Mahima Bhag - 3 in Gujarati Poems by sangeeakhil books and stories PDF | મહિમા ભાગ - 3

Featured Books
Categories
Share

મહિમા ભાગ - 3

આંખ વરસે છે...

વાદળાઓમાં વરસાદ ક્યાંય દેખાતો નથી,

ખેતીવાળા ખેડુતોમાં ઉત્સવ જોવા મળતો નથી.

લાલ રંગના વસ્ત્રો પહેરી ગરબા ગાવાના તો ગયાં,

કનૈયાના જન્મ દિવસે માખણના માટલા ફોડવાના ફેલ પણ ગયાં.

શ્રાવણ વરસે કે ના વરસે, ભાંદર છલકે ના છલકે,

પણ આંખ વગર વાંદળે વરસે છે અને છલકે છે.

કોણે પુછું કયાં ગયો છે ? એ ધરતીનો ઘણી,

ધરતી બિચારી કાળું કફન વનવગડે ભટકે છે.

જેમ આ વાવેલું ઉભુ સુકાયને રહૃય પર આંગના ઓળા થંભી જાય છે.

"મહિમા" મરી જાય છે ખેતી કરવાવાળાં ખેડુનોને,

પાણી વગરના ખેડુ અને ખેડુ વગરની ખેતી રંઝળે છે.

સંગીઅખિલ "અખો"


જીવનનાં દાખલા

જીવનનાં દાખલા બધા સહેલા નથી હોતા.

સહેલા હોય તે પરીક્ષામાં પુછાતા નથી હોતા.

પુછાય છે તે બંધાને આવડતા નથી હોતા.

આવડે છે તે પરીક્ષામાં નાપાસ થતાં નથી હોતા.

નાપાસ થનારા "અખિલ" બંધા જ ઠોઠ નથી હોતા....

અખિલ


તારી મરજી

મળવું ના મળવું એ તારી મરજી, હું તો મુલાકાતે આવવાનો.

ચાહવું ના ચાહવું એ તારી મરજી, હું તો તને ચાહવાનો.

દિલ દેવું ના દેવું એ તારી મરજી, હું તો દિલ આપવાનો.

ચાલવું ના ચાલવું સાથે એ તારી મરજી, હું તો એકલોય ચાલવાનો.

ભિંજાવું ના ભિંજાવું વરસાદમાં એ તારી મરજી, હું તો ખુદ ભિંજાવાનો.

માનવું ના માનવું મારું એ તારી મરજી, હું તો તારું જ માનવાનો.

રડવું ના રડવું મારી સાથે એ તારી મરજી, હું તો તારી સાથે રડવાનો.

લખવો ના લખવો "મહિમા" એ તારી મરજી, હું તો બસ એ જ લખવાનો.

સંગીઅખિલ "અખો"


તું છે...

જીવનના કેન્દ્રમાં હમેશાં તું છે.

વિચારના મધ્યમાં હમેશા તું છે.

સુખ-દુઃખથની સફરમાં હમેશાં તું છે.

અંધકારના અજવાસમાં હમેશાં તું છે.

ભણકારના ભાગમાં હમેશાં તું છે.

મુલાકાતના મારગમાં હમેશાં તું છે.

"મહિમા" ના માનમાં હમેશાં તું છે.

સંગીઅખિલ "અખો"


દરિયો

બનવું હોય તો દરિયો બન,પાગલ બની સરિતા શોધશે તને.

ભલેને ખારો ઝેર હોય તું, તોય ભાન ભુલી ભળી ભળશે.

ભલેને એકલો જ હોય તું, તોય જીવન સંગીની બનશે.

ભલેને ન હોય "મહિમા" તારો, તોય સરિતા છલકતી-મલકતી મળશે.

બનવું હોય તો દરિયો બન,પાગલ બની સરિતા શોધશે તને.

સંગીઅખિલ "અખો"


દિલનો વ્યાપાર કરી ગયું...

ખાલી ઘરમાં કોઇ વસી ગયું.

સપનામાં માઠુ સ્મીત કોઇ કરી ગયું.

અમસ્તા જ કોઇ મુજને અડી ગયું.

રાત-દિવસની કોઇ ભાન ભુલી ગયું.

રસ્તામાં કોઇ ડકરીય ગયું.

વાટ જોઇ બારી પીસે બેસી ગયું.

સરવાળામાં ગુણાકાર કોઇ કરી ગયું.

"મહિમા" "સંગ" કોઇ મિલન કરી ગયું.

દિલનો વ્યાપાર કોઇ કરી ગયું.

સ્નેહસાગરમાં કોઇ ડુંબી ગયું,

ડુંબી ગયું એજ સાગર પાર કરી ગયું.

સંગીઅખિલ "અખો"


ન થવાનું થાય છે...

વિદ્યાના વેચાણ થાય છે.

પાણી પડીકે પીર્સાય છે.

આબરુના હાટે હટાણા થાય છે.

મનને ફાવે તેવા દામ બોલાય છે.

મકાનના માળ લાખોમાં લેવાય છે.

જમીન લેવામાં જપટું બોલાય છે.

વાયુના વ્યાપાર થાય છે,

દવાખાનામાં દામ લેવાય છે.

રસ્તો સિધવામાં સોદા થાય છે.

પૈસા મળે તો માણસ મારી ખવાય છે.

ઉગેલું એમ જ વેરણ થાય છે.

જન્મેલું રસોયમાં રધાય છે.

"મહિમા"માં કોણ મલકાય છે ?

મારી ખાવામાં સૌવ રાજી થાય છે.

સંગીઅખિલ "અખો"


નોખા

ભાતિ-ભાતિનાં લોકોમાં જાતિ-જાતિના ટોળા નોખા.

અંગ-અંગ પર વસ્તને, વાણી-વાણીમાં વિરોધ નોખા.

દેવળે-દેવળે દેવ નોખા, મંદિરે-મંદિરે ઇશ્વર નોખા.

અડે તો અભડાય જવાય એવા ઊંચનીચના વાડા નોખા.

જાતે-જાતે જગડા નોખા, વાતે- વાતે વ્યાવહાર નોખા.

ખુદાએ-ખુદાએ બંદગી નોખી, પુજાએ પુજાએ પ્રભુ નોખા.

રમતે-રમતે દાવ નોખા, હારે-હારે જીતના જસન નોખા.

માણે-માણે શોખ નોખા, ઘર-ઘરમાં સંબંધ નોખા.

મને-મને વિચાર નોખા, આંખે-આંખે નજર નોખી,

ડગલે-ડગલે ચરણ નોખા, કર્મે-કર્મે ફળની "મહિમા" નોખી.

સંગીઅખિલ "અખો"


પાંચાલ ધરા......

મહાભારતના મુળિયા નખાયા એ પાંચાલ ધરા.

અન્નના કોઠા અખુટ રહે રોજ એ પાંચાલ ધરા.

ઇશ્વરને અવતરવાનું મન થાય એ પાંચાલ ધરા.

રાજા અને પ્રજા વચ્ચેનાં ભેદ વગરની ભુમી એટલે પાંચાલ ધરા.

અશ્વનું ચરણ સંગીત રોજ સાંભળવા મળે એ પાંચાલ ધરા.

અગ્નિમાંથી પ્રગટાયેલ પાંચાલીની ભુમી એટલે પાંચાલ ધરા.

વર્ષો પહેલાની વાત ધરબાયને પડેલી છે એ પાંચાચ ધરા.

સંતોને જન્મ આપનારી ભુમી એટલે પાંચાલ ઘરા.

પાંચ પતિ અને એક પત્નીની ભુમી એટલે પાંચાલ ધરા.

વિહળની વાતો વર્ષો સુધી વવાય એ પાંચાલ ધરા.

શામળો એનું સ્વર્ગ પણ ભુલી જાય એટલે પાંચાલ ધરા.

જેનો "મહિમા" લખતા કવિયો થાકતા નથી એ પાંચાલ ધરા.

સંગીઅખિલ "અખો"


પોતાના જ પારકા થઇ ગયા...

અમારા ઘરમાં અમે પોતાનાથી પારકા થઇ ગયા.

આપણા કહેવાય એ જ ખરા સમયે ક્યાં આપણા હોય છે. ?

પ્રેમની ના પાડવાવાળા પણ ક્યાં પરાયા હોય છે. ?

સામેવાળા પાત્રને અપનાવું કે નહિ, તે નિર્ણય પણ ક્યાં પોતાનો હોય છે ?

સાથે અને હારે જોવે તો યુદ્ધનો ડંકો વાગતો જ હોય છે.

યુદ્ધ એવા મેદાનમાં હોય, બે જણ સાથે દુનિયા આખી હોય છે.

જેણે ઉસેરી ખવરાવી મોટા કર્યા, સઘર્સ એની સાથે હોય છે.

પ્રેમનું પણ અજીબ પ્રકરણ હોય, પાનું ખુલે પછી દુઃખ જ હોય છે.

દુનિયા પુણ્યનો દરજ્જો આપે છે, એને પરીવાર પાપ સમજતું હોય છે.

પોતાના વાત સાંભળતા નથી ત્યારે જ રદય પારકાને પોતાને પોતાનું કરતું હોય છે.

પ્રેમ એ મૃગજળ પાછળની તરસ્યા હરણની દોટ જ હોય છે.

જોખમ સાથે જીવવાનું એ વિચાર, વાણીને વ્યાવહારમાં હોય છે.

પ્રેમનો "સંગ" છુટતો છુટતોને "મહિમા" તુટતો તુટતો હોય છે.

સંગીઅખિલ "અખો"


પ્રભુ પણ બળતો હશે..

કોઇ પુછે તો કહું છું પ્રમથી,

ખુદા પણ અમારા પ્રેમથી બળતો હશે,

માટે જ તો કહાની અમારી અધુરી લખતો હશે.

આંખથી આશું ઉભરાય આવે ત્યારે,

માલિક પણ મીઠું-મીઠું મલક્તો હશે.

વેંદના અમારી ચારે આમ વંચાતી હશે,

કુદરતે પણ કઇક કારીગરી એમા કરી હશે.

અમારા પ્રેમમાં ભાગીદાર થવા,

ઇશ્વર પણ કેટલો આતુર હશે ?

"મહિમા" અમારા પ્રેમનો લખતો હશે,

પ્રભુ પણ પાગલ બની લેખ ભુસ્તો હશે.

સંગીઅખિલ "અખો"


પ્રેમ

પ્રેમમાં પડવા કરતા ડેમમાં પડવું સારું,

જોખમ વગર તરીને બાહર તો નિકળી શકાય.

પ્રેમ કરવા કરતાં વિઘો ઘંવ કરવા સારા,

પાકી ગયા પછી વેચીને કમાણી તો કરી શકાય.

પ્રેમના રવાડે ચડવા કરતા સિધા રસ્તે ચડવું સારું,

કઇક કમાણી કરી પેટ તો ભરી શકાય.

પ્રેમની ભીખ માગવા કરતા મંદિરે માગવી સારી,

પાત્રમાં કોક તો કઇક નાખે તો ભેગુ તો કરી શકાય.

પ્રેમમાં અંધ થવા કરતા આંધળાની સેવા કરવી સારી,

વગર માંગે દુવા તો મેળવી શકાય.

પ્રેમમાં ડુબવા કરતા દરિયામાં ડુબવુ સારું,

ભાગ્ય હોય તો તળિયેથી મોતી મેળવી શકાય.

પ્રેમનાં પગથીયા ચડવા કરતા ગીરનારના ચડવા સારા,

થાક લાગી જાય એટલે ઊંઘ તો સારી લઇ શકાય.

પ્રેમના ઉપવનમાં ભટકવા કરતા વેરાણવનમાં ભટકવું સારું,

તરસ્યા રહિ તૃપ્તને "મહિમા" તો કહી શકાય.

સંગીઅખિલ "અખો"


બળેવ બળી જાય છે...

તહેવાર તરી જાય છે બહેન વગર બળેવ બળી જાય છે.

તાતણાં તો ત્રણ સો મળે, પણ ત્રણ તાતણાંથી રાખડી બની જાય છે.

કલાઇ કોરી ભાળી કોઇ તો મેણું મોટું બોલી જાય છે.

બહેન વગરનો આ તહેવાર આજ ખોટ દેખાડી જાય છે.

ભાગતો તોય પકડીને બાંધતી રાખડી એ યાદ આંખ છલકાવી જાય છે.

વાટ જોય બેઠો છું બારણે દરવાજે કોણ ટકોરા દઇ જાય છે ?

"મહિમા" લખવા બેઠો છું બળેવનોને "અખિલ"ને બહેનનો "સંગ" યાદ આવી જાય છે.

બાકી બંધુ ભુલી જવાય છે અને બેન યાદ આવી જાય છે.

સંગીઅખિલ "અખો"


બેકાર

વાયરોને વિટળાયને બેઠો છું,

શર્કિટનું અઢળક જ્ઞાન લઇને બેઠો છું,

તોય બેકાર થઇને બેઠો છું.......

ક્રાંતિકારી યુગમાં કોમ્પ્યુટરની કલા શિખીને બેઠો છું,

પોતાના મનને કોમ્પ્યુટર માઇડ કરીને બેઠો છું.

તોય બેકાર થઇને બેઠો છું......

રદયના તારને હાર્ડિક્સથી જોડી બેઠો છું.

માઉસને મનમા લગાવી બેઠો છું.

તોય બેકાર થઇને બેઠો છું.

મોબાઇલનું બધુ બેલેન્સ લેસ કરીને બેઠો છું.

લોકો વાઇફાઇની જેમ મને યુજ કરે છે.

તોય બેકાર એમનામ બેઠો છું.....

કોઇ પુછે તો ઇમેલ કરીને બેઠો છું.

નવા વિચારોનો "મહિમા" આમા કહી બેઠો છું,

તોય બેકાર થઇને બેઠો છું......

સંગીઅખિલ "અખો"


ભુલ ભગવાનની

ભગવાન તું પણ ભુલ કરે ભારે છે,

જરૂર નથી ત્યાં જરૂરથી વધારે દે છે,

જરૂર છે ત્યાં જરા પણ દેતો નથી.

આ ભુલ નહિ તો બિજુ શું ભગવાન છે ?

ખેડુતના ખેતરમાં ખાબોછ્યું ભર્યુ નથી,

મોટા નગરમાં મેડિયું પાણીમાં ડુંબાડી જાય છે,

આ ભુલ નહિ તો બિજુ શું ભગવાન છે ?

ઉગલું પાણી વગરનું નઘાય છે,

ખેતી કરનારનો આત્મ બળી જાય છે,

આ ભુલ નહિ તો બિજું શું ભગવન છે ?

ઢોર-ઢાખરને, પશુ-પંખી ભુખ્યા મરી જાય છે,

હરણાની જેમ ઝાંઝવાના જળમાં ભરમાય છે,

આ ભુલ નહિ તો બિજુ શું ભગવાન છે ?

ચરણ કમળના ચંપલ સિનવાય છે,

વસ્ત્રમાં થિગડા પર થિગડા દેવાય છે,

આ ભુલ નહિ તો બિજુ શું ભગવાન છે ?

તહેવાર અને વ્યાવહાર ટુટી જાય છે,

હૈ ભગવાન તારો "મહિમા" મનથી મરી જાય છે,

આ ભુલ નહિ તો બિજુ શું ભગવાન છે ?

સંગીઅખિલ "અખો"


મજા કઇક ઔર હોય છો...

ભીંજાવાની મજા કઇક ઔર હોય છે,

જ્યારે એ ભેળા હોય છે.

શણગાર સજવાની મજા કઇક ઔર હોય છે,

જ્યારે મુલાકાત એમની સાથ હોય છે.

હર્ષઉલાસ કરવાની મજા કઇક ઔર હોય છે,

જ્યારે એ વિજોગ વિસરાવી આવવાના હોય છે.

સાત બંધનમાં બધાવાની મજા કઇક ઔર હોય છે,

જ્યારે ચાર ફેરા એમની સાથે હોય છે.

"મહિમા" એમનો મોજનો કઇક ઔર હોય છે,

એક ગીત એ મારા માટે લખતા હોય છે.

સંગીઅખિલ "અખો"


માગ્ય કરું છું....

દર્દને ત્રાજવામાં તોલ્યા કરું છું,

ખુદાથી તુજને માગયા કરું છું.

ઓછા-વત્તાનો ગુણાકાર કર્યા કરું છું.

શુન્યમાંથી સર્જન ગઝલનું કર્યા કરું છું.

અધ્ધવચ્ચેથી પાછો મંઝીલેથી ફર્યા કરું છું.

સામે કોઇ મળ્યું હતુ ? રાહીને પુછ્યા કરું છું.

આભે ઉડવાના સપનામાં પાંખુ ફફડાવ્યા કરું છું.

એક વખત આપેલા સોંગદથી ખુદને રોક્યા કરું છું.

બે ઘડી મળેલી આંખોનો "મહિમા" લખ્યા કરું છું.

સંગીઅખિલ "અખો"


મોગરાના ફુલ

ગ્યાતાં અમ વિણવા સખી મોગરાના ફૂલ,

મોગરાના ફુલ સખી..... મોગરાના ફુલ....

ગ્યાતાં અમ વિણવા સખી મોગરાના ફુલ.....(2)

સામા મળ્યા છે મારા દેરીડા...

હે મને હસ્યાબોલ્યાની ઘણી હામ સખી રે......

મોગરાના....... ગ્યાતાં અમ......

સામા મળ્યા છે મારા જેઠજી,

હે મને ઘુઘટ કાઢ્યાની ઘણી હામ રે......

મોગરાના..... ગ્યાતાં અમ.....

સામા મળ્યા છે મારા જેઠાણીજી,

હે મને મેણાં બોલ્યાની હામ સખી રે....

મોગરાના..... ગ્યાતાં અમ......

સામા મળ્યા છે મારા સસરાજી,

હે મને જીણું બોલ્યાની ઘણી હામ સખી રે...

મોગરાના.....ગ્યાતાં અમ....

સામા મળિયા છે મારા સાસુજી,

હે મને પાયે પડ્યાં ઘણી હામ સખી રે.....

મોગરાના..... ગ્યાતાં અમ.....

સામા મળિયા છે મારા પરણ્યાજી,

હે મને "મહિમા" ગાયાની ઘણી હામ સખી રે....

મોગરાના...... ગ્યાતાં અમ......

સંગીઅખિલ "અખો"


મોહન

મળે જો મોહન તો મારેય મનાવવો છે.

ગોકુળ નહિ તો મારે ગામે બોલીવવો છે.

બંસીના સુર છેડી ગોપીયુને ભેળી કરવી છે.

મળે જો મોહન તો.................

દ્રારકા જઇને દ્રારકાધિશ રણછોડને રાજી કરવો છે.

રુકમણીના રિસામણા મોહનથી મનામણા કરાવવા છે.

મળે જો મોહન તો................

કુરુક્ષેત્રે રથ હકારવા સારથી શ્યામને બનાવવો છે.

ફરીવાર ચિર પુરવા ભરી સંભામાં ક્રિષ્ણને બોલાવવો છે.

મળે જો મોહન તો................

મારેય મારી કુંવરબાઇનું મામેરુ લેવરાવવું છે.

નરસિંહ મહેતા બનીને ભજનનો "મહિમા" ગવરાવવો છે.

મળે જો મોહન તો..............

ગાયો ગામ છોડીને જાય છે મળે ગોપાલ તો પાછી હકારાવવી છે.

વનરાવનમાં પુનમની રઢિયાળી રાતે કાનથી રાસ રચાવવો છે.

મળે જો મોહન તો.............

પ્રીતમાં ચારેય તરફથી ઝેર મોકલે છે પીવા બોલાવવો છે.

વહે રક્ત તો સાડી ફાડી મારેય પાડો બાધવો છે.

મળે જો મોહન તો..............

સંગીઅખિલ "અખો"


રક્ષાબંધન

કઇક લાડ માયે લડાવીયા તો, બાકી રહેતા લાડ બેને લડાવીયા.

ખુટીયા કોળીયા તો પોતાના ખાલી કરી ખુબ ખવરાવિયા.

ક્યારેક લડીયા તો ક્યારેક પડીયાને , ક્યારેક એકભીજાને જ નડિયા.

રમતોમાં રાજા હું હોવું તો સલામી રોજ મારે બેન મારી.

દેતવામાં દાજી હું જાવ તો મારા કરતાં વધારે દર્દ બેનને થાય.

દુઃખ લેવામાં આગળને સુખ લેવામાં પાછળ મારી બેન હોય.

કંકુચોખનો ચાંદલો, સાકરનો ટુકડોને, બળેવે બાધતી બાવડે રાખડીનો ટુકડો.

હેત અને હરખથી હરખાતી અને મુખથી પ્યારુ પ્યારુ મુશ્કાતી.

બાળપણની પ્રીત રક્ષાબંધને પાછી તાજી થઇ આવતી.

એજ કિલકિલાટને,એજ કલવલાટ આજ અંગે ઉભરાય આવે છે.

બહેન "સંગ" " મહિમા" રહે બળેવનો અને બળેવ "સંગ" તહેવાર રહે બહેનનો.

સંગીઅખિલ અખો


રોઝ

રોજ-રોજ રોઝ આપે છે મને,

ખબર નય એને કોન આપે છે.

રોજ-રોજ એનું રેડ રોઝનું નાટક હોય છે,

ક્યારેક રડતા-રડતા તો ક્યારેક હસતા-હસતા રોઝ આપે છે.

રોઝ આપીને રોજ જવાબ માગે છે,

ખબર નય રોઝ છે કે રોજનો સવાલ.

રોજ રોઝના "મહિમા"ની વાત કરે છે,

મને શું ખબર કે રોઝનું અત્તર અંતર સુધી પહોચતું હશે.

સંગીઅખિલ "અખો"


વાંક

માંટલુ બોદુ હોય તો, માટલાનો નહી,

બનાવનાર કુંભારનો વાંક હોય છે.

દિવાલ બરાબર ના હોય તો, દિવાલનો નહી,

દિવાલ ચણનાર કંડીયાનો વાંક હોય છે.

શિષ્ય વિદ્યામાં કાચો હોય તો, શિષ્યનો નહી,

વિદ્યા આપનાર ગુરુનો વાંક હોય છે.

ધણ ઉધા રસ્તે ચડે તો, ધણનો નહી,

ધણ હકારનાર ગોવાળનો વાંક હોય છે.

બાળક બગડે તો, બાળકનો નહી,

ઉછેર કરનારનો વાંક હોય છે.

"મહિમા" ના મળે તો, "મહિમા" નો નહી,

એવા અવસર પર મારો વાંક હોય છે.

સંગીઅખિલ "અખો"


વિજય

સુર્યના સંતાનનો "મહિમા" કવિગણ ગાવે.

વિજય ધનુષ સવ વિજય અપાવે,

વિજય હાથ રહે તો વિજય નહિ કોઇ ઓર હો પાવે.

સુરજના સંતાનને કોઇ ભેદી ન પાવે,

અંગરાજને આગણેથી યાચક વણ લિધે ન આવે.

અંગથી ઉખેડીને કવશ-કુંડળ દિયો દાન મેં,

મહારથી કુંતે દાનવીર કર્ણ કહાવે.

વિજયના પ્રહારે ધનન્જયેને ધુજાવે,

કૃષ્ણ કારીગરી કઇક એવી ચલાવે,

અસ્ત્ર-શસ્ત્રની વિદ્યા કર્ણને વિશ્રાવે.

કંપટ કરી કૃષ્ણ કર્ણને વિજય ચુડાવે,

કુરુક્ષેત્રના મેદાને પાર્થના પ્રહારે કંઠ કપાવે.

તબ જાકે મહાભારત જિત પાવે.

સંગીઅખિલ "અખો"


વિષય-વિષયાંગ

વિષય-વિષયાંગ લખાય સહિયારુ તારુને મારુ,

વિષયમાં નામ લખાય મારું, વિષયાંગમાં ભણાવાય તારું.

મિનિટોમાં સકેલાય ચાર વાતોનું વિષય વસ્તું,

કોઇનું ભણવામાને કોઇનું ભટકવામાં મન પરોવાય પ્યારુ.

પ્રેમનું સ્વપ્નું સહિયારુ છે તારુ ને મારુ,

કોઇ દિવસ પૂરુ પાનું લખાય છે ભણતરનું તારુ,

વાંચે તો વિચારી વિચારીને વચાય છે નામ મારું.

"મહિમા" હોય કે ન હોય તોય એક એક વિકલ્પ વચાંય છે તારું,

સોપડીના બે પૂઠ્ઠા વચ્ચેથી ભણાવેલું પુસાય છે મારું.

સંગીઅખિલ "અખો"


શબ્દ

શબ્દમાં કડવાશ રાખુ છું, કામ દવાનું આપુ છું.

શબ્દમાં ધાર રાખુ છું, કામ તલવારનું આપુ છું.

શબ્દમાં કંટાક્ષ રાખુ છું, હૃદયની આરપાર ધાવ આપુ છું.

શબ્દમાં સમા રાખુ છું, કામ સુલેહનું આપુ છું.

શબ્દમાં વાર રાખું છું, જંગમાં જીત આપુ છું.

શબ્દમાં શાંતિ રાખુ છું, કામ શિતળતાનું આપુ છું.

શબ્દમાં ધૈર્ય રાખુ છું, કામ હર્ષઉલાસનું આપુ છું.

શબ્દમાં શોખ રાખુ છું, ખુદને શોકથી દુર રાખુ છું.

શબ્દોમાં માન આપુ છું, "મહિમા" નું ગાન રાખુ છું.

સંગીઅખિલ "અખો"


શ્રી ક્રિષ્ણ નથી હોતા.....

ઘણાં મળે છે વાંસળી વાળા,

પણ એ શ્યામ નથી હોતા....

ઘણાં મળે છે મોર પિચ્છવાળાં,

પણ એ કામળગારા નથી હોતા...

ઘણાં મળે છે લાંકડી વાળા,

પણ એ ગાયોના ગોવાળ નથી હોતા...

ઘણાં મળે છે માખણ ચોરી ખાનાર,

પણ એ કાય કાનુડા નથી હોતા...

ઘણાં મળે છે રાસ રસનારા,

પણ એ કોઇ શ્રી ક્રિષ્ણ નથી હોતા..

ઘણાં મળે છે માન આપનારા,

પણ એ "મહિમા" લખનારા નથી હોતા...

સંગીઅખિલ "અખો"


અકેલી

સુમસામ સંડક પે એક શામ એસી ગુજરી હૈ,

બેસહારા, અકેલી ઔર ઉપર સે બારીશ બરસી હૈ.

ના ખાને કે લિયે રોટી હૈ, ના પહેને કે લિયે કપડે હૈ,

ફિર એક રાત પ્યાસી-પ્યાસી અકેલી ગુજરી હૈ,

ખુદા ભી હૈ દુશ્મન મેરા, ઇંસાન કિ ક્યાં બાત કરે,

ફિર એક રાત અધકારમય આસમાન કે નિચે ગુજરી હૈ.

સર પે ના સાયા હૈ, બંદન પે ના સાદર હૈ,

ઠિઠુરતી-ઠિઠુરતી એક શામ અકેલી ગુજરી હૈ.

મૌત ભી પ્યારી લગતી હૈ, જબ હવસ કા શિકાર બનતી હું,

ફિર એક રાત હેવાનિયત કે સાથ અકેલી ગુજરી હૈ.

બે આબરુ હો કર બૈઠી હું, "મહિમા" ખો કર બૈઠી હું,

સુમસામ સંડક પે એક શામ ઐસી ગુજરી હૈ.

સંગીઅખિલ "અખો"


જવાના

શુન્યમાંથી સર્જન કરી જવાના,

ઉગીને આસમાને આબી જવાના.

રસ્તો નહિ મળે તો રસ્તો કરી જવાના,

નિકલ્યા સી સફરમાં તો મંઝિલે પુગી જવાના.

અશક્યને શક્યમાં ફેરવી જવાના,

એકલા હાથે જંગ જીતી જવાના.

મળે "સંગ" એકવાર "અખિલ" તારો,

તો મોતનો પણ "મહિમા" કહી જવાના.

લાખો આવ્યા, લાખો દુનિયા છોડી જવાના,

કઇક અલગ ઇતિહાસના પાંના ભરી જવાના.

સંગીઅખિલ "અખો"


તારા વિનાની જિંદગી

તારા વિનાની જિંદગી એટલે પાણી વગરના તળાવ જેવી.

તારા વિનાની જિંદગી એટલે ખુશ્બુ વગરના ફુલ જેવી.

તારા વિનાની જિંદગી એટલે વરસાદ વગરના વાદળ જેવી.

તારા વિનાની જિંદગી એટલે ગળપણ વગરની સાંકર જેવી.

તારા વિનાની જિંદગી એટલે "માન" વગરના "મહિમા" જેવી.

તારા વિનાની જિંદગી એટલે દિવસ વગરની રાત જેવી.

તારા વિનાની જિંદગી એટલે આત્મા વગરના શરીર જેવી.

તારા વિનાની જિંદગી એટલે પથ્થર વગરના શિખર જેવી.

તારા વિનાની જિંદગી એટલે વણ ઉકેલા શબ્દ જેવી.

સંગીઅખિલ "અખો"


શંકર

રાખને શરીરે ચોળતો હોય,

સાપને ઘરેણા બનાવીને પહેરતો હોય,

હળાહળ ઝેરને પીતો હોય,

બળદ પર બેસીને ફરતો હોય,

ભુતડાને ભેળા રાખતો હોય,

ખોપરીની માળા બનાવી પહેરતો હોય,

જેનો ગુસ્સો અતિ તેજ હોય,

ધતુરાની ભાગ કરીને પીતો હોય,

ગાંઝાનો બંધાણી હોય,

આવા માણસને પ્રાપ્ત કરવા,

પાર્વતીને વર્ષોની તપસ્યા કરવી પડતી હોય છે.

સંગીઅખિલ અખો