખી ને એના સ્વાદ મુજબ ખાંડની માત્રામાં વધ ઘટ કરવી જોઈએ.

બસ, પછી તો કીચન મારી લેબ બની ગયું. ઘણી વાનગીઓ બનાવતા શીખતી ગઈ અને મૂળ વાનગીમાં ફેરફાર કરીને, કે એમાં મારા પોતાના આઈડીયા ઉમેરીને નવી વસ્તુઓ બનાવતી ગઈ. મારા રેસીપીના ખજાનાને જોઈ મને લાગ્યું કે આ મારે દુનિયા જોડે શેર કરવો જોઈએ, પરિણામે મેં મારા બ્લોગ પર બે વધુ કેટેગરી ઉમેરી, રેસીપીની અને ‘નો યોર ક્વીઝીન’ - જેમાં વિવિધ ક્વીઝીનની જાણીતી-અજાણી વાતો હું લખું છું.

મારી પસંદગીની વાત કરૂં તો, મને કોઈપણ જાતના ડેઝર્ટ બનાવવા ખૂબ ગમે, મારૂં ફેવરીટ ક્વીઝીન છે મેક્સિકન અને ફેવરીટ ડીશ છે કેસેડિયા (તોર્ત્િાયાની વચ્ચે જાત જાતના સ્ટફિંગ ભરીને બનાવવામાં આવતી એક મેક્સિકન વાનગી છે). હું લગભગ સાડા ત્રણ વર્ષથી રેગ્યુલરલી કિચનમાં જાઉં છું પણ હજુ પણ મને સાદું દેશી ભોજન બનાવતા નથી આવડતું, એને તમે મારી આળસ કે કમજોરી ગણી શકો.

‘ફૂડ સફારી’ કોલમ એ મારો પહેલો, બ્લોગીંગ સિવાયનો, લેખન અનુભવ છે જેમાં હું આટલા બહોળા વર્ગને ફૂડ રીલેટેડ જાણકારી આપું છું અને મને એ વાતનો ગર્વ છે કે હું આ અનોખા મેગેઝીનનો એક ભાગ છું!

‘હોળીની રંગબિરંગી વાનગીઓ’

હોળી એ રંગોનો તહેવાર છે. આપણી ચારેબાજુ જે રંગોની દુનિયા છે એ એક બહુ મજેદાર વિશ્વ છે. અને જયારે રંગ અને સ્વાદ ભેગા મળે છે ત્યારે તે આપણા મન પર એક અલગ જ છાપ છોડે છે. આપણું મન ખાવાની દરેક વસ્તુને એક ચોક્કસ રંગથી જોવા ટેવાયેલું છે, તે સિવાયનો રંગ જો જોઈએ તો આપણે એના સ્વાદ વિષે જાતજાતની કલ્પનાઓ કરવા લાગીએ છીએ.

હમણાં થોડા સમય પહેલા અમેરિકાની એક જાણીતી કેન્ડી કંપનીએ એની એક ખૂબ મશહૂર એવી બ્રાંડ ‘એમ એન્ડ એમ’ - કેડબરીની જેમ્સ જેવી ચોકલેટ- ની કેન્ડી બેગમાં એક નવો રંગ ઉમેર્યો - બ્લુ/ભૂરો. આ રંગ કેમ ઉમેર્યો ખબર નહી, પરંતુ એક સર્વે કરતા ખબર પડી કે આ તમામ કેન્ડી બેગમાં જયારે છેલ્લે અમુક જ ચોકલેટ્‌સ વધતી ત્યારે મોટેભાગે તે આ ભૂરી કેન્ડીઝ જ બચતી- કારણ?

કારણ ફક્ત એટલું જ કે આ કાળા માથાના માનવીનું મગજ ભૂરા રંગને ‘એપેટીટ સપ્રેસંટ’ એટલેકે ભૂખ દબાવનાર રંગ તરીકે ઓળખે છે (જો તમારે વજન ઉતરવું હોય તો આજ થી જ ભૂરા રંગની પ્લેટમાં જમવા માંડો!) કેમકે કુદરતી રીતે કોઈ પણ ફળફળાદિ કે શાકભાજી ભૂરા રંગના નથી હોતા એટલે આપણું મગજ આવા રંગ વાળા ફૂડને બાય ડીફોલ્ટ અકુદરતી ગણી ખાતા અચકાય છે.

આવી જ રીતે આપણા મગજની એક બીજી કરામત છે જેને વૈજ્જ્ઞાનિક ભાષામાં સિનેસ્થેશિયા કહે છે. આ સ્થિતિ આપણી ઈન્દ્‌રિયો સાથે મળીને કામ કેવી રીતે કરે છે તેનું વર્ણન કરે છે. ઉદાહરણ તરીકે - દૃષ્ટિ, સ્વાદ અને ગંધની બાબતમાં - એક રંગ જોઈને અનેક સંવેદના ઉદ્‌ભવી સહજે છે. જેમકે લીલો રંગ તાજા ઘાસ ની સુગંધ ઉદભાવે છે, તો પીળો એક ખાટા સ્વાદને.

આ વખતની ફૂડ સફારી રંગોને આભારી છે. આપણે જયારે પણ કોઈ રેસ્ટોરંટમાં જઈએ છીએ અને મેનુ જોઈએ છીએ ત્યારે આપણું મગજ જે તે વાનગીના વર્ણન પરથી સ્વાદનું અનુમાન લગાવે છે. તેવી જ રીતે કોઈ પેસ્ટ્રી શોપમાં જઈએ છીએ ત્યારે પણ ગુલાબી પેસ્ટ્રી સ્ટ્રોબેરી વાળી કે પીળી પેસ્ટ્રી પાઈનેપલ વાળી છે એ સમજી જઈએ છીએ. આજે આપણે બે આવી જ રંગબેરંગી વાનગીઓ જોઈશું.

રેઈનબો ઝીબ્રા કેક એ જાત જાતના રંગો ભેગા કરીને બનાવેલી એક માર્બલ ઈફેક્ટવાળી સ્પંજ કેક છે. જયારે સેવેન લેયર્ડ સલાડ એ એક સ્વાદિષ્ટ મેક્સિકન સલાડ છે

* રેઈનબો ઝીબ્રા કેકઃ

સામગ્રીઃ

૨ કપ મેંદો

૧/૪ ટીસ્પૂન ખાવાનો સોડા

૧/૪ ટીસ્પૂન બેકિંગ પાઉડર

૧ ટિન કન્ડેન્સ્ડ મિલ્ક (૪૦૦ ગ્રામ)

૧/૨ કપ માખણ

૨ ટેબલસ્પૂન તેલ

૧/૪ ટીસ્પૂન વેનીલા એસેન્સ (ઓપ્શનલ)

૩/૪ કપ દૂધ

તમારી પસંદગીના ખાદ્ય રંગો (કેકમાં બજારૂ રંગો નાખવાને બદલે વિવિધ ફળોનો પલ્પ કે જ્યુસ નો ઉપયોગ કરી શકાય છે, જેમકે લાલ રંગ માટે સ્ટ્રોબેરી પલ્પ, કેસરી માટે ઓરેન્જ પલ્પ વગેરે)

રીતઃ

* ઓવેનને ૨૦૦ સે. તાપમાન પર પ્રીહિત કરો. અને એક બેકિંગ ટીનને ગ્રીઝ કરી બાજુ માં રહેવા દો.

* માખણ, તેલ અને કન્ડેન્સ્ડ મિલ્કને સ્મૂધ થાય ત્યાં સુધી ફેંટો. તેમાં વેનીલા એસ્સેન્સ મેળવો અને ફરીથી ભેળવો.

* બીજા એક બાઉલમાં મેંદો, ખાવાનો સોદા અને બેકિંગ પાઉડરને ભેગા કરીને વ્યવસ્થિત ચાળો.

* એક ચમચો ડરાય સામગ્રી ને એક ચમચો દૂધ એમ ભેળવો, જ્યાં સુધી મેંદા વાળું મિશ્રણ પ્રવાહી મિશ્રણમાં બરાબર ભળી ના જાય.

* હવે તમારે જેટલા રંગ ભેગા કરવા હોય એટલા ભાગમાં મિશ્રણને વહેંચી દો. અને દરેક ભાગમાં એક એક રંગ ભેળવી બરાબર મિક્સ કરી દો.

* હવે એક બાઉલમાંથી અડધા ચમચા જેટલું મિશ્રણ બેકિંગ ટીનની વચ્ચે મૂકો, તેને થોડું ફેલાવા દો. તેની ઉપર અન્ય રંગનું મિશ્રણ, લગભગ અડધી ચમચી જેટલું મૂકો, તેને ફેલાવા દો. આ રીતે દરેક રંગના મિશ્રણને વારાફરતી, એક ની ઉપર એક ઉમેરો.

* મિશ્રણને પહેલા દસ મિનીટ માટે ૨૦૦ સે. તાપમાન પર બેક કરો, પછી તાપમાન ઘટાડી, ૧૭૫ સે. પર લગભગ ૪૦-૪૫ મિનીટ માટે બેક કરો. કેકની વચ્ચે ટૂથપિક ખોસતા એ સાફ બહાર આવે ત્યારે કેકને ઓવેનમાંથી બહાર કાઢો.

* કેક ઠંડી પડે એટલે વ્હીપ્ડ ક્રીમ કે આઈસ ક્રીમ સાથે સર્વ કરો.

* સેવેન લેયર્ડ સલાડઃ

સામગ્રીઃ

૧ પણી લેટીસ, હાથથી ચીરેલી

૧ લાલ ડુંગળી, પતલી સમારેલી

૧ ઝૂમખું લીલા ડુંગળી, સમારેલી

૧ રાજમા આખી રાત પલાળી ને બાફેલા

૧ કપ મેયોનેઝ

૧ કપ નીતારેલું દહીં

૧ કપ છીણેલું ચેડાર ચીઝ (અથવા પ્રોસેસ્ડ ચીઝ)

સમારેલા હાલાપીનીઓ મરચા, સ્વાદ મુજબ

૧ ટમેટા, સમારેલુ

૧/૩ કપ કાળા ઓલિવ

રીતઃ

* એક મોટા બાઉલમાં પ્રથમ ૪ સામગ્રીઓને સ્તરમાં ગોઠવો.

* મેયોનેઝ અને નીતારેલા દહીને ભેગું કરો.

* તેને સલાડ ઉપર બરાબર પાથરો.

* અન્ય સામગ્રીથી સલાડને સજાવો.

* પીરસતાં પહેલાં સલાડને ઠંડો કરો, જો શક્ય હોય તો આખી રાત ઠંડુ થવા દો.

* એકદમ ઠંડુ પીરસો.

દુનિયાના પાંચ સૌથી સ્વાદિષ્ટ ક્વીઝીન્સઃ

મને ખરેખર ખાવાના પ્રત્યે પ્રેમ છે તેથી હું ઘણી વાર વિવિધ દેશોની વિવિધ પ્રકારની વાનગીઓ ચાખું છું, બનવું છું, ઉપરાંત તેને રીલેટેડ વિવિધ લેખો પણ વાંચું છું (અને ઓફકોર્સ, લેખો લખું પણ છું). હમણાં આવી જ રીતે અમુક વિવિધ ક્વીઝીન્સ વિષે જાણતા, તેમને માણતાં મને અમુક રેફરન્સ મળ્યા કે જે દર્શાવતા હતા એવા ક્વીઝીન્સ જે દુનિયાભરમાં પ્રચલિત છે સ્વાદિષ્ટ હોવા અંગે. કોઈપણ ક્વીઝીન એની અલગતા અને સ્વાદને કારણે પ્રચલિત થાય છે, આ પાંચ સૌથી સ્વાદિષ્ટ ક્વીઝીન્સમાં પણ એ જ ખાસિયતો છે અને દુનિયાના અન્ય ક્વીઝીન્સ કરતા આ ખાસિયતો આ પાંચ જગ્યા એ પુષ્કળ પ્રમાણમાં છે.

‘સ્વાદિષ્ટ’ની વ્યાખ્યા બધા માટે અલગ અલગ છે પરંતુ આ પાંચ ક્વીઝીન્સ બધાને સ્વાદિષ્ટ જ લાગે છે. શું તમારે જાણવું છે કે આ પાંચ ક્વીઝીન્સ કયા છે? તો આગળ વાંચતા રહો!

* ફ્રેન્ચ ક્વીઝીનઃ આ રાંધણકળા તેના સ્વાદિષ્ટ ચીઝ અને વાઈન માટે ખૂબ પ્રખ્યાત છે. મધ્ય યુગથી શરૂ કરીને છેક ફ્રેન્ચ ક્રાંતિ યુગ સુધી, ફ્રેન્ચ ભોજન રાંધવાની તરકીબોમાં સુધારા-વધારા થતા રહ્યા અને અંતે એકવીસમી સદીમાં ઉચ્ચ પ્રકારના ભોજન તરીકે ગણવામાં આવ્યું. પેરિસ માં, લગભગ ૫, ૦૦૦ જેટલી, વિવિધ મેનુ અને ભાવ સાથેની, ખાણીપીણીની જગ્યાઓ છે. ફક્ત તમારા સ્વાદ, અને સાથે સાથે તમારા બજેટ, સાથે મેળ ખાતા સ્થળ પસંદ કરો.

* ઈટાલિયન ક્વીઝીનઃ આ ક્વીઝીનનો સમાવેશ વિશ્વના સૌથી જૂના ક્વીઝીન્સમાં કરી શકાય, કારણકે તેનું અસ્તિત્વ લગભગ ઈ.સ. પૂર્વે ચોથી સદી સુધી ટ્રેક કરી શકાય છે. આ ક્વીઝીનનું રોજબરોજનું ભોજન વિવિધ ભાગોમાં વહેચાયેલું છે જેમકે એન્તીપેસ્તો(એપેટાઈઝર), પ્રાઈમો(પાસ્તા અથવા રાઈસ), સેકેન્ડો (મીટ) અને ડોલ્સે (મીઠાઈ). આ ઉપરાંત ઈટાલિયા તેના પ્રખ્યાત પર્મેજિઅનો રિજાનો સહિતના ૪૦૦ થી વધુ વિવિધ પ્રકારના ચીઝ અને ૩૦૦ વિવિધ પ્રકારના સોસેજ માટે પણ પ્રખ્યાત છે.

* ચાઈનીઝ ક્વીઝીનઃ આ ક્વીઝીનને આજે વિશ્વની કુલ વસ્તીના એક તૃતીયાંશ લોકો દ્વારા માણવામાં આવે છે. તેને બનાવવું સરળ છે, સસ્તું છે અને આ ભોજન સ્વાદિષ્ટ પણ છે પરિણામે તે સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ ક્વીઝીનની ઘણી વાનગીઓ નાના નાના કદના ટુકડાઓ માં પીરસવામાં આવે છે. સામાન્ય રીતે, દરેક વાનગીને એક વાટકી જેટલા રાંધેલા ભાત સાથે પીરસવામાં આવે છે તો વળી, અન્ય કેટલીક વાનગીઓ એક સાથે અનેક લોકો ખાઈ શકે તે રીતે મોટા હિસ્સામાં પીરસવામાં આવે છે. અમુક ખોરાકને જેવા કે ફાકાઈ મોસ જેવા દુર્લભ સામગ્રી સાથે રાંધીને તૈયાર કરવામાં આવે છે.

* ઈન્ડિયન ક્વીઝીનઃ ઈન્ડિયન ક્વીઝીનની આપણે કોઈ જાતની ઓળખાણ કરવાની જરૂરત નથી, છતાં પણ જેમ આપણે સૌ જાણીએ છીએ તેમ, ઈન્ડિયન ક્વીઝીનને મ્યુખ્ત્વે ચાર ભાગમાં વહેંચી શકાય છેઃ નોર્થ ઈન્ડિયન ક્વીઝીન, સાઉથ ઈન્ડિયન ક્વીઝીન, ઈસ્ટ ઈન્ડિયન ક્વીઝીન અને વેસ્ટ ઈન્ડિયન ક્વીઝીન. પરંતુ દુનિયાભરમાં આજે સૌથી પ્રસિદ્ધ ઈન્ડિયન ક્વીઝીન છે નોર્થ ઈન્ડિયન ક્વીઝીન, કે જેને આપણે મુઘલાઈ અથવા પંજાબી તરીકે ઓળખીએ છીએ. મોટાભાગે શાકાહારી વ્યંજન ધરાવતું ક્વીઝીન હોવા છતાં અમુક વાનગીઓ ચિકન, લેમ્બ મીટ અથવા ફીશ સાથે બનતી જોવા મળે છે.

* થાઈ ક્વીઝીનઃ આ ક્વીઝીન એક તેના ખાતા,મીઠા, તીખા અને તૂરા સ્વાદના પરફેકટ અને સંતુલિત કોમ્બિનેશનને કારણે અત્યંત પ્રચલિત છે. તે વિવિધ તાજી વનસ્પતિ અને મસાલા જેમ કે ખાટાં ફાળો, લેમન ગ્રાસ, અને તાજી કોથમીરનો મહત્તમ ઉપયોગ કરે છે. સાથે સાથે અન્ય એશિયાઈ ક્વીઝીનની જેમ, રાઈસ આ ભોજનનો મહત્વનો ઘટક છે. તમે નૂડલ્સ અને નામ પ્લા (ઝીંગા પાસ્તા સાથે મિશ્ર માછલીનો સોસ)ના ઘણા પ્રકાર શોધી શકો છો. આ ક્વીઝીનની ખાસિયત તેમાં વપરાતી સામગ્રીની તાજગી અને સુગંધ છે.

આજે આપણે આ પાંચમાંથી બે એવા ક્વીઝીનની વાનગીઓ જોઈશું જે આપણે ફૂડ સફારીમાં ક્યારેય જોયા નથી, એટલે કે ફ્રેંચ ક્વીઝીન અને થાઈ ક્વીઝીન.

ફ્રેંચ ક્વીઝીનમાં આપણે જોઈશું ક્રીમી પોટેટો-લીક સૂપ જે એક પારમ્પરિક ફ્રેંચ સૂપ છે જેની વિશિષ્ટતા એ છે કે તેને ગરમીમાં ઠંડો અને શિયાળામાં ગરમ એમ બંને રીતે સર્વ કરી શકાય છે.

થાઈ ક્વીઝીનમાં આપણે જોઈશું ફ્રાઈડ ટોફૂ વિથ પીનટ ડીપીંગ સોસ જે એક એપેટાઈઝર છે.

ક્રીમી પોટેટો-લીક સૂપ

સામગ્રીઃ

૧ ટેબલસ્પૂન માખણ અથવા માર્જરિન

૩ મધ્યમ લિક્સ, સફેદ ભાગ ઝીણો સમારેલો (૩ કપ)

૧ ટેબલસ્પૂન વરીયાળી, પલાળેલી

૧ કળી લસણ

૧/૪ કપ વેજીટેબલ સ્ટોક

૩ મોટા બટાકા, છોલીને સમારેલા અને પાસાદાર ભાત (૩ કપ)

થોડા થાઈમના પાન

૧/૨ કપ ક્રીમ

ભ કપ સમારેલી તાજી લીલી ડુંગળી (ફક્ત લીલો ભાગ)

મીઠું અને મરી સ્વાદ મુજબ

રીતઃ

* મધ્યમ ગરમી પર એક મોટા સોસપેનમાં માં માખણ ઓગાળો. તેમાં લીક, વરિયાળી અને લસણ ઉમેરો; ઢાંકો, અને મધ્યમ થી ઓછી ગરમી પર ૨૦ મિનિટ માટે, અથવા લીક નરમ થાય ત્યાં સુધી પકવવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.

* મધ્યમ થી વધુ ગરમી પર આંચ વધારો. લીક સાંતળવા લાગે ત્યારે તેમાં સ્ટોક ઉમેરો, અને ૧ થી ૨ મિનિટ રંધાવા દો. બટાકા, થાઈમ, અને ૫ કપ પાણી ઉમેરી બરાબર હલાવો.

* આંચ મધ્યમ થી ઓછી ગરમી પર ઘટાડી, ઢાંકીને ૪૫ મિનિટ સુધી ખદખદવા દો, અથવા બટાટા ખૂબ નરમ થાય ત્યાં સુધી. હેન્ડ બ્લેન્ડર કે ફૂડ પ્રોસેસરની મદદથી સ્મૂધ પ્યુરી બનાવો. ક્રીમ ઉમેરીને ઠંડુ થવા દો (જો ઠંડુ પીરસતા હોવ તો). મીઠું અને મરી ઉમેરી લીલી ડુંગળીથી સજાવીને સર્વ કરો.

ફ્રાઈડ ટોફૂ વિથ પીનટ ડીપીંગ સોસ

સામગ્રીઃ

૧ પેક ટોફૂ

તળવા માટે તેલ

સોસ માટેઃ

૫-૭ ડાળખી કોથમીર, ઝીણી સમારેલી

૧ ચમચી તાજા મરચાંની પેસ્ટ

૨ ચમચી શેકેલી અને અધકચરી છુન્દેલી મગફળી

૧ ચપટી મીઠું

૨ ચમચી ખાંડ

૨ ચમચી સરકો

રીતઃ

* ટોફૂના ચોરસ ટૂકડા કરો.

* એક મોટા પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ટોફૂના ટુકડાને ગોલ્ડન બ્રાઉન રંગના તળી લો.

* એક માઈક્રોવેવ પ્રૂફ બાઉલમાં ખાંડ, તાજા મરચાંની પેસ્ટ, મીઠું અને સરકો ભેગા કરો. એક મિનિટ માટે અથવા ખાંડ ઓગળે ત્યાંસુધી હાઈ પાવર પર માઈક્રો કરો. એક ચમચી વડે બધી જ સામગ્રી ભેળવી દો. ઉપરથી મગફળી અને કોથમીર ઉમેરો.

* આ સોસને એક બાઉલમાં કાઢી, તળેલા ટોફૂ જોડે સર્વ કરો.

મંદિરોનું રાજ્યઃ ઓરિસ્સા

ભારત એના વિવિધ મસાલા અને મસાલેદાર ખાન્પાનને લીધે દેશભરમાં મશહૂર છે. પરંતુ આ જ ભારતનો એક ભાગ, એટલે કે પૂર્વમાં આવેલું રાજ્ય ઓરિસ્સા (ઓડિશા) અત્યંત ઓછા તેલ અને મસાલાના ઉપયોગથી તેઓની એક અત્યંત રસપ્રદ, છતાંપણ ઓછી જાણીતી એવી પાકકલા ધરાવે છે.

ઓરિસ્સા દરિયાકિનારાનું રાજ્ય હોવાથી ચોખા અને સી-ફૂડ નો સમાવેશ સ્ટેપલ ફૂડ એટલેકે સમતોલ આહાર તરીકે કરવામાં આવે છે. અહી બે પ્રકારનું ફૂડ સામાન્ય રીતે જોવા મળે છે - ટેમ્પલ ફૂડ અને સામાન્ય ફૂડ.

ઓરિસ્સા તેના મંદિરો માટે પ્રખ્યાત છે. દરેક મંદિરમાં જે-તે દેવી-દેવતાઓને પ્રસાદ ધરાવવામાં આવે છે. ખાસ કરીને પુરી શહેરના જગ્ગનાથ મંદિરમાં ધરાવવામાં આવતો ‘પ્રસાદમ’ ઘણો પ્રસિદ્ધ છે. અહી ભગવાનને ધરવામાં આવતો મહાપ્રસાદ કે છપ્પનભોગ શુદ્ધ ઘીમાંથી બને છે. આ પ્રસાદમનો ભોગ દિવસમાં છ વખત ધરાવાય છે અને તેમાં વિવિધ પ્રકારના પીઠા (લોટમાંથી બનાવવામાં આવતી હાંડવા જેવી વાનગી), વિવિધ શાકભાજી, ભાત અને દાળનો સમાવેશ થાય છે તથા તેને કેળના પાનમાં પીરસવામાં આવે છે. ભગવાનને ભોગ ધરાવ્યા બાદ આ જ વાનગીઓને પ્રસાદ સ્વરૂપે દર્શનાર્‌થીઓમાં વહેંચવામાં આવે છે.

ટેમ્પલ ફૂડ બનાવવામાં ઘી વપરાય છે તો તેના થી વિરૂદ્ધ સામાન્ય ફૂડ બનાવવામાં સરસિયું એટલે કે રાઈના તેલનો ઉપયોગ થાય છે. ઓરિસ્સાની કુલ વસ્તીના ૫% થી પણ ઓછી વસ્તી શાકાહારી એટલેકે ‘નિરામીશ’ ભોજન લે છે, બાકીનો લગભગ ૯૫% જનસમુદાય માટે ‘આમિશ’ ભોજન એક સમતોલ આહાર છે.

ઉડિયા રાંધણકળામાં વપરાતી સામગ્રીઓ આ પ્રદેશમાં સ્સામાન્ય રીતે મળી આવતી સામગ્રીઓ જ હોય છે જેમકે કાચા કેળા, ફણસ અને પપૈયા છે. વાનગીઓમાં સૂકવેલી કાચી કેરી કે જેને અમ્બુલા કહે છે તેનો તથા આમલીનો ઉપયોગ ઘણો કરવામાં આવે છે. આ ઉપરાંત નાળિયેર પણ અનેક વાનગીઓમાં ઉપયોગમાં લેવાય છે. મસાલાની વાત કરીએ તો “પંચ ફોરન”નો વ્યાપકપણે ઉડિયા રાંધણકળા ઉપયોગ થાય છે જે પાંચ મસાલાનું મિશ્રણ છે. પંચ ફોરન રાઈ, જીરૂં, મેથી, શાહજીરૂ અને કલોંજીના મિશ્રણથી બનાવવામાં આવે છે. ટેમ્પલ ફૂડ પ્રચલિત હોય એવા વિસ્તારોને બાદ કરતા લસણ અને ડુંગળી પણ વપરાય છે, ટેમ્પલ વિસ્તારમાં સાત્વિક ભોજનનો જ આગ્રહ રાખવામાં આવે છે. હળદર અને લાલ મરચાં પણ સામાન્ય રીતે ઉપયોગમાં આવે છે.

પરંતુ બાર ગાઉ એ બોલી બદલાય એટલે કે એક જ રાજ્યના અલગ અલગ પ્રદેશમાં સ્વાદની માત્રામાં ફેર હોય. જેમકે પુરી-કટક બાજુના પ્રદેશમાં ટેમ્પલ ફૂડના પ્રભાવને કારણે ખોરાકમાં ગોળ કે ખાંડના ગળપણનો એહસાસ આવે છે. જયારે બંગાળ બાજુના સીમાંત પ્રદેશમાં રાઈ અને કલોંજીની પેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આંધ્રપ્રદેશ બાજુના સીમાડાના વિસ્તારમાં કરી પત્તા અને આમલીનો ઉપયોગ વધારે થાય છે તો બ્રહ્‌મપુરા વિસ્તારની ખાણીપીણીમાં સાઉથ ઈન્ડિયન ક્વીઝીનનો પ્રભાવ જોવા મળે છે.

આજે આપણે ઉડિયા ક્વીઝીનની બે વાનગીઓ પખાલ અને દાલમા જોઈશું. પખાલ એ પકવેલા ભાતમાં પાણી ઉમેરીને બનાવવામાં આવતી એક પરમ્પરાગત વાનગી છે જયારે દાલમા એ દાળ અને શાકભાજીમાંથી બનાવવામાં આવતી વાનગી છે.

સ્પેનઃ ઝીંદગી ના મિલેગી દોબારા

કોઈપણ વ્યક્તિ એ બાબત ના નકારી શકે કે કોઈપણ દેશનું રાષ્ટ્રીય ક્વીઝીન એ હમેશા જે તે દેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે, સ્પેન પણ આ બાબતમાં કોઈ નથી. એક ભૂમધ્ય દેશ તરીકે તે તેના પડોશીઓ સાથે અનેક લક્ષણોમાં સમાનતા ધરાવે છે ; ખાસ કરીને,તે ગુણવત્તા અને ઉત્પાદનોની વિવિધતા માટે વિશ્વમાં શ્રેષ્ઠ પૈકીનું એક હોવાથી, ફ્રાન્સ અને ઈટાલી સાથે સંબંધિત છે. સામાન્ય રીતે, સ્પેનિશ રાંધણકળા વિવિધ તકનીક જેમકે ફેટા ચીઝનો ઉપયોગ કરીને બેકિંગ અને ગ્રીલ પર રોસ્ટીંગનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. બધી જ પ્રાદેશિક વાનગીઓમાં અખરોટના ભૂકોનો વ્યાપક ઉપયોગ થાય છે.

સ્પેનની રાંધણકળાની અમુક વિશિષ્ટતા આ પ્રમાણેની છેઃ

૧.પાએલા કે જે તેના આધુનિક સ્વરૂપમાં મધ્ય ૧૯ મી સદીમાં ઉભરી, તે એક વેલેન્સિયાની ચોખામાંથી બનતી વાનગી, છે. નોન-સ્પેનિયાર્ડો પાએલાને સ્પેનની રાષ્ટ્રીય વાનગી તરીકે છે જયારે મોટા ભાગના સ્પેનિયાર્ડો માટે તે ફક્ત વેલેન્સિયા પ્રદેશની વાનગી છે.

૨.ત્નટ્ઠર્દ્બહ (હામોન) એ હેમનું સ્પેનિશ નામ હોય તેવું લાગે છે.

૩.્‌ટ્ઠટ્ઠજ (તાપસ) એ સ્પેનિશ રાંધણકળામાં એપેટાઈત્ર અથવા નાસ્તાની વિશાળ વિવિધતાને કહેવામાં આવે છે. તેઓ ઠંડા (જેમકે મિશ્ર ઓલિવ અને ચીઝ તરીકે) અથવા ગરમ (જેમકે ચોપીતોસ કે જેને છુન્દેલા હોય) હોઈ શકે છે.

૪.સ્પેન એ ચીઝનો દેશ છે જ્યાં વિતરણ કંપની દ્વારા વિવધ ચીઝના વિતરણનું વિશાલ માર્કેટ છે, જેમાં વિવિધ જાતના ફર્મ ચીઝ, ફ્રેશ ચીઝ, બ્લુ ચીઝ અને ક્રીમ ચીઝનું વિતરણ કરવામાં આવે છે.

૫. સ્પેનના દરેક પ્રાદેશિક ક્વીઝીનમાં વાઈન એક મહત્વનું એલિમેન્ટ છે. ફ્રાંસ અને ઈટાલીની સાથે સ્પેન વિશ્વનું ત્રીજું લાર્જેસ્ટ વાઈન પ્રોડયુસર છે.