Mobile in Gujarati Short Stories by kishor solanki books and stories PDF | મોબાઈલ

Featured Books
Categories
Share

મોબાઈલ

બે પતી પત્ની સાંજના ચાર વાગ્યે ચા પિતા પિતા વાતો કરતા હતા. પત્ની: સાંભળો છો? તમને નથી લાગતું આપણો અવિનાશ હવે જુવાન થઈ ગયો છે. કમાતો પણ થઈ ગયો છે. તો હવે તેના માટે છોકરી ગોતવા લાગીએ તો. તમારૂ શું કહેવું છે? પતી: તારી વાત તો સાચી છે પણ જમાનો બદલાઈ ગયો છે, ગામડાં માં શહેરી વા વાઈ રહ્યો છે. આ એકવીસ મી સદી છે જેમાં માવતરે પોતાના દિકરા માટે લગભગ છોકરી ગોતવાની જરૂર નથી. પત્ની: તો શું છોકરી સામે ચાલી ને આવશે? પતી: ના, પણ છોકરા એ છોકરી શોધેલી જ હોય છે. એટલે પહેલા તું તારા લાડકા ને પૂછી લેજે કે તેના ધ્યાન માં કોઈ નથી ને! પત્ની: ના હો મારો લાલો એવો નથી. પતી: છતાય ખાત્રી કરી લેવી શું ખોટી. પત્ની: સારૂ હવે, ચા પિઈ લીધી હોય તો વાડી ભેગા થાવ.

વાંચ્યું ને તમે? કેવા બે પતી પત્ની તેના દિકરા ની સગાઈ વિશે વાતો કરતા હતા. અને એમાય વાત એકવીસમી સદી ની જેમા બધાય છોકરાં છોકરી પોતાની જાતે જ પોતાનો જીવન સાથી અથવા જીવન સંગીની શોધે છે. સાચું ને? શું આવા સમય માં અવિનાશે પણ છોકરી શોધી રાખી હશે? ચાલો તેની પાસે થી જ જાણીએ.......

ગ્રેજ્યુએશન પૂરૂ કરી બેંક માં નોકરી કરતો સાવ સિધો અને સિંપલ અવિનાશ. નોકરી એથી સાંજે ઘરે આવે છે. અને તેની માં તેને પ્રેમ થી જમાડે છે. અવિનાશ જમતો હોય ત્યારે તેની માં બોલે છે... બેટા હવે તું કમાવવા લાગ્યો છો એટલે અમે તારા સગપણ વિશે વિચાર એ છીએ. જો તારા ધ્યાન માં કોઈ છોકરી હોય, તને કોઇ છોકરી પસંદ હોય તો કેજે અમે પહેલા વાત ત્યાં હંકારીએ. ના મારા ધ્યાન માં કોઈ છોકરી નથી. પણ જો તમારા ધ્યાન માં કોઈ હોય તો તમે ત્યાં વાત હંકારજો. અને મને વિશ્ર્વાસ છે કે તમે મારા માટે સારૂ જ ઠેકાણું ગોતશો.

આટલું કહિ ડિનર કરી અવિનાશ રોજ ની માફક ભાઈબંધ મિત્રો સાથે ગપ્પા મારવા ગલ્લે જતો રહ્યો. છોકરા ની વાત સાંભળી બંને મા-બાપ વળતે દિ જ છોકરી જોવા એક સંબંધી ના સંબંધી ને ઘરે ગયા. છોકરી જોઈ, ઘરબાર જોયા બધુ બરાબર લાગ્યું. અને તમે છોકરો અને ઘરબાર જોવા આવજો એવું કહિ અવિનાશ ના મા બાપ વહિ આવ્યા. સાંજે અવિનાશ ને વાત કરી અને તેનો અભિપ્રાય લિધો તો તમને છોકરી સારી લાગી એટલે સારી જ હોય.

બે દિવસ પછી પેલા સંબંધી ઘરબાર અને છોકરો જોવા આવ્યા. ઘર જોયા, વાડી જોઈ પણ છોકરો નોકરી એ ગયો હતો એટલે તેને ના જોઈ શક્યા. પછી તમે અને અવિનાશ રજા ના દિવસે પાછા અમારા ઘરે આવજો એટલે છોકરો છોકરી બંને એકબીજા ને જોઈલે. તે પછી આપણે આગળ વાત વધારશું. એમ કહિ છોકરી ના મા બાપ જતા રહ્યા.

રવીવાર ના દિવસે અવિનાશ અને તેના બાપ ત્રણેય પાછા છોકરી ને ગામ ગયા. અવિનાશે ઘર જોયુ,છોકરી જોઈ. તેની સાથે એકાંત માં અડધો કલાક વાત કરી. જેમા અવિનાશ ને જાણવા મળ્યું.... તે આઠ સુધી ભણેલી હતી. પણ તેની વાત પર થી એવું લાગતું હતું કે તેની પાસે નોલેજ દસ પાસ પાસે હોય એટલું હતું. આખરે બંને એ ગમા અણગમા વિશે સવાલ જવાબ કર્યા અને બંને આ સગપણ થી રાજી હતા. તેથી અવિનાશે મિત્રો ને બતાવવા મોબાઈલ માં છોકરી નો ફોટો પાડ્યો. બંને ના પિતા એ રીત રિવાજ પ્રમાણે નીવાત ચિત કરી અને સગપમ ની તારીખ નક્કી કરી નાખી.

તે દિ જ સાંજે અવિનાશ ગલ્લે ગયો અને ત્યા ઊભેલા મિત્રો ને કહ્યું દોસ્તો તમારે જે ખાવું પિવું હોય તે ખાઈ લ્યો આજ નો તમામ ખર્ચ હું આપીશ. એટલે એક મિત્ર બોલ્યો. કેમ ભાઈ પગાર માં વધારો થયો કે શું? ના પગાર મા નહિ પણ ઘર માં વધારો થવાનો છે. અવિનાશ મલકાઈ ને બોલ્યો. એટલે સગપણ નક્કી થઈ ગયું? એક મિત્ર બોલ્યો. હા, સગપણ નક્કી થઈ ગયું અને સગપણ ની તારીખ પણ નક્કી થઈ ગઈ. અવિનાશે ચોખવટ કરી.

વાહ,સરસ ક્યાં ગામ ના ગોરી? અને કેવા દેખાય છે? કોઈ ફોટો બોટો છે કે નહિ ? ઈતો કહે!!! એક મજાકિયો મિત્ર બોલ્યો. નવાગઢ. મોબાઈલ માં ફોટો કાઢી અને જુવો આ ફોટો... બધાયે ફોટો જોયો અને વખાણ કર્યા. નવાગઢ??? અરે ત્યાતો મારા માસી રહે છે. પહેલો મિત્ર બોલ્યો.

જો ભાઈ અત્યારે તો વેફર ના પડીકા થી બકાડી લઈશું પણ સગપણ ના દિ તારે પાઉંભાજી ની પાર્ટી અાપવી પડશે. બીજા મિત્રએ અવિનાશ પાસે માંગણી કરી. એલા હો ભાઈ પાર્ટી લઈ લેજો પછી કાંઈ. અવિનાશે હા પાડી. એતો ઠીક પણ સગપણ માં તારી થનાર પત્ની ને ગીફ્ટ માં શું આપવાનો છે? ગલ્લાવાળા એ સવાલ કર્યો. અવિનાશ હજી વિચાર કરતો હતો ત્યાં, મજાકિયો મિત્ર બોલ્યો. "મોબાઈલ" મે આપ્યો હતો, આણે આપ્યો છે, (ગલ્લાવાળા ને સંબોધી ને) અને તે પણ ક્યાં ન્હોતો આપ્યો.

અત્યારે મોબાઈલ નો ચાલ થઈ ગયો છે. સગપણ થાય એટલે ગિફટ માં મોબાઈલ આપવાનો. અને અડધી અડધી રાત સુધી ચોંટ્યા રહેવાનું. તે પણ એક આનંદ છે હો દોસ્ત. તું પણ એક મોબાઈલ અાપજે જેથી સંબંધો અતૂટ બને.

ઓ....કે.. તમે બધા એ આપ્યો એટલે હું પણ આપીશ બસ. નક્કી થયેલ તારીખે સગપણ થયું. અવિનાશે ગિફટ માં મોબાઈલ આપ્યો. મિત્રો ને સગપણ ની ખૂશી માં પાર્ટી આપી. તે ખૂબ ખૂશ હતો કારણ કે ટૂંક સમય તેના જીવન માં એક છોકરી નો પ્રવેશ થવાનો હતો.

સગપણ ના ત્રણ ગિ પછી ઓફિસ માં લંચ લઈ અવિનાશે તેની થનાર પરણેતર ને કોલ કર્યા, પણ... સામે થી તમે જે વ્યક્તી નો સંપર્ક કરવા માંગો છો તે વ્યસ્ત છે તેવો અવાજ આવ્યો. અવિનાશે રિટ્રાઈ કરી પણ તેનો તે જ અવાજ. દસ મિનિટ પછી કોલ કર્યો તો સ્વિચ ઓફ, અવિનાશે કંઈ વિતાર્યું નહિ. અને બેંક ના કામ માં લાગી ગયો.

તે જ રાત્રે વાળુ પાણી કરી અવિનાશ ગલ્લે ગયો. એક ધાણા દાળ ખાધી અને કોલ કર્યો તો સ્વિચ ઓફ. અડધા પોણી કલાક ગલ્લે ગપ્પા માર્યા પછી પાછો કોલ કર્યો તો સામેવાળી વ્યક્તી બીજા કોલ સાથે જોડાયેલી છે એવો અવાજ આવ્યો. અવિનાશ અપસેટ થઈ ઘરે જતો રહ્યો. આવું ચાર પાંચ દિવસ ચાલ્યું.

કેમ ફોન બંધ આવતો હશે? કોની સાથે તે વાત કરતી હશે? જેવા સવાલો સ્વાભિક મન માં ઉઠવા જોવે પણ અવિનાશ ના મગજ માં કોઈ સવાલ ન્હોતા. જેનું કારણ હતું અવિનાશ ક્યારેય નેગેટીવ વિચાર ન્હોતો કરતો. પણ થોડો ઉદાસ જરૂર રહેતો હતો. જેની તેના માવતર ને ખબર ન્હોતી પડી, પણ દોસ્તો... દોસ્તો જાણી ગયા હતા કે કંઈક તો થયું જ છે જેણે અવિનાશ ને ખામોશ કરી દિધો છે.

અવિનાશ નાં દોસ્તો તેની ખામોશી નું કારણ જાણવા માંગે છે, અને તમે તે છોકરી કોની સાથે વાત કરતી હતી તે જાણવા માંગો છો બરોબર ને? તો ચાલો હું તમને જણાવી દઉં કે તે છોકરી કોની સાથે વાત કરતી હતી.

તે છોકરી વાત કરતી હતી તેના જ ગામ ના રખડેલ, વંઠેલ, કામ કાજ વગર ના અને લખણ નાં પૂરા એક નીચી જ્ઞાતી ના છોકરા સાથે, વાત કરવા નું કારણ હતું પ્રેમ. પ્રેમ પણ કેવો "કાળા ગજબ નો" તે છોકરી પ્રેમ ની દરેક હદ પાર કરી ચૂકી હતી. છતાય તેમનાં પ્રેમ ની જાણ લગભગ કોઈ ને ન્હોતી. ના કોઈ દોસ્ત ને, ના કોઈ બહેનપણી ને કે ના એકેય ના ઘરના ને. તો શું આવા પ્રેમ ની જાણ અવિનાશ ને થશે? તે તો રામ જાણે.

તમને થતું હશે મોબાઈલ અને સિમ કાર્ડ અવિનાશ નું તો પ્રેમી સાથે વાત કેવી રીતે, શું તેણે ફોન નહિ આપ્યો હોય? આજ કાલ લવરીયા છાના છૂપી ગિફટ આપતા જ હોય છે. પણ આ બંને પ્રેમ પ્રકરણ બહાર ના આવી જાય એટલે માત્ર પ્રેમ ની આપ લે કરતા હતા.

છોકરો છોકરી ને ફોન આપે તો ઘરના પૂંછવા ના જ છે કે આ મોબાઈલ તારી પાસે ક્યાંથી આવ્યો? સગપણ થઈ ગયું અને મોબાઈલ આવ્યો એટલે પતી એ આપેલો નંબર પ્રેમી ને આપી દિધો અને વાતો કરવા લાગી.

ઘરના ને એમ હતું કે દિકરી જમાઈ સાથે જ વાતો કરે છે. પણ તેને ક્યાં ખબર હતી કે દિકરી જમાઈ સાથે નહિ પણ પ્રેમી સાથે વાતો કરે છે. પંદર દિવસ થઇ ગયા હતા. અવિનાશ ની એકપણ વાત તેની પરણેતર સાથે ન્હોતી થઈ. જેથી તે વધારે પડતો ઉદાસ રહેવા લાગ્યો.

તેવા માં એક રાત્રે બધાય મિત્રો ગલ્લે ભેળા થયા અને બધાયે અવિનાશ ને તેની ઉદાસી નું કારણ પૂંછયું. તો અવિનાશે કહ્યું કે યાર મારી વહુ સાથે કેટલાય દિવસ થી વાત નથી થઇ. ઓય રે એમા શું થયું? બધાયે અવિનાશ ની મજાક ઉડાડી. પણ યાર જ્યારે પણ ફોન કરૂ કાંતો ફોન સ્વિચ ઓફ હોય અને કાંતો વ્યસ્ત હોય. સમજાતું નથી કોની સાથે વાતકરતી હશે???

'મને ખબર છે કે તારી વહુ કોની સાથે વાત કરે છે.' બધાય ચોંકી ગયા. તમે પણ ચોંકી ગયા હશો? અને વિચારતા હશો કે ઉપર ના શબ્દો કોણ બોલ્યું હશે?

ઉપર નાં શબ્દો બોલ્યો હતો અવિનાશ નો દોસ્ત,એ દોસ્ત જેના માસી નવાગઢ ગામ માં રહે છે. તને શું ખબર છે? શું જાણે છે તું? અવિનાશ અકડાઈ ને બોલ્યો. અવિનાશ મારા ભાઈ આજે હું મારા માસી નાં ગામ ગયો હતો. તને તો ખબર છે તે ગામ નો રસ્તો કેવો છે. હું ગામ માં એન્ટર થયો કે તરત મારે ગાડી ની ગતી ધીમી કરવી પડી. હું ધીમે ધીમે ગાડી લઈ ને આગળ વધતો હતો. તેવા માં મારી નઝર મોબાઈલ પર વાત કરતા કરતા મારી તરફ આવી રહેલ એક સુંદર છોકરી પર પડી. નજીક આવ્યા એટલે મે તેને નિરખી ને જોઈ. હું થોડોક આગળ ગયો એટલે મે બ્રેક મારી અને ગાડી ઊભી રાખી વિચારવા લાગ્યો કે મે આ છોકરી ને ક્યાંક જોઈ છે. પછી યાદ આવ્યું કે આ છોકરી તો મારા દોસ્ત અવિનાશ ની પરણેતર છે. હું તેની પડખે થી નિકળ્યો એટલે મને 'આવું છું' એવો અવાજ સંભળાયો, એટલે તે ફોન પર કોની સાથે વાત કરતી હતી અને ક્યાં જતી હતી તે જાણવા મે ગાડી પાછી વાળી.

હું ધીમે ધીમે તેની પાછળ જતો હતો, તે ભર બપોરે ગામ બહાર નિકળી ગઈ. અને બાવળ નાં ઝુંડ માં રહેલ પગ કેડી તરફ ચાલવા લાગી. 'મને દાળ માં કંઈક કાળું લાગ્યું' એટલે મે ગાડી સાઈડ માં કરી અને હું પણ તે બાવળ નાં ઝુંડ માં ઘૂસી ગયો, હંુ કિ. મી. અંદર ગયો અને મે જે જોયું તે જોઈને મારી આંખો ફાટી ને ફાટી રહિ ગઈ.

શું જોયું હતું તે? અવિનાશ અધિરો થઈ બોલ્યો. મે જે જોયું તે બધું આ મારા મોંઘા એન્ડ્રોઈડ કેમેરા ફોન માં છે, લે અને તારી જાતે જ જોઈ લે. અવિનાશ મોબાઈલ લઈ વિડિયો પ્લેયર માં કેમેરા ફોલ્ડર માં રહેલ વિડિયો જોવા લાગ્યો. વિડિયો જોઈ તેની પણ આંખો ફાટી ને ફાટી રહિ ગઈ.

તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે તે વિડિયો માં શું હતું!!! છતાય તમને જણાવી દઉ કે તે વિડિયો માં અવિનાશ ની મંગેતર અને તેના પ્રેમી ની રાસલીલા હતી જેને અવિનાશ નાં દોસ્તે સારી રીતે પોતાના મોબાઈલ માં ઉતારી હતી.

બધાયે વિડિયો જોયો, બધા ને મજા આવી અને દુ:ખ પણ થયું. બધાયે અવિનાશ ને સગાઈ તોડી નાખવા સલાહ આપી. અવિનાશે વિડિયો પોતાના ફોન માં લીધો અને પોતાના પપ્પા ના ફોન માં સેર કર્યો. અને ઘરે જઈ સૂી ગયો.

સવારે જાગી મમ્મી પપ્પા નાં ચહેરા જોયા જેના થી તેને ખ્યાલ આવી ગયો કે તેમણે વિડિયો જોઈ લીધો છે. અવિનાશ ના પપ્પા એ તેને એક કલાક માટે નવાગઢ જવાનું છે તેવું કહ્યું. બધાય નવાગઢ ગયા. અવિનાશ નાં પિતાએ લાજ શરમ નેવે મૂકી વેવાઈ ને એકાંત માં વિડિયો બતાવ્યો. અને કહ્યું આજ થી આ સગપણ અમે તોડીયે છીએ, અમારે અમારા દિકરા ની જીંદગી બરબાદ નથી કરવી. અમારા થી જો કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો.

આવી રીતે "મોબાઈલ" ના કારણે એક સિધા સાદા યુવાન ની જીંદગી બરબાદ થતા બચી ગઈ. અને એક સુંદર સુડોળ શરીર વાળી છોકરી ની જીંદગી બરબાદ થઈ ગઈ.

મોબાઈલ સારો છે અને ખરાબ પણ છે, તેનો ઉપયોગ કેમ કરવો તે આપણે જોવાનું છે.

The end